Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 118 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એટલે શિયાળામાં કંપ-શીત [ ચંડી] ને લીધે ધ્રુજવાનું છે. પછી કુમારની સ્ત્રીઓએ વધારે વિષમ સમશ્યા પૂછી - સમર્થથી કે શબ્દ કે? કંઠતણું શું નામ ? પત્રવાચિ પદ શું? કરે કણ કણવર્ધન કામ ? એક નરનાથવિશેષ કે ? કે કે શબ્દ મધુર ? નૃપજ્યહેતુ કેણ? શે બુદ્ધ-અર્થ લખે ઊર? વિષ્ણુ-રંગ-ને તાત-નું એક અવ્યયનું નામ નીકળે આ સમસ્યા થકી. અન્તિમ “લ” તણું ઠામ. 3 ક્ષણમાત્ર વિચાર કરી કુમારે આને ઉત્તર આપે : અગદજનકબતલં. [1] “અલ શબ્દ સંસ્કૃતમાં સમર્થ અર્થમાં વપરાય છે. [2] ગલ કંઠ (ગળું) [3] દલ=દળ એટલે પત્ર કે પાંદડું. [4] જળ ધાન્ય નીપજાવે છે. [5] એક રાજા-નળરાજા. [6] કલ શબ્દનો અર્થ મધુર થાય છે. [7] બળ= સૈન્ય. [8] બુન એ તળ એટલે તળીઆનું નામ છે. વળી અગદ જનકબતલ માં અને એ “વિષ્ણુ” નું નામ છે; “ગદ એ “ગ” નું નામ છે; જનક એટલે “પિતા” થાય છે; બત' એ એક ( સંસ્કૃત ) અવ્યય છે; અને છેલ્લે અક્ષર લ છે. - કુમારે આમ સમસ્યા પૂરી એટલે એની સ્ત્રીઓ બેલીઅહો ! આપને મતિભવ બહસ્પતિને પણ જીતી લે એવે છે; આપની આ બુદ્ધિ ઉત્કૃષ્ટ-સર્વ કરતાં ચઢે એવી છે-અલોકિક છે; તેથીજ આપ અમારી વિષમ સમશ્યા સમજી શક્યા છે. હવે, હે સ્વામિનાથ, આપ કંઈ વિશેષ વિષમ હોય એવું પુછો.ak Trust P.P.AC. Gunratnasuri M.S.