Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 111 અકાળે વર્ષ-એનું વર્ણન. પિતાના વેગથી શ્રવણેન્દ્રિયને હેર કરી નાખતા જેસબંધ વહેવા લાગ્યા. ચાતક પક્ષીઓ પણ બાળકની પેઠે, લીલાએ કરીને ગ્રીવા (ડેક ) નમાવી નમાવીને, યથેચ્છપણે મેઘના સ્વચ્છ જળનું પાન કરવા લાગ્યા. દેડકાઓ પણ " અમે જેવી રીતે જળને વિષે રહેવાથી જીવીએ છીએ તેવી રીતે અન્ય કેઈ જીવતું હોય તે કહે " એમ પૂછતા હોયની એમ ત્વરાસહિત શબ્દ કરવા લાગ્યા. વિરતાયુક્ત કલાપ–પાંખ-અને-સ્થિરદષ્ટિવાળા મયુર, નૃત્ય કરનારા પુરૂષોની પેઠે ચરણને બરાબર રીતે મૂકી મૂકીને નાચ કરવા લાગ્યા. અહો ! આચાર અને વર્ણથકી ભિન્ન છતાં પણ નામે કરીને અભિન્ન ( સમાન નામવાળાં ) હોય છે એવાઓને પરસ્પર ઝટ મિત્રતા બંધાય છે; નહિં તે, બલાહકો ( બગલાઓ ) બલાહક (વાદળાંઓ) ની પાસે (આ વખતે) આવ્યાં તે અન્યથા કેમ આવે? (કારણકે બગલાઓને આચાર અને વર્ણ વાદળા કરતાં તદ્દન ભિન્ન છે; ફક્ત બન્નેનું “બલાહક એવું નામજ અભિન્ન–સમાન છે). મલિન એવા મેઘાએ વષોવેલું જળ આપણી કાયાને સ્પર્શ કરે છે એવા ખેદથી જ હેયની એમ પવિનીઓ (પદ્મના છેડવા ) જળને વિષે ડુબવા લાગી. હંસપક્ષીઓ પણ જળથકી જન્મ પામેલા બિસતત આદિના વિરહથીજ હેયની એમ અત્યંત વિષાદ પામતા દૂર પ્રવાસે ચાલી નીકળ્યા. (માનસ સરવરે ગયાં કારણકે વષોત્ર તુને વિષે તેઓ ત્યાંજ જઈ રહે છે). પૃથ્વી પણ પિોપટના પીંછાના રંગ જેવા રંગવાળા ઘાસથી લીલીછમ થઈ ગઈ તે જાણે પિતાના પતિ શ્રેણિકરાજાનું આવું ભાગ્ય જેઈને રોમાંચિત થઈ હાયની ! સિલિન્ધ-અશોક કુટજ કેતકી અને માલતી પ્રમુખ વનસ્પતિઓને પણ જાણે આ વિચિત્ર બનાવ જેવાને ચક્ષુ આવ્યાં હોયની એમ, પુષ્પો આવ્યાં. વળી જાણે મેઘજળના છંટકાવને લીધે એરાવણ હસ્તીના શરીરપરથી ભૂમિપર ટપકતા તેને અલંકારરૂપ સિંદૂરના બિન્દુઓ હોયની એવા દેખાતા ઈન્દ્રગોપ નામના કીડાઓ સ્થળે સ્થળે દેખાવા લાગ્યા. બાળકે પણ સતીના દેવમંદિર આદિ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust