Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. અનબંધને અર્થે થાય છે. નિરભિમાની રાજાને પશ્ચાત્તાપ તો ઘણે થયે; પણ લજજાને લીધે, એ તપસ્વીની ક્ષમા માગવાને હવે ચોથીવાર આવ્યો નહીં કારણકે લજજા કુલીનજનેને સદા નીચું જોવરાવે છે. - હવે કેટલેક કાળે એ તપસ્વી મૃત્યુ પામીને અપદ્ધિક વ્યંતર થયે; પણ આવા ક્રોધાતુર મનવાળા તપસ્વીઓને મન તે એ પણ બહુ છે. સુમંગળરાજાએ પણ નિરન્તર રાજ્યનું પરિપાલન કરી પર્યન્તકાળે તે સર્વ તૃણની પેઠે ત્યજી દઈને તાપસી દીક્ષા ગ્રહણ કરી; કારણકે સંતજને ભેગને વિષે સદાકાળ લુબ્ધ રહેતા નથી. પછી એ (રાજા) ત્યાં પણ પિતાને તાપસાચાર સારી રીતે પાળી, વિશુદ્ધલેશ્યા સહિત આયુષ્ય પૂર્ણ કરીને સંપુરૂષની ગતિ (સદ્દગતિ) ને પામ્યા; તે જાણે વેરના અનુબંધને નાશ કરવાને જ હેયની ! અનુક્રમે એ સુમંગળને જીવ ત્યાંથી અવીને શ્રેણિકરાજા થયે; એણે રાજ્યલક્ષમીને બહુ લાડ લડાવ્યાં હતાં તેથી જ જાણે એ લક્ષ્મી અહીં પણ એની સાથેને સાથે જ રહી. કેટલેક સમયે એ સેનકતાપસને જીવ ચવીને ચેટકરાજપુત્રી ચેલણાની કુક્ષિને વિષે પુત્રપણે અવત. હવે એ બને જીવન પૂર્વભવના વેરને લીધે જ, એ તાપસને જીવ હજુ ગર્ભને વિષે હતો ત્યાંજ ચેલૂણુને પતિનું માંસ ખાવાને મહા ભયંકર દેહદ ઉત્પન્ન થયે, તે જાણે તેના હૃદયને વિષે શાકિનીમેત્રે પ્રવેશ કર્યોથી હાયની ? પણ ચેલણું ચિંતાતુર છતાં પણ પિતાને એ દેહદ કેઈને કહી શકી નહીં; કારણકે આવી ભયંકર વાત વગર પૂછયે પતિરૂપ દેવતાને કેમ કહેવાય? વળી, જળથી સારી રીતે સિંચાતા-એવા પણ કેટરને વિષે ગુપ્ત રહેલા અગ્નિવાળા વૃક્ષની શાખા જેમ શુષ્ક થઈ જાય છે, તેવી રીતે રાણી, ઉત્તમ પ્રકારના ભેજન લેતી છતાં પણ, પિતાને એ દેહદ પૂર્ણ નહિ થવાથી, શરીરે સુકાવા લાગી. પાપ વહેરી લઈને પણ તેણે નાના પ્રકારના ગર્ભપાતનના ઉપાયે કરી જોયા; તથાપિ ગર્ભપાત થઈ શકશે નહિં; કારણકે, જેને હજુ P.P.Ac. Gunratnasuri M.S.