Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 70 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. યામિકની પેઠે મારી પ્રજાનાં ભાગ્ય હજુ જાગ્રત છે. હે પુત્ર, પરાભવ પામ્યા છતાં પણ ગુરૂજન પ્રતિ, વિકાર ન જણાવતાં, તે સશિષ્યની પેઠે ભક્તિમાન રહ્યું એથી તું મારા પુત્ર જણાઈ આવે છે. અગર જે પુત્રની સ્તુતિ ન કરવી જોઈએ તોપણ કરૂં છું, કારણ કે તારા ઉપર મારી અકૃપા છતાં પણ તેં મારી આજ્ઞાને મસ્તક પર ધારણ કરી જ. ગર્જના કરીને મેઘ રહી જાય તેમ, આ પ્રમાણે ભૂપતિ બેલી રહ્યા પછી, મયૂરની પેઠેર શ્રેણિક હર્ષથી ગદગદુ કઠે કહેવા લાગે તાત, મને વિકાર રહિત ક્યાં ભાન્ય ? અને મારી ભક્તિ પણ શી દીઠી ? તો માનભંગ સમજીને મારી (બાલ- ) બુદ્ધિ અનુસાર ક્ષણવારમાં દેશાન્તર જાતે રહ્યા. મારે વિષે ગુણનું આરોપણ, એ છીપને વિષે રૂપાના આરે પણ જેવું છે; ગુરૂજનને પ્રબળ પક્ષપાત એજ આમાં કારણભૂત છે. જ્યાં સ્વામિની ઉજ્વળ દૃષ્ટિ પડે છે ત્યાં ગુણ હોય છે એમ કહે છે એ સત્ય છે, કારણ કે એ સ્વયમેવ દેખાય છે, પ્રત્યક્ષ છે. આ પ્રમાણે પિતાની લઘુતાના વચને કહીને શ્રેણિક મન રહ્યો; કારણકે ગુરૂજનની આગળ અધિક ભાષણ શોભતું નથી. પુનઃ ભૂપતિએ કહ્યું- હે વત્સ, તારા પિતાનું રાજ્ય તું હવે ગ્રહણ કર. કમરેગથી પીડાતા અમે તે હવે આત્મસાધન કરીશું. પણ પુત્રે કહ્યું- હે તાત, હું તો પાળાની જેમ નિરન્તર, આપના સમાન ચિરંજીવી પિતાના ચરણની સેવા કરીશ. આપ યાવચંદ્રદિવાકરે સામ્રાજ્ય ભગવે. આપને વ્યાધિ છે તે, મણિને મેલ વન્ડિથી દૂર થાય છે તેમ, ધર્મકાર્યથી દૂર થશે. એ સાંભળી પિતાએ કહ્યું-મારા કુળમંદીરના દીપક ! કલ્પવૃક્ષની પેઠે સર્વ અવસ્થાને વિષે સેવવા યુગ્ય એ ધર્મ તેતે મારે સેવાજ છે; ને રાજ્ય પાત્રને વિષે અર્પવું છે. જે (આમ પુત્રને શપથ આપી બેલતો બંધ કરી ) પ્રસેનજિત 1 પહેરેગીર. 2 મેઘની ગજને પછી મયૂરની કેકા, તમે.k Trust - P.P. Ac. Gunratnasuri M.S.