Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શ્રેણિક સુચેષ્ટાની છવિ નીરખે છે. 79 દુર્ગપર રહીને કામદેવરૂપી ભિલ્લ નિરન્તર યુવાનેને (બાણુવતી ) વિધે છે ! નિરન્તર ફળદાયી અને અતિ સત્વવાળા એવા એના ઉરૂને, સારરહિતમધ્યભાગવાળા અને એકજવાર અલ્પફળને આપનાર એવા કદલીવૃક્ષની ઉપમા કેવી રીતે અપાય ? જ્યાં સુધી આ સ્ત્રીના વિશાલ નેત્રે અને મૃદુ તથા સરલ જંઘા જોઈ નથી ત્યાં સુધી હરિણુઓ ભલે હર્ષમાં પોતાના પુચ્છ હલાવે અને આકાશને વિષે કૂદકા મારે ! વળી એના રક્ત અને અતિશય કાન્તિવડે સંવમિત'–એવા ચરણને યુદ્ધ કરવા ઉતરેલા જોઈનેજ જાણે એના શત્રુ કમળ જળદુને વિષે પેસી ગયા હોયની ! ( અહે ! એમને યુદ્ધને ભય હજુ પણ ગયે નથી !). આમ એનું રૂપ અવશ્ય છે, એનું સન્દર્ય અમાનુષ છે, અને એનું લાવણ્ય અપૂર્વ છે ! અથવા તે આનામાં સર્વ કંઈ લકત્તર જ છે (આ લેકમાં ન હોય તેવું છે ). ત્રણે જગને વિષે, મહાન સ્ત્રીમંડળને ઉત્પન્ન કરતા વિધાતાનું શિલ્પ અહિં જ (આ રૂપમાં જ) પરાકાષ્ટાએ પહોંચ્યું છે; જેવી રીતે વારંવાર ગસાધના કરવાથી યોગીનું નિર્મળ જ્ઞાન પરાકાષ્ટાએ પહોંચે એમ. આ પ્રમાણે, વૃદ્ધ તાપસીએ આણેલા પટ્ટમાં ચિત્રેલુંરૂપ ધારી ધારીને નિહાળી રહી શ્રેણિકરાજા તેને પુછવા લાગ્યઆ તારી છબિ કોની છે ? લાવણ્ય અને સૌભાગ્યના નિધિરૂપ એવી આ મૃગાક્ષી કેઈ ઉત્તમ કવિએ કપેલી મહાકથા જેવી કલ્પના છે કે રામકથા જેવી સત્યવાત છે ? પેલીએ ઉત્તર આપે–હે નૃપતિશિરોમણિ શ્રેણિક મહારાજા, એ જેવી છે. તેવી જ આળખવાનું તે કઈમાં સમર્થ નથી. વિધાતાના હસ્તથી પણ તે ઘુણાક્ષરજ્યાચે જ આવું રૂપ પામીને હાર પડી છે. એ સાંભળી સવિશેષ રાગ ઉત્પન્ન થવાથી રાજાએ પુનઃ પૂછ્યું-જેમ શચી (ઈંદ્રાણી) સ્વર્ગને અલંકૃત કરે છે તેમ આ મનહર નારી તેના ચરણકમળ વડે કઈ નગરીને અલંકૃત કરે છે ? તથા સીતાને જેમ જનક તેમ એને કેણ પિતા છે ? વળી અસંખ્ય પુણ્યના ભાજન * 1. કાન્તિરૂપી બખ્તરમાં સજજ થયેલા. 2 અજાણતાં. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust