Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ સર્ગ 2 જો. શ્રેણિક રાજા કુમારના પ્રત્યેક અંગે દુષ્ટિ ફેરવતો મનથી ચિત્રાઈ, આળેખાઈ જતે, ગીજન ગવડે પરમાત્માનું સ્વરૂપ દષ્ટિગોચર કરે તેમ, તેનું રૂપ નિહાળવા લાગ્યું -અહે ! આના ચરણતલ રક્ત, મૃદુ, સિગ્ધ અને અવક છે; તથા ચંદ્રમા–વજી– આદિત્ય-શંખ-અંકુશ-પ-અશ્વ-દર્પણ અને હસ્તીના ચિહેથી યુકત છે; આના રક્ત, તેજસ્વી, ગેળ, ઉંચા અને વિશાળ નખ જાણે દિશાઓના દર્પણ હોયની એવા છે; ચરણ કાચબાની સમાન ઉનત, સ્નિગ્ધ, માંસલ, લિસ્ટ, એક સરખા અને કમળ જેવા ( કમળ ) છે; ગુલફ ઉત્તમ મણિની સમાન ન્હાના છે; જાનુ ગૂઢ છે અને જેઘા સરલ છે; આના મૃદુ અને વિશાળ ઉરૂ કદળીસ્તંભ જેવા ગારવણો છે. કટિભાગ વિશાળ સુવર્ણના ફલક સમાન છે; નાભિ દક્ષિણ આવર્તવાળી અને કૃપસદશ ગંભીર છેઃ ઉદર મૃગપતિ સિંહના જેવું છે; સત્વ સર્વ પ્રાણીઓને આશ્ચર્ય પમાડનારું છે. આનું ઉરાસ્થળ પ્રતળી એટલે પિળના દ્વાર જેવું વિસ્તીર્ણ અને શ્રી કૃષ્ણ વાસુદેવ (ના ઉર સ્થળ) ની પેઠે કેશના ગુચ્છને ધારણ કરનારૂં છે; આનું પૃષ્ટ વિશાલ છે, તે રાજ્યની ચિંતાથી ખિન્ન થયેલા મારા જેવાને જાણે પૃષ્ટપટ્ટ. ( સહાયક ) જેવું લાગે છે; આના બાહુ સરલ અને જાનપર્યન્ત દીર્ઘ છે તે જાણે આકાશને ગ્રહણ કરવાને ઇચ્છતા હોયની ! આના હસ્ત કઠિન છે, તથા કમળના મર્દનથી જ હાયની એમ રક્તવણો અને ઉત્તમ રેખાવાળા છે. આના સ્કંધ સામ્રાજ્યની અને મંત્રિપણાની ધુરાને વહન કરવાને વૃષભના સ્કંધ જેવા ( બલિષ્ટ ) છે. આના કંઠ ઉપર કંબૂની પેઠે ત્રણ રેખાઓ છે તેથી કંઠના ચાર વિભાગ જણાય છે તે જાણે ચાર વિદ્યાઓને સુખે કરીને રહેવાને માટે જ હોયની ! બિંબફળ સમાન કાન્તિવાળા આના ઓઠ જાણે નગરજનેને સાક્ષાત્ અનુરાગ 1 પૃ. 2 શંખ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust