Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કલ્યાણ પ્રવર્તી રહ્યાં, મંગળિક કેના નાદથી દિશાઓ પૂરાઈ ગઈ અને દંપતી વરરાજાના મંદિર પાસે આવી પહોંચ્યા. ત્યાં લગ્નના હર્ષમાં લેકે વરવધુના અશ્વને આદર સહિત ખેલાવવા કુદાવવા લાગ્યા. કારણ કે સ્તરીખેલનકુર્દન આદિ પ્રાચે શંગારવિધિને વિષે રહસ્યભૂત છે. જાનની સર્વ સ્ત્રીઓ હવે ગીત નૃત્યાદિકની સમાપ્તિ કરવાને છેવટે યથેચ્છ નૃત્ય કરવા લાગી; અને ગીત ગાઈને કામદેવને જગાડવા લાગી. પછી સર્વ વિઘને દૂર કરનારી એવી ઉત્તમ મંગળવિધિ કરી રાજકુમારે પ્રિયા સહિત સ્વસ્થ ચિત્ત કેલાસ જેવા આવાસને વિષે પ્રવેશ કર્યો. વિવાહ પૂર્ણ થયે શ્રેણિકનરપતિએ પુત્ર–અભયકુમારને અર્ધ રાજ્ય અને મંત્રિપવી અર્પણ કરી, અથવા તે શ્રેષ્ઠ વૃષભ—બળદને પ્રાપ્ત કરીને કર્યો વિચક્ષણ જન તેના પર ભાર ન નાખે ? પછી રાજાએ કુમારને આજ પ્રમાણે બીજી રાજપુત્રીઓ પણ પરણાવી કારણ કે સાધારણ મનુષ્ય પણ બે ત્રણ સ્ત્રીઓ પરણે છે તો તેમને અધિપતિ જે રાજા તે પરણે તેમાં તે શું કહેવું? પછી અભયકુમારે પોતાના પ્રતિપક્ષિઓ પર વિજય મેળવવા માંડ્યો. કેટલાક ગર્વિષ્ટ હતા તેમને સામ પ્રયોગથી જીત્યા, કેટલાએકને ક્ષમા આપીને પિતાના કરી લીધા; બીજાઓ લેભી હતા તેમને ભેટ આપીને નમાવ્યા, વળી કેટલાક અભિમાની હતા તેમને નમ્રપણે હરાવ્યા; જેઓ અવિશ્વાસુ હતા તેમને ભેદથી પરાજય કર્યો, બીલકુલ વિરૂદ્ધ હતા તેમને અજુપણે, અને જેઓ બલવાન હતા તેમને શિક્ષા કરીને જીતી લીધા; સંતોષ થકી મુનિ લેભને જીતે તેમ. ગુરૂજનપર અતિભક્તિવાળો કુમાર પિતાને પિતાને એક પદાતિ માત્ર ગણત; અને લક્ષ્મણ જેમ રામનાં કાર્ય સાધતો તેમ, પિતાનાં, ગમે તેવાં અશક્ય કાર્યોને તે નિર્વિલએ સાધી લેતે. - હવે ઈંદ્રને માતલિ હતું તેમ પ્રસેનજિત્ રાજાને નાગ 1 સ્તરીખેલકૂદન તરીનું ( અનું ) ખેલવું કુદવું વગેરે; અથવા સ્તરી (શયા) ને વિષે ખેલવું કૂદવું ઇત્યાદિ. Jun Gun Aaradhak Trust PAC Gunraturi M.S