Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ “રામનું સ્પર્મ ભરતને ફળ્યું.” 87 પણ રથને વિષે આવીને બેઠી છે; માટે મહારાજ, હવે ચાલે આપણું નગર પ્રત્યે જઈએ; કારણકે સુજ્ઞજન, કાર્યસિદ્ધિ થયે છતે, રિજનને ફાવવાને પ્રસંગ આપતા નથી. તે સાંભળી શ્રેણિકરાય પણ, રથમાં સુજ્યેષ્ઠાજ બેઠી છે એમ માની, સમુદ્રના તટ થકી જળનો પ્રવાહ પાછો વળે તેમ, સુરંગના મુખથકી પાછો વળી જે માગે આવ્યો હતો તે માર્ગે ચાલી નીકળે. એટલામાં રત્નાભૂષણોને કરંડિઓ લઈને સુકા આવી. પણ તેણીએ, પૃથિવીને વિષે ગુમ થઈ ગયેલા નિધાનની પેઠે, ત્યાં મગધનાથને જોયા નહીં તેથી હદયને વિષે બહુ વિષાદ પામી અને બોલી–પતિને અર્થે ઉપાય મેં કર્યો; પણ તે, રામનું સ્વમ ભરત ને ફળ્યું તેમ, ચેલ્લણાને ફળે. મને આવા ઉત્તમ પતિને ગ ન થયો તે નહિં; પણ ઉલટે બહેનને વિયેગ થયેલ નિભંગી વણિકુજનને લાભ થ તે બાજુએ રહે પણ ઉલટી મૂળ દ્રવ્ય (મુડી) માં હાનિ થાય—એના જેવું જ મારે થયું. આમ વિચાર કરી ન્હાની બહેનના વિરહના દુઃખે દુઃખી થઈ એણે પિકાર કર્યો–સમુદ્રના મંથનસમયે દે સુધાને (અમૃતને લઈને જતા રહ્યા હતા તેમ શત્રુઓ ચેલ્લણાને હરી જાય છે. એ સાંભળી બખ્તર ધારણ કરી તૈયાર થતા ચેટકનરપતિને પ્રણામ કરી, તેને વીરંગક નામને સારથિ કહેવા લાગ્યું–હજુ હું વિદ્યમાન છતે આપને આ કાર્યને વિષે ઉપાધિ કેવી ? હે દેવ, મને આજ્ઞા કરે એટલે હું ક્ષણમાત્રમાં શત્રુઓને પરાભવ કરીને તેમની પાસેથી રાજકન્યાને પાછી લઈ આવું; અથવા તો જાતિવંત સેવકપુરૂષોને આ ધર્મજ છે. ભૂપતિએ આજ્ઞા આપી એટલે જાણે મહા કૃપા થઈ હોય એમ ચિત્તને વિષે હર્ષ પામતા સારથિએ, મૃગાધિરાજ સિંહ હિમગિરિની ગુહાને વિષે પ્રવેશ કરે તેમ, સહસા સુરંગને વિષે પ્રવેશ કર્યો. કવચથી સજ્જ થયેલા એ અસહ્ય બાહુવીર્યવાળા મહારથી વીરંગક સારથિએ ત્યાં, સિંહ હસ્તીના બાળકની સાથે યુદ્ધ કરે તેમ, નાગસારથિના પુત્રોની સાથે યુદ્ધ કર્યું. “મારે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust