Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પ્રવેશમહોત્સવ. પહ એનું જે જે અંગે હું જોઉં છું તે તે મને સુંદર અને લોકેત્તર લાગે છે. શું વિધાતાએ સામુદ્રિક શાસ્ત્ર જોઈને એમાં કહેલાં લક્ષણોએ યુક્ત આને સરળે છે ? અથવા તે આને જ જોઈને એને સાર જાણી લઈ પછી સામુદ્રિક શાસ્ત્ર રચ્યું હશે ?" - આ પ્રમાણે હર્ષસહિત કુમારના અંગેનું નિરૂપણ કરી, રાજાએ એને પૂછ્યું–મારા કુળરૂપી આકાશના સૂર્ય હાલ તારી માતા કયાં છે ? અભયે ઉત્તર આપે-હે તાત, આપના અગણિતગુણયુક્ત ચરણકમળનું હંસીની પેઠે નિત્ય સ્મરણ કરતી મારી માતા નગરની બહાર ઉદ્યાનમાં છે. આ સાંભળીને રાજાએ, કુમારને આગળ રાખીને નન્દાને નગરને વિષે પ્રવેશ કરાવવાને સેવકજનેને આદેશ કર્યો અને પોતે પણ પાછળ ગયે; કારણકે રાગી પુરૂષ શું નથી કરતે ? પછી પવિત્ર શીલના પાત્રરૂપ એવી નન્દા હર્ષમાં અંગપર ઉત્તમ વસ્ત્રાભૂષણ સજવા લાગી પણ એને અભયે વારી ( અહે ! માતાને પુત્રનાં શિક્ષાવચન પણ સારા માટે છે); કારણકે પતિ પરદેશ હોય ત્યારે સ્ત્રીઓએ એવાં વસ્ત્રાભરણ ધારણ કરવા ગ્ય નથી : સૂર્ય અન્ય દ્વિપમાં હોય ત્યારે કમલિની પણ વિકસ્વર થતી નથી. એટલે વિચારને વિષે બધુસમાન એવા પુત્રનાં વચન સાંભળીને ના પૂર્વના જ વેષમાં રહી? કારણકે ડાહ્યા માણસેએ બાળકનાં પણ હિતકારક સાર વાકય ઔષધિની પેઠે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. રાજાએ આવીને ઢીલાં પડી ગયેલા કંકણવાળી, નેત્રને વિષે અંજન વિનાની અને મલિન વસ્ત્રમાં રહેલી નન્દાને જોઈ તો એ એને અલ્પ જળમાં ઉગેલી એક કમળની જેવી લાગી. એણે પછી નન્દાને કહ્યું–અહો ! તારાં અંગ દુર્બળ થઈ ગયાં છે : અથવા તે એમાં કંઈ આશ્ચર્ય નથી કારણકે સતીનું ચરિત્ર સાધી જેવું હોય છે એમ કહીને ચિંતાતુર નન્દાને યોગ્ય રીતે આનન્દ આપવા લાગ્યું. પછી એણે હર્ષમાં દુકાને દુકાને કસુંબાની વજાઓથી અને રસ્તે રસ્તે ઉત્તમ તોરણે બંધાવીને નગર શણગારાવ્યું. આગળ પુત્ર ને પાછળ ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust