Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પ્રસેનજિત રાજાની માંદગી. પણ ખુશીમાં છે કે? બુહસ્પતિની બુદ્ધિવાળા અમાત્યે પણ સારા છે કે ? સદ્દગુણોથી શોભતો એ સકળ પરિગ્રહ પણ સારી પેઠે છે કે ? પુજ્ય વડીલે નિરન્તર લાડ લડાવેલ એવા નગરવાતિજને પણ આનંદમાં વતે છે કે.? પૂજ્ય પિતાએ પાલન કરાતા સર્વ માંડળિક રાજાઓ પણ કુશળ છે કે ? આવા આવા અને શ્રેણિકકુમારે ગુરૂભક્તિને લીધે એમને પૂછયા અથવા તિરસ્કાર પામતાં છતાં પણ ભક્ત તો ભક્ત જ રહે છે; કલ્યાણકારીને વિષે સર્વ કલ્યાણમય જ હોય છે. સેવકેએ ઉત્તર આપે, છે સ્વામિ, વિજયશાળી એવા આપના પિતાના પ્રભાવથી સર્વત્ર કુશળ પ્રવર્તે છે; સૂર્યને ઉદય થયે અલ્પકાર કેવું ? પણ એક વિજ્ઞાપના કરવાની છે. આ " વિજ્ઞાપના કરવાની છે " એ શબ્દથી ધીરશિરોમણિ એવા કુમારનું મન પણ, આકાશને વિષે વિદ્યુત ઝબકે તેમ, સહસા કંપાયમાન થયું. એટલે તેમણે કમારને એકાન્તમાં રાજાને વ્યાધિ થયાના સમાચાર કહ્યા અને એના ઔષધ તરીકે પોતે તેને તેડવા આવ્યા છે એમ જણાવ્યું. - આવા કર્ણને વિષે વિષસમાન સમાચાર સાંભળીને શ્રેણિકકુમાર બહુ વિષાદ પામ્ય; કારણકે ખાંડ ચાવતાં આ માંહે કાંકરા આવ્યા જેવું થયું. “અહે ! મારા જેવા મંદભાગ્ય પુત્રે તાતસેવા પણ તજી દીધી ! નિષ્ફળ વૃક્ષની પેઠે મારા દિવસે પણ અફળ ગયા ! સામગ્રી પામ્યા છતાં પણ મારા જે ગુરૂકમર પ્રાણી ગુરૂજનની સેવા કરી શકે નહિં ! અથવા તો પુજ્યપિતાનું નિત્ય સ્મરણ કયો કરવાથી હું એ નથી ડરતે એમ મારૂં અન્તઃકરણ સાક્ષી પૂરે છે. પણ હવે ચિંતા કરવી રહેવા દઈ મારે પિતાનું વચન માન્ય કરવું. કારણકે વ્યાધિગ્રસ્ત અવસ્થાને માટે લાંબો વિચાર કરે શેભતો નથી. જ્યારે મારા પિતા અતિ માંદગીને વશ છે ત્યારે મારાથી મેડું કેમ જવાય ? ગાડી અટકી પડ્યા પછી વિનાયક ( વિક્વ દૂર કરનાર ) ગણપતિ શું કરે ? 1 પરિવાર. 2 ઘણું કર્મવાળા-ભારેકમ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust