Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. હાયની (એવા શેભે છે) ! આના વેત અને દઢ એવા બત્રીશે દાંત જાણે પુરૂષના ( બત્રીશે ) લક્ષણો હોયની એવા છે. આની જિહા કંઈક રકતવણી અને સ્પષ્ટ છે કમળસમાન કાંતિવાળું તાળુ શૂરાતનને સૂચવનારૂં છે; કળિયુગળ, જાણે મૃદુવાણું અને લકમીને સુખે વિશ્રામ લેવાને ઓશીકાં જ હોયની એવા છે. આની નાસિકા દીર્ઘ, ઉંચી અને સરલ છે તે જાણે બુદ્ધિના વિજયથી પ્રાપ્ત થયેલી કીર્તિની યષ્ટિ હોયની ! આનાં નીલવણ કમળ-૫૫ જેવાં નેત્રે જાણે બને લોકને જેવાથી જ હોયની એમ પ્રકુલિત (થયેલાં) છે. વળી આની ભ્રકુટી, પુણ્યરૂપી કણના સમૂહથી પૂર્ણ એવા ક્ષેત્રને વિષે પાપરૂપી કાક–પક્ષીઓને નિષેધ . કરવાને સુંદર નાસિકારૂપી વંશની ઉપર, ભાલની ઉર્ધ્વ રેખાના મિષથી, ખેંચાતી છે પણછ જેની એવું, શરયુક્ત ધનુષ્ય હોયની શું (એવી શોભે છે ) ! આના દેલાની સમાન આકૃતિવાળા, રચનાવિશેષને લીધે રમ્ય તથા સ્કંધ પર્યન્ત આવીને વિશ્રાન્ત થયેલા કર્ણ, જાણે બુદ્ધિના, ત્યાં આવીને કીડા કરી રહેલા વિમર્શ અને પ્રકષ નામના ભ્રાતૃસુત ( ભત્રિજા ) હાયની એવા છે !. વળી આનાં નેત્રે છે તે તો જાણે કમળ જ છે; મુખ જાણે નવીન ચંદ્રમા છે; અને સ્નિગ્ધ અંજન સમાન શ્યામ એવા કેશ છે તે તે જાણે સ્ત્રીઓનાં મનને બાંધી લેવાને પાશ સમાન છે. આના મસ્તક પર વાળના ગુચ્છ દક્ષિણ દિશા તરફ વળેલા છે એ પણ એને અનુકુળ છે, પણ એમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે દક્ષિણ એટલે દક્ષ જનેને આખી પૃથ્વી દક્ષિણ એટલે અનુકુળ જ હિય છે. એણે ગતિથી રાજહંસને જીતી લીધા છે તે એ મંત્રશક્તિથી પણ રાજહુસેને જીતી લેશે એમાં કંઈ આશ્ચર્ય નથી. વળી આ બુદ્ધિમાન્ કુમારે પિતાના સ્વરથી, જળભયો ભાદ્રપદના મેઘને જીતી લીધું છે એ પણ યુક્તજ છે. વળી આ જે ઉંચી પદવીની ઈચ્છા રાખે છે તે નિશ્ચચે ઉર્વશી છેઅથવા તો 1 લાકડી. 2 હિંચકે. 3 એ નામના પક્ષીઓ. 4 ઉત્તમ રાજા. 5 એ મેઘને સ્વર ગંભીર છે; પણ આ કુમારનો તે એથી વધારે ગંભીર છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust