Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ચિવનાવસ્થા–પાણિગ્રહણ. 115 ( નામ પાડયું ). એ ગર્ભમાં હતું ત્યારે એની માતાને મેઘને દેહદ થયે હતો તેથી એના પિતાએ એનું મેઘકુમાર " એવું ગુણયુકત નામ પાડયું. અનુક્રમે પાંચ પાંચ ધાવમાતાઓના લાલનપાલનથી ઉછરતે મેઘકુમાર, દેવકન્યાઓથી કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે તેમ, રાત્રી દિવસ વૃદ્ધિ પામવા લાગે; અને તેનાં બંધુ જનોએ તેનાં ચરણકમણ ( પગે ચાલવું તે )-કેશવપન-મુંડન-રમને નિશાળગરણું આદિ કર્યા. કુમાર પણ, વહાણ વાયુની સહાયથી સમુદ્રને પાર પામે, તેમ, બુદ્ધિના ઉત્કર્ષથી સકળકળાને પાર પામ્યો (સકળકળાને વિષે પ્રવીણ થયે); અને એક ઉત્તમ તરીઓ (તરનાર) જેમ સમુદ્રને તરીને દ્વિીપને પ્રાપ્ત કરે તેમ મારાવસ્થાને ઉલ્લંઘીને, તેણે મનહર એવી યવનાવસ્થાને પ્રાપ્ત કરી. એટલે પિતા–શ્રેણિક રાજાએ તેને સમાનકુળને વિષે જન્મેલી, સમાન વયની, સમાનરૂપસૌંદર્યવાળી અને સિભાગ્યલક્ષ્મીથી વિરાજતી એવી આઠ રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવ્યું અને પ્રત્યેક વધુને કૈલાસ સમાન ધવળ અને ઉન્નત એવો એકેક રહેવાને મહેલ તથા અકેક કટિ રૂપું અને સુવણ આપ્યાં. બીજી પણ તેમને ગ્ય એવી વસ્તુઓ રાજાએ આપી; અથવા તો રાજવધુઓ આ પ્રમાણે વણિકજનની વધુ કરતાં અધિક છે. પછી મેઘકુમાર, શકનો સમાનિક દેવતા સ્વર્ગને વિષે અપ્સરાઓની સાથે ભેગવે તેમ, એ આઠે રાજપુત્રીઓની સાથે ભેગવિલાસ અનુભવવા લાગે. પછી રાજકુમાર પિતાની પ્રિયા સાથે કઈ કઈ વખત ગૂઢચતુર્થ ' આદિ સમસ્યાઓથી વિનેદ કરવા લાગ્ય:-( કારણ કે વિદ્વાન્ જનની, પ્રિયાઓ સાથે આવી જ ગેટ્ટી હેય છે). તેની પત્નીઓએ પ્રથમ પૂછ્યું–હે નાથ, જેણે પરાભવ કર્યો નિત્ય કામને છે, અજ્ઞાન–હસ્તિ-દલને વળી કેસરીઝ જે, 1 જેનું ચોથું પદ ગૂઢ હોય તે. 2 કામદેવનો. 3 અજ્ઞાનરૂપી હસ્તીને નાશ કરવામાં. 4 સિંહ (જેવા) છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust