Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીકવરનું જીવનચરિત્ર. સમુદ્રમાં ડુબી જતી ઉભી થઈને તેમને નમી. પછી તેણે ભાવ સહિત તેમને પૂછયું- હે ભગવન, આપનું આગમન શા કારણથી થયું છે? દેવસાધુએ ઉત્તર આપ્યો-ભદ્ર, એક ગુણવાનું સાધુ રેગથી પીડાય છે તેને માટે વૈદ્યકાએ શુદ્ધ પરિપકવ લક્ષપાક તેલ બતાવ્યું છે માટે હું તેની ભિક્ષાને અર્થે તારી પાસે આવ્યો છું; કારણકે મુનિઓને શ્રાવકજને જ ભિક્ષાના સ્થાન છે. તે સાંભળી અતિષ પામી તુલસા. બેલી-એ તેલ અને બીજું પણ આપને જે જોઈએ તે આપ ગ્રડણ કરે; જે સાધુના ઉપયોગમાં આવે તેજ ધન્ય છે; અન્ય સર્વ તે રાનનાં પુષ્પની જેવાં વૃથા છે. આ પૃથ્વી પર આજે જ મારો જન્મ થયે સમજુ છું કારણકે આજે તમે મારી પાસે ( વસ્તુને માટે ) પ્રાર્થના કરવા આવ્યા છે. કુમાંડવલ્લીને ક૯૫વલ્લીની બક્ષિસ ક્યાંથી હિય? એમ કહી તે ઘરમાંથી તેલને ઘડે લઈને આવી. પણ તરત તે દેવની શકિતથી ભૂમિ ઉપર પડી ગયે અને ભાંગી ગયે, પણ શ્રેષ્ઠભાવયુક્ત એવું તેનું ( સુલસાનું) મન ભાંગ્યું નહીં. બીજે ઘડે આણ્યો તે પણ તેજ પ્રમાણે પૂટી ગયે; પણ તેને આત્મા લેશમાત્ર વિષાદ ન પામ્યા; નહિંતે તેનું નામ ચતુર્થ સંઘ (શ્રાવિકાઓ)ને વિષે સિથી પ્રથમ (લેવાય છે તે) ન લેવાત. ત્રીજે ઘડે લાવી તે તે પણ ભાંગે તથાપિ ચિત્તને વિષે પણ તેણે શાપ ઉચાર્યો નહીં. પણ હવે પિતે સાધુની પ્રાર્થના પૂર્ણ કરવાને બેનસીબ થઈ તેથી પિતાના આત્માની અતિ નિંદા કરવા લાગી. “સુપાત્રને ખપની એગ્ય સામગ્રી મારી પાસે હોવા છતાં પણ તેને કેવી રીતે સહસા એકસામટે નાશ થયે ? માટે હુંજ નિશ્ચયે અપુણ્યરાશિવાળી ઠરી; અથવા તે અજાના મુખમાં કુષ્માંડ ફળ સમાયજ ક્યાંથી ?" પેલા દેવતાએ પણ તેની આવી શ્રદ્ધા અને મેરૂ સમાન નિશ્ચળ સ્વભાવ જોઈને, પોતાની ઉત્તમ કાન્તિવાળું રૂપ જાહેર કર્યું, જેમ ઇ ભરત ચકવતી પાસે પિતાને અંગુઠે (જાહેર) કર્યો હતે તેમ. 1 કુષ્માંડ એક હલકી જાતનો વેલે થાય છે. કલ્પવલ્લી =કલ્પવૃક્ષની લતા. સુલસા કહે છે કે મારા જેવી કુષ્માંડવલ્લીને કલ્પવૃક્ષની બક્ષીસ કયાંથી? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust