Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ મનુષ્ય ભવનાં દુઃખ. 131 જેમ સરસવના, તેમ, તેમની ઉપર આર-અંકુશ-ચાબુક લાકડી પ્રમુખના નિર્દયપણે પ્રહાર કરે છે. વળી દરજી જેમ કાતર વતી વસ્ત્રો કાતરે છે તેમ તેમનાં ગળાં, કંબળ-પૃષ્ટાગ્ર-વૃષણ-શ્રવણ આદિ અંગને વિષે તેઓ કાપ મૂકે છે. એટલું જ નહિ, પણ, તેમના પર, જિનેશ્વર આદિની આશાતના કરનારા છે પર જેમ કર્મને ભાર તેમ, ભૂખ્યા અને તરસ્યા કંઠ અને પીઠ પર મોટા ભાર ભરવામાં આવે છે. વળી જ્યારે તેઓ નવું એવું વન પામે છે ત્યારે નિર્દય લોકે તેમને દમન કરવાની ઈચ્છાથી, જાણી જનની પાસે જ જેમ, તેમ, તેમની પાસે લાંઘણે કરાવે છે. વળી એમના જેવા નિરાશ્રિતોને પ્રલયકાળના અગ્નિની સમાન વાળાવાળા વહ્નિ વડે, શબ્દ કરતા વેણુની પેઠે, ભસ્મ કરી નાખે છે. એ ક્ષુધા અને તૃષાથી પીડાતા તિર્યંચ તો છેજ એવાને વળી લોકે પણ દુઃખ દે છે, કારણકે દેવ દુર્બળને જ ઘાતક છે. પછી અત્યંત વેદના સહન કરી કમ ખપાવીને ત્યાંથી એવી તેઓ ત્રાદ્ધિવાન પુરૂષ ગ્રામથકી નગરને વિષે આવે છે તેમ, નરનિને વિષે આવે છે. ત્યાં પણ ગર્ભવાસને વિષે તેમજ નિકી હાર નિકળતી વખતે ( જન્મ સમયે) તેમને જે દુઃખ થાય છે તે મનુષ્યનાં અન્ય સર્વ દુઃખથી પણ અધિક છે. વહિનથી તપાવેલી સેને શરીરના રેમને વિષે સંભિન્ન કરાવવાથી જે દુઃખ થાય છે તે કરતાં આઠગણું દુઃખ તેમને ગર્ભવાસને વિષે થાય છે; અને નિથકી પ્રસવતી વખતે તેમને જે દુઃખ થાય છે તે તે ગર્ભવાસના દુઃખ કરતાં અનન્તગણું થાય છે. - હવે મનુષ્યભવને વિષે પણ, બાલ્યાવસ્થાને વિષે દાંત ખૂટે છે ત્યારે અત્યંત દુઃખ વેઠવું પડે છે; અને કે મારાવસ્થાને વિષે ક્રીડા પ્રમુખથી દેહલેશ અનુભવવા પડે છે. વળી તરૂણાવસ્થાને વિષે તેઓ પ્રમદાના સુંદર લોચનરૂપી લક્ષમીને વિલકવાને, ભ્રમરનાં ટોળાં કુસુમોને વિષે ભમે છે તેમ, સ્થાને સ્થાને ભમ્યા કરે છે. તેમની અગ્ય વિષયની ઈચ્છા અફળ થાય છે એટલે તો તેઓં, લાક્ષારસ ઝરનારા વૃક્ષેની જેમ દિવસે દિવસે શરીરે ક્ષીણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust