Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પામે છે તેમ ગામ-નગર આદિ ઓળંગતા ઓળંગવા માતા અને પુત્ર રાજગૃહ નગરે પહોચ્યા. ત્યાં અભયે માતાને પરિવાર સહિત ઉદ્યાનને વિષે રાખી ત્યાં તે જાણે ઋતુઓથી યુક્ત એવી સાક્ષાત્ વનદેવી હેયની એમ શેભવા લાગી. પછી પિતે માર્કડ ઋષિ જેમ વિશ્વની સ્થિતિનું અવલેકન કરવાને હરિની કુક્ષિને વિષે પિઠા હતા તેમ, નગરવૃત્તાન્ત નિહાળવાને અંદર પ્રવેશ કર્યો. ત્યાં તેણે કથા કહેનારા વ્યાસની કથામાંજ હોયની એમ ઘણા માણસને એક સ્થળે એકઠા થયેલા જોયા. એટલે એણે ટેળામાંના એકને પૂછ્યું–આ સમાજ અહિં કેમ મળી છે ? શું અહિં ગોળ વહેંચાય છે? પેલાએ ઉત્તર આપે-તું વત્સ, ગેળને સારી રીતે ઓળખતે જણાય છે; પરંતુ અહીં તો એવું હેંચાય છે કે જેની દેવતાઓ પણ ઈચ્છા કરે. કારણ કે વાત એમ બની છે કે— - શ્રેણિક રાજાએ, વિદ્વત્તાવાળા પંડિત શાસ્ત્રને પ્રાપ્ત કરે તેમ ચારસોનેનવાણું મંત્રિઓ તે પ્રાપ્ત કર્યો છેપણ એ હવે બૃહસ્પતિને પણ પરાજય કરે એવા કેઈ શ્રેષ્ઠ નરને તેમને અગ્રેસર સ્થાપવાને ઈચ્છે છે. એટલા માટે એવા નરવીરની પરીક્ષાને અર્થે રાજાએ પોતાની મુદ્રિકાને, ભૂમિને વિષે નિધાનની પિઠે, અહિં એક શુષ્ક કુવાને વિષે નાખી છે; અને પિતાના સેવકજનેને એવો આદેશ કર્યો છે કે-જે વીરપુરૂષ કુવાના તટપર રહીનેજ, લેહચુંબકમણિ લેહને આકર્ષે તેમ, પિતાના હાથવતી એ અંગુઠીને ગ્રહણ કરશે એને હું એના એ બુદ્ધિકૌશલ્યને ખરીદનારી મુખ્ય અમાત્યની પદવી આપીશ, અદ્ધરાજ્ય આપીશ અને વળી મારી પુત્રી પણ પરણાવીશ; અથવા તે એવા પુરૂષરત્નને જેટલું આપીએ એટલું ઓછું છે. આ સાંભળીને અભયને કેતુહલ ઉત્પન્ન થયું તેથી તે, એક આખલો જેમ ગાયના વાડાને વિષે પ્રવેશ કરે તેમ એ માણસના ટેળામાં પેઠે; ને કહેવા લાગ્યુંઅરે ભાઈઓ, તમે એ અંગુઠીને કેમ નથી લઈ લેતા ? એ કાર્ય અશક્ય નથી. તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust