Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ . હર્ષ અને ખેદ-લાભ અને હાનિ. કંઈ પણ કાર્ય પિતાની જ ઈચ્છાનુસાર ન કરવું જોઈએ; તો પછી દીક્ષાના સંબંધમાં તે શું જ કહેવું ? કારાગૃહ સમાન આ સંસારમાં રહેવારૂપ પાશથી, હું બંદિજનની પિઠે . કંટાળી ગઈ છું; માટે હું આપની કૃપાથી, અચિંત્ય ચિંતારત્નના જેવી દીક્ષા ગ્રહણ કરીશ. તે સાંભળીને રાજાએ કહ્યું-ઉત્કૃષ્ટ એવા જ્યેષ્ઠપદ (મોક્ષ)ની અભિલાષાને લીધે, સુયેષ્ઠા એવા યથાર્થ નામને ધારણ કરનારી તારા જેવી પુત્રીથી મને ઘણે હર્ષ થાય છે. બાલ્યાવસ્થાને વિષે જ, ઉત્તમ ચારિત્રની ઈચ્છા કરનારી એવી તું મારી સર્વ પુત્રીઓને વિષે, કુળના આભૂષણરૂપ છે. અથવા તે, વંશલતાએ ઘણું. હોય છે, પણ પ્રાસાદને શોભાવનારી કેઈ વિરલજ દેખાય છે. પછી રાજકુમારીએ ચંદના નામની મહત્તરી સાધવીની સમીપે મહા આડંબર સહિત પ્રવ્રજ્યા ગ્રહણ કરી; કારણકે હંસી તે કમલિનીને વિષેજ કીડા કરે છે. હવે અહિ રથને વિષે, જેને ખબર નથી પડી એ શ્રેણિકરાજા તે ચેલૂણા પ્રતિ પિતાની રાણીની સમાન આદરસત્કાર બતાવતે, તેને વિષેજ એકચિત્ત થયે છતે, મંત્રાક્ષ ઉરચાર હાયની એમ વારંવાર “સુયેષ્ઠા” સુણા” એમ બોલવા લાગ્યું. એટલે ચેલ્લાએ કહ્યું- હે રાજન, હું સુજયેષ્ઠા નથી; હું તેની બહેન પેલ્લેણું ; સુયેષ્ઠા ન આવી પહોંચી એ અમારા કે મારા ભાગ્યને જ દેષ છે. રાજાએ તેને સમજાવીછે મૃગાક્ષી, તું જ મારે મન સુજ્યા છે. તું એનાથી કઈરીતે હીન નથી; કારણકે ચંદ્રમાની કઈ પણ કળા બીજીથી ઉતરતી નથી. પણ ચેલૂણું તો આવો પતિ મળવાથી હર્ષિત થઈ, ને તે, સાથેજ, અત્યંત દુઃસહ એવા બહેનના વિયોગથી ખિન્ન થઈ; કારણકે સંસારનું સુખ એકજ રંગનું ન હતાં ભિન્ન ભિન્ન . રંગનું હોય છે. જેને લાભની સાથે હાનિ પણ થઈ છે એ શ્રેણિકરાજ પણ થોડા દિવસમાં પોતાને નગરે પહોંચે નદીનાં જળથી પૂરાતા પણ વાડવાગ્નિવાળા સમુદ્રને વિષે કદિ પણ . લબ્ધિ હોયજ નહીં. બુદ્ધિસાગર અભયકુમાર પણ શ્રેણિક રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust