Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ તપસ્યાને પરાભવ–સંકલ્પ-નિયાણું. 97 સ્મરણમાં નહતી; કારણકે સુખમાં તેમજ દુઃખમાં પ્રમાદ એક સરખો થાય છે. હવે તે આ વખતે યે ભિક્ષા નહિં મળવાથી એ ધાને લીધે અતિ કૃશ થઈ ગયેલું હોવાથી રાજા ઉપર અતિ ફોધે ભરાયે; કારણકે અત્યંત ઘર્ષણથી, ચંદનના કાન્ટમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે મુસાફરી જેવી વૃદ્ધાવસ્થા નથી; દારિદ્રય જેવો પરાભવ નથી; મૃત્યુ સમાન ભય નથી, અને સુધા સમાન વેદના નથી. પછી એ તપસ્વી, કૃપણ પુરૂષના ઘરથકી જ જેમ, તેમ રાજાના આવાસથી પાછું વળીને, ખિન્ન થતા પિતાને સ્થાને ગયે; અને વિચારવા લાગ્ય-આ રાજા નામેજ સુમંગળ છે; પણ એના મંગળના ગ્રહના જેવાં ફળ હોવાથી એ કુમંગળ છે. મેં ત્રણત્રણવાર એની પ્રાર્થના સ્વીકારી તો પણ એ કુટિલે મને ભિક્ષા આપી નહિં, એ એની દૃષ્ટતા જ ( ઉદ્ધતસ્વભાવ જ ) સમજવી; કારણકે ત્રીજી વાર ઉડી જતી વખતે તે પક્ષી પણ પકડી લઈ શકાય છે. અથવા તે શ્વાનના પૂછને નળીને વિષે નાંખે તો પણ એ પિતાને વકભાવ છોડતી નથી; અને લીંબડાના વૃક્ષને ( પાણીને બદલે ) દુધ પાઓ તો પણ તે મધુર થતું નથી. તે પિતે રાત્રિદિવસ મુખમાં પાણી આવે એવાં મિષ્ટાનપાન જમે છે તેથી, વંધ્યા સગર્ભાની પીડા ન જાણે તેમ, પિતે બીજાનું દુઃખ જાણતો નથી. એણે મને વારંવાર આમંત્રણ કરી કરીને આ પ્રમાણે સુધાએ મારી નાંખે; હવે જીવીશ ત્યાં સુધી એને ત્યાં નહિ જાઉં; હવે ગંગદત્ત પુનઃ કુપને વિષે નહિં આવે. ક્રોધને લીધે જેનાં ભાવચક્ષુ જતાં રહ્યાં છે એવા એ તપસ્વીએ મુગતિનું હેતુભૂત એવું નિદાન ( નિયાણું ) કર્યું કે " હું એને વધ કરનારે થાઉં; " અથવા તો નિર્બળ પુરૂષે નિકરૂણ હોય છે. અહો ! એણે નિપ્રયજન કષ્ટ વેઠયું ! એણે તપશ્ચયોજ શા માટે કરી ? અથવા તો બાળતપસ્વીનું પુણ્ય પાપના 1 પંચતંત્રમાં ગંગદત્ત દેડકાની એક વાર્તા છે તેને ઉદેશીને આ કહ્યું છે. ગંગદત્ત પણ એમ છેતરાઈ ગયો હતો તેથી તે છેવટ બોલ્યો હતો કે न गंगदत्तः पुनरेति कूपम् / P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust