Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ દંપતીને ગેછી વિદ-સમશ્યાતિ. 117 આ " વ્યસ્તસમસ્ત " સમસ્યાને તેની સ્ત્રીઓએ ઉત્તર આપે–ભા [ પ્રભા ], ગીર (વાણુ–સરસ્વતી), રથી (રથવાળા-રથને હાથમાં લઈને ગંગાનદી તરી ગયા હતા એ. ભાગીરથી ( ગંગાનદી ). વળી સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો -- પ્રિય ! સાગરની પુત્રી કેશુ? કહે વળી મેઘ હોય કેવા ? ચરણપ્રતિષેધાથી પંચાક્ષરથી બન્યા શબદ છે ક્યા ? સર સુંદર કયું કેવું? ધનેશ નર કર્યો કે આ જગમાંહિ ? એ પાંચે પ્રશ્નોને એક શબ્દમાં ઉત્તર ઘો સ્વામી. એ સમશ્યા સાંભળી ક્ષણવાર મનન કરી સમજી જઈ કુમારે એને ઉત્તર આપે–પદ્માકર. (1) પદ્મા=લક્ષમી, એ સાગર ( સમુદ્ર) માંથી નીકળી છે માટે એની પુત્રી કહેવાય છે. (2) પદ્માકર. પદ્મા એટલે લક્ષમી અથોત દ્રવ્ય-એના આકર (ખાણ ) રૂપ. મેઘ દ્રવ્યની ખાણ છે–સર્વ સંપત્તિ મેઘ (–વૃષ્ટિ) ઉપર આધાર રાખે છે. (3) પદ્માકર=પ+મા+કર. આમાં પાંચ અક્ષરે છે એ ચરણને પ્રતિષેધ કરનારા છે. (4) પદ્માકર=પદ્મ+ આકર કમળ પુષ્પોના સમૂહવાળું. પુષ્કળ કમળો હોય એવું સરોવર સુંદર કહેવાય. (5) પદ્માકર પદ્મ-આકર. " પદ્મ " એ એક મોટી સંખ્યા છે. એટલે એક પદ્ધ દ્રવ્યવાળો હોય એ આ પૃથ્વી પર ધનેશ્વર એટલે કુબેર કહેવાય. કુમારે સમસ્યા પૂરી એટલે એની ઉત્કૃષ્ટ બુદ્ધિની પ્રશંસા એની સ્ત્રીઓએ કરી. પછી કુમારે સમશ્યા પછી - નીપજાવે કે ધાન્યને ? ગમનહેતુ કર્યો હોય ? નિર્ભય ગૃહ કયું મત્સ્યનું ? હિમાગમે શું જોય ? એને ઉત્તર એની સ્ત્રીઓએ બરાબર વિચાર કરીને આપેઃ –કંપનદ. [1] “કે” એટલે જળ ધાન્યને નીપજાવે છે. [2] પદ એટલે ચરણ જવા આવવામાં હેતુ એટલે સહાયક છે. [3] મસ્યાનું નિર્ભય સ્થળ “નદ” એટલે સમુદ્ર છે. [4] હિમાગમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust