Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ . માટીકરાની વિદાયગિરિ. 5 કે સ્ત્રીઓને પતિ એજ ગુરૂ છે. બીજું એ કે એ તારા હાથમાં હશે તો બીજાઓ તારો પરાભવ નહિં કરી શકે; જે ! તીક્ષણ એવા પણ તીર બખ્તરે કરીને યુક્ત એવા શરીર પર શું કરી શકે છે ? કલ્યાણી નન્દાએ પણ આ પ્રમાણે માતપિતાએ આપેલી શિખામણ ગ્રહણ કરી; કારણ કે એ પિતાને ઈષ્ટ હતું અને વળી વૈદ્ય બતાવ્યું. વળી અભયને પણ એમણે કહ્યું-તું નિરંતર તારા માતપિતાના વચનને અનુસરીને ચાલજે, કારણકે એ તારા આ લોકના ગુરૂ છે. વળી હે વત્સ, તારી પ્રજાને તારા પર સ્નેહ થાય એમ વર્તજે. જે એમ કરીશ તે જ તારા પિતાની પેઠે તને પણ રાજ્ય મળશે. નિરન્તર આનન્દમાં મગ્ન એવો તું મારૂં ઘર ત્યજી જાય છે, તો હવે ચંદ્રવિનાના આકાશની પેઠે તે કેમ શેભશે ? બન્ધવિનાના મારા જેવા અતિ નિર્ભાગીને હવે તારા વિયેગને લીધે દિશાઓ શૂન્ય લાગશે. વધારે શું કહું ? તારા પિતાને ઘેર જઈને અમને ભૂલી ન જતે ( સંભારજે ); કારણકે સ્વર્ગે ગયેલાઓ પ્રાયઃ પાછળનાને સંભારતા નથી. પછી અભયે કહ્યું- હે તાત, સૂર્યના કિરણથી જેમ આકાશ તેમ આપના જેવા મારા પૂજ્યપાદ પિતામહુથી આ ઘર બહુ શોભે છે. આપના સર્વત્ર વ્યાપી રહેલા નિર્મળ ગુણો છતાં દિશાઓ કેવી રીતે શૂન્ય લાગશે ? નિર્મળ ગુણવાળો પટ તે શૂન્ય નથી લાગત. આપના ઉપકારો તે, સ્તંભને વિષે કતરેલા અક્ષરેની પિઠે, મારા હૃદયને વિષે નિરન્તર સ્થાપેલા છે; છતાં જે હું આ૫નું વિમરણ કરૂં તો હું કે કહેવાઉં ? વળી આપ-વડીલે મને જે, પિતાની ભક્તિ કરજે ઈત્યાદિના આદેશ કર્યો તે હું નિરન્તર પાળીશ કારણકે એ કેણ હેય કે જે છતે કાને, મણિમંડળ મળે તે ન પહેરી લે ? પછી શ્રેષ્ઠીઓ અભય સહિત નન્દાને પુષ્કળ વૈભવ સાથે વિદાય કરી; કારણ કે ગુણવાન પ્રજાને કણ અલ્પ આપવાની ઈચછા કરે ? જેમ સર્વ કર્મ ક્ષીણ થયે જીવ સ્વર્ગથી શિવવાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust