Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ સપનીનું વિષમ ચરિત્ર. પિ૭ પુરૂષને વચનપ્રહાર પણ સારે, અન્ન ને જળનાં સાંસાં પણ સારાં, વસ્ત્રાભૂષણ રહિત શરીર પણ સારું, અને ભયકંર અટવીને વિષે વાસ હોય તે પણ સાર; પણ સપની–જે-શેક્ય–તેનાથી પરાભવ પામવો એ સારું નથી. માટે આ શક્યરૂપી વ્યાધિને, તે પુત્રજન્મરૂપે વૃદ્ધિ પામે તે અગાઉ, ઉચ્છેદ કર ગ્ય છે. નહિં તે પાછળથી એ અપર શબ્દની પેઠે અનેક યુક્તિઓ કરતાં છતાં પણ અસાધ્ય થશે. વૃક્ષ પણ જે એના મૂળ બહુ ઉંડાં ગયા હોય તો ઉખેડી નાખવું મુશ્કેલ પડે છે; બાહુલ્યપણાની સ્થિતિવાળી મેહનીય કર્મની ગ્રંથિને ભવ્યપુરૂષે પણ ભેદી શકતા નથી. ' ' * આ વિચાર કરીને એ નિર્દયે રાણીઓએ સુસેનાને વિષ કે એવું કંઈ દઈને પ્રાણ લીધા; અથવા કલહ એજ છે અગ્રેસર જેમાં એવા શાક્યના વેરને માટે શું શું કરવા યોગ્ય નથી? આ શોકનું આવું વિષમ ચરિત્ર જોઈને વિદ્યારે વિચાર્યું કે કામાતુર પ્રાણીઓ અન્યભવને નહિં. વિચાર કરીને આવાં પાપાચરણ કરે છે (કારણ કે ) મહામહને વશ થઈને આ સ્ત્રીઓએ માતંગીની પેઠે નિર્દય કાર્ય કર્યું છે; અથવા તો જે પ્રાણી કામદેવથી પરાભવ પામ્યું તે પ્રાણી સર્વથી પરાભવ પામ્ય સમજવો. હવે મારે સુસેનાની પુત્રીને રક્ષાને અર્થે શ્રેણિકને સોંપી દેવી ગ્ય છે કારણ કે વિવેકશૂન્ય પ્રાણીઓ વૈરિની સંતતિ પર પણ વેર રાખે છે. આમ ધારીને એણે એ કન્યા શ્રેણિકને સોંપી, એમ કહીને કે, હે રાજન, આ તારી ભાણેજનું કુશળપણે રક્ષણ કરજે.. હવે શ્રેણિકનરપતિના મંદિરને વિષે રહેતી એ કન્યા મેરૂ પર્વત ઉપરની કલ્પલતાની પેઠે વૃદ્ધિ પામવા લાગી. એટલે રાજાએ વિચાર કર્યો–મારી પુત્રી તો અભયને કલ્પ નહીં માટે આ " 1. વ્યાધિ. કહેવાની મતલબ એ છે કે સુસેનાને પુત્રપ્રાપ્તિ થાય એ પહેલાં એના પ્રાણ લેવા જોઈએ. 2 સંસ્કૃતમાં ગg શબ્દ છે તે અવ્યય હોવાથી એનાં રૂપ ન થાય એટલે એ “અસાધ” કહેવાય છે. * * 3. બીજાં બધાં કર્મોની સ્થિતિથી મેહનીય કર્મની સ્થિતિ વધારે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust