Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 106 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ધારિણી રાણી પણ, હસ્તી-સિંહ-મૃગ-વાઘ–અશ્વ-શુકર-સંબરમયર-ચક્રવાક–અને હંસ વગેરે જેની ઉપર ચિન્નેલાં હતાં, એવા પડદાની પાછળ આવીને બેઠી; કારણકે રાજાની રાણીઓ સૂર્યપર કહેવાય છે (પડદામાં રહેવાને એમને પ્રસિદ્ધ રિવાજ છે.) રાજાએ રૂમપાઠકને સત્કાર કરીને પૂછયું–આજે રાત્રીને છેલ્લે પહોરે ધારિણીદેવીએ સ્વપ્નને વિષે હસ્તી જે તે તે સ્વપ્નનું શું ફળ થશે તે તમે ફુટપણે કહે, કારણકે સૂર્યના કિરણો જ વસ્તુઓને ઉદ્યોત કરવાને સમર્થ હોય છે. એ પરથી સર્વેએ એકત્ર થઈ શ્રેષ્ઠ રીતે ઊહાપોહ (વિચાર ) કરી સદ્ય સ્વપ્નના અર્થને પ્રાપ્ત કર્યો, કારણકે શાસ્ત્રને અભ્યાસ બહુ ઉત્તમ વસ્તુ છે. પછી એમણે કહ્યું–મહારાજ, સાંભળો. સર્વ સ્વમશાને વિષે બહેતર સ્વપ્ન કહેવાય છે. તે બહેતરમાં ત્રીશ મહાસ્વપ્ન કહેવાય છે. એ કલ્પવૃક્ષની પેઠે મહા ફળદાયક હોય છે. તે ત્રીશમાં વળી સિંહ-હસ્તી-વૃષભ-ચંદ્ર-સૂર્ય–સરોવર-કુંભ–ધ્વજ-સમુદ્ર-પુષ્પની માળા-રત્નને સમૂહ-વિમાન-ભવન અને અગ્નિ એ ચાદ મહાને તીર્થકર અથવા ચક્રવતીરાજા ગર્ભને વિષે આચ્ચે છતે તેમની માતાઓ દેખે છે. વાસુદેવની માતા એમાંના સાત સ્વપ્ન દેખે છે; બળદેવની માતા ચાર દેખે છે; અને મંડળ એટલે દેશના અધિપતિની માતા એક સ્વપ્ન દેખે છે. માટે ધારિણદેવી મેરૂપર્વતની ભૂમિની પિઠે નંદનને જન્મ આપશે. એ પુણ્યનિધિ શુરવીર પુત્ર નિશ્ચયે રાજ્ય પ્રાપ્ત કરશે; કારણકે ચક્ષુએ જોયેલું ચલિત થાય, પણ શાસ્ત્રરૂપી ચક્ષુએ જોયેલું કદાપિ ચલિત થતું નથી. એ સાંભળીને પછી કલ્પવૃક્ષની બરાબરી કરનારા રાજાએ તેમને નિત્યની આજીવિકા બાંધી આપીને તેમનું દરિય હર કર્યું. કહ્યું છે કે, શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, નીનું પિષણું, અને રાજાઓની કૃપા–એટલાં વાનાં ક્ષણમાત્રમાં દરિયા દૂર કરે છે. વળી ગરવ સહિત વસ્ત્ર-તાંબુલ પ્રમુખ આપવાવડે રાજાએ તેમને સત્કાર કર્યો, કારણકે બુદ્ધિ-એ શું કલ્પલતા 1 ( 1 ) નન્દન વન. (2) પુત્ર. 2 ઢોરઢાં પર આધુિં. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aadhak Trust