Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ચલ્લણને ભયંકર દેહદ. આરંભ થ નથી એવું આયુષ્ય ક્ષયને નથી. એવામાં રાજાએજ તેને પૂછ્યું–હે દેવિ, તું કૃષ્ણ પક્ષને વિષે ચંદ્રમાની કળાની પેઠે શરીરે કેમ ક્ષીણ થતી જાય છે ? શું તારૂં કઈ કાર્ય સંપાદન થતું નથી ? અથવા કેઈએ તારી આજ્ઞા ખંડિત કરી છે ? શું કંઈ દુષ્ટ સ્વપ્નપરંપરા તારા જોવામાં આવી છે ? અથવા કંઈ અપશકુન થયાં છે ? અથવા શરીરે કંઈ પીડા ઉત્પન્ન થઇ છે ? સવાંગસુંદર, જેવું હોય તેવું ફુટપણે કહીદે. એ સાંભળી ચેલ્લણાએ, પોતાની કુક્ષિને વિષે રહેલા ગર્ભને વિષે પિતાને શ્વાસ આસક્ત થઈ ગયે હાયની એમ ઉડે નિશ્વાસ મૂકી રાજાને પોતાની ઈચ્છા વિરૂદ્ધ પિતાનું સ્વરૂપ કહી બતાવ્યું; કારણકે કહ્યાથીજ પ્રતીકાર ( ઉપાય ) થાય છે. રાજાએ કહ્યું- હે સુભગા, હું તારે મરથ સદ્ય પૂર્ણ કરીશ; કારણકે વસ્તુ દૂર હોય તેને યે લાવી આપું; તે આત મારા શરીરમાંજ છે તેથી પ્રાપ્ત થઈ ચુકી સમજ. આ પ્રમાણે એનાં ચિત્તને ઉલ્લાસ પમાડીને, શ્રેણિક રાજાએ અભયકુમાર પાસે જઈને એના દેહદની વાત કહી; કારણકે છીંક જતી રહે ત્યારે સૂર્યની સામે નજર કરવી પડે છે. પછી અભયકુમારે કહ્યું-હે તાત, હું હમણાં જ એની ઈચ્છા પૂર્ણ કરૂં છું: નિશ્ચયે બુદ્ધિમાન જનની દૃષ્ટિને વિષે આવી વાત કઠિન લાગતી નથી. પછી રાજપુત્રે પોતાના માણસ પાસે સસલાનું માંસ મંગાવ્યું; કારણકે દારૂણ અવસ્થાને પ્રાપ્ત થયેલા માણસને, અપવાદ શું ઉત્સર્ગ કરતાં બલવાનું નથી ? ( અપવાદ સેવ જ પડે છે. ) * પછી રાજાને ચત્તા સુવરાવીને, અભયકુમારે તેના ઉદર ઉપર એ માંસ મૂકયું; કારણકે કાર્ય એવી રીતે કરવું જોઈએ કે જીવિતની હાનિ ન થાય તેમ યષ્ટિને ભંગ પણ ન થાય. પછી એક તીક્ષણ છરી લઈને તેનું અંગ કાપતો હોય એમ બતાવવા લાગ્યો; અને રાજા પણ મુખ થકી સીત્કાર કરવા લાગ્ય; કારણકે માયા વિના સામે માણસ ખરૂં માનતો નથી. ભૂપતિએ એ માંસ ચેલૂણને મોકલાવ્યું, અને એણે પણ પતિના આદેશથી એ એકાન્ત ખાધું; કારણકે મહેટા માણસોને પણ કુનીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust