Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ * . જન્મ મહોત્સવ. 39 એવામાં એક મોટા શિષ્યના હાથમાં, જગતની મંદતાનું ઉમૂલન કરવાને અર્થે જ જાણે હેયની એમ, એક દંડ આપી, મૂળાક્ષરોને પાઠ કરતા નિશાળીઆઓને સાથે લઈ, ઉપાધ્યાયે ભદ્રશેઠને ઘેર આવવા લાગ્યા; તે જાણે બાળકઅભયકુમારની સદ્દબુદ્ધિનું સેવન કરવાને અર્થે હાયની ! એ ઉપાધ્યાયને, શેઠે પણ વચ્ચતાંબૂલ આદિથી સત્કાર કર્યો, તે જાણે કુમારને ભણાવવાને માટે આગળથી એમની નિમણૂક કરી હાયની ! પછી શેઠ નિશાળીઆઓનાં મસ્તક ધોવરાવ્યાં અને ગળ વહેંચે; તે જાણે એટલા માટે કે એ મુળાક્ષરે બેલતા એ વિદ્યાથીઓ એ થકી મધુર અને સ્નિગ્ધ થાય. વળી ભાણેજના જન્મને શેઠ વર્ધનકર પણ કર્યો; પણ આમ–વૃદ્ધિને વિષે વળી. વર્ધનકરૂ એ ખરેખર આશ્ચર્ય થયું. જન્મને ત્રીજે દિવસે બાળકને ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવ્યાં તે એટલા વાસ્તે કે સિામ્ય અને દિત એવા એ બાળને જોઈ એઓ પણ ગર્વરહિત થાય. છટ્ટે દિવસે એના સ્વજનેએ ધર્મજાગરણ કર્યું એ એમ બતાવવાનું કે એમ કરવાથી એ બાળક નિત્ય જાગ્રત રહેશે. વળી એમણે દશમે દિવસે સૂતકશુદ્ધિ કરી કારણકે વિચક્ષણ જન લોકધર્મની સ્થિતિને ઉલ્લંઘન કરતા નથી. બારમે દિવસે સર્વ બાંધવોને એકઠા કરીને વિવિધ પ્રકારના ઉત્તમ ભેજન જમાડી તેમની સમક્ષ ભદ્રશ્રેષ્ટિએ, ગુરૂ જેમ સર્વ સંઘની સમક્ષ શિષ્યનું નામ પાડે તેમ પોતાના દેહિતાનું નામ પાડયું: " એ ગર્ભમાં હતો ત્યારે એની માતાને અભયદાન દેવાને મને રથ થયે હતું તેથી એનું અભયકુમાર એવું ગુણવાળું નામ થાઓ. નામ પાડીને ઘેરઘેર કંસારની 1 મહેતાજીઓ. 2 જન્મ-મહોત્સવ. 3 આ શબ્દના બે અર્થ થાય છે. બીજો અર્થ “વૃદ્ધિ' છે. અહિં આ બીજો અર્થ એવોઃ વૃદ્ધિને વિષે વૃધ્ધિ–એ આશ્ચર્ય 4 ચંદ્રમામાં “સોમ્ય” ( શાન્તપણું ) છે અને સૂર્યમાં “દીપ્તિ' ( તેજસ્વીપણું) છે; એમ એ બેઉને પોતપોતાના ગુણોને લીધે “ગવ” થાય. પણ અભયમાં એ બેઉ ગુણો જોઈને એ ઉભય ગર્વ રહિત થાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust