Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ કાર્યોસિદ્ધિ. ને અભયકુમારને કહેવા લાગી-આપનું વચનજ અમને પ્રમાણ છે; કારણકે અનેક ચિત્તથી કાર્યસિદ્ધિ થતી નથી. પછી અભયકુમારે શ્રેણિકભૂપતિને સમાચાર કહેવરાવ્યા કે “ચેટકરાજાએ જેને નિષેધ કર્યો હતો તેને હું લાગે છું.” પછી રાજપુત્રે પિતાના માણસો પાસે ત્વરાથી ઉત્તમ સુરંગ ખોદાવ્યા; કારણકે અન્યનેને જે કાર્યમાં મહિના ને મહિના થાય તે કાર્ય રાજાઓને તેટલા દિવસમાં થાય છે. તે દિવસથી નિત્ય મગધાધિપતિ શ્રેણિકમહિપાળનું સ્મરણ કરતી ચેટકરાજપુત્રી સુજ્યેષ્ઠા, રાત્રીને વિષે ચકવાક અને ચકવાની પીડાય તેમ, તાપે પીડાવા લાગી. હિંમ-હાર-ચંદ્રમાના કિરણો-કમળપુષ્પ-મૃણાલના તંતુઓ-ઉત્તમ ચંદનને લેપ-ચંદ્રચૂર્ણથી ઘર્ષણ-એવા એવા શીતઉપચારોથી તે એને ઉલટ વિશેષ દાહ થવા લાગે; જેમ રજવરથી પીડાતાને થાય તેમ. રાત્રિએ કે દિવસે, શયનનેવિષે કે બહારના ગૃહનેવિષે, અન્ય સ્ત્રીઓના સાથમાં કે એકલાં રહેવાથી પણ તેને ક્ષણ માત્ર ચેન પડતું નહીં; કારણકે કામકૃતવિકાર દુઃખદાયક છે. પેલી દાસી તેને સમજાવવા લાગી-બાઈ સાહેબ, ધીરા થાઓ, મેહ ત્યજી ઘો; આપણી મનકામના સિદ્ધ થશે–એમ હું માનું છું, કારણકે એ વણિકશ્રેષ્ઠી વિશ્વાસપાત્ર દેખાતો હતો. હે સ્વામિની, આપ ઉત્તમ વિચારવાળા રાજપુત્રી છે, વિદ્વાન છે; તમારે વિયેગી સ્ત્રીની ચેષ્ટા બતાવવી એ સારું નથી. કારણકે કાર્ય ગુપ્ત રાખવું છે તેને એ પ્રકાશમાં લાવી દેશે. આવું દાસીનું સુયુક્તિવાળું વચન સાંભળીને સુજયેષ્ટા પુનઃ પિતાના મૂળભાવ ( સ્વભાવ ) તરફ વળી; કારણકે અમૃતવલ્લી શુષ્ક થઈ ગઈ હોય તોપણ પુનઃ જળથી સિંચાય તે પાછી તાજી થાય છે. - હવે કુમારે રાજાને સંકેતને દિવસે પહોંચાય એવી રીતે બેલાવ્યા. એટલે એ પણ ત્યાંથી મનને વેગે ચાલ્ય; અથવા તે સ્વાર્થને વિષે ત્વરા કણ નથી કરતું ? સુલસાના પુત્રો જેવા પાછળ ચાલનારા અંગરક્ષક સહિત માર્ગને વિષે પ્રયાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust