Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ નન્દાના દેહદ. 35 હાયની એમ એને વારંવાર બગાસાં આવવા લાગ્યાં. વળી હવે નન્દાને વિશેષ લજજા આવવા લાગીઃ અથવાતો ગુણવાનની સંગતિમાં ગુણની વૃદ્ધિ થાય એ ગ્યજ છે. બહારથી પણ એનું રૂપ અતિ ખીલી નીકળ્યું. મણિનાગથી મુદ્રિકાનું પણ એવું જ સૌન્દર્ય જણાય છે. અનેકઉત્તમગુણયુક્ત ગર્ભનું વિધિ પ્રમાણે પાલન કરતાં નન્દાને ત્રીજે માસે દેહદ ઉત્પન્ન થયે કે, હું હસ્તીપર આરૂઢ થઈને, નગરને વિષે સર્વત્ર અમારિ ઘોષણા સંભળાવું; અને કલ્પવૃક્ષ પર રહેલી છે એની ) લતાની પેઠે દીન-અનાથ જનોના મરથ પૂરૂં. અન્તઃકરણને વિષે પ્રમોદ પામતી નન્દાએ એ પિતાને દેહદ પિતાને સંભળાવ્ય; કારણકે ન કહી શકાય એવું હોય તે પણ ગુરૂજનને અવશ્ય કહેવું જોઈએ, તે આવી વાત કહેવી એમાં શું ? નન્દાને દેહદ સમજીને ભદ્રશ્રેષ્ટિને હર્ષ થયે કે " નિશ્ચયે એના ગર્ભને વિષે કઈ ઉત્તમ જીવ છે; કારણ કે ઉદરને વિષે જેવું ભેજન હોય છે તેજ ઉદ્ગાર આવે છે. માટે હું ત્વરાએ પુત્રીના દેહદ પૂર્ણ કરૂં; કેમકે દેહદ પૂર્યો વિના તરૂ પણ ફળતા નથી. આમ વિચાર કરીને નન્દાને પિતા રતનેને થાળ ભરીને રાજા પાસે ગયે; કારણ કે અન્ય વખતે પણ રાજાની પાસે રિક્તહસ્તે જવું કહ્યું નથી તે આવે વખતે તે કહેવું જ શું ? ભેટ મૂકીને ચતુરઐષ્ટિએ અંજલિ જેડી નમન કરીને વિજ્ઞાપના કરી કે " હે દેવ, એક મહીપતિની પત્નીની પેઠે, મારી પુત્રીને હસ્તીપર બેસવા આદિને મનોરથ થ છે. આપના પ્રસાદે મેં લક્ષમી તે ઉપાર્જન કરી છે, પણ નિભોગીની પેઠે અમારા જેવા વણિકજનને એ મને રથ પૂરવાનું સામર્થ્ય કયાંથી હોય ! માટે 1 ગુણવાનું . ( અહિં ) ગર્ભ. 2 ગુણ. ( અહિં ) લાજ. 8 દેહદ–ગર્ભવતી સ્ત્રીની ઈચ્છા. 8 કવિઓ કહે છે કે તરૂએને પણ કળિઓ ફુટવાને સમયે દેહદ થાય છે; જેમકે અશોકવૃક્ષ યુવતી સ્ત્રી ચરણ પ્રહાર કરે છે ત્યારે પુષ્પ ધારણ કરે છે, બકુલ વૃક્ષ એના મુખથકી મદિરાને છંટકાવ પામે છે ત્યારે વિકસ્વર થાય છે; પ્રિયંગુ એના શરીરના સ્પર્શથી-ઇત્યાદિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust