Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમારને વિવાહમંડપ. પ૯ મીઠી લાપશી; વળી સ્વાદીષ્ટ દહીં તથા દહીંના ઘોળ-વગેરે વગેરેથી તેમને તૃપ્ત કરી ચંદનના લેપ ચચ તાંબૂલ આપવામાં આવ્યાં. એ નાગરિકને પણ આવો આદરસત્કાર પામીને વિચારવા લાગ્યા કે આપણા આ મહારાજાના મહેલમાં તે આપણને જાણે સદાયે પર્વદિવસે જ વોય છે. વળી ત્યાં તો અક્ષતનાં પાત્ર આવ્યાં; ઉત્તમ વસ્ત્રાભરણ સજીને નારીઓ નૃત્ય કરવા લાગી; અને મધુર કંઠવાળા ભાટ, ચારણ અને વામનજને ઉત્તમ ગીત ગાવા લાગ્યા. વળી સેવકજને અન્ય સર્વ કાર્યો સમાપ્ત કરીને ક્ષણવારમાં ઉત્તમ મંડપ રચવા લાગ્યા. તેને વિષે આકાશમાંના મેઘ જેવા નાના પ્રકારનાં સુંદર ઉલેચ બાંધી દીધા અને વચ્ચે મુક્તાફળની માળાઓ લટકાવી દીધી, તે જાણે મહીપતિની કીતિ ઉંચે ( સ્વર્ગમાં ) જવાને પ્રવૃત થઈ હેયની તેમ શેભવા લાગી. તેની ચારે બાજુએ મણિના સમૂહથી વિરાજિત એવાં તોરણે પણ બાંધી દીધાં અને ખંભે ખંભે સુંદર વસ્ત્રાલંકારવાળી અને સ્વરૂપવાન પુતળીઓ મુકી દીધી, તે જાણે કદિ ન જોયેલો. એ પાણિગ્રહણને પ્રસંગ નીરખવાને આકાશમાંથી દેવીએ ઉતરી આવી હેયની એવી શોભવા લાગી. આસપાસ વંદનમાળા એટલે તેરણોને સ્થળે નીલવર્ણના આમ્રતરૂના પત્રોની માળા ગોઠવી દીધી, તે જાણે મંડપને વિષે ગવાતાં ધવળમંગળને અભ્યાસ કરવાને પિોપટની પંક્તિઓ આવી હેયની એવી વિરાજી રહી. મંદમંદ પવનથી હાલતી નજાઓ અને તે ઉપર રહેલી ઘુઘરીઓ અનુક્રમે વિવાહિની સ્ત્રીઓની ગેરહાજરીમાં જાણે હર્ષથી નૃત્ય કરતી હોય તથા ગીત ગાતી હોય તેમ જણાવા લાગી. વળી એ મહાન મંડપની ઉપર અત્યન્ત કાન્તિમાન સુવર્ણના કુંભે ચળકાટ મારવા લાગ્યા; કારણકે વરવધુના પ્રવેશને સમયે શુભ શકુનને અર્થે એવા પૂર્ણ કુંભ મુકવામાં આવે છે. પછી ઘાટાકુંકુમને છંટકાવ કરીને ભૂમિ ઉપર પુષિ વેરવામાં આવ્યા, તેથી તે ( ભૂમિ ) જાણે અભયકુમારને વિવાહ સાંભળીને હષોથુથી ભીંજાઈ ગઈ હોયની અને રોમાંચથી પૂરાઈ ગઈ હોયની એવી જણાવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust