Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. કૃષ્ણ ચિત્રાવેલની પ્રાપ્તિ હોય જ નહિ. જે તમે મારે ઘેર પધારશે તે હું સમજીશ જે હું પૂરે પુણ્યશાળી છું કારણ કે પુણ્યને ઉર્ય થાય છે ત્યારેજ ગુરૂ લગ્નને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે. તમે મારે ત્યાં પગલાં કરશે તે હું પવિત્ર થઈશ. કારણ કે સરસ્વતી નદી પોતાના નીરથી સર્વ પાપપ્રદેશને પવિત્ર કરે છે. આમ કહી શેઠ શ્રેણિકકુમારને પિતાની સાથે ઘેર તેડી છે. શેઠના ઘરને નાના પ્રકારની શાળા-ઓરડા-પ્રશાળ વગેરે હતાં; સેંકડ સોદા સ્તંભ હતા ચૂનાએ ધોળેલી ભીત હતી; અને નગરને જેવાના. એના ચક્ષુઓ હેયની એવા, ચારે દિશામાં ગવા આવી રહ્યા હતા. ત્યાં કોઈ સ્થાને ખાંડ તે કઈ સ્થાને સોપારીના ઢગલાં પડેલા હતા. કઈ જગ્યાએ ઉત્તમ મજીઠ તો અન્યત્ર નાળિયેરના સમૂહ દેખાતા હતા. એક સ્થળે એલચી, લવીંગ, કક્કોલ અને જાયફળ હતાં તે બીજે સ્થળે ચંદન, કપુર, કેસર, કસ્તુરી વગેરે હતાં. કોઈ સ્થળે સુંદર વર્ણવાળું સુવર્ણ તે કઈ સ્થળે કંઈક રક્ત એવું ' તામ્ર પડયું હતું. એક ઓરડામાં મુક્તાફળ-પ્રવાળા ઈત્યાદિ હતાં તે બીજામાં રૂપાના પાટે દ્રષ્ટિએ પડતા હતા. કાંઈક રેશમી વસ્ત્રોના ગંજને ગંજ તે કયાંઈક કલમ-શાલ આદિ ધાન્યના ઢગલાં પડ્યાં હતા. ઘેર લઈ જઈને શેઠે કુમારને રેમ-ત્વચા-માંસ-અસ્થિ આદિને સુખ ઉપજાવવામાં કુશળ એવા પિતાનો મર્દન કરનારા સેવકપાસે શત પાક તેલનું મર્દન કરાવ્યું. પછી એક જણે એને ઉષ્ણુજળથી સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવ્યાં; કારણ કે, કયે વિચક્ષણ પુરૂષ ચિન્તારત્નને પ્રાપ્ત કરીને એને આદર ન કરે? ત્યાર પછી એને સન્માન સહિત સકામગુણવાળું ભેજન કરાવ્યું અને નેહથી જ હાયની એમ. ચંદન તથા કપુરનું વિલેપન કરાવી શેઠે પિતાને હાથે પાંચસુગધિયુક્ત એવું તાંબુલ આપ્યું. 1. કાળી ચિત્રાવલી નામની વેલ (વલ્લી) આવતી કહેવાય છે તેના ઉપર જે કોઈ ખાલી વાસણું આદિ મુકવામાં આવે છે તે વાસણ જે પદાર્થનું હોય તે પદાર્થ તેમાં ભરાઈ જાય છે એમ લેકેતિ કહે છે. 2. ગુરૂ (1) બૃહસ્પતિ (2) મહાટો પુરૂષ. 3. લગ્ન (1) (તિષ્યિમાં) લગ્ન કુંડળી (2) સંસર્ગમાં આવેલા * * * * * * * * Jun Guri karadhak Trust P.P.Ac. Gunratnasuri M.S.