Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ : 68 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. સ્વામિને આપણું દુઃખ નિવેદન કરીને સુખી થવું. " હે પ્રિયે ! જેમ તૃષાતુર જેને જળની ઈચ્છા કરે છે તેમ હું પુત્રની વાંછા કરૂ છું. કારણ કે મેઘ વિનાની પૃથ્વીની પેઠે પુત્ર વિના કુળની આશાં વૃથા છે. " સુલતાએ કહ્યું- હે નાથ, પુનઃ કેઈ કુળવાનું બાળાઓનું પાણિગ્રહણ કરે; તેમનામાંથી કોઈને તો પુત્ર થશે; કારણકે સામટું સંગ્રહું કરનાર કદિ નિરાશ થતો નથી. એ સાંભળી સારથિશિરોમણિ નાગ પણ કહેવા લાગે છે હરિણાક્ષિ ! તું એ શું બોલી ? આ ભવમાં તે મારે તું એક સ્ત્રી છે તેજ હો, અન્ય કેઈની મારે ઈચ્છા નથી. હે મૃદુઅંગવાળી પ્રિયે, તે તારા અંગથીજ ઉત્પન્ન થયેલ કામદેવસમાન પુત્રને યાચું છું; હંસને હંસીનાં પુત્રનું જ કામ છે; બાકી એટલે કાગડીના પુત્રને તે શું કરે? વહાલી ! તુજ સર્વના સારભૂત થા; એમ જાણ કે હું ચંદ્રમાં અને તું મારી ચંદ્રિકા છે; માટે નિરન્તર એવા ઉપાય છે જે કે જેથી મનકામના સિદ્ધ થાય. સ્વામીનાં આવાં વચને શ્રવણું કરીને સુલસા નમીને બેલી-પ્રાણપતિ, ઉપાય તે અનેક છે; પણ ખરે ઉપાય તે એક સદ્ધર્મ જ છે; જળને નિમેળ કરનાર ફકત એક અગત્યજ હતાં. એ ધર્મ ધનના અથીને ધન આપે છે; પુત્રના અથીને પ્રયાસ લઈ તેનું કાર્ય કરી આપે છે; ભેગેપભેગની ઇચ્છાવાળાઓને પણ તૃપ્ત કરે છે, અને પીપરૂપી પર્વતને ભેદવામાં વજનું કામ કરે છે. વળી એ મુમુક્ષુજનને મોક્ષસુખ આપે છે, અને સ્વર્ગના અર્થીને સ્વર્ગનું સુખ આપે છે. અશેષ ભુવન માં કઈ પણ એવું કાર્ય નથી કે જે ધર્મથી સાધ્ય ન થાય. માટે હું આ પુત્ર, હું તે ધર્મ આદરીશ, તેજ કેઈ વખત ફળીભૂત થશે; કારણકે ઉપાય આદરનારા મનુષ્યને સુખે કરીને મનવાંછિત સિદ્ધ થાય છે. ત્યારપછી સુલસા (અન્ય આભૂષણોને ત્યાગ કરીને ) ફક્ત અંલ્પ મુક્તાફળની માળા પહેરવા લાગી; પાપકાર્યના વેગથી દૂર રહેવા લાગી, આયંબિવ એટલે ફક્ત એક વખત મોળું ભજન કરવા લાગી અને ફક્ત કસુંબના વસ્ત્ર પહેરવા લાગી, અખંડ ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradifak Trust