Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. (વેવાણ ) ! યેગ્ય એવા આ વરરાજાને અઘ” આપ; ( રંગને ) છટકાવ કર; વેત દુ-દધિ-ચંદન વગેરે ચતુરાઈ સહિત થાળમાંથી ફેંક. આ ઉત્તમ વેષવાળો મહેટ વરરાજા તારા આંગણામાં નમીને પડદામાં ઉભે છે, તેને તું જે; એ તે કામદેવ છે કે દેવકુમાર છે ? પુષ્પ અને ચંદન શુષ્ક થઈ જાય છે માટે સાસુ, હવે વરરાજાને ખોટી ન કરે. " આવા ગીત સાંભળીને, સાસુપદને ધારણ કરનારી પ્રમદા હતી તે હર્ષ સહિત ઉભી થઈ. યુગ-મંથા અને મુશલસહિત વરરાજાને અર્ઘ આપીને-ક્ષણમાં છંટકાવ કરીને–ત્રણવાર અક્ષતથી વધાવ્યું. પછી રાજકુમારે પેલા શરાવના સંપુટને એકદમ વામપગે કરીને ચુરી નાંખ્યું એટલે ગળાને વિષે રહેલા એના ઉટ અને ઘટ્ટવસ્ત્ર (એસ)ના છેડાએ ખેંચીને એને વધુ પાસે લઈ ગયા. ત્યાં, તેને વિદ્યાધરની પુત્રીની સન્મુખ આસન ઉપર બેસાડયો. પછી વરવધુને હસ્તે ઉત્તમ મદનફળ (મીંઢળ) બાંધ્યા. એ વખતે, જેના માતાપિતા અને સાસુસસરા હયાત હતા એવી એક સિભાગ્યવતી અમદાએ અશ્વત્થ અને શમી વૃક્ષની ત્વચાને તક્ષણ પીસીને તેને લેપ બનાવીને વધુના કરમાં આવે. પછી સાક્ષાત ભાગ્ય જેવું અત્યુત્તમ લગ્ન આવ્યું કે તરત બ્રાહ્મણે ભાજનના શબ્દની સાથે વરવધુને હસ્તમેળાપ કરાવ્યું. “હવે પછી ભાગ્યવંત એવા તમે દંપતીનું સદા એજ્યજ જળવાઈ રહે " એમ સૂચવતી હોયની એમ વરરાજાની મુદ્રિકા વધુના હસ્તમાં રહેલા લેપને વિષે નાંખી. પછી તારામલક સમયે વરવધુ અને અનિમેષ ને એક બીજા સામું જોવા લાગ્યા; જેવી રીતે જન્મભવન અને કલત્રભવનને વિષે રહેલા (ગ્રહ), અથવા કર્મભવન અને સુખભવનને વિષે રહેલા ગ્રહો એક બીજા સામું જુએ છે તેવી રીતે. પછી ક્ષણવારમાં સર્વ વિધિને વિષે પ્રવીણ એવા વિપ્રે વરવધુના વચ્ચેના છેડા બાંધ્યા; તે જાણે તે વખતે હસ્તમેળાપ થયે 1. છેડાછેડી બાંધી. જ્યોતિષની કુંડળીમાં બારભવન હોય છે. તન, ધન, પ્રાણ, સુખ, સુત, કચ્છ, સ્ત્રી, મૃત્યુ, ભાગ્ય, કર્મ, લાભ અને ખર્ચ. આ બાર ભવનમાં જન્મભવન અને કલત્રભવન સામસામાં આવેલાં છે; તેમજ કર્મભવન અને સુખભવન પણ સામગ્રામાં આવેલાં છે. Aaradhak Trust - P.P. Ac. Gunratnasuri M.S.