Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પાછળ ત્વરિત આવી પહ; કારણકે વિદ્વાન્ પુરૂષ તીર્થને વિષે જઈને ફળજ ગ્રહણ કરીને આવતા રહે છે, ત્યાં સ્થિરવાસ કરીને વસતા નથી. પછી મહાઉદાર પ્રકૃતિવાળા નશ્વર રાજપુત્રી ચેલ્લણાની સાથે ગાંધર્વવિધિએ વિવાહ કર્યો કારણકે આવી રીતે પતિ પત્ની થએલાઓને વિસતાર શેભે નહિ. એ પછી અભયને સાથે લઈ જઈ શ્રેણિક રાજાએ નાગસારથિને અને તેની સ્ત્રીને તેમના પુત્રનું સર્વ સ્વરૂપ માંડમાંડ કહી સંભળાવ્યું; કારણ કે પુરૂષ વ્યથાકારી વચન મહા દુઃખે ઉચરે છે. પિતાના પુત્રની એવી, કર્ણને વિષે વિષસમાન હકીકત સાંભળીને તેઓ વિલાપ અને રૂદન કરવા લાગ્યા; કારણકે મહાપ્રયાસે પ્રાપ્ત કરેલા પુને એક સાથે વિયાગ થાય તે અત્યંત દુઃસહ છે. " અરે નિય, પાપી કૃતાંત (કાળ, યમ) ! તું પારકું સુખ જોઈ શકતો નથી; અમને આવી રીતે, એક પ્રહણની પેઠે, દુખસમુદ્રમાં શા માટે ફેંકી દે ? અરે ! અમારા નિર્દોષ પુત્રોને એક સાથે અકાળે હરી જનારા દુરાચારી કાળ ! જેવી રીતે સહસ્ત્રઘાતી વિષ સર્વ વિષેને વિષે, તેમ તું સર્વ ખલપુરૂષને વિષે અગ્રેસર પદવી ધારણ છે. પણ કદાચિત તારું કહેવું એમ હોય કે મારા પુત્રોએ તારે કંઈ અપરાધ કર્યો છે, તે, હું પૂછું છું કે સર્વેએ તે નથી કર્યો ને ? કારણકે આ અખિલ વિશ્વ ( પૃથ્વી પરના તમામ માણસે) ક્યાંય દુર્દાન્ત હોય એ ઘટતું નથી. વળી કદાપિ તું એમ કહીશ કે [ સર્વેએ અપરાધ નથી કર્યો પણ) ડા એ ( તારે અપરાધ કર્યો હતો ), તે ( હું કહું છે કે) હે કર્મચાંડાળ, તે સર્વના પ્રાણ લઈને, આ લેકમાં, તારે સમવતિભાવ. અગ્નિના સમવતભાવની જેમ પૂર્ણપણે સત્ય કરી આપે છે. અથવા તો, તું રાંક છો, તારે લેશમાત્ર દેશ નથી; તે અમારા ક્ષીણ ભાગ્યને જ દોષ, કે ગુણને નાશ થવાથી હારમાંથી મુક્તાફળ જતાં રહે તેમ અમારા પુત્રો અમારા હાથમાંથી જતા રહ્યા. અથવા તે, 1. ઉદ્ધત. 2 નિષ્પક્ષપાતીપણું. 3 ગુણ (1) પુણ્યરૂપી ગુણ; (2) દેરી.