Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 124 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. તિષ્ક દેવતાઓ પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરીને પ્રભુને નમીને વાયવ્ય કેણને વિષે બેઠા. વૈમાનિક દેવતાઓ તથા મૃત્યલેકના નર-નારીઓ હર્ષસહિત ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરીને ઈશાન કેણુને વિષે બેઠા. પછી શ્રી ગોતમ ગણાધીશ સર્વ કેવલિમહારાજની આગળ અને શ્રીમાન વીરપ્રભુની પાસે જ બેઠા; કારણ કે એ જ શાશ્વતકાળથી નિયમ છે. પછી મદ્ધિદેવતાને આવતા જેઈ સર્વ તેને નમન કરવા લાગ્યા, અને એ બેઠે એટલે, એને નમતા ગયા; કારણ કે લેકને વિષે પણ ઉચિત શોભે છે તે જિનભગવાનના શાસનને વિષે શેલે એમાં તે કહેવું જ શું. અહે! ધન્ય છે ત્રણ જગતના સ્વામીના આવા–અવશ્યલેકોત્તર પ્રભાવને ! કે જેને લીધે બીજા કેટને વિષે હસ્તિ-અને-સિંહ, ભેંસ-અને-અશ્વ, હરિણ--અને-સિંહ, બિલાડી--અને-ઊંદર, નકુળઅને-સર્પ પ્રમુખ અન્યત્ર-નિત્ય—મત્સરભાવને ધારણ કરનારા પ્રાણીઓ, પિતાના એ સહજ વૈરને ત્યાગ કરીને સાથે રહ્યાં ! ત્રીજા પ્રકારને વિષે સર્વ વાહને રહ્યાં વળી અહો ! જેમને જિનેશ્વર ભગવાનના દર્શન થાય એવા અભિગીને પણ ધન્ય છે ! સર્વે દેવતાઓ હર્ષથી ગર્જના કરવા લાગ્યા, નાચવા કુદવા લાગ્યા, આળોટવા લાગ્યા, ગાવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા, તથા હશે હોંશે પ્રભુને વાંદવા લાગ્યા. (એટલામતો) જેમ શરીરને વિષે અસંખ્યાત જીવપ્રદેશ સમાયેલા છે તેમ જન માત્રના માનવાળા સમવસરણને વિષે અસંખ્યાત પ્રાણીઓને સમાવેશ થઈ ગયે. હવે, અહિં પ્રભુના આગમનથી આ પ્રમાણે હર્ષનાદ થઈ રહ્યો હતે એવામાં તે ઉદ્યાન પાળકે જઈને રાજાને હર્ષની વધામણી આપી ક–હે રાજન, જેમને જ્યાં જ્યાં વિહાર થાય છે ત્યાં રેગે સર્વ નષ્ટ થઈ જાય છે; (ભાવગ સુદ્ધાં નાશ પામે છે તે બાહ્યરોગનું તે શું જ કહેવું ?) વળી જેમને જોઈને છ ઈતિઓર દૂર થાય છે, છ ભાવશત્રુ ભય પામીને જ હાયની તેમ જતા રહે 1. સેવકવર્ગ. 2 જુઓ પૃષ્ટ 7 માની પુરનેટ 1hak Trust P.P. Ac. Gunratnasuri M.S.