Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 126 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. આમ્રવૃક્ષ કુસુમોના સમૂહથી પૂરાઈ જાય તેમ, સર્વ અંગે હર્ષના રોમાંચથી પૂરાઈ ગયે. એણે એને પ્રીતિપૂર્વક પુષ્કળ ઇનામ આપ્યું. કારણ કે જિનેશ્વર ભગવાનના ખબર લાવનારને તે રાજ્યનું દાન દેવું એ પણ થોડું છે. પછી સત્વર રાજાએ પ્રભુને વંદન કરવા જવા માટે સર્વ સામગ્રી તૈયાર કરાવી; કારણ કે પૃથ્વી પર આવી ચઢેલા ક૫મના દર્શનને વિષે કેને અભિલાષા થતી નથી? સેવકેએ તતક્ષણ હસ્તી–અશ્વ-રથાદિ તૈયાર કર્યા; કારણ કે રાજાની આજ્ઞાથી સર્વ કાંઈ નીપજે છે. પછી જાણે સાક્ષાત્ જ હોયનીએ શ્રેણિકનરપતિસેયનક હસ્તી ઉપર બેસીને અભયકુમાર આદિ પુત્રના પરિવાર સહિત બહાર નીકળે. અપ્સરા સમાન રૂપર્યયુક્ત નારીઓ તેના પર છત્ર ધારણ કરી રહી હતી તથા ચામર વજ્યા કરતી હતી. આગળ શુધપાઠ બેલવામાં ચતુર એવા બન્દિજને ટેળાબંધ ચાલતા હતા; તથા હાવભાવથી મન હરણ કરતી વારાંગનાઓ નૃત્ય કરી રહી હતી. વળી ભેરી, ભાકાર આદિ વાજિંત્રના સ્વરથી આકાશ બહેરૂ થઈ ગયું હતું. સાથે ઉત્તમ અપર તથા રથને વિષે મહા સામંતે ભી રહ્યા હતા અને ઈંદ્રાણીની સાથે પદ્ધો કરનારી પવિત્ર અંતઃપુરની સ્ત્રીઓ પણ આવા શ્રેષ્ઠ પ્રસંગને લાભ લેવામાં પાછળ પડી નહોતી. પછી ક્ષણમાં તે નરપતિ સર્વાર્થસિદ્ધિએ જનારે પ્રાણ સિદ્ધશિલાની નજદીક પહેચે તેમ, સમવસરણની નજીક આવી પહોંચ્યા. ત્યાં પ્રભુના ત્રણ છત્ર દૃષ્ટિએ પડયા કે તુરતજ જ્ઞાનાદિત્રયી પ્રાપ્ત કરીને ભવ્યપુરૂષ અહંકારથી ઉતરે તેમ, રાજા ગજવરપરથી ઉતર્યો. ઉતરીને તે નરપતિ પગે ચાલી મુક્તિના સાક્ષાત દ્વારા જેવા સમવસરણના દ્વાર પાસે આવ્યા. ત્યાં તેણે છત્ર-સૂકુટ-ચામરે–ખડ્રગ-પુષ્પ અને તાંબૂલને ત્યાગ કર્યા; તથા મુખશુદ્ધિ કરી. પછી તેણે એકસાટી ઉત્તરાસંગ નાખીને આદરસહિત સમવસરણને વિષે પ્રવેશ કર્યો. ત્યાં જિનપતિના 1 જ્ઞાન દર્શન અને ચારિત્ર, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust