Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 76 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. નામની કન્યાને ઉજજયિની નગરીના સ્વામી પ્રદ્યાતનામના નરપતિ વેરે પરણાવી, અને જ્યેષ્ઠાને શ્રીમાન મહાવીર તીર્થકરના મોટાભાઈ નંદિવદ્ધનને દીધી. બાકીની બે સુયેષ્ઠા અને રોલણા કમારી રહી. અંગે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને તે બન્ને હસ્તને વિષે થિીઓ રાખી ફરવા લાગી અને મહામહે એકબીજાથી શ્રેષ્ઠ હોવાનું અભિમાન કરવાને લીધે જાણે સરસ્વતી અને લમી હોય એવી જણાવા લાગી. જવું–આવવું–બેસવું-ચૈત્યપૂજા કરવી–પ્રતિક્રમણ કરવાં, એવાં એવાં જેમનાં મુખ્ય કૃત્યે છે એવી તે ઉભય બાળાઓ એકબીજાની પ્રતિબિંબ હાયની તેમ નિત્ય સાથે જ રહીને કલા ગ્રહણ કરવા લાગી. એકદા, હંસીઓથી ભરેલા એવા સરોવરને વિષે બકી ( કાગડી) આવે તેમ, ચેટકરાજાની કુમારીઓના આવાસમાં એક વૃદ્ધ તાપસી આવી. મરૂગ્રામની સભાને વિષે હાયની તેમ, આ કન્યાઓની પાસે તે આ પ્રમાણે કહેવા લાગી–જળશુદ્ધિ એજ ધર્મનું મૂળ છે તે વિના સર્વ જગત્ બ્રાન્તિમાં પડ્યું છે. જુઓ ! કે હસ્તને વિષે દંડ ધારણ કરી તેલીની જેવાં મલિન વસ્ત્ર પહેરી, કેશકુંચન કરાવીને કલેશ પામે છે; તે બીજાઓ, ઘેલા માણસની પેઠે ઉભા ઉભા ભજન લે છે અને નગ્ન રહી સંતાતા ફરે છે. કેટલાએક પિતાના શરીરને ખરની પેઠે ભસ્મવાળું કરે છે અને જટાને વૃથા ભાર વહન કરે છે, તે બીજાઓ સ્ત્રીઓની જેવું કટીવસ્ત્ર પહેરી ગોવાળની જેમ ગાયે ચાર્યા કરે છે. કેટલાક વળી અન્નના અર્થે હસ્તને વિષે ભાંગેલા માટીના પાત્રને લઈને રાંકની જેમ આથડતા ફરે છે. પણ એ સર્વની જલશુદ્ધિવિનાની ચેષ્ટાઓ કેતરાં ખાંડવા જેવી ( વૃથા) છે. એ સર્વ સાંભળીને, શાસ્ત્રને વિષે તીણ બુદ્ધિવાળી સુજ્યેષ્ઠાએ તેને કહ્યું-અરે તાપસી, તું સમશાનને વિષે ભૂલી પડી છે ! તને આ વાયુ થયું છે કે ઘેલી બની ગઈ છે ? અથવા તને સન્નિપાત થયે છે કે બલિષ્ટ ગ્રહએ તારું ગ્રહણ કર્યું છે ? P.P. Ac. Gunratnasuri M.S. Yun Gun Aaradhakust