Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 96 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એવા પિતાના અભિગ્રહને લીધે તપસ્વી આ વખતે પૂર્વની જેમ માસક્ષપણ કરીને રહ્યા; કારણકે સત્વવંત જને સત્વને ત્યાગ કરતા નથી. આ દ્વિતીય માસક્ષપણને સમયે તેણે “આ લોકો સુધા કેવી રીતે સહન કરતા હશે” એ પ્રશ્ન પૂછનારને નહિ જોવાને ઈરછ હોય તેમ, અધમુખ મુદ્રિકા ધારણ કરી. બીજે દિવસે સારું થયું ત્યારે રાજાને પારણની વાત યાદ આવી એટલે જઈને નમન કરીને તેણે મુનિ પાસે ક્ષમા માગી; કારણકે તપસ્વીજન ભક્તિથીજ રીઝે છે. તેણે કહ્યું–હે મુનીશ્વર, મારા જેવા પાપીજને આપને નિમંત્રણ કરીને, બાળકની જેમ આમ બહુ છેતર્યા છે; આપને અન્ય સ્થળે પણ પારણું થયું નહીં. અહો ! મારા જેવા પાપીજનેનું આવું જ કૃત્ય હોય છે ! જેવી રીતે લક્ષયવસ્તુને ભેદવામાં પ્રવૃત્ત થયેલ અચતુર ધનુધારી પહેલા જ પિતાને હસ્ત ભાંગે છે તેવી જ રીતે ધમને મિષે પાપ ઉપાર્જન કરનારા મારા જેવા નિભોગ્યશિરોમણિને થયું છે. તે સ્વામિ, હવે હું યોગ્ય ન કહેવાઉં, તથાપિ, ગંગાનદીનું પૂર જેમ મધ્યદેશને પવિત્ર કરે છે તેમ, આપે પધારીને મારા આંગણાને પવિત્ર કરવું. મુનિએ કહ્યું- હે નરેશ્વર, ખેદ ન કર; એ દેષ તે પ્રમાદથી થયેલ છે; તારા ભાવ કિંચિત્માત્ર દૂષિત નથી; હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” અથવા તે મહંત પુરૂષે પરમાર્થમાં તો સર્વદા તત્પર જ હોય છે. પછી રાજા મુનિને નમીને ઘેર ગયે, ને પારણાના દિવસની રાહ જોતાં બીજે માસ માંડમાંડ વ્યતિક; કારણકે ઉત્સુક-ચિન્તાતુર માણસેને દિવસ લાંબાલાંબા લાગે છે. પણ પુનઃ પણ રાજા અસ્વસ્થ હેવાથી એ દુર્બળ થઈ ગયેલા તપસ્વીને પૂર્વની પેઠેજ પાછા જવું પડયું; કારણકે એવા પુરૂષને પણ લાભના ઉદય વિના ભિક્ષા સુદ્ધાં મળતી નથી. પછી રાજાએ એને ત્રીજી વખતે પણ ગરવ સહિત નિમંત્રણ કર્યું અને એણે પણ એ સ્વીકાર્યું; કારણકે કેઈની પ્રાર્થનાને જેવા તેવા કારણથી ભંગ ન કરે જોઈએ. જ્યારે અવધિ પૂર્ણ થયે એ તાપસ ભિક્ષાને અર્થે ગયે ત્યારે તે ભૂપતિને પુત્ર જન્મના હર્ષમાં પારણુની વાત પણ P.P. Ac. Gunratnasuri MS.