Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પ્રકારને કર્મબંધ કર્યો હશે કે એથી ઉપાર્જન કરેલાં દર્ભાગ્ય આદિથી, રજસમૂહથી ચંદ્રબિંબની પિઠે, મારૂં ક્ષીર-અને-હિમ સમાન ઉજજવળ કુળ ઢંકાઈ ગયું. માટે હવે હું કઈ એવા પ્રકારના ઉગ્ર સુકૃત્ય આચરૂં કે જેથી મારાં પૂર્વભવના પાપકર્મોને નાશ થાય. એમ વિચારીને તે, શરીરમાંથી આમ ચાલી નીકળે એમ, સ્વજન અને સ્વનગરનો ત્યાગ કરીને ચાલી નીકળે. કેટલાએક દિવસ વ્યતીત થયા પછી સુમંગળના પિતા જિતશત્રએ તેને મહાવભવ સહિત પિતાને પદે આરોપણ કયે; કારણકે પિતાને પુત્રપ્રતિ એ ધર્મ છે. એ સુમંગળે પણ ગાદી ઉપર આવીને, ગ્રીષ્મઋતુના મધ્યાહુકાળના સૂર્યના જેવા અતિ ઉગ્ર પ્રતાપવડે અનેક મહીપતિઓને વશ કર્યા; કારણકે સિંહને પુત્ર સિંહ જ હોય છે. - હવે પેલે સેનક કે જેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી હતી તે હર્ષ સહિત પિતાને કૃતકૃત્ય માનતો હતે; કારણકે અન્યને પણ સ્વબુદ્ધિએ ધર્મ તે કરે છે, પણ તેવા પ્રકારની કદર્થનાથી પરાભવ પામેલાઓ એ વિશેષ પ્રકારે કરે છે. એકદા એને પિતાના દૈભાગ્યનું સ્મરણ થવાથી વેરાગ્યયુક્ત થઈ એણે પિતાના ગુરૂની પાસે ઉષ્ટ્રિકાભિગ્રહ કર્યો. કહ્યું છે કે ઓછા જ્ઞાનવાળાને, બંધ કષ્ટને અથે છે. એકદા પૃથ્વી પર વિચરતો એ તપસ્વી રાગને વશે પુનઃ વસંતપુરે આ અહે લેકેને ધિક્કાર છે કે પરાભવ પામ્યા છતાં પણ પુનઃ પિતાની જન્મભૂમિ પ્રત્યે ઉત્કંઠા રાખે છે ! તપસ્વીને જેઈને નગરના સર્વ લોકે ભક્તિસહિત તેની પૂજા કરવા લાગ્યા; કારણકે આ તપશ્ચયો જ જગતને વિષે પૂજ્ય છે, તે તેને આદરવાવાળો શા માટે આદર ન પામે? ક્યા કારણે વિરાગ પામી તે ગૃહને ત્યાગ કરી આવી કષ્ટદાયક તપશ્ચયો આદરી છે” એમ પ્રશ્ન પૂછતા લોકેને કુરૂપમંત્રીપુત્ર પણ ઉત્તર આપ્યો કે–આ તમારા રાજાએ કુમારાવસ્થામાં મારે 1. ઉષ્ટિકાભિગ્રહ. ઉંટ પર બેસવું આકરે પડે છે તે આકરો માસમાસના - ઉપવાસને અભિગ્રહ, Jun Gun Aaradhak Trust: