Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પ્રભુના અતિશય- શ્રેણિક રાજાની સ્તુતિ. 127 શન થયાં કે તરતજ રાજા અંજલિ જેડીને એકાગ્ર યાને રહ્યો; કારણકે તે વિના સિદ્ધિની પ્રાપ્તિ નથી. પછી પરિવાર સહિત તેણે પ્રથમ પ્રાકારને વિષે પ્રવેશ કરી, ત્રણ પ્રકારના દુઃખને ક્ષય કરવાને અર્થેજ હાયની એમ, અહંદુભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી. ત્યારપછી ભાલપ્રદેશથી ત્રણવાર પૃથ્વીને સ્પર્શ કરીને ( ત્રણવાર ખમાસમણ દઈને) તેણે પ્રભુને વંદન કર્યું તથા હર્ષયુક્ત ચિતે તેમની આ પ્રમાણે સ્તવના કરી - હે પ્રભુ, મારા જેવો વૃદ્ધપુરૂષની જેવી સ્થૂળષ્ટિવાળા પ્રાણી આપના કેટલાક ગુણને જોઈ શકે ? તોપણ હું (આપના) બે ત્રણ ( ગુણ ) ની તો સ્તુતિ કરીશઃ જન્મોત્સવ સમયનું તમારું પરાક્રમ તે મને ચિરકાળ પર્યન્ત વિસ્મય પમાડે છે, કે જે વખતે તમે મેરૂ પર્વતને ચલિત કરીને સુરપતિને નિશ્ચલ કરી દીધે હતે ! વળી હે સ્વામિ, તમારા માતાપિતાએ મુગ્ધભાવ થકી તમને લેખશાળાને વિષે અભ્યાસાર્થે મેકલ્યા તે ઈદ્રનું મહદ્ ભાગ્ય જ, કારણ કે, અન્યથા, એ (ઇંદ્ર)ના નામ પરથી રહ્યા કેવી રીતે નીકળત, અને ભુવનને વિષે કેવી રીતે પસાર પામત? હે દેવાધિદેવ, તમે કૌમારાવસ્થાને વિષે તમારા બળની પરીક્ષા કરવા આવેલા દેવતાને એક મુષ્ટિના પ્રહારથી નીચે કરી નાંખે હતો તે જાણે તેના ગર્વને હેઠે બેસાડવાને તમે પૂર્વે પુનઃ પુનઃ અભ્યાસ કર્યો હેયની ! વળી હે દીનનાથ, આપના પ્રાણ લેવાને તત્પર થયેલા સંગમક દેવતા પર કેપ કરવો તો દૂર રહ્યો, પણ આપને તે ઉલટી, ગ્રીમ તુને વિષે સમુદ્રના જળની પેઠે, દયા વૃદ્ધિ પામી. હે મોક્ષદાયી ભગવાન, સમકિત પ્રાપ્ત કરવાને અર્થે નિત્ય જતા આવતા દેવતાઓથી આપના ચરણકમળ, જનવર્ગથી જનક્ષેત્રની પેઠે, નિરંતર સેવાયા કરે છે. હે જિનેશ્વર, વળી જઘન્ય પદને વિષે પણ આપ કટિબદ્ધ દેવતાઓથી પરવારેલા રહે છે; અથવા તે આપના સૌભાગ્યની કંઈ ઉપમાજ નથી. હે જિનેન્દ્ર, બીજા તે દૂર રહ્યાં, પણ આ ચૈત્યવૃક્ષ સુદ્ધાં ગુંજારવ કરતા ભ્રમરેએ કરીને સહિત એવાં પિતાનાં મુખ્યરૂપી નેત્રોવડે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust