Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ નાગસારથિ-સતી સુલસા. નામને કામદેવ સમાન રૂપવાન સારથિ હતો. તે ગર્વિષ્ટ શત્રુરૂપી વૃક્ષને ભંગ કરવાને હસ્તી છે, અને કલ્યાણ તથા કળાકૌશલ્યના નિવાસસ્થાનરૂપ હતો. વળી તે યુધિષ્ઠિર સમાન સત્યવચની હતો; અને બાંધવજાપર નિરંતર કરૂણાષ્ટિ રાખતો. તે ઉત્તમ શ્રાવક હતો અને પિતાની સ્ત્રી શિવાય અન્ય સ્ત્રીઓને બહેન સમાન ગણતો. તેને સુલસા નામની મહાપતિવ્રતા અને સમકિતધારી સ્ત્રી હતી. શરમાળપણું તે તેને મહે સગુણ હતું. એક દિવષે રાત્રીને અંતે આ નાગસારથિ નીચી દૃષ્ટિ કરી દીર્ઘ નિઃશ્વાસ મૂકી, સદા દરિદ્ર એવા ધનના અથી પુરૂષની પેઠે વિચાર કરવા લાગ્યા–“ હું પુત્રને ખોળામાં બેસાડીશ, તેને ચુંબન કરીશ, વળી તેનું મસ્તક સુંઘીશ ”_આ મારે મનોરથ હતો તે, પુત્ર વિના, અશોકવૃક્ષના પુપની સમાન અફળ રહ્યો. બ્રહ્મચર્ય પણ ન પાળ્યું અને પુત્ર પણ ન થયે. આમ મારે તો કામની વિડંબનાને લીધે ન સધાએ આ લેક, કે ન સધાયો પરલોક. ત્રિશંકુની પેઠે, ન રહ્યો પૃથ્વી પર કે ન ગયે સ્વર્ગમાં. " આવા વિચારમાં રજથી છવાઈ ગયેલા સૂર્યની પેઠે કાન્તિ રહિત થઈ ગયેલા પિતાના પતિને જોઈને સરલ સ્વભાવની સુલસા અંજલિ જેડી કેલના જેવા મધુર સ્વરે બલી-હે સ્વામિ, આજે શું. સમુદ્ર અગ્નિરૂપ થયે છે, કે કંઈ અને વિનાશ થયે છે, કે , રાજા આપનાથી પરાડ-મુખ થયા છે ? અથવા કે અન્ય સ્ત્રી આપના હૃદયમાં છે ? અથવા કંઈ શરીરે પીડા થઈ છે કે જેથી આપ ( રાહુથી ) ઘેરાયેલા ચંદ્રમા જેવા દીસે છો ? જે એ કહેવા જેવું હોય તો આપ આ દાસીને કહેશે. * શેકસમુદ્રમાં પૂર્ણ ડુબેલે છતાં પણ પ્રિયાનાં આવાં આશ્વાસક વચને સાંભળી, ચાલતી વખતે ચળકાટ મારતા મણિવાળા નાગ ( સર્ષ ) ની જે નાગસારથિ બોલ્ય-પ્રિયે ! તારા જેવી ભક્તિપરાયણ સ્ત્રીની પાસે શું ન કહેવા જેવું હોય ? કહ્યું છે કે " ચિત્તને અનુસરવામાં ચતુર એવી સ્ત્રીને, વિપત્તિને વિષે ઉપકાર કરનાર મિત્રને, ઉત્તમ સેવકજનને અને હૃદય જાણનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust