Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ સુલસાને વિલાપ–અભયકુમારનાં શિક્ષાવચન. દેવતાએ પ્રથમથી જ કહ્યું હતું કે–તારે પુત્રો થશે તે સર્વ સમાન આયુષ્યવાળા થશે; અને તેવા યોગના વશે થયું પણ તેમજ કારણકે દેવતાનું વચન વૃથા થતું નથી. " આ પ્રમાણે ગાઢ વિલાપ કરતા જોઈને તેમને, બુદ્ધિમાન અભયે વૈરાગ્યયુક્ત મધુર વચનેએ કરીને સમજાવ્યા અથવા અભય જે રાજપુત્ર કયા વિષયમાં અપૂર્ણ હેય ? તેણે કહ્યું-વહસ્તીના કણની પેઠે અસ્થિર સ્વભાવવાળા આ સર્વ લેકને વિષે, જેઓ સારાસારના વિવેકવાળા છે તેઓ કદાપિ શેક કરતા નથી, કારણકે એ (શેક) ક્રોધની પેઠે પુરૂષાર્થને શત્રુ છે. અગ્નિને ઉપાય જળ છે; વ્યાધિને ઉપાય ચિકિત્સા છે; શત્રને ઉપાય શસ્ત્રાદિ છે; વિષને ઉપાય મંત્ર છે એમ સર્વકઈ વસ્તુઓને ઉપાય છે; પરંતુ આ નિરંકુશ એવા મૃત્યુને ઉપાય નથી. જન્મની સાથે મૃત્યુ પણ છે; તરૂણાવસ્થાની સાથે વૃદ્ધાવસ્થા પણ લાગેલી જ છે; ઉદયની સાથે અસ્ત પણ હોય છે; અને પુત્રાદિને પેગ એ વિયેગનું કારણ પણ છે ( ગ ન થયો હોત તે વિગ થાતજ કેને?). શરીર નિરન્તર અનેક રોગોથી યુક્ત છે; દારિદ્રયના ભયને લીધે, લક્ષ્મી પણ દુઃખદાયક છે; સ્નિગ્ધ એવા પણ મિત્રે ક્ષણમાં શત્રુરૂપ થાય છે, માટે જેમને નિરન્તર શત્રુઓનું દુઃખ છે એવી આ સર્વ વસ્તુઓને ધિક્કાર છે ! વળી વીરજનના મુકુટ જેવા તમે બને સાધારણ માણસની પેઠે અતિ શેક કરશો તે પછી ઘેર્યગુણ કે આશ્રય કરીને રહેશે ? કારણકે દુઃખને વિષે સહનશીલતા એજ ખરૂં ધર્યું છે. વાયુ નથી વાત ત્યાં સુધી રૂના ઢગલામાં અને પર્વતમાં કંઈ ભેદ જણાતું નથી; દુઃખ આવી પડે ત્યારેજ પુરૂષનું સત્વાસત્વ જણાઈ આવે છે. અન્ય જજોએ પણ શેક કરવો જોઈતો નથી, તો આપના જેવાઓની તે વાત જ શી ? કારણકે વિવેકરૂપી આભૂષણથી અલંકૃત એવા પંડિતજનેને તે ચોમ ( થયું તે ખરૂં ) એજ ખરૂં છે. તમારા પુત્ર સુરંગમાં કયાંથી ગયા ! શત્રુને તેમની તેજ વખતે કયાંથી ખબર પડી ! અને તેમને એક સાથે કયાંથી નાશ થયે ! અથવા તે આ ભવિતવ્યતા અન્યથા થતી નથી. મરવાનેજ જેમણે નિશ્ચય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust