Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમારને બુદ્ધિપ્રભાવ. 47 કેમ ચિંતામાં પડ્યા છે ? લેકેએ ઉત્તર આપે–વત્સ, અમે તે દર્પણને વિષે પ્રતિબિમ્બરૂપે રહેલા મુખની જેવી એ અંગુઠીને ગ્રહણ કરવાને અસમર્થ છીએ. એટલે અભયે પુછયું-કેઈ પરદેશી પણ એ લઈ શકે ખરે ? તેને ઉત્તર મ –ભાઈ, એમાં શું ? ગા વાળે તે અર્જુન.૧ " અનેક દેશોમાં ફરેલા, વયેવૃદ્ધશાસ્ત્રપારંગત અને વળી પળી સુદ્ધાં આવેલા એવા અમારા જેવામાં પણ તે ગ્રહણ કરવાનું સામર્થ્ય નથી તે આ ઉત્કંઠાવાળો છતાં પણ લઘુ બાળક જેવા એ કેવી રીતે લઈ શકશે ? ઉચે હોવાથી દુપ્રાપ્ય એવા ફળને વામન નર કેવી રીતે પહોંચી શકશે ? અથવા તે જેવું એના મુખનું તેજ છે એવી એનામાં કળા પણ હશે; કારણ કે ચંદ્રમાને વિષે પણ જે કાન્તિને સમૂહ રહે છે એ એની કળાઓને લીધેજ છે. " લોકે આ પ્રમાણે વિચાર કરે છે એવામાં તો અભયકુમારે સેવકો પાસે તાજું ગામય મંગાવ્યું અને એ પેલી મુદ્રિકા પર ફેંકયું, તેથી સજ્જનને વિષે ઉપકારની જેમ, મુદ્રિકા ગોમયને વિષે ચોંટી ગઈ. પછી એ ગોમયને સૂકવી નાંખવાને માટે એક ઘાસને પૂળો મંગાવી સળગાવીને માંહે નાંખેઃ ખરૂં છે કે સમયે ઉષ્ણને પણ ખપ પડે છે. પછી એણે પાસે રહેલા એક જળભરેલા કુવામાંથી નીકવાટે જળ અણાવી આ ખાલી કુવાને ભરાવી નખાવ્યું. એટલે, જેમ સ્ત્રીના ચિત્તને રાજી કર્યોથી ગુઢવાત પણ તેના ( હદયમાંથી) મુખ પાસે આવે છે તેમ પેલું સુકાઈ ગયેલું ગોમય કુવામાંથી ઉપર તરી આવ્યું. તે અભયે લઈ તેમાંથી અંગુઠી કાઢી લીધી; તે જાણે અસાર થકી પણ સાર વસ્તુને ગ્રહણ કરી લેવી એ નીતિના સ્મરણ થકીજ હેયની ! લોકે તે નેત્ર વિકાસી રહ્યા અને મસ્તક ધુણાવવા લાગ્યા. વળી એમનાં હૃદય પણ આલેખાઈ ગયાં. એઓ વિચારવા લાગ્યા-આપણા જેવા વયોવૃદ્ધથી પણ ન બની શક્યું એવું દુકર કાર્ય, શિવાવસ્થાને વિષે ધનુષ્ય ચઢાવનાર રામની પેઠે 1 અત્યારે આપણામાં આને મળતી એવી કહેવત છે કે " ગાયો વાળે તે ગોવાળ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust