Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર વરરાજ. જાણે કામદેવરૂપી હસ્તીને બાંધવાને વાસ્તે સાંકળ હેયની ! વળી તેના ચરણને વિષે નૂપુર પહેરાવ્યાં તે જાણે પદ્માદેવી [લક્ષ્મી નો પરાજય કરીને તેની પાસેથી લઈ લીધેલાં હેયની ( એવાં શેભતાં હતાં ). મુક્તાફળ અને હીરાઓથી અંકિત એવી સુવર્ણની અંગુડીઓ એના ચરણની આંગળીઓમાં પહેરાવવામાં આવી તેથી જાણે એમણે ( આંગળીઓએ ) દશે દિશાઓની લક્ષ્મીના કેશાલયને વિષે પ્રવેશ કર્યો હોયની એવી શોભવા લાગી. આ પ્રમાણે એને દેવકન્યાની પેઠે યથાસ્થાને ચગ્ય આભૂષણો પહેરાવીને દાસીજનેએ, તેડીને સુરાલય (સ્વર્ગ ) તુલ્ય માતૃગૃહ (માયરા) માં આણી. અહિં નન્દાપુત્ર અભયકુમાર પણ સર્વ મંગળકાર્ય પૂર્ણ કરીને વરને એગ્ય એવાં વસ્ત્ર સજી અશ્વપર આરૂઢ થઈને પિતાના ઘરથી બહાર નીકળે. તેની પાછળ પહેરેગીરે ચાલતા હતા; મયૂરપિચ્છનું છત્ર તેનાપર ધરવામાં આવ્યું હતું; ચામર વિજાતાં હતાં અને ભાટલેકે ઉંચા ઉંચા હાથ કરીને મંગળ ગાન ગાતા હતા. સર્વ માંગલિક કલેક માટે સાદે બેલાવાથી સ્કુરાયમાન થતા તેને તારસ્વર પૃથ્વીની કુક્ષિને વિષે ભરાઈ જતો હતે. મૃદંગ-વીણા-ઉત્તમ વેણુ આદિના શબ્દોની સંગાથે પ્રમદાન નૃત્ય થઈ રહ્યો હતો. પાછળ બેઠેલી બહેન અન્યજનના ટુષ્ટિદોષનું નિવારણ કરવાને ભાઈના લવણ ઉતારતી હતી. એમ અનેક અનુકુળ શક સહિત વરરાજા મંડપના દ્વાર આગળ આવી પહોંચ્યા. ત્યાં અશ્વપરથી નીચે ઉતરી સર્વ રીતભાતના જ્ઞાનવાળો અભયકુમાર દૃષ્ટિમાંથી અમૃત વર્ષાવતે ક્ષણવાર ઉભો રહ્યો. એટલે એક સ્ત્રીએ આવીને વોનું પાત્ર-મુસળ–યુગ ( ઘસરૂ) અને મંથા (ર) ત્યાં આણીને મૂક્યા. વળી બીજી આવોને, જેમાં અગ્નિ અને લવણ હોવાથી તડતડ અવાજ થયા કરતે હતો એવાં સંપુટાકારે બાંધેલા સરાવ મુકી ગઈ, કેમકે આવું કામ કરવામાં વડીલ સ્ત્રીઓજ પ્રગલ્ય હોય છે. પછી " હે મૃગના જેવા નેત્રવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust