Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 130 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પારાની કણીઓની પેઠે તક્ષણ મળી જાય છે (અક્ષત થઈ જાય છે).. તૃષાતર (ઈને જે તેઓ શીતળ, સ્વાદિષ્ટ જળ શોધે છે તે તેમને વૈતરણી નદીના પૂજ્ય પ્રમુખ પદાર્થો પાવામાં આવે છે. વળી પૂર્વનાં પરસ્ત્રીગમનાદિ પાપોનું સ્મરણ કરાવી કરાવીને તેમને, તેમના અતિ રૂદન છતાં પણ, અગ્નિથી તપાવેલી. લેહની પુતળીઓનું આલિંગન કરાવે છે. “આ જીન્હાએ તમે અસત્ય વાણી બેલતા હતા " એમ કહી કહીને તેમને તેમના બરાડા છતાં અતિ પ્રયાસે, પીગળાવેલું સાચું સુદ્ધાં પાવામાં આવે છે. આથી ચે તેમનાં દુઃખની સીમા આવતી નથી; “તમને પારકું માંસ બહુ પ્રિય હતું ? એમ કહી કહીને તેમને તેમનું જ માંસ કેતરી કેરીને પરાણે ખવરાવવામાં આવે છે. આમ થવાથી જ્યારે તેઓ, “નાથ, નાથ, રક્ષણ કરે " એમ કરૂણસ્વરે રૂદન કરે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે-હે પાપી છે, તમે પણ તમારાથી ભય પામતા એવા નિર્દોષ પ્રાણીઓને ઘાત કરીને તેમનું માસ ખાતા હતા એ તમે ભૂલી ગયા કે ? અથવા તે. આ લોકમાં આપણે જેવું પારકાનું ચિંતવીએ છીએ તેવું જ આપણને થાય છે. સ્વયમેવ દુઃખી એવા નારકીના જીવને આ કદર્થના, અન્ય પામર જીને વરને વિષે હેડકી થાય છે તેવી થાય છે. આવા અસાધારણ દુઃખમાંથી છુટીને તેઓ બીજાએકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય પર્યત ભવ પામે છે. અને અતિ અજ્ઞાનદશાને લીધે, વાદને વિષે કુવાદી જ જેમ, તેમ, સામર્થ રહિત હેઈને અત્યન્ત શિક્ષા પ્રાપ્તિરૂપ ગૃહ (ઘર) પ્રત્યે પામે છે. ત્યાં પણ તેમને કાયસ્થિતિને અન્ત લાવવાની ઈચ્છાને લીધે જ જાણે ભેદન-છેદ-ઘાત આદિ અનન્ત દુઃખ-પરંપરા ભેગવવી પડે છે. પછી જાણે સ્થાન-અજીર્ણતાને લીધે જ હાયની તેમ તેઓ અનન્ત કાળે એ એકેન્દ્રિયાદિ ભવને ત્યાગ કરીને પંચેન્દ્રિય પશુ નિને વિષે આવે છે. ત્યાં પણ તેમને, શેત્રુંજની બાજીને વિષે સંગઠીઓને જ જેમ, તેમ, બહુધા, પાશતંત્ર-રજજુ-જાળ આદિ બન્ધનાથી બાંધે છે અને શાકિની ઉપર : P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust