Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ - ચેટકરાજ–એની સાત પુત્રીઓ, (મારવામાં) તે પરાડ-મુખ જ રહેતે. આશ્રય લેવા ગ્ય, પુરૂષમાં - અગ્રણી એ એ ભૂપાળ સત્વને ભંડાર હેઈ, શરણાગત દીન મનુષ્યને, મહાસાગરે પર્વતને પ્રતિ સેંપી દીધા તેમ 1 [શત્રુને] મેંપી દેતે નહીં. વળી એ મહીપતિ ધર્મને પિતા સમાન અને પ્રાણીમાત્ર પ્રતિ જે દયા-એને જનની સમાન ગણતે; સાધર્મિકજને તરફ નેહાળું બાધવની બુદ્ધિએ જેતે; અને પ્રજાને પુત્ર સમાન માનતો. પ્રતિદિન દેવગુરૂના સ્મરણ વડે તે એ વિવેકી નૃપતિ પિતાના ચિત્તને પવિત્ર કરતે; સ્વાધ્યાયરૂપી પ્રકાશવડે વાણીને, અને જિનેશ્વરભગવાનની પ્રતિમાના પૂજનવડે પિતાની કાયાને પવિત્ર કરતો હતો. અથવા એ શ્રીવમાનસ્વામીના માતુલ [ મામા ) ના હું કેટલાક ગુણ વર્ણવું ? રણક્ષેત્રને વિષે એક દિવસે ફક્ત એકજ બાણ ફેંકવું એ સુદ્ધાં એને નિયમ હતે. જેમ હેમગિરિને દક્ષિણ દિશાને વિષે ગંગા પ્રમુખ નદીઓ, તેમ આ રાજાને પૃથક પૃથક સ્ત્રીથી જન્મ પામેલી, પવિત્રતારૂપી ભૂમિવાળી, સાત પુત્રીઓ હતી. દેદીપ્યમાન આભૂષણોમાંના રત્નના કિરણોના સમૂહવડે સર્વ દિશાઓને પ્રકાશમય કરી દેતી એ કન્યાઓ પિતાના આવાસને વિષે ફરતી ત્યારે સ્વર્ગમાં ફરતા સપ્તર્ષિ તારા સમાન વિરાજી રહેતી. પણ પરમાર્થવેદી વિશાલાને સ્વામી એમના વિવાહની ના જ કહેતો; કેમકે ઘણુ લેકે સેંકડે કુંભેએ ( ઘડે ) હાય છે છતાં, એક બિન્દુમાત્રને એમને સ્પર્શ થતો નથી. તે પણ પાંચ કન્યાની માતાઓએ તો રાજાને વિવેકથી સમજાવી તેની આજ્ઞા લઈ પિતાની પુત્રીઓને પરણાવી; કેમકે ઉત્તમ સ્ત્રીઓને એ કુળધમજ છે કે સર્વ કાંઈ પતિને પૂછીને કરવું. વીતભયા નગરીના સ્વામી શ્રીમાન્ ઉદાયન ભૂપતિ વેરે પ્રભાવતીને વિવાહ કર્યો; ચંપાનગરીના રાજા દધિવાહન નૃપતિને પદ્માવતી દીધી, કેશાંબી નગરીના અધિપતિ શતાનિક ભૂપાળની સાથે મૃગાવતીનાં લગ્ન કર્યો, જેથી શિવા 1 હેમગિરિ-પિતાથી દક્ષિણદિશારૂપી માતાની કુક્ષિએ ઉત્પન્ન થયેલી નદીરૂપી પુત્રીઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust