Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 108 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ગ્રહણ કરવા જે અકાળે મેઘવૃષ્ટિ જેવાને દેહદ ઉત્પન્ન થયે છે. છે આર્યપુત્ર-તે માટેજ હું તે આપની પાસે કહી શકતી નહોતી. કારણકે અસંભાવ્ય ઈચ્છા કરનારાને લેકે ઘેલા ( ગાંડે ) ગણી કાઢે છે. પણ રાજાએ તેને કહ્યું- હે પ્રિય, ધીરજ ધર, હું તારે મને રથ સત્વર પૂર્ણ કરીશ. જેને બૃહસ્પતિ તુલ્ય બુદ્ધિમાન અભયકુમાર જે મંત્રી છે તે આ અવષ્ટભવાળ (હિંમતભર્યો ) ઉત્તર કેમ ન આપે ? રાણીને આ પ્રમાણે ધીરજ આપીને રાજા, કમલિનીને આશ્વાસન આપી સૂર્ય જેમ ગગનને વિષે ચઢે છે તેમ, સભાને વિષે આવીને સિંહાસન પર આરૂઢ થયે. પણ રાણીને દેહદ સંપૂર્ણ કરવાની ચિંતાને લીધે ઉદાસી એ એ મહીપતિને ભયભીત પુરૂષની પેઠે દિશાઓ શૂન્યકાર જેવી દેખાવા લાગી. એટલે મહા ચતુર એવા અભયકુમારે નમન કરીને અંજલિ જોડી ભક્તિવડે નમ્રવાણીથી પિતાને વિજ્ઞાપના કરી કે હે પૂજ્ય પિતા, શું શ્વાનની પેઠે કેઈ રાજા આપણા મંડળમાં ઉપદ્રવ કરે છે ? અથવા અન્ય કઈ પિતાના જ આત્માને દુશ્મન એ આપણું આજ્ઞાને મસ્તકને વિષે માલાની જેમ નથી ધારણ કરતો ? અથવા તો અચિંત્ય ભાગ્યવાળા એવા આપને કંઈ ઈચ્છા પૂર્ણ થતી નથી ? અથવા દુજનની જેમ કેઈ વ્યાધિ અધિક પીડા આપે છે ? હે પ્રભુ, આપ, દિવસના ચંદ્રમાની જેમ, નિસ્તેજ થઈ ગયા છે માટે આપના સરલ પુત્રને તેનું કારણ જણા. રાજાએ કહ્યુંકારણ હેટું છે, પણ તે ગણાવ્યાં એમાંનું એકે નથી. તારી માતાને આજ અકાળે મેઘવૃષ્ટિ જેવાને દેહદ ઉત્પન્ન થયેલ છે. તે બુદ્ધિનિધાન, તે પૂર્ણ કરવાને તને જ સંભાર પડ્યો છે, કારણકે આહારને કવળ (કેળીઓ ) કંઠે રહે છતે જળનેજ શેધવું પડે છે. અભયકુમારે કહ્યું- હે તાત, આપ નિશ્ચિંત રહે; એ કાર્ય કલ્પવૃક્ષની તુલ્ય એવા આપની કૃપાથી હું પૂર્ણ કરીશ. - હવે અભયકુમારને પૂર્વે કઈ દેવતાની સાથે સમાગમ થયે હતો ( કારણકે મનુષ્યને મનુષ્યની મિત્રતા તે સર્વત્ર હોય છે માટે એમાં કંઈ આશ્ચર્ય નહીં ) તે પરથી તેણે તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust