Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમારની વિદ્વત્તા. 43 જેવા દેશાન્તરથી અહિં આવ્યા હતા એમની સાથે મારાં લગ્ન થયાં; પણ કેટલેક કાળ વ્યતીત થયા પછી, તું ગર્ભને વિષે હતો તે વખતે કેટલાક ઉંટવાળા આવ્યા તેમની સાથે ગુપ્ત વાતચિત કરીને તારા પિતા તત્કાળ અહિંથી ગયા છેઃ કારણકે નિભોગી જનની પાસે ચિંતામણિ કેટલોક કાળ રહે? આ સાંભળી અભયે પૂછયું–હે માતા, મારા પિતા અહિંથી ગયા ત્યારે તને કંઈ નિધાન જેવું આપતા ગયા છે? નંદાએ ઉત્તર આપે-આ એક પત્ર આપતા ગયા છે પરંતુ હું એને ભાવાર્થ જાણતી નથી; કારણકે સ્ત્રીઓને બુદ્ધિભવ કેટલો હૈય? " એણે એમ કહી અભયના હાથમાં પત્ર આપે; અભયે તે વાંચ્યું એટલે તુરત તેને હાર્દ સમજી જઈને હર્ષ પામે, ને માતાને કહેવા લાગે-માતાજી, મારી વધામણી છેઃ મારા પિતાજી રાજગૃહ નગરના રાજા છે. જે! હુરટ્ટી એટલે કહેતા ભીંત, અથૉત્ વેત ભીંતવાળા મહેલ; અને જપા એટલે પૃથિવી પાન-રાજા; કારણકે જે શબ્દ પૃથિવીવાચક છે. આ સાંભળીને નન્દા તે બહુ વિસ્મય પામી કે હે ! આ હાને બાળક છતાં એની બુદ્ધિ અસાધારણ છે. અથવા એવા પિતાના પુત્રને વિષે શું અસંભવિત છે? શાળના બીજ થકી નિરંતર શાળના અંકુર જ ઉત્પન્ન થાય છે. પછી નીતિશાસ્ત્રને વિષે નિપુણ એ અભય કહેવા લાગ્યા માતાજી, હવે આપણે આ સુંદર એવા પણ તારા પિતાના ઘરમાં રહેવું યુક્ત નથી. કારણ કે સ્ત્રીને, કુમારી હોય ત્યારે પિતા, વનને વિષે સ્વામી, અને વૃદ્ધ વયે પુત્ર પરમ કરી સંતોષ પામે છે, ત્યારે પત્ની, તે કાગળ મળ્યો એટલે બસ, બધું મળ્યું એમ સમજીને સંતોષ પામી રહે છે. ને પૂછ્યું નામ, ન પૂછ્યું ઠામ, નથી પૂછતી કે કયારે પાછા આવશે વગેરે ? વળી પિતાને સ્થાને ગયા પછી તે ગર્ભવતી સ્ત્રીને મુકી આવેલાને એ વાત સ્મરણમાંથી જતી જ રહે છે, કયાંસુધી કે પુત્ર મહેટ થઈ પિતાની પાસે આવે છે ત્યાં સુધી. કવિ આ વાતને કોણ જાણે કેમ ઈસારો સર કરતા નથી . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust