Page #1
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી હસ્તીમલજી પ્રણીત
જૈન ધર્મી
નો
મૌલિક ઇતિહાસ
તૃતીય ભાગ. સંક્ષિપ્ત આવૃત્તિ
સામાન્ય કૃતધર ખંડ-૧
Page #2
--------------------------------------------------------------------------
________________
-
-
- - - કરછ કર મ ક
,
લ
ક
રાસ -
કાકા
ન
કર
જન
સહ ફ ા શરુ ક
રવામાં માનતા ના કરવા રાજી ન જ
28282828282828282828282828282828282
કિડનીના કામ કરી શકો
કરી નિશા જ છે .
- - - રામ
રામ રામ રદ કનકકંકા
જૈન ધર્મનો મોલિક ઇતિહાસ
(સંક્ષિપ્ત) ત્રીજો ભાગઃ સામાન્ય કૃતધર ખંડ-૧
મૂળ રચના
લેખક અને નિર્દેશક આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ
. મારા દાન કરી જાય કારણ
- - -
- -
. . . . . . .
ર - - -
.
રી
સંપાદક શ્રી ગજસિંહ રાઠોડ શ્રી પ્રેમરાજ બોગાવત
પાકા કાકા એ મા છે .
80228EXDXDXDXDXDXDYDX282828282828282828282828282
82828282828282828282828282828282828282828282828282828*
અને નામ - જગ જનની માનનારા સારા કામ
Lી
A
A
સંપાદક મંડળ આચાર્ય શ્રી દેવેન્દ્રમુનિજી મ.સા.
શ્રી પં. શશિકાંત ઝા ડૉ. નરેન્દ્ર ભાનાવત
A
જોયો હોય કરે નહિ
slloy
HIT
મન ગમે તે કામ
યપુર
રાકટ રામપર ગર કારક
ઈ
કામ , કાકા મામા
પ્રકાશક સમ્યજ્ઞાન પ્રચારક મંડળ
જયપુર
કાં ઝાઝા જ ના રામ ન ક ક , કઇ છે, %, ન જાન કી વાત પણ
ન
ક ક કા કામોમાં લોકો
કામ
કwજમણ - '14;ાણા સાક્ષ, કુરા પાક કામ કે
SAURERLERERERERERURURLAUREAUAREZ
કડક ફકર ના કાકા મામા 4 કાકી ના
જાય
છે
કામ
કર.દીન
નામ
શિકાર કરીને ક
જે
Page #3
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- આ
આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ પ્રણીત
સારી વાત તો મારા
પુસ્તક
: જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (સંક્ષિપ્ત)
ભાગ-૩
એ તૃતિય ભાગ સામાન્ય કૃતધર ખંડ-૧
જ વાત કરી પ્રકાર ના કાકા નાના નાના
Sા સંપાદક
: (સંક્ષિપ્ત હિન્દીમાં સંસ્કરણ) ડૉ. દિલીપ ધીંગ
ગુજરાતી અનુવાદ : શ્રી ચેનરાજ જવાહરલાલ કોઠારી
પાલડી - અમદાવાદ.
નાના નાના
પ્રકાશક
શકો તમારા મિત્રો મા અમર બની વાત કરીને પી જનારા કામ કામ ન બની શકે તો કામ શકો છો જો તમને કોઈ નિકા કા કરતા મને નાના નાના કણ મન ન કરી
પણ
: સમ્યજ્ઞાન પ્રચારક મંડળ દુકાન નં. ૧૮૨-૧૮૩ની ઉપર, બાપુ બજાર, જયપુર-૩૦૨ ૦૦૩ ફોન: ૦૧૪૧-૨૫૭૨૯૯૭ ફેક્સઃ ૦૧૪૧-૨૫૭૦૭૫૩
ન
PRAYHERR NYHETER NYSYNYSYMYSYMYYYYYYNYX.
કરી
ઃ સર્વાધિકાર સુરક્ષિત
સંસ્કરણ
: ૨૦૧૦ (આચાર્ય હસ્તી જન્મ શતાબ્દી)
છેજો કે
નકલ
: ૨૧૦૦
મૂલ્ય
: ૨.75/
રામ રામ રામ
રામ રામ રામ કરી ના ફ
જ જોઇ
શક કામ કરતા જ હ
: સસ્તું પુસ્તક ભંડાર
ભટ્ટીની બારીમાં, ગાંધી રોડ પુલ નીચે, અમદાવાદ-૧
ફોનઃ ૦૭૯-૨૨૧૧૦૦૬૨, ૨૨૧૪૭૧૦૧ ) ALACALAUREUREUX22DURURUAR
fમ રામ રામ
કક ના કાળા
Page #4
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
( અનુક્રમણિકા) કમ વિષય- શીર્ષક
પાના ૧. પ્રકાશકીય - ઐતિહાસિક કાર્ય ૨. સંપાદકીય- નવા તથ્ય, નવા આલોક ૩. બે શબ્દઃ અથક પરિશ્રમની ફળશ્રુતિ ૪. મૂલ્યાંકનઃ નિષ્પક્ષ ઈતિહાસ લેખન ૫. સિંહાવલોકન ઈતિહાસની ધારાઓ ૬. ભટ્ટારકપરંપરા ૭. માપનીય પરંપરા ૮. કેટલાક મુખ્ય સહયોગી રાજવંશ
(ગંગ, કદંબ, રાષ્ટ્રકૂટ અને હોયસલ) ૯. સમન્વય અને આચાર , ૧૦. વિ.નિ.સં. ૧૦૦૦ થી ઉત્તરવર્તી કાળની આચાર્ય પરંપરા ૧૧. આચાર્યજીવન પરિચય
(આચાર્ય હારિલ, ભદ્રબાહુ, મલ્લવાદી, સમંતભદ્ર વગેરે) Sી ૧૨. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને અન્ય આચાર્ય B ૧૩. થારપદ્ર ગુચ્છ અને અન્ય આચાર્ય છે. ૧૪. દક્ષિણમાં જૈનધર્મ પર સંકટ ૧૫. ૩૫મા થી ૩૮'મા પટ્ટધર અને હર્ષવર્ધન ૧૬. આચાર્ય હરિભદ્રસૂરિ અને અન્ય આચાર્ય ૧૭. જૈનધર્મ ઉપર બીજું દેશવ્યાપી સંકટ ૩ ૧૮. કેટલાક પ્રમુખ આચાર્ય અને રાજા
(આચાર્ય શીલગુણસૂરિઃ બપ્પભટ્ટી વગેરે).
(રાજા વનરાજ ચાવડા, આમરાજ, યશોવર્મન, લલિતાદિત્ય વગેરે) દર ૧૯. ૩૯ થી ૪ર'મા પટ્ટધર અને તેમનો કાળ jી (માઢરસંભૂતિ, ઉદ્યોતનસૂરિ, જિનસેન વગેરે) ૩ ૨૦.૪૩મા અને ૪૪'મા પટ્ટધર અને તેમનો કાળ
(અમોઘવર્ષ, શીલાંકાચાર્ય, સાંડેરગચ્છ, હથંડીગચ્છ વગેરે) છે. ર૧. ૪૫ મા થી ૪૭મા પટ્ટધર અને તેમનો કાળ
(રાજગચ્છ, બડગચ્છ, આચાર્ય સિદ્ધર્ષિ વગેરે) B ૨૨. ૪૮'મા અને ૪૯મા પટ્ટધરનો કાળ હ (મહેન્દ્રસૂરિ, કવિધનપાલ, સૂરાચાર્ય, સોલંકી રાજવંશ વગેરે) ની ૨૩. ઉપસંહાર ટિ ૨૪. સંદર્ભગ્રંથસૂચિ
૨૭૫ PIRERERURURURAWYERERERURUXO
(URપૃષ્ઠBUSBછછછછછછછછછછ
૧O
૧૦
૧૧૯
૧૨
૧૩
૧
Rી.
કર
૨૬૯
જ રીતે કામ ન
નક પરામર રાજા માન- જાજી હવાના પ્રશ્ન ન
જ કરતા જણાવ્યા પ્રમાણમાં છે. કારણ રાજા
બહાર પાડવામાં આવી જ
વા રવાના કરાર
માં આવતા હતા
રાક કે કાકા અપ ના # દર
જ .
જો
,
આ કામ કરી રહી હોવાના
કકડ,
ના તમામ માનતા
હતા.
કારણ છે કે
જ
તે
દાદ
કડક
:
Page #5
--------------------------------------------------------------------------
________________
ARARAYAYAYAYAYAYAYAYA
બે શબ્દ
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ'ના એકથી ચાર ભાગના ગુજરાતી અનુવાદ પ્રકાશનનો આ પ્રસંગ જૈન સાહિત્યના ઇતિહાસનો અપૂર્વ અવસર છે. સમ્યજ્ઞાન પ્રચારક મંડળ - જયપુર દ્વારા હિન્દીમાંથી ગુજરાતી અનુવાદનો પ્રકલ્પ હાથ ધરાયો એ ગુજરાતી જૈનસમાજ માટે શાશ્વતમૂલ્ય ધરાવતો નિર્ણય હતો. વર્તમાન આચાર્ય પ. પૂ. ૧૦૦૮ શ્રી હીરાચંદ્રજી મહારાજસાહેબ આદિ સંતોની અવિરત અમીદૃષ્ટિનું જ આ પરિણામ છે કે પૂજ્ય આચાર્યશ્રી તથા સભ્યજ્ઞાન પ્રચારક મંડળના સંપાદક મંડળે આ મૂલ્યવાન ઇતિહાસ ગ્રંથોના ગુજરાતી સંક્ષિપ્ત સંસ્કરણની જવાબદારી અમને સોંપી. જૈનશાસનની સેવાના આ સાહિત્યયજ્ઞમાં જોડાવાનું અમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું એ અમારા જીવનનું નોંધપાત્ર પ્રકરણ છે. દેવ-ગુરુ-ધર્મની કૃપા વગર ચિરકાલીન મૂલ્ય ધરાવતાં કાર્યોમાં સહભાગી થવાનું શક્ય બનતું નથી.
પ્રસ્તુત ગુજરાતી ગ્રંથ પ્રાગટ્ય પર્વે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અનુવાદકાર્ય કે પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ કે દોષ રહી ગયો હોય તો તે અમારો છે. સહૃદય અભ્યાસુ ભાવકો, શ્રાવકો અમારી ક્ષતિ તરફ ધ્યાન દોરશે તો અમને ગમશે. વિરલ જ્ઞાનયાત્રાના સહયાત્રી બનવાનું સહુને ભાવપૂર્વક નિમંત્રણ છે.
આપના કરકમળમાં ભાગ-૩ નું સંક્ષિપ્ત સંસ્કરણ છે. વિશેષ અભ્યાસ કરવા ઇચ્છતા ભાવકે મૂળ ઇતિહાસ ગ્રંથો વાંચવા અમારો વિનમ્ર અનુરોધ છે.
પ્રાતઃ સ્મરણ, પ. પૂ. ૧૦૦૮ આચાર્યશ્રી હીરાચંદ્રજી મહારાજ સાહેબ આદિ સંતોની અભિવંદના સાથે સમ્યજ્ઞાન પ્રચારક મંડળના વરિષ્ઠોનો આભાર માની વિરમું છું.
આભાર
પાલડી, અમદાવાદ
તા. ૨૮-૧-૨૦૧૨,
મહા સુદ-૫ (વસંત પંચમી)
PERERERS AEREAYAYAIYAYAYAYAYAYAYAYA”
- પદમચંદ જવાહરલાલ કોઠારી
- ચેનરાજ જવાહરલાલ કોઠારી
Page #6
--------------------------------------------------------------------------
________________
SAVRSAVASOLBUR888888888888888888
ઇતિહાસપુરુષ આચાર્યશ્રી હસ્તીમલજી.
- પી. શિખરમલ સુરાણા છે ૧. માત્ર દસ વર્ષની કિશોરવયમાં બાળક હસ્તીએ આ અસાર છે
સંસારને છોડી મુનિજીવન અપનાવી લીધું. સાડા પંદર છે વર્ષની કિશોરવયમાં એટલી યોગ્યતા અને વિદ્વત્તા અર્જિત કરી લીધી હતી કે સંઘના આચાર્યના રૂપમાં એમનું શું મનોનયન કરી લેવામાં આવ્યું. જૈન ઇતિહાસમાં તેઓ સંભવતઃ સૌથી નાની વયના આચાર્યના રૂપમાં મનોનીત છે મુનિ બની ગયા, અને માત્ર ઓગણીસ વર્ષની તરુણ વયમાં તેઓ સંઘના આચાર્ય બની ગયા. આચાર્ય બન્યા પછી એમણે એકસઠ વર્ષો સુધી આખા દેશમાં પગપાળા વિહાર કર્યો. પોતાની વિહાર-યાત્રાઓમાં છે. એમણે પાંચ મહાવ્રતો અને કઠોર જેન શ્રમણાચારનું પૂર્ણ
પાલન કર્યું. ૩. એકસઠ (૬૧) વર્ષો સુધી પ્રતિદિવસ પોતાના પ્રભાવશાળી છે
ઉપદેશોના માધ્યમથી એમણે જન-જનને માનવતાનો સાચો છે
પાઠ ભણાવ્યો અને દુર્લભ માનવજીવનની મહત્તા સમજાવી. ૪. એમની મંગળ પ્રેરણાથી એમના સાનિધ્યમાં પંચ્યાસી (૮૫) | મુમુક્ષુઓએ દીક્ષા લીધી. દીક્ષિત સાધુ-સાધ્વીઓએ - સ્વ અને પરનું કલ્યાણ કર્યું અને કરી રહ્યા છે. િ૫. જૈનશાસ્ત્રો અને અન્ય વિષયો ઉપર એમણે સરળ (સટિક) $
વ્યાખ્યાઓ (વિવેચનાઓ) લખી. તણાવ અને અજ્ઞાન નિવારણ માટે એમણે જન-જનને, પ્રતિદિન સામાયિક ને સ્વાધ્યાય કરવાની પુનિત પ્રેરણા આપી. આ રીતે “સામાયિક-સ્વાધ્યાયના પ્રખર પ્રચારકના જ
રૂપમાં એમણે પ્રચુર ખ્યાતિ અર્જિત કરી. SAERBAEREREREBY V PRACALAURERLE8*
SEPERUBBEREDGBUBURBEREDDE:8888BEBERUBBEREBUBERGRES
S88888888888888888888888888888888888888888888888888888
Page #7
--------------------------------------------------------------------------
________________
BRUARA!ARA!ASAPALARACALAURERSAL
અનેક સ્થાનો પર એમણે સમાજમાં કેટલાયે પ્રકારના મા ઝગડાઓને કાયમ માટે સમાપ્ત કરાવી દીધા અને પ્રેમ છે
તેમજ ભાઈચારા(સૌહાદ)ની પુનઃ સ્થાપના કરાવી. ૮. અનેક એવા અવસર આવ્યા, જ્યારે એમણે સ્વયંનું જીવન
સંકટમાં નાખીને અન્ય પ્રાણીઓના જીવનની રક્ષા કરી. ૯. ભારતીય રક્ષાવિજ્ઞાનના જનક પદ્મવિભૂષણ ડૉ. દૌલતસિંહ
કોઠારી લખે છે - * પ્રાણીમાત્રનું કલ્યાણ ઈચ્છનારા તેઓ એક લોકપ્રિય
અને વિદ્વાન જૈનસંત હતા. જ જ્યારે તેઓ મૌન-સાધનામાં હતા, ત્યારે પણ એમના- $
માંથી પ્રફુટિત થનારી સકારાત્મક ઊર્જા મારા હૃદય સુધી પહોંચી ગઈ. એમના દ્વારા ચાર ભાગોમાં લિખિત જૈન ધર્મનો ફી મૌલિક ઈતિહાસ એક અત્યંત મહત્ત્વપૂર્ણ, મૂલ્યવાન
અને પ્રેરક અવદાન છે. Sી ૧૦. પ્રખ્યાત વિધિવેત્તા અને રાજનયિક ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ
લખ્યું છે : “મારા જીવનના દરેક પડાવ ઉપર આચાર્ય શ્રી
હસ્તમલજીએ મને અનુપ્રેરિત કર્યો.” ૧૧. આર. બી. આઈ.ના પૂર્વ ડેપ્યુટી ગવર્નર, સમાજસેવી,
પદ્મભૂષણ શ્રી દેવેન્દ્રરાજ મહેતા લખે છે : “ઈમાનદાર, નીતિપૂર્ણ અને સાદગીમય જીવન તથા બીજાની નિઃસ્વાર્થી સેવાની પ્રેરણાઓ, મને આચાર્ય હસ્તીમલજી પાસેથી જ
પ્રાપ્ત થઈ.” દિ ૧૨. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી આર. એમ. લોઢાના જ
પિતા ન્યાયાધિપતિ શ્રીકૃષ્ણમલ લોઢાના અનુસાર -
આચાર્ય હસ્તીમલજી જે કંઈ પણ કહેતા હતા, તે સાચું છે
થઈ જતું હતું. SAERBA 8888 8888 VDWROPEABA CRE88%
888888888888 88888BBBBBBBBBBBBBBBBBB8BREBEBUB88888
$38 BREASB888888888888888888888888888888888888888888
Page #8
--------------------------------------------------------------------------
________________
888
B
• એમને ભાવિ(ભવિષ્યનો)નો પૂર્વાભાસ થઈ જતો હતો. આ અતીન્દ્રિય જ્ઞાનના આધારે તેઓ એમના ભક્તોનું માર્ગદર્શન અને સંરક્ષણ કરતા હતા. મારા પરિવાર ઉપર પણ એમની અસીમ કૃપા રહી.
* એમના આશીર્વાદ ઘણા મંગળકારી રહેતા હતા. એમના આશીર્વાદથી તણાવ દૂર થઈ જતો અને અસીમ શાંતિનો અનુભવ થતો હતો.
૧૩. જોધપુર વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ, સાહિત્યકાર, પ્રોફેસર કલ્યાણમલ લોઢાએ લખ્યું છે : “તેઓ સ્વયં વીતરાગી ભગવાન તુલ્ય હતા.”
૧૪. રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપડા કહે છે કે - “તેમને નિત્ય સામાયિક-સ્વાધ્યાયની પ્રેરણા આચાર્ય હસ્તીમલજી પાસેથી મળી.’
૧૫. આર. એસ. ધૂમટ (આઈ. એ. એસ.) કહે છે : “મારા જીવનના રૂપાંતરણ(પરિવર્તન)માં આચાર્ય હસ્તીમલજીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.’
૧૬. ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીજીની જેમ એમણે પણ લોકોને અનુપ્રેરિત કર્યા કે - પોતાની જાતને ધનના માલિક નહિ, ન્યાસી સમજવા જોઈએ. એમની પ્રેરણાથી અનેક વ્યક્તિઓએ પોતાની અર્જિત સંપત્તિને પરમાર્થનાં કાર્યોમાં લગાવી દીધી. એમના અનેક અનુયાયી આજે પણ નિર્લિપ્ત-અનાસક્તજીવન જીવે છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી મોફતરાજ મુણોત જેવી અનેક સફળ અને સમૃદ્ધ વ્યક્તિ એના જીવંત ઉદાહરણ છે.
૧૭. (૧) એક્યાશી (૮૧) વર્ષો સુધી નિર્દોષ જીવન જીવવા ઉપરાંત એમને લાગ્યું કે એમનો અંતિમ સમય નજીક છે. એવું જાણી, નિમાજ (પાલી-રાજસ્થાન) ગામમાં એમણે ABKAVI
888
Page #9
--------------------------------------------------------------------------
________________
BB8B8B8B8B8B8BBBBBBB8B8B8B43B8BBBBBBBBBB8B8B88B8888888
88888888888888888888888888888888
પોતાના જીવનનાં સમસ્ત જ્ઞાત-અજ્ઞાત પાપોની આ આલોચના કરી તથા પ્રાણીમાત્રની ક્ષમાયાચના કરી કરી સંથારો ગ્રહણ કરી લીધો. અન્ન, જળ, દવા, ચિકિત્સા આદિનો પૂર્ણ પરિત્યાગ કરીને તેઓ આત્મધ્યાનમાં ફી લીન થઈ ગયા. સંથારાકાળમાં અગણિત લોકોએ આ
એમનાં દર્શન કરીને પોતાની જાતને ધન્ય માની. . (૨) સંથારાકાળમાં નિમાજ ગામના સેંકડો મુસ્લિમ એમનાં
દર્શનાર્થે આવ્યા અને સંકલ્પ કર્યો કે - “એમના સંથારાનાજી ચાલવા સુધી ન તો તેઓ પશુવધ કરશે કે ન માંસાહાર છે
કરશે.' એમણે એ સંકલ્પને પૂરો પાળ્યો. (૩) તેર દિવસીય ઐતિહાસિક તપ-સંથારા પછી એમણે છે
પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી મહાપ્રયાણ કર્યું. (૪) એક લાખથી વધુ લોકો એમની અંતિમયાત્રામાં છે
સંમિલિત થયા, જેમાંથી લગભગ અડધી સંખ્યામાં જૈનેતર સમુદાયના લોકોની હતી, અને એમાં પણ કી
હજારોની સંખ્યામાં મુસ્લિમ હતા. (૫) એમની અંતિમયાત્રાના સંબંધમાં આ તથ્યોનો ઉલ્લેખ
ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપડા અને સેબીના પૂર્વ
અધ્યક્ષ શ્રી ડી. આર. મહેતાએ પણ કર્યો છે. હું ૧૮. આવા અસાધારણ, અદ્ભુત વ્યક્તિત્વના ધણી, યુગમનીષી છે
મહાન સંત આચાર્યશ્રી હસ્તીમલજી (ઈ.સ. ૧૯૧૧૧૯૯૧)ની જન્મ શતાબ્દીના પુનિત અવસરે એમને આ કોટિ-કોટિ વંદન.
અધ્યક્ષઃ સમ્યજ્ઞાન પ્રચારક મંડળી (પાંચમી એપ્રિલ - ૨૦૧૦ના રોજ ચેન્નઈમાં આયોજિત છે આચાર્ય હસ્તી જન્મશતાબ્દી કરુણારત્ન એવોર્ડ સમારોહમાં જ અંગ્રેજીમાં પ્રસ્તુત પરિચયનું હિંદીમાંથી ગુજરાતી અનુવાદ.) SA LALA LA LA CASA VIII BACA LA CASA CASA
88888888888888888888888888888888888888888888888888889803)
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય ઐતિહાસિક કાર્યનું સર્વોપયોગી સંસ્કરણ
યુગપુરુષ આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા.એ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ’ ચાર ભાગોમાં લખીને ઐતિહાસિક દૃષ્ટિથી મહાન કાર્ય કર્યું છે. તેઓના આ ઉપકારને સમાજ કદી ભૂલી નહિ શકે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ' ગ્રંથમાળાના આ ત્રીજા ભાગને, સુવિશ અને સહૃદય વાચકોનાં કરકમળોમાં પ્રસ્તુત કરતા અમોને પરમ સંતોષ અને ગૌરવનો અનુભવ થઈ રહ્યો છે. આ ભાગમાં વી. નિ. સં. ૧૦૦૦ થી વી. નિ. સં. ૧૪૭૫ સુધીના કાળનો ઇતિહાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ ભાગમાં દિગંબરસંઘના ભટ્ટારક પરંપરાનો ઉદ્ભવકાળ, એના ઉદ્ભવની રોમાંચક વાર્તા (કહાણી) અને આ પરંપરાના વિકાસ પર પ્રકાશ પાડતા જૈન જગતની સમક્ષ તે મહત્ત્વપૂર્ણ તથ્યોને પ્રસ્તુત કરવામાં આવેલ છે, જેનાથી જૈનસમાજના બધા સંઘ તેમજ તે સંઘોના વિદ્વાન અને શોધકર્તા સુધ્ધાં બિલકુલ અજાણ (નિતાંત અનભિજ્ઞ) હતા.
આ ત્રીજા ભાગના આલેખનનું કાર્ય શરૂ કરતાં પહેલાં અમે સર્વ પ્રથમ ‘મથુરા’ના સંગ્રહાલયથી આ વિષયને સંબંધિત સામગ્રી ભેગી કરવાનો પ્રયાસ કર્યો. ત્યાંથી યથેષ્ટ ઉપયોગી સામગ્રી મળી આવી. જેનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ આ ગ્રંથની રચનામાં કરવામાં આવ્યો છે.
ત્યાર પછી રાજસ્થાનના અનેક ગ્રંથાલયો અને જ્ઞાનભંડારોમાંથી સામગ્રી એકત્રિત કરવામાં આવી. આમાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ સામગ્રી લબ્ધ-પ્રતિષ્ઠિત ઇતિહાસકાર (ઇતિહાસજ્ઞ) પંન્યાસ શ્રી કલ્યાણ વિજયજીના જાલોરનગરના જ્ઞાન ભંડારમાંથી, અમોને પ્રાપ્ત થઈ, જ્યાં અમારા વિદ્વાન સંપાદક શ્રી રાઠૌડે સ્વયં ઘણા સમય સુધી અહર્નિશ અથાગ પરિશ્રમ કરીને ઐતિહાસિક સામગ્રીનું આલેખનરૂપી સંકલન કર્યું.
આ શોધકાળમાં પંન્યાસજીના સંગ્રહમાં તિત્થોગાલિ પઈશય' નામના ગ્રંથની એક અતિ પ્રાચીન હસ્તલિખિત પ્રત મળી. આ ગ્રંથ ધાર્મિક તેમજ ઐતિહાસિક બંને દૃષ્ટિથી અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ગ્રંથની ગાથાઓનું સંશોધન, પુનઃ આલેખન, સંસ્કૃત છાયા, હિન્દી અનુવાદ અને તેનાં કેટલાંક નિગૂઢ સ્થળો પર સંપાદકીય ટિપ્પણી આપવી વગેરેનું કાર્ય શ્રી રાઠોડે આચાર્યશ્રી હસ્તીમલજી મ.સા. કે જે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) FFFFFF૭૭૭૭૭-૧
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત, સંસ્કૃત અને જૈન ઇતિહાસના ધુરંધર વિદ્વાન હતા, તેમના કપાપૂર્ણ કુશળ નિર્દેશનમાં પ્રારંભ કરીને નિર્વિઘ્ન સંપન્ન (પૂર્ણ) કર્યું.
આ ગ્રંથના અતિરિક્ત, મહાનિશીથ', “સન્દ્રોહ દોહાવલી', “સંઘ પટ્ટક, “આગમ અષ્ટોત્તરી” અને “સંઘ પટ્ટકની ભૂમિકા' આદિ મહત્ત્વપૂર્ણ ગ્રંથોમાંથી પણ ઉપયોગી ઐતિહાસિક સામગ્રી અમને મળી. આ ગ્રંથોમાં નિબદ્ધ ઉલ્લેખોથી સ્પષ્ટ જાણવા મળ્યું કે - “કઈ રીતે ભ. મહાવીરના ધર્મસંઘમાં અને તેની મૂળ શ્રમણ પરંપરામાં વિકૃતિઓએ ઘર કર્યું અને કાળાન્તરે તે વિકૃતિજન્ય પરંપરાઓએ શું-શું કર્યું?” આ ઉલ્લેખોથી એ પણ જાણવા મળ્યું કે - “કેવા પ્રકારે સમય-સમય પર એ વિકૃતિજન્ય પરંપરાઓનો સશક્ત વિરોધ થયો. અનેક મહાન આચાર્યોએ પણ તે વિકૃતિજન્ય પરંપરાઓના કાર્યકલાપોથી ક્ષુબ્ધ થઈને પોતાના ભાવોને તીવ્ર અભિવ્યક્તિ આપી.” નવાંગી વૃતિકાર આચાર્ય અભયદેવસૂરિએ તે વિકતિજન્ય પરંપરાઓના વિરોધમાં પોતાના સ્વરને જે રૂપમાં કડક શબ્દોમાં વિરોધ કર્યો, પ્રસંગવશ અહીં તેનો ઉલ્લેખ કરવાનો લોભ અમે રોકી શકતા નથી -
દેવઢિ ખમાસમણજા પરંપર ભાવ વિયાણમિ. સિઢિલાયારે ઠવિયા દબૂ પરંપરા બહુહા !”
અર્થાત્ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પર્યત ભાવ પરંપરા પ્રચલિત રહી હતી. આ હું જાણું છું. તેઓના પછી પ્રભુ મહાવીરના ધર્મસંઘમાં શિથિલાચારીઓએ અનેક દ્રવ્ય પરંપરાઓ સ્થાપિત કરી દીધી.
અભયદેવ જેવા મહાન પ્રભાવક આચાર્ય દ્વારા અભિવ્યક્ત તેઓની આ અંતરવ્યથા, તે કાળની સ્થિતિ પર પ્રકાશ પડે છે. તે અંતરવ્યથાને પ્રગટ કરનારા મહત્ત્વપૂર્ણ જિનશાસન પ્રભાવકોની કડીમાં લોંકાશાહનું નામ વિશ્વમાં વિખ્યાત છે.
આ દ્રવ્ય પરંપરાઓના પ્રભાવ અને તેનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ ભારતવર્ષ રહ્યું છે. પણ તેઓનું મુખ્ય કાર્યક્ષેત્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ માનવામાં આવેલ છે, કારણ કે આ શોધકાર્ય પણ ખાસ કરીને (મુખ્ય રીતે) ઉત્તર ભારત સુધી જ સીમિત રહ્યું.
દક્ષિણ ભારતમાં શું સ્થિતિ રહી? આ સંબંધમાં તપાસ કરતા જાણવા મળ્યું કે દક્ષિણ વિભાગ તો ઉત્તર વિભાગથી પણ ઘણા અર્થોમાં કંઈ અધિક જૈન ધર્મનું હજારો વર્ષો સુધી એક પ્રમુખ ને ગૌરવશાળી કેન્દ્ર રહ્યું હતું. - ઈ.સ. ૧૯૮૦માં આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા.નું ચાતુર્માસ મદ્રાસ(ચેન્નઈ)માં થયું. આ સમય દરમિયાન તેઓના કુશળ માર્ગદર્શનમાં | ૨ 9396969696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #12
--------------------------------------------------------------------------
________________
સંશોધનકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સંદર્ભમાં ગવર્મેન્ટ ઓરિએન્ટલ મેન્યુક્રિસ લાઇબ્રેરી (મદ્રાસ વિશ્વવિધ્યાલય)માં શોધ કરતા ઘણી મોટી મહત્ત્વપૂર્ણ તેમજ આશાપૂર્ણ સામગ્રી પ્રાપ્ત થઈ. કન્નમરા ગવર્મેન્ટ લાઇબ્રેરી ઈમ્પોર(મદ્રાસ)માંથી પણ જૈન ધર્મના ઇતિહાસ સંબંધી જર્નલ્સ એપિગ્રાફિકાજ (શિલાલેખ, તામ્રપત્ર-લેખ ઇત્યાદિ) અને એન્ટીક્વીટીજ (પુરાતન વસ્તુસામગ્રી) વગેરે રૂપમાં હજારો પાનાંની ઐતિહાસિક સામગ્રીનું સંકલન કરવામાં આવ્યું. જે આગળ જતાં આ ગ્રંથોના આલેખનમાં ખૂબ જ ઉપયોગી સિદ્ધ થયું. “શ્રમણ સંહાર ચરિતમ' વગેરે મધ્યયુગીન શૈવકૃતિઓની, ફોટોકોપીઓ (ઝેરોક્ષ કોપીઝ) પણ લેવામાં આવી.
આટલી સામગ્રી પ્રાપ્ત થઈ હોવા છતાં પણ કેટલીય શતાબ્દીઓ પૂર્વ વિલુપ્ત થયેલ “યાપનીય પરંપરા સંબંધની સામગ્રીનો અભાવ સાલવા લાગ્યો. એવું માનવામાં આવે છે કે – “શ્વેતાંબર અને દિગંબર, બંને પરંપરાઓ વચ્ચે પાપનીય પરંપરા એક અત્યંત મહત્ત્વપૂર્ણ કડી જેવી હતી. આ કારણે શરૂઆતથી જ અમારું ધ્યેય યાપનીય પરંપરા સંબંધમાં યથાશક્ય ખૂબ બધી સામગ્રીને એકત્રિત કરવાનું હતું.'
આચાર્યશ્રીનું ઈ.સ. ૧૯૮૧નું ચાતુર્માસ રાયચૂરમાં થયું. ત્યાંના ધારવાડ, શ્રવણબેલગોલા, મૂડબિદ્રી, કારકલ, મૈસૂર વગેરેમાં જૈનવિદ્યાના પ્રાચીન કેન્દ્ર સમજવામાં આવેલ વિશ્વવિદ્યાલયોમાં અને ત્યાંના પ્રતિષ્ઠિત પુરાતત્ત્વજ્ઞાનીઓ અને ઇતિહાસના વિદ્વાનોના સંપર્કથી “યાપનીય પરંપરા' સંબંધમાં અમને જે જાણકારી (માહિતી) મળી, તેનાથી અમને પૂરો સંતોષ થયો નહિ, છતાં પણ જૈન ઇતિહાસની વિલુપ્તપ્રાય અને વિશૃંખલિત કડીઓને જોડવામાં અમને આ સામગ્રીથી પર્યાપ્ત (પૂરતી) સહાયતા મળી. અમારા ઈતિહાસ-લેખકોને એવું લાગ્યું કે - “થાપનીય પરંપરાના પ્રમુખ કેન્દ્ર કર્ણાટક પર વિદેશી આક્રમણ-કાળમાં, મુખ્ય રૂપથી મુગલોના (મોગલ) આક્રમણકાળ દરમિયાન યાપનીય પરંપરાનું જે વિપુલ સાહિત્ય હતું, તે મોટાભાગે નષ્ટ કરી નાખવામાં આવ્યું હતું.'
આ પ્રકારે સતત સખત મહેનત અને વ્યાપક અનુસંધાન ઉપરાંત ઈતિહાસનો આ ભાગ તૈયાર કરવામાં આવ્યો હતો. પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી હસ્તીમલજી મ.સા.ની અસીમ કૃપાથી સંક્ષિપ્તીકરણનું કાર્ય સંપન્ન થયું છે.
જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ'ના ચારે ભાગ લગભગ ૩૬૦૦ પૃષ્ઠના થાય છે. આ કારણે આને કેટલાંક સંત-સાધ્વી અથવા વિદ્વાનોને છોડીને જનસાધારણ લોકો વાંચવાની હિંમત પણ કરી શકતા નથી. આ તથ્યને ધ્યાનમાં રાખતાં ઇતિહાસના સંક્ષિપ્તીકરણનું કાર્ય શરૂ કરવામાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9969696969696969690 ૩ ]
Page #13
--------------------------------------------------------------------------
________________
આવ્યું. સરળ સંક્ષિપ્તીકરણ કરવાથી વિસ્તૃત વાચનારાઓ સુધી આ અનુપમ કૃતિ પહોંચશે તથા સામાન્ય વ્યક્તિ પણ જૈન ઇતિહાસથી પરિચિત થઈ શકશે. આ રીતે સંક્ષિપ્તીકરણથી લાખો જૈન-અજૈન, આબાલવૃદ્ધ તથા દરેક શ્રેણીના જિજ્ઞાસુઓને ફાયદો થશે. ગ્રંથનો આકાર નાનો થઈ જવાથી પાઠક અને પ્રવાસમાં પણ પોતાની સાથે રાખી શકે અને અવકાશ મળતા વાંચી પણ શકે છે. આ
ગ્રંથના આ તૃતીય ભાગના હિન્દી સંક્ષિપ્તીકરણનું કાર્ય સુરત નિવાસી તપસ્વી-શ્રાવક જયવંતભાઈ પી. શાહ, બી. ઈ. સિવિલ(નિવૃત્ત અધીક્ષક અભિયતા ગુજરાત સરકાર)ના અથાગ પરિશ્રમથી સંપન્ન થયું. સામાયિક-સ્વાધ્યાયના પ્રતિ અનન્ય નિષ્ઠા રાખનાર શ્રી શાહે સંક્ષિપ્તકરણના આ કાર્યમાં સામાયિક અને સ્વાધ્યાયને એકમેક કરી દીધાં. દરરોજ સામાયિક ગ્રહણ કરી ઇતિહાસના સંક્ષિપ્ત પાઠ લખી-લખી એમણે આ કાર્ય કર્યું. વરિષ્ઠ સ્વાધ્યાયી શ્રી શાહ સાધુ-સાધ્વીઓને જ્ઞાન-ધ્યાન પણ શીખવતાં હતાં. રાષ્ટ્રીય સ્તર પર આયોજિત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ - ખુલ્લી પુસ્તક પરીક્ષામાં તેઓ પ્રથમ પુરસ્કારથી સન્માનિત થયા. એમની આ શ્રુતસેવા માટે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
| વિશ્વવિદ્યાલય સ્વર્ણપદક વિજેતા તથા આચાર્ય હસ્તી સ્મૃતિ સન્માન(૨૦૦૬)થી વિભૂષિત સાહિત્યકાર ડૉ. દિલીપ ધીંગે હિન્દી સંક્ષિપ્ત સંસ્કરણનું સંપાદન કર્યું. ભૂપેન્દ્ર જૈને પેજ-સેટિંગ કર્યું. બધા સહયોગકર્તાઓ પ્રતિ આભાર.
ગુજરાતી અનુવાદનું કાર્ય શ્રી ચેનરાજ જવાહરલાલ કોઠારી અમદાવાદવાળાએ કરી આપેલ છે અને પ્રકાશન કરવામાં અ.ભા.શ્રી જૈન રત્ન હિતૈષી શ્રાવક સંઘના રાષ્ટ્રીય ઉ. પ્રમુખ શ્રી પદમચંદજી જે. કોઠારી તથા તેમના ભ્રાતાશ્રી ચેનરાજજી. જે. કોઠારી અમદાવાદવાળાઓએ પ્રુફ રીડીંગ શુદ્ધિકરણમાં જે સહયોગ કર્યો છે તે પ્રત્યે અમે હાર્દિક કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ.
સંક્ષિપ્તીકરણના આ કાર્યમાં એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે કે – “ભાષા, તથ્ય વગેરે કોઈ પણ પ્રકારની ત્રુટિ ના રહે. તેમ છતાં પણ જો ક્યાંય કોઈ ભૂલ થઈ હોય તો પ્રબુદ્ધ પાઠક અમને અવગત કરશો | કરાવશો; જેથી આગામી સંસ્કરણમાં સુધારો કરી શકાય.” પી. શિખરમલ સુરાણા સંપતરાજ ચૌધરી વિરદરાજ સુરાણા અધ્યક્ષ - કાયધ્યિક્ષ.
, મંત્રી. સમ્યગજ્ઞાન પ્રચારક મંડળ ૪ 2369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) |
Page #14
--------------------------------------------------------------------------
________________
.
સંપાદકીય..
(નવા તથ્ય, નવો આલોક) માનવમનની દુર્બળતા એ છે કે સહસા સહજમનથી સત્યનો સાક્ષાત્કાર કરવાથી કતરાય છે. શતાબ્દીઓથી રૂઢ બનેલી, બની ગયેલી માન્યતાઓને તે એકાએક છોડી નથી શકતો, પછી તે વિપથ પણ કેમ ન હોય! પૂર્વાભિનિવેશ અને વ્યામોહવશ વિપરીત માર્ગનો પરિત્યાગ કરવો સાધારણ વ્યક્તિ માટે અતિ દુષ્કર હોય છે. લાખોમાંથી કોઈ એકાદ વિરલો જ મહાપુરુષ મળે છે, જે સામાન્ય માણસને સાહસની સાથે સપથ પર વળાંક આપવાનો પ્રયાસ કરતો હોય છે. એ જ સ્થિતિ આપણને ઇતિહાસનાં પૃષ્ઠો પર પદ-પદ (પગે-પગે) પર જોવા મળે છે.
ઇતિહાસનાં એ જ પૃષ્ઠોને ઉજાગર કરવા અને પ્રભુ મહાવીર દ્વારા પ્રતિપાદિત આચાર પરંપરા પર પ્રકાશ પાડવાનો પ્રયાસ આ ઇતિહાસમાળામાં કરવામાં આવ્યો છે. આ કાર્ય આગમમર્મજ્ઞ, મૂર્ધન્ય ઇતિહાસવેત્તા આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા.ના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.
મનીષી સંતો, સાહસી આચાર્યો, સત્યાન્વેષીઓ અને પ્રભુ મહાવીરના શુદ્ધ શ્રમણાચારને પ્રતિપાદિત કરવાવાળા સુધારકોની આત્મકથાઓ (જીવન-ચરિત્ર)નું લેખન-સંપાદન આ ઇતિહાસમાળામાં કરવામાં આવ્યું છે. આ કાર્યમાં કટુતા, કદાગ્રહ, કટાક્ષ તથા કુત્સિત ભાવાભિવ્યંજનાથી કોસો દૂર રહીને સુધાસિક્ત, ભદ્રજનોચિત શાલીન ભાષામાં ભાવાભિવ્યક્તિ કરવામાં આવી છે.
જે-જે સમય જ્યાં-જ્યાં મૂર્તિ તથા મંદિર નિર્માણનાં વિવરણ પ્રાચીન ઐતિહાસિક સામગ્રીમાં ઉપલબ્ધ થયાં છે, એમનો ઉલ્લેખ ખુલ્લા મનથી યથાસ્થાન એકવાર નહિ, પરંતુ અનેકવાર અમે કર્યો છે. આ એ કાળનું સત્ય હતું, જે ઉજાગર કરવા અમે ક્યાંય અનુદારતા રાખી નથી. પણ તે સાથે પ્રસ્તુત ગ્રંથમાં આ મંદિરો તથા મૂર્તિઓ વગેરેનો સ્થાને-સ્થાને ઉલ્લેખ કરતી વખતે મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે - “એક સાધારણ છઘસ્થ (અપૂર્ણ જ્ઞાનવાળું) વડે આનો આ પ્રકારે ખુલ્લી રીતે ઉલ્લેખ કરવામાં આવે તો આજથી ૨૬૦૦ વર્ષ પહેલાં પ્રભુની વિચરણ ભૂમિ તથા વિહાર નગરીઓમાં જો વાસ્તવમાં મંદિરો તથા જિન-પ્રતિમાઓની જૈિન ધર્મનો મલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 999636969696969696969. પ ]
Page #15
--------------------------------------------------------------------------
________________
વિદ્યમાનતા હતી, તો એ બધીનો ઉલ્લેખ નિશ્ચિત રૂપથી સેંકડો વાર નહિ, પરંતુ હજારો વાર ગણધર પોતાની ‘એકાદશાંગી’માં અવશ્ય કરતા. પરંતુ સત્ય કાંઈક બીજું જ પ્રગટ થાય છે. એકાદશાંગીના કોઈ પણ અંગમાં પ્રભુની વિચરણ ભૂમિના કોઈ એક પણ નગરમાં જૈનમંદિરનો તથા એમના પ્રભુના શિષ્યો તથા ઉપાસકોમાંથી કોઈ એકનું પણ વંદનાર્થ તથા પૂજાર્થ જવાનો ક્યાંય કોઈ પણ ઉલ્લેખ થયો નથી.
ખરેખર ઇતિહાસ એક એવું દિવ્ય દર્પણ છે, જેમાં ધર્મ, સમાજ, રાષ્ટ્ર, સંસ્કૃતિ, જાતિ વગેરેનું અતીતકાળના વાસ્તવિક સ્વરૂપનું, આ બધાનાં અભ્યુદય, ઉત્થાન, પતન, પુનરુત્થાન વગેરેની પ્રક્રિયાઓ, કારણો વગેરેને પ્રત્યક્ષની જેમ જોઈ સમજી શકાય છે. ભૂતકાળની ભૂલોને સારી રીતે જોઈ, વિચારી અને સમજીને ભવિષ્યમાં ક્યારેય એ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન ન થાય એ પ્રકારે સુદૃઢ મનોબળ બનાવી શકાય છે. પ્રસ્તુત ગ્રંથમાં ઇતિહાસનું આ મૂળ લક્ષણ તદ્દન સ્પષ્ટ કરવા માટે યથાશક્ય પૂર્ણ પ્રયાસ કર્યા છે.
પ્રસ્તુત ‘જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ' નામક ગ્રંથમાળામાં ‘મૂલતો ભવં મૌલિકમ' આ અર્થને અનુરૂપ આગમોમાં પ્રતિપાદિત જૈન ધર્મના મૂળ સ્વરૂપને પ્રમુખ માનીને જૈન ધર્મનો ઇતિહાસ પ્રસ્તુત કરવામાં આવ્યો છે, એનું કારણ એ છે કે, આગમોતર ધર્મગ્રંથોમાં આ વિશે એકરૂપતાના દર્શન દુર્લભ છે.
આ એક નિર્વિવાદ તથ્ય છે કે - શ્વેતાંબર-દિગંબર-યાપનીય વિભેદની દૃષ્ટિથી ભગવાન મહાવીરના ધર્મસંઘનું સ્વરૂપ, તીર્થ પ્રવર્તન કાળથી લઈને વી. નિ. સં. ૬૦૯ સુધી અને ચૈત્યવાસી પરંપરાના વર્ચસ્વની દૃષ્ટિથી દેવર્ષિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણકાળ સુધી નિશ્ચિતરૂપેણ આ પ્રકારનું ન હતું. જે પ્રકારનું વર્તમાનકાળમાં દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. એ સમય ભગવાન મહાવીરનો ચતુર્વિધ ધર્મસંઘ એકરૂપતા અને એકતાના સુદૃઢ સૂત્રમાં બંધાયેલું હતું. દુર્ભાગ્યવશ આજે એ વિભિન્ન ઇકાઈઓમાં (ઘટક) વિભક્ત થઈ ગયેલ છે.’
શ્વેતાંબર-દિગંબર-યાપનીયના રૂપમાં વિભેદ પછી અને મુખ્યતઃ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણ પશ્ચાત્ તો, આ જ વિશૃંખલિત સ્થિતિ ચાલી આવી રહી છે. સર્વજ્ઞ-સર્વદેશી ભગવાન મહાવીરના વિશ્વ કલ્યાણકારી ધર્મસંઘની આ પ્રકારની સ્થિતિ પૂર્વાચાર્યો અને મનીષી જીજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
S
Page #16
--------------------------------------------------------------------------
________________
સંતોના મનમાં ખટકતી રહી. એમણે પોતાના ગરિમાપૂર્ણ આચાર્ય મુનિપદની જવાબદારીઓ અને કર્તવ્યોનું પાલન કરતાં રહી, સમયસમય પર જિન-પ્રણીત આગમાનુસારી ધર્મના સ્વરૂપને ચતુર્વિધ તીર્થ અને જન-જનની સમક્ષ મૂક્યા. લોકશાહથી લગભગ ૧૫૦ વર્ષ પૂર્વે દિગંબર પરંપરાના માથુરસંઘના સ્થાપક આચાર્ય રામસેણે (વિ. સં. ૯૫૩) પ્રતિમાની પૂજા-અર્ચનાને સમ્યકત્વ-પ્રકૃતિની વિરુદ્ધ બતાવ્યું.
મહાન ધર્ણોદ્ધારક લોંકાશાહથી લગભગ ૨૦૦ વર્ષ પૂર્વ જૈન પ્રતિમાઓની દ્રવ્ય-પૂજામાં કતિપય એવા સુધારા કરવામાં આવ્યા, જેને એ સમયના દેશવ્યાપી વાતાવરણને ધ્યાનમાં રાખી ક્રાંતિકારી સુધારાની સંજ્ઞા આપી શકાય છે. એ ક્રાંતિકારી સુધારાઓની ઘોષણા અનેક આચાર્યોના હસ્તાક્ષરોથી અંકિત, અનુમોદિત તથા અનેક ગણમાન્ય શ્રાવક પ્રમુખો દ્વારા સાક્ષીકૃત એક સંઘાદેશથી કરવામાં આવી. - વર્ધમાનસૂરિ પ્રથમતઃ ચૈત્યવાસી પરંપરામાં દીક્ષિત થયા હતા. એમણે
જ્યારે નિર્ગથ-પ્રવચન પર ચિંતન-મનન કર્યું, તો એમના અંતઃસ્તલમાં જૈન ધર્મના શાસ્ત્રસંમત સાચા સ્વરૂપની એક ઝલક પ્રગટ થઈ. એમના ચૈત્યવાસી ગુરુએ એમને ઉપાધ્યાયપદ પર અધિષ્ઠિત કરી ચૈત્યવાસી પરંપરામાં જ બની રહેવાનું પ્રલોભન આપ્યું. એમના સમયમાં પણ ચૂર્ણિઓ, નિયુક્તિઓ, ભાષ્ય, વૃત્તિઓ વગેરે વિદ્યમાન હતી. તે બધી એમને સત્પંથ તરફ આગળ વધવાથી ન રોકી શકી. - વર્ધમાનસૂરિ એ અરણ્યચારી-વનવાસી પરંપરાના આચાર્ય ઉદ્યોતનસૂરિની પાસે ઉપસંપદા(શાસ્ત્રસંમત વિશુદ્ધ શ્રમણધર્મની દીક્ષા) ગ્રહણ કરી એમની પાસેથી ગણિપિટકનું, નિગ્રંથ પ્રવચનનું તલસ્પર્શી અધ્યયન કર્યું. વર્ધમાનસૂરિની વિદ્યમાનતામાં એમના શિષ્ય જિનેશ્વરસૂરિનો ગુર્જરેશ વલ્લભરાજની અણહિલપુર (પટ્ટણ)ની રાજસભામાં ચૈત્યવાસીઓ જોડે શાસ્ત્રાર્થ થયો. એ શાસ્ત્રાર્થમાં પ્રમાણરૂપમાં ચૈત્યવાસી આચાર્યો વડે નિગ્રંથ પ્રવચનના સ્થાન પર અન્ય શાસ્ત્ર પ્રસ્તુત કરવામાં આવ્યા, તો જિનેશ્વરસૂરિએ એમને અસ્વીકારી દીધાં.
મહાન ધર્ણોદ્ધારક લોંકાશાહે પણ આ બધી વિકૃતિઓ પર વિચાર કરી જૈન ધર્મની આ પ્રકારની ધૂમિલ છબી પર દુઃખ પ્રગટ કરતા કહ્યું હતું કે - “કરુણાસિંધુ શ્રમણ ભગવાન મહાવીરે નિખિલ(સમસ્ત) જગતનાં પ્રાણીઓના હિત માટે વિશ્વધર્મ - જૈન ધર્મનું જ સ્વરૂપ ચતુર્વિધજિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩) 0990990999999 0 ]
Page #17
--------------------------------------------------------------------------
________________
તીર્થના આચાર-વિચાર-વ્યવહારનું બતાવ્યું હતું, તે આ પ્રકારના ન હતા, જે પ્રકારના આજે ચારેય તરફ દષ્ટિગોચર થઈ રહી છે. વિશ્વબંધુ વીર જિનેશ્વરે તો પ્રાણીમાત્રના પ્રાણોની રક્ષા-દયાને જ ધર્મનો પ્રાણ બતાવ્યો.” “આચારાંગ સૂત્ર'ના પ્રથમ શ્રુતસ્કંધના બીજા ઉદ્દેશક અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતાના જીવન, માન-સન્માન વગેરે માટે, જન્મ-મરણથી મુક્તિ પામવા માટે અથવા દુઃખોથી છુટકારો મેળવવા માટે આ ષજીવ નિકાયનો આરંભ-સમારંભ કરે છે, કરાવે છે અને કરવાવાળાને ભલા સમજવામાં આવે છે, તો તે એના માટે ઘોર અનર્થકારી છે. તે એને અબોધિના સઘન તિમિરમાં નાખવા માટે છે.
લગભગ ૧૫૦ વર્ષ પહેલા લોંકાશાહે કહ્યું હતું : “ભગવતીસૂત્ર'માં ગણધરો દ્વારા પ્રભુ મહાવીરને પુછાઈ ગયેલા ૩૬૦૦૦ પ્રશ્નો અને પ્રભુ દ્વારા અપાયેલા એ પ્રશ્નોના ઉત્તર (જવાબ) ઉપલબ્ધ છે, જેમાંથી એક પણ પ્રશ્નોત્તર એવો નથી કે જે મૂર્તિ/મંદિરનિર્માણ તથા મૂર્તિપૂજાથી થવાવાળા “ફળ' પ્રકાશમાં લાવતો હોય.”
લોકાશાહે સત્યનો શંખનાદ ફેંકતા કહ્યું હતું કે - “આ નિર્યુક્તિઓ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુની કૃતિઓ નથી.” ચૂર્ણિઓ, ભાષ્યો, ટીકાઓ (વૃત્તિઓ) વગેરેનું અધ્યયન કરી એમણે અનેક અશાસ્ત્રીય ઉલ્લેખોનો અંબાર (ઢગલો) જૈનજગતની સમક્ષ મૂકતા અતિ વિનમ્ર શિષ્ટ ભાષામાં આવું કહ્યું હતું કે - “શું મૂળ-આગમોને પ્રતિકૂળ વાતો કોઈ સત્યાન્વેષી સાચા જૈન માટે માન્ય હોઈ શકે છે ? જે ચતુર (સમજદાર) છે તે વિચાર કરે.”.
આ સત્ય તથ્યના ઉદ્ઘાટન પર જ્યાં એક તરફ સત્યાન્વેષીઓએ લોંકાશાહની સરાહના કરી, તો બીજી તરફ પૂર્વગ્રહથી અને સાંપ્રદાયિક અભિનિવેશથી અભિભૂત લોકોએ એમને પેટભરી ગાળો પણ આપી. પણ સ્થિતપ્રજ્ઞ લોંકાશાહ ન તો સરાહનાથી તુષ્ટ થયા અને ના અસહિષ્ણુ આલોચકોની નિંદાથી નાખુશ. એ તો શતાબ્દીઓથી મંદ થઈ ગયેલી જૈન ધર્મની જ્યોતિને જીવનભર ઉદ્દીપ્ત ને પ્રદીપ્ત કરવામાં પ્રાણપ્રણથી લાગી રહ્યા. લોંકાશાહના સત્યાન્વેષણનો એમના વિરોધીઓ દ્વારા કટુત્તર ભાષામાં વિરોધ કરવામાં આવ્યો. વિરોધ અને અનુમોદન બંને પ્રકારની પ્રક્રિયાઓ લગભગ ૪૫૦ વર્ષ સુધી ચાલતી રહી.
વિભિન્ન ગ્રંથોના આ વિશે ઉલ્લેખોના વિશ્લેષણાત્મક પર્યાલોચનથી અનેક નવીન તથ્ય પ્રકાશમાં આવ્યાં. ફળસ્વરૂપ શ્વેતાંબર પરંપરાના ૮ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રાયઃ બધા જ વિદ્વાનોએ અભિમત પ્રગટ કર્યો કે - “નિર્યુક્તિઓના રચનાકાર શ્રુતકેવળી ભદ્રબાહુ નહિ, અપિતુ ઈ.સની છઠ્ઠી શતાબ્દીના અંતિમ ચરણથી સાતમી શતાબ્દીના પ્રારંભિક કાલખંડમાં થયેલ નિમિત્તજ્ઞ ભદ્રબાહુ છે.” આ રીતે વિ. સં. ૧૫૦૮માં લોંકાશાહે નિયુક્તિઓના રચનાકાર સંબંધમાં ગહન અન્વેષણ પશ્ચાત્ જે તથ્ય પ્રગટ કર્યું હતું, એને આજે બધા વિદ્વાન માનવા લાગ્યા છે.'
લોકાશાહે આગમ-વચનોના આધાર પર કહ્યું હતું: “અનંત શાશ્વત સુખનિધાન મોલ-ધામમાં બિરાજમાન નિરંજન-નિરાકાર, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ સિદ્ધ ભગવંત, જિનેશ્વર પ્રભુ આ જન્મ-મૃત્યુ વગેરે અનંત દુઃખોથી ઓતપ્રોત સંસારમાં ક્યારે પણ પાછા વળીને નહિ આવે. ભલે કોઈ લાખો વર્ષો, શતાબ્દીઓ સુધી પણ એમને આહ્વાન કેમ ના કરતા રહે. તેઓ પુનઃ આ સંસારમાં કદાપિ નહિ આવે. ખરેખર કોઈ પણ જિનવાણીમાં અતૂટ આસ્થા રાખનાર વ્યક્તિ કે વિદ્વાન જો આ શાશ્વત સત્યને નિરસ્ત કરવાની ચેષ્ટા કરવા ઇચ્છશે, તો પછી રત્નસ્વર્ણ-રજત-કાંસ્ય-પિત્તળ-પ્રસ્તર વગેરેથી નિમિતે મૂર્તિઓમાં મંત્રો વડે સિદ્ધશિલા પર બિરાજમાન જિનેશ્વર પ્રભુનું આહ્વાન કેવું ? પ્રાણપ્રતિષ્ઠા કેવી? શું ‘એકાદશાંગી'માં એક પણ મંત્ર એવો છે, જેને ભગવાન મહાવીરે સિદ્ધક્ષેત્રમાં બિરાજમાન જિનેશ્વરોની મૂર્તિમાં આહ્વાન અને પ્રાણ-પ્રતિષ્ઠા માટે પ્રરૂપિત કર્યો હોય અથવા ગણધરોએ ઉલ્લેખ કર્યો હોય? કારણ કે - “એકાદશાંગી'માં એક પણ એવો મંત્ર વિદ્યમાન નથી. એટલા માટે આપણે બધાએ એવું જ કહેવું પડશે કે – “ના.”
પ્રકાશ તો સૂર્યથી જ થશે, સૂર્યની મૂર્તિથી કદાપિ નહિ. મૂર્તિ સૂર્યની છે, પણ અંધકારપૂર્ણ ગૃહમાં રાખેલી છે. એ દશામાં એ મૂર્તિ દ્વારા બીજાને પ્રકાશ આપવામાં આવે એવી વાત તો દૂર, એના માટે સ્વયંને પ્રકાશિત કરવાનું પણ સંભવ ન થઈ શકે.
યાકિની મહત્તા સૂનુ આચાર્ય હરિભદ્રથી લઈ વર્તમાનકાળના રમેશચંદ્ર શર્મા, એસ. પદ્મનાભન, રામભૂષણ પ્રસાદસિંહ વગેરે વિદ્વાનોએ જે પ્રકારે જૈનોમાં પ્રચલિત મૂર્તિપૂજા સંબંધમાં અભિમત વ્યક્ત કર્યો છે, એ જ પ્રકારે લોકાશાહે પણ તર્કસંમત અભિમત વ્યક્ત કર્યો. એમણે મૂળ આગમોના આધાર પર તથા “મહાનિશીથ'ના ઉલ્લેખોના આધાર પર, મંદિર-મૂર્તિ વગેરેના માધ્યમથી થવા વાળી દ્રવ્યાર્ચના-દ્રવ્યપૂજાને અશ્રેયસ્કારી અને ભાવાર્થના-ભાવપૂજાને પરમ શ્રેયસ્કારી જણાવી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 3633969696969696969694 ૯ ]
Page #19
--------------------------------------------------------------------------
________________
લોકાશાહ દ્વારા થયેલી ધર્મક્રાંતિથી પ્રેરણા લઈને ભગવાન મહાવીરના ધર્મસંઘના અનેક ગચ્છોના આચાર્યો અને શ્રમણ-શ્રમણી સમૂહોએ પોતપોતાના ધર્મસંઘમાં એક હજાર વર્ષથી ઘર કરેલા શિથિલાચાર વિરુદ્ધ એક વ્યાપક અભિયાનનો પ્રારંભ કર્યો. એ અર્થમાં ભલે કોઈ માને અથવા ન માને, પ્રત્યેક જૈન-ધર્માવલંબી લોંકાશાહ પ્રત્યે કૃતજ્ઞ છે.
આ ધર્મક્રાંતિનો શ્રેય લોંકાશાહને આપવામાં આવે છે, પરંતુ એમણે કોઈ નવી વાત નથી કહી. લોકાશાહે તો કેવળ એનાં તથ્યો તરફ સમાજનું ધ્યાન આકર્ષિત કરાવ્યું, જે “આચારાંગ' વગેરે આગમો, મહાનિશીથ વગેરે ગ્રંથો, દર્શનસાર, પટ્ટાવલીઓ, સંઘાદેશ વગેરેમાં ઘણા પહેલેથી જ વિદ્યમાન છે.
પ્રસ્તુત ગ્રંથમાં આગમો, પ્રાચીન તાડપત્રો-તામ્રપત્રો, ગ્રંથો, પુરાતાત્વિક અભિલેખો-અવશેષો, ઇતિહાસવિદો તથા વિદ્વાન આચાર્યો વડે સમયસમય પર પ્રગટ કરેલાં તથ્યોના આધાર પર જૈન ધર્મના વિશુદ્ધ સ્વરૂપ, એની આધ્યાત્મિક આરાધના-ઉપાસના વિષયક મૂળ માન્યતાઓ પર પ્રકાશ પાડતા અંતિમ પૂર્વધર આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી ઇતિહાસને અંધકારથી પ્રકાશમાં લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. - વીર નિર્વાણની અગિયારમી શતાબ્દીમાં પ્રારંભિક ચરણથી વિર નિવણની એકવીસમી શતાબ્દી સુધી જૈનસંઘ પર છવાઈ રહેલી ચૈત્યવાસી વગેરે અનેક દ્રવ્ય પરંપરાઓના વર્ચસ્વના પરિણામ સ્વરૂપ બાહ્યાડંબરપૂર્ણ માન્યતાઓના ધુમ્મસમાં જૈન ધર્મનું જે મૂળ વિશુદ્ધ સ્વરૂપ ધૂમિલ થઈ ચૂકેલું હતું, એને ધર્ણોદ્ધારક લોંકાશાહ વગેરેએ જે રીતે ઉજાગર કર્યું, તેનું વિવરણ નિશ્ચિત જ બધાંને “નવ આલોક પ્રદાન કરશે.
માત્ર તથ્યને પ્રકાશમાં લાવવાના ઉદ્દેશથી જ એક અવધિમાં વિભિન્ન તિમિરાચ્છન્ન જૈન ઇતિહાસને અંધારામાંથી અજવાળા તરફ લાવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ પ્રયાસ જિનવાણીના માધ્યમથી જિનવાણીને જ પ્રકાશમાં લાવવાનો પ્રયાસ માત્ર છે.
- ગજસિંહ રાઠોડ
પ્રેમરાજ જેન (બોગાવત) (જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ” (વિસ્તૃત)ના તૃતીય ભાગમાંથી ઉદ્ધત) | ૧૦ 29629696969696969696ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #20
--------------------------------------------------------------------------
________________
બે શબ્દ
અથાગ પરિશ્રમની ફળશ્રુતિ
પદ્મવિભૂષણ ડૉ. દૌલતસિંહ કોઠારી આ ઇતિહાસ ગ્રંથમાળાના પ્રથમ ભાગમાં, યુગો પૂર્વે પુરાતન પ્રાઐતિહાસિક કાળમાં થયેલ માનવ સંસ્કૃતિના સૂત્રધાર પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના સમયથી ચોવીસમા (અંતિમ) તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણ સમય સુધીના જૈન ધર્મના ઇતિહાસને સમાવિષ્ટ કરવામાં આવ્યો. દ્વિતીય ભાગમાં ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ અને પહેલા પટ્ટધર આચાર્ય સુધર્માથી લઈને સત્યાવીસમા પટ્ટધર આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સમય સુધી નિર્વાણોત્તર ૧૦૦૦ વર્ષના જૈન ધર્મના ઇતિહાસને વણી લેવામાં (નિબદ્ધ) આવેલ છે. પ્રસ્તુત તૃતીય ભાગમાં વી. નિ. સં. ૧૦૦૧ થી વી. નિ. સં. ૧૪૭૫ સુધી અર્થાત્ સ્વનામધન્ય હેમચંદ્રાચાર્યના ૧૬૧ વર્ષ પૂર્વ સુધીના જૈન ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. ચોથા (ચતુર્થ) ભાગમાં વી. નિ. સં. ૧૪૭૫ થી લોંકાશાહ સુધી અર્થાત્ વી. નિ. સં. ૧૯૭૮ થી ૨૦૦૧ સુધીના ઇતિહાસને વણી (આવરી) લેવામાં આવશે.
-
આ ગ્રંથમાળાના આલેખનમાં મહાન પૂર્વાચાર્યો, વિદ્વાન ઇતિહાસલેખકોના ગ્રંથોના ઉદાહરણ સ્વરૂપ આચાર્ય હેમચંદ્રના ‘ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર', આચાર્ય પ્રભાચંદ્રના ‘પ્રભાવક ચરિત્ર’ વગેરેનો ઉપયોગ કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ગ્રંથમાં જૈન ધર્મના ઉત્કર્ષ, પુનરુત્થાનની સાથે-સાથે, સમય-સમય, પર જૈન ધર્મની મૂળ માન્યતાઓ અને આચારમાં કરેલ ઐતિહાસિક દૃષ્ટિથી અપરિહાર્ય પરિવર્તનો અને તેમાં ઉત્પન્ન થયેલ વિકૃતિઓનો ક્રમિક ઇતિહાસ વણી લેવામાં આવેલ છે. જૈન ધર્મ પોતાના ઉત્કૃષ્ટ રૂપમાં મન-વચન-કર્મથી અહિંસાની આરાધનાનો ધર્મ છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) એ
૭ ૧૧
Page #21
--------------------------------------------------------------------------
________________
વર્તમાનકાલીન પ્રલયંકર પરમાણુશક્તિના યુગમાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ તથ્ય એ છે કે – “હૃદયદ્રાવી, ભીષણ સંહારકારી સંકટની ઘડીઓમાં પણ કોઈ એક ને એક એવા મહાન સંત-વિભૂતિ અથવા એમની પરંપરાના કોઈ ને કોઈ એવા સમર્થ ઉત્તરાધિકારી મહાપુરુષ આર્યધરા પર અવશ્ય વિદ્યમાન હોય છે, જેમને ભગવાન મહાવીર વડે ઉપદિષ્ટ તથા આચરિત વિશ્વબંધુત્વ અને અહિંસાના સિદ્ધાંતની અભૂજ દિવ્ય અમર જ્યોતિને પ્રજ્વલિત તથા પ્રદીપ્ત રાખીને સર્વનાશની કગાર પર ઊભી માનવતાને ઘોર રસાતલમાં જતા ઉગાર્યા છે.'..
નિત નવાં વૈજ્ઞાનિક પરીક્ષણો અને સાહસિક અભિયાનોના વર્તમાન યુગમાં માનવસમાજના આત્મસંયમ, આત્માનુશાસન તથા અહિંસાની તરફ વળાંક આપવાની ઘણી જ જરૂરત છે. આત્મ-સંયમ અને અહિંસા, આ બંનેમાં પારસ્પરિક સંબંધ હોવાને કારણે બંનેનું એકસાથે હોવું પરમાવશ્યક છે.
જે શક્તિઓ એ માનવ ઇતિહાસના સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજનૈતિક અથવા કોઈ પણ ક્ષેત્રને પ્રભાવિત કરી એમને સુંદર સ્વરૂપ આપવામાં યોગદાન આપ્યું છે, એ બધી શકિતઓમાં જૈન ધર્મે સંભવતઃ સર્વાધિક-સર્વવ્યાપી-પ્રભાવશાળી યોગદાન આપ્યું છે. ધર્મોમાં પણ અહિંસાધર્મ વસ્તુતઃ માનવનો સર્વોત્કૃષ્ટ સર્વાધિક સશક્ત આવિષ્કાર છે. આ તથ્યોને કારણે જૈન ધર્મના ઇતિહાસનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે.
અથાગ પરિશ્રમના ફળસ્વરૂપ “જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ગ્રંથમાળાના રૂપમાં પૂજય આચાર્યશ્રીએ બહુમૂલ્ય અને પ્રેરક અવદાન આપ્યું છે, એના માટે અમે એમના પ્રતિ મનનાં અંતસ્તલથી અગાધ કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ.
(જવાહરલાલ નેહરુ વિશ્વવિધાલય, દિલ્લીના કુલપતિ રહેલા ડો. ડી. એસ. કોઠારી, વિખ્યાત વૈજ્ઞાનિક અને શિક્ષાવિદ હોવાની સાથે-સાથે એક ધર્મનિષ્ઠ શ્રાવક પણ હતા.)
-
H
| ૧૨ ૬૬૬૬ દઈ દઈ96969696) જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) |
Page #22
--------------------------------------------------------------------------
________________
મૂલ્યાંકન
(નિષ્પક્ષ ઇતિહાસલેખન)
- આચાર્ય દેવેન્દ્રમુનિ જૈન ધર્મ વિશ્વના મહાન વૈજ્ઞાનિક ધર્મ, દર્શન છે. એ આત્માના પરમ અને ચરમ વિકાસમાં આસ્થા રાખવાવાળો ધર્મ છે. જે સાધ્ય અને સાધના, બંનેની પવિત્રતામાં વિશ્વાસ રાખે છે. આમાં આચાર અને વિચારની સમાન શુદ્ધિ ઉપર ભાર આપવામાં આવ્યો છે. ઐતિહાસિક દૃષ્ટિથી જૈન ધર્મ વિશ્વનો પ્રાચીનતમ ધર્મ છે. આ ધર્મ એક સ્વતંત્ર ધર્મ છે. આ ના તો વૈદિક ધર્મની શાખા છે કે ના બૌદ્ધ ધર્મની. પુરાતત્ત્વ, સાહિત્ય, ભાષા-વિજ્ઞાન, નૃતત્વ વિજ્ઞાન વગેરેથી આ સ્પષ્ટ થઈ ગયું છે કે - “વૈદિક કાળથી પણ પૂર્વે ભારતમાં એક ખૂબ જ સમૃદ્ધ સંસ્કૃતિ હતી, જે સમય-સમય પર વિભિન્ન નામોથી ઓળખાતી આવી અને તે સંસ્કૃતિ આજે જૈન સંસ્કૃતિના નામથી વિશ્વ-વિકૃત છે. આ સંસ્કૃતિના પુરસ્કર્તા વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ થયા છે. વૈદિક પરંપરાના ગ્રંથોમાં પણ તેમની ગુણ-ગરિમાના વખાણ કરવામાં આવ્યા છે. તેમના પછી ભગવાન અજિતનાથ વગેરે બાવીસ તીર્થકર થયાં, જેમાંથી કેટલાંય તીર્થકર પ્રાગૈતિહાસિક યુગના છે, તો કેટલાંક ઐતિહાસિક યુગના છે. ભગવાન મહાવીર ચોવીસમા તીર્થકર છે.
ભગવાન મહાવીર પશ્ચાત્ અનેક જ્યોતિર્ધર આચાર્યોની પાવન પરંપરા ચાલી. ઐતિહાસિક દૃષ્ટિથી ભગવાન મહાવીર પશ્ચાત્ બાર-બાર વર્ષના ભયંકર દુષ્કાળોને કારણે શ્રમણોની આચારસંહિતામાં શૈથિલ્યએ પ્રવેશ કર્યો, જેના કારણે વિચારોમાં પણ પરિવર્તન થયું. જેના ફળસ્વરૂપ શ્રમણ પરંપરા શ્વેતાંબર અને દિગંબરના રૂપમાં વિભક્ત થઈ. તેમાંથી પણ અનેક ધારાઓ-ઉપધારાઓ પ્રસ્ફટિત થઈ ગઈ. સર્ભાગ્યથી સમય-સમય પર એની વિશિષ્ટ વિભૂતિઓ થતી રહી, જેનાથી સંઘમાં આચાર-વિચારની દૃષ્ટિથી પરિષ્કાર થતો રહ્યો. ઉત્કૃષ્ટ આચાર-વિચાર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૧૩ |
Page #23
--------------------------------------------------------------------------
________________
ભુલાયેલા-વિખરાયેલા સાધકો માટે એ મહાન વિભૂતિઓનો મજબૂત નૈતિક ટેકો અને માર્ગદર્શન આપવાવાળા સંબલ બની ગયા.
આચાર્ય પ્રવર શ્રી હસ્તીમલજી મ.સા. એક તટસ્થ વિચારક, નિષ્પક્ષ ચિંતક અને આચાર પરંપરાના એક સજાગ પ્રહરી સંતરત્ન છે. એમના જીવનના કણ-કણમાં અને મનના અણુ-અણુમાં આચાર પ્રતિ નિષ્ઠા રહી, જે ઇતિહાસલેખનની કલામાં પણ યત્ર-તંત્ર સહજ રૂપથી સામે આવી છે. આચાર્ય પ્રવરના તત્ત્વાવધાનમાં ખૂબ જ દીર્ઘદર્શિતાથી ઇતિહાસનું લેખન કરવામાં આવ્યું છે. એમની પારદર્શી સૂક્ષ્મ પ્રતિભાના દર્શન આ ગ્રંથના પ્રત્યેક અધ્યાયમાં કરી શકાય છે.
પૂર્વના બે ભાગોની અપેક્ષાએ આ ભાગના લેખનમાં લેખકે અધિક શ્રમ કરવો પડ્યો છે. ઇતિહાસનો આ એવો કાલ-ખંડ છે, જે તિમિરાચ્છન્ન હતો. અનેક એવી વિસંગતિઓ હતી, જેને ઉકેલવી સામાન્ય લેખકની શક્તિથી પરે હતી. પણ આચાર્યશ્રીએ એમનાં ગંભીર અધ્યયન તથા ગહન અનુભવના આધારથી આ અધ્યાયને એવું આલોકિત કર્યું છે કે પાઠક વાંચતા-વાંચતા આનંદથી ઝૂમવા લાગશે.
લેખકે આ વાત પર અત્યધિક બળ આપ્યું છે કે - ‘શ્રમણ સંસ્કૃતિની ગૌરવગરિમા આચારનિષ્ઠામાં જ સન્નિહિત છે; જ્યારે સાધકના ડગ આચાર-શૈથિલ્ય તરફ વધ્યાં, ત્યારે એમનું પતન થયું. જૈન ધર્મના હ્રાસનું મૂળ કારણ આચારની શિથિલતા છે, અને વિકાસનું કારણ આચારની પવિત્રતા છે.' શિથિલાચારના વિરોધમાં એમની લેખની શ્રુતગતિએ ચાલી છે. પણ સાથે એ પણ સત્ય છે કે - ‘તથ્યને પ્રગટ કરવું એ લેખનનો પ્રમુખ ઉદ્દેશ્ય રહ્યો છે.' કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનું કે કોઈ પરંપરાનો વિરોધ-ખંડન કરવાનું એમનું લક્ષ્ય નથી. સમય-સમય પર જૈનસંઘોમાં જે-જે વિકૃતિઓ આવી, એની પર પ્રકાશ પાડવો એ જ એમનું લક્ષ્ય રહ્યું છે. ઇતિહાસ અને એના લેખનનો એક ઉદ્દેશ્ય આ પણ છે. પોતાના એ ઉદ્દેશ્યમાં લેખક શતપ્રતિશત ખરા ઊતર્યા છે.
૧૪
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #24
--------------------------------------------------------------------------
________________
મિહાવલોકન
* (ઇતિહાસની ધારાઓ) પ્રસ્તુત ઇતિહાસના પ્રથમભાગ(તીર્થકર ખંડ)માં કુલકરકાળથી પ્રારંભ કરી વર્તમાન અવસર્પિણીકાળમાં કર્મયુગના આદ્યપ્રવર્તક, પ્રથમ રાજા, પ્રથમ તીર્થકર ભ. ઋષભદેવથી ચોવીસમા તીર્થકર ભ. મહાવીરના નિર્વાણ સુધીના અને દ્વિતીય ભાગમાં ભ. મહાવીરના નિર્વાણ પછીના તેમના પ્રથમ પટ્ટધર આચાર્ય સુધર્માથી સત્યાવીસમા પટ્ટધર આચાર્ય દેવધિ ક્ષમાશ્રમણ પર્યત વિ. નિ. સં. ૧ થી વી. નિ. સં. ૧૦૦૦ સુધીનો જૈન ધર્મનો વિશદ્ ઇતિહાસ પ્રસ્તુત કરી ચૂક્યા છીએ. આ ઇતિહાસમાળાના આલેખનના પ્રારંભથી જ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ધાર્મિક ઇતિહાસની સાથે-સાથે સમકાલીન રાજનૈતિક અને સામાજિક ઘટનાઓ પર પણ યથાશક્ય પ્રકાશ પાડવામાં આવે.
હવે આ તૃતીય ભાગમાં વી. નિ. સં. ૧૦૦૧ થી ૧૪૭૫ સુધીના જૈન ધર્મનો ઇતિહાસ, તત્કાલીન પ્રમુખ રાજનૈતિક અને સામાજિક ઘટનાઓના સંક્ષિપ્ત વિવરણની સાથે પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. ધર્મ અને ઇતિહાસમાં અભિરુચિ રાખવાવાળા સામાન્ય પાઠક પણ જૈન ધર્મના ઇતિહાસના પ્રારંભથી લઈને અંત સુધી પ્રમુખ ઐતિહાસિક ઘટનાઓને સહજથી પોતાના સ્મૃતિપટ પર અંકિત કરી શકે એ ઉદ્દેશથી સંપૂર્ણ ઇતિહાસકાળને ૬ વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે.
ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સુધીના કાળને “તીર્થકરકાળ ભગવાન મહાવીરના દ્વિતીય પટ્ટધર આર્ય જબૂના નિર્વાણ સુધીના કાળને કેવળીકાળ' (વી. નિ. સં. ૬૪ સુધી), આર્ય પ્રભાવથી પ્રાચીન-ગોત્રીય ભદ્રબાહુ (પ્રથમ) સુધીના કાળને “શ્રુતકેવળીકાળ' (વી. નિ. સં. ૬૪ થી ૧૭૦ સુધી), આર્ય સ્થૂલભદ્રથી આર્યવજ સુધીના કાળને દશપૂર્વધરકાળ' (વી. નિ. સં. ૧૭૦ થી ૫૮૪), આર્ય રક્ષિતથી અંતિમ પૂર્વધર આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીના કાળને “સામાન્યપૂર્વધરકાળ' (વી. નિ. સં. ૧૮૪ થી ૧૦૦૦ સુધી) તથા આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના ઉત્તરાવર્તીકાળ અર્થાતુ વિ. નિ. સં. ૧૦૦૧ થી વર્તમાનકાળને સામાન્ય શ્રુતધરકાળ'ની સંજ્ઞા આપવામાં આવી છે. જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 26969696969696969696969]. ૧૫ ]
Page #25
--------------------------------------------------------------------------
________________
આદ્ય તીર્થકર ભ. ઋષભદેવ દ્વારા આપણી આ આર્યધરા પર ધર્મતીર્થના પ્રવર્તન સમયથી લઈ અંતિમ પૂર્વધર આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગસ્થ થવા સુધી અર્થાત્ વી. નિ. સં. ૧000 સુધીના જૈન ધર્મનો ઇતિહાસ, એક-બે સાધારણ અપવાદોને છોડીને વિશુદ્ધ તથા મૂળધર્મ પરંપરાનો ઇતિહાસ રહ્યો. વી. નિ. સં. ૬૦૯ અને તેની આસપાસ યદ્યપિ જૈન ધર્મની મૂળ વિશુદ્ધ પરંપરામાં દિગંબરસંઘ, યાપનીય સંઘ, ચૈત્યવાસીસંઘ અને આંશિક રૂપથી ભટ્ટારક પરંપરા જેવી નાનીનાની પૃથફ ઈકાઈઓ(એકમ-ઘટક)નો પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો હતો. પરિણામ સ્વરૂપે એ સમય જૈન ધર્મ નાના-મોટા પાંચ વર્ગોમાં વિભક્ત થઈ ગયો હતો. આ બધું જ થઈ ગયું હોવા ઉપરાંત પણ વિ. નિ. ની. દશમી શતાબ્દીના અંત સુધી મુખ્ય રૂપથી વિશુદ્ધ ધર્મ પરંપરાનું વર્ચસ્વ રહ્યું. આ કારણે જૈન ધર્મનો ઇતિહાસ પણ વી. નિ. ની. દશમી શતાબ્દી સુધી એક મહાનદીના પ્રવાહના રૂપમાં પોતાની પારંપરિક મહાનતા લઈ અવિરત ગતિથી ચાલતો રહ્યો. પરંતુ આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી જૈન ધર્મ અને એમના ઇતિહાસની સ્થિતિ, એમના અનેક ટુકડાઓમાં વિભાજન થઈ જવાના પરિણામ સ્વરૂપ, આના પૂર્વેના ઇતિહાસથી નિતાંત ભિન્ન, ખૂબ જ મોટી દુવિધાજનક (દુરૂહ) અને કોયડા જેવી થઈ ગઈ. આર્ય મહાગિરિના સ્વર્ગારોહણકાળ અર્થાત્ વિ. નિ. સં. ૨૪૫ સુધી જેને ઇતિહાસ એકતાના સૂત્રમાં આબદ્ધ ને એકમાત્ર આચાર્ય પરંપરાનો જ ઇતિહાસ રહ્યો..
વિ. નિ. સં. ૨૪૫ થી વી. નિ. સં. ૧000 સુધી અર્થાત્ પૂર્વધરકાળ સુધી જૈન ધર્મનો ઇતિહાસ બહિરંગ રૂપથી વાચનાચાર્ય પરંપરા, યુગપ્રધાનાચાર્ય પરંપરા અને ગણાચાર્ય પરંપરા - આ ત્રણ પરંપરાઓના રૂપમાં અંશતઃ વિભક્ત દૃષ્ટિગોચર થતો રહીને પણ અન્યોન્યાશ્રિત અને સિદ્ધાંત અવિભક્ત રહેવાના કારણે વિભેદ-વિહીન એક જ મહાનદીના રૂપમાં પ્રવાહિત થતો રહ્યો. આ અવધિમાં ભ. મહાવીરના ધર્મસંઘના સુચારુ રૂપેણ સંચાલનની દૃષ્ટિથી વાચનાચાર્ય, યુગપ્રધાનાચાર્ય અને ગણાચાર્ય આ ત્રણ આચાર્ય પરંપરાઓ માન્ય કરવામાં આવી. પણ એ ત્રણેય આચાર્ય પરંપરાઓ મૂળ આગમોમાં પ્રતિપાદિત વિશુદ્ધ આધ્યાત્મિક પથ પર સમન્વયપૂર્વક સાથે-સાથે ચાલતી રહી. સ્વ-પર અને ધર્મસંઘના અભ્યદય તથા ઉત્કર્ષમાં નિરત રહી. [ ૧૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)
Page #26
--------------------------------------------------------------------------
________________
એ જ કારણથી વી. નિ. સં. ૧૦૦૦ સુધી જૈન ધર્મના ઇતિહાસનું લેખન શ્રમસાધ્ય હોવા છતાં મુશ્કેલીઓ અને અનિશ્ચિતતાઓથી અપેક્ષાકૃત મુક્ત રહ્યું. એના વિપરીત વિ. નિ. સં. ૧૦૦૦ થી ઉત્તરવર્તીકાળનો જૈન ધર્મનો ઇતિહાસ અનેક પ્રકારની માન્યતાઓવાળા સંઘો, સંપ્રદાયો, ગણો અને ગચ્છોના ઉદ્દભવ, પ્રાબલ્ય તથા પ્રચાર-પ્રસારને કારણે મુશ્કેલીઓ તથા સમસ્યાઓથી ઓતપ્રોત રહ્યો. દેવગિણિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણ પશ્ચાનો જૈન ઇતિહાસ અનેક રૂપોમાં વિભિન્ન આવરણો તથા આયામોમાં દેશના વિભિન્ન ભાગોમાં અગણિત વિભિન્નતાઓમાં વિખરાયેલો પડ્યો છે, તેથી આ અવધિના જૈન ઇતિહાસનું આલેખન વસ્તુતઃ અત્યંત જટિલ રહ્યું. | (દેવર્ધિ ક્ષમાશ્રમણ અને ઉત્તરવતકાળના
અમુક અજાણ્યાં તથ્યો વિક્રમની ચૌદમી શતાબ્દીના પ્રથમ ચરણમાં થયેલ આચાર્ય પ્રભાચંદ્રએ આ તથ્યને પ્રગટ કર્યું હતું કે - “વી. નિ.ના ૧000 વર્ષ પશ્ચાતુના અથવા અંતિમ પૂર્વધર આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પશ્ચાતુનાં પાંચ-સાતસો વર્ષનો જૈન ધર્મનો ઇતિહાસ વિસ્કૃતિના અંધકારમાં વિલીન થઈ ચૂક્યો છે. આ જ કારણ છે કે, એ પાંચ-સાતસો વર્ષોની અવધિના જૈનઇતિહાસથી સંબંધિત, ના તો કોઈ શૃંખલાબદ્ધ તથ્ય ઉપલબ્ધ થયા, ન તો કોઈ વિકીર્ણ તથ્ય.”
આચાર્ય હેમચંદ્ર વડે, પરિશિષ્ટ પર્વ' નામક ગ્રંથમાં લેખિત જૈન ઇતિહાસથી આગળનો ઇતિહાસ લખવાનો આચાર્ય પ્રભાચંદ્રએ દૃઢ સંકલ્પ કર્યો. એમણે પોતાના આ સંકલ્પની સિદ્ધિ માટે વર્ષો સુધી અથાગ પ્રયાસ કર્યો, પરંતુ તે પોતાની ઇચ્છાને અનુરૂપ ઇતિહાસ લખવામાં સફળ ના થઈ શક્યા. અથાગ પ્રયાસના અનન્તર ભિન્ન-ભિન્ન સમયમાં થયેલા એકવીસ આચાર્યોનાં પૂર્વાપર ક્રમવિહીન જીવનચરિત્રોને ઘણી મુશ્કેલીઓથી વિક્રમ સંવત ૧૩૩૪માં પોતાની રચના પ્રભાવક ચરિત્ર'માં લખીને એમણે સંતોષ કરી લીધો. - આચાર્ય પ્રભાચંદ્રના ઉત્તરવર્તીકાળમાં પણ જૈન ધર્મનો ઇતિહાસ લખવાના પ્રયત્નો સમય-સમય પર અનેક વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2636969696969696969699 ૧૦ ]
Page #27
--------------------------------------------------------------------------
________________
એમણે કાંઈક લખ્યું, પરંતુ વી. નિ. સં. ૧000 થી વી. નિ. સં. ૧૭૦૦ સુધીના જૈન ધર્મનો ક્રમબદ્ધ સંપૂર્ણ ઇતિહાસ લખવામાં મોટાભાગે કોઈ પણ વિદ્વાનને સફળતા પ્રાપ્ત ન થઈ શકી.
ઉક્ત અવધિમાં ઉત્તરમાં હિમાલયથી લઈ દક્ષિણમાં સમુદ્રતટ સુધીના વિસ્તુત ભૂભાગમાં ઉપલબ્ધ પ્રાચીન અભિલેખોમાં જૈન ધર્મના પ્રતિ મળેલી પ્રજાના બધા વર્ગો અને વિશેષતઃ રાજાઓ તથા રાજવંશોની પ્રગાઢ પ્રીતિને જોઈને તો, ભગવાન મહાવીરકાલીન ધર્મોદ્યોતની ઝાંખી હૃદયપટલ પર ઊભરી આવે છે. પરંતુ આ ઝાંખીમાં જૈન ધર્મની બહિરંગ પ્રવૃત્તિઓથી સંબંધિત તથ્ય અધિક છે. જૈન ધર્મના વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરવાવાળા આગમાનુસારિણી મૂળ આચાર્ય પરંપરાનો ઇતિહાસ અધિકાંશતઃ તિમિરાચ્છન્ન જ રહ્યો.
આ અવધિમાં જૈન ધર્મનાં ઈતિહાસનો આધ્યાત્મિક પક્ષ તો ઉજળો રહ્યો, પરંતુ એના આડંબરપરક બાહ્ય ભકિતનો ઇતિહાસ લોકવિશ્રુત થઈ વધતો રહ્યો. શનૈઃ શનૈઃ આધ્યાત્મિક ઉપાસનાના સ્થાને બાહ્ય આડંબરપૂર્ણ સાધના અને ભાવાર્ચનાના સ્થાને દ્રવ્યાર્ચનાએ ગ્રહણ કરવાનો પ્રારંભ કર્યો. આકર્ષક આડંબરપૂર્ણ ધાર્મિક ક્રિયા-કલાપોની તરફ જનસાધારણનું ધ્યાન આકર્ષિત થવા લાગ્યું, અને જનમત એ તરફ નમવા લાગ્યો. લોકપ્રવાહને પોતાની તરફ આકર્ષિત કરવા માટે આડંબર, દ્રવ્ય-પૂજાનાં નિતનવાં વિધિ-વિધાન અને રીત-રિવાજ આવિષ્કત થવા લાગ્યાં. દ્રવ્ય-પૂજાના આવિષ્કારક શ્રમણોની પ્રસિદ્ધિથી પ્રભાવિત થઈ ઘણાં બધાં શ્રમણ-શ્રમણી અને તેમના સંઘ આ પ્રકારની દ્રવ્ય પરંપરાઓના પોષક બની રહ્યા. જે પરંપરા બહિરંગ આરાધનાના અધિક આકર્ષક પ્રકારોના આવિષ્કાર, પ્રચાર ને પ્રસાર કરવા અને પોતાનાં એ આકર્ષક આયોજનોથી જેટલા અધિકાધિક લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થઈ, એ જ પરંપરા શ્રેષ્ઠ તથા બધાથી મોટી સમજાવા લાગી. ઘણી મોટી સંખ્યામાં શ્રમણ-શ્રમણી વર્ગ પણ આધ્યાત્મસાધનાપથનો પરિત્યાગ કરી આડંબરપૂર્ણ ભૌતિક આરાધનાના પથિક બની ગયા. એનું દુષ્પરિણામ એ થયું કે શ્રમણ ભગવાન મહાવીર વડે પ્રરૂપિત જૈન ધર્મના આધ્યાત્મપરક સ્વરૂપમાં આમૂલ પરિવર્તન થઈ ૧૮ ૩૬૩૬૩૬૩૬96969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #28
--------------------------------------------------------------------------
________________
ગયું. ભગવાન મહાવીરે ધર્મતીર્થની સ્થાપના કરતી વખતે સંસારના છકાય જીવોની ઘોર તકલીફોનો અનુભવ કરતા લોકોને એમની રક્ષાનો ઉપદેશ આપ્યો હતો.
આગમના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં પણ દ્રવ્યપૂજાના પ્રવર્તક શ્રમણોએ છકાય જીવ નિકાયનો ઘોર આરંભ-સમારંભપૂર્ણ કાર્ય સ્વયં તથા પોતાના ભક્તો દ્વારા કરવાનો પ્રારંભ કરી દીધો તથા શ્રમણાચાર અને ધર્મના સાચા સ્વરૂપમાં પણ આમૂલ પરિવર્તન કરી દીધું. આનાથી ધર્મના વાસ્તવિક સ્વરૂપથી લોકો શનૈઃ શનૈઃ અપરિચિત થવા લાગ્યા. વિશુદ્ધ શ્રમણાચાર શું છે ? એ બતાવવાવાળા શ્રમણોનો અભાવ થઈ ગયો. આનું પરિણામ એ થયું કે વિશુદ્ધ શ્રમણ પરંપરા એક અતીવ ગૌણ પરંપરા બનીને રહી ગઈ અને નવોદિત દ્રવ્ય પરંપરાઓ લોકપ્રિય બની ગઈ.
ધર્મના સ્વરૂપ અને શ્રમણાચારમાં પરિવર્તનની પાછળ કેવળ શિથિલાચાર જ એકમાત્ર કારણ ન હતું, એની પાછળ નિમ્નલિખિત કેટલાંક બીજાં કારણ પણ હતાં :
કાળપ્રભાવથી લોકોની કષ્ટ અને પરીષહ સહન કરવાની ક્ષમતાનો
ક્રમિક હાસ.
૨. ભસ્મગૃહનો પ્રભાવ.
૩. હુંડા અવસર્પિણીકાળનો પ્રભાવ. આ કાળમાં હીન મનોબળનાં શ્રમણ-શ્રમણી વિશુદ્ધ શ્રમણાચારનો પરિત્યાગ કરી અનેક પ્રકારના શિથિલાચારનું સેવન કરે છે.
૪. અન્ય ધર્મોના પ્રભાવથી પોતાના અનુયાયીઓને બચાવવાના ઉદ્દેશ્યથી બીજાઓની દેખાદેખી અનેક અશાસ્રીય વિધિ-વિધાનોનું ધાર્મિક કર્તવ્યોના રૂપમાં સ્વીકાર કરવો. બૌદ્ધો, શૈવો અને વૈષ્ણવોના પ્રાબલ્યકાળમાં જૈનોને પોતાના ધર્મમાં સ્થિર રાખવા માટે ઘણાં મોટાં વિશાળ સ્તર પર આ પ્રકારનાં ધાર્મિક આયોજનો કરવામાં આવતાં ઉલ્લેખ યત્ર-તંત્ર ઉપલબ્ધ છે. ધર્મને રાજ્યાશ્રય પ્રદાન કરાવવા માટે અનેક પ્રકારના એવા કાર્યકલાપોની અનિવાર્ય રૂપેણ સ્વીકૃતિની વ્યવહાર કુશળતા વગેરે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-3) 33 ૩૭૭ ૧૯
૫.
Page #29
--------------------------------------------------------------------------
________________
૬. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પશ્ચાતુ કોઈ પ્રભાવશાળી પૂર્વધર આચાર્યનો
અભાવ થઈ જવો. પ્રભાવશાળી આચાર્યના વિદ્યમાન ન રહેવાને કારણે સ્વાભાવિક રૂપથી શ્રમણ-શ્રમણીસમૂહ વિશુદ્ધ શ્રમણાચારનો પરિત્યાગ કરી શૈથિલ્યની દિશામાં અગ્રેસર થવા લાગ્યા.
આ બધાં કારણોથી ધર્મ અને શ્રમણાચારના સ્વરૂપમાં ઉત્તરોત્તર પરિવર્તન થતાં રહ્યાં તથા વિકૃતિઓ પણ પ્રવિષ્ટ થતી રહી. આગમોથી પ્રવાહિત મહાનદી રૂપ મૂળ શ્રમણ પરંપરાનો હ્રાસ થતો ગયો અને અંતતોગત્વા (આખરે), તે એક ક્ષીણ લઘુ નદીના રૂપમાં અવશિષ્ટ રહી ગઈ.
દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પશ્ચાત્ પરીષહ ભીરુ શ્રમણ-શ્રમણીઓએ દુસ્સાધ્ય ક્રિયા, અનિયત નિવાસ, ઉગ્ર વિહાર, પરીષહ સહન, મધુકરી (નિર્દોષ આહારગ્રહણ), પૂર્ણ અપરિગ્રહ વગેરે વિશુદ્ધ શ્રમણાચારને તિલાંજલિ આપી દીધી. તે મઠ, ચૈત્ય વગેરેનું નિજી સ્વામિત્વ, એમાં નિયત નિવાસ, સરસ ભોજન, પરિગ્રહ વગેરે સ્વીકાર કરવા લાગ્યા. તે છત્ર, ચામર, રથ, પાલખી, સિંહાસન, દાસ-દાસી, ગાદલા, બહુમૂલ્ય પરિધાન, સુગંધિત લેપ, તેલ, અત્તર, પાન-સોપારી વગેરેના ઉપભોગપરિભોગ કરવા લાગ્યા. એમણે ચલ-અચલ સંપત્તિ અને વિપુલ દ્રવ્યનું દાન ગ્રહણ કરવાનો પણ પ્રારંભ કરી દીધો. એમણે ધર્મના નામ પર મહોત્સવ, વાઘ-વાજિંત્રોના તાલ પર કીર્તન, ભજન, નૃત્ય, સંગીત, તીર્થયાત્રા વગેરે અનેક પ્રકારનાં નિત નવાં આડંબરપૂર્ણ આયોજન કરી, બધા વર્ગના લોકોને પોતાના સંપ્રદાય, સંઘ, ગચ્છ વગેરેની તરફ આકર્ષિત કરવાનો પ્રારંભ કર્યો. શિથિલાચારના ગહન ગર્તની તરફ ઉન્મુખ થયેલા શ્રમણ, વેશમાત્રથી નામધારી મુનિ રહી ગયા. સર્વજ્ઞ તીર્થકર પ્રભુ વડે પ્રણીત, જૈન આગમોમાં પ્રતિપાદિત, શ્રમણ મર્યાદાઓનું એ ચૈત્યવાસીઓ તથા મઠવાસીઓના જીવનમાં કોઈ સ્થાન રહ્યું નહિ. અપિતુ માન-સન્માન તથા લોકેષણાઓથી ઓતપ્રોત માનસવાળા એ આચાર્યોએ રાજનીતિ, શાસન-સંચાલન વગેરેમાં સક્રિય ભાગ લેવાનો પણ પ્રારંભ કરી દીધો. ૧. વેણુગ્રામ(વર્તમાનમાં બેલગાંવ)ને રણ્યવંશી રાજા કાર્તવીર્ય
તથા એમના પુત્ર રાજા લક્ષ્મીદેવના રાજગુરુ જૈનાચાર્ય મુનિચંદ્રએ
આ રાજાઓના રાજ્યસંચાલન અને સૈનિક અભિયાનોમાં સક્રિય [ ૨૦ 83939696969696969ીન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #30
--------------------------------------------------------------------------
________________
ભાગ લઈને આ રટુવંશી રાજાઓના રાજ્યની સીમાઓનો વિસ્તાર કરી રષ્ટ્ર રાજ્યને એક શક્તિશાળી રાજ્યનું રૂપ આપ્યું. આચાર્ય મુનિચંદ્ર ધર્મનીતિની સાથે-સાથે રણનીતિના પણ વિશારદ હતા. શકિતશાળી રહૃવંશી રાજ્યના નિર્માતા સંસ્થાપક મુનિચંદ્રએ પોતાની ઉચ્ચ કોટિની પ્રશાસનિક યોગ્યતા, ઉદારતા વગેરે ગુણોથી પોતાની જાતને અન્ય બધા મંત્રીઓમાં સર્વાગીણ ને સર્વોત્તમ સિદ્ધ કર્યા. આચાર્ય સુદત્ત(અપર નામ આચાર્ય વર્ધમાનદેવ)એ એમના પર આક્રમણ કરવા માટે ઝપટેલા ચિત્તાની તરફ ઇંગિત કરી પોતાની પાસે બેઠેલા યદુવંશી ક્ષત્રિયકુમાર સલુને આદેશ આપ્યો : “હે સલું! આત્મરક્ષા કરો.” સલે ચિત્તાને પછાડી નાખ્યો. આચાર્ય સુદત્ત, કુમાર સલુના એ અભુત શૌર્યથી પ્રસન્ન થયા. એમણે એ ક્ષત્રિયકુમારનું નામ પોસલું રાખ્યું. એને દરેક પ્રકારની સહાયતા તથા પરામર્શ પ્રદાન કરીને હોયસલું રાજ્યની સ્થાપના કરી અને રાજ્યના અધિપતિ બનાવ્યો. સુદત્તાચાર્યને હોયસલું રાજ્યના પ્રથમ રાજા સલું એમના પુત્ર વિનયાદિત્ય (પ્રથમ) અને વિનયાદિત્યના ઉત્તરાધિકારી નૃપકામ, આ ત્રણે રાજાઓને એમના રાજ્યકાળમાં હોયસલું રાજ્યને શક્તિશાળી રાજ્ય બનાવવામાં
બધી રીતે સહાયતા કરી. ૩. શાંતિદેવ નામના આચાર્યએ હોયસલુ વંશના રાજા વિનયાદિત્ય
(દ્વિતીય)ને વિપુલ લક્ષ્મી (રાજ્ય-લક્ષ્મી) પ્રાપ્ત કરવામાં
સહાયતા કરી. ૪. આચાર્ય સિંહનંદીએ દડિમ્ અને માધવ નામના રાજકુમારોને બધી
વિદ્યાઓની શિક્ષા આપીને તેઓને પોતાના હાથથી રાજમુકુટ (રાજમુગટ) પહેરાવીને એક શક્તિશાળી જૈન રાજ્ય, “ગંગરાજ્યની
સ્થાપના કરી. તેઓને ગંગ રાજ્યના પ્રથમ રાજાના રૂપમાં સિંહાસન પર બેસાડ્યા પછી, આચાર્યએ જે સાત શિક્ષાઓ આપી, તેમાં મધ-માંસવર્જન, સદાચારપાલન સિવાય અંતિમ એ શિક્ષા આપી કે - “યુદ્ધભૂમિમાં કોઈ પણ વાર પીઠ દેખાડવી - ' નહિ.” તેઓએ ગંગ રાજવંશના પ્રથમ રાજાને સાવધાન કરતા એ કહ્યું હતું કે - “તે આ શિક્ષાઓમાંથી કોઈ પણ એક શિક્ષાનું ઉલ્લંઘન ન કરશે તો તેમનો રાજવંશ નષ્ટ થઈ જશે.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 9696969696969696969696ી ૨૧ |
Page #31
--------------------------------------------------------------------------
________________
૫. ઈસાની નવમી શતાબ્દીના મુનિ અર્કકીર્તિએ કુમંગલ પ્રદેશના
પ્રશાસક વિમલાદિત્યને પોતાના મંત્રબળથી ભીષણ પ્રેતબાધાથી કાયમ માટે વિમુક્ત કરી દીધા. આ ચમત્કારથી પ્રસન્ન થઈને સંપૂર્ણ ગંગમંડળના અધિરાજ ચાકિરાજે પોતાના સ્વામી રાષ્ટ્રકૂટ રાજ-રાજેશ્વર ગોવિંદ તૃતીયને પ્રાર્થના કરીને જાલમંગલ નામનું એક ગામ જૈનમુનિ અર્કકીર્તિને પ્રીતિદાનના રૂપમાં અપાવ્યું.
આ મુજબ જે શ્રમણજીવન સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના અને તપ-સંયમના માધ્યમથી મુક્તિની સાધના માટે સમર્પિત થયેલું હોવું જોઈતું હતું, તે ભૌતિક લાલસાઓના લોભમાં અંધ બનેલ લોકપ્રવાહને સમર્પિત થઈ ગયું.
રાજાઓ, સેનાપતિઓ, સામંતો, શ્રેષ્ઠીઓ અને અધિકમાં અધિક સંખ્યામાં લોકોને પોતાના ભક્ત તેમજ અનુયાયી બનાવવાની આચાર્યો અને શ્રમણોમાં હોડ (હરીફાઈ) જેવું થઈ ગયું. જે સંઘના આચાર્યો સૌથી મોટા રાજાને પોતાનો ભક્ત બનાવી લીધો, તે સૌથી મોટા આચાર્ય અને તે આચાર્યનો સંઘ જ સૌથી મોટો અને શ્રેષ્ઠ સંઘ માનવામાં આવતો. સંઘની શ્રેષ્ઠતા અને આચાર્યની મહાનતાનું આ માપદંડ લોકોમાં માન્ય બની ગયું. જે આચાર્ય રાજગુરુ બની ગયા તે લોકગુરુ મનાવવા લાગ્યા. એવી સ્થિતિમાં કેટલાક આચાર્ય અને સાધુ દુવિધામાં રહેવા લાગ્યા કે - કયા ઉપાયોથી રાજાને પોતાના અનુયાયી બનાવી લેવાય, અધિકમાં અધિક લોકોને પોતાના ભક્ત બનાવી લેવાય.”
પૂજ્યપાદ જિનસેન, ગુણભદ્ર, સોમદેવ, સુદત્ત, મુનિચંદ્ર વગેરે પ્રમુખ આચાર્યોને પોત-પોતાના સમયના રાજાઓ અને રાજકુમારો પર ઘણો પ્રભાવ હતો. મધ્યયુગના તે શ્રમણ અને આચાર્ય કેવળ ધર્મ અથવા પારલૌકિક વિષયોના પરામર્શદાતા જ નહિ પણ ગૃહસ્થોના આલોકના કાર્યકલાપોના પરામર્શદાતા પણ હતા.
આ પ્રકારે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તીકાળમાં રાજસંપર્ક તેમજ લોકસંપર્કના માધ્યમથી ભવ્ય જૈન મંદિરો, મઠો, વસાહતો વગેરેનું અધિકાધિક સંખ્યામાં નિર્માણ કરાવીને જનમતને પોતાની તરફ આકર્ષિત કરવાનું જ આ ધર્મસંઘોના આચાર્યો, ભટ્ટારકો અને સાધુઓનું પ્રમુખ કાર્ય રહી ગયું હતું. વિદ્વાન ઇતિહાસજ્ઞ રામભૂષણ પ્રસાદસિંહે જે વિચારો [ ૨૨ 9696969696969696969696 જન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #32
--------------------------------------------------------------------------
________________
વ્યક્ત કર્યા, એ સારરૂપે આ પ્રકારના છે: જૈન-શ્રમણોના મન-મસ્તિષ્કમાં વધતી જતી દ્રવ્યસંગ્રહની લાલસા, સંઘમાં સત્તાસંપન્ન પ્રમુખપદ પ્રાપ્ત કરવાની અભિલાષા અને તેઓની શિથિલાચારમાં ઉત્તરોત્તર વધતી જતી વૃત્તિએ, તેઓને શ્રમણધર્મથી ભ્રષ્ટ કરીને, પોરોહિત્યના કાર્યને પુરોહિતોથી ઝૂંટવી પોતાના અધિકારમાં લેવા માટે વિવશ કર્યા.” આ પ્રકારે પોતાના હાથમાં લીધેલા પૌરોહિત્યકાર્યએ તે શ્રમણોને અપાર સંપત્તિ અને વૈભવના સ્વામી બનાવી દીધા, જે શ્રદ્ધાળુ ભક્તો દ્વારા જિનમંદિરોને ભેટ આપેલી બહુમૂલ્ય સંપત્તિના રૂપમાં તેઓને પ્રાપ્ત થઈ રહી હતી.
જૈન સાધુઓની આ શિથિલતા, અર્થલોલુપવૃત્તિએ તેઓને ભગવાન મહાવીરના આધ્યાત્મિક સિદ્ધાંતોથી કોસો દૂર કરી દીધા. ભગવાન મહાવીરે ધર્મતીર્થના પ્રવર્તન કરતી વખતે પૌરોહિત્ય વૃત્તિનો વિરોધ કરવાની સાથે-સાથે ભૌતિક અનુષ્ઠાનોના સ્થાને આત્મશુદ્ધિ પર ભાર મૂક્યો હતો. જે ભૌતિક અનુષ્ઠાનોનો ભગવાન મહાવીરે વિરોધ કર્યો હતો, તે ભૌતિક અનુષ્ઠાનોનો મધ્યયુગના જૈન સાધુઓ અને આચાર્યોએ પ્રચલન કર્યો. આનાથી જૈન ધર્મના પ્રાણભૂત અહિંસાના મૂળસિદ્ધાંત પર કુધરાઘાત થયો.
દ્રવ્યપૂજા કરતી વખતે ભક્તગણ, પૂજાના પ્રયોગમાં લેવામાં આવતાં પાણી, પુષ્પ, ધૂપ, દીપ વગેરેના માધ્યમથી અગણિત અદેશ્ય સૂક્ષ્મજીવોની હિંસા કરતા હતા. જૈનોમાં મૂર્તિપૂજાનો પ્રાદુર્ભાવ ઈસાની પ્રારંભિક શતાબ્દીઓમાં થયો અને મધ્યયુગમાં પૂજાના નિયમો, અનુષ્ઠાનોને વિસ્તૃત અથવા વિશરૂપ આપવામાં આવ્યું. સમન્તભદ્ર (વિક્રમની સાતમ-આઠમી શતાબ્દી) સંભવતઃ પહેલા આચાર્ય હતા, જેઓએ મૂર્તિપૂજાને શિક્ષાવ્રતમાં સમાવીને તેને ગૃહસ્થવર્ગનું ધાર્મિક કર્તવ્ય નિર્ધારિત કર્યું. સોમદેવે (વિક્રમની અગિયારમી શતાબ્દી) મૂર્તિપૂજાને સામાયિક શિક્ષાવ્રતમાં સ્થાન આપ્યું.
મધ્યયુગના જૈન આચાર્યો અને શ્રમણો દ્વારા કરેલા આ પ્રકારનાં પરિવર્તનોથી પુરાતન, પવિત્ર, મૂળ પરંપરા લગભગ નષ્ટ થઈ. આ પ્રકારે જૈન ધર્મનું પરંપરાગત મહાન મૂળ સ્વરૂપ નિસ્તેજ (ધૂમિલ) થઈ ગયું. વિશુદ્ધ શાસ્ત્રીય શ્રમણાચારનું પાલન કરવાવાળી મૂળ શ્રમણ પરંપરાનો પ્રવાહ અત્યંત ક્ષીણ, મંદ તેમજ ગૌણરૂપમાં અવશિષ્ટ રહી ગયો. જૈન ધર્મનો મલિક ઇતિહાસઃ (ભાગ-૩) 999696969696969690 ૨૩ |
Page #33
--------------------------------------------------------------------------
________________
(શ્રમણ પરંપરાનું વાસ્તવિક સ્વરૂપ) જૈન ધર્મ સંસારના સમસ્ત પ્રાણીવર્ગનો પરમ હિતૈષી અને સાચી શાંતિનો માર્ગ બતાવવાવાળો છે. ધર્મનો શાબ્દિક અર્થ છે - જન્મ, જરા અને મૃત્યુના અથાગ દુઃખસાગરમાં ડૂબતા પ્રાણીને ધારણ કરવાવાળા, બચાવવાળા. વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી ઘટ-ઘટના અંતર્યામી જિનેન્દ્ર દેવ દ્વારા પ્રરૂપિત (સ્થાપિત) ધર્મનું નામ છે “જેને ધર્મ.'
કેવળજ્ઞાન, કેવળદર્શનની ઉપલબ્ધિની સાથે જ ભાવતીર્થકર બનીને પ્રભુ મહાવીરે ચતુર્વિધ ધર્મતીથની સ્થાપના કરતી વખતે સંસારને સાચા ધર્મનું સ્વરૂપ બતાવતા કહ્યું હતું : “અતીતકાળમાં જે અરિહંતભગવંત થઈ ચૂક્યા છે, વર્તમાનમાં જે છે તથા આગામી કાળમાં જે થશે તે બધા આ પ્રકારે કહે છે, આ પ્રકારે પ્રવચન કરે છે, આ પ્રકારે પ્રજ્ઞાપિત કરે છે અને આ પ્રકારે પ્રરૂપણા કરે છે, “બધાં પ્રાણી (ત્રણ વિકસેન્દ્રિય) બધાં ભૂત (વનસ્પતિ) બધા જીવ (પંચેન્દ્રિય) અને બધાં સત્ત્વો (પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુના જીવો)ને મારવા ન જોઈએ કે અન્ય વ્યક્તિઓ દ્વારા ન મરાવવા જોઈએ, ન બળપૂર્વક પકડવાં જોઈએ, ન ત્રાસ આપવો જોઈએ, ન તેઓ પર પ્રાણઘાતક ઉપદ્રવ કરવા જોઈએ. આ અહિંસારૂપ ધર્મ જ શુદ્ધ, શાશ્વત અને મોક્ષદાયક ધર્મ છે.” આમાં અહિંસામૂલક ધર્મનું ઉત્કૃષ્ટ રૂપ બતાવવામાં આવેલ છે.
જેન ધર્મ, ધર્મકાર્યમાં કરવામાં આવતી હિંસાને પણ નિર્દોષ નથી માનતું. જૈનશાસ્ત્રમાં સંઘની રક્ષા માટે કોઈ પ્રકારની લબ્ધિની શક્તિનો ઉપયોગ પણ કરવો પડે, તો તેના માટે પણ આલોચના-પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ આવશ્યક માનવામાં આવે છે. “દશવૈકાલિક સૂત્ર'ના “મહાચાર” નામક છઠ્ઠા અધ્યયનમાં ભગવાન મહાવીરની નિગ્રંથ પરંપરાના શ્રમણશ્રમણી વર્ગના સાધ્વાચારનું અતિ સુંદર રૂપથી સાંગોપાંગ વર્ણન કરવામાં આવેલ છે. મુક્તિપથ પર નિરંતર અગ્રેસર રહેવાની અભિલાષાવાળા જેન શ્રમણોના આચાર એવા ઉન્નત અને દુષ્કર છે કે તે પ્રકારના આચાર જિનશાસન સિવાય અન્ય મત-મતાંતરોમાં અત્યંત દુર્લભ છે.
(૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય તથા (૫) અપરિગ્રહ આ પાંચ મહાવ્રત અને (૬) રાત્રિભોજન ત્યાગરૂપી વ્રત - આ છ વ્રતનું પાલન કરવું, (૭) પૃથ્વીકાય, (૮) અકાય, (૯) તેજકાય, | ૨૪ E32336969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #34
--------------------------------------------------------------------------
________________
(૧૦) વાયુકાય, (૧૧) વનસ્પતિકાય અને (૧૨) ત્રસકાય - આ છ જીવ નિકાયોની રક્ષા કરવી, (૧૩) અકલ્પનીય પદાર્થોને ગ્રહણ નહિ કરવા, (૧૪) ગૃહંસ્થના પાત્રમાં આહાર નહિ કરવો, (૧૫) પલંગ પર ન બેસવું, (૧૬) ગૃહસ્થના આસન પર બેસવું નહિ, (૧૭) સ્નાન ન કરવું અને (૧૮) શરીરની શોભા-સજાવટનો ત્યાગ કરવો - એ સાધુ આચરણના અઢાર સ્થાન છે. આ સ્થાન પ્રત્યેક સાધુ-સાધ્વી માટે અનિવાર્ય રૂપે પાળવાના છે. બધા સાધુઓએ દરેક અવસ્થાઓમાં આ બધા અઢાર ગુણોનું અખંડ (દેશવિરાધના અને સર્વવિરાધનાથી રહિત) અને નિર્દોષ રૂપથી પાલન કરવું જોઈએ.
શ્રમણાચારનાં આ અઢાર સ્થાનોનું યથાવત્ પાલન કરવાવાળા, જીવ-અજીવ વગેરે તત્ત્વોના યથાર્થ સ્વરૂપના જ્ઞાતા, સત્તર (૧૭) પ્રકારના સંયમના પાલક, મોહ-મમત્વરહિત, આર્જવ આદિ ગુણોથી વિભૂષિત અને બાર (૧૨) પ્રકારનાં તપમાં રહેવાવાળા નિગ્રંથ મુનિ, નિરંતર આત્મ-સાધના કરે છે. આ પ્રકારે આત્મવિદ્યાના ઉપાસક અને અનુષ્ઠાતા, યશસ્વી, શરદપૂર્ણિમાના ચંદ્ર સમાન નિર્મળ મુનિ સમસ્ત કર્મોનો પૂર્ણરૂપે ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે, અથવા કોઈ કર્મ બાકી રહેવાથી વૈમાનિક દેવોમાં જન્મ લે છે.
ચૈત્યવાસી પરંપરા દ્વારા કરવામાં આવેલ પરિવર્તન
આમ તો વી. નિ. સં. ૮૫૦ની આસપાસ જ કતિપય નિગ્રંથ શ્રમણ, શ્રમણોચિત આચારને તિલાંજલિ આપીને પોતાની ઇચ્છાનુસાર જૈનમંદિરોનાં નિર્માણ કરાવીને તેમાં સ્થિરવાસ ક૨વાની સાથે-સાથે અનેષણીય તથા અકલ્પનીય આહાર લેવા લાગી ગયા હતા, તો પણ મૂળ-નિગ્રંથ પરંપરાના આગમનિષ્ણાત, ત્યાગી, તપસ્વી, ઉગ્રવિહારી, પૂર્વધર આચાર્યોની વિદ્યમાનતાના કારણે, તેઓ સ્વછંદાચારી ચૈત્યવાસી મુનિ જૈનસમાજના માનસમાં કોઈ મહત્ત્વનું સ્થાન તથા સન્માન તે સમય સુધી પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યા.
દેવર્ષિના ઉત્તરવર્તીકાળના ઘટનાક્રમના પર્યવેક્ષણથી એવું પ્રતીત થાય છે કે - ચૈત્યવાસીઓએ દેવર્ષિના સ્વર્ગવાસ થઈ ગયા પછી પોતાની પરંપરાનો પ્રચાર-પ્રસાર વ્યાપક રૂપમાં, પ્રબળ વેગથી પ્રારંભ કર્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૭ ૩૭ ૨૫
Page #35
--------------------------------------------------------------------------
________________
આડંબરપૂર્ણ, સ્વકલ્પિત નિત-નવાં ધાર્મિક આયોજનો, પરિપાટીઓ અને અનુષ્ઠાનોની રચનાઓની સાથે-સાથે ચૈત્યવાસીઓએ સાધુવર્ગની સુવિધા માટે ૧૦ (દશ) નિયમ બનાવ્યા. આ નિયમોથી મુનિજીવનમાં સુવિધા, ભોગ અતિ અધિક વધી ગયા. ચૈત્યવાસી સાધુઓ માટે બનાવવામાં આવેલ તે નિયમોને જૈનસંઘમાં પ્રસારિત કરવામાં આવ્યા ને ચૈત્યવાસી પરંપરાના દરેક સદસ્યના માટે એ ૧૦ નિયમોનું પાલન અનિવાર્ય ઘોષિત કરી દીધું. તે ૧૦ નિયમોનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રકારે છે : ૧. સાધુ ઔદ્દેશિક અર્થાત્ શ્રમણ-શ્રમણીઓ માટે બનાવવામાં આવેલ સદોષ આહાર ગ્રહણ કરી શકે છે, એમાં કોઈ પ્રકારનો દોષ નથી. સાધુએ સદા માટે જિનમંદિરમાં નિયતવાસ કરવો જોઈએ. વસતિ, પરગૃહ અથવા ઉદ્યાનમાં નિવાસ કરવાવાળા અથવા રોકાવાવાળા સાધુઓનો પૂરી રીતે વિરોધ કરીને ચૈત્યવાસી સાધુ ખુલ્લી રીતે આ પ્રકારે પ્રચાર-પ્રસાર કરે કે સાધુએ વસતિમાં નિવાસ કરવો જોઈએ નહિ.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૨૬
સાધુ પોતાની પાસે ધનનો સંગ્રહ કરે. આમ તો શાસ્ત્રોમાં સાધુ માટે ધન-સંગ્રહ નિષેધ છે, છતાં પણ વર્તમાનમાં સાધુઓ માટે ધન રાખવું આવશ્યક થઈ ગયું છે.
ચૈત્યવાસી સાધુ ગૃહસ્થોને ઉપદેશ, ગુરુમંત્ર વગેરે આપીને પોતાની પેઢી, પ્રપેઢી શ્રાવક બનાવે.
સાધુ જૈનમંદિરોને પોતાની સંપત્તિના રૂપમાં સ્વીકાર કરે. સાધુ એવા ગાદી-તકિયા અને સિંહાસનો પર પણ બેસી શકે છે, જેનું પ્રતિલેખન પ્રમાર્જન સંભવ નથી.
સાધુ પોતાના શ્રાવકોને પોતાના જ ગચ્છમાં રહેવા માટે (સામ, દામ, દંડ, ભેદ વગેરે ઉપાયોથી) આગ્રહ કરે.
સાધુ આ પ્રકારની ક્રિયાઓનું સ્વયં આચરણ કરે તથા એવાં વિધિ-વિધાનોનો ઉપદેશ અને પ્રચાર-પ્રસાર કરીને લોકો પાસે તે ક્રિયાઓનું પાલન કરાવે, જે ધીરે-ધીરે મોક્ષમાર્ગની તરફ લઈ જવાવાળી છે.
ઉપરના ૯ નિયમોનું પાલન નહિ કરનાર બધા સાધુઓ પ્રતિ, ચૈત્યવાસી સાધુઓએ અનાદર અને દ્વેષદૃષ્ટિ રાખવી જોઈએ. ઊઊઊઊઊન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #36
--------------------------------------------------------------------------
________________
આકાશ-પાતાળનું અંતર
શાસ્ત્રોમાં પ્રતિપાદિત ધર્મ ને શ્રમણાચારના સ્વરૂપના પરિપ્રેક્ષ્યમાં ચૈત્યવાસીઓ દ્વારા પ્રચલિત કરેલા ધર્મ અને શ્રમણાચારના સ્વરૂપને જોઈને એ વિદિત થઈ જાય છે કે આ બંનેમાં આકાશ તથા પાતાળનું અંતર છે. ચૈત્યવાસીઓ દ્વારા પરિકલ્પિત ધર્મ અને શ્રમણાચારનું સ્વરૂપ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોથી બિલકુલ પ્રતિકૂળ જ છે. ચૈત્યવાસીઓ દ્વારા કરેલ આ ૧૦ નિયમોના પ્રચાર-પ્રસારને સર્વજ્ઞ પ્રણીત આગમોની વિરુદ્ધ એક સુનિયોજિત વિદ્રોહ કહી શકાય છે. પોતાની કપોલ-કલ્પનાઓ પર આધારિત એ નિયમોથી ચૈત્યવાસીઓએ સર્વજ્ઞ પ્રણીત ધર્મ અને શ્રમણાચારના મૂળ સ્વરૂપને જ વિકૃત કરી દીધું. આ નિયમોમાંથી એક પણ નિયમ એવો નથી, જે શાસ્ત્રસંમત હોય. પ્રત્યેક નિયમમાં શાસ્ત્રો પ્રતિ અવજ્ઞા અને ઉપેક્ષા ઠાંસી-ઠાંસીને ભરેલી છે. આ નિયમોમાં જૈન ધર્મના પ્રાણભૂત મહાન સિદ્ધાંત અહિંસા, આધ્યાત્મિકતા અને અપરિગ્રહનું ગળું દાબી દીધું છે. સર્વજ્ઞ-સર્વદર્શી વીતરાગ પ્રભુની શાશ્વત સત્ય વાણીમાં ધર્મ અને આચારનું જે પરમપુનિત નિર્મળ સ્વરૂપ ચિત્રિત કરેલું છે, તેના પર આ અશાસ્ત્રીય ૧૦ નિયમોના ૧૦ મોટા-મોટા કાળા ડાઘ લગાવીને ચૈત્યવાસીઓએ એને મલિન કરી દીધું. ચૈત્યવાસીઓએ રત્નત્રયી જડેલ ધર્મરૂપી સ્વર્ણકુંભમાંથી અહિંસા, અપરિગ્રહ અને અધ્યાત્મરૂપી અમૃતને ધૂળ ભેગા કરીને તેમાં ઘોર આરંભ-સમારંભ અને આડંબરરૂપી હળાહળ ઝેર ભરી દીધું, જે આત્મવિનાશકારી હોવાના કારણે પ્રાણીઓને અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરાવવાવાળું પણ છે.
ઉત્તરકાલીન ધર્મસંઘમાં વિકૃતિઓ
વી. નિ. સં. ૧૦૦૦થી ઉત્તરવર્તીકાળમાં વિકસિત દ્રવ્ય પરંપરાઓની પાછળ એકમાત્ર શિથિલાચાર અથવા માન-સન્માન, યથકીર્તિની આકાંક્ષા જ મૂળ અને પ્રમુખ કારણ રહેલ હોય એવું એકતરફી નિષ્કર્ષ પર ન પહોંચી શકાય.
કારણ કે ઐતિહાસિક ઘટનાક્રમના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી બીજાં કારણ પણ પ્રકાશમાં આવે છે તે આ પ્રકારે છે :
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
: ૨૦
Page #37
--------------------------------------------------------------------------
________________
૧. ધર્મના પ્રચાર-પ્રસાર હેતુ આચાર્ય સુહસ્તી અને મૌર્ય સમ્રાટ સમ્મતિનું અનુસરણ કરી રાજાઓ, મંત્રીઓ વગેરેથી આચાર્યો અને શ્રમણોના સંપર્ક સાધવા.
૨. પોતાના ધર્મસંઘને જીવિત રાખવા તેમજ પ્રભાવકારી ધર્મસંઘ બનાવી રાખવાના ઉદ્દેશ્યથી ચમત્કાર પ્રદર્શન દ્વારા જનમાનસ, ધનિકવર્ગ અને મુખ્યત્વે રાજન્યવર્ગને પોતાના તરફ આકર્ષિત કરવા, પોતાના અનુયાયી બનાવવા.
૩. દુષ્કાળનાં ભીષણ પરિણામોથી પોતાના પ્રાણોની રક્ષાની સાથેસાથે ભોજનની સુગમ-સરળ, સ્થાયી અને સ્વાયત્તશાસી વ્યવસ્થા કરવી.
૪. અન્ય ધર્મોના વધતા જતા પ્રભાવથી જૈન ધર્મની રક્ષા માટે અન્ય ધર્મોનાં ધાર્મિક અનુષ્ઠાનોનું અનુસરણ કરવું.
૫. અધિકથી અધિક લોકોને પોતાના સંઘ તેમજ ધર્મની તરફ આકર્ષિત કરવા માટે આડંબરપૂર્ણ જનમનરંજનકારી નિત-નવાં અનુષ્ઠાનો, આયોજનો, ઉત્સવો, મહોત્સવો વગેરેના આવિષ્કાર અને પ્રચાર-પ્રસાર.
૬.
અન્ય ધર્માવલંબીઓના ધાર્મિક વિદ્વેષથી પોતાના ધર્મસંઘ અને સ્વધર્મી બંધુઓના રક્ષણ હેતુ રાજ્યાશ્રય પ્રાપ્તિ માટે ધર્માચાર્યો દ્વારા અનુષ્ઠાન, યંત્ર, મંત્ર, તંત્ર, કલ્પ આદિના પ્રયોગ અને રાજનીતિ તથા સત્તાના સંચાલનમાં સક્રિય યોગદાન વગેરે-વગેરે.
જ્યાં સુધી મોટા મોટા સમ્રાટ, રાજા-મહારાજા જૈન ધર્મના અનુયાયી રહ્યા ત્યાં સુધી જૈન ધર્મ ખૂબ ફૂલ્યો-ફાલ્યો. આ એક સંયોગની વાત હોવાની સાથે-સાથે એક ઐતિહાસિક તથ્ય પણ છે.
અંતિમ મૌર્ય સમ્રાટ બૃહદ્રથને મારીને પાટલિપુત્રના સિંહાસન પર બેઠેલા પુષ્યમિત્ર શૃંગે જે સમયે બૌદ્ધોની સાથે-સાથે જૈનો પર પણ અત્યાચાર કરવાનો પ્રારંભ કર્યો, તે સમયે કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ભિક્ષુરાય ખારવેલે પાટલિપુત્ર પર આક્રમણ કરીને જૈન ધર્માનુયાયીઓની રક્ષા કરી. જૈન-ધર્માવલંબી ચોલ, ચેરી, પાલ્ક્ય આદિ દક્ષિણના રાજવંશોના શૈવ થઈ જવા અને તેઓ દ્વારા જૈન સાધુઓના © જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૦
Page #38
--------------------------------------------------------------------------
________________
સામૂહિક સંહાર અને જૈનોને બળપૂર્વક સામૂહિક ધર્મ-પરિવર્તન કરાવવાથી, ત્યારે દક્ષિણમાં જૈન ધર્મનું અસ્તિત્વ સંકટમાં પડી ગયું. તો કલભ્રોએ ચોલ, ચેર અને પાઠ્ય આ ત્રણ સશક્ત દક્ષિણી રાજસત્તાઓને પરાસ્ત કરીને જૈન ધર્મ અને તેના અનુયાયીઓની રક્ષા કરી.
જૈન ધર્મના પ્રભાવને વધારવા માટે આર્ય વજ, આર્ય સમિતિ, બ્રહ્મદીપકસિંહ આદિ આચાર્યોએ સમય-સમય પર પોતાનાં વિદ્યાબળથી રાજાઓ, રાજસત્તાઓ અને પ્રજાજનોને પ્રભાવિત કરીને જનમાનસ પર જૈન ધર્મનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. પ્રાચીનકાળમાં સિદ્ધસેન દિવાકરે રાજસત્તાને પ્રભાવિત કરીને જૈન ધર્મના વર્ચસ્વમાં ઉલ્લેખનીય અભિવૃદ્ધિ કરી. કેવળ એટલું જ નહિ, પરંતુ સંક્રાંતિકાળમાં જૈન ધર્મની રક્ષા માટે દૂરદર્શી જૈનાચાર્યોએ જૈન ધર્મના પક્ષધર રાજવંશની જરૂરિયાતનો અનુભવ કરીને હોસલું, ગંગ આદિ જૈન-ધર્માવલંબી રાજવંશોની સ્થાપના પણ કરી. તે સંક્રાંતિકાળમાં તે આચાર્યોનું એકમાત્ર લક્ષ્ય એ જ હતું કે જેન રાજવંશોની સ્થાપનાની સાથે-સાથે તેઓને બધી દષ્ટિઓથી શક્તિશાળી રાજસત્તાના રૂપમાં પ્રગટ કરીને અથવા જૈનેતર રાજસત્તાઓને જૈનસંઘના સંરક્ષક બનાવીને જેનો અને જૈનસંઘની બહુમુખી શ્રીવૃદ્ધિ કરવામાં આવે. પોતાના આ લક્ષ્યની પૂર્તિ માટે તે આચાર્યોએ સમયની માંગને ધ્યાનમાં રાખીને પોતાના ઉચ્ચ શ્રમણાદર્શોનું બલિદાન પણ કર્યું. સંઘ તથા જૈન ધર્મને જીવંત રાખવા માટે તે આચાર્યોએ અનેક પ્રસંગો પર એવાં કાર્ય પણ કર્યા, જે જૈનશ્રમણ માટે પરંપરાથી જ પૂર્ણરૂપે નિષિદ્ધ માનવામાં આવેલ છે.
ધર્મસંઘ પર આવેલ અન્યાયપૂર્ણ સંકટની ક્ષણોમાં તે શ્રમણશ્રેષ્ઠોએ સમય-સમય પર ધર્મસંઘની ઘોર સંકટથી રક્ષા માટે અપવાદ રૂપમાં શ્રમણાચાર નિષિદ્ધ આચરણ કર્યું. પરંતુ સંકટ ટળી જતાં તે મહાશ્રમણોએ, પોતાના તે શ્રમણધર્મથી વિરુદ્ધ અપવાદિક સદોષ આચરણ માટે પ્રાયશ્ચિત્ત કરીને તે દોષનું નિવારણ કર્યું. અતિ પુરાતનકાળમાં લબ્ધિધારી મુનિ વિષ્ણુકુમારે લબ્ધિ-ચમત્કાર પ્રગટ કરીને શ્રમણસંઘની રક્ષા કરી. મહાસતી સરસ્વતી પર આવેલ ઘોર સંકટથી તેઓની રક્ષા માટે કાલકાચાર્યએ (વી. નિ. સં. ૩૩૫ થી ૩૭૬) શક્તિશાળી ઇતર રાજ્યની સહાયતાથી અત્યાચારી ગર્દભિલ્લને રાજ્યપ્યુત કર્યો. જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96369999999999 ૨૯ ]
Page #39
--------------------------------------------------------------------------
________________
પોતાના એ અપવાદ સ્વરૂપ દોષપૂર્ણ આચરણ માટે તેઓએ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને આત્મશુદ્ધિ કરી. પરંતુ વિ. નિ.ની પ્રથમ સહસ્ત્રાબ્દીના અનન્તર સ્થિતિ આનાથી તદ્દન જુદી રહી.
વિ. નિ.ના પ્રથમ સહસ્ત્રાબ્દીથી ઉત્તરવર્તીિ આચાર્યોએ ધર્મસંકટનાં વાદળો ઘેરાવાથી સમય-સમય પર અપવાદમાર્ગનું અવલંબન કર્યું. પરંતુ તેઓના એ આચરણ માટે પ્રાયશ્ચિત્ત લેવાના બદલે તે આચાર્યોએ તે અપવાદમાર્ગને જ શ્રમણજીવનનું કાયમી આવશ્યક અંગ માની લીધું. એ પ્રકારે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પછી ગૌણ બનેલી વિશુદ્ધ શ્રમણ પરંપરાને છોડીને શેષ બધી શ્રમણ પરંપરાઓમાં અપવાદમાર્ગે ઉત્સર્ગમાર્ગનું સ્થાન ગ્રહણ કર્યું. તીર્થકરોએ જૈન ધર્મમાં ઉત્સર્ગ અને અપવાદ બંને પ્રકારના માર્ગને સ્થાન આપેલ છે; પરંતુ અપવાદમાર્ગને વિશિષ્ટ પ્રકારની અપરિહાર્ય પરિસ્થિતિઓમાં જ અપનાવવાની છૂટ આપેલ છે. ઉત્સર્ગમાર્ગ એક પુનિત કર્તવ્ય છે, તો અપવાદમાર્ગ મજબૂરી અથવા દબાણપૂર્વક પરિસ્થિતિમાં કરવામાં આવેલ કાર્ય છે.
વસ્તુસ્થિતિ એ છે કે દેવર્ધિગણિના સ્વર્ગારોહણ પછીનાં અનેક, કારણોથી જૈન ધર્મસંઘમાં અનેક પ્રકારની દ્રવ્ય પરંપરાઓનો પ્રાદુર્ભાવ થયો. તે દ્રવ્ય પરંપરાઓનાં આચાર્યો અને શ્રમણ-શ્રમણીઓએ અપવાદોનો પ્રવાહ પ્રવાહિત કરીને શ્રમણાચારના મૂળ સ્વરૂપમાં યથોચિત પરિવર્તનની સાથે જૈન ધર્મના મૂળભૂત આધ્યાત્મિક સ્વરૂપમાં આમૂલ પરિવર્તન કરી દીધું.
કેટલાક પ્રાચીન ઉલ્લેખોથી એ અનુમાન પણ કરી શકાય છે કે – વી. નિ. સં. ૧૦૦૦ થી વી. નિ. સં. ૧૭૦૦ની અવધિ વચ્ચે ક્ષીણસરિતાના રૂપમાં અવશિષ્ટ રહેલ ભાવશ્રમણ પરંપરા કોઈ-કોઈ વાર ઉત્તરાલ તરંગિત પણ થઈ, પરંતુ તે દ્રવ્ય પરંપરાઓના પ્રબળ વર્ચસ્વના પરિણામ સ્વરૂપ તેનો ઉભરાયેલ વેગ પુનઃ શાંત થઈ ગયો.”
(ચૈત્યવાસી પરંપરાનો ઉદ્દભવ અને ઉત્કર્ષ) ભગવાન મહાવીરના નિર્વાણ પશ્ચાતું પણ તેમનો ધર્મસંઘ શતાબ્દીઓ સુધી સતત જાગૃત રહીને શાસ્ત્રોક્ત વિશુદ્ધ શ્રમણાચારનું જ પાલન કરતો રહ્યો. જેમ-જેમ સમય વીતતો ગયો અને અપકર્ષોન્મુખ ૩૦ 0996969696969996)જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #40
--------------------------------------------------------------------------
________________
અવસર્પિણીકાળના પ્રભાવથી શારીરિક સંહનન, સંસ્થાન, શક્તિ, સાહસ, શૌર્ય, સહિષ્ણુતા, ક્ષમા, માર્દવ, આર્જવ, બુદ્ધિબળ, અનાસક્તિ, આસ્તિક્ય, અનહંકાર આદિ ગુણો તેમજ ક્ષમતાઓનો અનુક્રમે ઉત્તરોત્તર હ્રાસ થતો રહ્યો, તેમ-તેમ ધીરે-ધીરે આ પરમ પુનિત શ્રમણ પરંપરાઓમાં પણ કાળપ્રભાવથી વિકારોનો પ્રવેશ પ્રારંભ થઈ ગયો.
વી. નિની સાતમી શતાબ્દીના પ્રારંભમાં કાળ-પ્રભાવની સાથેસાથે અસંયતિપૂજા નામના આશ્ચર્યએ પણ પોતાનો પ્રભાવ પ્રગટ કરવાનો પ્રારંભ કર્યો. આ અશુભ યોગો સાથે જ ભગવાન મહાવીરના નિર્વાણના સમયે ૨૦૦૦ વર્ષ સુધી પોતાનો પ્રભાવ પ્રગટ કરવાવાળો ભસ્મ ગ્રહ લાગ્યો હતો, તેનો પણ પ્રભાવ વધવા લગ્યો. આ પ્રકારે એ અમંગલકારી યોગોના પ્રભાવના પરિણામ સ્વરૂપ સતત પ્રવાહમાન જૈન પરંપરાને એવા ખરાબ દિવસ જોવા પડ્યા, જે અનંત અતીતકાળની સાધારણ અવસર્પિણીઓમાં પણ કોઈ વાર જોવા પડ્યા ન હતા.
આ ઘોર અશુભ યોગોના કારણે ખરાબ રીતે બદલાયેલી સામાજિક ને પ્રાકૃતિક પરિસ્થિતિઓમાં જે શ્રમણોએ શિથિલાચારનું શરણું લીધું, તેઓને તે સમયના લોકો દ્વારા તત્કાળ લોકનિંદાના ભોગ થવું પડ્યું. અતઃ શિથિલાચારની તરફ ઝૂકેલા પરીષહભીરુ શ્રમણોએ લોકંદષ્ટિમાં નીચી ઊતરતી પોતાની પ્રતિષ્ઠાને બચાવવા અને પોતાના મિથ્યા અહંની પુષ્ટિ માટે અનેક નવા-નવા માર્ગ શોધવાનો પ્રારંભ કરી દીધો. અન્ય સંપ્રદાયોના વધતા આડંબરો અને આકર્ષણોની વચ્ચે શ્રમણાચારની શાસ્ત્રોક્ત પરંપરાનું સાધારણ સાધકો માટે પાલન કરવું અત્યંત મુશ્કેલ સમજીને તત્કાલીન આચાર્યોએ સમયાનુસાર સુવિધાજનક માર્ગ કાઢવા માટેના વિચારથી ચૈત્યવાસને પ્રોત્સાહન આપ્યું. તેઓએ ભલા-ભોળા અંધશ્રદ્ધાળુ લોકોને જાદૂ-ટોના, યંત્ર-તંત્ર આધારિત ચમત્કારો અને ભૌતિક પ્રલોભનોમાં ફસાવીને તેઓને પોતાના ભક્ત બનાવવાનો પ્રારંભ કર્યો. તેઓ કહેવા લાગ્યા કે - “કલિયુગની બદલાયેલી પરિસ્થિતિઓમાં આગમવિહિત શ્રમણાચારનું પાલન અસંભવ છે. કેવળ કઠોર તપસ્યા, પરીષહ સહન, પરિગ્રહ પરિત્યાગ, ભિક્ષાટન, અપ્રતિહત વિહાર આદિ જ મોક્ષસાધન હોય, એવું નથી. આ અતિદુષ્કર કાર્યોના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9696969696969696969696) ૩૧ |
Page #41
--------------------------------------------------------------------------
________________
અતિરિક્ત ચૈત્યનિર્માણ, ચૈત્યવંદન, પૂજન, અર્ચન, તીર્થયાત્રા, પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રભાવના વિતરણ વગેરે અનેક સરળ, શુભકાર્યોથી પણ મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.' જ્યારે લોકોએ પહેલીવાર આ સાંભળ્યું તો તેઓ સુવિધાભોગી શ્રમણોની તરફ આકર્ષિત થવા લાગ્યા.
શિથિલાચારની તરફ ઉન્મુખ થયેલ તે શ્રમણોએ આ પ્રકારે પોતાની નીચી ઊતરતી પ્રતિષ્ઠાને થોડી હદ સુધી બચાવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી. તેઓએ ધર્મના નામ પર અનેક એવાં આડંબરપૂર્ણ વિધિવિધાનોનું પ્રચલન કર્યું, જેનો આગમોમાં - ગ્રંથોમાં ક્યાંય પણ કોઈ ઉલ્લેખ નથી. સર્વ પ્રથમ તીર્થંકરોના નિર્વાણ પછી તેઓના પાર્થિવ શરીરનાં અંતિમ સંસ્કારસ્થળો પર નિર્મિત સ્તૂપો પર પથ્થરની મૂર્તિઓની અને આયાગ-પટ્ટોની સ્થાપના કરવામાં આવી. ત્યાર બાદ મંદિરોના નિર્માણ, પ્રતિષ્ઠા-મહોત્સવ, તીર્થયાત્રાઓ વગેરે બહુજન આકર્ષક, લોક રંજનકારી આયોજનોનો પ્રચાર કરવામાં આવ્યો. આવા અવસરો પર પ્રભાવના-વિતરણનો પણ પ્રારંભ કરવામાં આવ્યો. આનાથી લોકોને પોતાના તરફ આકર્ષિત કરવામાં સફળતા મળી. આનાથી ઉત્સાહિત થઈ તે વેશધારી શ્રમણોએ ભગવાન મહાવીરના પરંપરાગત મૂળ ધર્મસંઘથી ભિન્ન પોતાનો એક પૃથક્ ધર્મસંઘ બનાવવાનો નિશ્ચય કર્યો.
વી. નિ. સં. ૮૫૦માં ચૈત્યવાસી સંઘની સ્થાપના કરવામાં આવી. ચૈત્યવાસીસંઘનાં શ્રમણ-શ્રમણી, ચૈત્યવાસી નામથી ઓળખાવા લાગ્યાં. ચૈત્યવાસી સાધુઓએ વિહારનો પરિત્યાગ કરી ચૈત્યોમાં જ સ્થાયી-નિવાસનો પ્રારંભ કરી દીધો. તે ચૈત્યવાસી સાધુઓએ પોતાના ભક્તજનો પાસે દ્રવ્ય લઈ પોતપોતાનાં મંદિર બનાવડાવ્યાં. તે મંદિરોમાં પણ ભગવાનને ભોગ લગાડવાના નામ પર મોટી-મોટી પાકશાળા (ભોજનશાળા)ઓ બનાવડાવી. તે ભોજનશાળાઓમાંથી આધાકર્મી આહાર લેવાનો પ્રારંભ કરી દીધો. આ પ્રકારે વી. નિ. સં. ૮૫૦ થી ખુલ્લી રીતે ચૈત્યોમાં રહેવું અને આધાકર્મી આહાર લેવાનો પ્રારંભ થઈ ગયો હતો.
વી. નિ. સં. ૧૦૦૦ સુધી પૂર્વધર મહાન આચાર્યની વિદ્યમાનતામાં નવીન માન્યતાવાળા ચૈત્યવાસીસંઘ ભગવાન મહાવીરના અધ્યાત્મપરાયણ મૂળ ધર્મસંઘની તુલનામાં ગૌણ જ બની રહ્યો. પરંતુ પૂર્વધર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૩૨
Page #42
--------------------------------------------------------------------------
________________
અાવી દીધું.
આર્યદેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગવાસ પછી ચૈત્યવાસી ધર્મસંઘની શક્તિ પ્રબળ વેગથી વધવા માંડી. ચૈત્યવાસના શ્રદ્ધાળુઓએ ઉદારતાપૂર્વક ઉત્તરોત્તર આર્થિક સહાયતા આપીને ચૈત્યવાસીસંઘને મજબૂત, સક્ષમ અને સબળ બનાવ્યો. આનાથી ચૈત્યવાસીઓના અનુયાયી અને ભક્ત નિરંતર વધતા ગયા. પોતાના ભક્તોની સંખ્યા, પોતાના સંઘની સબળતા અને પોતાના સંઘ દ્વારા પ્રચલિત કરેલાં વિધિવિધાનોની લોકપ્રિયતાથી પ્રોત્સાહિત થઈ ચૈત્યવાસીઓએ ચૈત્યવાસી શ્રમણોના જીવનને સુસંપન્ન ગૃહસ્થજીવનથી પણ અધિક સુખ-સુવિધાથી પરિપૂર્ણ બનાવી દીધું.
ચૈત્યવાસીઓએ આધ્યાત્મિકતા, અહિંસા, અપરિગ્રહ, ગુણપૂજા, નિરંજન-નિરાકાર આત્મદેવની ઉપાસના, ભાવપૂજા વગેરેને છોડી-તોડીને, તેના સ્થાન પર ભૌતિકતા, પરિગ્રહ, દ્રવ્યાર્ચના, જડપૂજા વગેરેને ધર્મના સર્વોચ્ચ સિંહાસન પર વિરાજમાન કરી દીધા. ચૈત્યવાસીઓએ પોતાના એ કપોળકલ્પિત ધર્મનું નામ જૈન ધર્મ તો અવશ્ય રાખ્યું, પરંતુ વસ્તુતઃ તેને જૈન ધર્મ નહિ કહીને જૈનાભાસ કહેવું જ ઉચિત થઈ શકે છે. - એ નિર્વિવાદ છે કે આજીવન તલવારની ધાર પર ચાલવાતુલ્ય અતિ દુષ્કર વિશુદ્ધ શ્રમણાચારના પરિપાલનમાં અક્ષમ, પરીષહ-ભીરુ શ્રમણોએ શિથિલાચારનું શરણ લઈને ચૈત્યવાસી પરંપરાને જન્મ આપ્યો. શિથિલાચારની કાદવવાળી ભૂમિથી આનો પ્રાદુર્ભાવ થયો અને શિથિલાચારના શિથિલ પાયા પર જ ચૈત્યવાસી પરંપરાનું વિશાળ ભવન ઊભું કરવામાં આવ્યું. - સ્વયં દ્વારા આચરિત શિથિલાચારના ઔચિત્યની જનમાનસ પર છાપ દઢ કરવા માટે તેઓએ ૧૦ નિયમો સિવાય આગમોના પ્રતિપક્ષી (વિરુદ્ધ) અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું. ભોળા લોકોને સમજાવવામાં આવ્યું કે - “આ વિચ્છિન્ન થયેલ દૃષ્ટિવાદના અંશ છે. સિદ્ધાંતો પ્રતિકૂળ હોવા છતાં પણ તે ગ્રંથોને શાસ્ત્રીય અને જૈન સિદ્ધાંત અનુસાર સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. એ ગ્રંથોમાં નવી-નવી માન્યતાઓ, ચૈત્યનિર્માણ, પ્રતિમાનિર્માણ, ચૈત્યપરિપાટી, પ્રતિમાઓમાં પ્રાણ-પ્રતિષ્ઠા, પ્રતિમા પૂજા-વિધિ, તીર્થ માહાભ્ય, તીર્થયાત્રા વગેરે-વગેરેના સંબંધમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969697 ૩૩ ]
Page #43
--------------------------------------------------------------------------
________________
વા.
અનેક નવાં-નવાં વિધિ-વિધાનોના વિસ્તારની સાથે સમાવેશ કરવામાં આવ્યો. પ્રત્યેક ધાર્મિક કૃત્યની સાથે અર્થપ્રધાન બાહ્ય કર્મકાંડનો પુટ લગાવવામાં આવ્યા. ચૈત્યવાસી પરંપરાના પ્રાદુર્ભાવના સમયથી લઈ એના ઉત્કર્ષકાળ સુધી ચૈત્યવાસીઓ વડે સર્વજ્ઞ પ્રણીત જૈન ધર્મના સ્વરૂપમાં સમય-સમય પર આ પ્રકારના ઉત્તરોત્તર અધિકાધિક યથેચ્છ પરિવર્તન-પરિવર્ધન કરવામાં આવતાં રહ્યાં. તે પોતાના શ્રીમંત ઉપાસકોના અર્થબળ તથા અન્ય સાધનોના માધ્યમથી ચૈત્યવાસીઓએ રાજ્યાશ્રય પ્રાપ્ત કરી. ભારતના અનેક ભૂ-ભાગો પર પોતાની પરંપરાનું વર્ચસ્વ સ્થાપિત કરવા તથા મૂળ શ્રમણ પરંપરાનું અસ્તિત્વ ખતમ કરવાના ઉદ્દેશ્યથી સમય-સમય પર અનેક પ્રકારના ઉપાય કર્યા. એ ઉપાયોમાંથી સૌથી વધારે પ્રભાવશાળી ભયંકર ઉપાય એમણે એ કર્યો કે યેન-કેન પ્રકારે રાજગુરુનું પદ પ્રાપ્ત કરી રાજાઓ પાસેથી એ પ્રકારની રાજાશાઓ પ્રસારિત કરાવી દીધી કે - “એમના રાજ્યની સીમામાં ચૈત્યવાસી સાધુ-સાધ્વીઓના અતિરિક્ત અન્ય કોઈ પણ પરંપરાના સાધુ-સાધ્વી પ્રવેશ સુદ્ધાં પણ ન કરી શકે.” રાજાઓ પાસેથી આ પ્રકારની નિષેધાજ્ઞાઓ પ્રસારિત કરાવવામાં આવવાનું એક પુષ્ટ ઐતિહાસિક પ્રમાણ આજે પણ ઉપલબ્ધ છે. વિ.સં. ૮૦૨(વી. નિ. સં. ૧૨૭૨)માં અણહિલપુર-પાટણ (પટ્ટન)ના રાજા વનરાજ ચાવડાના ગુરુ ચૈત્યવાસી આચાર્ય શીલગુણસૂરિએ રાજા પાસે રાજાજ્ઞા પ્રસારિત કરાવીને ચૈત્યવાસી સાધુસાધ્વીઓને બાદ કરી શેષ બધાં અન્ય પરંપરાઓનાં સાધુ-સાધ્વીઓનો પાટણ રાજ્યની સીમામાં પ્રવેશ બંધ કરાવી નાખ્યો. એ રાજાજ્ઞાનો લગભગ ૨૭૫ વર્ષ સુધી સંપૂર્ણ રાજ્યમાં પૂરી કડકાઈથી અમલ કરવામાં આવ્યો. જે રાજ્યોમાં ચૈત્યવાસી પરંપરાના બે-ત્રણ શતાબ્દીઓ સુધી પૂર્ણ એકાધિપત્ય રહ્યા, એ રાજ્યોમાં વિશુદ્ધ મૂળ શ્રમણ પરંપરા વિલુપ્ત જેવી થઈ ગઈ.
આ પ્રકારે રાજ્યાશ્રય પ્રાપ્ત કરી ચૈત્યવાસી પરંપરા ભારતના વિભિન્ન ભાગોમાં પ્રસૂત થઈ, ફેલાઈ અને ફળી-ફૂલી. વી. નિની અગિયારમી શતાબ્દીના પ્રારંભથી સોળમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી તો ચૈત્યવાસી પરંપરાનું ભારતના અધિકાંશ ભાગોમાં પૂર્ણ વર્ચસ્વ [ ૩૪ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #44
--------------------------------------------------------------------------
________________
રહ્યું. જે રાજ્યોમાં ચૈત્યવાસી પરંપરાએ પોતાની પરંપરાથી ભિન્ન શ્રમણ પરંપરાનાં શ્રમણ-શ્રમણીઓનો રાજાશાઓ વડે પ્રવેશ નિષેધ કરાવી દીધો, એ ક્ષેત્રોમાં રહેવાવાળા જૈનોને વિશુદ્ધ મૂળ પરંપરાનાં શ્રમણ-શ્રમણીઓના દર્શન સુધ્ધાં દુર્લભ થઈ ગયાં. એ પ્રદેશોના નિવાસી, શ્રમણ ને શ્રમણાચારના વાસ્તવિક સ્વરૂપને પણ ભૂલી ગયાં. એ લોકો ચૈત્યવાસીઓને જ ભગવાન મહાવીરની મૂળ શ્રમણ પરંપરાના સાચા શ્રમણ અને એ ચૈત્યવાસીઓ વડે પ્રચલિત આડંબરપૂર્ણ વિધિવિધાનોને જ જૈન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણવા અને માનવા લાગ્યા.
વિ. નિ.ની અગિયારમી શતાબ્દીના પ્રારંભિક કાળમાં જ્યારથી ચૈત્યવાસી પરંપરાનો ઉત્કર્ષ-પ્રારંભ થયો, ત્યારથી શાસ્ત્રીય શ્રમણાચારના પાલન કરવાવાળા શ્રમણોની સંખ્યા ઉત્તરોત્તર ક્ષણથી ક્ષીણતર થતી ગઈ. વી. નિ.ની સોળમી શતાબ્દીના તૃતીય ચરણમાં તો આ સ્થિતિ એવી થઈ ગઈ કે મૂળ શ્રમણ પરંપરાના શ્રમણ ભારતવર્ષના ઉત્તરવર્તી ક્ષેત્રમાં અથવા સુદૂરસ્થ કોઈ ક્ષેત્રવિશેષમાં જ ગણ્યા-ગાંડ્યા સંખ્યામાં અવશિષ્ટ રહી ગયા.
વી. નિ.ની સોળમી શતાબ્દીમાં વનવાસી પરંપરાના આચાર્ય ઉદ્યોતનસૂરિની ઉત્તરીય ભારતમાં વિદ્યમાનતાના ઉલ્લેખથી એ પ્રમાણિત થાય છે કે ચૈત્યવાસીઓના ચરમોત્કર્ષકાળમાં પણ ભગવાન મહાવીર વડે સ્થાપિત ચતુર્વિધતીર્થના મૂળ સ્વરૂપ વિદ્યમાન રહ્યા. પૂર્વાગ્રહગ્રસ્ત અન્ય પરંપરાઓના અનુયાયીઓ મૂળ શ્રમણ પરંપરાની એ અતિ ક્ષીણાવસ્થાને લુપ્તાવસ્થાની સંજ્ઞા આપી દીધી. પણ યત્ર-તત્ર વિખરાયેલ પડેલ ઐતિહાસિક તથ્યોના પ્રકાશમાં આ સ્પષ્ટ છે કે એના ૬૦૦-૭૦૦ વર્ષના ઘોર સંક્રાંતિકાળમાં પણ મૂળ શ્રમણ પરંપરાનું અસ્તિત્વ અને પ્રભાવ જીવંત હતો. - જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ ચૈત્યવાસી પરંપરામાં વિઘટનકારી મતભેદ ઉત્પન્ન થતા ગયા. કાલાન્તરમાં ચૈત્યવાસી પરંપરામાં ભિન્ન-ભિન્ન માન્યતાઓવાળા ગચ્છોની ઉત્પત્તિ થઈ. નાના-નાના ગચ્છોની તો ગણના કરવી પણ કઠિન હતી, મોટા-મોટા ગચ્છોની સંખ્યા ચોર્યાશી (૮૪) સુધી પહોંચી ગઈ. પ્રત્યેક ગચ્છના આચાર્ય અને અનુયાયી બીજા ગચ્છોને પોતાના ગચ્છથી હીન અને પોતાના ગચ્છને જ સર્વશ્રેષ્ઠ, જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 00:069696969900 ૩૫ ]
Page #45
--------------------------------------------------------------------------
________________
સર્વોપરી તથા બધાથી મોટા સિદ્ધ કરવામાં જ પ્રયત્નશીલ રહેવા લાગ્યા. જેના સ્વામિત્વમાં મોટામાં મોટા ચૈત્ય વગેરે હોય, તે જ બધાથી મોટો ગચ્છ તથા એ ગચ્છના આચાર્ય બધાથી મોટા આચાર્ય માનવામાં આવવા લાગ્યા. મોટાપણાના આ માપદંડના પરિણામ સ્વરૂપ ભવ્યાતિભવ્ય મંદિરનિર્માણ, વિશાળ સંઘયાત્રા, આડંબરપૂર્ણ રથયાત્રા, પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રાતઃ-સાંજ દેવાર્ચન અને એકબીજાથી અધિક મૂલ્યની પ્રભાવનાઓ વહેંચવા વગેરેની બધા જ ચૈત્યવાસી ગચ્છોમાં પરસ્પર સ્વર્ધાત્મક હોડ લાગી ગઈ. શ્રમણો માટે પરમ આવશ્યક સ્વાધ્યાય, ધ્યાન, શાસ્ત્રવાંચન, આત્મ-ચિંતન વગેરે દૈનિક કર્તવ્યોને તાક (ખુંટી) પર મૂકીને ચૈત્યવાસી આચાર્ય, સાધુ-સાધ્વી અને એમના ઉપાસક આરંભ-સમારંભ તથા આડંબરપૂર્ણ ક્રિયાકલાપોને જ મોક્ષપ્રાપ્તિ અને સંઘ અભ્યત્થાનનાં સાધન સમજવા લાગ્યાં.
એવામાં ભૂલેલા-ભટકેલા લોકોને, જૈન-ધર્માવલંબીઓને ધર્મનું સાચું સ્વરૂપ બતાવવા માટે વિક્રમની અગિયારમી શતાબ્દીના પંડિત જિનેશ્વરગણિએ પોતાના ગુરુ વર્ધમાનસૂરિને પ્રાર્થના કરી. જિનેશ્વરગણિની પ્રાર્થનાનો સ્વીકાર કરી વર્ધમાનસૂરિએ પોતાના ૧૭ સાધુઓની સાથે દિલ્હીથી ગુજરાતની તરફ વિહાર કર્યો. કાલાન્તરમાં તેઓ અણહિલપુર-પાટણ પહોંચ્યા. ત્યાં મહારાજ દુર્લભરાજની રાજ્યસભામાં વિ. સં. ૧૦૮૦ની આસપાસ જિનેશ્વરસૂરિએ ચૈત્યવાસીઓના ૮૪ ગચ્છોના આચાર્યોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી ચૈત્યવાસીઓના શતાબ્દીથી કેન્દ્રના રૂપમાં ચાલતા આવી રહેલા સુદઢ ગઢને તોડી નાખ્યો અને ગુજરાતમાં પુનઃ વસતિવાસની સ્થાપના કરી. 1 વિ. સં. ૮૦૨માં એક રાજાશાના માધ્યમથી ચૈત્યવાસી પરંપરાના અતિરિક્ત અન્ય બધી પરંપરાઓનાં સાધુ-સાધ્વીઓનો પાટણ રાજ્યની સીમામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એ નિષેધાજ્ઞાને વિ. સં. ૧૦૮૦ની આસપાસ વર્ધમાનસૂરિએ તત્કાલીન અણહિલપુરપાટણપતિ દુર્લભરાજ પાસે નિરસ્ત કરાવી દીધી. આ પ્રકારે જિનેશ્વરસૂરિની સાથે થયેલી શાસ્ત્રાર્થમાં ચૈત્યવાસી પરંપરાના આચાર્યની હારના દિવસથી જ ચૈત્યવાસી પરંપરા હૃાસની તરફ ઉન્મુખ થઈ.
જોકે ચૈત્યવાસી પરંપરાના આ પ્રથમ પરાજય પછી એમનો પ્રમુખ ગઢ ગુજરાત પડવાની શરૂ થઈ ગયો હતો, છતાં વિક્રમની બારમી ૩૬ 99696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #46
--------------------------------------------------------------------------
________________
શતાબ્દીના અંતિમ ચરણમાં મારવાડ, મેવાડ વગેરે અનેક પ્રદેશોમાં ચૈત્યવાસીઓનું જૈનસમાજ પર પૂર્ણ પ્રભુત્વ અને એકાધિપત્ય હતું.
અણહિલપુર-પાટણમાં ચૈત્યવાસીઓને પરાજિત કર્યા પછી જિનેશ્વરસૂરિએ ગુજરાત પ્રદેશમાં નિર્બાધ રૂપથી સતત વિહાર કરી ચૈત્યવાસી પરંપરાના અનુયાયીઓને વસતિવાસી પરંપરાના અનુયાયી બનાવ્યા. જિનેશ્વરસૂરિના સ્વર્ગવાસ પછી એમના પટ્ટધર શિષ્ય અભયદેવસૂરિએ પણ વસતિવાસનો પ્રચાર-પ્રસાર કરી ચૈત્યવાસી પરંપરાના ગઢોમાં ગાબડાં પાડવામાં ઉલ્લેખનીય ભૂમિકાનું નિર્વહન કર્યું. અભયદેવસૂરિના સ્વર્ગસ્થ થવાના પશ્ચાત્ એમના શિષ્ય જિનવલ્લભસૂરિ જીવનપર્યંત ચૈત્યવાસી પરંપરાની શક્તિ ક્ષીણ કરવા અને વસતિવાસી પરંપરાની અભ્યન્નતિ માટે પ્રયત્ન કરતા રહ્યા. એમણે ચૈત્યવાસી પરંપરાની અશાસ્ત્રીય માન્યતાઓ પર મર્માન્તકારી પ્રહાર કરવાવાળા ‘સંઘ પટ્ટક' નામક ગ્રંથની રચના કરી. આચાર્ય જિનવલ્લભસૂરિના સ્વર્ગસ્થ થયા પછી એમના ઉત્તરાધિકારી દાદા જિનદત્તસૂરિએ પણ ચૈત્યવાસી પરંપરાની શક્તિને ક્ષીણ કરવા અને વસતિવાસી પરંપરાની શક્તિનો વ્યાપ વધારવાનો જીવનપર્યંત અથાગ પ્રયાસ કર્યો. એમણે અનેક ક્ષત્રિય પરિવારોને સામૂહિક રૂપથી જૈન-ધર્માવલંબી બનાવ્યા.
જિનદત્તસૂરિના સ્વર્ગસ્થ થયા પછી એમના ઉત્તરાધિકારી જિનપતિસૂરિએ પણ ચૈત્યવાસીઓના વિરુદ્ધ અભિયાનને આગળ વધાર્યું. તે જીવનભર ચૈત્યવાસી પરંપરાના ઉન્મૂલન માટે પ્રયત્નશીલ રહ્યા. જિનપતિસૂરિએ ભારતના સુદૂરસ્થળોનો અપ્રતિહત વિહાર કરી ચૈત્યવાસી પરંપરાને પાંગળી કરી દીધી. જિનપતિસૂરિના ઉત્તરાધિકારી જિનેશ્વરસૂરિએ પણ જીવનભર ચૈત્યવાસી પરંપરાઓ સાથે સંઘર્ષ કરીને એમની જડોને ઝંઝોળી. એમણે ચૈત્યવાસીઓના ચૈત્યોને અનાયતન બતાવ્યું અને અનેક ક્ષેત્રોમાં ચૈત્યવાસીઓનો પરાભવ કર્યો.
આ પ્રકારે દુર્લભરાજની સભામાં ચૈત્યવાસીઓના પરાજય પછી ચૈત્યવાસી પરંપરાનો પ્રભાવ ઉત્તરોત્તર ક્ષીણથી ક્ષીણતર થવા લાગ્યો. દરમિયાન ગુજરાતમાં મુનિચંદ્રસૂરિના પ્રયાસોથી ચૈત્યવાસી પરંપરાનો પરાભવ થયો અને પૂનમિયા-ગચ્છ, આંચલિક-ગચ્છ ને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 99338 ૩૦
Page #47
--------------------------------------------------------------------------
________________
આગમિક-ગચ્છના આચાર્યો તથા સોમસુંદરસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિના સંયુક્ત પ્રયાસોથી વિ. સં. ૧૪૬૬ની આસપાસ ચૈત્યવાસી પરંપરાનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું. ચૈત્યવાસી પરંપરાના સમાપ્ત થવાની સાથે જ એ જ પરંપરાના આચાર્યો વડે પોતાના ઉત્કર્ષકાળમાં બનાવેલા નવા-નવા નિયમો, નૂતન માન્યતાઓ, સ્વકલ્પિત વિધિવિધાનો વગેરેના બધા ગ્રંથ પણ વિસ્મૃતિના ગર્તમાં વિલુપ્ત થઈ ગયા. આજે ચૈત્યવાસી પરંપરાના એક પણ ગ્રંથ ઉપલબ્ધ નથી. એ પ્રકારે તો ચૈત્યવાસી પરંપરા વી. નિ. ની અગિયારમી શતાબ્દીથી વિ. ની. ની વિસમી શતાબ્દીના પ્રથમ ચરણ સુધી ભારતવર્ષના અધિકાંશ ભાગો પર પોતાનું પૂર્ણ વર્ચસ્વ બનાવીને રહી, તે પોતાના લગભગ ૧૦૦૦ વર્ષના અસ્તિત્વકાળ પશ્ચાત્ પૂર્ણતઃ લુપ્ત થઈ ગઈ.
ચૈત્યવાસી પરંપરા તો સમાપ્ત થઈ ગઈ, પરંતુ તે પોતાની પાછળ પોતાનાં પદચિહ્ન છોડતી ગઈ. ચૈત્યવાસી પરંપરા દ્વારા પ્રચલિત કરેલાં આકર્ષક વિધિ-વિધાન, લગભગ ૧૦૦૦ વર્ષના નિયમિત અભ્યાસને કારણે જનમાનસમાં ધર્મ-કૃત્યોના રૂપમાં રૂઢ થઈ ગયાં, પરિણામે ચૈત્યવાસના હાસોન્મુખ કાળમાં પાંગરેલી પ્રાયઃ બધી પરંપરાઓને ચૈત્યવાસીઓ વડે પ્રચલિત કરેલી માન્યતાઓ, વિધિ-વિધાનોને કોઈ ને કોઈ રૂપમાં અપનાવી લીધાં. આ રીતે ચૈત્યવાસી પરંપરા તો સમાપ્ત થઈ ગઈ, પણ એની છાપ અને એમના અવશેષ આજે પણ વિદ્યમાન છે.
" ( સુવિહિત પરંપરા. ચૈત્યવાસી પરંપરાના જન્મના પશ્ચાત્કાલીન ઉલ્લેખોથી એવું પ્રમાણિત થાય છે કે મૂળ શ્રમણાચારી આચાર્યોએ શ્રમણ-શ્રમણી વર્ગમાં વધતા જતા શિથિલાચારને રોકવાના પ્રયત્ન કર્યા તથા વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરતા બધા શ્રમણો માટે એક સમાચારીનું નિર્ધારણ કર્યું. અભેદ તથા મૌક્ય પ્રગટ કરવાની દૃષ્ટિથી એ નવનિર્ધારિત સમાચારીઓને પાળવા તથા માનવાવાળા બધાં શ્રમણશ્રમણીઓને કોઈ પણ ગણ અથવા ગચ્છના ભેદભાવ વગર, “સુવિહિત’ નામથી સંબોધિત કરવાનો પ્રારંભ થયો. આ પ્રકારે સાચા સમાચારીનું પાલન કરવાવાળાં શ્રમણ-શ્રમણી વર્ગને ચૈત્યવાસી પરંપરાના | ૩૮ 969696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #48
--------------------------------------------------------------------------
________________
ઝંઝાવતથી, મૂળ શ્રમણ પરંપરાને બચાવી રાખવાના સંગઠિત રૂપમાં પૂરો પ્રયાસ કર્યો. એમના આ સુસંગઠિત પ્રયાસથી મૂળ પરંપરા નષ્ટ થતા બચી અને ચૈત્યવાસીઓના ઉત્તરોત્તર વધતા પ્રભાવના પરિણામ સ્વરૂપ ક્રમશઃ ક્ષીણ અને ક્ષીણતર થવા છતાં એ સંક્રાંતિકાળમાં તે જીવિત રહી શકી. ધર્મના મૂળ સ્વરૂપ અને મૂળ શ્રમણાચારના રક્ષાર્થ એક સમાચારીના માધ્યમથી સંગઠિત તથા એકજુટ થયેલા બધા ગણો અને ગચ્છોનાં એ શ્રમણ-શ્રમણી વર્ગને “સુવિહિત પરંપરા'ની સંજ્ઞા આપવામાં આવી. ચૈત્યવાસની ભીષણ આંધીથી વિશુદ્ધ શ્રમણાચાર તથા ધર્મની રક્ષા કરવાના કારણે સુવિહિત પરંપરાની પ્રતિષ્ઠા વધી. ચૈત્યવાસી પરંપરાના ચરમોત્કર્ષ કાળમાં પણ અવશિષ્ટ રહી અથવા અસ્તિત્વમાં આવેલી તથા તેનાથી ઉત્તરવર્તી કાળમાં સમય-સમય પર પ્રગટ થયેલી બધી શ્રમણ પરંપરાઓએ પોતાના સ્ત્રોત સુવિહિત પરંપરા સાથે જોડતાં પોતાની જાતને સુવિહિત પરંપરાનું અંગ હોવાનું પ્રગટ કર્યું.
આ પ્રકારે ચૈત્યવાસી પરંપરાના પ્રાદુર્ભાવ, ઉત્કર્ષ અને પ્રભાવનું એ સુપરિણામ આવ્યું કે ભિન્ન-ભિન્ન ગચ્છો અને ગણોના શ્રમણ, સુવિહિત પરંપરા અર્થાત્ ભલી-ભાંતિ વિધિપૂર્વક પ્રતિપાદિત પરંપરાના એક-સૂત્રમાં આબદ્ધ થયા. વસ્તુતઃ સુવિહિતના નામ પર કોઈ નવી પરંપરાને જન્મ નથી આપવામાં આવ્યો, પરંતુ ભિન્ન-ભિન્ન ગણો અને ગચ્છોમાં વિભક્ત મૂળ પરંપરાના શ્રમણોને એકતાના સૂત્રમાં આબદ્ધ કરવા માટે મૂળ શ્રમણ પરંપરાઓને જ આ એકતાસૂચક બીજું નામ આપવામાં આવ્યું.
ચૈત્યવાસી પરંપરાના સુદીર્ઘકાલીન એકાધિપત્યના કારણે સુવિહિત પરંપરાના નામ પર પાંગરેલી પરંપરાઓ પણ કાલાન્તરમાં ચૈત્યવાસીઓ વડે પ્રચલિત આડંબરપૂર્ણ વિધિ-વિધાનોની તરફ ધીરેધીરે આકૃષ્ટ થવા લાગી અને અનુસરણ કરવા લાગી.
F
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 9િ696969696969696969690 ૩૯ |
Page #49
--------------------------------------------------------------------------
________________
| ભટારક યરયા પ્રાચીન જૈનસાહિત્યના અનુશીલનથી આ તત્થ પ્રકાશમાં આવે છે કે શ્વેતાંબર તથા દિગંબર બંને સંઘોમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગસ્થ થવાથી વી. નિ. સં. ૮૪૦ની આસપાસ જ ભટ્ટારક પરંપરાનો આવિર્ભાવ (ઉદ્દભવ) થઈ ગયો હતો. પરંતુ વી. નિ.ની અગિયારમી શતાબ્દીના પ્રથમ ચરણ સુધી બંને સંઘોની આ નવોદિત પરંપરાઓ પ્રખ્યાત ન થઈ શકી, ગૌણ જ બની રહી. .
શ્વેતાંબર પરંપરાના ભટ્ટારકોએ પ્રારંભમાં આગમાનુસારી વિશુદ્ધ શ્રમણચાર અને ચૈત્યવાસી પરંપરાના શિથિલાચારની વચ્ચે મધ્યમમાર્ગને અપનાવ્યો. આ જ પ્રકારે દિગંબર પરંપરાના ભટ્ટારકોએ પણ ગિરિ-ગુહાવાસ તથા વનવાસનો પરિત્યાગ કરી પ્રારંભમાં ચૈત્યોમાં અને ચૈત્યાભાવમાં ગ્રામ-નગર વગેરેનાં બાહિર્ભાગસ્થ ગૃહોમાં નિવાસ કરવાનો પ્રારંભ કર્યો. આ બંને સંઘોની ભટ્ટારક પરંપરાઓના શ્રમણોએ ઉગ્ર વિહાર રૂપ પરંપરાગત પરિભ્રમણશીલ શ્રમણજીવનને સમાન રૂપથી ત્યાગીને એક જ સ્થાન પર નિયત-નિવાસ (સ્થિરવાસ) કરી લીધો.
આગમાનુસારી શ્રમણાચારથી નિતાંત ભિન્ન પોતાના આ આચારણની ઉપયોગિતા, ઉપાદેયતા અને સાર્થકતા સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી બંને સંઘોના ભટ્ટારકોએ પોતાનાં મઠ-મંદિરોમાં સિદ્ધાંત શિક્ષણ શાળાઓ ખોલી; એમાં બાળકો-કિશોરોને વ્યાવહારિક, ધાર્મિક અને સૈદ્ધાંતિક શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો.
આ પ્રકારના નિઃશુલ્ક શિક્ષણ, બાળકોમાં જ્ઞાન-વૃદ્ધિ અને ધર્મના પ્રતિ પ્રેમ જોઈ જનમાનસ ઘણો પ્રભાવિત થયો. ભાવિ પેઢી માટે આ પ્રકારના પ્રશિક્ષણને પરમોપયોગી સમજીને લોકોએ શ્રીમંતો પાસેથી ધન સંગ્રહ કરીને મઠ, મંદિર, ચેત્યાલય, ઉપાશ્રય અને એમના વિસ્તીર્ણ પ્રાંગણોમાં છાત્રાવાસો, વિદ્યાલયો અને ભોજનશાળાઓનું નિર્માણ કરાવવાનો પ્રારંભ કર્યો. બંને પરંપરાઓનાં ભટ્ટારક મંદિરોની સાથે નિર્માણિત વિશાળ આવાસોની વસતિઓ, નિષિધિઓ (Nasias- સાધુઓના વસતિગૃહ અથવા પ્રવાસ દરમિયાન રહેવાનું સ્થાન) અથવા મઠોના નામ આપી એમાં રહેવા લાગ્યા. પ્રારંભમાં શ્વેતાંબર અને દિગંબર બંને [ ૪૦ 96969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #50
--------------------------------------------------------------------------
________________
પરંપરાઓના ભટ્ટારક-આવાસોને મઠ' નામથી જ અભિહિત કરવામાં આવતું ગયું. પરંતુ કાલાન્તરમાં પૃથક પૃથક ઓળખાણ માટે શ્વેતાંબર પરંપરાના ભટ્ટારકોને શ્રી પૂજ્યજી, એમના આવાસો એટલે કે શ્રી પૂજ્યજીના સિંહાસન, પીઠો ને આશ્રમ, મંદિરજી વગેરે નામથી બોલાવા લાગ્યા. દિગંબર પરંપરાના ભટ્ટારકોના સિંહાસન-પીઠોને-મઠ, નસિયાં (નિસિહીઓ - નિષિધિઓ), વસ્તિઓ (વસદિયો) વગેરે નામોથી અભિહિત કરવામાં આવ્યા. આમ તો પ્રારંભિક કાળમાં બંને પરંપરાના ભટ્ટારકોના સિંહાસનપીઠ ભારતના બધા પ્રાંતોના વિભિન્ન ભાગોમાં રહ્યા, પરંતુ આગળ જતાં શ્વેતાંબર પરંપરાના ભટ્ટારકોનું ઉત્તર-ભારત તથા દક્ષિણ-પશ્ચિમ ભારતમાં અને દિગંબર પરંપરાનું મુખ્યતઃ દક્ષિણ ભારતમાં વર્ચસ્વ રહ્યું.
બંને પરંપરાઓના ભટ્ટારક પોતાના ભક્તો વડે નિર્માણિત મઠો અને સિંહાસન પીઠોનું સ્વામિત્વ પ્રાપ્ત કરી એમાં સ્થાયી રૂપથી રહેવા લાગ્યા. ત્યાં સંચાલિત શિક્ષણ સંસ્થાનોમાં એમણે જૈનકુળો તથા અન્ય વર્ગોના સાધારણ સ્થિતિવાળાં બાળકોને શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. ઓ શિક્ષણ સંસ્થાનોના સર્વશ્રેષ્ઠ સ્નાતકોને એ સિંહાસન-પીઠો પર મંડલાચાર્યો, ભટ્ટારકો વગેરેના સર્વોચ્ચ પદ પર આસીન કરવા લાગ્યા. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સ્નાતકોને દેશ-વિદેશમાં જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે પ્રચારક બનાવી મોકલવામાં આવતા. ( આ પ્રકારના શિક્ષણ સંસ્થાન ચૈત્યવાસી, શ્વેતાંબર, ભટ્ટારક અને યાપનીય પરંપરા માટે વરદાન સિદ્ધ થયા. આ શિક્ષણ સંસ્થાનોમાંથી ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ભારતીય-દર્શન, જૈન-દર્શન, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાંતીય ભાષાઓના ઉચ્ચ કોટિના પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલા વિદ્વાન સ્નાતક દેશના ખૂણે-ખૂણામાં ફેલાઈ ગયા. એમણે પોત-પોતાની પરંપરાના પ્રચારની સાથે-સાથે પોતપોતાની પરંપરાના નવ-નિર્મિત સિદ્ધાંતો, પૂજા વિધાનો, કર્મકાંડો, અનુષ્ઠાનો, કલ્પો, મંત્ર-તંત્ર વગેરેના મોટા ગ્રંથોનું નિર્માણ પણ કર્યું. - કાલાન્તરમાં જે પ્રકારે ચૈત્યવાસી પરંપરાના વિલુપ્ત થવાની સાથે જ એ જ પરંપરાના પોષક ગ્રંથ પણ વિલુપ્ત થઈ ગયા, એ જ પ્રકારે થાપનીય પરંપરાનું અધિકાંશ સાહિત્ય પણ એ જ પરંપરાના લુપ્ત થવાને કારણે વિલુપ્ત થઈ ગયું. જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 5699696969696969696969 ૪૧ ]
Page #51
--------------------------------------------------------------------------
________________
ભટ્ટારક પરંપરાના તત્ત્વાવધાનમાં મોટા પાયા પર સ્થાપિત અને સુસંચાલિત શિક્ષણ સંસ્થાનોમાં ઉચ્ચ કોટિનું શિક્ષણ પ્રાપ્ત કરવાવાળા સ્નાતકોમાંથી જે ભટ્ટારક-પદ પર આરૂઢ થયા, તેઓએ અને અન્ય વિદ્વાનોએ ન્યાય, વ્યાકરણ, દર્શન, મહાકાવ્ય વગેરે બધા વિષયો પર ઉચ્ચ કોટિના ગ્રંથોની રચના કરી. આ પરંપરાઓનાં દિગ્ગજ વિદ્વાનો દ્વારા નિર્મિત સાહિત્ય અને તેઓ દ્વારા કરેલા ધર્મપ્રચારનો જનમાનસ પર ઘણો વ્યાપક પ્રભાવ પડ્યો. તેનું પરિણામ એ આવ્યું કે શ્વેતાંબર તથા દિગંબર ભટ્ટારક પરંપરાઓ પણ ચૈત્યવાસી પરંપરાના સમાન સુદઢ, શક્તિશાળી અને લોકપ્રિય બની ગઈ. દેશના વિસ્તીર્ણ ભાગોમાં તેનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું.
આ પ્રકારે ચૈત્યવાસી પરંપરા, શ્વેતાંબર-ભટ્ટારક પરંપરા, દિગંબરભટ્ટારક પરંપરા તેમજ યાપનીય સંઘ - આ ચારે પરંપરાઓના વધતા જતા પ્રભાવના પરિણામ સ્વરૂપ જૈન ધર્મનું વિશુદ્ધ મૂળ આધ્યાત્મિક સ્વરૂપ અને તેના અનુરૂપ વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરવાવાળી. મૂળ પરંપરાનો પ્રવાહ અને પ્રભાવ અનુક્રમશઃ ક્ષીણ થતો ગયો. છતાં પણ તે ઘોર સંક્રાંતિકાળમાં મૂળ શ્રમણ પરંપરા પૂર્ણ રીતે લુપ્ત થઈ નહિ.
ભટ્ટારક પરંપરાનો જન્મ કયા સમયમાં થયો ? - આ સંબંધમાં ઇતિહાસના વિદ્વાનો આજ સુધી કોઈ નિર્ણય ઉપર પહોંચી શક્યા નથી. કેટલાંક ઐતિહાસિક તથ્યોથી આ ફલિત થાય છે કે - “ભટ્ટારક પરંપરા વી. નિ. સં. ૯૮પના પૂર્વે જ પોતાની જડ જમાવી ચૂકી હતી.”
વિ. નિ.ની છઠ્ઠી શતાબ્દીના અંત સુધી શ્રમણ ભગવાન મહાવીરનાં શ્રમણ-શ્રમણી તેમજ શ્રાવક-શ્રાવિકરૂપી ચતુર્વિધ તીર્થ, તેઓ દ્વારા પ્રરૂપિત આગમિક આદર્શો પર પૂર્ણ નિષ્ઠાની સાથે અગ્રસર થતા રહ્યા. ભગવાન મહાવીરના યુગથી લઈને વિ. નિ.ની છઠ્ઠી શતાબ્દી સુધી સ્કૂલનાની (પતન) તરફ પ્રવૃત્ત થયેલાં શ્રમણ-શ્રમણીઓને સમજાવવામાં આવતું હતું. તેઓને દરેક રીતે સમજાવવા ઉપરાંત પણ પુનઃ સપથ પર આરૂઢ ન થવાવાળાઓને સંઘથી બહિષ્કૃત ઘોષિત કરવામાં આવતા હતા.
જૈન ધર્મમાં સંઘનું સર્વોપરી સ્થાન આપવામાં આવી રહ્યું છે. સંઘ જ્યાં સુધી સજાગ, સશક્ત અને અવિભક્ત રહ્યો ત્યાં સુધી તેમાં કોઈ પ્રકારની સ્કૂલના અથવા શૈથિલ્યને પાંગરવાનો અવકાશ રહ્યો નહિ, ૪૨ 3696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)|
Page #52
--------------------------------------------------------------------------
________________
પરંતુ વી. નિ.ની સાતમી શતાબ્દીના પ્રથમ દશકમાં તેમજ ત્યાર બાદ તેની આસપાસના જ કોઈ સમયમાં ચતુર્વિધ જૈન મહાસંઘ બે જ નહિ, પરંતુ તાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણ સંઘોમાં વિભક્ત થઈ ગયો. આ વિભેદના કારણથી અશક્ત બનેલા જૈનસંઘની નવોદિત વિભિન્ન ઈકાઈઓમાં પ્રારંભમાં પ્રચ્છન્ન રૂપેણ શનૈઃ શનૈઃ સ્કૂલનાઓમાં સૂત્રપાત થવા લાગ્યું. પરિણામ સ્વરૂપ સાધુ-સાધ્વી વર્ગમાં શિથિલાચાર દ્રુતગતિથી વ્યાપક રૂપ ગ્રહણ કરવા લાગ્યો. આ પ્રકારે વિશુદ્ધ શ્રમણાચારથી ખૂલનની તરફ પ્રવૃત્ત થયેલ શ્રમણ-શ્રમણી વર્ગોએ પરસ્પર ગઠબંધન કરી પોત-પોતાનું પૃથક્ પૃથક સંગઠન બનાવવાનો પ્રારંભ કર્યો. શ્રાવક-શ્રાવિકા વર્ગને અધિકમાં અધિક સંખ્યામાં પોત-પોતાની તરફ આકર્ષિત કરીને પોત-પોતાના પક્ષને પ્રબળ બનાવવાના પ્રયાસ થવા માંડ્યા. પોત-પોતાના અભિનવ આચારવિચાર અને કાર્ય-કલાપો તથા વિધિ-વિધાનોને ઔચિત્યનું પરિધાન પહેરાવવા માટે કલિયુગમાં બદલાતા જતા સમયનો સહારો લેવાવા લાગ્યો. લોકોને સમજાવવામાં આવ્યું કે - “હવે એવો સમય રહ્યો નથી કે પ્રતિદિન, આજે અહીં તો કાલે ત્યાં, આ પ્રકારે વિહાર કરવો જોઈએ.' ધર્મારાધનાના એકમાત્ર અનિવાર્ય સાધન શરીરને નીરસ ભિક્ષાનથી અસમયમાં જ અશક્ત અને કુશ કરવો જોઈએ નહિ. અહીં-તહીં નિરંતર ભટકતા રહેવા કરતા એક સ્થાન પર સ્થાયી નિવાસ કરીને મોટાં-મોટાં લોક – કલ્યાણકારી કાર્ય કરી શકાય છે. અન્યત્ર નિવાસની અપેક્ષા ચૈત્ય બનાવડાવીને તેમાં રહેવાનું ધર્મ-સાધનાની સાથે-સાથે ધર્મ-પ્રચારની દૃષ્ટિથી. પણ ઉચિત રહેશે. નિત્ય-નિયમિત પ્રભુ-પૂજા, સંકીર્તન, સૈદ્ધાંતિક શિક્ષણ, ઉપદેશ આદિને કારણે તે ચૈત્ય આગળ જતા ધર્મના સુદઢ ગઢ અને શિક્ષાના કેન્દ્ર બની જશે. જિનેન્દ્ર પ્રભુને પ્રાતઃ - સાયં ભોગ લગાડવા નિમિત્તે જે ભોગ્ય-સામગ્રી તૈયાર કરવામાં આવશે, તેનાથી ચૈત્યમાં નિયત-નિવાસ કરવાવાળા સાધુઓનું સારી રીતે ભરણ-પોષણ પણ થઈ જશે અને તે આધાકર્મી આહારના દોષથી પણ કાયમ બચેલા રહેશે. આ પ્રકારે ચૈત્યોના નિર્માણ અને તેમાં ભોજન આદિનો સમુચ્ચિત પ્રબંધ કરવા માટે જે શ્રાવક-શ્રાવિકા વર્ગ ધનરાશિનું દાન કરશે તે મહાન પુણ્યના ભાગી થશે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2696969696969696969692 ૪૩]
Page #53
--------------------------------------------------------------------------
________________
લોકોએ પહેલીવાર સાંભળ્યું કે - “કોઈ પ્રકારની તપશ્ચર્યા, પરીષહસહન, વ્રત-નિયમ, પ્રત્યાખ્યાન અથવા સંયમ-સાધના વિના કેવળ પૈસા ખર્ચ કરીને પણ સ્વર્ગ પ્રાપ્ત કરી શકાય છે.' તો તેઓના રોમરોમમાં ઉત્સાહનો ઉમંગ તરંગિત થઈ ઊઠ્યો, સ્વર્ગનું સુખ કોણ નથી ઇચ્છતું? મુક્તિ કોને પ્રિય નથી? આ નવોદિત પરંપરાઓના ધર્મગુરુઓનાં મુખથી આ પ્રકારનાં આશ્વાસન મળતાં જ શ્રીમંત ભક્તજનોમાં સ્વર્ગ અને સિદ્ધિપ્રાપ્તિની એક પ્રકારે હરીફાઈ લાગી ગઈ. તે સાધુઓનાં આવાસસ્થળો પર ચારે તરફથી શ્રદ્ધાળુ શ્રાવકશ્રાવિકા વર્ગ ધનની વૃષ્ટિ કરવા લાગ્યાં.
(ભટ્ટારક પરંપરાના રૂપ અને એમનો કાળ-નિર્ણય)
પોતાના પ્રાદુર્ભાવ-કાળથી આજ સુધી ભટ્ટારક પરંપરાએ સમયેસમયે મુખ્ય રૂપથી ત્રણ વાર પોતાનાં રૂપ બદલ્યાં છે. આ જ કારણ છે કે તેના ઉદ્ભવ-કાળના સંબંધમાં આજ સુધી વિદ્વાનોમાં એક મત નથી. વસ્તુતઃ વી. નિ. સં. ૬૦૯ની આસપાસ થયેલ સંઘ ભેદના થોડા સમય પશ્ચાતું જ ચૈત્યવાસી પરંપરાનાં બીજ ઊગી નીકળ્યાં હતાં. એવું પ્રતીત થાય છે કે - “ચૈત્યવાસી પરંપરાના પ્રારંભિક પ્રાદુર્ભાવમાં જ શ્વેતાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણે સંઘોના એકલ-દોકલ શ્રમણોએ પોત-પોતાની પરંપરાના ન્યૂનાધિક અનુરૂપ જ શ્રમણ ધર્મનું પરિપાલન કરતા રહીને ચૈત્યોમાં નિવાસ કરવાનો પ્રારંભ કરી દીધો હતો.
(ભટ્ટારક પરંપરાનું પહેલું સ્વરૂપ) આ પરિપાટીને અપનાવવાવાળા આ ત્રણે સંઘોના અનેક શ્રમણોએ પ્રારંભમાં ચૈત્યોમાં નિવાસ કરવાનો પ્રારંભ તો કરી દીધો હતો, પરંતુ તેઓએ ચૈત્યવાસીઓની સમાન નિયત-નિવાસનો સ્વીકાર કર્યો ન હતો. ચાતુર્માસ-કાળને છોડીને શેષ આઠ માસના કાળમાં તેઓ એક સ્થાનથી બીજા સ્થાને વિચરણ કરતા હતા. આ પ્રકારે મૃતક અથવા દિવંગત મહાપુરુષોના પાર્થિવ શરીરનાં દાહ-સ્થળો પર પુરાતનકાળમાં બનેલ સૂપો-ચૈત્યો અથવા દેવાયતનોમાં નિવાસ કરીને વિચરણ કરવાવાળા તે શ્રમણોને સમુચ્ચય રૂપેણ “ભટ્ટારક' નામથી નવાજીત કરવામાં આવવા લાગ્યા. તેઓની સંખ્યા અતિ નાની હોવાથી, તેઓના ૪૪ 9909969696969696969ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)
Page #54
--------------------------------------------------------------------------
________________
સંઘ નહિ હોવાથી તેમજ સુગઠિત સંઘોના પ્રતિ જનસાધારણની શ્રદ્ધાભકિત હોવાના કારણે પ્રારંભિક-કાળમાં તે ભટ્ટારક જનસંપર્કમાં લાગી રહ્યા. તે ભટ્ટારકોએ ભૂમિદાન, દ્રવ્યદાન લેવું અને રૂપિયા-પૈસા આદિ પરિગ્રહ રાખવાનો પ્રારંભ કરી દીધો હતો.
શ્વેતાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણે સંઘોના શ્રમણોમાંથી જે જે શ્રમણ પૃથક થયા, તે ભટ્ટારક બન્યા. તેઓએ પ્રારંભમાં પોતાનો વેશ તે જ સંઘના શ્રમણોની સમાન રાખ્યો, જેમાંથી તે પૃથક થયા હતા. દિગંબર પરંપરાના ભટ્ટારકોએ અપવાદ રૂપમાં અનગ્ન રહેવાનો પ્રારંભ કરી દીધો હતો. ભટ્ટારક પરંપરાના પ્રારંભિક-કાળનું આ પ્રથમ સ્વરૂપ હતું. લગભગ વી. નિ. સં. ૬૪૦થી લઈને વી. નિ. સં. ૮૮૦૮૮૨ સુધી આ પરંપરાનું સામાન્ય રીતે આ જ સ્વરૂપ રહ્યું.
ઈ.સ. ૨૦૦ થી ૨૨૦(વી. નિ. સં. ૭૨૭ થી ૭૪૭)ના વચ્ચેના સમયમાં આચાર્ય સિંહનંદીએ દડિગ અને માધવ (રામ અને લક્ષ્મણ) નામના બે ઈક્વાકુવંશીય રાજકુમારોને અનેક વિદ્યામાં પારંગત કરીને તેઓના માધ્યમથી દક્ષિણમાં જેન-ધર્માવલંબી ગંગ-રાજવંશની સ્થાપના કરી. સિંહનંદીનાં જીવન-કાર્યોને જોઈને એ અનુમાન કરી શકાય છે કે - “તે યાપનીય પરંપરાના ભટ્ટારક હતા.'
| (ભટ્ટારક પરંપરાનું બીજું સ્વરૂપ)
વી. નિ.ની નવમી શતાબ્દીના અંતિમ ચરણમાં ભટ્ટારકોએ પોતાના સંઘોને સુગઠિત કરવાનો પ્રારંભ કર્યો. લોકસંપર્ક વધારવાના કારણે તેઓનાં સંગઠન સુદઢ થવા લાગ્યાં. મંદિરોમાં નિયત નિવાસ કરીને ભટ્ટારકોએ વિદ્યાર્થીઓને જૈન-સિદ્ધાંતનું શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. ઔષધિ, મંત્ર-તંત્ર આદિના પ્રયોગથી જનમાનસ પર પોતાનો પ્રભાવ જમાવવાનો પ્રારંભ કર્યો. ભૌતિક આકાંક્ષાઓની પૂર્તિ-હેતુ જનમાનસનો ઝુકાવ ભટ્ટારકોની તરફ થવા લાગ્યો. પોતાનાં પાંડિત્ય અને ચમત્કાર પૂર્ણ કાર્યોના બળે કતિશય ભટ્ટારકોએ રાજાઓને પણ પોતાની તરફ આકર્ષિત કર્યા. તેઓએ રાજસભાઓમાં સન્માનરૂપ પદ સ્થાન પ્રાપ્ત કર્યા. કેટલાક ભટ્ટારકોને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો. રાજાઓ દ્વારા સન્માનિત થતા તેમજ રાજગુરુ બનવાથી ભટ્ટારકોના સર્વસાધારણ પર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૪૫ |
Page #55
--------------------------------------------------------------------------
________________
પણ પ્રભાવ વધવા લાગ્યો. જન-સહયોગ પ્રાપ્ત થવાથી ભટ્ટારકોએ મોટાં-મોટાં જૈનમંદિરનાં નિર્માણ, ઉચ્ચ સૈદ્ધાંતિક શિક્ષાનાં શિક્ષણ કેન્દ્રોની સ્થાપના, સંચાલન વગેરે અનેક મહત્ત્વપૂર્ણ કાર્ય પોતાના હાથમાં લીધાં. તે શિક્ષણ કેન્દ્રોથી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલ વિદ્વાન સ્નાતકોએ ધર્મ, સમાજ અને સાહિત્યના ક્ષેત્રમાં અનેક ઉલ્લેખનીય કાર્ય કર્યા. આ ભટ્ટારક પરંપરાનું બીજું સ્વરૂપ હતું, જેનો ઉદય વિ. નિ. સં. ૭૮૪ની આસપાસ થયો. આ પરંપરાના પૂર્વાચાર્ય પ્રારંભમાં પ્રાય નિર્વસ્ત્ર, તે પછી અર્ધનગ્ન અને એક વસ્ત્રધારી રહેતા હતા. વિક્રમની તેરમી શતાબ્દીથી તે સવસ્ત્ર રહેવા લાગ્યા.
ભટ્ટારક પરંપરાના આ બીજા સ્વરૂપના આચાર્યોના ક્રમ (પંચસૂપાન્વયી) આચાર્ય વીરસેન(વી. નિ. સં. ૧૩૦૦)ના ગુરુ ભટ્ટારક ચંદ્રસેનથી આ પરંપરાના બાવનમાં ભટ્ટારક વીરસેન (વી. નિ. સં. ૨૪૦૬૨૪૬૫) સુધી ક્રમબદ્ધ ઉપલબ્ધ થાય છે.
| (ભટ્ટારક પરંપરાનું ત્રીજું સ્વરૂપ) ભટ્ટારક પરંપરાનું ત્રીજું સ્વરૂપ છે - મુખ્ય રૂપથી સવસ્ત્ર જ પંચ મહાવ્રતોની શ્રમણદીક્ષા અને મઠાધિપત્ય. ભટ્ટારક પરંપરાના આ ત્રીજા સ્વરૂપની સ્થાપના ઈ. સ. ૧૧૧૦ થી ૧૧૨૦ (વી. નિ. સં. ૧૬૩૭ થી ૧૬૪૭)ની વચ્ચેના કોઈક સમયે શિલાહાર-વંશીય કોલ્હાપુરનરેશ ગંડરાદિત્ય અને તેના મોટા સામંત નિબદેવની સહાયતાથી તેઓના ગુરુ મહામંડલેશ્વર આચાર્ય માઘનંદીએ કોલ્હાપુરમાં કરી.
ગંડરાદિત્ય અને સેનાપતિ નિંબદેવના સહયોગથી આચાર્ય માઘનંદીને ૭૭૦ કુલીન, કુશાગ્રબુદ્ધિ, બળવાન, સ્વસ્થ અને સુંદર કિશોર શિષ્યોના રૂપમાં મળ્યા. સિદ્ધાંતો અને બધી વિદ્યાઓના શિક્ષણ આપતા પહેલાં જ આચાર્ય માઘનંદીએ પોતાના સમસ્ત શિષ્યોને ભાવ-નિગ્રંથ દીક્ષા આપી.
તે ૭૭૦ શિષ્યોમાંથી સંપૂર્ણ આગમ-નિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન મુનિ સિંહનંદીને આચાર્ય માઘનંદીએ આચાર્યપદ પર (ભટ્ટારક પરંપરાના પ્રથમ આચાર્યના રૂપમાં) નિયુક્ત કર્યા. મહારાજા ગંડરાદિત્યએ આચાર્ય [ ૪૬ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #56
--------------------------------------------------------------------------
________________
સિંહનંદીનો આચાર્યપદ પર અભિષેક કરતી વખતે તેઓને અતિ ઉત્તમ શિબિકા, રત્નજડિત પીંછુ, ચામર અને છત્ર વગેરે રાજચિહ્ન પ્રદાન કર્યા
નગરમાં આચાર્ય સિંહનંદીની શોભાયાત્રા (સરઘસ) કાઢીને તેઓની મહાનતા પ્રદર્શિત કરવામાં આવી. ત્યાર બાદ સિંહનંદીને વિધિવતું, ચતુર્વિધ ધર્મસંઘના સંચાલનના સર્વોચ્ચ સત્તા-સંપન્ન સાર્વભૌમ અધિકાર પ્રદાન કરવામાં આવ્યો. આચાર્ય માઘનંદીએ યુવાનવયમાં પોતાના ૭૭૦ શિષ્યોને સિદ્ધાંતોની સાથે વ્યાકરણ, છંદશાસ્ત્ર, જ્યોતિષ આદિ સર્વ પ્રકારની વિદ્યાઓનું ઉચ્ચ કોટિનું પ્રશિક્ષણ આપ્યું અને તેઓને જૈન ધર્મના પ્રચાર અને ભટ્ટારક પરંપરાનો વિસ્તાર કરવા માટે ભારતના વિભિન્ન ભાગોમાં મોકલ્યા. આ ઉદ્દેશ માટે દેશભરમાં ૨૫ ભટ્ટારક પીઠોની (આચાર્યપીઠો) સ્થાપના કરવામાં આવી. માઘનંદી દ્વારા મોટા પાયે કરેલા એ દેશવ્યાપી સામૂહિક અભિયાનના પરિણામ સ્વરૂપે ભટ્ટારક પરંપરાનું વર્ચસ્વ મધ્યયુગમાં દેશની અતિ વિશાળ ભૂમિ પર છવાઈ ગયું. પુરાતત્ત્વનાં પ્રમાણોના પરિપ્રેક્ષ્યમાં એમ કહી શકાય છે કે – “ઐતિહાસિક મહત્ત્વની આ ઘટના ઈસાની અગિયારમી શતાબ્દીના અંતિમ ચરણથી બારમી શતાબ્દીના પ્રથમ ચરણની વચ્ચે કોઈ સમયે ઘટિત થઈ હતી.
જૈન ધર્મના મૂળ સ્વરૂપ તથા શ્રમણાચારમાં વિકૃતિઓ માટે ઉત્તરદાયી હોવા છતાં પણ ભટ્ટારક પરંપરા દ્વારા કરવામાં આવેલ કાર્યોના વિશ્લેષણ પછી એમ કહેવામાં આવે કે - “એ સંક્રાંતિકાળમાં ભટ્ટારક પરંપરાએ એક પ્રકારથી જૈન ધર્મને એક જીવંત ધર્મના રૂપમાં બનાવી રાખવામાં એક ઘણું વખાણવાલાયક કાર્ય કર્યું હતું, તો કોઈ
અતિશયોક્તિ નથી.” | (ભટ્ટારક પરંપરા પર ચેત્યવાસી પરંપરાનો પ્રભાવ) . વી. નિ. સં. ૧000ના ઉત્તરવર્તી-કાળમાં પૂર્વજ્ઞાન જેવા વિશિષ્ટ જ્ઞાનથી સંપન્ન આચાર્યોના ના રહેવાથી ચૈત્યવાસીઓનો પ્રભાવ જનસાધારણ પર વાયુવેગે વધવા લાગ્યો. ચૈત્યવાસીઓ દ્વારા અપનાવવામાં આવેલ ચિત્તાકર્ષક રીતિ-રિવાજના પરિણામ સ્વરૂપ ચૈત્યવાસી પરંપરા લોકપ્રિય થતા-થતા જન-જનના માનસ પર છવાવા લાગી. શ્વેતાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણે સંઘોના બહુસંખ્યક અનુયાયીઓનો જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 96969696969696969696969 ૪૦.
Page #57
--------------------------------------------------------------------------
________________
ઝુકાવ ચૈત્યવાસી પરંપરાની તરફ ઉત્તરોત્તર વધતો રહ્યો. પરિણામ સ્વરૂપ આ ત્રણે પરંપરાનાં શ્રાવક-શ્રાવિકાઓની સંખ્યા ઘટવા લાગી. નવા દીક્ષાર્થીઓ ના મળવાના કારણે સાધુ-સાધ્વીઓની સંખ્યા પણ ઘટવા લાગી. આનાથી ત્રણે પરંપરાના કર્ણધાર આચાર્યોને પોત-પોતાની પરંપરા વિલુપ્ત થઈ જવાની આશંકા થઈ. ગહન ચિંતન-મનન અને વિચાર-વિનિમય પશ્ચાત્ તેઓએ પોત-પોતાની પરંપરાના અસ્તિત્વને બનાવી રાખવા માટે તે સમયના લોકપ્રવાહ અને તે સમયની માંગને દૃષ્ટિ સામે રાખી, ચૈત્યવાસી પરંપરાનાં અનેક વિધિ-વિધાનોને કેટલીક નવીનતાઓ સાથે અપનાવી લીધાં, અને પોતાના વેશ અને શ્રમણાચારમાં પણ આમૂલ પરિવર્તન કરી દીધું. આ પ્રકારે ભટ્ટારક પરંપરા ઉપર ચૈત્યવાસી પરંપરાનો પર્યાપ્ત પ્રભાવ પડ્યો.
ભટ્ટારક પરંપરા પર ચાપનીય પરંપરાનો પ્રભાવ
પ્રાચીન શિલાલેખોના ઊંડા અભ્યાસથી ભટ્ટારક પરંપરા પર યાપનીય પરંપરાના પ્રભાવનાં અનેક આશ્ચર્યકારક તથ્ય પ્રકાશમાં આવે છે. ૧. સૌથી પહેલું આશ્ચર્યકારી તથ્ય એ છે કે ભટ્ટારંક પરંપરાની પ્રમુખપીઠ અથવા સિંહાસનપીઠ પણ સર્વપ્રથમ યાપનીય પરંપરાના આચાર્ય નેમિચંદ્ર દ્વારા શ્રવણબેલગોલામાં સ્થાપિત કરવામાં આવી. વિશ્વવિખ્યાત બાહુબલિ ગોમટ્ટેશ્વરની વિશાળ મૂર્તિની પ્રતિષ્ઠા પણ યાપનીય આચાર્ય નેમિચંદ્રએ ગંગ પરંપરાના મહાપ્રતાપી રાજા રાચમલ્લ ચોથાના સેનાપતિ અને મહામંત્રી ચામુંડરાય દ્વારા કરાવી. આનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે ભટ્ટારક પરંપરા એક સમયે યાપનીય પરંપરાના આચાર્યોના સંચાલનમાં પણ રહી અને એના પરિણામ સ્વરૂપ યાપનીય પરંપરાનો પ્રભાવ પણ ભટ્ટારક પરંપરા પર રહ્યો.
૨. ચૈત્યવાસી પરંપરાના જન્મકાળથી લઈને યાપનીય પરંપરાના ઉત્કર્ષ-કાળ સુધી વિભિન્ન જૈનસંઘો દ્વારા કેવળ તીર્થંકરોની મૂર્તિઓનું જ નિર્માણ કરાવવામાં આવતું. તીર્થંકરોના અતિરિક્ત અન્ય મુક્ત આત્માઓ અથવા દેવો અને દેવીઓ માટે અલગ મંદિરોનું નિર્માણ અથવા તેઓની મૂર્તિઓની પ્રતિષ્ઠાપનાની પરંપરા ૩૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૪૮
Page #58
--------------------------------------------------------------------------
________________
રહી નહિ. યાપનીય પરંપરાના ઉત્કર્ષ-કાળમાં જ્વાલામાલિની, પદ્માવતી વગેરે દેવીઓનાં મંદિરોના નિર્માણનો પણ પ્રારંભ થયો. આ તથ્યથી આ વાતની પુષ્ટિ થાય છે કે - “શ્રવણબેલગોલામાં બાહુબલિની મૂર્તિની પ્રતિષ્ઠાપનામાં યાપનીય પરંપરાનો પણ
પ્રભાવ રહ્યો.” ૩. ભટ્ટારકપદ પર સાધ્વીઓઃ ભટ્ટારક પરંપરા પર યાપનીય સંઘનો
ન કેવળ પ્રભાવ પડ્યો, પણ આ સંઘે સાધ્વીઓને સાધુઓની સમાન જ પૂર્ણ અધિકારો સાથે ભટ્ટારપદ પર નિયુક્ત કરીને ભટ્ટારક પરંપરાને કોઈક સમયે એક નવો મોડ પણ આપ્યો.
ભટ્ટારક પરંપરા પર યાપનીયસંઘના પ્રભાવનું વધુ એક પ્રમાણ ઉપલબ્ધ થાય છે, તે એ કે પ્રાચીનકાળમાં તિરુચારણભુમલેમાં જૈનસંઘનું વિશ્વવિદ્યાલય હતું. તેના પર પ્રકાશ પાડનાર કલુગુમલેથી જે મોટી સંખ્યામાં શિલાલેખ મળ્યા છે, તેમાં એક સાધ્વી ભટ્ટારિકાનો ઉલ્લેખ છે. તે ભટ્ટારિકાએ તે વિશ્વવિદ્યાલયમાં જૈન સિદ્ધાંતોનું ઉચ્ચ કોટિનું પ્રશિક્ષણ આપીને વિદ્વાન સ્નાતકોને દેશના વિભિન્ન પ્રાંતોમાં ધર્મપ્રચાર માટે મોકલ્યા. : આ બધાં તથ્યોથી એ સુનિશ્ચિત રૂપથી સિદ્ધ થઈ જાય છે કે ભટ્ટારક પરંપરા પર ચૈત્યવાસી પરંપરાની અને પ્રમુખ-રૂપથી યાપનીય પરંપરાનો પ્રભાવ પડ્યો. ઉપર જણાવેલ વાતો પર વિચાર કરવાથી એક બીજું મહત્ત્વપૂર્ણ તથ્ય જે પ્રકાશમાં આવે છે, તે એ કે મધ્યયુગમાં શ્વેતાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણે સંઘોની ભટ્ટારક પરંપરાઓ પૃથક પૃથક રૂપથી અસ્તિત્વમાં રહી. એમાંથી યાપનીયસંઘની ભટ્ટારક પરંપરા તે સંઘના લુપ્ત થવાની સાથે સમાપ્ત થઈ ગઈ. શ્વેતાંબર સંઘની ભટ્ટારક પરંપાર પોતાના ઉદ્ભવ-કાળથી અલ્પ સમય પછી “શ્રી પૂજ્ય - પરંપરા' અને કાલાન્તરમાં “પતિ પરંપરા'ના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ; જે વર્તમાનકાળમાં પણ વિદ્યમાન છે. મધ્યયુગમાં ઉત્તર ભારતમાં યતિ પરંપરાનું સર્વાધિક વર્ચસ્વ અને પ્રબળતા રહી. આ પ્રકારે ભટ્ટારક પરંપરાના નામથી જે પરંપરા આજે વિદ્યમાન છે, તે કેવળ દિગંબર આાયની ભટ્ટારક પરંપરા જ છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 999969696969696969694 ૪૯ |
Page #59
--------------------------------------------------------------------------
________________
'યાજ્ઞીય પરંપરા દેવગિણિ ક્ષમાશ્રમણના સ્વર્ગવાસ પછી ભગવાન મહાવીરના મૂળ ધર્મસંઘમાંથી પૃથફ એકાઈના રૂપમાં ઉદિત થઈને સંપૂર્ણ ધર્મસંઘ પર થોડા સમય સુધી પૂર્ણ વર્ચસ્વની સાથે છવાઈ જવાવાળી દક્ષિણાપથની પરંપરાઓમાં યાપનીય પરંપરાનું પ્રમુખ સ્થાન રહ્યું છે. આજે પાપનીય પરંપરા ભારતના કોઈ પણ ભાગમાં વિદ્યમાન નથી, પરંતુ તે પરંપરાના વિદ્વાન આચાર્યો તેમજ સંતો દ્વારા લખાયેલ કેટલાક ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે. યાપનીયસંઘના ગણ અને ગચ્છનાં નામ આ પ્રકારે છે : ૧. પુન્નાગવૃક્ષ મૂળગણ ૮. કોટિ મહુવગણ ૨. બલાત્કારગણ
૯. મેષ પાષાણ ગચ્છ ૩. કુમિદીગણ
૧૦. તિ—િણીકગચ્છ ૪. કપૂરગણ અથવા ક્રાણૂરગણ ૧૧. કનકોત્પલ સંભૂતવૃક્ષ મૂલગણ ૫. મહુવગણ
૧૨. શ્રીમૂલ મૂલગણ ૬. બસ્કિયૂરગણ
૧૩. સૂરસ્થ ગણ. ૭. કારેયગણ અને મેલાપ અન્વય
પ્રાચીન અને તેના ઉત્તરવર્તી કાળના અભિલેખોથી એ પ્રગટ થાય છે કે - યાપનીયસંઘ ઈસાની ચોથી સદીથી દસમી-અગિયારમી સદી સુધી ઘણો જ રાજમાન્ય તેમજ લોકપ્રિય સંઘ રહ્યો છે, કદંબ, ચાલુક્ય, ગંગ, રાષ્ટ્રકૂટ, રટ્ટ વગેરે રાજવંશોના રાજાઓએ પોતપોતાને શાસનકાળમાં આ સંઘના વિભિન્ન ગણો, ગચ્છોના આચાર્યો તેમજ સાધુઓને ગ્રામદાન, ભૂમિદાન વગેરેના રૂપમાં સહયોગ આપીને જૈન ધર્મને સંરક્ષણ પ્રદાન કર્યું. લગભગ છ-સાત શતાબ્દીઓ સુધી રાજમાન્ય રહેવાના કારણે યાપનીયસંઘની ગણના મધ્યયુગમાં કર્ણાટકના પ્રમુખ અને શક્તિશાળી ધર્મસંઘના રૂપમાં કરવામાં આવતી રહી.
યાપનીયસંઘનો ઉદ્ભવ કયારે થયો? આના સંસ્થાપક પ્રથમ આચાર્ય કોણ હતા? કઈ પરિસ્થિતિઓમાં તેનું પૃથક વિભાગના રૂપમાં ગઠન કરવામાં આવ્યું? કયા સ્થાનમાં આનું ગઠન કરવામાં આવ્યું?આ બધા પ્રશ્નોના સમુચ્ચિત જવાબ ઠોસ પ્રમાણોના અભાવે આપવામાં આવી શકાય તેમ નથી. [ ૫૦ 696969696969696969696969 જૈન ધર્મનો મલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #60
--------------------------------------------------------------------------
________________
આ સ્થિતિમાં ઉપલબ્ધ અભિલેખોના આધાર પર એમ તો કહી જ શકાય છે કે, શ્વેતાંબર-દિગંબર વિભેદ ઉત્પન્ન થવાના સમયે અર્થાત્ વી. નિ. સં. ૬૦૦ની આસપાસ અથવા એના એક-બે દશક પછીના સમયે આ સંઘનો પૃથક વિભાગના રૂપમાં ગઠન કરવામાં આવેલ હોય. પ્રાપ્ત ઉલ્લેખો પર ઊંડાણપૂર્વક વિચાર કરવાથી એમ પણ કહી શકાય કે, ભ. મહાવીરના ધર્મસંઘના પરંપરાગત પુરાતન વર્ચસ્વને યથાવત્ બનાવી રાખવા માટે શ્વેતાંબર અને દિગંબર, આ બંને સંઘો વચ્ચેની કડીના રૂપમાં યાપનીયસંઘનું ગઠન કરવામાં આવેલ હોય.
તે સમયે બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, આવક વગેરે અન્ય ધર્મસંઘો દ્વારા સમયે-સમયે અનેક આકર્ષક જનરંજનકારી ધાર્મિક અનુષ્ઠાન અને સામૂહિકધર્મ પરિવર્તન કરાવવામાં આવતા હતા. તે વાતાવરણમાં જૈનોને પોતાના જ ધર્મમાં સ્થિર રાખવાના ઉદ્દેશથી યાપનીયસંઘે પણ નિત-નવાં આકર્ષક ધાર્મિક વિધિવિધાનોના આવિષ્કાર કર્યા. જૈનેતર સંઘોનાં મંદિરો અને મઠોથી પણ અધિક ભવ્ય મંદિરો, મઠો, વસતિઓ વગેરેના નિર્માણ કરાવડાવ્યા. જ્યારે અન્ય ધર્માવલંબીઓએ જનમતને પોતાની તરફ આકર્ષિક કરવા માટે મંત્ર-તંત્ર તેમજ દેવ-દેવીઓની સાધનાઓનો આશ્રય લીધો, તો યાપનીયોએ પણ અનેક પ્રકારનાં અનુષ્ઠાનો તથા સિદ્ધિઓનો આશ્રય લીધો. યાપનીય આચાર્યોએ જવાલામાલિની દેવીનાં સ્વતંત્ર મંદિરો બનાવડાવ્યાં. એમની ઉપાસનાના જાત-જાતના જપ-અનુષ્ઠાનને જૈનપ્રણાલીનો પુટ આપીને ભૌતિક સિદ્ધિઓની પ્રાપ્તિના ઇચ્છુક જનમતને જૈન ધર્મની તરફ આકર્ષિત કર્યો. પરિસ્થિતિને અનુરૂપ તેઓએ શ્રમણ ધર્મના સિદ્ધાંતોમાં થોડું-ઘણું પરિવર્તન કરવું આવશ્યક સમજી, તે પણ કર્યું. જૈન ધર્મના પરંપરાગત કઠોર ધાર્મિક નિયમોને સરળ બનાવી દીધા.
તે સમયે દક્ષિણના કર્ણાટક પ્રાંતમાં દિગંબર પરંપરાનો પર્યાપ્ત પ્રભાવ હતો. તેઓએ આ સિદ્ધાંતનો પ્રબળ પ્રચાર કર્યો કે - “સ્ત્રીણાં ન તદ્દભવે મોક્ષ: 'સ્ત્રીઓ તે ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકતી નથી. મુક્તિની રાહમાં વસ્ત્ર સૌથી મોટું બાધક છે. વસ્ત્રોનો પૂર્ણ રીતે પરિત્યાગ કરીને પૂર્ણ અપરિગ્રહ, એટલે કે નગ્નતા સ્વીકાર કર્યા વગર સિદ્ધિ ક્યારેય પણ પ્રાપ્ત કરી શકાતી નથી. પોતાની માન્યતા પર અધિકમાં અધિક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 96969696969696969696962 પ૧ |
Page #61
--------------------------------------------------------------------------
________________
બળ આપતા દિગંબર પરંપરાના કતિપય આચાર્યોએ અહીં સુધી કહેવાનું અને પ્રચાર કરવાનો પ્રારંભ કરી દીધો કે - સ્ત્રીઓને શ્રમણધર્મની દીક્ષા ન આપવામાં આવે.
કેટલાક ઉત્તરવર્તી આચાર્યો દ્વારા કરવામાં આવેલ કેટલાક પ્રકારના પ્રચારથી એ સ્વાભાવિક જ હતું કે, નારીવર્ગના માનસમાં નિરાશા ઉત્પન્ન થશે. મહિલાઓની આ પ્રકારની મનોદશાના કારણે - જૈન ધર્મસંઘને કયા પ્રકારની ક્ષતિ થઈ શકે છે, આ રહસ્યને યાપનીયસંઘે ઓળખ્યું. આની સાથે જ યાપનીય આચાર્યોએ આ વાસ્તવિક તથ્યને પણ સારી રીતે સમજી લીધું કે સ્ત્રીઓને અધ્યાત્મના રસ્તા પર, ધર્મપથ પર અગ્રેસર થવા માટે જેટલી વધારે પ્રોત્સાહિત કરવામાં આવે તેટલો જ અધિક ધર્મસંઘ શક્તિશાળી, સુદઢ અને ચિરસ્થાયી બનશે. તેઓની આ દઢ માન્યતા બની ગઈ હતી કે સ્ત્રીઓ ધર્મસંઘની આધારશિલા તથા ધર્મની જડોને મજબૂત કરવા માટે અને ધાર્મિક વિચારોના પ્રચારપ્રસાર કરવામાં પુરુષવર્ગની અપેક્ષાએ અધિક સહાયક સિદ્ધ થઈ શકે છે. આને સાચા સ્વરૂપમાં સમજીને યાપનીયસંઘના આચાર્યોએ શ્વેતાંબર પરંપરા દ્વારા માન્ય સિદ્ધાંત “સ્ત્રીણાં ભવે મોક્ષ'ના પ્રચારનો પ્રારંભ કર્યો. આ સિદ્ધાંત પર જોર આપતા ગ્રામ-ગ્રામ અને નગરનગરમાં આયોજિત ધર્મસભાઓમાં પોતાના ઉપદેશમાં કહેતા હતા કે - “સ્ત્રી કોઈ અજીવ નથી; ન તે અભવ્ય છે અને ન દર્શન-વિરોધિની છે. સ્ત્રી માનવયોનિથી ભિન્ન કોઈ અન્ય યોનિની નથી. વસ્તુતઃ તે માનવજાતિનું જ અભિન્ન અંગ માનવ છે. નારી ઉપશાંત મોહવાળી ન હોય એવી વાત પણ નથી; તે શુદ્ધ આચારવાળી ન હોય એવી વાત પણ નથી. ન સ્ત્રી અશુદ્ધ બોધીવાળી છે અને ન તે અનુપ્રેક્ષાવિહીન છે. નારી અપૂર્વકરણની વિરોધિની પણ નથી અને ન તે નવગુણસ્થાનેથી રહિત છે. આ પ્રકારે સ્ત્રી મોક્ષ પ્રાપ્ત કરવા માટે પણ અયોગ્ય - અક્ષમ નથી અને ન તે અકલ્યાણની ભાજન પણ છે. મુક્તિ માટેની પરમાવશ્યક આ બધી યોગ્યતાઓથી સંપન્ન હોવા છતાં પણ સ્ત્રી ઉત્તમ ધર્મની સાધિકા તથા મુક્તિની અધિકારિણી કેમ ન થઈ શકે ? થઈ શકે છે અને સુનિશ્ચિત રૂપથી સ્ત્રીઓ પણ પુરુષોની સમાન જ તે જ ભવમાં મોક્ષ મેળવી શકે છે.' પર છ96969696969696969690 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #62
--------------------------------------------------------------------------
________________
યાપનીયસંઘના આ પ્રચારનો દક્ષિણમાં એવો અચિત્ય-અભુત પ્રભાવ પડ્યો કે થોડા જ સમયમાં જૈન ધર્મનો તે સંઘ ઘણો જ લોકપ્રિય અને શક્તિશાળી સંગઠન બની ગયો. “સ્ત્રીઓ એ જ ભવમાં મોક્ષ નથી પ્રાપ્ત કરી શકતી' - દિગંબર પરંપરાના આચાર્યો દ્વારા કરવામાં આવેલ આ પ્રચારથી મહિલાવર્ગમાં જે એક પ્રકારની નિરાશા ઘર કરી ગયેલ હતી, તે યાપનીયસંઘના “સ્ત્રીઓ એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, આ પ્રચારથી પૂર્ણરૂપે સંતુષ્ટ થઈ ગઈ. નારીવર્ગમાં એક આશાના કિરણનો અભ્યદય થયો. તે પૂરા ઉત્સાહની સાથે યાપનીય આચાર્યો તેમજ શ્રમણ-શ્રમણીઓનાં માર્ગદર્શનમાં ધર્માચરણ, ધાર્મિક આયોજન, ધર્મના ઉત્કર્ષ માટે આવશ્યક ચૈત્યનિર્માણ, વસતિનિર્માણ, તીર્થોદ્ધાર, મંદિરોનાં જીર્ણોદ્ધાર વગેરે કાર્યોમાં તન, મન, ધનથી સક્રિય સહયોગ આપવા લાગી.
યાપનીયસંઘે પોતાના ધર્મસંઘના અભિન્ન અંગ સાધ્વીસમૂહના સંચાલનના સર્વોચ્ચ અધિકાર વિદુષી તેમજ મહતી પ્રભાવિકા સાધ્વીઓને પ્રદાન કરીને સાધુસંઘના આચાર્યોના સમાન જ દરજ્જો સાધ્વીસંઘની આચાર્યાના પદ પર અધિષ્ઠિત કર્યા. વસ્તુતઃ આ એક ખૂબ જ ક્રાંતિકારી અને અભૂતપૂર્વ પગલું હતું, જે યાપનીયસંઘે ઉઠાવ્યું હતું.
યાપનીયસંઘના કર્ણધારો દ્વારા લેવામાં આવેલા આ સમયોચિત નિર્ણયના ફળ સ્વરૂપ દક્ષિણના નારીસમાજમાં નવજીવનનો સંચાર થઈ ગયો. આનાથી નારીસમાજમાં ધાર્મિક કાર્યોમાં સહભાગી થવાની તથા સર્વગુણસંપન્ન બનવાની અદમ્ય લહેર તરંગિત થઈ ઊઠી. સમગ્ર દક્ષિણ ભારતમાં સાધુઓના સમાન સાધ્વીસંઘના પણ આવાસ, મઠ, મંદિર, ચૈત્યાલય, વસતિ, ગિરિ-ગુફા, તીર્થસ્થળ વગેરે બની ગયાં. રાજરાણીઓ, અમાત્યપત્નીઓ, અધિકારીઓની અર્ધાગિનીઓ, શ્રેષ્ઠી પત્નીઓ અને બધા વર્ગોની મહિલાઓએ વ્રત, નિયમ, ધર્માચરણ, તપશ્ચરણની સાથે-સાથે ભૂમિદાન, દ્રવ્યદાન, આહારદાન, ભવનદાન વગેરે લોકકલ્યાણ-કારી કાર્યોમાં ઘણી ઉદારતાપૂર્વક અભિરુચિ લઈને જૈન ધર્મની મહત્ત્વની પ્રભાવના કરી. આટલું જ નહિ, ઘણી મોટી સંખ્યામાં મહિલાઓએ સંસારને દુઃખનો સાગર સમજીને જન્મ, જરા, મૃત્યુનાં દારુણ દુઃખોથી સદાય માટે છુટકારો પામવા માટે શ્રમણીધર્મની દીક્ષા પણ ગ્રહણ કરી. સાધુ-સાધ્વીઓ, વિરક્તો અને ગૃહસ્થ-કિશોરોને સૈદ્ધાંતિક જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૩) 99999999999. પ૩ ]
Page #63
--------------------------------------------------------------------------
________________
શિક્ષણ આપવા માટે અનેક સ્થાનો પર વિદ્યાલયો, મહાવિદ્યાલયો અને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના માટે છૂટે હાથે દાન આપવામાં મહિલાવર્ગ અગ્રણી રહ્યો.
તે સમયે સાધ્વીઓના સ્વતંત્ર સંઘોમાં સાધ્વીઓની સંખ્યા કેટલી મોટી થતી હતી, આ તથ્યનો બોધ આપણને શિલાલેખોથી પ્રાપ્ત થાય છે. ચોલવંશના રાજા-મહારાજા આદિત્ય પ્રથમના શાસનકાળમાં બેડાલ ક્ષેત્રથી ઉપલબ્ધ, ઈસાની નવમી શતાબ્દીના અંતિમ ચરણના એક શિલાલેખથી જાણવા મળે છે કે - “એકલા બેડાલ ક્ષેત્રમાં ઈ.સ. ૮૫૦ની આસપાસ ૯૦૦થી પણ અધિક શ્રમણીઓ વિદ્યમાન હતી.' '
તમિલનાડુના સ્વતંત્ર સંઘોની (જેમાં સાધુવર્ગ અને સાધ્વીવર્ગ બંને પ્રકારના વર્ગ સંમિલિત હતા) સર્વાધિકાર સંપન્ન પ્રમુખા અર્થાત્ આચાર્યા સાધ્વીઓ હતી, જેઓને કુત્તિયાર, મુરત્તિ અથવા કુરરિંગલના નામથી સંબોધિત કરવામાં આવતી હતી. દક્ષિણ ભારતના શિલાલેખોની લેખસંખ્યા ૩૭૦માં તિરુમલે કુરત્તિનો ઉલ્લેખ છે, જે એનાડિ કુટ્ટનનમાં રહેતી હતી. તેઓની એક શિષ્યાનો પણ આ અભિલેખમાં ઉલ્લેખ છે. દિગંબર પરંપરાના આચાર્યો દ્વારા કહેવામાં આવેલ
સ્ત્રીણાં ન તદ્દભવે મોક્ષની માન્યતાના પ્રચારના પ્રશ્ચાત્ સમન્વય અથવા સુધારવાદી નીતિનો અથવા ઉદારનીતિનું અનુસરણ કરતા રહીને યાપનીયો દ્વારા શ્વેતાંબર પરંપરા માન્ય આગમોમાં પ્રતિપાદિત જે ત્રણ પ્રમુખ માન્યતાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો તે નીચે મુજબ છેઃ ૧. પર શાસને મોક્ષ : અર્થાત્ જૈનેતર મતમાં રહેવા છતાં પણ મોક્ષ
પ્રાપ્ત કરી શકાય છે. ૨. સગ્રંથાનાં મોલ : અર્થાત્ એવો કોઈ અનિવાર્ય નિયમ નથી કે
વસ્ત્રરહિત થવાથી જે મોક્ષ થઈ શકે છે. વસ્ત્ર સહિત સ્થવિરકલ્પી સાધુઓનો પણ મોક્ષ થઈ શકે છે, અને ગૃહસ્થાશ્રમમાં પણ સાધક
પોતાની ઉત્કૃષ્ટ સાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ૩. સ્ત્રીણાં તદ્દભવે મોક્ષ : અર્થાત્ સ્ત્રીઓ પણ પુરુષો સમાન તે જ
ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
ઉત્તર ભારતના નિવાસીઓની જેમ દક્ષિણ ભારતના નિવાસી પણ યાપનીયસંઘના આ ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા. યાપનીયસંઘની [ ૫૪ 969696969699999ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #64
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીમાં તદ્દભવે મોક્ષ આ ઘોષણાએ તો દક્ષિણના નારીસમાજમાં ધર્મજાગરણની એક તીવ્ર લહેર ઉત્પન્ન કરી દીધી. તેનું તત્કાળ સુંદર પરિણામ એ આવ્યું કે યાપનીયસંઘ દક્ષિણનો શક્તિશાળી ને લોકપ્રિય સંઘ બની ગયો. તે ઈસાની ચોથીથી અગિયારમી શતાબ્દી સુધીની અવધિમાં કર્ણાટક પ્રદેશનો એક પ્રમુખ અને પ્રભાવશાળી ધર્મસંઘ રહ્યો.
આ (ચાપનીયસંઘનો ઉગમકાળ) - પ્રથમ વિભેદના સમયે જ ભગવાન મહાવીરનો મહાન શ્રમણસંઘ ત્રણ ભાગોમાં વહેંચાઈ ગયો. વી. નિ. સં. ૬૦૬ અથવા ૬૦૯માં જ શ્વેતાંબરસંઘ, દિગંબરસંઘ અને યાપનીયસંઘ (ગોપ્યસંઘ અથવા પુલીયસંઘ) આ ત્રણ એકમો પોત-પોતાની માન્યતાઓને અનુરૂપ જૈન ધર્મનો પ્રચાર પ્રારંભ કરી દીધો. આ પ્રકારે તત્કાળ ઘટનાચક્રના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી આ અનુમાન કરવામાં આવે છે કે વી. નિ. સં. ૬૦૬ અથવા ૬૦૯માં થયેલ સંઘભેદના સમયે જ યાપનીયસંઘનો ઉદય થઈ ગયો હતો.
(ચાપનીય સંઘની માન્યતાઓ) યાપનીય પરંપરાના થોડાક ઉપલબ્ધ ગ્રંથોના અવલોકનથી આ પરંપરાની માન્યતાઓ સંબંધમાં જે થોડાં-ઘણાં તથ્ય પ્રકાશમાં લાવી શકાયાં છે, તે આ પ્રકારે છે : ૧. યાપનીય પરંપરાની અધિકાંશ માન્યતાઓ શ્વેતાંબર પરંપરાની
માન્યતાઓને હળતી-મળતી હતી. ૨. યાપનીયસંઘ તે બધા આગમગ્રંથો(આવશ્યક, છેદસૂત્ર, દશવૈકાલિક, નિયુકિત વગેરે)ને તે જ પ્રકારે પોતાના પ્રામાણિક ધર્મગ્રંથ માનતા હતા, જે પ્રકારે શ્વેતાંબર પરંપરા પ્રારંભથી લઈને આજ
સુધી માનતી આવી રહી છે. ૩. યાપનીય પરંપરા પણ શ્વેતાંબર પરંપરાની જેમ જ સ્ત્રીમુક્તિ અને
કેવળી ભુક્તિના સિદ્ધાંતના પક્ષમાં હતી. ૪. યાપનીય પરંપરા મુનિઓ માટે ધમપકરણના રૂપમાં વસ્ત્ર,
પાત્ર, કામળા વગેરે રાખવા તેમજ તેઓની પ્રતિલેખના કરવાની
પક્ષધર હતી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969. પપ |
Page #65
--------------------------------------------------------------------------
________________
૫. વિક્રમની પાંચમી શતાબ્દીના યાપનીય આચાર્ય શિવાર્ય દ્વારા
રચિત ગ્રંથ “ભગવતી આરાધના'માં ઉલ્લેખાયેલ અધિકાંશ ગાથાઓ, મેતાર્ય મુનિના આખ્યાન અને કલ્પ વ્યવહાર વગેરે સામગ્રી
એ જ રૂપમાં વિદ્યમાન છે, જે રૂપમાં શ્રેતાંબર પરંપરામાં માન્ય છે. ૬. યાપનીય રત્નત્રયની પૂજા કરતા હતા, કલ્પસૂત્રની વાચના કરતા
હતા અને જૈનેતર ધર્મના અનુયાયીઓનું સહસ્ત્રાવસ્થામાં પણ
મોક્ષ માનતા હતા. ૭. શ્વેતાંબરાચાર્ય ગુણરત્નએ યાપનીય સાધુઓના વેશ અને તેઓના
બે-ત્રણ કાર્યકલાપો પર પ્રકાશ પાડતા “પદર્શન સમુચ્ચય'ની ટીકામાં લખ્યું છે કે - “યાપનીયસંઘના મુનિ નિર્વસ્ત્ર રહેતા હતા. મોરની પીંછી રાખતા હતા, પાણિતલભોજી છે, નગ્ન મૂર્તિઓની પૂજા કરે
છે તથા વંદન-નમસ્કાર કરવા પર શ્રાવકોને ધર્મલાભ કહે છે. ૮. વિક્રમની પાંચમી શતાબ્દી સુધી યાપનીયસંઘમાં આ પરિપાટી
અથવા પ્રથા પ્રચલિત હતી કે - “કોઈ સાધુના દિવંગત થઈ જવા પર તેના શબને સાધુ જ પોતાની કાંધો પર ઉઠાવીને જંગલમાં લઈ જઈને મૂકી આવતા હતા.'
આ બધા ઉલ્લેખોથી એ નિષ્કર્ષ નીકળે છે કે - “પાપનીય પરંપરાની માન્યતાઓ, આચાર-વિચાર વગેરે શ્વેતાંબર પરંપરાની માન્યતાઓ અને શ્વેતાંબર પરંપરાના આચાર-વિચારથી, દિગંબર પરંપરાની અપેક્ષા અધિક મેળ ખાતા હતા.
(યાપનીય પરંપરા દ્વારા એક મોટું પરિવર્તન) યાપનીય પરંપરાની ઉપર વર્ણવેલ માન્યતાઓ અને તે પરંપરાનાં શ્રમણ-શ્રમણી વર્ગના આચાર-વિચારથી એવું પ્રતીત થાય છે કે - યાપનીય પરંપરા કેટલીક શતાબ્દીઓ સુધી વિહરૂક અર્થાત્ અપ્રતિહત વિહારી જ રહી. ચાતુર્માસકાળને છોડીને, વર્ષના શેષ આઠ મહિનાઓમાં તે દેશના વિભિન્ન પ્રદેશોમાં વિચરણ કરતા-કરતા ધર્મના પ્રચાર-પ્રસાર કરતા રહેતા. પણ ઈસાની ચોથી શતાબ્દીમાં સંભવ છે કે ચૈત્યવાસીઓના વધતા જતા પ્રભાવને જોઈને યાપનીયસંઘનાં સાધુ-સાધ્વીઓ, આચાર્યો અને અનુયાયીઓએ પણ નિયત-નિવાસને અપનાવવાનો પ્રારંભ કરી [ પ 5696969696969696990ન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #66
--------------------------------------------------------------------------
________________
દીધો હોય. મૂળ આગમમાં પ્રતિપાદિત આ પ્રતિહત વિહારને છોડીને જે નિયત-નિવાસ અંગીકાર કરવામાં આવ્યો છે જેને - ધર્મસંઘમાં શ્રમણાચાર અને ધર્મના સ્વરૂપમાં એક ઘણાં મોટાં પરિવર્તનનું કારણ બન્યું.
નિયત-નિવાસને અંગીકાર કરવાના કારણે યાપનીય પરંપરાને પણ પોતાનાં શ્રમણ-શ્રમણીઓના આવાસ - હેતુ વસતિઓ, મંદિરોનાં નિર્માણ, ધર્મ-પ્રચારહેતુ વિદ્વાનોને તૈયાર કરવા માટે વિદ્યાલયો વગેરેનાં નિર્માણ કરાવવાં પડ્યાં. આ બધા કાર્યકલાપો માટે જ્યારે ધનની આવશ્યકતા થઈ, તો યાપનીયોએ પણ શ્રદ્ધાળુ ભક્તોથી તેમજ રાજાઓથી દ્રવ્યદાન, ભૂમિદાન અને ગ્રામદાન વગેરે લેવાનો પ્રારંભ કરી દીધો.
દિગંબર આચાર્ય શ્રુતસાગરસૂરિએ દર્શન પ્રાભૃત'ની ટીકામાં યાપનીયો માટે લખ્યું છે કે – “રત્નત્રયં પૂજયત્તિ આનાથી એ પ્રતીત થાય છે કે, પ્રારંભિક કાળમાં યાપનીય પરંપરાના અનુયાયીઓ રત્નત્રયની પૂજા કરતા હતા, પરંતુ મૂર્તિપૂજા નહિ. એક સ્થાન પર નિયત નિવાસનો પ્રારંભ કર્યા પછી ચૈત્યવાસીઓની દેખા-દેખીથી સંભવતઃ યાપનીયોમાં પણ મૂર્તિ-પૂજાનું પ્રચલન થયું હોય એવું અનુમાન કરવામાં આવે છે.
મૂર્તિ-પૂજા સંબંધમાં એક નહિ પરંતુ અનેક નિષ્પક્ષ વિદ્વાનોના અભિમત છે કે - પ્રાચીનકાળમાં જૈન-ધર્માવલંબીઓમાં મૂર્તિ-પૂજાનું પ્રચલન ન હતું. યાપનીયોના વિષયમાં શ્રુતસાગરના “રત્નત્રય પૂજ્યત્તિ', આ ઉલ્લેખથી અનુમાન લગાવવામાં આવે છે કે, એક માત્ર આધ્યાત્મિક ભાવપૂજામાં અતૂટ આસ્થા રાખવાવાળા જૈનોમાં સમયની માંગ(જરૂરત) અનુસાર શરૂઆતમાં “રત્નત્રય'ની અને ત્યાર પછી ચરણયુગલ અને અંતતોગત્વા મૂર્તિ-પૂજા પ્રચલિત થઈ હોય.
બૌદ્ધ વગેરે જૈનેતર સંઘ દ્વારા અન્ય ધર્મસંઘોના અનુયાયીઓ તથા ઉપાસકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે, જે-જે આકર્ષક ઉપાયોનું અવલંબન લેવામાં આવ્યું, તે ઉપાયોને નિષ્ફળ બનાવવા માટે જૈન આચાર્યો એ અણતિકા-મહોત્સવો, સામૂહિક તીર્થયાત્રાઓ વગેરેનો સમયે-સમયે અભિનવ રૂપે આવિષ્કાર કર્યો. આ રીતે યાપનીય પરંપરાએ જૈન-ધર્મસંઘને ક્ષણ, દુર્બળ અને નષ્ટ થવાથી બચાવ્યો. યાપનીય પરંપરાએ રત્નત્રયની પૂજા, તીર્થકરોનાં ચરણચિહ્નોની પૂજા અને મૂર્તિપૂજાને, કયા-કયા સમયે કયા ક્રમે અપનાવ્યા, આ સંદર્ભમાં નીચે લખેલાં તથ્ય વિચારણીય છે : જેન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૩) 96969696969696969696969, ૫૦
Page #67
--------------------------------------------------------------------------
________________
આચારાંગ” આદિ કોઈ પણ આગમમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વર્ગના માટે સમુચ્ચય અથવા વ્યક્તિગત રૂપથી એક પણ એવો ઉલ્લેખ ઉપલબ્ધ નથી થતો, જેમાં એ કહેવામાં આવ્યું હોય કે - વ્રત, નિયમ, ત્યાગ, તપ, ધ્યાન, સ્વાધ્યાય વગેરે આરાધનાઓના સમાન મૂર્તિ-પૂજા, મંદિરનિર્માણ વગેરે કાર્યો પણ સાધકો માટે પરમ આવશ્યક કર્તવ્ય છે.” ભગવતી સૂત્ર'માં ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ દ્વારા પૂછવામાં આવેલ ૩૬૦૦૦ પ્રશ્નો અને શ્રમણ ભગવાન મહાવીર દ્વારા અપાયેલ ઉત્તરોનું વિસ્તૃત વર્ણન છે. આધ્યાત્મિક અભ્યત્થાનથી સંબંધ રાખવાવાળો એક પણ વિષય આ પ્રશ્નોત્તરમાં અસ્પૃશ્ય રહેલ નથી. આ રીતે દરેક પ્રકારની જિજ્ઞાસાઓના શમન અને સંદેહના નિવારણ કરવાવાળા તે ૩૬૦૦૦ પ્રશ્નોત્તરમાંથી એકમાં પણ જિન-મંદિરનિર્માણ,
તેના અસ્તિત્વ અથવા જિનમૂર્તિની પૂજાનો કોઈ ઉલ્લેખ નથી. ૩. “ભગવતી સૂત્ર'ના બીજા શતકમાં તુંગિયા નગરીના શ્રમણોપાસકોના
સુસમૃદ્ધ જીવન, તેઓની ધર્મના પ્રતિ પ્રગાઢ આસ્થા, તેઓના ધાર્મિક કાર્યકલાપો વગેરેનું વિશદ્ વર્ણન કરવામાં આવેલ છે. તેમાં
પણ જિનમંદિર અને મૂર્તિપૂજાનો ક્યાંયે ઉલ્લેખ નથી. ૪. મૂળાગમોમાં આનંદ, કામદેવ, શંખ, પુષ્કલી, ઉદાયન વગેરે શ્રાવકોનાં
પૌષધ, ઉપવાસ, શ્રાવકની એકાદશ પ્રતિમારૂપ કઠોર વ્રતધારણ, સુપાત્રદાન, પૌષધશાળા ગમન વગેરે વિભિન્ન ધર્મકૃત્યોનાં વિસ્તૃત વિવરણ છે, પરંતુ ત્યાં પણ એવો ઉલ્લેખ નથી કે તેઓ એકવાર પણ કોઈ મંદિરમાં ગયા હોય અથવા તેઓ દ્વારા કોઈ જિનપ્રતિમાની સ્થાપના અથવા પૂજા કરવામાં આવી હોય. મૂળ આગમોમાં શ્રી કૃષ્ણ, શ્રેણિક અથવા પ્રદેશ રાજા દ્વારા જિનપ્રતિમા
પૂજા અથવા જિનમંદિરના નિર્માણનો ક્યાંયે કોઈ પણ ઉલ્લેખ નથી. ૫. મૂળ આગમોમાં આદર્શ શ્રાવકોનાં ઘરોની ભૌતિક વિપુલ રિદ્ધિસિદ્ધિના અને તેઓનાં નગરોનાં વર્ણન કરવામાં આવેલ છે. પણ આ વર્ણનમાં જિન-પ્રતિમા અને જિનમંદિરનો કોઈ પણ જગ્યાએ નામોલ્લેખ નથી. જો તે સમયે જૈન ધર્મની મૂળ પરંપરામાં મૂર્તિ - પૂજાને કોઈ સ્થાન હોત, તો તે આદર્શ શ્રાવકોનાં ઘરો અથવા નગરમાં ૫૮ 963969696969696969જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #68
--------------------------------------------------------------------------
________________
ક્યાંક તો જિન મંદિર અથવા જિન પ્રતિમાના અસ્તિત્વનો ઉલ્લેખ હોત. આનાથી એ પ્રમાણિત થાય છે કે - “જૈન ધર્મની મૂળ પરંપરાના
પ્રારંભમાં મૂર્તિપૂજાને માટે ક્યાંયે કોઈ સ્થાન ન હતું.” ૬. આ સર્વસંમત તથ્ય છે કે - “જૈનાગમ ભગવાન મહાવીરની દેશનાઓના
આધાર પર ગણધરો દ્વારા ગ્રંથિત કરવામાં આવ્યા. મૂળ આગમ જૈન ધર્મના સિદ્ધાંતો તથા માન્યતાઓના પરમ પ્રામાણિક મૂળ આધાર માનવામાં આવે છે. તેમાં જિનમંદિર અને મૂર્તિપૂજાનો જ્યારે કોઈ પણ ઉલ્લેખ નથી, તો તેનો અર્થ એ જ થાય છે કે - તીર્થકર ભગવાન મહાવીરે પોતાની કોઈ પણ દેશનામાં મંદિર - નિર્માણ, જિનપ્રતિમાની પ્રતિષ્ઠાપના પૂજા કરવા સંબંધમાં એક પણ શબ્દ પોતાના મુખારવિંદથી કહ્યો નથી.” જો સંસારનાં ભવ્ય પ્રાણીઓ માટે જિનપ્રતિમાની પૂજા કરવી કલ્યાણકારી હોત, તો તીર્થકર જિનપ્રતિમાપૂજાનો પણ સ્પષ્ટ શબ્દોમાં તે પ્રકારે વિસ્તૃત રૂપથી ઉપદેશ આપતા, જે પ્રકારે તેઓએ મુક્તિપ્રાપ્તિ માટે
પરમાવશ્યક અન્ય કર્તવ્યનો ઉપદેશ આપ્યો હતો. ૭. આ તથ્ય પ્રકાશમાં આવે છે કે - “પહેલી આગમવાચના
(વી. નિ. સં. ૧૬૦ની આસપાસ)ના સમયથી લઈને ચોથી આગમવાચના (વી. નિ. સ. ૯૮૦) સુધીના આગમાનુસાર વિશુદ્ધ શ્રમણચાર, શ્રાવકાચાર અને ધર્મના મૂળ આધ્યાત્મિક
સ્વરૂપનું પાલન કરવાવાળા જૈનસંઘમાં મૂર્તિપૂજા અને મંદિરાદિના નિર્માણનું પ્રચલન થયું ન હતું.
આ બધાં તથ્યોથી અનુમાન કરવામાં આવે છે કે - “મૂર્તિપૂજાનું પ્રચલને ચૈત્યવાસી પરંપરા અને યાપનીય પરંપરાએ કાળાન્તરે પ્રારંભ કરી.”
(ચાપનીયસંઘના પ્રાચીન કેન્દ્ર) ૧. ઈસાની બીજી શતાબ્દીમાં યાપનીયસંઘ દક્ષિણ ભારતમાં " તમિલનાડુથી કન્યાકુમારી સુધી સક્રિય રહ્યો. ૨. ઈસાની ચોથી-પાંચમી શતાબ્દીમાં અને તેના પછી યાપનીયસંઘ
કર્ણાટક પ્રાંતના ઉત્તરવર્તી ભાગમાં જ એક સર્વાધિક લોકપ્રિય
સંઘના રૂપમાં સક્રિય રહ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૫૯ |
Page #69
--------------------------------------------------------------------------
________________
૩. ઈસાની પાંચમી તેમજ છઠ્ઠી શતાબ્દીમાં પલાસિકા, જે વર્તમાનમાં
બેલગાવ’ જિલ્લાનું “હલસી-ગ્રામ' છે, યાપનીયસંઘના પ્રચારપ્રસારનું કેન્દ્ર રહ્યું. ૪. ઈસાની સાતમી શતાબ્દીમાં “બીજાપુર જિલ્લાનું “ઐહોલ ગ્રામ'
કેન્દ્ર રહ્યું. ૫. ઈસાની દશમી શતાબ્દીમાં ટુમકુર જિલ્લાના અનેક સ્થાન કેન્દ્ર રહ્યાં. એના પછી યાપનીયસંઘ ધારવાડ, કોલ્હાપુર અને બેલગાવ
આ બધા જિલ્લાઓનો પ્રમુખ અને લોકપ્રિય ધર્મસંઘ બની ગયો. ૬. ઈસાની અગિયારમી-બારમી શતાબ્દીમાં યાપનીયસંઘનું પ્રચારક્ષેત્ર કેવળ ઉત્તરીય કર્ણાટકમાં જ સીમિત રહી ગયું.
(ચાપનીયસંઘના આશ્રયદાતા રાજવંશ) કર્ણાટકના ગંગ-રાજવંશ અને પોયસલ રાજવંશના રાજા પ્રારંભથી લઈને અંત સુધી જૈન ધર્માવલંબી રહ્યા. એમના સિવાય કદંબ-વંશ, રાષ્ટ્રકૂટ-વંશ, રઢ-વંશ, ચાલુક્ય-વંશ, શાન્તર-વંશ, કલચુરી-વંશ વગેરે અનેક રાજવંશોના રાજાઓએ સમયે-સમયે, પોતાના શાસનકાળમાં જૈન ધર્મને સંરક્ષણ આપ્યું અને આ રાજવંશોએ જૈન ધર્મના પ્રચારપ્રસારમાં મુક્ત હાથે સહાયતા કરી.
| ૬૦
૬૬૭૩૬૬૬૬૬96363 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) |
Page #70
--------------------------------------------------------------------------
________________
| કેટલાક મુખ્ય સહયોગી રાજવંશ ચૈત્યવાસી, ભટ્ટારક અને યાપનીય વગેરે જૈનસંઘોના પ્રચાર-પ્રસાર અને સંવર્ધનમાં હોસલ (પોસલ), કદંબ, ગંગ અને રાષ્ટ્રકૂટ-રાજવંશોનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું. જે સમયે પૂર્વથી લઈને પશ્ચિમ ને હિમાલયથી પરવર્તી “સુદૂર ઉત્તરવર્તી સીમાઓથી લઈને દક્ષિણ સાગરતટ અને દક્ષિણ સાગરવર્તી દ્વીપો સુધી પ્રસૃત જૈનસંઘ પર ચારે તરફથી અને મુખ્યતઃ દક્ષિણાપથથી વિનાશકારી ઘોર સંકટના વાદળો ઘેરાઈ ગયાં હતાં, તે સમયે દ્રવ્ય પરંપરાના તે આચાર્યોએ વિભિન્ન ક્ષેત્રોમાં સત્તારૂઢ રાજવંશોનો આશ્રય મેળવીને, તેઓની સહાયતાથી જૈનસંઘની રક્ષા કરવામાં જે ઉલ્લેખનીય કાર્ય કર્યા, તે સદા-સદાને માટે જેનઇતિહાસનાં પૃષ્ઠો પર સ્વર્ણ અક્ષરોમાં અંકિત રહેશે.
વી. નિ. સં. ૧૦૦૦ના ઉત્તવર્તી કાળમાં સમયે-સમયે સાતવાહન, ચોલ, ચેર, પાંડ્ય, કદંબ, ગંગા, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, રટ્ટ, શિલાહાર, પોસલ વગેરે રાજવંશોએ જૈન ધર્મને આશ્રય-પ્રશ્રય આપીને તેના અભ્યદય તેમજ ઉત્કર્ષનાં કાર્યોમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું.
સુંદર પાંચના શાસનકાળમાં સમસ્ત દક્ષિણાપથમાં અને વિશેષ કરીને તમિલનાડુમાં, જૈન-ધર્માવલંબીઓની ગણના પ્રબળ બહુસંખ્યકના રૂપમાં કરવામાં આવતી હતી. મદુરેમાં જ્ઞાનસંબંધર સાથે પ્રતિસ્પર્ધામાં જૈનશ્રમણોના પરાજિત થઈ જવાથી સુંદર પાંચ જૈન ધર્મનો પરિત્યાગ કરી શૈવ બની ગયો અને સ્પર્ધાની શરત અનુસાર પરાજિત ૫૦૦૦ જૈનશ્રમણોને ફાંસીના માંચડા પર લટકાવી દીધા. - પાંચ-રાજવંશ દ્વારા જૈન ધર્મના સ્થાન પર શૈવધર્મ સ્વીકાર્યા બાદ ચોલ-રાજવંશે પણ શૈવધર્મ અંગીકાર કરીને જૈન ધર્માનુયાયીઓ પર અત્યાચાર કરવાનો પ્રારંભ કરી દીધો. તેના પછી બસવા, એકાદંત, રમૈયા અને રામાનુજાચાર્ય દ્વારા દક્ષિણમાં ક્રમશઃ શૈવ અને વૈષ્ણવ (રામાનુજ) સંપ્રદાયના પ્રચાર અને શેવો દ્વારા જૈનો પર કરેલ લૂંટ-ફાટ, હત્યા અને બળથી ધર્મ-પરિવર્તનના ફળ સ્વરૂપ, જે આંધ્રપ્રદેશ શતાબ્દીઓથી જૈનોનું મુખ્ય ગઢ હતું, ત્યાંથી જૈનોનું અસ્તિત્વ મટી ગયું. તમિલનાડુમાં પણ શતાબ્દીઓથી બહુસંખ્યકના રૂપમાં માનવામાં આવતા જૈનધર્માવલંબી અતિ અલ્પ અથવા નગણ્ય સંખ્યામાં જ અવશિષ્ટ રહી ગયા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696963 ૬૧ |
Page #71
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારના સંક્રાંતિકાળમાં જેને ધર્મની રક્ષા કરવામાં જે રાજવંશોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, તેમાંથી પ્રમુખ રાજવંશોના અને તેઓના દ્વારા જૈન ધર્મના ઉત્કર્ષ માટે કરેલ કાર્યોનો સંક્ષેપમાં પરિચય પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.
(ગંગ-રાજવંશ) (ઈસાની બીજીથી અગિયારમી શતાબ્દી) ભારતના દક્ષિણ પ્રદેશમાં જૈન ધર્મના પ્રતિ શ્રદ્ધા, આસ્થા અને ઉદારતાપૂર્ણ વ્યવહાર રાખવાવાળા મધ્ય યુગના રાજવંશોમાં ગંગ-વંશનું ઘણું મહત્ત્વનું મોટું સ્થાન રહ્યું. ગંગ-વંશનો શાસનકાળ ઈ.સ. ૧૦૩ થી ૧૬૦૦ની આસપાસ સુધીનો રહ્યો. તેના શાસનકાળમાં આ રાજવંશનાં રાજાઓ, રાણીઓ, કુમારો, મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરેના સહયોગથી જૈન ધર્મ દક્ષિણ ભારતમાં પ્રમુખ અને લોકપ્રિય ધર્મનાં રૂપમાં ફૂલ્યો-ફાલ્યો.
(અમરકૃતિ) - આ રાજવંશના એકવીસમા રાજા રાયમલ્લ દ્વિતીય સત્યવાક્ય(ઈ.સ. ૯૭૪ થી ૯૮૪)ના શાસનકાળમાં તેઓના મહામાત્ય ચામુંડરાયે શ્રવણબેલગોલા (સુવર્ણ વેબગુલ) કર્ણાટકમાં વિંધ્યગિરિ નામની પહાડી પર, તે પહાડીના શિખર પર ઉપલબ્ધ એક અખંડ શિલાખંડને કાપીને, કોતરીને તેમજ ઘડીને ભગવાન બાહુબલિની પ૬ ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ ઈ.સ. ૯૮૦માં કરાવડાવ્યું. પગથી માથા સુધી એક જ શિલાખંડથી બનાવેલ બાહુબલિ(ગોમ્પટેશ્વર)ની આ અત્યંત ભવ્ય અને વિશાળ મૂર્તિ સંસારનું એક આશ્ચર્ય માનવામાં આવે છે.
ચામુંડરાયે વિંધ્યગિરિ પહાડીની પાર્થસ્થ, ચંદ્રગિરિ નામની પહાડી પર ભગવાન નેમિનાથના એક ભવ્ય મંદિરનું ઈસાની દશમી શતાબ્દીમાં નિર્માણ કરાવડાવ્યું. ગંગ-રાજવંશના પ્રારંભથી લઈને અંત સુધી મોટા ભાગે બધા રાજા જૈન ધર્મ પ્રતિ પૂરા નિષ્ઠાવાન રહ્યા. આ રાજવંશના શાસકોએ અનેક જૈનમંદિરો, જૈન મૂર્તિઓ અને જૈન સાધુઓના નિવાસ તેમજ સાધના માટે અનેક ગુફાઓ વગેરેનું નિર્માણ કરાવ્યું. ( ૬૨ @૬૩૩૬૩૬૩૩૬૩૩૩૬૬9) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૩)
Page #72
--------------------------------------------------------------------------
________________
ગંગ-વંશના પૂર્વપુરુષ
ગંગ-રાજવંશના મૂળપુરુષ બંધુદ્ધય ડિગ તેમજ માધવ હતા. ગંગવંશની સ્થાપના સમયે તેઓના ગુરુ-આચાર્ય સિંહનંદીએ આ રાજવંશના મૂળપુરુષ દડિંગ અને માધવને નીચે લખેલ સાત પ્રતિજ્ઞાઓ કરાવડાવીઃ ૧. જૈન ધર્મની શિક્ષાઓને પોતાના જીવનમાં ઢાળવી.
૨. સ્ત્રીઓનું સન્માન કરવું, વૈવાહિક મર્યાદાઓનું પાલન કરવું. ૩. મદ્ય (દારૂ) અને માંસનું સેવન કરવું નહિ.
૪. કુટિલ, ક્રૂર તેમજ દુષ્ટ લોકો સાથે સંબંધ સ્થાપિત કરવો નહિ. ૫. અભાવગ્રસ્ત અભ્યર્થીઓની આવશ્યકતા પૂરી કરવી. ૬. રણાંગણમાં પીઠ દેખાડીને રણાંગણમાંથી પલાયન નહિ થવું. ૭. ઉપર્યુક્ત પ્રતિજ્ઞાઓનું નિષ્ઠાથી પાલન કરવું.
આ નિયમોનું પેઢી દર પેઢી પાલન કરવાની દશામાં તમારો રાજવંશ અને તમારું રાજ્ય બંને અખંડ (અક્ષુણ્ણ) રહેશે.
આ સાત શિક્ષાઓને ગંગ-વંશના રાજાઓએ ગુરુમંત્ર સમાન ગાંઠે બાંધીને અંતર્મનથી ગ્રહણ કરી તેને પોતાના જીવનમાં ઉતારી લીધા.
આચાર્ય સિંહનંદીની શિખામણોને શિરોધાર્ય કરીને ગંગ-રાજવંશના રાજાઓએ જે પ્રકારે શૌર્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, તે જ પ્રકારે તેઓની આધ્યાત્મિક શિક્ષાઓના પરિપાલનમાં સદા અગ્રણી રહ્યા. મહારાજા નીતિમાર્ગ અને મારસિંહ તૃતીયએ તો સંથારા સંલેખના ગ્રહણ કરીને પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતા કરતા નશ્વર દેહનો ત્યાગ કર્યો. આ તથ્યોથી વિદિત થાય છે કે - ફક્ત વિષ્ણુગોપને છોડીને શેષ બધા જ રાજાઓએ આચાર્ય સિંહનંદીની શિક્ષાઓનું સમુચિત પાલન કર્યું હતું.'
કોઈ રાજા દ્વારા દિગ્વિજય માટે કરવામાં આવેલ સૈનિક અભિયાનમાં જૈનમુનિ, વિજય અભિયાનમાં તે રાજાની સાથે-સાથે ગયા હોય, આ પ્રકારનું ઉદાહરણ ભ. મહાવીરની મૂળ શ્રમણ પરંપરાના ઇતિહાસમાં શોધવા છતાં મળતું નથી. પરંતુ શિલાલેખ સંખ્યા ૨૭૭માં ઉલ્લેખ છે કે - ડિગ અને માધવે કોંકણ વિજય માટે જે અભિયાન કર્યો હતો, તેમાં આચાર્ય સિંહનંદી સાથે ગયા હતા.'
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
93
Page #73
--------------------------------------------------------------------------
________________
:
( કદંબ-રાજવંશ ) (વી. નિ. સં. ૮૬૭ થી ૧૮૩૪ સુધી) આ રાજવંશનો સંસ્થાપક અને પ્રથમ રાજા મયૂરશર્મન (મયૂરવર્મન), હતો. તેનો શાસનકાળ ઈ.સ. ૩૪૦ થી ૩૭૦ રહ્યો. અંતિમ રાજા કામદેવ (તૃતીય)નો શાસનકાળ ઈ.સ. ૧૨૩૮ થી ૧૩૦૭ સુધી રહ્યો.
કંદબ-વંશીઓનું દળબળ મગધથી દક્ષિણની તરફ વધતું જયારે કલિંગમાં આવ્યું, તો ત્યાં તેમણે કંદબ રાજ્યની સ્થાપના કરી. કલિંગમાં પોતાના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી કદંબોએ અનેક નગરો, ગ્રામો, વસતિઓ વગેરેનું નિર્માણ કરીને ત્યાં નિવાસ કર્યો.
ગંજમ જિલ્લાની પારલાની મેડી તાલુકામાં કદંબસિંગી’નામની પહાડી છે, જે કદંબોના શાસનકાળથી જૈનોની પવિત્ર પહાડીના રૂપમાં વિખ્યાત છે. ત્યાં પાસે મુનિ સિંગી (મુનિ શૃંગી) નામનું સ્થાન છે, ત્યાં જૈન મુનિઓની વસતી હતી. તેની આસપાસ જૈનમૂનિ તપશ્ચર્યા કરતા હતા.
આ રાજવંશ દક્ષિણનો પ્રાચીન જૈન રાજવંશ રહ્યો છે. આ વંશના મોટાભાગના રાજાઓએ પોત-પોતાના શાસનકાળમાં જૈન ધર્મની પ્રતિ યથાયોગ્ય સન્માન પ્રગટ કરતા રહી તેને સંરક્ષણ પ્રદાન કર્યું. આ રાજવંશના મોટાભાગના રાજા જૈન ધર્મમાં પ્રગાઢ આસ્થાવાન અને જિનેન્દ્ર ભગવાનના પરમ ઉપાસક હતા. આ
કૃષ્ણવર્માનો પુત્ર યુવરાજ દેવવર્મા જૈન - ધર્માવલંબી હતો. જે સમય યુવરાજ દેવવર્મા ત્રિપર્વત પ્રદેશનો શાસક હતો, તે સમયે તેના દ્વારા સિદ્ધકેદાર ગામમાં અહત પ્રભુના ચૈત્યાલયના જીર્ણોદ્ધાર, પૂજા, મહિમા વગેરે હેતુ યાપનીયસંઘોને કૃષિભૂમિ પ્રદાન કરવામાં આવી. કદંબ વંશના કેવળ રાજા જ નહિ, પરંતુ આ રાજવંશના અન્ય સદસ્ય અને સામંત પણ જૈન ધર્મના અનુયાયી અને પરમ ઉપાસક હતા. .
કદંબવંશી મહારાજ કાકુ, તેના પુત્ર શાંતિવમાં, તેના ઉત્તરધિકારી રાજા મૃગેશવર્મા અને મૃગેશવર્માનો પુત્ર મહારાજા રવિવર્મા દ્વારા કરવામાં આવેલ ગ્રામદાનોના ઉલ્લેખમાં, અંતિમ દાનના સંબંધમાં લખવામાં આવ્યું છે કે - “આ ગામથી જે આવક થાય તે ધનરાશિ પ્રતિવર્ષ કાર્તિક માસના અંતમાં જિનેન્દ્ર ભગવાનના મહિમાં માટે અષ્ટાદ્વિક [ ૬૪ 3626362369696969696963ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #74
--------------------------------------------------------------------------
________________
મહોત્સવ ઉજવવાના કાર્યમાં અને ચાતુર્માસકાળમાં યાપનીયસંઘના તપસ્વી સાધુઓને આહાર પ્રદાન કરવાના કાર્યમાં વાપરવામાં આવે.'
કદંબવંશી રાજાઓની જિનમંદિરો, મઠો વગેરે માટે પ્રગાઢ રુચિ હતી. તેઓના જીર્ણોદ્ધાર માટે તેઓ દ્વારા કરવામાં આવેલ સહયોગના વિવરણ પ્રાચીન અભિલેખોમાં ઉપલબ્ધ થાય છે. મંદિરો, મઠોમાં ઝાડુ કાઢવા માટે તેમજ તેને હંમેશાં સાફ-સુઘડ રાખવા માટે મૃગેશવર્મા દ્વારા આપવામાં આવેલ દાનથી કદંબવંશી રાજાઓની જૈન ધર્મ પ્રત્યેની પ્રગાઢ આસ્થાનો પરિચય પ્રાપ્ત થાય છે. આ રીતે કદંબવંશી રાજાઓએ પોતાનાં ૯૬૭ વર્ષોના સુદીર્ઘ શાસનકાળમાં જૈન ધર્મને ઉલ્લેખનીય આશ્રય તથા રાજ્યાશ્રય આપીને જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું..
(રાષ્ટ્રકૂટ-રાજવંશ) (વી. નિ. સં. ૯૫૨ થી ૧૪૯૯ સુધી) રાષ્ટ્રકૂટ રાજવંશ(રટ્ટવંશ)નાં રાજાઓ, રાણીઓ, રાજકુમારો, રાજમાતાઓ, સેનાનાયકો, મંત્રીઓ અને પ્રજાજનોએ જૈન ધર્મની સર્વતોન્મુખી ઉન્નતિ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ગંગવંશી રાજા અવિનીત (ઈ.સ. ૪૨૫-૪૭૮)ના સમયમાં દિક્ષિણના કેટલાક પ્રદેશો પર રાષ્ટ્રકૂટવંશીય રાજા અકાલવર્ષ રાજ્ય કરી રહ્યો હતો. તેના એક મંત્રીએ વણદેગુખે નામનું એક ગામ, ચંદન્તિ ભટ્ટારકને દાનમાં આપી દીધું. રાષ્ટ્રકૂટવંશી રાજા ગોવિંદ તૃતીયએ વિ. સં. ૮૧૩માં પોતાના ગંગવંશીય સામંત ચાકિરાજની વિનંતી પર જાલમંગલ નામનું ગામ નંદીસંઘના પૂત્રાગવૃક્ષમૂળગણના થાપનીય આચાર્ય અર્કકીર્તિને દાનમાં આપ્યું. અર્કકીર્તિએ તેમના સામંત વિભવાદિત્યને શનિની પીડાથી મુક્ત કર્યો હતો. તેના શાસનકાળમાં તેના મોટાભાઈ કંબનું ગંગ પ્રદેશ પર રાજ્ય હતું. ઈ.સ. ૮૦૭માં જે સમયે કંબની તલવન નગરમાં શિબિર હતી, તે સમયે તેણે પોતાના પુત્ર શંકરગણની પ્રાર્થના પર જૈન આચાર્ય વર્ધમાનને એક ગામ પ્રદાન કર્યું.
રાષ્ટ્રકૂટવંશનો અગિયારમો રાજા અમોઘવર્ષ જૈન ધર્મનો પ્રબળ સંરક્ષક અને પરમ જૈનભક્ત હતો. અમોઘવર્ષ પોતાના ગુરુ જિનસેન જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 369696969696969696969694 ૫ ]
Page #75
--------------------------------------------------------------------------
________________
આચાર્યને પ્રણામ કરી પોતાની જાતને ધન્ય માનતો હતો. રાજા અમોઘવર્ષ પરમ જિનભક્ત હોવાની સાથે એક સમર્થ કવિ અને ઉદ્ભટ વિદ્વાન પણ હતો. તેણે “રત્નમાલિકા' અને “કવિરાજ માર્થાલંકાર' નામના બે ગ્રંથોની રચના કરી. રત્નમાલિકામાં અમોઘવર્ષએ સ્વયંના વિરક્ત થવાનો અને રાજસિંહાસનના ત્યાગનો ઉલ્લેખ કર્યો છે. અમોઘવર્ષના શાસનકાળમાં દક્ષિણ ભારતના સુવિશાળ ક્ષેત્રમાં જૈન ધર્મની ઉલ્લેખનીય ઉન્નતિ થઈ. - રાષ્ટ્રકૂટ વંશના ઓગણીસમા રાજા કૃષ્ણ કન્નરનો શાસનકાળ ઈ.સ. ૯૪૫ થી ૯૫૬ સુધી રહ્યો. આ રાજાના સમયમાં સોમદેવ, પુષ્પદંત, ઈન્દ્રનંદી વગેરે અનેક મોટા-મોટા જૈનાચાર્ય થયા. તેઓના શાસનકાળમાં કલચુરી રાજા વલ્લાલ જૈન ધર્મનો ત્યાગ કરીને શૈવ બની ગયો અને જૈનસંઘ પર અત્યાચાર કરવા લાગ્યો. રાજા કૃષ્ણ પોતાના સાળા મારસિંહ(ગંગવંશના ચોવીસમા રાજા)ને સંભવતઃ તેના યુવરાજકાળમાં મોટી સેના આપી અને તેનાથી વલ્લાલ પર આક્રમણ કરાવડાવ્યું. ગંગ યુવરાજ મારસિંહે વલ્લાલને પરાજિત કરી, ઠીક એવી રીતે જૈનસંઘની રક્ષા કરી, જે પ્રકારે ભિખુરાય ખારવેલે પુષ્યમિત્ર શૃંગ પર આક્રમણ કરીને જૈનોની રક્ષા કરી હતી.
રાષ્ટ્રકૂટવંશના વીસમા રાજા કર્ક (દ્વિતીય અમોઘવષ) ઈ.સ. ૯૭રમાં ધારાના પરમાર રાજા હર્ષ સિયાલ દ્વારા પરાસ્ત થઈ ગયો. તેનો પરાજય અને રાષ્ટ્રકૂટ રાજ્યની રાજધાની માન્યખેટના પતનની સાથે જ જૈન ધર્મના પ્રબળ પોષક રાષ્ટ્રકૂટવંશના શકિતશાળી સામ્રાજ્યનો સૂર્ય અસ્ત પ્રાયઃ થઈ ગયો. રાષ્ટ્રકૂટવંશના સુદીર્ઘ શાસનકાળમાં દક્ષિણમાં જૈન ધર્મ ઉલ્લેખનીય રૂપથી ફૂલ્યોફાલ્યો. આ રાજ્યના સમાપ્ત થતાં જ, ન કેવળ તેની પ્રગતિમાં અવરોધ આવ્યો, પરંતુ ઉત્તરોત્તર તેનો હ્રાસ થવાનો આરંભ થઈ ગયો.
(વિશિષ્ટ વ્યાખ્યાગ્રંથોનો સ્વર્ણિમ રચનાકાળ) રાષ્ટ્રકૂટવંશી રાજાઓના શાસનકાળમાં જૈન ધર્મની સાથે-સાથે જૈન સાહિત્યની પણ અભૂતપૂર્વ ઉન્નતિ થઈ. અકલંકની “અષ્ટવતી’ વિદ્યાનંદીની “અષ્ટસહસ્ત્રીમાણિક્યનંદીનું પરીક્ષામુખ સૂત્ર' તે જ રીતે [ 9696969696969696969696] ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રભાચંદ્રનો વિશદ્ ટીકા ગ્રંથ પ્રમેય કમલ માર્તણ્ડ', મલ્લવાદીનું “નયચક્ર', વીરસેનનું “ષખંડાગમ” ઉપર “ધવલા” નામનો મહાન ગ્રંથ, વિરસેન અને જયસેનના કષાયપાહુડ પર “જય ધવલા' નામનો મહાન ટીકા ગ્રંથ, જિનસેનનું “આદિ પુરાણ” તેમજ “પાર્થાન્યુદય' કાવ્ય, ગુણભદ્રનું ઉત્તર પુરાણ” અને “આત્માનુશાસન', મહારાજા અમોઘવર્ષનું “કવિરાજમાર્ગ” અને “પ્રશ્નોત્તર માલિકા' અપભ્રંશના મહાકવિ પુષ્પદંતનું મહાપુરાણ” અને યશોધર કાવ્ય', સોમદેવનું યશસ્તિલક ચમ્પ, વાદીભસિંહ ઉદયદેવનું ક્ષેત્ર ચૂડામણિ' અને ગદ્ય ચિંતામણિ', ઈન્દ્રનંદીનું લોકપ્રિય જવાલા માલિની સ્તોત્ર' વગેરે જૈન સાહિત્ય મહોદધિના ગ્રંથરત્ન આ રાષ્ટ્રકૂટવંશના રાજ્યકાળની દિવ્ય દેન છે. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના શાસનકાળમાં પમ્પ, રત્ન, આગ, ચામુંડરાય વગેરે કન્નડ ભાષાના જૈન કવિઓએ કન્નડ ભાષામાં અભિનવ ઉચ્ચ કોટિના સાહિત્યનું નિર્માણ કર્યું. આનાથી કન્નડનો મહિમા પણ વધ્યો. જૈન સાહિત્યના નિર્માણની દૃષ્ટિથી રાષ્ટ્રકૂટવંશી રાજાઓના શાસનકાળમાં સાહિત્ય સૃજનનો સુવર્ણયુગ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નહિ થાય.
" (હોલ રાજવંશ) ' ' (વી. નિ. સં. ૧૫૩૧ થી ૧૬૪૭ સુધી)
ઈ.સ. ૯૭રમાં ચાલુક્યરાજ તૈલ દ્વારા રાષ્ટ્રકૂટવંશના વિસમાં રાજા કર્કરાજ (દ્વિતીય અમોઘવષ)ના પરાસ્ત થવાથી અને રાષ્ટ્રકૂટ રાજાઓની રાજધાની માન્યખેટ(મલખેડ)ના પતનના પશ્ચાત્ જૈનસંઘ થોડા સમય સુધી રાજ્યાશ્રયથી વંચિત રહ્યો. તે સમયે શેવો અને વૈષ્ણવ ધર્માવલંબીઓએ રાજ્યાશ્રય પ્રાપ્ત કરીને જૈનસંઘના પ્રચાર-પ્રસારમાં અનેક પ્રકારના અવરોધ ઊભા કર્યા, પરિણામ સ્વરૂપ દક્ષિણનો પ્રાચીન અને સબળ જૈનસંઘ ધીમે-ધીમે ક્ષીણ થવા લાગ્યો.
જૈન ધર્મના આ પ્રકારના હૂસોન્મુખી પ્રવાહને પુનઃ પહેલાંની જેમ વિકાસશીલ કેવી રીતે બનાવી શકાય? આ એક જ્વલંત સમસ્યા જૈનસંઘની સમક્ષ ઉપસ્થિત થઈ. તત્કાલીન કટુતાપૂર્ણ ધાર્મિક પ્રતિદ્રુદ્રિતા અને અસહિષ્ણુતાના યુગમાં જૈન ધર્મને રાજ્યાશ્રયની આવશ્યકતા વર્તાવા લાગી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9969696969696969696969 ૬૦ ]
Page #77
--------------------------------------------------------------------------
________________
રાજ્યાશ્રયથી વંચિત જૈન ધર્મને રક્ષણ પ્રદાન કરવાવાળો કોઈ વિરલો આગળ આવે અને એક સુદઢ પ્રબળ રાજશકિતના રૂપમાં ઉદિત થઈ જૈન ધર્મને રાજ્યાશ્રય પ્રદાન કરે, એવી પ્રબળ અભિલાષાને અંતરમનથી સંજોવી સુદત્ત નામના એક જૈનાચાર્ય વિકટ વનપ્રદેશમાં અંગડિ નામના સ્થાન પર સાધના કરતા હતા. તે સમયે કિશોરવયનો એક યાદવવંશી રાજકુમાર એ સ્થાન પર આવ્યો. તેણે ભક્તિપૂર્વક આચાર્ય સુદત્તને વંદન કર્યા અને તેમની સામે બેસી ગયો. આચાર્યના પૂછવા પર તેણે પોતાનું નામ “સલ” બતાવ્યું. સુદત્તાચાર્યએ મનમાં ને મનમાં વિચાર કર્યો કે - “આ ક્ષત્રિય કિશોરમાં પોતાની આશાઓને અનુરૂપ બધાં શુભ લક્ષણો વિદ્યમાન છે, આ પ્રકારે વિચાર કરીને તેઓ ફરીથી પદ્માવતી દેવીની સાધનામાં લીન થઈ ગયા, અને ક્ષત્રિય રાજકિશોર તેઓના મુખારવિંદની તરફ અપલક જોતો તેઓની સમક્ષ બેસી રહ્યો. થોડી જ ક્ષણોમાં ભયંકર સિંહની ગર્જનાની સાથે તે સ્થળ ગુંજી ઊઠ્યું. ધ્યાન સમાપ્તિની સાથે જ જેવી આચાર્યએ આંખો ખોલી, તો જોયું કે એક વિકરાળ કેસરી સિંહ તેઓ બંનેની તરફ ઝડપથી આવી રહ્યો છે. પોતાના સ્થાન પર નિર્ભય અડગ બેઠેલા ક્ષત્રિય કિશોરને સંબોધિત કરીને સુદત્તાચાર્યે તે પ્રદેશની ભાષામાં કહ્યું કે - પોય્સલ” અર્થાત્ સલ, આત્મરક્ષા કરો.”
આચાર્યની આજ્ઞાનું પાલન કરતા, રાજકિશોર સલે, સુદત્તાચાર્યની તરફ છલાંગ મારતા સિંહને એક જ વારમાં મારી નાખ્યો. યદુવીર સલના શૌર્ય અને સાહસને જોઈને આચાર્ય સુદત્તને વિશ્વાસ થઈ ગયો કે - “આ પરાક્રમી પુરુષ નવીન રાજ્યની સ્થાપના કરવામાં અને રાજ્યના સ્વામી થવાની પશ્ચાત્ જૈનસંઘને સમુચિત સંરક્ષણ આપવામાં સર્વથા સક્ષમ છે.” આચાર્ય સુદત્તે તે જ સમયથી તે યાદવ કિશોરને પોલ'ના નામથી સંબોધિત કરવાનો પ્રારંભ કરી દીધો. આ કારણથી યાદવરાજવંશ પોસલ અને કાળાન્તરે હોસલના નામથી વિખ્યાત થયો.
આચાર્ય સુદત્ત અને જૈનસંઘની સહાયતાથી પોસલે ચાલુક્યોના પતનના સમયે તેઓના રાજ્યના દક્ષિણ ભાગ પર અધિકાર કરીને ઈ.સ. ૧૦૦૪ની આસપાસ પોસલ (હોસલ) રાજ્યની સ્થાપના કરી. [ ૮ 26263696969696969696907 જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #78
--------------------------------------------------------------------------
________________
હોય્સલ રાજ્યનું બળ મેળવીને જૈનસંઘનું મનોબળ વધ્યું અને તે ફરી બમણા ઉત્સાહથી અને ગતિથી અભિવૃદ્ધિ કરવા લાગ્યો. હોસલ-રાજવંશ અને જૈનસંઘ બંનેએ એકબીજાની અભિવૃદ્ધિને પોતાની અભિવૃદ્ધિ સમજીને પરસ્પર એકબીજાની ઉન્નતિ માટે રાજ્યના પ્રારંભથી લઈને અંત સુધી પૂર્ણ રીતે પ્રયત્નશીલ રહ્યા. હોસલ રાજવંશના રાજાઓએ જૈન ધર્મના પ્રચાર-પ્રસાર અને તેમના વર્ચસ્વની અભિવૃદ્ધિ માટે તથા જૈનસંઘ પર કોઈ પ્રકારનું સંકટ ના ઉપસ્થિત થાય અને થાય તો સંકટથી જૈન ધર્મની રક્ષા માટે અનેક ઉલ્લેખનીય કાર્ય કર્યા.
હોત્સલ રાજા સલ અને તેના વંશના રાજાઓની નામાવલી અને શાસન કાળ-અવધિ ક્રમ પ્રમાણે આ પ્રકારે છે : ૧. સલ(પાયુસલ). : પોસલ રાજ્યના સંસ્થાપક અથવા
પ્રથમ રાજા સલનો રાજ્યકાળ ઈ.સ. ૧૦૦૪ થી ૧૦૨૨ સુધી રહ્યો. ૨. વિનયાદિત્ય પ્રથમ ? એના સંબંધમાં વિશેષ જાણકારી ઉપલબ્ધ
નથી. ૩. નૃપકામ ઃ આનો રાજ્યકાળ ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૪૭ સુધીનો
માન્યો છે. ૪. વિનયાદિત્ય (દ્વિતીય) ઃ તેનું રાજ્ય ઈ.સ. ૧૦૪૭ થી ૧૦૬૩
સુધી રહ્યું. ૨. એરકંગ આ રાજાનું શાસન ઈ.સ. ૧૦૬૩ થી ૧૧૦૦ સુધી રહ્યું. ૬. વલાલ પ્રથમ: આનો રાજ્યકાળ ઈ.સ. ૧૧૦૦ થી ૧૧૧૦ સુધી
રહ્યો. આ ૭. વિષ્ણુવર્ધન વિષ્ણુવર્ધન ઈ.સ. ૧૧૧૦માં હોસલ રાજ્યની રાજગાદી પર બેઠો હતા. તેણે, તેની પટરાણી શાંતલદેવી, તેના આઠ સેનાપતિઓ અને તમામ વર્ગના પ્રજાજનોએ જૈન ધર્મના સર્વતોભુખીમાં અને જૈન ધર્મના વર્ચસ્વ અને સર્વોચ્ચ પ્રતિષ્ઠાના
પદ પર પ્રતિષ્ઠાપિત કરવા માટે અપૂર્વ યોગદાન આપ્યું. જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૬૯ ]
Page #79
--------------------------------------------------------------------------
________________
સમવય મળે જયારે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગસ્થ થયાના ઉત્તરવર્તી કાળમાં જૈન ધર્મની અધ્યાત્મપરક મૂળ પરંપરાના સ્થાન પર દ્રવ્ય પરંપરાઓનું પ્રાયઃ સર્વત્ર વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું હતું. લોપ્રવાહ ભાવાર્ચનાને ભૂલીને દ્રવ્યાર્ચનાને જ ધર્મનું સ્વરૂપ સમજવા લાગ્યો હતો. દ્રવ્ય પરંપરાના વર્ચસ્વ કાળમાં મૂળ ભાવ પરંપરામાં જે શિથિલાચારનું પ્રાબલ્ય ઉત્તરોત્તર વધતું ગયું, તેનાથી મુમુક્ષુ સાધુઓને ખૂબ જ ચિંતા થઈ. મૂળ પરંપરાને પુનઃ પ્રતિષ્ઠિત કરવા માટે અનેક આત્માર્થી આચાર્યો, શ્રમણો વગેરેએ અનેક વાર પ્રયાસ કર્યા, પણ એમના પરિણામ આશાનુ ફળ ના નીકળ્યા. તે છતાં તે મહાપુરુષો નિરાશ ન થયા, એમના પ્રયત્ન નિરંતર ચાલતા રહ્યા. એમના પ્રયાસ આંશિક રૂપમાં જ સફળ થયા. એમની અલ્પ સફળતા અથવા અસફળતાનું મૂળ કારણ એ હતું કે દ્રવ્ય પરંપરાઓના સમર્થકોએ રાજા અને પ્રજા બંનેને પ્રભાવિત કરી પોતાની તરફે કરી લીધા હતા. દ્રવ્ય પરંપરાઓ વડે પ્રચલિત કરેલી માન્યતાઓ લોકોમાં ધર્મના નામે રૂઢ થઈ ગઈ હતી. અસફળતાનું બીજું કારણ એ હતું કે, એ શકિતશાળી દ્રવ્ય પરંપરાઓના અનુયાયી રાજાઓ, સામંતો, કોટ્યાધીશો (કરોડપતિઓ), વેપારીઓ વગેરેના દ્વારા જનસાધારણને જે સુવિધાઓ, એ સમયે પ્રાપ્ત થતી હતી, તેવી સુવિધાઓ આપવામાં નવા ક્રિયોદ્ધારક અસમર્થ હતા.
જૈન ધર્મના મૂળ સ્વરૂપમાં આસ્થા રાખવાવાળા શ્રમણવર્ગ દ્રવ્ય પરંપરાઓ વડે આવી ગયેલી વિકૃતિઓથી ભારે ચિંતામાં રહ્યા. ધર્મના મૂળ સ્વરૂપમાં ઉત્તરોત્તર વધતી જતી વિકૃતિઓ અને શ્રમણવર્ગમાં ક્રમશઃ વધતા ગયેલા શિથિલાચાર, આ બધું તે આચાર્યો અને સાધુ-સાધ્વીઓનાં હૃદયમાં શલ્ય(કાંટા)ની જેમ ખટકતા રહ્યા.
“મહાનિશીથ'ના પર્યાલોચનથી એવું પ્રતીત થાય છે કે - વિભિન્ન એકમોમાં વિભક્ત ધર્મસંઘમાં ઉત્તરોત્તર વધતા જતા માન્યતાભેદો પર જો કોઈ પ્રકારનો અંકુશ લગાવીને જૈનસંઘને એકતાના સૂત્રમાં આબદ્ધ કરવામાં નહિ આવે તો આના દૂરગામી પરિણામ ખૂબ ભયાનક સિદ્ધ થશે આ આશંકાથી ચિંતિત થઈ વિભિન્ન પરંપરાઓના નાયકોએ ભાવ પરંપરા અને અનેક સંપ્રદાયો ને ઉપસંપ્રદાયોમાં વિભક્ત દ્રવ્ય પરંપરાઓની ૭૦ 0:23969696969696969ણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #80
--------------------------------------------------------------------------
________________
વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. “મહાનિશીથ'માં ઉપલબ્ધ ઉલ્લેખોથી એ નિશ્ચિત રૂપથી કહી શકાય કે - વિ. સં. ૭પ૭ થી ૮૨૭ની મધ્યમાં થયેલ આચાર્ય હરિભદ્રએ “મહાનિશીથ'નું શોધન, પરિવર્ધન, પુનરાલેખન વગેરે કરી પુનરુદ્ધાર કર્યો.
એ સમયે ઉપલબ્ધ ‘મહાનિશીથ'ની એકમાત્ર પ્રત(નકલ)ના ઘણા અંશ દમક (ઊધઈ) દ્વારા ખવાઈ ગયા હતા. ક્યાંક પંક્તિઓ, ક્યાંક અક્ષર, ક્યાંક પૃષ્ઠ તો ક્યાંક પૂરેપરાં ત્રણ-ત્રણ પાનાં સુધી નષ્ટ થઈ ગયાં હતાં. “મહાનિશીથ'ની એ જીર્ણપ્રતિના ઉદ્ધારની પાછળ આચાર્ય હરિભદ્રનો અને એમની સાથે મધુર સંબંધ રાખવાવાળા વિભિન્ન પરંપરાઓના અમુક આચાર્યોનો મૂળ ઉદ્દેશ્ય જૈન ધર્મસંઘમાં ઉત્તરોત્તર વધતી જતી માન્યતાભેદને યથાસંભવ ખતમ કરવા અથવા ઓછા કરવા અને પરસ્પર સમન્વય સ્થાપિત કરવાનો હતો. પોતાના આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હરિભદ્રસૂરિ અને તત્કાલીન વિભિન્ન સંઘોના આચાર્યોએ “મહાનિશીથ'ના મૂળપાઠમાં અનેક નવીન પૃષ્ઠ જોડીને તેનો ઉદ્ધાર કર્યો. પોતાના આ પ્રયાસમાં આચાર્ય હરિભદ્ર અને સમકાલીન અન્ય જૈનાચાર્યોએ એવી ધાર્મિક ક્રિયાઓને પણ જૈન-ધર્માવલંબીઓની ધાર્મિક દૈનંદિનીમાં જોડવાનો પ્રયાસ કર્યો, જેનો મૂળ આગમાં દ્વારા નિષેધ કરવામાં આવ્યો હતો.
તેમના દ્વારા આવું કરવા પાછળ, એવું અનુમાન કરી શકાય કે - દ્રવ્ય પરંપરાઓ વડે પ્રચલિત દ્રવ્યાર્ચનાના, જે-જે વિધિ-વિધાન, ધાર્મિક રીતિ-રિવાજના રૂપમાં જૈનધર્માવલંબીઓના જીવનમાં રૂઢ થઈ ગયા હતા અને જેમને હટાવવા સંભવ ન હતાં, એ કેટલાંક રીતિ-રિવાજો અને દૈનિક કર્તવ્યોને એમણે ધર્મના અભિન્ન અંગના રૂપમાં માન્ય કરી લીધાં. દ્રવ્યાર્ચના અને ભાવાર્ચનાની સમસ્યામાં સમાધાન કરાવવા માટે હરિભદ્રસૂરિ વગેરે આઠ આચાર્યોએ સમન્વયકારિણી દ્રવ્યાર્ચનાની પ્રથમ માન્યતાને એકમતથી સ્વીકારી લીધી. સંભવતઃ આઠેય આચાર્યોએ સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવેલી બીજી માન્યતા હતી, “ચૈત્યવંદનની માન્યતા” જે ચૈત્યવાસી પરંપરાના શરૂઆત અને અભ્યદયકાળથી જ દ્રવ્ય પરંપરાઓના માધ્યમથી જૈનસંઘમાં રૂઢ થઈ ગઈ હતી. ચૈત્યવંદનની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૦૧ |
Page #81
--------------------------------------------------------------------------
________________
સાથે-સાથે મંત્ર-જાપ અને વિદ્યા-સિદ્ધિને પણ જૈન ધર્માવલંબીઓનાં દૈનિક ધાર્મિક કર્તવ્યોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. - આ પ્રકારે અનેક એકમોમાં વિભક્ત થયેલા જૈનસંઘને એકતાના સૂત્રમાં આબદ્ધ કરવાના મહાન ઉદ્દેશથી આચાર્ય હરિભદ્રસૂરિએ મહાનિશીથ'ના ઉદ્ધારના માધ્યમથી સમન્વય નીતિનું અનુસરણ કરતાં જૈનસંઘમાં ઘર કરી ગયેલી ચૈત્યવંદન, મંત્ર-જાપ, વિદ્યા-સિદ્ધિ, વાસક્ષેપ વગેરે પરિપાટીઓને જૈનોનાં દૈનિક ધાર્મિક કર્તવ્યોમાં સંમિલિત કરી લીધાં.
આચાર્ય હરિભદ્રસૂરિએ સમન્વયકારિણી નીતિના અવલંબનથી ભગવાન મહાવીરના ધર્મસંઘને એકતાના સૂત્રમાં સંગઠિત કરવાનો એક ઐતિહાસિક પ્રયાસ કર્યો. પરંતુ એમના આ પ્રયાસોમાં દૂરગામી દુષ્પરિણામો પણ ઊભાં થયાં. સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન મહાવીર વડે ઉપદિષ્ટ ધર્મ અને વિશુદ્ધ શ્રમણાચારમાં નિષ્ઠા રાખવાવાળા શ્રમણોએ આચાર્ય હરિભદ્ર અને એમના સમકાલીન આચાર્યો વડે જૈનસંઘની સમક્ષ પ્રસ્તુત કરેલી આ સમન્વયવાદી નીતિની સાથે કોઈ પ્રકારે સહમત થયા નહિ. આચાર્ય હરિભદ્રના એ સમન્વયવાદી પ્રયાસનું દુષ્પરિણામ એ આવ્યું કે ચૈત્યવાસી વગેરે દ્રવ્ય પરંપરાઓ વડે સ્થાપિત કાર્યકલાપો, વિધિ-વિધાનોને સુવિહિત પરંપરાએ તો અપનાવી લીધાં, પરંતુ દ્રવ્ય પરંપરાઓ એ સમન્વયની દૃષ્ટિથી “મહાનિશીથ'માં સ્વીકૃત ભાવ પરંપરા દ્વારા વિહિત શ્રમણાચારને ન અપનાવ્યો.
(જેન શ્રમણ-શ્રમણીના વેશ અને આચાર-વિચાર)
ભગવાન મહાવીરના ધર્મસંઘમાં જે પ્રકારે માન્યતાઓની દૃષ્ટિથી અનેકરૂપતા દેખાઈ આવે છે, એવી જ રીતે અનેકરૂપતા તેમનાં સાધુસાધ્વીઓના વેશાદિમાં (પરિધાનમાં) પણ દેખાય આવે છે. શ્વેતાંબર પરંપરામાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે તથા દિગંબર પરંપરામાં તેરહપંથ, ભટ્ટારક, મયૂરપિચ્છ, ગૃધ્રપિચ્છ, નિષ્કિચ્છક વગેરેમાં વેશની દૃષ્ટિથી ન તો મધ્યકાળમાં એકરૂપતા હતી અને ન તો આજે છે. આ બધી પરંપરાઓ દાવો કરે છે કે - “જે વેશને એમણે | ૦૨ [96969696969696969696963 જૈન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)
Page #82
--------------------------------------------------------------------------
________________
માન્ય કરી રાખ્યા છે, એ જ વાસ્તવિક જૈન શ્રમણ-શ્રમણીનો વેશ છે.” હા, એક-બે પરંપરા એવી છે, જેમની એ માન્યતા છે કે - “શ્રમણવેશ તથા એમનાં વસ્ત્ર, પાત્ર વગેરેની સંખ્યામાં વી. નિ.ની છઠ્ઠી શતાબ્દીના અંતિમ ચરણથી સાતમી શતાબ્દીના પ્રથમ દશકની વચ્ચે, કોઈ સમયે આવશ્યકતા અનુસાર થોડું પરિવર્તન કરવામાં આવ્યું હતું.”
આવી સ્થિતિમાં વાસ્તવિક વેશ કેવો હોવો જોઈએ ? આના નિર્ણય માટે આપણે જૈન આગમોને તપાસવા પડશે. “જૈનાગમ આચારાંગ” અને “ભગવતી સૂત્ર'માં આના પર પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રશ્નવ્યાકરણ' વગેરે આગમોમાં પણ યત્ર-તત્ર આનો ઉલ્લેખ ઉપલબ્ધ છે. આગામિક ઉલ્લેખોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે - “ભગવાન મહાવીરના સમયથી શ્રમણ-શ્રમણીઓના વેશમાં મુખવસ્ત્રિકા, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોપકરણોનું પ્રમુખ સ્થાન હતું.'
વજઋષભનારાચ સંહનન અને સમચતુસ્ત્ર સંસ્થાનના ધણી, તથા એ જ ભવમાં મોક્ષગામી મહામુનિ સ્કન્દકની દુષ્કર, અતિઘોર તપશ્ચર્યાનું વર્ણન કરતાં વસ્ત્ર-પાત્રનો ઉલ્લેખ પણ “ભગવતી-સૂત્ર'માં આવે છે. આનાથી પ્રગટ થાય છે કે - “ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં એમના શ્રમણ સંઘના મહાન તપસ્વી શ્રમણ શ્રેષ્ઠ સ્કંદક અણગાર જેવા તદ્ભવ મોક્ષગામી મહામુનિ પણ વસ્ત્ર ધારણ કરતાં હતાં.'
‘વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે અનુસાર જિનકલ્પી, પડિમાધારી અથવા અભિગ્રહધારી શ્રમણો માટે પણ, ઓછામાં ઓછું રજોહરણ અને મુખવસ્ત્રીકા રાખવી આવશ્યક છે. આ ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે કે – “ભગવાન મહાવીરના સમયમાં શ્રમણ-શ્રમણીઓના વેશ કેવા પ્રકારનો હતો.' - મધ્યકાળમાં જેમ-જેમ, નવા-નવા સંઘ અને પંથ વગેરે બનતા ગયા, તેમ-તેમ તેમની ભિન્નતાની ઓળખાણ માટે અથવા કોઈ અન્ય કારણોસર, થોડાં-ઘણાં વેશાદિમાં પરિવર્તન થતાં ગયાં. તો પણ એમ નિઃસંકોચપણે કહી શકાય છે કે થોડા અંશો સુધી ભ. મહાવીરના ધર્મસંઘની મૌલિકતાથી જોડાયેલા રહેવાનો બધાએ પ્રયત્ન કર્યો. જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૬૬૬૭૩૬૬૬૬૬૬૬ . ૦૩ |
Page #83
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના ધર્મસંઘના એક વર્ગની એવી માન્યતા હતી કે - સવસ્રને કોઈ હાલતમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે સ્રીઓ નિર્વસ્ત્ર નહિ રહી શકવાના કારણે મોક્ષ પ્રાપ્ત કરી શકે નહિ.' આનાથી વિપરીત બીજો વર્ગ એમ માન્યતા રજૂ કરે છે કે - ‘સવસ્ત્રી અને સ્ત્રીઓ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.'
પહેલો વર્ગ કહેવા લાગ્યો કે - દ્વાદશાંગીનો લોપ-જેમ થઈ ગયો છે, માટે દ્વાદશાંગીમાંથી એક પણ આગમ આજે અસ્તિત્વમાં રહ્યા નથી.' આનાથી વિપરીત બીજો વર્ગ પોતાની વાત કહેતો રહ્યો કે - દ્વાદશાંગીમાંથી અગિયાર (૧૧) અંગ આજે પણ વિદ્યમાન છે.’ કાળ-પ્રભાવથી ભલેને એમનો યત્કિંચિત્ હ્રાસ થયો હોય. આ વર્ગ આગમોત્તરવર્તીકાળ અર્થાત્ વી. નિ. સં. ૧૦૦૦ના પશ્ચાત્ આચાર્યો વડે નિર્મિત કરવામાં આવેલ ભાષ્યો, નિર્યુક્તિઓ, ચૂર્ણિઓ, અવચૂર્ણિઓ, પ્રકીર્ણકો વગેરેને યથાવત્ સમગ્ર રૂપથી માન્ય નથી કરતા. સિદ્ધાંતોથી સંબંધિત વિવાદાસ્પદ વિષયોમાં અંતિમ નિર્ણાયક તથા પ્રામાણિક અંગશાસ્ત્રોના ઉલ્લેખોને જ માને છે. ત્યાં જ શ્વેતાંબર પરંપરાનો એક વર્ગ આગમોને અને ભાષ્યો, ચૂર્ણિઓ, નિર્યુક્તિઓ, ટીકાઓ, વૃત્તિઓ વગે૨ે તમામને સમાન રૂપથી માન્ય કરવાની વાત કરે છે.
એક વર્ગ નગ્નમૂર્તિઓની પૂજા-પ્રતિષ્ઠામાં વિશ્વાસ કરે છે, તો બીજો સવસ્ત્ર અથવા અલંકારિક મૂર્તિઓની પૂજા-પ્રતિષ્ઠામાં, ત્રીજો વર્ગ મૂર્તિપૂજાનો મૂળથી જ વિરોધ કરે છે.
આ રીતે ભગવાન મહાવીરના ધર્મસંઘમાં વી. નિ.ની સાતમી શતાબ્દી પશ્ચાત્ આજ સુધી જેટલા સંઘ, ગણ, ગચ્છ, સંપ્રદાય, આમ્નાઓ (માન્યતાઓ) વગેરે ઉત્પન્ન થઈ, એમની જો કોઈ ગણના અને વિવેચના કરવાનું ઇચ્છે તો વર્ષો લાગી જાય. પાછું આ બધાના વેશમાં પણ અનેક પ્રકારના વિભેદ છે. જ્યાં સુધી દિગંબર પરંપરાના ગણો, ગચ્છો વગેરેનો સવાલ છે, તો એમાં રહેનારા સાધુ સૂતરનો એક તાંતણો પણ પોતાના શરીર પર ધારણ નથી કરતા. તો છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
७४
Page #84
--------------------------------------------------------------------------
________________
બીજી તરફ એ જ વર્ગના ભટ્ટારક ગબ્દિકા, સિંહાસન, છત્ર, ચામર, ભવન, ભૂમિ, દાસ-દાસી, ધન-સંપત્તિ વગેરે દરેક પ્રકારના પરિગ્રહ રાખે છે. દિંગંબર મુનિ કેવળ પાદવિહારી હોય છે, તો ભટ્ટારક રેલવે, બસ, વાયુયાન, કાર વગેરે વાહનોનો ઉપયોગ કરે છે.
શ્વેતાંબર સાધુ-સાધ્વીઓનો જ્યાં સુધી પ્રશ્ન છે, તો મૂર્તિપૂજામાં વિશ્વાસ કરવાવાળો વર્ગ મુખવસ્ત્રિકા મોં (મુખ) પર નહિ રાખતા, હાથમાં રાખે છે. માન્યતાની દૃષ્ટિથી શ્વેતાંબરસંઘની સંપ્રદાયોએ મુખવસ્ત્રિકાને ઉપકરણના રૂપમાં માન્યતા આપેલી છે. આ જ વર્ગનો એક ઉપવર્ગ, કેવળ વસ્ત્રના આંચળ (ખેડા)થી જ મુખવસ્ત્રિકાનું કામ લે છે. એ ઉપવર્ગનાં શ્રમણ-શ્રમણીઓ દ્વારા હાથમાં દંડ ધારણ કરવામાં આવે છે.
આનાથી વિપરીત સ્થાનકવાસી સાધુ-સાધ્વી મુખ પર મુખવસ્ત્રિકા રાખે છે. રજોહરણ, પાત્ર અને પુસ્તકાદિ સિવાય હાથમાં દંડ નથી રાખતા. આ જ પરંપરાના એક વર્ગનાં સાધુ-સાધ્વી સ્થાનકવાસી શ્રમણ-શ્રમણીઓની ભાંતિ મુખવસ્ત્રિકા આદિ રાખે છે પરંતુ આ બંને વર્ગો દ્વારા રાખવામાં આવતી મુખવસ્ત્રિકાના આકાર પ્રકારમાં થોડું અંતર રહે છે.
જ્યાં સુધી આગમોના વિલુપ્ત થઈ જવાની વાત છે, ભારતનાં અન્ય દર્શનો-વૈષ્ણવ, શૈવ, વેદાંત વગેરે ધર્મોના આધારભૂત (અપૌરુષેય) કહેવાતા વેદ, ભાષ્ય, ઉપનિષદ, શ્રુતિઓ, ભાગવતુ, મહાભારત, ગીતા વગેરે ધર્મગ્રંથોમાંથી એક પણ ગ્રંથ વિલુપ્ત નથી થયા. તે વિલુપ્ત થવાની વાત પણ કોઈ નથી કરતા. તીર્થકર મહાવીરના સમકાલીન મહાત્મા બુદ્ધે પિટકોનું પ્રણયન કર્યું, તેના વિલુપ્ત થવાની વાત બૌદ્ધ દર્શનવાળા પણ નથી કરતા. તો પછી માત્ર જૈન ધર્મના દિગંબરસંઘના અનુયાયી જ એવી વાત કેમ કરે છે? તેમના જ ધર્મશાસ્ત્ર અગિયાર અંગ, ઉપાંગ, છેદ, સૂત્ર વગેરે આગમ ગ્રંથ કેવી રીતે વિલુપ્ત થઈ ગયા ? દુકાળ, આક્રમણ વગેરે વિલુપ્તતાનાં કારણ બતાવવામાં આવે છે. આવી સ્થિતિમાં શું કેવળ એકલા જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૦૫ |
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈનોના આગમ ગ્રંથ જ પ્રભાવિત થયાં, જૈનેત્તરોના ના થયાં ? આ તથ્યોના પ્રકાશમાં સંપૂર્ણ આગમશાસ્ત્રોના વિલુપ્ત થઈ જવાની વાત, કોઈ પણ વિજ્ઞના ગળે ઊતરવી સંભવ નથી.
આ પ્રકારે એક વર્ગમાં પર્વ, ઉત્સવ, મહોત્સવ વગેરે અવસરો પર આચાર્યો, ઉપાધ્યાયો અથવા જ્યેષ્ઠ મુનિઓ દ્વારા શ્રમણ-શ્રમણી વર્ગ પર વાસક્ષેપની પરંપરા લોકપ્રિય છે. આવશ્યક ચૂર્ણિકારે તો શ્રમણ ભગવાન મહાવીરનાં કરકમળો દ્વારા ગૌતમાદિક ગણધરો પર વાસક્ષેપ કર્યા ગયાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ મૂળ આગમ પાઠોમાં આનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
આ જ જૈન ધર્મસંઘમાં પ્રચલિત બધા જ સંપ્રદાય અને સંઘ પોતપોતાની માન્યતાઓને ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મનું રૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત શ્રમણાચાર અને શ્રાવક-શ્રાવિકાઓના આચાર-વિચારના મૂળ અને સાચા સ્વરૂપ શું હોઈ શકે છે, એનો નિર્ણય આચારાંગ આદિ આગમોનો આધાર લઈને કરવો જોઈએ. આગમોમાં ભગવાન મહાવીર વડે પ્રરૂપિત ધર્મના વાસ્તવિક સ્વરૂપ અને આચાર-વિચારની કસોટી પર જે સ્વરૂપ અને આચાર-વિચાર ખરા ઊતરે, તે જ વાસ્તવિક તથા વિશુદ્ધ આચાર-વિચાર હોવા જોઈએ.
| 06 E33693969696969699 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #86
--------------------------------------------------------------------------
________________
વી. નિ. સં. ૧૦૦૦ થી ઉત્તરવ કાળની આચાર્ય પરંપરા
આ એક તથ્ય છે કે તીર્થ પ્રવર્તનકાળમાં ભગવાન મહાવીરે જે રૂપમાં જૈન ધર્મનો ઉપદેશ આપ્યો, તેમાં કાલાન્તરમાં કાળ-પ્રભાવથી અનેક પરિવર્તન આવ્યાં.
લગભગ ૬૦૦ વર્ષોથી પણ વધારે સમય સુધી જે ધર્મસંઘે પોતાની એકરૂપતાને બનાવી રાખી, કાલાન્તરમાં તે અનેક સંઘો અને વિભિન્ન એકમોમાં વિભક્ત કેમ થઈ ગયો ? આ પ્રશ્નનું સમાધાન શોધતા સમયે જો કોઈ વ્યક્તિ એમ સમજે કે ફક્ત શિથિલાચાર, પદલિપ્સા, યશપ્રાપ્તિ અથવા અન્ય મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિહેતુ તે શ્રમણવરો તથા આચાર્યોએ પોત-પોતાનાં સંઘો, સંપ્રદાયો અને પરંપરાઓનું પૃથ-પૃથક્ એકમોમાં ગઠન કર્યું હશે, તો એકાન્તતઃ એવું સમજવું પણ સાચું નથી.
એ મધ્યકાલીન ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક અસહિષ્ણુતાભર્યા યુગના ઘટનાચક્રના સંદર્ભમાં તટસ્થ દૃષ્ટિથી વિચાર કરવાથી વિદિત થશે કે પ્રારંભમાં આ પ્રકારનાં સંગઠનોના પૃથક્ એકમના રૂપમાં ગઠન કરવાની પાછળ મૂળ કારણ અધિકાંશતઃ તે તત્કાલીન વિષમ પરિસ્થિતિઓ જ રહી છે. ધર્મસંઘ પર આવેલાં સંકટનાં વાદળ કઈ રીતે દૂર થાય, એને માટે વિચારેલા અથવા કરવામાં આવેલા ઉપાયોને લઈને સંઘમાં ઉત્પન્ન મતભેદ જ આ પ્રકારના વિઘટનનાં પ્રમુખ કારણ રહ્યાં છે.
બીજા ધર્મોનાં આકર્ષક આયોજનો, તેમના દ્વારા નિર્માપિત મંદિરો, એ મંદિરોમાં પ્રતિદિન પૂરા આડંબરની સાથે કરવામાં આવતી આરતીઓ, હૃદયહારી ભજનકીર્તન, ચિત્તાકર્ષક ઉત્સવો, મહોત્સવો વગેરેની તરફ આકર્ષાઈને મોટી સંખ્યામાં જૈન-ધર્માવલંબી પણ ખેંચાઈ જઈ રહ્યા હતા. આ જોઈ જૈનસંઘના ધર્મનાયકોને આશંકા થઈ કે - ‘બીજા ધર્મસંઘોની બાજુ દોડી જતા જૈનોના આ પ્રવાહને કોઈ સમુચિત ઉપાયથી રોકવામાં નહિ આવે, તો જૈન ધર્મનું અસ્તિત્વ જ સંકટમાં પડી ચૂકે છે.' ત્યારે જૈનસંઘના તે શ્રમણ અને આચાર્ય પણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૭૬૩
ZZZZZ4 ७७
Page #87
--------------------------------------------------------------------------
________________
પોતાના ધર્મસંઘની રક્ષા અને પ્રચાર-પ્રસારની ઉમદા ભાવનાથી એમનાં જ તૌર-તરીકા (રીત-ભાત), ક્રિયા-કલાપો, અનુષ્ઠાનો વગેરેને અપનાવવા માટે વિવશ થયા, જેને અન્ય ધર્માવલંબીઓએ અપનાવી રાખ્યા હતા.
જૈનસંઘના જે લોકો આ પ્રકારની અભિનવ પ્રક્રિયાને અપનાવવાના પક્ષધર હતા, તેમનો એક પૃથક સંઘ બની ગયો, અને જે કોઈ પણ કિંમતે ધર્મના સ્વરૂપમાં સ્કૂલનાત્મક પરિવર્તન લાવવાના પક્ષમાંના થયા, તે પોતાના મૂળસંઘમાં બની રહ્યા. આ પ્રકારે જૈનસંઘ અનેક સંપ્રદાયોમાં વિભક્ત થતો રહ્યો.
લોકપ્રવાહને દૃષ્ટિમાં રાખતા જે લોકો પોતાના ધર્મ અને ધર્મસંઘને જીવિત રાખવા માટે ધર્મના સ્વરૂપમાં સમયાનુકૂળ પરિવર્તનની પક્ષમાં હતા, એમની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ, આના વિપરીત જે સનાતન સ્વરૂપને યથાવત્ બનાવી રાખવા માટેના પક્ષધર હતા, . એવા સુવિહિતોની સંખ્યા લગાતાર ઘટતી ગઈ. પરિવર્તનની આ પ્રક્રિયા સમય, દેશ, કાળની સાથે-સાથે તીવ્રતાથી ચાલતી રહી; પરિણામ સ્વરૂપ અનેક નવા સંઘો, સંપ્રદાયો તથા ગચ્છોનો ઉદય થયો અને તે પોત-પોતાના સમયમાં ભૌતિક આરાધનાની ઉન્નતિના શિખર સુધી પહોંચ્યા. પણ કાલચક્રથી તે લડખડાયા અને એક સમય એવો પણ આવ્યો, જ્યારે તેઓ જૈનજગતના ક્ષિતિજમાંથી તિરોહિત (લુપ્ત) થતા ગયા અને એમનાં સ્થાન બીજા લેતાં ગયાં. ચૈત્યવાસી, થાપનીય વગેરે સંઘોનાં નામ આવા જ સંઘોમાં ગણાવી શકાય છે.
આ પ્રકારનાં સુદીર્ઘ સંક્રાંતિકાલીન સંકટોથી ભરેલા અંધકારપૂર્ણ કાળથી ભ. મહાવીરનો આ ધર્મસંઘ ગુજર્યો, તો પણ વિશુદ્ધ મૂળ શ્રમણ પરંપરા પૂર્ણતઃ વિચ્છિન્ન ન થઈ. ધર્મનું વિશુદ્ધ મૂળ સ્વરૂપ સ્વલ્પ (અલ્પ) માત્રામાં પણ ટકી રહ્યો. પ્રાચીન જૈન વાડ્મયમાં આનાં અનેક ઠોસ પ્રમાણ ઉપલબ્ધ થયાં છે. આ વિમર્શ પછી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના ઉત્તરવર્તી કાળની મૂળ શ્રમણ પરંપરાના આચાર્યોને પ્રમુખસ્થાને રાખતા, એમના ક્રમબદ્ધ આચાર્યકાળની પશ્ચાત્ એમની સાથે જ યુગપ્રધાનાચાર્યના કાળનું વિવરણ પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. ૯૮ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #88
--------------------------------------------------------------------------
________________
સામાન્ય શ્રુતધરકાળ (૧)
તીર્થંકર ભગવાન મહાવીરના શાસનના સત્યાવીસમા પટ્ટધર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણકાળ(વી. નિ. સં. ૧૦૦૯)થી લઈ વી. નિ. સં. ૨૧૬૮ સુધીના દેવર્ષિ ક્ષમાશ્રમણના ઉત્તરવર્તી કાળની કુલ ૧૧૫૯ વર્ષોની આચાર્ય પટ્ટાવલી અહીંયાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે. આનો આધાર સ્થાનકવાસી પરંપરા વડે માન્ય જૈતારણથી પ્રાપ્ત પ્રતિ છે.
આચાર્યનું નામ
આચાર્યકાળ (વીર નિર્વાણ સંવત)
આચાર્ય-ક્રમ
૨૮મા
વીરભદ્ર
૨૯મા
શંકરસેન
૩૦મા જસોભદ્ર સ્વામી
૩૧મા વીરસેન
૩૨મા વીરજસ
૩૩મા જયસેન
૩૪મા હરિષેણ
૩૫મા જયસેન
૩૬મા
૩૭મા
૩૮મા
૩૯મા
૪૦મા
૪૧મા
૪૨મા
૪૩મા
૪૪મા
૪૫મા
જગમાલ સ્વામી
દેવઋષિ
ભીમઋષિ
કિશનઋષિ
રાજઋષિ
દેવસેન સ્વામી
શંકરસેન
લક્ષ્મીવલ્લભ
રામઋષિ સ્વામી
પદ્મનાભ સ્વામી
હરિશર્મ સ્વામી
૪૬મા
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૦૦૯-૧૦૬૪
૧૦૬૪-૧૦૯૪
૧૦૯૪-૧૧૧૬
૧૧૧૬-૧૧૩૨
૧૧૩૨-૧૧૪૯
૧૧૪૯-૧૧૬૭
૧૧૬૭-૧૧૯૭
૧૧૯૭-૧૨૨૩
૧૨૨૩-૧૨૨૯
૧૨૨૯-૧૨૩૪
૧૨૩૪-૧૨૬૩
૧૨૬૩-૧૨૮૪
૧૨૮૪-૧૨૯૯
૧૨૯૯-૧૩૨૪
૧૩૨૪-૧૩૫૪
૧૩૫૪-૧૩૭૧
૧૩૭૧-૧૪૦૨
૧૪૦૨-૧૪૩૪
૧૪૩૪-૧૪૬૧
૩©©{ • ૦૯
Page #89
--------------------------------------------------------------------------
________________
(સામાન્ય કૃતધરકાળ (૨)) * (યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલી અનુસાર) (અઠ્યાવીસમા યુગપ્રધાનાચાર્ય સુધીનો પરિચય દ્વિતીય ભાગમાં આપી દેવામાં આવેલ છે.) ક્રમસંખ્યા યુગપ્રધાનાચાર્ય | યુગપ્રધાનાચાર્યકાળ
(વી. નિ. સં.)
T
૨૯મા | હારિલ
૧૦૦૦-૧૦૫૫ ૩૦માં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦૧પ-૧૧૧૫ ૩૧મા સ્વાતિ (હારિલ-ગોત્રીય શ્રી | ૧૧૧૫-૧૧૯૭
સ્વાતિથી ભિન્ન) ૩૨માં પુષ્યમિત્ર
૧૧૯૭-૧૨૫૦ ૩૩મા સંભૂતિ
૧૨૫૦-૧૩૦૦ ૩૪મા માઢર સંભૂતિ
૧૩૦૦-૧૩૬૦ ૩પમા ધર્મઋષિ
૧૩૬૦-૧૪૦૦ ૩૬મા | જ્યેષ્ઠાંગ ગણિ
૧૪૦૦-૧૪૭૧ ૩૭મા | ફલ્યુમિત્ર
૧૪૭૧-૧પ૨૦ ૩૮મા | ધર્મઘોષ
૧૫૨૦-૧પ૯૭ ૩૯મા | વિનયમિત્ર
૧પ૯૭-૧૬૮૩ ૪૦મા | શીલમિત્ર
૧૬૮૩–૧૭૬ ૨ ૪૧મા રેવતીમિત્ર
૧૭૬૨-૧૮૪૦ ૪૨મા સુમિમિત્ર
૧૮૪૦-૧૯૧૮ ૪૩માં હરિમિત્ર
(૧૯૧૮-૧૯૬૩ ૪૪મા | વિશાખગણિ
૧૯૬૩-૨૦૦૦ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696962 ૮૧ |
Page #90
--------------------------------------------------------------------------
________________
(સામાન્ય કૃતધરકાળ (૨)) * (યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલી અનુસાર) (અઠ્યાવીસમા યુગપ્રધાનાચાર્ય સુધીનો પરિચય દ્વિતીય ભાગમાં આપી દેવામાં આવેલ છે.) ક્રમ સંખ્યા વગપ્રધાના
યુગપ્રધાનાચાર્યકાળ (વી. નિ. સં)
GO
ઉપમા ૩૬માં
૨૯મા | હારિલ
૧૦૦૦-૧૦૫૫ | જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦પપ-૧૧૧૫
સ્વાતિ (હારિલ-ગોત્રીય શ્રી | ૧૧૧૫-૧૧૯૭
સ્વાતિથી ભિન્ન) ૩૨માં પુષ્યમિત્ર
૧૧૯૭-૧૨૫૦ ૩૩મા સંભૂતિ
૧૨૫૦-૧૩૦૦ ૩૪મા | માઢર સંભૂતિ
૧૩૦૦-૧૩૬૦ ધર્મઋષિ
૧૩૬૦-૧૪૦૦ યેષ્ઠાંગ ગણિ
૧૪૦૦-૧૪૭૧ ૩૭માં ફલ્યુમિત્ર
૧૪૭૧-૧૫૨૦ ૩૮મા ધર્મઘોષ
૧૫૨૦-૧૫૯૭ ૩૯મા | વિનયમિત્ર
૧પ૯૭-૧૬૮૩ ૪૦માં શીલમિત્ર
૧૬૮૩–૧૭૬૨ ૪૧માં રેવતીમિત્ર
૧૭૬૨-૧૮૪૦ ૪૨મા સુમિમિત્ર
૧૮૪૦-૧૯૧૮ ૪૩મા | હરિમિત્ર
૧૯૧૮-૧૯૬૩ ૪૪મા | વિશાખગણિ
૧૯૬૩-૨૦૦૦ જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969. ૮૧ |
Page #91
--------------------------------------------------------------------------
________________
વી. '
આયાર્ય જીવન પરિચય (આચાર્ય હારિલ, ભદ્રબાહુ મલ્લવાદી, સમંતભદ્ર વગેરે)
(આચાર્ય વીરભદ્ર) જન્મ
વી. નિ. સં. ૯૫૯ ટિપ્પણી તેમને ભ. મહાવીરના દીક્ષા
વી.નિ. સં. ૯૮૬ ચોવીસમા પટ્ટધર અંતિમ પૂર્વધર આચાર્યપદ વી.નિ. સં. ૧૦૦૮ આચાર્યશ્રી દેવર્ધિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણ વિ. નિ. સં. ૧૦૬૪ ઉત્તરાધિકારી અાવીસમાં ગૃહવાસપર્યાય ૨૭ વર્ષ પટ્ટધરના રૂપમાં આચાર્યપદે સામાન્ય સાધુપર્યાય ૨૩ વર્ષ આરૂઢ કરવામાં આવ્યા. તેમના આચાર્યપર્યાય - પપ વર્ષ જીવન-પરિચયના રૂપમાં ખાસ પૂર્ણ સાધુપર્યાય ૭૮ વર્ષ ઉલ્લેખનીય ઘટનાઓનું વિવરણ પૂર્ણ આયુ ૧૦૫ વર્ષ ઉપલબ્ધ નથી.
(યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિ) અપર નામ (૧) હરિભદ્રસૂરિ (પ્રથમ) (૨) હરિગુપ્તસૂરિ
* એક માન્યતા એવી પણ છે. જન્મ
: વી. નિ. સં. ૯૪૩ ' વિ. નિ. સં. ૯૫૩ દીક્ષા
: વી. નિ. સં. ૯૬૦ વી. નિ. સં. ૯૭૦ સામાન્ય સાધુપર્યાય : વી.નિ.. ૯૬૦- વિ. નિ. સં. ૯૭૦
૧૦૦૧
૧૦૦૧ યુગપ્રધાનાચાર્યકાળ વી. નિ. સં. ૧૦૦૧- વી. નિ. સં. ૧૦૦૧
૧૦૫૫
૧૦૫૫ સ્વર્ગવાસ : વી. નિ. સં. ૧૦૫૫ સર્વાયું : ૧૧૨ વર્ષ, ૫ માસ
અને ૫ દિવસ ૮૨ 9696969696969696969696ણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)]
Page #92
--------------------------------------------------------------------------
________________
પૂર્વાપર યુગપ્રધાનાચાર્યના જન્મ, દીક્ષા વગેરેના કાળ પર વિચાર કરવાથી પહેલી માન્યતા જ ઉચિત લાગે છે. હારિલસૂરિ અઠ્યાવીસમા પટ્ટધર આચાર્ય વીરસેનના સમકાલીન હતા. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની પશ્ચાત્ તેઓ અદ્વિતીય પ્રતિભાસંપન્ન યુગપુરુષ થયા.
જે સમયે આપણા રાજનૈતિક પરાભવના રૂપમાં વિદેશી આક્રાન્તાઓનાં (આક્રમણખોરોના) વિનાશકારી પગલાં ભારતવર્ષ પર નિરંતર વધતાં ચાલ્યાં જતાં હતાં, તે સમયે વિદેશીઓનાં આક્રમણો અને અમાનુષિક અત્યાચારોથી ભારતના અનેક ભૂભાગોની પ્રજા સંત્રસ્ત હતી, તથા રાજનૈતિક દૃષ્ટિથી આપણે વિશૃંખલિત (વિભાજિત) હતા. આવા સંક્રાંતિકાળમાં હારિલસૂરિએ એક સાચા યુગપુરુષને અનુરૂપ અવિચલ વૈર્ય, અડગ સાહસ તથા અનોખી સૂઝબૂઝની સાથે આતતાયીઓ (અત્યાચારીઓ)નો અહિંસાત્મક ઢંગથી પ્રતિકાર કર્યો.
આચાર્ય હારિલે આતતાયીઓને માનવતાના પાઠ ભણાવી, પીડિત થઈ રહેલી પ્રજાના પ્રાણ માટે એક સુદઢ પ્રાચીર(મસીહા)નું કામ કર્યું. એમના પ્રભાવશાળી ઉપદેશો તથા અલૌકિક પ્રતિભાથી પ્રભાવિત થઈ હૂણરાજ તોરમાણે એમને પોતાના ગુરુ બનાવ્યા. અને સદાને માટે તેમનો ઉપાસક બની ગયો. તોરમાણ જેવા ભયાનક અત્યાચારીને માનવતાના પાઠ ભણાવવાને કારણે યુગપ્રધાનાચાર્ય હારિલની કીર્તિ દૂર-દૂર સુધી પ્રસરી. આ ઐતિહાસિક તથ્યનો ઉલ્લેખ હારિલસૂરિની શિષ્ય પરંપરાની છઠ્ઠી પેઢીમાં થયેલ આચાર્ય દાક્ષિણ્યચિહ્ન - ઉદ્યોતનસૂરિએ પોતાની કૃતિ (રચના) “કુવલયમાલા'ની પ્રશસ્તિમાં કરી છે. આનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે - “યુગપ્રધાનાચાર્ય હારિલે પોતાના યુગપ્રધાનાચાર્ય-કાળમાં હૂણ આતતાયી તોરમાણના અત્યાચારોથી સંત્રસ્ત દેશવાસીઓને અભય પ્રદાન કરાવ્યું.
જૈન વાડ્મયમાં યુગપ્રધાનાચાર્ય હારિલનાં ત્રણ નામ ઉપલબ્ધ થાય છે : (૧) હારિલ, (૨) હરિગુપ્ત અને (૩) હરિભદ્ર. (યાકિની મહતરા સૂનઃ આચાર્ય હરિભદ્રસૂરિથી ભિન્ન) યુગપ્રધાનાચાર્ય હારિલના નામ પર (સંભવતઃ એમના સ્વર્ગસ્થ થવાની પશ્ચાતુ) હારિલગચ્છની સ્થાપના કરવામાં આવી. એ સમયે કોઈ નવીન ગચ્છ અથવા ગણની સ્થાપના અધિકાંશતઃ આવા મહાન શ્રમણના નામ પર જ કરવામાં આવતી હતી, જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969. ૮૩
Page #93
--------------------------------------------------------------------------
________________
જે લોકવિશ્રુત, પ્રતિભાસંપન્ન અને શ્રુતસાગરના પારગામી વિદ્વાન હોય. આચાર્ય હારિલના નામ પર નવીન ગચ્છની સ્થાપનાથી એ ફલિત થાય છે કે, આચાર્ય હારિલ પોતાના સમયના ઉત્કૃષ્ટ શ્રુતધર, મહાન પ્રભાવક અને સમર્થ યુગપ્રધાનાચાર્ય હતા.
નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ
જૈનજગતના દિવ્ય જ્યોતિર્ધર નક્ષત્ર આચાર્ય ભદ્રબાહુ (દ્વિતીય) વી. નિ. સં. ૧૦૦૦ થી ૧૦૪૫ની મધ્યાવધિમાં થયા. તેઓ પોતાના સમયના વિશિષ્ટ વિદ્વાન, નિમિત્તજ્ઞ, નિયુક્તિકાર તથા ગ્રંથકાર હતા. વર્તમાનમાં ઉપલબ્ધ નિર્યુક્તિ સાહિત્યના નિર્માતાઓમાં એમનું સ્થાન અગ્રણી માનવામાં આવે છે. તેમણે આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, કલ્પસૂત્ર, દશાશ્રુતસ્કંધ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત - આ દસ સૂત્રો પર દસ નિયુક્તિઓની રચના કરી. સૂત્રોના ગૂઢાર્થને સ્પષ્ટ કરવાવાળી દસ નિર્યુક્તિઓની રચના કરી ભદ્રબાહુએ જિનશાસનની મહત્ત્વની સેવા કરી.
વિગત કતિષય શતાબ્દીઓથી નામ - સામ્યતાના કારણે અનેક વિદ્વાન વી. નિ. સં. ૧૭૦માં સ્વર્ગસ્થ થયેલા અંતિમ શ્રુતકેવળી ભદ્રબાહુને જ ઉપર લિખિત દસ નિયુક્તિઓના રચનાકાર માનતા રહ્યા છે, પરંતુ શોધબુદ્ધિ વિદ્વાનોએ ન કેવળ એક-બે, પરંતુ અનેક સબળ પ્રમાણોથી એ સિદ્ધ કરી દીધું છે કે - ‘નિર્યુક્તિઓના રચનાકાર શ્રુતકેવળી ભદ્રબાહુ નહિ, પરંતુ એમના સ્વર્ગસ્થ થવાના લગભગ પોણા નવસો (૮૭૫) વર્ષ પછી થયેલા નિમિત્તજ્ઞ ભદ્રબાહુ (દ્વિતીય) હતા.' નિમિત્તજ્ઞ તથા નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુનું જીવનચરિત્ર, નિમ્નલિખિત રૂપમાં મળે છે.
વી. નિ.ની આઠમી શતાબ્દીના અંતિમ દશકાની વાત છે. મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે બ્રાહ્મણ યુવાન (કિશોર) રહેતા હતા. તે બંને સહોદર (સગાભાઈ) હતા. એક બાજુ તેઓ ખૂબ કુશાગ્રબુદ્ધિ અને વિદ્વાન હતા, તો બીજી બાજુ તેઓ નિતાંત નિરાશ્રિત અને નિર્ધન હતા. એક દિવસ બંન્ને ભાઈઓને એક વિદ્વાન જૈનાચાર્યનાં પ્રવચન સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૪
Page #94
--------------------------------------------------------------------------
________________
આચાર્યનો ઉપદેશ સાંભળી બંનેના રોમ-રોમ વૈરાગ્યના રંગમાં રંગાઈ ગયા. તે બંને બ્રાહ્મણ યુવાનોએ આચાર્યદેવ પાસે શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરી લીધી. દીક્ષા પછી બંનેએ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. મુનિ ભદ્રબાહુએ વિનયપૂર્વક બહુ નિષ્ઠાથી આગમોનું અધ્યયન કર્યું અને તેમની ગણના આગમ-મર્મજ્ઞ મુનિઓમાં થવા લાગી. બીજી બાજુ મુનિ વરાહમિહિરનો પૂરો ઝુકાવ ચમત્કાર પ્રદર્શનની તરફે રહ્યો. તેઓ પોતાના ગુરુ અને જ્યેષ્ઠ બંધુ ભદ્રબાહુની હિત-શિક્ષાઓની ઉપેક્ષા કરી માત્ર જ્યોતિષ શાસ્ત્રોના અધ્યયન-મનનમાં જ પોતાના જીવનની સફળતાને આંકવા લાગ્યા. વરાહમિહિરે ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને અન્ય જ્યોતિષ ગ્રંથોનું અધ્યયન ઊંડાણપૂર્વક રુચિથી કર્યું અને નિમિત્તજ્ઞાની બની ગયા. તેઓ પોતાના નિમિત્તજ્ઞાનના બળ પર પોતાને આચાર્યપદના વાસ્તવિક અધિકારી સમજવા લાગ્યા. પોતાના અંતિમ સમયમાં એમના ગુરુએ ઉત્તરાધિકારીના રૂપમાં કોઈ સુયોગ્ય શિષ્યનું ચયન કરવાનો નિશ્ચય કર્યો. આ સંબંધમાં વિચાર કરતા-કરતા તેમના મનમાં એક ગાથા આવી, જેનો અર્થ હતો કે - ગણધર જેવા ગરિમામય પદને ગૌત્તમ આદિ ધીર-ગંભીર મહાપુરુષોએ વહન કર્યું છે. આવા મહાન પદ પર જો કોઈ જાણી જોઈને, કોઈ અયોગ્ય અથવા અપાત્રને નિયુકત કરી દેવામાં આવે તો, તે ઘોર પાપનો ભાગી થાય છે.' આ વાતને ધ્યાનમાં રાખતા આચાર્યએ વરાહમિહિરને આચાર્યપદ માટે અયોગ્ય અને ભદ્રબાહુને આચાર્યપદ માટે યોગ્ય સમજી, મુનિ ભદ્રબાહુને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કરી તેમને આચાર્યપદ પ્રદાન કર્યું.
પોતાના ગુરુના આ નિર્ણયથી વરાહમિહિરના હૃદયને ઊંડો આઘાત લાગ્યો. તેઓ મનમાં ને મનમાં પોતાના જ્યેષ્ઠ ભ્રાતા ભદ્રબાહુથી ઈર્ષા અને વિદ્વેષ રાખવા લાગ્યા. તેમણે આને પોતાનું અપમાન સમજી, સદા માટે પોતાના ભ્રાતા મુનિ ભદ્રબાહુનો સાથ છોડી અન્યત્ર ચાલ્યા જવાનો નિશ્ચય કરી લીધો. તીવ્ર કષાય અને મિથ્યાત્વના ઉદયથી એમના મનમાં ભદ્રબાહુની વિરુદ્ધ વિદ્વેષાગ્નિ એટલી પ્રબળ વેગથી ભટકી ઊઠી કે એમણે પોતાના બાર વર્ષના શ્રમણજીવનને તિલાંજલિ આપીને, પુનઃ ગૃહસ્થ બની ગયા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969694 ૮૫ |
Page #95
--------------------------------------------------------------------------
________________
એમણે પ્રાચીન ગ્રંથોથી ચમત્કારી મંત્રો તથા તંત્રોનું ચયન કરીને અનેક શ્રીમંતોનાં હૃદય પર પોતાનો પ્રભાવ જમાવ્યો અને તેમની પાસેથી વિપુલ ધન પ્રાપ્ત કરવા લાગ્યા. જ્યોતિષ, મંત્ર-તંત્ર આદિના ચમત્કારી પ્રભાવથી જેમ-જેમ એમને ધનની પ્રાપ્તિ થતી ગઈ, તેમ-તેમ એમની ભૌતિક મહત્ત્વાકાંક્ષાઓ વધતી ગઈ. જનમાનસ પર પોતાની મહાનતાની અમિટ છાપ જમાવવા માટે એમણે પોતાના ભક્તોના માધ્યમથી એ રીતનો પ્રચાર કરવાનો પ્રારંભ કર્યો કે - “તેઓ બાર વર્ષ સુધી સૂર્યમંડળમાં રહી આવ્યા છે. સ્વયં સૂર્યે એમને જ્યોતિષવિદ્યામાં પૂર્ણતઃ પારંગત બનાવી પૃથ્વી પર મોકલ્યા છે.”
એમણે સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ તથા અન્ય જ્યોતિષ ગ્રંથોથી જ્યોતિષના સારને લઈ એક અપૂર્વ જ્યોતિષ ગ્રંથની રચના કરી. આ પ્રકારે એમની અનેક ચમત્કારપૂર્ણ કૃતિઓ તથા કિંવદંતિઓના પરિણામ સ્વરૂપ ચારેય બાજુ એમની પ્રસિદ્ધિ ફેલાવા લાગી. આ લોક પ્રસિદ્ધિથી પ્રભાવિત થઈ પ્રતિષ્ઠાનપુરના મહારાજાએ વરાહમિહિરને પોતાના રાજપુરોહિત બનાવી લીધા. રાજપુરોહિતનું પદ પ્રાપ્ત કરવાના અંતરગત વરાહમિહિરના જ્યોતિષ જ્ઞાનની ખ્યાતિ ચારે બાજુ વધુ તીવ્રતાથી ફેલાવા લાગી. ' એ જ દિવસોમાં નિમિત્ત આચાર્ય ભદ્રબાહુનું પ્રતિષ્ઠાનપુરમાં આગમન થયું. આ શુભ સમાચાર સાંભળી પ્રતિષ્ઠાનપુરના રાજા પણ પોતાના પરિજનો તથા પૌરજનોની સાથે આચાર્યશ્રીનાં દર્શન તથા પ્રવચન શ્રવણ માટે નગરની બહાર ઉદ્યાન (બાગ-વાટિકા)માં પહોંચ્યા. રાજપુરોહિત વરાહમિહિર પણ રાજાની સાથે હતા. પ્રવચન સમાપન પશ્ચાતું રાજા પોતાના રાજપુરોહિતની સાથે આચાર્યશ્રીની જોડે જ્ઞાનચર્ચામાં નિમગ્ન થઈ ગયા. તે જ સમયે એક સંદેશવાહકે આવીને વરાહમિહિરને ત્યાં પુત્ર જન્મ થયાના સમાચાર બધાંને સંભળાવ્યા. મહારાજાએ સંદેશવાહકને પારિતોષિક આપી વરાહમિહિરને પ્રશ્ન કર્યો : “પુરોહિતજી ! આપનો આ પુત્ર કઈ-કઈ વિદ્યાઓમાં નિષ્ણાત, કેટલી આયુષ્યવાળો તથા કોની-કોના દ્વારા સન્માનિત થશે! સૌભાગ્યથી આજે બધી જ વિદ્યાઓના નિધાન આચાર્યદેવ પણ અહીં બિરાજમાન છે. અતઃ એમનાથી પણ અમને જ્યોતિષવિદ્યાની પૂર્ણતાનું પ્રમાણ પ્રાપ્ત થઈ શકશે.” | ૮૬ 969696969999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #96
--------------------------------------------------------------------------
________________
વરાહમિહિરે કહ્યું: “મહારાજ, આ બાળકના જન્મકાળ, ગ્રહગોચર, નક્ષત્ર, લગ્ન વગેરે પર વિચાર કરવાના અનન્તર, હું એમ કહી શકવાની સ્થિતિમાં છું કે - “આ બાળક શતાયુ, સમસ્ત વિદ્યાઓમાં નિષ્ણાત તથા તમારા વડે અને તમારા પુત્રો તથા પૌત્રો વડે પણ પૂજિત થશે.”
નિમિત્તશાસ્ત્રના પારંગત વિદ્વાન આચાર્ય ભદ્રબાહુને પણ નૃપતિએ પ્રાર્થનાપૂર્વક પ્રશ્ન કર્યો : “ભગવન્! શું આવું જ થશે, જેવું પુરોહિતજી કહી રહ્યા છે?”
આચાર્ય ભદ્રબાહુ શાંત નિશ્ચલભાવથી મૌન રહ્યા. રાજા દ્વારા પુનઃ પુનઃ આગ્રહ કરવામાં આવતો રહ્યો - “આમ તો જૈન મુનિ માટે શાસ્ત્રોમાં નિમિત્ત કથનનો નિષેધ છે, છતાં પણ રોગ નિવારણાર્થ કટુ ઔષધ પણ ક્યારેક પિવડાવવાની જરૂરી હોય છે.” આ વિચાર કરી નિમિત્તજ્ઞ આચાર્ય ભદ્રબાહુએ કહ્યું: રાજનું! વાસ્તવિકતા કંઈક બીજી જ છે, જે મારે પ્રગટ ન કરવી જોઈએ, એને પ્રગટ કરવામાં કોઈ લાભ નથી. છતાં પણ તમારા અત્યંત આગ્રહને જોઈ હું એટલું જ કહેવાનું ઇચ્છીશ કે - “કર્મવિપાકનું ફળ અનિવાર્ય અને અચિંત્ય છે. જે થવાનું છે, તે સાતમા દિવસે બધાંને વિદિત થઈ જશે.” - આચાર્ય ભદ્રબાહુના પ્રતિ વરાહમિહિરના અંતરમનમાં જે વિદ્વેષાગ્નિ વર્ષોથી પ્રચ્છન્ન રૂપથી બળી રહી હતી, તે ભદ્રબાહુની આ વાત સાંભળીને સહસા ભડકી ગઈ. એમણે આક્રોશપૂર્ણ ચુનોતીભર્યા સ્વરમાં કહ્યું : “રાજનું ! આ જૈન શ્રમણોની, જ્યોતિષશાસ્ત્રમાં નામમાત્રની પણ ગતિ નથી. જો એમને ઓછું-વતું પણ જ્યોતિષનું જ્ઞાન હોય તો સ્પષ્ટ રૂપથી બતાવે કે – “સાતમા દિવસે શું થવાનું છે?' મેં સમસ્ત જ્યોતિષશાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. મારી ભવિષ્યવાણીમાં લેશમાત્ર પણ અંતર નથી આવવાનું. કેવળ મારી વાતનો વિરોધ કરવા માટે એમણે આવી અસ્પષ્ટ વાત કહી છે, જેનો કોઈ અર્થ નથી નીકળતો. જો એમને આ વિષયનું જ્ઞાન હોય તો સાહસની સાથે બતાવે કે મારી ભવિષ્યવાણીથી વિપરીત, ક્યારે-ક્યારે શું-શું થવાનું છે?”
આથી રાજાએ પુનઃ આચાર્ય ભદ્રબાહુને પ્રાર્થના કરી: ભગવન્! આપનું જ્ઞાન સાગરની જેમ અગાધ છે. આપનાં વચનોની પ્રામાણિકતા જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 99696969696969696969છે. ૮૦ ]
Page #97
--------------------------------------------------------------------------
________________
પર કોઈને સંદેહ નથી. પણ જ્યોતિષશાસ્ત્રની પ્રામાણિકતા સંબંધમાં આજનો આ પ્રસંગ એક પરીક્ષા (કસોટી) છે. મારી પણ જિજ્ઞાસા છે કે આપના કથનને થોડું સ્પષ્ટ કરો કે સાતમા દિવસે શું થવાનું છે?”
આચાર્ય ભદ્રબાહુએ શાંત સ્વરમાં કહ્યું: “આ પ્રશ્ન પર મારું મૌન રહેવું જ ઉચિત હતું, પરંતુ આપના વારંવારના આગ્રહને ઠુકરાવવું પણ ઉચિત નથી, એમ સમજી હું એ જ કહીશ કે - “જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાસ્તવિક ભવિતવ્યતા (ભવિષ્યવાણી) એ છે કે સાતમાં દિવસના અંતમાં આ બાળકનું બિડાલથી મૃત્યુ થઈ જશે.”
આ સાંભળી બધા સ્તબ્ધ રહી ગયા. પરંતુ વરાહમિહિર ઘણા કુદ્ધ (ક્રોધિત) થઈ, એમ કહેતા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા : “મહારાજ ! ભદ્રબાહુનું કથન અસત્ય સિદ્ધ થશે અને તે દિશામાં આઠમા દિવસે એમને કઠોર દંડ આપવામાં આવે.” પણ એમનું મન શંકાગ્રસ્ત થઈ ગયું. એમણે પોતાના ઘરની ચારેય બાજુએ સૈનિકોનો કડક પહેરો લગાવી દીધો. પ્રસૂતિગૃહમાં પણ દરેક પ્રકારની આવશ્યક સામગ્રીનો સમુચિત પ્રબંધ કરી એમણે પોતાના પુત્રની રક્ષા માટે દક્ષ ધાત્રીને સાત દિવસ સુધી પ્રતિક્ષણ સતર્કતા રાખવાની અને સૂતિકાગૃહમાં જ રહેવાનો આદેશ આપ્યો. એમણે એ વાતનો પણ પૂરો પ્રબંધ કર્યો કે - કોઈ પણ બિડાલ એમના ઘરની આસપાસ પણ ન આવી શકે.”
અંતતોગત્વા (આખરે) અનિષ્ટની આશંકાવાળો એ સાતમો દિવસ આવ્યો. બધાને વધારેમાં વધારે સજાગ રહેવા માટે સાવધાન કરી વરાહમિહિર સ્વયં અત્યંત સતર્ક થઈ પ્રસૂતિગૃહના દ્વાર પર પહેરો લગાવવા માંડ્યા. સાતમા દિવસની સમાપ્તિની અંતિમ ક્ષણોમાં પ્રસૂતિગૃહના સુદેઢ દરવાજાની બિડાલમુખી ભારે ભરખમ લોખંડની ચોખટો એ નાનાશા બાળશિશુ પર પડી અને તત્કાળ તે કાળને શરણ થઈ ગયો. બાળકના મૃત્યુના સમાચાર વાયુવેગે સંપૂર્ણ નગરમાં ફેલાઈ ગયા.
પુરોહિતના ઘરે પહોંચી સાંત્વના આપ્યા પછી રાજાએ બાળકના મૃત્યુનાં કારણ જાણવા માંગ્યું. જવાબમાં અશ્રુધારા વહેડાવતી ધાત્રીએ તે લોખંડની અર્ગલા (ચોખટ) રાજા સમક્ષ પ્રસ્તુત કરી દીધી, જેના બાળક પર પડવાથી તેનું મૃત્યુ થયું હતું. અર્ગલાના મુખ પર બનેલી બિડાલની આકૃતિને જોઈ રાજા આશ્ચર્યથી બોલી ઊઠ્યા: “ભદ્રબાહુનું નિમિત્તજ્ઞાન પૂર્ણ, અથાગ અને અનુપમ (લાજવાબ) છે.” [ ૮૮ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #98
--------------------------------------------------------------------------
________________
વરાહમિહિરને પોતાનો આ પરાજય બાળકના મૃત્યુથી પણ વધારે ભયંકર મહેસૂસ થયો. પુત્રશોક અને અપકીર્તિના સંતાપમાં સંતપ્ત બની તે પોતાના ઘર-બાર છોડીને પરિવ્રાજક બની ગયો. એના મનમસ્તિષ્કમાં આ વિચાર ઘર કરી ગયો કે - “ભદ્રબાહુના કારણે જ એને પોતાનું સંયમ(સાધુ)જીવનનો પરિત્યાગ કરવો પડ્યો, એના નિમિત્તથી જ પોતાની ચિરસંચિત સમગ્ર પ્રતિષ્ઠા ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગઈ.' વરાહમિહિર પોતાના જ્યેષ્ઠ સહોદર ભદ્રબાહુને પોતાનો સૌથી મોટો શત્રુ માનીને, યેન-કેન પ્રકારે એમનાથી પ્રતિશોધ લેવાનો ઉપાય વિચારવા લાગ્યો. અજ્ઞાનને વશીભૂત થઈ એમણે પ્રતિશોધની ભાવનાથી અનેક પ્રકારનાં કઠોર તપ કર્યા. મહાવ્રત-ભંગના મહાપાપ અને પોતાના મિથ્યા અહંનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ તે મરીને હીન ઋદ્ધિવાળો વ્યંતરદેવ બન્યો. એ વ્યંતરે વિર્ભાગજ્ઞાનથી પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત જાણીને ભદ્રબાહુથી પોતાના પૂર્વજન્મના વેરનો બદલો લેવાનો નિશ્ચય કર્યો.
ધર્મકવચધારી આચાર્ય ભદ્રબાહુનું અનિષ્ટ કરવામાં પોતાની જાતને અસમર્થ જાણી, એ વ્યંતરે એમના સંઘના કતિપય શ્રમણો તથા ગૃહસ્થ-સમૂહને અનેક પ્રકારના કષ્ટોપસર્ગ આપવાનું શરૂ કર્યું. વ્યંતરકૃતિ ઉપસર્ગોથી સંત્રસ્ત શ્રાવકસંઘે ભદ્રબાહુને પ્રાર્થના કરી : “ભગવન્! આ કેવી વિડંબના છે કે - “ગજરાજની પીઠ પર બેઠેલા લોકોને પણ કૂતરા કરડી રહ્યા છે.” આપ જેવા મહાન આચાર્યના શ્રમણ તથા શ્રમણોપાસક વર્ગને એક સામાન્ય વ્યંતર અનેક પ્રકારની યાતનાઓ આપી પીડિત કરી રહ્યો છે.”
આથી આગમ અને જ્યોતિષમાં નિષ્ણાત આચાર્ય ભદ્રબાહુએ એક ચમત્કારી સ્તોત્રની રચના કરી જૈનસંઘને સંભળાવી. સંઘે એની સ્તુતિ કરી. એ મહાન ચમત્કારી સ્તોત્રના પ્રભાવથી તેઓ વ્યંતરકૃત ઉપસર્ગથી સદા સર્વદા માટે મુક્ત થઈ ગયા. એ ચમત્કારી સ્તોત્ર આજે પણ “ઉવસગ્ગહર સ્તોત્ર'ના નામથી ખૂબ જ લોકપ્રિય છે. - આચાર્ય ભદ્રબાહુએ ‘ભદ્રબાહુ સંહિતા' નામક એક જ્યોતિષ ગ્રંથ તથા “અહત ચૂડામણિ' નામક એક પ્રાકૃત ગ્રંથની રચના પણ કરી. તેમની જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 26969696969696969696969; ૮૯
Page #99
--------------------------------------------------------------------------
________________
‘ભદ્રબાહુ સંહિતા' નામની કૃતિ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. વર્તમાનમાં આ નામની જે કૃતિ ઉપલબ્ધ છે, તે કોઈ અન્ય વિદ્વાનની પ્રતીત થાય છે.
શ્રુતકેવળી ભદ્રબાહુના જીવનની ઘટનાઓની સાથે એમનાથી લગભગ ૮૦૦ વર્ષ પશ્ચાત્ થયેલા દ્વિતીય ભદ્રબાહુના જીવનની ઘટનાઓ સંયુક્ત કરી જે જીવનવૃત્તાંત અનેક ગ્રંથોમાં આપવામાં આવેલ છે, એ ગ્રંથોમાંથી ઐતિહાસિક ઘટનાઓના આધાર પર છણાવટ કરીને નિમિત્તજ્ઞ ભદ્રબાહુનો થોડો પરિચય અહીંયાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આચાર્ય મલ્લવાદીસૂરિ
ઓગણત્રીસમા યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિના યુગપ્રધાનાચાર્યકાળમાં મલ્લવાદિ નામના એક મહાન કુશળ વાદી અને જિનશાસન પ્રભાવક આચાર્ય થયા. તેઓ નાગેન્દ્ર કુળના આચાર્ય હતા. એમના ગુરુનું નામ જિનાનંદસૂરિ હતું.
‘પ્રભાવક ચરિત્ર’ના ઉલ્લેખાનુસાર જિનાનંદસૂરિ એકવાર ચૈત્યયાત્રાર્થ ભૃગુકચ્છ ગયા. ત્યાં નંદ અથવા બુદ્ધાનંદ નામના એક બૌદ્ધ ભિક્ષુ રહેતા હતા. તેઓ પોતાના સમયના એક વિખ્યાત વાદી તથા તાર્કિક હતા. ત્યાં જિનાનંદ પણ સ્વ-પર સમયના જ્ઞાતા અને ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. જિનાનંદસૂરિની ચારેય બાજુ ફેલાતી રહેતી ખ્યાતિને બુદ્ધાનંદ સહન કરી શક્યા નહિ. એમણે જિનાનંદસૂરિની સાથે શાસ્ત્રાર્થ કરવાનો નિશ્ચય કર્યો. જિનાનંદસૂરિ અને બુદ્ધાનંદ વચ્ચે કેટલાય દિવસો સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને અંતમાં વિતંડાવાદના બળથી બુદ્ધાનંદે વાદમાં વિજય પ્રાપ્ત કર્યો. આ પરાજય પશ્ચાત્ જિનાનંદને ભૃગુકચ્છમાં રોકાવાનું સન્માનજનક ન લાગતા વલ્લભીની તરફ વિહાર કર્યો.
વલ્લભીમાં જિનાનંદસૂરિની બહેન વલ્લભદેવી (દુર્લભદેવી) રહેતી હતી, તેને ત્રણ પુત્ર હતા. મોટાનું નામ અજિતયશ, વચ્ચેવાળાનું નામ યશ અને સૌથી નાનાનું નામ મલ્લ હતું. આચાર્યશ્રીના પ્રેરણાદાયી પ્રવચનામૃતનું પાન કરી વલ્લભદેવી તથા તેમના ત્રણે પુત્રોનું અંતરમન વિરક્તિના ઘેરા રંગમાં રંગાઈ ગયાં. માતા અને ત્રણે પુત્રોએ જિનાનંદસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી.
CO
ન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રમણધર્મમાં દીક્ષિત થયા પછી અજિતયશ, યશ અને મલ્લ - આ ત્રણે જણાએ ન્યાય, નીતિ, વ્યાકરણ, સાહિત્ય તથા લક્ષણાદિ શાસ્ત્રોનું પ્રગાઢ નિષ્ઠા તથા પરિશ્રમથી અધ્યયન કર્યું. પરિણામ સ્વરૂપ તે ત્રણેય મુનિ શાસ્ત્રોના ગંભીર જ્ઞાનથી સંપન્ન ઉદ્ભટ વિદ્વાન બની ગયા. એમની વિદ્વત્તાની ખ્યાતિ દૂર-દૂર સુધી પ્રસરી ગઈ.
મલ્લ શ્રમણે સ્થવિર શ્રમણોથી સાંભળ્યું કે - બૌદ્ધ ભિક્ષુ બુદ્ધાનંદે એમના ગુરુ જિનાનંદને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી દીધા હતા. પોતાના ગુરુદેવના પરાજયનો વૃત્તાંત સાંભળી એમના અંતરમાં અસહ્ય દુઃખ થયું. એમણે મનમાં ને મનમાં ગુરુ અને જિનશાસનની ભૃગુકચ્છમાં ખોવાયેલી પ્રતિષ્ઠાને પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રણ લીધો. મલ્લ શ્રમણે કોઈક પૂર્વાચાર્ય વડે જ્ઞાન પ્રવાદ નામક પંચમ પૂર્વથી નિર્મૂઢ “નયચક્ર' ગ્રંથને વાંચવાનો (ભણવાનો) નિશ્ચય કર્યો.' જિનાનંદસૂરિ અને આર્યા દુર્લભદેવીએ મેધાવી યુવા શ્રમણ મલ્લને સમજાવ્યો કે - “પૂર્વાચાર્યોએ આ પુસ્તક(ગ્રંથ)ને ખોલવા સુધ્ધાંનો નિષેધ કરેલો છે, અતઃ તેને ખોલવાનો તથા વાંચવાનો પ્રયાસ ક્યારેય ના કરે. પંરતુ મલ્લમુનિ તો બૌદ્ધ ભિક્ષુને પરાજિત કરવા માટે નયચક્ર વાંચવાનો નિશ્ચય કરી ચૂક્યા હતાં. અતઃ એમણે નયચક્ર મહાગ્રંથને ખોલીને વાંચવાનો પ્રારંભ કર્યો. તેઓ નયચક્ર ગ્રંથના પ્રથમ પૃષ્ઠ પર આર્યા છંદની ગાથા વાંચીને તેના અર્થનું મનન કરી જ રહ્યા હતા, કે તે પુસ્તક (ગ્રંથ) તે પૃષ્ઠ સહિત તેમના હાથમાંથી કોઈ અદૃષ્ટ શક્તિના પ્રભાવથી લુપ્ત થઈ ગયું. મુનિ મલ્લ આશ્ચર્યાભિભૂત થઈ ચિંતામગ્ન થઈ ગયા. જે વસ્તુ મારા હાથથી વિલુપ્ત થઈ છે, તેની રચના માટે જ કરવી જોઈએ.' આમ વિચાર કરીને મલ્લમુનિએ શ્રુતદેવીની સાધના કરવાનો દઢ સંકલ્પ કર્યો. સમીપસ્થ ખંડલ પર્વતની એક ગુફામાં તેઓ ષષ્ટમ - ભક્તની આરાધનામાં લીન થઈ ગયા. પ્રથમ ચાતુર્માસની તપશ્ચર્યાનું સમભાવથી પારણું કર્યા પશ્ચાતુ એમણે છ માસ સુધી નિરંતર આ પ્રકારે કઠોર તપશ્ચરણ કર્યું પરિણામ સ્વરૂપ એમના અંતરાત્મામાં વાદ અને ગ્રંથ પ્રણયનની અભુત શક્તિ પ્રગટ થઈ. તદત્તર મલ્લમુનિએ એક અતિ વિશાળ નવીન “નયચક્ર' ગ્રંથની રચના કરી.
ગુરુએ હર્ષવિભોર થઈ એમને સૂરિપદ પ્રદાન કર્યું ને અલ્પવયસ્ક સાધુ હોવા છતાં પણ મલ્લમુનિથી મલ્લસૂરિ બની ગયા. આ રીતે તપસ્યાના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9696969696969696969696 ૯૧ |
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રભાવથી અલૌકિક શક્તિ સંચિત કરી મલ્લસૂરિએ ભૃગુકચ્છની તરફ વિહાર કર્યો. ભૃગુકચ્છ પહોંચીને રાજસભામાં એમણે છ માસ સુધી સ્વયં દ્વારા પ્રણીત “નયચક્ર' ગ્રંથરત્નમાં નિહિત અતિ નિગૂઢ તત્ત્વો, નયો અને અકાઢ્ય યુક્તિઓના આધાર પર બૌદ્ધ ભિક્ષુ બુદ્ધાનંદની સાથે શાસ્ત્રાર્થ કર્યો. અંતમાં બુદ્ધાનંદ પરાજિત થયા. રાજાએ આચાર્ય મલ્લને વિજયી ઘોષિત કર્યા અને એમને “વાદી'ની ઉપાધિથી વિભૂષિત કરી સન્માનિત કર્યા. એ જ દિવસથી મલ્લસૂરિ, મલ્લવાદીના નામથી પ્રખ્યાત થયા. આ પ્રકારે મલ્લવાદીએ ભૃગુકચ્છમાં જૈનસંઘની ખોવાયેલી પ્રતિષ્ઠા પુનઃ બહાલ કરી. જિનશાસનની ખૂબ પ્રભાવના થઈ અને ભૃગુકચ્છમાં પુનઃ જૈનસંઘનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું.
ભૃગુકચ્છનો સંઘ તત્કાળ વલ્લભીની તરફ પ્રસ્થિત થયો. જિનાનંદસૂરિની સેવામાં પહોંચી સંઘે તેમને ભૃગુકચ્છની ભૂમિને એમના પાવન પદાર્પણથી પવિત્ર કરવાની પ્રાર્થના કરી. સંઘની પ્રાર્થનાનો સ્વીકાર કરી જિનાનંદસૂરિ પોતાના શ્રમણ-શ્રમણીસમૂહની સાથે ભૃગુકચ્છ પધાર્યા. ગુરુ-શિષ્યનું મધુર મિલન થયું. જિનાનંદસૂરિએ પોતાના સંઘનો સમસ્ત કાર્યભાર પોતાના સુયોગ્ય શિષ્ય મલ્લવાદીને સોંપીને, સ્વયં પૂર્ણતઃ આત્મા-સાધનામાં સંલગ્ન થઈ ગયા.
મલ્લવાદીસૂરિએ નિયચક્ર' અને પદ્મચરિત્ર' (રામાયણ) આ બંને વિશાળ ગ્રંથોની રચના કરી. આ બંને ગ્રંથરત્નોની સાથે-સાથે મલ્લવાદીએ આચાર્ય સિદ્ધસેન પ્રણીત “સન્મતિ તર્કની ટીકા પણ લખી. એમણે પોતાના અનેક કુશાગ્ર બુદ્ધિ શિષ્યોને બાર અધ્યાયવાળા “નયચક્ર' મહાગ્રંથનો અભ્યાસ કરાવી એમને અનેકાના દર્શન, ન્યાય અને તર્કશાસ્ત્રના પારગામી વિદ્વાન બનાવ્યા. પોતાના અનેક શિષ્યોને તર્કશાસ્ત્રના ઊંડા અધ્યયનથી અજેયવાદી બનાવી જિનશાસનની ઘણી મોટી સેવા કરી. આચાર્ય મલ્લવાદીના બંને ભાઈઓ પણ વિદ્વાન હતા. મુનિ અજિતયશ પ્રમાણ' ગ્રંથની અને એમના અનુજ (નાના ભાઈ) તથા મલ્યવાદીના અગ્રજ (મોટા ભાઈ) મુનિ યશે “અષ્ટાંગ નિમિત્ત બોધિની સંહિતા'ની રચના કરી.
પ્રબંધકોશમાં વર્ણિત થોડાં ઐતિહાસિક તથ્યોનો વિચાર કરવાથી આચાર્ય મલવાદીસૂરિનો સમય વિ. સં. પ૭૩ તદનુસાર વી. નિ. સં. ૧૦૪૩ની આસપાસનો નક્કી થાય છે. [ ૯૨ 969696969696969696969€ જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રબંધકોષકાર રત્નશેખરસૂરિએ આચાર્ય મલ્લવાદીના વિષયમાં પ્રભાવક ચરિત્રકાર'થી થોડું અલગ વર્ણન આપ્યું છે. એમણે આચાર્ય મલ્લવાદીને વલ્લભીના મહારાજા શીલાદિત્યનો ભાણેજ કહેતાં લખ્યું છે કે - “વલ્લભી પર કબજો કર્યા બાદ શીલાદિત્યએ પોતાની બહેનના લગ્ન ભૃગુકચ્છના રાજા સાથે કર્યાં. સમય જતાં શીલાદિત્યની બહેને મહાતેજસ્વી પુત્રને જન્મ આપ્યો. એનું નામ “મેલ' રાખવામાં આવ્યું. શીલાદિત્ય પ્રારંભમાં જૈન - ધર્માનુયાયી હતા. તેમણે શત્રુંજય પર્વત પર ચૈત્યનો ઉદ્ધાર કર્યો. એ સમયે વલ્લભીનો જૈનસંઘ એક સુગઠિત અને શક્તિશાળી સંઘ હતો.
એ જ દિવસોમાં એક મહાન તાર્કિક તથા વાદકુશળ બૌદ્ધાચાર્યએ રાજા શીલાદિત્યની રાજસભામાં જૈન વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરી જૈન વિદ્વાનોને પરાજિત કર્યા. શાસ્ત્રાર્થની પૂર્વ નિર્ધારિત શરત મુજબ શ્વેતાંબરોને વલ્લભી રાજ્યની બહાર જવું પડ્યું. આના પછી રાજા શીલાદિત્ય પણ બૌદ્ધ ધર્મના અનુયાયી બની ગયા. વલ્લભી રાજ્યમાં જે જૈનતીર્થ હતાં, એના પર બૌદ્ધોએ અધિકાર કરી લીધો અને આ રીતે વલ્લભી રાજ્યમાં બૌદ્ધોનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું.
એ જ દિવસોમાં ભૃગુકચ્છના રાજાનું મૃત્યુ થઈ ગયું. આથી શીલાદિત્યની વિધવા બહેન અને આઠ વર્ષના ભાણેજ મલ્લે જૈનાચાર્યની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. તાર્કિક બૌદ્ધ ભિક્ષુના વાદકૌશલ તથા શીલાદિત્યના બૌદ્ધ અનુયાયી બની જવાથી બૌદ્ધસંઘની અભિવૃદ્ધિના પરિણામ સ્વરૂપ જૈનસંઘ ક્ષીણ થવા લાગ્યો. બાળમુનિ મલ્લને પોતાની સાધ્વી માતા દ્વારા જૈનસંઘના ક્ષીણ થવાનાં કારણો સાંભળી ઊંડો આઘાત લાગ્યો. મુનિ મલ્લે બૌદ્ધોને ઉખાડી ફેંકવાની પ્રતિજ્ઞા કરી.
આ પ્રકારની કઠોર પ્રતિજ્ઞા કર્યા બાદ બાળમુનિ મલ્લ પોતાની માતાની પરવાનગી લઈને એક પર્વતની ગુફામાં ચાલ્યા ગયા અને ત્યાં ઘોર તપસ્યા કરવા લાગ્યા. નિરંતર ચિંતન, એકાગ્ર ધ્યાન અને કઠોર તપશ્ચર્યાના પ્રભાવથી એમની પ્રજ્ઞા જાગૃત થઈ. એમના અંતરમાં જ્ઞાનની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ અને તે સરસ્વતીના પરમ કૃપાપાત્ર બની ગયા; અને સરસ્વતીએ તેમને અજેયવાદી થવાનું વરદાન આપ્યું. એમણે “નયચક્ર ગ્રંથરાજની રચના કરી. જિનશાસનની પ્રભાવનાના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) [9696969696969696969692 ૯૩ ]
Page #103
--------------------------------------------------------------------------
________________
હેતુથી મુનિ મલ્લ વલ્લભી તરફ પ્રસ્થિત થયા. વલ્લભીની રાજસભામાં શીલાદિત્યની સમક્ષ બૌદ્ધોની સાથે છ માસ સુધી શાસ્ત્રાર્થ કરીને તેમણે વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ બુદ્ધાનંદને પરાજિત કર્યા. મુનિ મલ્લને વિજયી ઘોષિત કરવામાં આવ્યા. બૌદ્ધાચાર્ય પોતાની હારના શોકને સહન ન કરી શક્યા અને શોકાતિરેકથી તેમનો દેહાંત થઈ ગયો.
મહારાજ શીલાદિત્યએ વિજયી મેલ્યવાદી મહામુનિને પોતાના ગુરુ બનાવ્યા અને બૌદ્ધ ભિક્ષુઓને શાસ્ત્રાર્થની શરત પૂરી કરવા માટે વલ્લભી રાજ્યથી નિર્વાસિત કરવાનો આદેશ આપ્યો. એ જ સમયે શીલાદિત્યએ વલ્લભી રાજ્યમાં જૈન સાધુ-સાધ્વીઓને યથેષ્ઠ વિહારની છૂટ આપતા પોતાના અમાત્યોને આદેશ આપ્યો કે - “તે અન્ય રાજ્યોમાં વિચરણ કરવાવાળા જૈન સાધુઓને વલ્લભી રાજ્યમાં વિચરણ કરવા માટે પ્રાર્થના કરે.” શત્રુંજયતીર્થ ફરીથી જૈનસંઘના તાબામાં આપવામાં આવ્યો.
આ રીતે મહાન પ્રભાવક મહાવાદી મલ્લમુનિના પ્રયત્નોથી ફરીથી જૈન સાધુ-સાધ્વી ગણ વલ્લભી રાજ્યમાં યથેચ્છ સર્વત્ર વિચરણ કરી ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા. મલવાદીના આચાર્યકાળમાં જૈન ધર્મની ઉલ્લેખનીય પ્રગતિ થઈ. એમણે વલ્લભી રાજ્યમાં લુપ્ત થતાં જૈનસંઘને ફરીથી જીવિત કર્યો. આ ધર્મ પ્રભાવનાનો તમામ શ્રેય મલ્લવાદીને જ પ્રાપ્ત થાય છે. આ રીતે યુગપ્રધાનાચાર્ય હારિલના વી. નિ. સં. ૧૦૦૦ થી ૧૦૫૫ સુધીના યુગપ્રધાનાચાર્યકાળમાં આચાર્ય મલવાદી વિક્રમની છઠ્ઠી સદી(વી. નિ. ની અગિયારમી)ના મહાન પ્રભાવક આચાર્ય થયા છે.
વાવ થયા છે.
(હારિલના સમકાલીન પ્રમુખ ગ્રંથકાર) ૧. મલ્લવાદી : આચાર્ય મલ્લવાદીનો પરિચય આપી દેવામાં
આવેલ છે. ૨. ચંદ્રર્ષિ મહત્તર : એમણે પંચસંગ્રહ (ટીકા સહિત) નામના - કર્મગ્રંથના પ્રકરણની રચના કરી. 3. સંઘદાસગણિ વાચક કથા સાહિત્યની પ્રાચીનતમ કૃતિ “વસુદેવહિંડી
ના રચનાકાર સંઘદાસગણિ વાચક અને ધર્મસેનગણિનું નામ શ્રુત સાધકોમાં માનથી લેવામાં આવે છે. આ ગ્રંથમાં શ્રીકૃષ્ણના ૯૪ ઉ9696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #104
--------------------------------------------------------------------------
________________
પિતા વસુદેવના ભ્રમણનો વિસ્તૃત વૃત્તાંત પ્રભાવશાળી શૈલીમાં આપવામાં આવ્યો છે. વસુદેવના ભ્રમણ(હિંડન)નો વૃત્તાંત આપવાના કારણે આ ગ્રંથનું નામ ‘વસુદેવ હિંડી’ રાખવામાં આવ્યું છે. આના બે ખંડ છે. ૧૧૦૦૦ શ્લોક - પ્રમાણ ૨૯ લંભકાત્મક પ્રથમ ખંડના કર્તા સંઘદાસગણિ છે. દ્વિતીય ખંડના રચનાકાર ધર્મસેનગણિએ ૧૭૦૦૦ શ્લોક-પ્રમાણ ૭૧ લંભકોથી આ ગ્રંથને પૂરો કર્યો છે. બંનેએ સંયુક્ત રીતે પંચકલ્પ ભાષ્ય'ની રચના પણ કરી.
હારિલસૂરિથી પૂર્વવર્તી આચાર્ય સમંતભદ્ર
દિગંબર પરંપરામાં સમંતભદ્ર નામના એક મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય થયેલા છે. તેઓ પોતાના સમયમાં મૂર્ધન્ય વિદ્વાન, અપરાજેય, તાર્કિક, અપ્રતિમ કવિ અને મહાન ગ્રંથકાર હતા. ત્રિપુટિ મુનિ શ્રીદર્શનવિજય, જ્ઞાનવિજય અને ન્યાયવિજયએ પોતાના ઇતિહાસગ્રંથ ‘જૈન પરંપરાનો ઇતિહાસ'માં વનવાસી પરંપરાના પ્રવર્તક શ્વેતાંબર આચાર્ય- સામંતભદ્ર અને દિગંબર આચાર્ય સમંતભદ્ર બંનેને વી. નિ.ની સાતમી સદીના એક જ યશસ્વી આચાર્ય જણાવી લખ્યું છે કે - ‘આચાર્ય સમંતભદ્ર શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓના સમાન રૂપે માનનીય આચાર્ય હતા.’
દિગંબર પરંપરાના ઇતિહાસકારો મુજબ સમંતભદ્ર દક્ષિણના ફણિમંડલાન્તર્ગત ઉરગપુરના એક રાજાના ક્ષત્રિય રાજકુમાર હતા. તેમનું જન્મ-નામ શાંતિવર્મા હતું. તેમને સંસારથી વિરક્તિ થઈ ગઈ અને એમણે રાજ્ય, ઐશ્વર્ય અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ એવા ભોગ-વિલાસ વગેરેનો ત્યાગ કરી જૈન નિગ્રંથ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. વિશુદ્ધ શ્રમણાચારની પરિપાલનામાં તેઓ સતત જાગૃત રહેતા હતા. અપ્રમત્ત સયમ-સાધના તથા વ્યાપક ધર્મપ્રચાર માટે જ તેઓ આહાર-પાણી ગ્રહણ કરતા હતા. રસાસ્વાદન, રસવૃદ્ધિ અથવા શરીર પર મોહના કારણે તેમણે ક્યારેય ખોરાક ન લીધો. આવા શ્રમણશ્રેષ્ઠ હતા આચાર્ય સમંતભદ્ર.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૯૫
Page #105
--------------------------------------------------------------------------
________________
કોઈ જન્મમાં કરેલાં દુષ્કર્મોને કારણે તેમને ભસ્મક રોગ લાગી ગયો. મધુકરીમાં મળેલ રૂક્ષ તથા મિત ભોજનથી એમની ભસ્મક વ્યાધિ ઉત્તરોત્તર વધતી ગઈ અને ભયંકર રૂપ ધારણ કરી લીધું. આ અસાધ્ય દારુણ વ્યાધિથી પીડિત થઈને સમંતભદ્રએ પોતાના ગુરુને પ્રાર્થના કરી કે - “તેઓ તેમને અનશનપૂર્વક સમાધિ-મરણની આજ્ઞા પ્રદાન કરે.' જ્ઞાનનિધિ તપોધન ગુરુદેવે થોડી ક્ષણ ધ્યાનમગ્ન રહ્યા બાદ કહ્યું : “વત્સ ! તું જિનશાસનની ઘણી પ્રભાવના કરીશ. હજુ તારું પૂરતું આયુષ્ય બાકી છે. આ ભયાવહ ભીષણ ભસ્મક વ્યાધિની અગ્નિના શમન માટે વિપુલ પ્રમાણમાં ગરિષ્ઠ ભોજનની જરૂરત પડે છે, માટે તું પંચ મહાવ્રત સ્વરૂપ સંયમનો થોડા સમય માટે પરિત્યાગ કરી યથેષ્ઠ ગરિષ્ઠ ભોજન કર. થોડા સમય પછી આ વ્યાધિના સમાપ્ત થઈ ગયા બાદ તું પ્રાયશ્ચિત્ત કરી ફરીથી સંયમ ગ્રહણ કરી સ્વ-પર-કલ્યાણમાં નિરત થઈ જજે.’
પોતાના વિશિષ્ટ જ્ઞાની ગુરુવરની આજ્ઞાને તેમણે અનિચ્છાપૂર્વક શિરોધાર્ય કરીને મુનિવેશનો પરિત્યાગ કર્યો. પોતાના શરીર પર ભસ્મ લગાવી, સ્થળે-સ્થળે ફરતા-ફરતા કાંચીરાજના રાજપ્રસાદમાં પહોંચ્યા. ભસ્મ વિભૂષિત સમંતભદ્રને જોતાં જ કાંચીપતિના મનમાં અચાનક એ વિચાર ઉત્પન્ન થયો કે - ‘ક્યાંક સાક્ષાત્ શિવ જ તો પોતાના પર કૃપા કરીને અહીંયાં નથી આવી ગયા ને ?' કાંચીશે ઊભા થઈને એમને પ્રણામ કર્યા. જ્યારે એમને જાણ થઈ કે - તે મહાત્મા છે અને પ્રભુ ઉપાસના જ તેમના જીવનનું ધ્યેય છે.’ તો કાંચ્યાધીશે તેમને રાજપ્રાસાદના શિવમંદિરમાં રહેવા અને શંકરની ઉપાસના કરતા રહેવાની વિનંતી કરી. તે સમયના પરમસમૃદ્ધ કાંચી રાજ્યના રાજમંદિરમાં પ્રતિદિન શિવજીને અતિગરિષ્ઠ ઉત્તમ ભોજનસામગ્રી ભોગના રૂપમાં અર્પિત કરવામાં આવતી હતી. એ ગરિષ્ઠ ભોજનસામગ્રીના નિત્ય-નિયમિત ભોજનથી સમંતભદ્રની ભસ્મક વ્યાધિ થોડા મહિનાઓમાં જ જડમૂળથી નષ્ટ થઈ ગઈ.
એક દિવસ કાંચીશે સમંતભદ્રને શિવ-સ્તુતિ કરવાનો આગ્રહ કર્યો, જેથી સમંતભદ્રે શિવપિંડીની સમક્ષ ઊભા થઈને ‘સ્વયંભૂ-સ્તોત્ર’ની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
CS
Page #106
--------------------------------------------------------------------------
________________
રચનાના માધ્યમથી જિનેશ્વરની સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. ‘ચંદપ્પહ ચરિઉં'ની પ્રશસ્તિ ગાથા મુજબ સમંતભદ્ર વડે કરવામાં આવતી સ્તુતિ પાઠમાં જ્યાં પ્રભુને પ્રણામ કરવાનો પ્રસંગ આવ્યો, ત્યાં તત્કાળ શિવપિંડીની અંદરથી આઠમા તીર્થંકર ભગવાન ચંદ્રપ્રભુની મૂર્તિ પ્રગટ થઈ. આ વિસ્મયકારી ચમત્કારપૂર્ણ ઘટનાથી કાંચીનરેશ અને જન-જનના મન પર જૈન ધર્મના અચિંત્ય પ્રભાવની અમિટ છાપ અંકિત થઈ ગઈ. કાંચીનો પલ્લવ રાજવંશ આ અદ્ભુત ઘટનાના પ્રભાવના પરિણામ સ્વરૂપ સદીઓ સુધી પ્રાયઃ જૈન-ધર્માવલંબી જ બની રહ્યો.
સમંતભદ્રને શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓ પોત-પોતાના પરંપરાના આચાર્ય માને છે. આપ્ત-મીમાંસા (દેવાગમ), સ્વયંભૂ સ્તોત્ર (ચતુર્વિશતિ જિનસ્તુતિ), સ્તુતિવિદ્યા, યુક્ત્યાનુશાસન અને રત્નકરંડ શ્રાવકાચાર આચાર્ય સમંતભદ્રની આ કૃતિઓ આજે પણ શ્રુતસાહિત્યની અણમોલ નિધિ બનેલી છે.
આચાર્ય શિવશર્મસૂરિ
શિવશર્મસૂરિ નામના એક પ્રાચીન આચાર્યે દષ્ટિવાદના બીજા પૂર્વની પાંચમી ચ્યવનવસ્તુના ચોથા કર્મપ્રકૃતિ પ્રામૃતમાંથી સાર કાઢીને કર્મ સિદ્ધાંત વિષયક ‘કમ્મપયડિ' નામના ગ્રંથનું નિર્માણ કર્યું. વર્તમાનમાં ઉપલબ્ધ કર્મસિદ્ધાંત વિષયક આ ગ્રંથની ગણના એક સર્વાધિક પ્રાચીન ગ્રંથના રૂપમાં કરવામાં આવે છે. આ ગ્રંથ દિગંબર અને શ્વેતાંબર બંને પરંપરાઓમાં સમાન રૂપે પ્રામાણિક માનવામાં આવે છે. આ ગ્રંથમાં ૪૭૫ ગાથાઓ છે. ઉત્તરવર્તી કાળમાં અનેક આચાર્યોએ આ ગ્રંથ પર ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા ગ્રંથોની રચના કરી છે.
શિવશર્મસૂરિએ ‘પંચમશતક’ નામના ગ્રંથની રચના ‘કમ્મપડિ પાહુડ’ના આધારે કરી છે. આ ગ્રંથમાં કુલ ૧૧૧ ગાથાઓ છે. આના પર પણ અનેક વિદ્વાન આચાર્યોએ ચૂર્ણિ, ટીકા, ભાષ્ય વગેરેની રચનાઓ કરી છે. આ બંને ગ્રંથ મુમુક્ષુઓને અધ્યાત્મમાર્ગ પર અગ્રેસર થવામાં દીવાદાંડીનું કામ કરે છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
::
| · e
Page #107
--------------------------------------------------------------------------
________________
( હારિલસૂરિના સમકાલીન ધર્મદાસગણિ મહત્તર )
દોઘટ્ટીવૃત્તિ જેવા ઉત્તરવર્તી જૈન સાહિત્ય (વાડ્મય)માં એ બતાવવામાં આવ્યું છે કે – “ધર્મદાસગણિ પોતાના ગૃહસ્થજીવનમાં વિજયપુરના વિજયસેન નામના રાજા હતા. અજયા અને વિજયા નામની એમની બે રાણીઓ હતી. રાણી વિજયાની કૂખેથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ રણસિંહ રાખવામાં આવ્યું. સૌતિયા દાહ(ઈષ)થી વશ થઈને રાણી અજયાએ પડ્યુંત્ર કરીને બાળક રણસિહનું અપહરણ કરાવી દીધું. વિજયસેન અને વિજયાને આ ઘટનાથી ઊંડો આઘાત લાગ્યો. એ બંનેને સંસારથી વૈરાગ્ય થઈ ગયો અને બંનેએ પંચમહા-વ્રતોની ભગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી. દીક્ષા પછી રાજા વિજયસેન ધર્મદાસગણિના નામથી વિખ્યાત થયા.
આ બાજુ રાજકુમાર રણસિંહનું લાલન-પાલન એક ખેડૂતના ઘરમાં થયું. રણસિંહએ યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ પોતાના પૌરુષત્વથી વિજયપુરના રાજસિંહાસન પર અધિકાર મેળવી લીધો. સમય જતાં રાજા રણસિંહ ધર્મથી વિમુખ થઈને પ્રજા પર અન્યાય કરવા લાગ્યો.
પોતાના જ્ઞાનાતિશયથી જ્યારે ધર્મદાસગણિને એ ખબર પડી કે - “એમનો પુત્ર પાપપૂર્ણ કાર્યોમાં સંલગ્ન છે.” તો તેમણે પોતાના પુત્રને સન્માર્ગે લાવવા માટે “ઉપદેશમાળા' ગ્રંથની રચના કરી. આમાં ૫૪૪ ગાથાઓ છે. ધર્મદાસગણિ મહત્તરે રણસિંહને ઉપદેશ આપવા માટે જિનદાસગણિ અને સાધ્વી વિજયશ્રીને મોકલ્યાં. એ બંનેએ વિજયપુર પહોંચીને રાજા રણસિંહને “ઉપદેશમાળા'ના માધ્યમથી ધર્મોપદેશ આપ્યો. ઉપદેશમાળાના ઉપદેશોનો રાજા રણસિંહ પર ઊંડો પ્રભાવ પડ્યો. તે વિશુદ્ધ સમ્યકત્વધારી શ્રાવક બની ગયો, અને સમય જતાં પોતાના પુત્રને રાજ્ય સોંપીને આચાર્ય મુનિચંદ્ર પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયો. ખરેખર “ઉપદેશમાળા' ભૂલ્યાં-ભટક્યાંને સન્માર્ગ પર આરૂઢ કરવાવાળો એક શ્રેષ્ઠ ગ્રંથ છે. પોતાની આ એકમાત્ર કૃતિથી ધર્મદાસગણિ મહત્તર અમર થઈ ગયા. એમની આ કૃતિ મુમુક્ષુ સાધકો માટે પરમ હિતકારિણી છે. ૯૮ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #108
--------------------------------------------------------------------------
________________
અન્ય ગ્રંથકાર
નિર્યુક્તિકાર ભદ્રબાહુના સમસામાયિક જે વિદ્વાનોએ મહત્ત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી તે આ મુજબ છે ઃ
૧. વટ્ટકેર : ઈસાની પાંચમી-છઠ્ઠી શતાબ્દીના વિદ્વાન આચાર્ય વટ્ટકેરે ‘મૂલાચાર’ નામના આગમિક ગ્રંથની રચના કરી.
૨. શિવાર્ય (શિવનંદી) : આચાર્ય શિવાયૅ ૨૧૭૦ ગાથાત્મક ‘ભગવતી આરાધના’ નામના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી. ૩. સર્વનંદી : દિગંબર પરંપરાના વિદ્વાન સર્વનંદીએ શક સં. ૩૮૦ (વિ. સં. ૫૫૫)માં દક્ષિણના તત્કાલીન પાંચ રાજ્યના પાટલિક નામક સ્થાન પર પ્રાકૃત ભાષામાં ‘લોક વિભાગ' નામના એક મહત્ત્વપૂર્ણ ગ્રંથની રચના કરી.
૪. યતિવૃષભાચાર્ય : પ્રાચીન આચાર્યોમાં યતિવૃષભનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેમની બે અત્યંત મહત્ત્વપૂર્ણ રચનાઓ જૈન-જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. પહેલી છે ‘કષાય પ્રામૃત ચૂર્ણિ’ અને બીજી ‘તિલોયપણતિ’ - અનેક વિદ્વાનોએ યતિવૃષભને વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દીના આચાર્ય માન્યા છે.
હારિલગચ્છ
ઓગણત્રીસમા યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિના નામ પર ‘હારિલગચ્છ'ની ઉત્પત્તિ થઈ. ‘કુવલયમાલા’ ગ્રંથના રચિયતા આચાર્ય ઉદ્યોતનસૂરિ(દાક્ષિણ્ય ચિહ્ન)એ પોતાના ગ્રંથના અંતમાં જે પ્રશસ્તિ આપી છે, તે અનુસાર હારિલગચ્છની પટ્ટ-પરંપરા આ પ્રકારે છે : ૧. યુગપ્રધાનાચાર્ય હારિલ : એમના નામ પર હારિલગચ્છની સ્થાપના કરવામાં આવી. એમનો પરિચય આપી દેવામાં આવ્યો છે.
૨. દેવગુપ્ત : આચાર્ય દેવગુપ્ત મહાકવિ હતા.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
CC
Page #109
--------------------------------------------------------------------------
________________
૩. શિવચંદ્ર ઃ શિવચંદ્રાચાર્યની સાંધ્યાવેળા પાછળનો સમય) ભિન્ન
માલમાં પસાર થઈ. ભિન્નમાલના નિવાસીઓ માટે તેઓ કલ્પવૃક્ષ
સમાન હતા. , ૪. યક્ષદરગણિ હારિલગચ્છના યશસ્વી અને મહાપ્રભાવક આચાર્ય
પક્ષદત્તના નાગ, છંદ, મમ્મટ, દુર્ગ, અગ્નિશર્મા અને બટેશ્વર
નામક છ શિષ્યા હતા. ૫. બટેશ્વર : એમણે નાગ, વૃંદ વગેરે પાંચ ગુરુભાઈઓની સાથે
દૂર-દૂરનાં ક્ષેત્રોમાં ધર્મની પ્રભાવના કરી તથા અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું. આકાશવપ્ર નામક નગરમાં આચાર્ય બટેશ્વરે
એક અતિ વિશાળ અને મનોહર જિનાલયનું નિર્માણ કરાવ્યું. ૬. તત્ત્વાચાર્ય એમના જીવનવૃત્તાંતનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. ૭. ઉધોતનસૂરિ (દાક્ષિણ્ય ચિહ્ન) : એમણે “કુવલયમાલા' નામના ગ્રંથની રચના કરી, જે ખૂબ જ લોકપ્રિય થયો.
આચાર્ય ઉદ્યોતનસૂરિના શ્રીવત્સ અને બળદેવ નામના બે શિષ્ય હતા. એ બંને મુનિઓએ જયેષ્ઠાર્ય (સંભવતઃ વાચકપદ) પદ પ્રાપ્ત કર્યું અને જિનધર્મ વત્સલના રૂપમાં ખ્યાતિ પ્રાપ્ત કરી.
૧૦૦ 9999999999@જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #110
--------------------------------------------------------------------------
________________
જિનભદ્રર્માણ ક્ષમાભ્રમણ અને અન્ય આચાર્ય
ઓગણત્રીસમાં આચાર્ય શંકરસેન
: વી. નિ. સં. ૧૦૧૯
: વી. નિ. સં. ૧૦૪૧
: વી. નિ. સં. ૧૦૬૪
: વી. નિ. સં. ૧૦૯૪
જન્મ
દીક્ષા
આચાર્યપદ
સ્વર્ગારોહણ
ગૃહવાસપર્યાય : ૨૨ વર્ષ
સાધુપર્યાય
: ૨૩ વર્ષ
આચાર્યપર્યાય
: ૩૦ વર્ષ
પૂર્ણ સાધુપર્યાય : ૫૩ વર્ષ પૂર્ણ આયુપર્યાય : ૭૫ વર્ષ
ત્રીસમાં આચાર્ય જસોભદ્ર સ્વામી
વી. નિ. સં. ૧૦૪૪
વી. નિ. સં. ૧૦૭૧
વી. નિ. સં. ૧૦૯૪
વી. નિ. સં. ૧૧૧૬
૨૭ વર્ષ
૨૩ વર્ષ
૨૨ વર્ષ
૪૫ વર્ષ
૭૨ વર્ષ
યુગપ્રધાનાચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
: વી. નિ. સં. ૧૦૧૧
: વી. નિ. સં. ૧૦૨૫
સામાન્યસાધુપર્યાય : વી. નિ. સં. ૧૦૨૫-૧૦૫૫
યુગપ્રધાનાચાર્યકાળ : સ્વર્ગારોહણ
સર્વાયુ
:
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ચૌદ વર્ષની અલ્પવયમાં દીક્ષા ગ્રહણ કરી. ત્રીસ વર્ષના પોતાના સામાન્ય શ્રમણપર્યાયમાં વિશુદ્ધ શ્રમણાચારના પાલનની સાથે-સાથે તેમણે આગમો, ધર્મગ્રંથો, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સ્વ-પર સિદ્ધાંતો તથા નીતિશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. વી. નિ. સં. ૧૦૫૫માં ઓગણત્રીસમાં યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિના સ્વર્ગસ્થ થઈ જવાના કારણે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ત્રીસમા યુગપ્રધાનાચાર્ય પદ પર આસીન થયા.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૭૩૬
જન્મ
દીક્ષા
વી. નિ. સં. ૧૦૫૫-૧૧૧૫
: વી. નિ. સં. ૧૧૧૫
૧૦૪ વર્ષ ૬ માસ અને ૬ દિવસ
૩૩ ૧૦૧
Page #111
--------------------------------------------------------------------------
________________
જીતકલ્પ ચૂર્ણિના આઘમંગળમાં એના રચનાકાર આચાર્ય સિદ્ધસેન વડે કરવામાં આવેલી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની શગાથાત્મક સ્તુતિથી એ વિદિત થાય છે કે - “જિનભદ્રગણિ પોતાના સમયના અપ્રતિમ શ્રેષ્ઠ વિદ્વાન, મુનિસમૂહ દ્વારા સેવિત, આગમોના તલસ્પર્શી જ્ઞાતા અને વ્યાખ્યાતા, બહુશ્રુત અને સ્વ-પર સિદ્ધાંતોના પારગામી આદર્શ ક્ષમાશ્રમણ હતા.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે જીતકલ્પ, સભાષ્ય વિશેષવતી, બૃહતું ક્ષેત્ર સમાસ, ધ્યાન શતક, બૃહત્ સંગ્રહણી અને વી. નિ. સં. ૧૦૭૬ના ચૈત્ર શુક્લ-૧૫, બુધવારના દિવસે વલ્લભીમાં મહારાજ શીલાદિત્ય(પ્રથમ)ના રાજ્યકાળમાં ‘વિશેષાવશ્યક ભાષ્યની રચના કરી. જૈન સિદ્ધાંતોથી સંબંધિત એવો કોઈ વિષય બાકી રહ્યો નથી, જેના પર વિશેષાવશ્યક ભાષ્યમાં તેમના દ્વારા પ્રકાશ પાડવામાં ન આવ્યો હોય. એમણે “અનુયોગ ચૂર્ણિ'ની રચના પણ કરી.
ચૂર્ણિ સાહિત્યના નિર્માણનો પ્રારંભ પણ જિનભદ્રગણિથી જ થયો. વર્તમાનમાં ઉપલબ્ધ ચૂર્ણિ-સાહિત્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વડે રચિત અનુયોગ ચૂણિની ગણના સૌથી પહેલી ચૂર્ણિના રૂપમાં કરવામાં આવે છે.
દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી આચાર્યોમાં જિનભદ્રગુણિને આગમોના પ્રબળ પક્ષધર માનવામાં આવે છે. તેમણે પોતાની રચનાઓમાં આગમને સર્વોપરી માનીને આગમના આધાર પર દર્શનને પ્રતિષ્ઠાપિત કર્યો છે, નહિ કે દર્શનના આધાર પર આગમને. - જિનભદ્રગણિએ અનુયોગ ચૂર્ણિ, વિશેષાવશ્યક ભાષ્ય અને વિશેષાવશ્યક ભાષ્યની ટીકાની રચના કરીને જિનશાસનની ખૂબ મહત્ત્વની સેવા કરી છે. એમણે ૯૦ વર્ષના પોતાના સાધનાકાળમાં વિપુલ સાહિત્યનું સર્જન કરીને જિનશાસનની ઉલ્લેખનીય સેવા કરી. ૧૦૦ વર્ષથી પણ વધુ અવસ્થા થઈ જવા છતાં તેઓ સાહિત્યસર્જનમાં લીન રહેતા. એમણે પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં વિશેષાવશ્યક ભાષ્ય સ્વપજ્ઞ વૃત્તિ'ની રચનાનો પ્રારંભ કર્યો. આ વૃત્તિની ષષ્ઠગણધરવાદ સુધી જ રચના કરી શક્યા હતા, ને તેઓ સ્વર્ગસ્થ થઈ ગયા. એમના વડે પ્રારંભ કરેલા એ કાર્યને કોસ્યાચાર્યે સંપન્ન કર્યું. ૧૦૨ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #112
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારે જીવનના અંતિમ સમય સુધી જિનશાસનની ઉલ્લેખનીય સેવા કરતાં યુગપ્રધાનાચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૦૪ વર્ષ, ૬ માસ અને ૬ દિવસનું આયુષ્ય પૂરું કરી વી. નિ. સં. ૧૧૧૫માં સ્વર્ગસ્થ થયા.
(જિનભદ્રગણિ-કાળના વિશિષ્ટ આચાર્ય) ૧. સિદ્ધસેન ક્ષમાશ્રમણ : જિનભદ્રગણિના યુગપ્રધાનાચાર્ય -
કાળમાં સિદ્ધસેન ક્ષમાશ્રમણ નામના એક વિશિષ્ટ પ્રતિભાશાળી આચાર્ય થયા. તે જિનભદ્રગુણિને ગુરુની જેમ સન્માન કરતા હતા. એમણે “જતકલ્પ ચૂર્ણિ” અને “નિશીથ ભાષ્ય'ની રચના કરી. તે જિનભદ્રગણિના સાક્ષાત્ શિષ્ય અથવા સમકાલીન લઘુવયસ્ક
આચાર્ય હોય, એવું અનુમાન કરવામાં આવે છે. ૨. કોટ્યાચાર્ય : જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના યુગપ્રધાનાચાર્ય
કાળમાં કોટ્યચાર્ય નામના એક વિદ્વાન આચાર્ય થયા. જેમકે - ઉપર જણાવી દેવામાં આવ્યું છે કે કોટ્યાચાર્યે જિનભદ્રગણિના વિશેષાવશ્યક ભાષ્યની અપૂર્ણ સ્વોપજ્ઞ વૃત્તિને ૧૩૭૦૦ શ્લોકપરિમાણમાં પૂરી કરી. એમ માનવામાં આવે છે કે કોટ્યાચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના જ શિષ્ય હતા અને તેમણે નિરંતર પોતાના ગુરુની સેવામાં રહીને શ્રુત ઉપાસનામાં અંતિમ દિવસો સુધી એમને સહયોગ કર્યો.
(જિનભદ્રગણિ-કાળના ગ્રંથકાર ) ત્રીસમા યુગપ્રધાનાચાર્ય જિનભદ્રગણિના કાળમાં વિ. નિ. સં. ૧૦૭૦માં નાગેન્દ્રગચ્છની સ્થાપના થઈ. કોટ્યાચાર્યની જેમ જ એ કાળમાં નીચે મુજબ અન્ય ગ્રંથકાર થયા : ૧. સિંહગણિ (સિંહસૂરિ) ઃ એમણે નયચક્ર ટીકા' નામના દર્શનિક આ ગ્રંથની રચના કરી. ૨. કોટ્ટાચાર્ય : તે કોસ્યાચાર્યથી અલગ ઉત્તરકાલવર્તી વિદ્વાન - આચાર્ય હતા. એમણે “વિશેષાવશ્યક ભાષ્ય” પર ટીકાની રચના
કરી. કોટ્ટાચાર્યનો સમય વિક્રમની આઠમી સદીના પૂર્વાર્ધનો
માનવામાં આવે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 2696969696969696969699 ૧૦૩ |
Page #113
--------------------------------------------------------------------------
________________
(જિનભદ્રગણિ-કાળનો હૂણ-રાજવંશ) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના યુગપ્રધાનાચાર્ય કાળમાં હૂણરાજ મિહિરકુળનું માલવા અને રાજસ્થાનના અનેક ભાગો પર રાજ્ય હતું. વી. નિ. સં. ૧૦૨૦ની આસપાસ પોતાના પિતા માલવરાજ તોરમાણના અવસાન બાદ તે માલવાના રાજસિંહાસન પર આરૂઢ થયો હતો. રાજા મિહિરકુળ બૌદ્ધોનો મોટો દુશ્મન હતો. વિદેશી હૂણ હોવા છતાં પણ એમણે હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો હતો. તે શૈવ-મતાનુયાયી હતો. મિહિરકુળ બૌદ્ધ સ્તૂપો અને સંઘારાઓને નષ્ટ કરીને બૌદ્ધોને લૂંટી લેતો હતો. તેણે પોતાના શાસનકાળમાં બૌદ્ધ ભિક્ષુઓને અનેક પ્રકારનાં કષ્ટ આપ્યાં. વી. નિ. સં. ૧૦૫૯ની લગભગ યશોધર્માએ મિહિરકુળને યુદ્ધમાં કારમી હાર આપી. આ પ્રકારનો ઉલ્લેખ મંદસૌરના વિજયસ્તંભ પર અંકિત શિલાલેખમાં વિદ્યમાન છે. યશોધર્માએ મિહિરકુળને પરાજિત કરી, ન તો માર્યો ને ન તેને બંદી બનાવ્યો. તેણે તેની પાસેથી ફક્ત પોતાના ચરણયુગલની સેવા કરાવડાવી અને પોતાને અધીનસ્થ કરદાતા રાજા બનાવીને છોડી મૂક્યો. વી. નિ. સં. ૧૦૬૯માં મિહિરકુળનું મૃત્યુ થઈ ગયું. તેનો રાજ્યકાળ ૭૦ વર્ષનો રહ્યો.
| ૧૦૪ છ9969696969696969699ન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #114
--------------------------------------------------------------------------
________________
'થાયદ્રગચ્છ અને અન્ય આચાર્ય
-
.I
ક્રમ ને આચાર્યના નામ
આચાર્યપદ
ISPLEJICBC
દીક્ષા
: સામાન્યસાધુપર્યાય આચાર્ય કાલાવધિ
ગૃહવાસ ઢી પૂર્ણ સાધુપર્યાય
હિh
|વી.નિ.સં.વિ.નિ.સ.વી.નિ.સ.વી.નિ.સં. ૩૧મા | ૧૦૪૦ [૧૦૭૫૧૧૧૬ ૧૧૩૨ ૩૫ વીરસેન ૩૨માં | ૧૧૦૩/૧૧૧૮]૧૧૩ ૧૧૪૯ ૧૫ ૧૪ ૧૭ ૩૧|૪૬| વીરજસ, 33મા | ૧૧૦૦ ૧૧૩૫ ૧૧૪૯ ૧૧૬૭ ૩૫ [૧૪|૧૮ ૩૨, ૬૭ જયસેન ૩૪માં ૧૧૦૨ ૧૧૪૦૧ ૧૬૭ ૧૧૯૭ ૩૮ ૨૭૩૧૫૭૯૫ હરિપેણ
(યુગપ્રધાનાચાર્ય શ્રી સ્વાતિ) ક
(હારિત-ગોત્રીય સવાતિથી ભિન્ન) જન્મ
: વી. નિ. સં. ૧૦૮૭ દીક્ષા
: વ. નિ. સં. ૧૧૦૦ સામાન્ય સાધુપર્યાય : વિ. નિ. સં. ૧૧૦૭ - ૧૧૧૫ યુગપ્રધાનાચાર્યકાળ : વિ. નિ. સં. ૧૧૧૫ - ૧૧૯૭ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૧૧૯૭ સર્વાયુ
: ૧૧૦ વર્ષ, ૨ માસ, ૨ દિવસ . ત્રીસમા યુગપ્રધાનાચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો સ્વર્ગવાસ થવાથી વી. નિ. સં. ૧૧૧૫માં ચતુર્વિધ સંઘે આર્ય સ્વાતિને એક્ઝીસમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) ૬૬9696969696969696969 ૧૦૫]
Page #115
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાનાચાર્યપદ પર આસીન કર્યા. ૮૨ વર્ષ સુધી યુગપ્રધાનાચાર્યપદનો મહાન ભાર ઉઠાવીને આર્યસ્વાતિએ જૈનશાસનની ઘણી મોટી સેવા કરી. તેઓના સંબંધમાં વિચાર શ્રેણી'માં એક ગાથા ઉપલબ્ધ થાય છે, જેનો અર્થ આ પ્રમાણે છે : ‘વી. નિ. સં. ૧૧૫૦માં સ્વાતિસૂરિ દ્વારા સર્વ પ્રથમ ચતુર્દશીના દિવસે પાક્ષિક પ્રતિક્રમણ કરવાનો રિવાજ પ્રારંભ થયો. ‘રત્નસંચય’ ગ્રંથમાં આનાથી જુદી ગાથા છે, જેનો અર્થ છે : વીર નિર્વાણનાં ૧૨૦૦ વર્ષ બાદ સાહિસૂરિ(સ્વાતિસૂરિ)એ પાક્ષિક પ્રતિક્રમણ પૂનમથી હટાવી ચતુર્દશીના દિવસને પ્રચલિત કર્યું.
થારપદ્રગચ્છ
ભગવાન મહાવીરના ચોત્રીસમા પટ્ટધર આચાર્ય હરિષણના આચાર્યકાળમાં હારિલગચ્છના પાંચમા પટ્ટધર આચાર્ય બટેશ્વરસૂરિ હારિલગચ્છની જ ઉપશાખા થારપદ્રગચ્છના સ્થાપક હતા. થારપદ્રગચ્છનું બીજું નામ બટેશ્વરગચ્છ પણ છે. સોલંકી - પરમાર રાજા થિરપાલ ધ્રુવે વિ. સં. ૧૦૧માં થરાદ નામનું નગર વસાવ્યું. થરાદ અથવા થારપદ્ર નગરમાં આ ગચ્છની સ્થાપના કરવામાં આવી હતી, એટલા માટે આ ગચ્છ જગતમાં થારપદ્રગચ્છના નામથી પ્રખ્યાત થયો.
હારિલગચ્છના ચોથા આચાર્ય યક્ષદત્તના નાગ, વૃંદ, મમ્મડ, દુર્ગ, અગ્નિશમાં અને બટેશ્વર એમ છ પ્રમુખ શિષ્ય હતા. આચાર્ય યક્ષદત્તગણિ ક્ષમાશ્રમણે પોતાના છએ વિદ્વાન શિષ્યોને આચાર્યપદ આપ્યું હતું. છએ શિષ્યોમાં ઉંમરની દૃષ્ટિથી બટેશ્વર સૌથી નાના હતા.
આચાર્ય બટેશ્વરસૂરિના પટ્ટધર શિષ્યનું નામ તત્ત્વાચાર્ય અને પ્રપટ્ટધર શિષ્યનું નામ ઉદ્યોત્તનસૂરિ હતું. આચાર્ય ઉદ્યોત્તનસૂરિએ ‘કુવલયમાલા’ નામના એક ઉત્કૃષ્ટ કોટિના ગ્રંથની રચના કરી. આ ગ્રંથ પ્રાકૃત સાહિત્યમાં સદીઓથી લોકપ્રિય બની રહેલો છે.
૧૦૬ ૭૦૩૨
30 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #116
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોતનસૂરિના ગુરુભાઈ યક્ષ મહત્તરનું એક પ્રમુખ શિષ્ય મહાતપસ્વી કૃષ્ણર્ષિએ પોતાના સમય દરમિયાન કૃષ્ણર્ષિગચ્છની સ્થાપના કરી, જે હારિલગચ્છનો જ ઉપગચ્છ અથવા પ્રશાખા રૂપી ગચ્છ માનવામાં આવે છે. આ થારપદ્રગચ્છની એક પ્રશાખાના રૂપમાં વિ. સં. ૧૨૨૨માં પિપ્પલકગચ્છની ઉત્પત્તિ થઈ.
થારપદ્રગચ્છમાં અનેક પ્રભાવી આચાર્ય થયા છે. વિક્રમની અગિયારમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયેલા વાદીવૈતાલ બિરુદથી વિભૂષિત થારપદ્રગચ્છીય આચાર્ય શાંતિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર પર ટીકાની રચના કરી.
વિ. સં. ૯૧૫, ભાદ્રપદ, શુક્લ પંચમી, બુધવાર, સ્વાતિ નક્ષત્રમાં જે સમયે નાગૌરમાં ગ્વાલિયરના મહારાજા આમના પૌત્ર મહારાજા ભોજદેવનો રાજ્યકાળ હતો, તે સમયે થારપદ્રગચ્છના આચાર્ય જયસિંહસૂરિ(કૃષ્ણાર્ષિના શિષ્યોએ પોતાની ૯૮ ગાથાત્મક ધર્મોપદેશમાલા અને તેના પર ૫૭૭૮ શ્લોક - પ્રમાણ સ્વોપન્ન વૃત્તિનું નિર્માણ કર્યું.
જિન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૩) 0િ9999999999 ૧૦૦]
Page #117
--------------------------------------------------------------------------
________________
- દિક્ષિણા: જૈન ધર્મ યર સંકટ
કલભો વડે તમિલ પ્રદેશ પર અધિકાર પેરિયપુરાણ'ના ઉલ્લેખોથી એક ઐતિહાસિક તથ્ય પ્રકાશમાં આવે છે કે “વી. નિ.ની અગિયારમી (ઈસાની છઠ્ઠી) શતાબ્દીમાં વિશાળ સૈન્યદળ લઈ પ્રચંડ વેગથી સંપૂર્ણ તમિલ પ્રદેશ પર આક્રમણ કરી કલભ્રોએ પાંચ, પલ્લવ, ચોલ અને ચેર - આ ચાર શકિતશાળી રાજ્યોને નષ્ટ કરી નાખ્યાં. આ વંશો સદીઓથી તમિલ પ્રદેશના વિભિન્ન વિશાળ ભાગો પર રાજય કરતા આવતા હતા. એમને પરાજિત કરી સંપૂર્ણ તમિલ પ્રદેશ પર કલોએ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. કલભ્રોએ તમિલ પ્રદેશમાં પ્રવેશતાં જ જૈન ધર્મ અંગીકાર કરી લીધો. તે સમયે તમિલ પ્રદેશમાં જૈનોની સંખ્યા અગણિત (અપરિગણનીય) હતી.
જ્યારે આ કલભ્રોએ પાંડ્ય રાજ્ય પર વિજય પ્રાપ્ત કરી તેને થોડા વખત માટે પોતાના અધિકારમાં કરી લીધો, તો તેમના વિજયની ખુશીમાં કલબ્ર રાજાઓએ “મુતારાઇન'ની ઉપાધિ ધારણ કરી લીધી. “મુત્તારાઇન’ શબ્દનો અર્થ ત્રણ રાજ્યો અથવા ત્રણ ધરતીનો સ્વામી એમ થાય છે. આ અર્થ યોગ્ય જણાય છે, કેમકે વેલ્વિકુંડી દાનપત્રના ઉલ્લેખાનુસાર એમણે ચોલ, પાંડ્ય અને ચેર - આ ત્રણ દેશો અર્થાત્ આ ત્રણ રાજ્યોને જીત્યાં હતાં.
કલર્ભ ક્યાંથી આવ્યા હતા? તે વિશે ચોક્કસ રૂપે કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ એમ ચોક્કસ કહી શકાય કે, કલર્ભ દક્ષિણ ભારતના જ નિવાસી હતા. મદુરામાં દ્રવિડસંઘના નિર્માણના થોડા સમય બાદ જ કલભ્રોએ તમિલ પ્રદેશના ચોલ, પાંડ્ય અને ચેર - આ ત્રણ રાજ્યો પર આક્રમણ કરી તેના પર કબજો કરી લીધો. કલભ્રોનું તમિલ પ્રદેશ પર અંદાજિત અડધી સદી સુધી શાસન કર્યું.
એક બાજુ મદુરાના કડુંગોન નામક પાંડ્ય રાજાએ તથા બીજી બાજુથી કાંચીનરેશ પલ્લવરાજ સિંહવિષ્ણુએ સૈનિક દૃષ્ટિથી સુનિયોજિત રીતથી કલબ્રો પર આક્રમણનો પ્રારંભ કર્યો. તેમણે એક જોરદાર સંઘર્ષ ૧૦૮ 9696969696969696969699 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #118
--------------------------------------------------------------------------
________________
પછી કલભ્રોની સત્તાને સમાપ્ત કરવામાં સફળતા મેળવી. કલભ્રોના શાસનને સમાપ્ત કર્યા બાદ પણ કાંચીપતિ પલ્લવરાજ સિંહવિષ્ણુને સંતોષ ન થયો. એમણે કાવેરી સુધીના સંપૂર્ણ ભૂભાગને જીતીને કાવેરી સુધી પોતાના રાજ્યની સીમાઓનો વિસ્તાર કર્યો. - પલ્લવરાજ સિંહવિષ્ણુએ વિ. નિ. સ. ૧૧૦૨ થી ૧૧૨૭ સુધી કાંચીના સિંહાસન પર રાજ્ય કરી પોતાના રાજ્યને સુદઢ અને શક્તિશાળી બનાવ્યું. સિંહવિષ્ણુ વિષ્ણુભક્ત હતો, પરંતુ એમનો પુત્ર મહેન્દ્રવર્મન (પ્રથમ) જૈન-ધર્માવલંબી હતો.
વિ. નિ. સં. ૧૧૨૭માં મહેન્દ્ર વર્મન (પ્રથમ) કાંચીમાં પલ્લવોના રાજસિંહાસન પર બેઠો. તે બહુમુખી પ્રતિભાનો ધણી, કુશળ રાજ્યનિર્માતા, કવિ તથા સંગીતજ્ઞ હતો. તેનામાં તેના પિતાની જેમ જ રાજ્યવિસ્તારની લાલસા હતી અને તેણે ઉત્તરમાં કૃષ્ણા નદીના તટથી પણ આગળ સુધી પોતાના રાજ્યની સીમાઓનો વિસ્તાર કર્યો.
તમિલ પ્રદેશોમાં જૈન ધર્મના સદીઓથી ચાલ્યા આવતા વર્ચસ્વ પર ઘાતક પ્રહાર કરવાવાળો શૈવ સંત તિરુઅપ્પર, તેનો સમકાલીન જ નહિ પરંતુ તેનો ગુરુ પણ હતો. અપ્પરની સંગતમાં આવ્યા પછી કાંચનરેશ પલ્લવરાજ મહેન્દ્રવર્મને જૈન ધર્મનો પરિત્યાગ કરી શૈવ ધર્મ અપનાવી લીધો.
તિરુઅપ્પરના સમકાલીન શૈવસંત જ્ઞાનસંબંધરના ચમત્કારોથી પ્રભાવિત થઈ મદુરાનરેશ સુંદર પાંડ્ય પણ જૈન ધર્મનો પરિત્યાગ કરીને શેવ-ધર્માવલંબી બની ગયો હતો. સુંદર પાંચનાં બીજા ત્રણ નામ ઉપલબ્ધ થાય છે - પહેલું નામ નેદુમાર, બીજું નામ કુન પાંચન અને ત્રીજું નામ કુન્જ પાંડ્ય.
જે રીતે પલ્લવરાજ મહેન્દ્રવર્મન (પ્રથમ) અને સુંદર પાંડ્યન, આ બંને સમકાલીન હતા, તે જ રીતે જ્ઞાનસંબંધર અને તિરુઅપ્પર આ બંને શૈવસંત પણ સમકાલીન હતા. અપ્પર અને જ્ઞાનસંબંધર તમિલ પ્રદેશમાં શૈવ ધર્મ ક્રાંતિના સૂત્રધાર હતા. પલ્લવરાજ મહેન્દ્રવર્મન (પ્રથમ) તથા મદુરાના મહારાજા સુંદર પાંચનને તેમના સક્રિય પ્રબળ પોષક સમજવામાં આવતા હતા. મહેન્દ્રવર્મન(પ્રથમ)નો શાસનકાળ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 36369696969696969696969] ૧૦૯
Page #119
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૬૫૭ થી ૬૮૭ (વી. નિ. સં. ૧૧૨૭ થી ૧૧૫૭) સુધીનો માનવામાં આવે છે.
તિરુજ્ઞાનસંબંધરે સુંદર પાંચને પોતાનો ભક્ત બનાવીને પોતાના નિર્દેશનમાં તેમના આદેશથી સૌ પ્રથમ મદુરાના ૫૦૦૦ જૈન સાધુઓને ઘાણીમાં પિલાવી દીધા. એ જ રીતે તિરુઅપ્પરે કાંચીપતિ પલ્લવરાજ મહેન્દ્રવર્ગન(પ્રથમ)ને પોતાનો દઢ અનુયાયી બનાવી, જૈનોનું સામૂહિક રૂપમાં બળપૂર્વક ધર્મપરિવર્તન કરાવડાવ્યું. શૈવસંત બન્યા પહેલાં તિરુઅપ્પર એક જૈનાચાર્ય અને પાટલીપુરમના જૈન મુનિઓના મઠના પ્રધાન (મુખિયા) પણ હતા. શૈવસંત બન્યા પછી તિરુઅપ્પર જૈન ધર્મ માટે સૌથી વધુ ઘાતક સાબિત થયા.
વિક્રમની સાતમી સદીના પૂર્વાર્ધ સુધી જૈન ધર્મ, તમિલ પ્રદેશનો મુખ્ય, સશક્ત અને બહુજનસંમત ધર્મ રહ્યો. પરંતુ મદુરાના રાજા સુંદર પાંચ અને કાંચીના રાજા પલ્લવરાજ મહેન્દ્રવર્મન(પ્રથમ)ના શાસનકાળમાં તેના પર સંક્ટનાં વાદળ ઘેરાવા લાગ્યાં. દક્ષિણમાં જૈન ધર્મ પર આ એક ઘાતક પ્રહાર હતો. આ પ્રહારથી દક્ષિણમાં જૈન ધર્મની એવી અપૂરણીય ક્ષતિ થઈ કે, જેની પૂર્તિ લગભગ તેર સદીઓના પ્રયત્નો ઉપરાંત પણ આજ સુધી નથી થઈ શકી.
(દક્ષિણમાં જેનો પર સંકટ ) ઈસાની બીજી સદીથી ઈસાની સાતમી સદીના પ્રથમ ચરણ સુધી દક્ષિણમાં જૈન ધર્મનું પૂર્ણ વર્ચસ્વ રહ્યું. “જૈનસંહાર ચરિતમ્” અને પેરિયપુરાણ'ના ઉલ્લેખોથી પણ એ વાતની પુષ્ટિ થાય છે કે - “તમિલ પ્રદેશમાં જ્ઞાનસંબંધર, અપ્પર વગેરે શૈવસંતો દ્વારા શૈવ ધર્મના પ્રચારપ્રસાર અને અભ્યદય માટે શરૂ કરવામાં આવેલ ધર્મક્રાંતિના સમયે પણ જૈન ધર્મ દક્ષિણનો બહુજનસંમત અને સૌથી વધુ વર્ચસ્વવાળો ધર્મ હતો. તે સમયે ઈસાની સાતમી સદીમાં શૈવસંતોએ તમિલનાડુના પાંચ રાજ્યની રાજધાની મદુરા અને પલ્લવ રાજ્યની રાજધાની કાંચીમાં શૈવ ધર્મના પ્રચાર-પ્રસારનું અભિયાન ચલાવ્યું. - શેવસંતોએ અનુભવ કર્યો કે, જ્યાં સુધી જૈન ધર્મના વર્ચસ્વને તેમજ તેની લોકપ્રિયતાને સમાપ્ત નહિ કરી દેવાય ત્યાં સુધી તેઓને ( ૧૧૦ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #120
--------------------------------------------------------------------------
________________
પોતાના ધ્યેય પૂરું કરવામાં સફળતા નહિ મળી શકે. પોતાના ધ્યેયપ્રાપ્તિમાં જૈન ધર્મને નડતર સમજીને તેઓએ સૌ પ્રથમ જૈન ધર્મ પર પ્રહાર કરવાનો નિર્ણય કર્યો. પરંતુ મદુરા અને કાંચીના જૈનસંઘ સુગઠિત અને સશક્ત હતા અને તેઓને રાજ્યાશ્રય પણ પ્રાપ્ત હતો. આવી સ્થિતિમાં જૈન ધર્મને કોઈ પણ જાતની હાનિ પહોંચાડવાનું પણ તે સમયે ઘણું કપરું કાર્ય હતું. શૈવસંતોએ તેને સાધ્ય બનાવવા માટે સૌપ્રથમ યેન-કેન પ્રકારે રાજસત્તાને પોતાના પક્ષમાં કરવાનું વિચાર્યું.
મદુરાનરેશ સુંદર પાંચન જૈન-ધર્માવલંબી હતો. પણ તેની રાણી (ચોલરાજપુત્રી) અને પાંચરાજાના પ્રધાનમંત્રી બંને શૈવ હતા. શૈવસંત જ્ઞાનસંબંધરે સુંદર પાંડચની રાણી અને પ્રધાનમંત્રીનો સંપર્ક સાધ્યો. મંત્રણા કરતી વખતે સુંદરપાંડ્યની રાણીએ ઉપાય બતાવતાં કહ્યું : “ગુરુવર, પાંચરાજાની કમરમાં ઘૂબ(કુબડ)ની ગ્રંથિ ઉભરાઈ આવવાને કારણે તે બેડોળ થઈ ગયા છે. તેઓની કમર પૂરી વળી ગઈ છે. આ કારણે તેઓ સદા ચિંતાતુર અને દુઃખી રહે છે. જો તમે કોઈ ઔષધ-ઉપચાર અથવા મંત્ર-તંત્રના ચમત્કારથી તેઓની કમર સીધી કરી શકો તો આપનું ઇચ્છિત કાર્ય સિદ્ધ થઈ શકે છે.”
જ્ઞાનસંબંધરે કહ્યું : “મને વિશ્વાસ છે કે, ભગવાન શંકરની કૃપા પ્રસાદથી હું આ કામ કરી શકીશ.’ રાણીએ સહર્ષ કહ્યું : “ગુરુવર ! તો સમજી લો કે આપનું કામ સિદ્ધ થઈ ગયું.''
થોડા ક્ષણ વિચારમગ્ન રહ્યાં પછી પાંચ રાજરાણીએ કહ્યું : “મારા મગજમાં એક મોટી સુંદર યોજના આવી છે. હું આજે જ મહારાજાને વિનંતી કરીશ કે - જૈન સાધુઓ ઘણાં જ પહોંચેલા અને અનેક પ્રકારની સિદ્ધિઓથી સંપન્ન હોય છે. એટલે કાલે સવારે તેમને રાજસભામાં બોલાવીને કહેવામાં આવે કે - ‘તેઓ પોતાના તપ-જપ, અદ્ભુત સિદ્ધિઓ અથવા મંત્ર-તંત્ર આદિ ચમત્કારોની શક્તિથી તમારી કમર સીધી કરી આપે.' પરંતુ તે જૈન સાધુ આવા કોઈ ચમત્કાર કરવામાં સફળ થશે નહિ. એનાથી પહેલાં તે જૈનસાધુઓ કંઈ કહે, હું રાજા, રાજસભા અને તે જૈનસાધુઓ સમક્ષ પ્રસ્તાવ મૂકી દઈશ કે - ‘જે ધર્મગુરુ, રાજ-રાજેશ્વર પાંડ્યરાજને આ બીમારીથી છુટકારો અપાવી શકશે તે જ પાંચરાજ તથા તેમની પ્રજાના ધર્મગુરુ અને તેમનો ધર્મ જ બધાનો ધર્મ રહેશે.' પાંડચરાજ પોતાની આ અસાધ્ય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 33 ૩૩૩ ૧૧૧
Page #121
--------------------------------------------------------------------------
________________
મેળવવા માટે પાડ્યરાજને છાનુસાર
બીમારીથી છુટકારો મેળવવા માટે ખૂબ જ આતુર છે. એટલે તેઓ આ શરત સહર્ષ સ્વીકારી લેશે. આ પ્રમાણે પાંડ્યરાજને શૈવ ધર્માવલંબી બનાવી લીધા પછી સંપૂર્ણ પાંડ્ય દેશમાં તમને ઇચ્છાનુસાર શૈવ ધર્મનો પ્રચાર-પ્રચાર કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી આવશે નહિ? - ' મહારાણીની આ યુક્તિ પોતાના કાર્યસિદ્ધિ માટે અમોઘ ઉપાય સમજીને શૈવસંત જ્ઞાનસંબંધરે કહ્યું: “તમે વિશ્વાસ રાખજો કે, યૌગિક ક્રિયાના માધ્યમથી, હું પાંડ્યરાજને આ અસાધ્ય માનવામાં આવતી બીમારીથી જીવનભર માટે રોગમુક્ત કરી દઈશ.”
રાણીએ ખૂબ ચતુરાઈપૂર્વક પોતાની યોજના મહારાજ સુંદર પાંચ સમક્ષ મૂકી. રાજાએ તરત જ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સવારના પહોરમાં સંબંધિત અધિકારીઓને, જૈન સાધુઓને સન્માન સાથે રાજસભામાં આમંત્રિત કરવાનો નિર્દેશ આપ્યો. બીજા દિવસે સવારે રાજસભામાં જેનસાધુ ઉપસ્થિત થયા. મહામંત્રીએ તેમને પ્રાર્થના કરી કે - “તેઓ તેમના વિશિષ્ટ વિજ્ઞાન અને વિદ્યાબળથી પાંડચરાજનો રોગ જડમૂળથી મિટાવી આપે.”
મહારાણીએ પણ જૈનમુનિઓને પ્રાર્થના કરી: “ભગવન, તમે અમારા રાજગુરુ છો. મહારાજને રોગમુક્ત કરવાના પ્રયાસમાં કોઈ કમી ન રહી જાય, એટલા માટે અમે બધાએ અને સ્વયં પાંડ્યરાજની તરફથી એ શરત રાખવામાં આવી છે કે - “જે ધર્મગુરુ પાંડ્યરાજને આ રોગથી મુકત કરી નાખશે તે જ આગળ જતાં રાજગુરુનું પદ સુશોભિત કરશે.' તમે પહેલેથી જ રાજગુરુ છો, માટે સૌ પ્રથમ આ તક તમને આપવામાં આવે છે. આપના અસફળ થવાથી, બીજાઓને અવસર (તક) આપવામાં આવશે.”
પેરિયપુરાણ'ના ઉલ્લેખો અનુસાર સૌથી પહેલા જૈન સાધુઓએ પાંડ્યરાજને રોગમુકત કરવા માટે મંત્ર-તંત્ર આદિ દરેક પ્રકારના ઉપચારોનો પ્રયોગ કર્યા, પરંતુ તેમને સફળતા મળી નહિ. છેવટે શૈવસંત જ્ઞાનસંબંધરને આમંત્રિત કરવામાં આવ્યા અને શરત બતાવી દીધા પછી તેમને પણ વિનંતી કરવામાં આવી કે - “તેઓ તેમની અલૌકિક શક્તિ વડે પાંડ્યરાજને તેમની અસાધ્ય બીમારીથી મુક્તિ અપાવે.”
જ્ઞાનસંબંધરે આપુતોષ શંકરનું ધ્યાન કરતાં-કરતાં રાજાને રોગમુકત કરવાના પ્રયાસ આરંભ્યા. બધાની આંખો સામે, રાજાની નમી ( ૧૧૨ 36369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #122
--------------------------------------------------------------------------
________________
ગયેલી કમર સીધી થઈ ગઈ, અને રાજાને સંપૂર્ણ રોગમુક્ત બનાવી, કુબ્જ (કુબડા) પાંચથી સુંદર પાંડ્ય બનાવી દીધા. સુંદર પાંચને શરત અનુસાર પોતાનો રોગમુક્ત કરનાર જ્ઞાનસંબંધરને પોતાના ગુરુ બનાવીને પોતે વિધિવત્ શૈવ ધર્મ અંગીકાર કરી લીધો.
સુંદર પાંચને જૈન-ધર્માવલંબીથી શૈવ-ધર્માવલંબી બનાવી લીધા પછી રાજા અને પ્રજાવર્ગના મન પર જ્ઞાનસંબંધરનો પૂરતો પ્રભાવ પડ્યો. જ્ઞાનસંબંધરે પાંડ્યરાજાની મહારાણી અને મહામંત્રી સાથે મંત્રણા કરી જૈન મુનિઓને પોતાના ધર્મની મહાનતા સિદ્ધ કરવાનો પડકાર ફેંક્યો અને પોતાના પક્ષધર રાજસત્તાના બળ પર, છળથી જૈનોની સાથે ચમત્કારિક દ્વન્દ્વ કર્યા. તે ધાર્મિક દ્વન્દ્વોમાં જૈનોને પરાજિત કર્યા. ‘પેરિયપુરાણ’ અને ‘જૈન સંહાર ચરિમ્' આદિ શૈવ સાહિત્યના ઉલ્લેખાનુસાર મદુરામાં ૫૦૦૦ જૈન શ્રમણોને સુંદર પાંચની આજ્ઞાથી ઘાણીમાં પિલાવીને મારી નાખ્યાં.
આ પ્રમાણે જ્ઞાનસંબંધરના નિર્દેશનમાં શૈવોએ જૈન મઠો અને જૈનમંદિરોને નષ્ટ કરવાનું અને જૈન-ધર્માવલંબીઓને બળપૂર્વક ધર્મપરિવર્તન કરાવડાવી શૈવ-ધર્માવલંબી બનાવવાનું શરૂ કર્યું.
બીજી બાજુ અપ્પર નામક ચૈવસંતે પલ્લવરાજ મહેન્દ્રવર્મનને જૈનથી શૈવ - ધર્માવલંબી બનાવીને તેમના સહયોગથી કાંચી નગરમાં જૈનોના સામૂહિક સંહાર, બળજબરીથી સામૂહિક ધર્મપરિવર્તન, મઠ-મંદિર-વસદિ પ્રભૃતિ જૈન ધર્મસ્થાનોના વિધ્વંસન આદિ અત્યાચાર કરવાના શરૂ કર્યા.
આ બધાનું પરિણામ એ આવ્યું કે મોટી સંખ્યામાં જૈનો જીવ બચાવવા માટે મદુરા અને કાંચી નગરમાંથી ભાગીને અન્યત્ર (બીજે) ચાલ્યા ગયા. જે જૈનો પાછળ રહી ગયા તેમનામાંથી મોટા ભાગનાઓને બળજબરીપૂર્વક શૈવ-ધર્માવલંબી બનાવી દેવામાં આવ્યા. અને જે લોકોને ધર્મમાં અતૂટ આસ્થા હતી અને જે પોતાના ધર્મને પ્રાણોથી પણ પ્રિય માનતા હતા, તે જૈનોને આ બંને શૈવસંતોના અનુયાયીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા. વસ્તુતઃ શૈવો દ્વારા જૈનોના સામૂહિક સંહાર એટલા બધા ભીષણ અને હૃદયવિદારક હતા કે, શૈવ સાહિત્યમાં ઉપલબ્ધ આ ઘટનાઓનું વર્ણન, સાચી ઘટનાઓની સામે ફિક્કું લાગે છે.
જૈન ધર્મ પર આ એક એવો પ્રહાર હતો, જેને ધાર્મિક વિપ્લવ કહી શકાય. આ ધાર્મિક વિપ્લવથી તમિલનાડુમાં શતાબ્દીઓથી ઠોસ જામેલા જૈન ધર્મને અપૂરણીય ક્ષતિ થઈ. પેરીયપુરાણ, સ્થલપુરાણ વગેરે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 333
૩૭૬ ૧૧૩
Page #123
--------------------------------------------------------------------------
________________
શૈવ સાહિત્યમાં તમિલનાડુમાંથી જૈન ધર્મને સમૂળ ઉખાડી ફેંકવા માટેના, શૈવોના અભિયાનની સફળતાનો શ્રેય તિજ્ઞાનસંબંધર, તિરુઅપ્પર, સુંદર પાંડ્યની રાણી અને તેના મહામંત્રીને આપવામાં આવ્યું છે.
શૈવસંતોએ, મુખ્યરૂપે જ્ઞાનસંબંધરે, પોતાના આ ધાર્મિક અભિયાનમાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ સહાયતા આપવાવાળા સુંદર પાંડ્યનાં રાણી અને મહામંત્રીના નામ “૬૩ મહાન શૈવસંતોની સૂચિ'માં પ્રમુખસ્થાને આપ્યાં છે.
આ સામૂહિક સંહારોના ઘાતક પ્રહાર ઉપરાંત પણ, તે સમયના અને તેનાથી ઉત્તરવર્તી કાળના એવા અનેક પ્રમાણ ઉપલબ્ધ થાય છે, જેનાથી એ સિદ્ધ થાય છે કે, આ અત્યાચારોની ચાર-પાંચ સદીઓ પછી પણ તમિલનાડુનાં અનેક ક્ષેત્રોમાં જૈન ધર્મ ફળો-ફૂલતો રહ્યો. આમાંથી અનેક પ્રદેશ તે સંક્રાંતિ-કાળથી ઉત્તરવર્તી-કાળ સુધીનાં જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેનાં પ્રમુખ કેન્દ્ર રહ્યાં. ફરીથી એક મહાન રાજસત્તાના રૂપમાં ઉદિત થયેલા ચોલશાસને જૈન-ધર્માવલંબીઓ પ્રતિ લાગણીશીલ મધુર વર્તન કરવાનો પ્રારંભ કર્યો. તમિલનાડુમાં સ્થળ-સ્થળે જૈનોનાં ધર્મસ્થાનો અને જૈન ધર્મનાં કેન્દ્રોને ગ્રામ, જમીન, સંપત્તિ વગેરેનું દાન વિપુલ માત્રામાં આપવામાં આવ્યું. એનાથી તમિલનાડુમાં જૈન ધર્મ પર શૈવોના પ્રહાર પહેલાની સ્થિતિ ભલે ના આવી શકી, પરંતુ પોતાની સ્થિતિને પૂરતા પ્રમાણમાં અપેક્ષા કરતાં વધુ સુદઢ કરી શક્યા.
(જ્ઞાનસંબંધરનો સંક્ષિપ્ત પરિચય ભારતના દક્ષિણાપથના તમિલનાડુમાં શૈવસંપ્રદાયનો પુનરુદ્ધાર અથવા પુનરુત્થાન કરવાવાળા શૈવસંતોમાં તિરુજ્ઞાનસંબંધર અને તિરુઅપ્પરના નામશીર્ષ સ્થાન પર જોવા મળે છે. જે પ્રકારે તિરુજ્ઞાનસંબંધર અને તિરુઅપ્પર દક્ષિણાપથ અને મુખ્ય રૂપથી તમિલનાડુમાં શૈવ ધર્મના પુનરુદ્ધાર અભિયાનના સૂત્રધાર માનવામાં આવે છે; તે જ રીતે જૈન ધર્મને મોટી ક્ષતિ પહોંચાડવાના સૂત્રધાર પણ તેમને જ માનવામાં આવે છે. શૈવ સાહિત્યમાં તિજ્ઞાનસંબંધરને મૂર્તિનામનાર અને સંબંધરનાં નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમનું એક અન્ય નામ પિલ્લે નામનાર પણ મળી આવે છે. પિલ્લે નાયનારનો જન્મ તંજોર જિલ્લાના શિયાલી નામના ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ૧૧૪ [9636969696969696999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #124
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનસંબંધરે મદુરામાં જૈનોના સામૂહિક સંહાર ને ધર્મપરિવર્તન કરાવવાની સાથે સાથે શૈવ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે સ્થળેસ્થળે ફરી-ફરીને પોતાની કવિતાઓના માધ્યમથી જનમાનસમાં જૈનો અને બૌદ્ધોના પ્રતિ ઘૃણા ફેલાવવાનો પ્રયાસ (પ્રયત્ન) કર્યો.
તિરુઅપ્પર અને તિરુજ્ઞાનસંબંધર, આ બંને શૈવસંતો સમકાલીન હતા. આ બંનેના પ્રયત્નોથી તમિલનાડુમાં શૈવ ધર્મનો વિપુલ પ્રમાણમાં પ્રચાર-પ્રસાર થયો. ઇતિહાસકાર ડૉ. કે. એ. નીલકંઠ શાસ્ત્રીએ પલ્લવરાજ મહેન્દ્રવર્મનનો રાજ્યકાળ ઈ.સ. ૬૦૦ થી ૬૩૦ સુધીનો નક્કી કર્યો છે. જેનાથી આ સ્વતઃ પ્રમાણિત થઈ જાય કે, જ્ઞાન સંબંધરનો સમયકાળ પણ ઈસાની સાતમી સદીના પૂર્વાર્ધનો હતો.
અપ્પરનો સંક્ષિપ્ત પરિચય
અપ્પર પોતાની યુવાવસ્થામાં વર્ષો સુધી જૈન ધર્મના એક સંપ્રદાયના આચાર્ય જેવા મહત્ત્વપૂર્ણ પદ પર રહ્યા હતા. શૈવસંત બન્યા પછી અપ્પરે તમિલનાડુમાં જૈન ધર્મના સર્વતોમુખી વર્ચસ્વને સમાપ્ત કરવા માટે અને શૈવ ધર્મના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે જે યુગ પરિવર્તનકારી કાર્ય કર્યાં, તે કાર્યો માટે તેમનું નામ જૈન અને શૈવ ધર્મોના ઇતિહાસમાં હંમેશાં ક્રમશઃ ગ્લાનિ (વિષાદ) અને હર્ષની સાથે યાદ કરવામાં આવશે.
અપ્પરે કાંચીપતિ પલ્લવરાજ મહેન્દ્રવર્મન (પ્રથમ) જેવા કવિ, વાશ્મી અને જૈન-ધર્માનુયાયી રાજાને, ન કેવળ શૈવ-ધર્માનુયાયી બનાવ્યા, પરંતુ જૈન ધર્મના પ્રબળ શત્રુ બનાવીને તેમના દ્વારા પોતાની ઇચ્છાનુસાર જૈન-ધર્માવલંબીઓ પર હૃદયદ્રાવક અત્યાચાર પણ કરાવ્યા. આનાથી અપ્પરના પ્રભાવનું અનુમાન સરળતાથી લગાવી શકાય છે.
શૈવ અને જૈન ધર્મના સાહિત્ય તથા શિલાલેખ વગેરેમાં અપ્પરના અપરનામ આ પ્રમાણે મળી આવે છે :
૧. તિરુઅપ્પર ૨. અપ્પર ૩. તિરુનાવુકરસર ૪. ધર્મસેન ૫. તિરુનાવુકરસર નાયનાર અને ૬. વાગીશ.
તિરુવાડી નામક ઇતિહાસપ્રસિદ્ધ નગરમાં અપ્પરને ધર્મપરિવર્તન કરાવીને જૈનસાધુથી શૈવસાધુ બનાવવામાં આવ્યો હતો. જ્યારે અપ્પર જૈનમુનિ અને પાલિકા(પાટલિપુરમ)ના પ્રાચીન જૈન શ્રમણ કેન્દ્ર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 33333333999: ૧૧૫
Page #125
--------------------------------------------------------------------------
________________
અથવા મઠનો આચાર્ય હતો, તે સમયે તેનું નામ ધર્મસેન હતું. શૈવસાધુ બનતા જ અપ્પરે પાલિકાના જૈન સંસ્કૃતિના પ્રસિદ્ધ કેન્દ્રના મઠ અને મંદિરને જમીનદોસ્ત કરીને તેના સ્થાને તિરુવાડિગાઈ” નામનું એક વિશાળ શિવમંદિર બનાવડાવ્યું. આ
અપ્પરના જીવનની વિશેષતા એ છે કે તે જૈનસંઘમાં આચાર્ય જેવા ગરિમાપૂર્ણ પદ સુધી પહોંચ્યો. શૈવ ધર્મ અંગીકાર કર્યા પછી શૈવસંતોમાં પણ તે શીર્ષસ્થાન પર પહોંચ્યો, અને અંતમાં તે પુનઃ જૈન-ધર્માવલંબી બની ગયો અને છેવટે જે શૈવોને ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહોંચાડ્યા તેમના દ્વારા જ તેની હત્યા કરી નાખવામાં આવી. '
(દેલા મહત્તર (દેલાસૂરિ)) વિક્રમની સાતમી સદીના પ્રથમ ચોથા ભાગમાં અને વી. નિ.ની અગિયારમી શતાબ્દીમાં દલાસૂરિ મહત્તર નામના એક મહાન આચાર્ય થયા. તેઓ જિનશાસન પ્રભાવક મહાવાદી અને વિદ્વાન મુનિશ્રી સૂરાચાર્યના શિષ્ય તથા દુર્ગાસ્વામી અને સિદ્ધર્ષિના ગુરુ હતા. સિદ્ધર્ષિના ઉલ્લેખાનુસાર તેઓ નિવૃત્તિકુળના આચાર્ય હતા અને પોતાના સમયના જ્યોતિષશાસ્ત્રના અગ્રણી વિદ્વાન હતા. દલાસૂરિ મહત્તરે લાટ પ્રદેશમાં અનેક વર્ષો સુધી વિચરણ કરીને અનેક ભવ્યોને પ્રતિબોધ આપતા આપતા જૈન ધર્મનો ઉલ્લેખનીય પ્રચાર-પ્રસાર કર્યો. | ઉચ્ચ કોટિના વિદુષી સાધ્વી ગણા' તેમની જ શિષ્યા હતી. જેમણે સિદ્ધષિની અમર આધ્યાત્મિક કૃતિ ઉપમિતિ ભવ પ્રપંચ કથા'ની પ્રથમ પ્રતનું અત્યંત સુંદર અને શુદ્ધ રૂપમાં આલેખન કર્યું. અંતે સંલ્લેખના સંથારાપૂર્વક ભિન્નમાલમાં સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
(વાદીમસિંહ (ઓડ્યદેવ)) તેમનું સાચું નામ ઓડ્યદેવ હતું. પરંતુ અપરાજેય વાદી અથવા મહાન તાર્કિક હોવાના કારણે વિદ્વાનોએ તેમને વાદીમસિંહ ઉપાધિથી વિભૂષિત કર્યા હતા. તેમણે “સ્યાદ્વાદ સિદ્ધિ', “ક્ષેત્ર ચૂડામણિ' અને ગધચિંતામણિ' નામના ત્રણ ગ્રંથોની રચના કરી. કાંચીપતિ પલ્લવરાજ મહેન્દ્રવર્ગન(પ્રથમ)નો શાસનકાળ ઈ.સ. ૬૦૦ થી ૬૩૦ સુધીનો છે. વાદીમસિંહ પણ તેમના સમકાલીન હતા. આથી તેમનો સમય પણ ઈસાની સાતમી શતાબ્દીના પૂર્વાર્ધનો થઈ જાય છે. | ૧૧૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)|
Page #126
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસમાથી અડધીમમાં ' વાર અo હર્ષવર્ધn
પાંત્રીસમા આચાર્ય છત્રીસમા આચાર્ય
જયસેન (દ્વિતીય) જગમાલ સ્વામી જન્મ
: વી. નિ. સં. ૧૧૪૨ વી. નિ. સં. ૧૧૮૭ દીક્ષા : વિ. નિ. સં. ૧૧૭૪ વી. નિ. સં. ૧૨૧૪ આચાર્યપદ : વિ. નિ. સં. ૧૧૯૭ વી. નિ. સં. ૧૨૨૩ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૨૨૩ વી. નિ. સં. ૧૨૨૯ ગૃહવાસપર્યાય : ૩ર વર્ષ . . ૨૭ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૨૩ વર્ષ : ૯ વર્ષ આચાર્યપર્યાય : ૨૬ વર્ષ
૬ વર્ષ પૂર્ણ સાધુપર્યાય : ૪૯ વર્ષ
૧૫ વર્ષ પૂર્ણ આયુ ; ૮૧ વર્ષ . સાડત્રીસમા આચાર્ય આડત્રીસમા આચાર્ય
દેવષિ ભીમઋષિ જન્મ " : વિ. નિ. સં. ૧૧૪૯ વી. નિ. સં. ૧૧૬૦ દીક્ષા : વી. નિ. સં. ૧૧૯૦ વી. નિ. સં. ૧૨૧૧ આચાર્યપદ : વિ. નિ. સં. ૧૨૨૯ વિ. નિ. સં. ૧૨૩૪ સ્વગારોહણ વિ. નિ. સં. ૧૨૩૪ વી. નિ. સં. ૧૨૬૩. ગૃહવાસપર્યાય : ૪૧ વર્ષ : ૩ પ૧ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૩૯ વર્ષ ૧ ૨૩ વર્ષ . ' આચાર્યપર્યાય : ૫ વર્ષ - ૨૯ વર્ષ પૂર્ણ સાધુપર્યાય : ૪૪ વર્ષ પૂર્ણ આયુ : ૮૫ વર્ષ ૧૦૩ વર્ષ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 26369696969696969900 ૧૧૦ |
|
/ પર વર્ષ
Page #127
--------------------------------------------------------------------------
________________
બત્રીસમા યુગપ્રધાનાચાર્ય શ્રી પુષ્પમિત્ર
યુગપ્રધાનાચાર્ય શ્રી પુષ્યમિત્ર
જન્મ
દીક્ષા
સામાન્ય
• વી. નિ. સં. ૧૧૫૨ ટિપ્પણી : તિત્વોગાલિ પઇણ્ય’ના : વી. નિ. સં. ૧૧૬૦ ઉલ્લેખો અનુસાર આચાર્ય પુષ્યમિત્ર : વી. નિ. સં. ૧૧૬૦ ૮૪૦૦૦ પદોવાળા સર્વાંગપૂર્ણ થી ૧૧૯૭ |‘ભગવતી સૂત્ર’ના અંતિમ ધારક થયા
સાધુપર્યાય
યુગપ્રધાનાચાર્ય : વી. નિ. સં. ૧૧૯૭ છે. તેઓ મહાન ચિંતકની સાથે-સાથે થી ૧૨૫૦ વિશુદ્ધ શ્રમણાચારની રક્ષામાં નિપુણ
પર્યાય
: વી. નિ. સં. ૧૨૫૦ હતા. તેમના સ્વર્ગસ્થ થતાં જ વી. નિ. સં.
: ૯૮ વર્ષ
સ્વર્ગારોહણ
સર્વાયુ
૧૨૫૦માં ભગવતી સૂત્ર સહિત છ અંગોનો ક્ષય થઈ ગયો.
હર્ષવર્ધન - અપરનામ શીલાદિત્ય
વી. નિ.ની બારમી શતાબ્દીમાં સ્થાનેશ્વર અને કનોજના મહારાજા હર્ષવર્ધન એક મહાન પ્રતાપી અને ભારતીય ઇતિહાસમાં ખૂબ જ યશસ્વી રાજા થઈ ગયા. હર્ષ સ્વયં પોતે ઘણા જ વિદ્વાન હોવાની સાથે-સાથે વિદ્વાનોને સમાદર આપવાવાળા, સાહિત્ય-નિર્માતા, સાહસી યોદ્ધા, રણનીતિ વિશારદ અને શાંતિના પૂજારી હતા.
પોતાની માતૃભૂમિથી વિદેશી હૂણોનું શાસન હંમેશાં માટે સમાપ્ત કરી નાખવાનું સફળ અભિયાન હર્ષવર્ધને આરંભ્યું હતું. તેનાથી સહજમાં અનુમાન લગાવી શકાય છે કે તેમનું રોમ-રોમ દેશપ્રેમના ગાઢ રંગમાં રંગાયેલું હતું. તેમનામાં તમામ ધર્મોને સમાન દૃષ્ટિથી આદર આપવાની ધાર્મિક સહિષ્ણુતા હતી.
પરમ ભટ્ટારક મહારાજા પ્રભાકરવર્ધન (અપરનામ પ્રતાપશક્તિ) અને રાણી યશોમતી દેવીને બે પુત્ર હતા. મોટો પુત્ર પરમ ભટ્ટારક મહારાજા રાજ્યવર્ધન બૌદ્ધધર્મી તથા નાનો પુત્ર પરમ ભટ્ટારક મહારાજા હર્ષવર્ધન શૈવધર્મી હતા.
૧૧૮ ૭૭૭GFGFFIC જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #128
--------------------------------------------------------------------------
________________
રાજા પ્રભાકરવર્ધનના સ્વર્ગસ્થ થયા પછી માલવાના રાજાએ થાનેશ્વર પર હુમલો કરવાની યોજના બનાવી. આ દુઃખદ સમાચાર સાંભળીને રાજ્યવર્ધન દસ હજાર ઘોડેસવારોની સેના લઈને માલવરાજની સાથે યુદ્ધ કરવા માટે પ્રસ્થિત થયો અને તેણે હર્ષવર્ધનને થાનેશ્વર રાજ્યની રક્ષા કરવા માટે ત્યાં જ રોક્યો. વાયુવેગે આગળ વધીને રાજ્યવર્ધને માલવસેનાનો નાશ કર્યો.
માલવસેના પર આ જીત મેળવ્યા પછી ગૌડ રાજા શશાંકે વિશ્વાસઘાત કરીને રાજ્યવર્ધનની હત્યા કરી નાખી. આથી હર્ષવર્ધન પર આઘાતજનક વજપાત થયો. તેણે શપથપૂર્વક પ્રતિજ્ઞા કરી કે - જો થોડા દિવસોમાં પોતે પૃથ્વીને ગૌડવિહીન નહિ કરી શકે તો પોતે અગ્નિપ્રવેશ કરી લેશે. તે અનુસાર હર્ષવર્ધન એક મોટી સેના લઈને સૌથી પહેલા ગૌડરાજ શશાંકની સાથે બદલો લેવા માટે, ત્યાર બાદ ચારે દિશાઓમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે, પ્રસ્થાન કર્યું. તેણે શશાંકની રાજધાની પુંડ્ર પર આક્રમણ કરીને યુદ્ધમાં શશાંકને પરાજિત કરી દીધો.
ઈ. સ. ૬૩૭-૬૩૮માં મગધમાં ભ્રમણ કરતી વખતે સ્વયં હુએનત્સાંગે પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે કે - “શશાંકે ગયામાં એક બોધિવૃક્ષને કાપી નાખ્યું અને તેના થોડા સમય પશ્ચાત્ તે પણ મરી ગયો.”
હર્ષવર્ધને એક સાર્વભૌમ સત્તા સંપન્ન સામ્રાજ્યની સ્થાપના દ્વારા ભારતને એકસૂત્રમાં આબદ્ધ કરવાનો નિશ્ચય કરેલો હતો. એ નિશ્ચયની પૂર્તિ માટે તેણે ખૂબ લાંબા સમય સુધી પ્રયત્નો કર્યા. પૂર્વ અને ઉત્તરમાં તેને પર્યાપ્ત સફળતા મળી. પરંતુ ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર સુધીમાં એક જ શકિતશાળી કેન્દ્રીય શાસનની સ્થાપનાનું હર્ષવર્ધનનું સ્વપ્ન સાકાર ન થયું. હર્ષવર્ધનના આ સ્વપ્નને પૂરું ન થવા દેવામાં બાદામીના રાજા ચાલુક્ય સામ્રાજ્યનો સૌથી મોટો હાથ રહ્યો.
એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે જ્યારે હર્ષવર્ધન દક્ષિણ વિજય માટે દક્ષિણ તરફ આગળ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 900000000000 ૧૧૯]
Page #129
--------------------------------------------------------------------------
________________
વધ્યો ત્યારે પુલકેશિન દ્વિતીયએ પોતાની વિશાળ સેના લઈને હર્ષવર્ધનની આગળ વધતી સેનાઓને રોકી. નર્મદા તટ પર હર્ષવર્ધન અને ચાલુક્યરાજ પુલકેશિન દ્વિતીયની સેનાઓ વચ્ચે નિર્ણાયક યુદ્ધ થયું. ઘણા સંઘર્ષ પશ્ચાત્ હર્ષવર્ધનનો પરાજય થયો. - હર્ષ રાજસિંહાસન પર આરૂઢ થતાં પહેલાં જ અનેક મુસીબતોથી ઘેરાયેલો હતો. પરંતુ તેણે ધર્મ અને સાહસની સાથે ભારતમાં એક સાર્વભૌમ સત્તાસંપન્ન કેન્દ્રીય રાજ્યની સ્થાપના માટે આજીવન સંઘર્ષ કર્યો. પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં પણ પોતાના ધ્યેયથી ક્યારેય વિચલિત થયો નહિ. તે સંપૂર્ણ ભારતને એક સશક્ત શાસનસૂત્રના રૂપમાં ગૂંથી તો ન શક્યો, પરંતુ એ એક પ્રસ્તુટ સત્ય છે કે તેણે ઉત્તર ભારતમાં એક સશક્ત રાજાના રૂપમાં લગભગ ત્રણ દાયકાથી વધારે સમય સુધી શાસન કર્યું હતું. રણકુશળતા, સાહસ, સાહિત્યસેવા અને શાલીનતા જેવા ઉત્કૃષ્ટ ગુણોના કારણે તે ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયો. ખરેખરમાં તે એક મહાન શાસક હતો.
હર્ષ જે રીતે તલવાર ચલાવવામાં નિપુણ હતો એવી જ રીતે લેખનકલા અને સાહિત્યસર્જનમાં પણ તે નિષ્ણાત હતો. બાણ અને મયૂર જેવા ઉચ્ચ કોટિના કવિઓ, જેમને ભારતમાં અગ્રગણ્ય કવિઓ માનવામાં આવ્યા છે, તેઓ હર્ષની રાજસભામાં ઉપસ્થિત હતા. સ્વયં હર્ષે રત્નાવલી', “પ્રિયદર્શિકા' અને “નાગાનંદ' જેવા ઉચ્ચ કોટિનાં નાટકોની રચના કરી. આ ત્રણે નાટક તે સમયમાં ખૂબ જ લોકપ્રિય હતાં. નૃત્ય અને સંગીતની સાથે, ઠેર-ઠેર આ નાટકો અભિનય સાથે ભજવવામાં આવતાં હતાં. હર્ષનો કોઈ ઉત્તરાધિકારી ન હોવાના કારણે પુષ્પભૂતિ વંશના શક્તિશાળી સામ્રાજ્યનો તેના મૃત્યુની સાથે અંત આવ્યો.
૧૨૦ [969696969696969696962 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #130
--------------------------------------------------------------------------
________________
આચાર્ય હરિભદ્રસૂરિ અને અન્ય આચાર્ય આચાર્ય હરિભદ્રસૂરિ
ચિત્રકૂટના મહારાજ જિતારિના રાજપુરોહિત શ્રી હરિભદ્ર પોતાના સમયના ઉચ્ચ કોટિના પ્રકાંડ વિદ્વાન હતા. તેઓ વેદ-વેદાંગના નિષ્ણાત વિદ્વાન અને બધી વિદ્યાઓમાં પારંગત હતા. તેમને પોતાના પાંડિત્ય પર
ભારે અભિમાન હતું. એક વાર માર્ગમાં ચાલતા-ચાલતા તેમણે એક જિનમંદિરમાં જિનેશ્વરની મૂર્તિ જોઈ, અને જોતાં જ ઉપહાસપૂર્ણ શબ્દોમાં પોતાના ઉદ્ગાર વ્યક્ત કર્યા.
એક દિવસ વધારે રાજકાર્યથી તેમને રાત્રે પણ વધારે સમય સુધી રાજપ્રાસાદમાં રોકાવું પડ્યું. રાત્રિમાં જ્યારે તેઓ પોતાના નિવાસ સ્થાને પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગમાં કોઈ વૃદ્ધાની મધુર સ્વર લહેરીઓના માધ્યમથી, નિમ્નલિખિત ગાથા તેમના કાનોમાં ગૂંજી ઊઠી :
ચક્કિદુર્ગી હરિપણગં, પણગં ચક્કીણ કેસવો ચક્કી । કેસવ ચક્કી કેસવ દુચક્કી કેસી ય ચક્કી ૫ ।। હરિભદ્રને આ ગાથા ઘણી મનોહારી પ્રતીત થઈ, પરંતુ તેઓ વારંવાર પ્રયાસ કરવા છતાં પણ તેનો અર્થ સમજવામાં અસફળ રહ્યા.
સવાર (પ્રભાત-પરોઢ) થતાં જ તેઓ પોતાના ઘરેથી નીકળ્યા અને સીધા તે ભવનની પાસે પહોંચ્યા, જ્યાં તેમણે રાત્રિમાં પેલી મનોહારી પદ્ય-ગાથા સાંભળી હતી. તે ભવનમાં પ્રવેશ કરતા જ દરવાજેથી તેમણે જોયું કે એક તપોપૂતા સૌમ્ય મુખાકૃતિવાળાં વૃદ્ધ સાી ત્યાં વિરાજમાન છે. હરિભદ્રે તે વૃદ્ધા સાધ્વીને પ્રણામ કરતા પૂછ્યું : અંબ (માતે) ! શું રાતે આપ જ, ચાક - ચિક્ય આદિથી ઓત-પ્રોત પદ્યનું ઉચ્ચારણ કરી રહ્યાં હતાં ?”
વૃદ્ધા સાધ્વીએ જવાબ આપ્યો : ‘‘હા પુત્ર.’’
વૃદ્ધા સાધ્વીની અનુભવી આંખોથી એ છૂપું ન રહી શક્યું કે - ‘આગળ જઈને આ યુવક જિનશાસનની ખૂબ જ પ્રભાવના કરવાવાળો થશે.'
હરિભદ્રે વિનંતી કરી : “માતે ! તમે મને એ પદ્યનો અર્થ સમજાવો. તે પદ્યનો અર્થ જાણવા માટે મારુ અંતર્મન ખૂબ જ આતુર છે.’ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૪૩૬
00 ૧૨૧
Page #131
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધા સાધ્વીએ જવાબમાં કહ્યું: “હે પુત્ર! જો તમને જિનઆગમોના ગૂઢ અર્થ જાણવાની તાલાવેલી હોય, તો તમારે તેના માટે અમારા ગુરુને મળવું પડશે. તેઓ તમને તેનો અર્થ બતાવશે.” - હરિભદ્ર ગુરુનું સ્થળ, નામ વગેરે પૂછીને આચાર્ય જિનભટ્ટસૂરિ પાસે પહોંચ્યા. આચાર્યનાં દર્શન કરતાંની સાથે જ હરિભદ્રના હૃદયમાં તેમના પ્રતિ ખૂબ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. બીજી તરફ હરિભદ્રને જોતાં જ આચાર્ય જિનભટ્ટસૂરિના મનમાં વિચાર આવ્યો કે - “આ તે જ વિદ્વાન બ્રાહ્મણ તો નથી, જેને પોતાની વિદ્વત્તા પર ખૂબ ગર્વ છે, અને જે રાજા દ્વારા સંમાનિત પણ છે. આ અહીં શા પ્રયોજનથી આવ્યો હશે ?' તેમણે હરિભદ્રને કહ્યું: “ભદ્ર ! તમારું કલ્યાણ હો ! કહો, તમે અહીં શું પ્રયોજનથી આવ્યા છો?”
પુરોહિત હરિભદ્ર ખૂબ વિનમ્રતાથી નિવેદન કર્યું : “પૂજ્યવર ! મેં વરિષ્ઠ જૈન સાધ્વી મહારા યાકિનીના મુખેથી એક પ્રાકૃત પદે સાંભળ્યું છે. પૂરો પ્રયાસ કરવા છતાં પણ મને આ પદનો અર્થ સમજમાં નથી આવ્યો. મેં તેમને તે પદનો અર્થ બતાવવા વિનંતી કરી. તેમણે મને આપની સેવામાં ઉપસ્થિત થઈ મારી જ્ઞાનપિપાસા શાંત કરવાની સલાહ આપી છે. આથી હું આપની પાસે આવ્યો છું.”
ગુરુએ કહ્યું: “જૈન સિદ્ધાંતોનું જ્ઞાન અગાધ છે. જો ખરેખર તમને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખ હોય, તો તમારે મારું શિષ્યત્વ ગ્રહણ કરવું રહ્યું.” હરિભદ્ર, જિનભટ્ટસૂરિની પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી લીધી અને તેમના શિષ્ય બની ગયા. - જિનભટ્ટસૂરિએ તે વૃદ્ધા સાધ્વીપ્રમુખાનો પરિચય આપતા કહ્યું :
સૌમ્ય ! તે સાધ્વી મારા ગુરુ ભગિની મહત્તા યાકિની છે. તે બધાં આગમોમાં પ્રવિણ અને બધી સાધ્વીઓમાં શિરોમણિ છે.”
મુનિ હરિભદ્ર વિનયપૂર્વક કહ્યું : “પૂજ્યવર ! ભવ-ભવાંતરોમાં ભ્રમણ કરાવવાવાળાં (કરાવનાર) શાસ્ત્રોમાં પારંગત વિદ્વાન હોવા છતાં પણ મને હવે એવું અનુભવ થાય છે કે - “હું મૂરખ જ રહ્યો. મારા પુણ્યોદયથી જ, મારી આ ધર્મમાતા યાકિની મહારાએ મારા કુળની કુળદેવીની જેમ મને પ્રબુદ્ધ કર્યો છે.” ૧૨૨ 999999999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #132
--------------------------------------------------------------------------
________________
તે જ દિવસથી મુનિ હરિભદ્ર પોતાની જાતને “યાકિની મહત્તરા સૂન' (યાકિની મહત્તાનો પુત્ર) કહેવાનું, લખવાનું અને ઓળખવાનું શરૂ કરી દીધું. અહર્નિશ ગુરુચરણોની સેવામાં રહેતા મુનિ હરિભદ્ર આગમગ્રંથોનો અભ્યાસ કરવાનો પ્રારંભ કર્યો. અથાગ શ્રદ્ધા-ભક્તિ ને નિષ્ઠાપૂર્વક અધ્યયન કરીને તેમણે આગમોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું.
આચાર્ય જિનભટ્ટસૂરિએ પોતાના શિષ્યને દરેક રીતે આચાર્યપદ માટે યોગ્ય સમજીને શુભ મુહૂર્તમાં તેમને આચાર્યપદથી અલંકૃત કર્યા. આચાર્યપદ પર આરૂઢ થયા પછી હરિભદ્રસૂરિ વિવિધ સ્થળો પર અપ્રતિહત વિહાર કરતા કરતા જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા. તેમણે અનેક ભવ્ય આત્માઓને પ્રતિબોધિત કર્યા.
હરિભદ્ર સૂરિના બે ભાણેજ હંસ અને પરમહંસે ઉત્કૃષ્ટ ભાવનાથી આચાર્ય હરિભદ્રસૂરિ પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. તે બંને તેમની પાસે વિદ્યાધ્યયન કરવા લાગ્યા. આચાર્ય હરિભદ્ર થોડાક જ સમયમાં તે બંને મુનિઓને આગમ અને ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન બનાવી દીધા. બંને મેધાવી મુનિઓને મનમાં બૌદ્ધ દર્શન અને બૌદ્ધ તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ. બંને મુનિઓએ પોતાના મનની ઈચ્છાની વાત આચાર્ય હરિભદ્રસૂરિ સમક્ષ પ્રગટ કરી. તેમની ઇચ્છા સાંભળીને, આચાર્યએ પોતાના નિમિત્તજ્ઞાનની મદદથી ભાવિમાં થનારા અનિષ્ટની આશંકાથી બંને મુનિઓને ત્યાં જ રહીને અભ્યાસ કરવાની સલાહ આપી અને કહ્યું : “અહીં પણ ઘણા ઉચ્ચ કોટિના વિદ્વાન છે, તેમની પાસે રહીને પોતાનું ઈચ્છિત જ્ઞાન પ્રાપ્ત કરો.” પરંતુ બંનેની સતત વિનંતી પર હરિભદ્રએ પોતાની ઇચ્છા ન હોવા છતાં તેમને સુદૂરસ્થ નગરમાં અધ્યયન કરવા માટે - જવાની પરવાનગી આપી. - તે બંને ગુરુને પ્રણામ કરી બૌદ્ધદર્શનનું અધ્યયન કરવા માટે જવા રવાના થયા. બંને છદ્મવેશ ધારણ કરી, તે બધાં ચિહ્ન જેનાથી તેઓના જૈન હોવાનો સંકેત પણ કોઈને ના મળે, માટે પૂર્ણતઃ સંતાડીને, ચાલતા-ચાલતા એક દિવસ એક બૌદ્ધ રાજ્યના પાટનગરમાં જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 333333333333] ૧૨૩]
Page #133
--------------------------------------------------------------------------
________________
પહોંચ્યા. ત્યાંથી તેઓ પોતાની વિદ્યાની ભૂખ શાંત કરવા માટે પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠમાં ગયા અને તે વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી લીધો. ત્યાં ખાન-પાન, રહેવા-કરવા વગેરેની તમામ વ્યવસ્થા અતિ ઉત્તમ હતી. કુશાગ્ર બુદ્ધિવાળા બંને મેધાવી ભાઈઓ ખૂબ આનંદની સાથે પોતાના ઇચ્છિત બૌદ્ધ-તર્કશાસ્ત્રના અધ્યયનમાં મગ્ન થઈ ગયા. જેનદર્શનના ખંડન માટે, જે-જે તર્ક બૌદ્ધાચાર્યો દ્વારા આપવામાં આવતા હતા, તે તર્કોને નિરસ્ત કરવાવાળા અને જૈન સિદ્ધાંતોની શાશ્વત સત્યતાને સિદ્ધ કરવાવાળા પોતાના પૂર્વમાં ભણેલા આગમ-પાઠોથી પરિપુષ્ટ અનેક અકાદ્ય પ્રતિતક, યુકિતઓ અને પ્રમાણોને તે બંને ભાઈ અલગ-અલગ પૃષ્ઠો પર લિપિબદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે તેમના દ્વારા ગુપ્તરૂપે લખીને જે પૃષ્ઠ એકત્રિત કરેલાં હતાં, તેમાંથી બે પૃષ્ઠ એક દિવસ સંજોગવશ આવેલા વંટોળિયાની હવામાં ઊડીને બૌદ્ધ વિદ્યાર્થીઓના હાથે લાગી ગયા. તેમણે તે પૃષ્ઠ વાંચ્યાં અને પોતાના ગુરુના હાથમાં મૂકી દીધાં. જ્યારે વિષયથી સંબંધિત બૌદ્ધાચાર્યે એ પૃષ્ઠ વાંચ્યાં તો તેમાં લખેલા સિદ્ધાંતોના આધારે પોતાનો પક્ષ નિર્બળ અને જેને પક્ષ સબળ થઈ જવાની આશંકાથી તેઓ વ્યાકુળ થઈ ગયા.
આશ્ચર્યચકિત થઈને બૌદ્ધાચાર્યે કહ્યું : “કોઈ ને કોઈ જૈન ધર્મનો ઉપાસક અત્યંત મેધાવી છાત્ર અહીં આપણી વિદ્યાપીઠમાં છે; અન્યથા જે તર્કજાળોનું ખંડન મેં કરી નાખ્યું હોય, તેનું ખંડન કરવામાં બીજું કોણ સમર્થ હોઈ શકે છે ?”
બૌદ્ધાચાર્ય વિચારમાં મગ્ન થઈ ગયા કે - પોતાની બૌદ્ધ વિદ્યાપીઠમાં આવેલ તે જૈન વિદ્યાર્થીઓને, શું ઉપાય કરવાથી ઓળખી શકાય.” અંતમાં યુક્તિ-પ્રયુક્તિથી બૌદ્ધાચાર્ય એ શોધી કાઢ્યું કે તે વિદ્યાર્થીઓ હંસ અને પરમહંસ છે, જેમને તેઓ શોધી રહ્યા છે. નિશ્ચિતરૂપે પોતાના પ્રાણ સંકટમાં આવશે, એ વાત જાણીને બંને ભાઈઓએ પોતાની જાતને છત્રીથી બાંધી લીધા અને તરત જ છત્રી ખોલીને સૈનિકની જેમ ઉપરથી નીચે કૂદી પડ્યા અને ખૂબ સહેલાઈથી ધરતી પર ઊતરતા જ ત્યાંથી ભાગ્યા. ૧૨૪ 3603603293300002ન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #134
--------------------------------------------------------------------------
________________
ત્યાં ચારે તરફ મોટી સંખ્યામાં નિયુક્ત બૌદ્ધ સૈનિકોએ તે ભાઈઓને ભાગતા જોઈને તેમને પકડવા માટે તેમનો પીછો કર્યો. સૈનિકોને નજીક આવતા જોઈ હંસે નાના ભાઈ પરમહંસને કહ્યું : “ભાઈ ! તું હવે તૃતગતિથી અહીંથી ભાગી જા. મારા તરફથી ગુરુદેવને પ્રણામ કહીને મારા દ્વારા થયેલ અવિનય માટે ક્ષમા માંગજે. સામે જે નગર દેખાય છે, તેના રાજા સૂરપાલ શરણાગતની રક્ષા કરવાવાળા છે. તેમની પાસે જતો રહેજે. તેઓ તને ગુરુદેવ પાસે પહોંચવાનો પ્રબંધ કરી આપશે.”
હંસે એકલા હાથે સમીપ આવેલા બૌદ્ધ સૈનિકોની ટુકડી સાથે ખૂબ જ સાહસથી બાથ ભીડી. પરંતુ અંતમાં અંગ-અંગ બાણોથી વીંધાઈ જવાથી હંસ નિષ્માણ થઈ ધરતી પર ઢળી પડ્યો.
પરમહંસ પોતાના મોટા ભાઈની આજ્ઞાનુસાર સૂરપાલરાજા પાસે પહોંચી ગયો અને તેમના સંરક્ષણ અને સહાયતાથી ચિત્રકૂટ નગરમાં પહોંચી જવામાં સફળ થયો.
ગુરુ સમક્ષ ઉપસ્થિત થતાં જ પોતાનું મસ્તક ગુરુના ચરણકમળમાં નમાવીને સૌથી પહેલા પોતાના યેષ્ઠ સહોદર અને પોતાના દ્વારા કરાયેલ ગુરુઅવજ્ઞા (ગુરુ આજ્ઞાની વિરુદ્ધ કરવામાં આવેલ આચરણ, અપરાધ) માટે ક્ષમા યાચના માંગી અને અંતર્મનથી “તને મિથ્યા ભવતુ દુષ્કતમ'નું ઉચ્ચારણ કરતાં-કરતાં પોતાનાં દુષ્કૃત્યોની શુદ્ધિ કરી. ત્યાર પછી પરમહંસે અથથી ઇતિ (શરૂથી અંત) સુધીના સમગ્ર ઘટનાચક્રને યથાવત ગુરુને સંભળાવી દીધું. જ્યારે પરમહંસ ગુરુદેવને, પોતાના જયેષ્ઠ બંધુ હંસની મૃત્યુનો વૃત્તાંત સંભળાવી રહ્યો હતો, ત્યારે જ તેને હૃદયાઘાત થયો અને તે નિષ્ણાણ થઈ ગુરુચરણોમાં ઢળી પડ્યો. - આચાર્ય હરિભદ્રને પોતાના પ્રભાવક ને મેધાવી શિષ્યોના આકસ્મિક મૃત્યુથી ઘણું જ દુઃખ થયું. પોતાના સુયોગ્ય શિષ્યોની વિયોગાગ્નિથી સંતપ્ત હરિભદ્રસૂરિના મનમાં અચાનક બૌદ્ધો પ્રત્યે આક્રોશ ભડકી ઊઠ્યો. તેઓ વિચારવા લાગ્યા - “જો, બૌદ્ધો દ્વારા કરવામાં આવેલા આ નૃશંસ અપરાધનો હું પ્રતિકાર નહિ કરું, તો મારા અંતિમ સમય સુધી આ વાત શૂળની જેમ મારા હૃદયમાં ભોંકાતી રહેશે.' જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 3396369696969696963 ૧૨૫]
Page #135
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે પ્રતિશોધ (બદલો) લેવાનો નિર્ણય કરીને, હરિભદ્ર પોતાના ગુરુને પૂછ્યા વગર ઉપાશ્રયથી નીકળી પડ્યા. તે સીધા સૂરપાલરાજા પાસે પહોંચ્યા. પોતાના શિષ્ય પરમહંસની બૌદ્ધ સૈનિકોની રક્ષા કરીને શરણ આપવા બદલ રાજા સૂરપાલનો આભાર માન્યો અને તેમને આશીર્વાદ આપ્યા. આ પછી બંનેએ મંત્રણા કરીને બૌદ્ધાચાર્યને પરાજિત કરવા માટેની યોજના બનાવી. યોજના અનુસાર રાજા સૂરપાલે તાત્કાલિક એક વાક્પટુ, પ્રપંચ રચનામાં પ્રવીણ અને વિચક્ષણ બુદ્ધિશાળી દૂતને બૌદ્ધોના પાટનગરમાં મોકલ્યો. દૂતે, રાજા સૂરપાલની રાજસભામાં આચાર્ય હરિભદ્રસૂરિ સાથે શાસ્ત્રાર્થ કરવા માટે બૌદ્ધાચાર્યને તૈયાર કરી દીધા અને આ પ્રતિજ્ઞાપત્ર પણ ભરાવડાવ્યું કે - જે કોઈ શાસ્ત્રાર્થમાં પરાજિત થઈ જશે, તે ઊકળતા તેલની મોટી કઢાઈમાં કૂદીને પ્રાણાન્ત કરશે.’
બે-ચાર દિવસ પછી બૌદ્ધાચાર્ય પોતાના વિશાળ સેવકસમૂહની સાથે રાજા સૂરપાલની રાજસભામાં ઉપસ્થિત થયા અને હરિભદ્રસૂરિ સાથે શાસ્ત્રાર્થ કરવાનું શરૂ કર્યું. બૌદ્ધાચાર્યે હરિભદ્રસૂરિ સાથે શાસ્ત્રાર્થ પ્રારંભ કરતા બૌદ્ધ ધર્મના પ્રમુખ સિદ્ધાંત ક્ષણિકવાદને પોતાના પક્ષે રજૂ કર્યો. આચાર્ય હરિભદ્રે બૌદ્ધાચાર્યની યુક્તિઓને પોતાની અકાચ યુક્તિઓથી થોડી જ ક્ષણોમાં ખંડિત-વિખંડિત કરતાં બૌદ્ધાચાર્યને નિરુત્તર કરી પરાજિત કરી દીધા.
બૌદ્ધાચાર્ય હારી ગયા.' સભ્યોનો આ નિર્ણય સાંભળતાં જ શરત અનુસાર બૌદ્ધાચાર્યે ઊકળતા તેલની કઢાઈમાં કૂદીને પ્રાણત્યાગ કરવો પડ્યો. ત્યાં ઉપસ્થિત ઘણા બૌદ્ધ વિદ્વાનો, એક પછી એક વાદ કરવા માટે હરિભદ્ર સમક્ષ ઉપસ્થિત થયા અને હરિભદ્રથી પરાજિત થઈને શરત અનુસાર તેમણે પણ ઊકળતા તેલની કઢાઈમાં કૂદીને પ્રાણાન્ત કરવો પડ્યો.
અંતમાં બાકીના વિદ્વાનો હતાશ થઈને પોતાની અધિષ્ઠાત્રી દેવીને ભાંડવા લાગ્યા. દેવીએ પ્રગટ થઈને કહ્યું : ‘હવે શોક દૂર કરીને જલદીથી પોત પોતાની જગ્યા પર પાછા ફરી જાઓ. આ જૈનાચાર્ય સાથે વાદમાં ઊઊઊઊઊએ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૨૬ ૭૩૭૭૭
Page #136
--------------------------------------------------------------------------
________________
ન પડો.' આમ કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ. બાકી બચેલા બૌદ્ધ વિદ્વાનો પોત પોતાના સ્થાને પાછા ફરી ગયા.
જ્યારે જિનભટ્ટસૂરિએ પોતાના શિષ્ય હરિભદ્રના આ અદ્ભુત ગુસ્સાની વાત પોતાના શિષ્યો પાસેથી સાંભળી તો સ્વયં ચાલીને રાજા સૂરપાલની પાસે પહોંચ્યા. પોતાનાં ધીર-ગંભીર મધુર વચનોથી હરિભદ્રને સમજાવીને શાંત કર્યા. શિષ્યોના મોહમાં આંધળા થઈને મેં ઘોર દુષ્કર્મ કર્યું છે' એવું વિચારીને પરમ ગુરુભક્ત હરિભદ્રે પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે ગુરુઆજ્ઞા અનુસાર ઘોર તપશ્ચર્યા શરૂ કરી. કઠોર તપશ્ચર્યાથી તેમણે પોતાના શરીરને સાવ સૂકલકડી બનાવી દીધું. તેમ છતાં પણ શિષ્યોનો વિયોગ તેમને સદા સન્તપ્ત કરતો રહ્યો. તેમને અત્યંત શોકગ્રસ્ત જોઈને અધિષ્ઠાત્રી દેવી તેમની સમક્ષ પ્રગટ થઈ. તેમને આશ્વાસન આપ્યું અને વિશુદ્ધ તપશ્ચર્યા કરીને પોતાનો જન્મ-ભવ સફળ કરવાની સલાહ આપી.
હરિભદ્રે શાસનદેવીને નિવેદન કર્યું : “અંબે ! મને એ વાતનો શોક નથી કે મારા બે વિનીત શિષ્ય હવે નથી રહ્યા. પરંતુ મને એ વાતનું ખૂબ જ દુ:ખ છે કે મારા પછી મારું પવિત્ર ગુરુકુળ સમાપ્ત થઈ જશે.”
આ સાંભળીને અંબાએ કહ્યું : “વત્સ ! ખરેખરમાં તમારી કુલવૃદ્ધિ થાય એટલા પુણ્ય તમે સંચિત કરેલાં નથી. હે મહામુને ! તમે તો કેવળ તમારા શાસ્ત્ર-સંતતિના રૂપમાં વિશાળ શાસ્ત્ર સમૂહની રચના કરવાનું પુણ્ય જ સંચિત કરેલું છે.’
આ સાંભળ્યા બાદ હિરભદ્ર પોતાના શોકથી મુક્ત થયા. તેમણે સૌ પ્રથમ સમરાર્ક ચરિત્ર (સમરાઇચ્ચકહા)ની રચના કરી, જે લગભગ બાર શતાબ્દીઓથી જૈન સાહિત્યના ક્ષિતિજ પર મહાન ગ્રંથરત્નના રૂપમાં લોકપ્રિય છે.
‘સમરાઇચ્ચકહા’ની રચના પશ્ચાત્ હરિભદ્રસૂરિએ લગભગ ૧૫૦૦ (પંદર સો) પ્રકરણોની રચના કરી અને આ ગ્રંથરત્નોને જ પોતાની સંતતિતુલ્ય માનવા લાગ્યા. પોતાના અત્યંત પ્રિય શિષ્યોના વિરહને ભૂલી નહિ શકવાના કારણે તેમણે પોતાની પ્રત્યેક રચનાના અંતમાં પોતાના નામની સાથે ‘ભવ વિરહ' પદનો પ્રયોગ કર્યો છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૨૦
Page #137
--------------------------------------------------------------------------
________________
આચાર્ય હરિભદ્ર મહાન કૃતજ્ઞ (અહેસાનમંદ) હતા.જે વૃદ્ધા સાધ્વીએ ‘ચક્કિદુર્ગી હરિપણ.........' ગાથાના માધ્યમથી ન કેવળ તેમને સમ્યગ્ બોધ કરાવ્યો, પરંતુ સાથે સાથે શ્રમણધર્મનો પણ લાભ કરાવ્યો હતો, તેમને જીવનપર્યંત પોતાના ધર્મમાતા તરીકે જ ઓળખાવતા હતા. આચાર્ય હરિભદ્રસૂરિએ તે મહનીયા સાધ્વી પ્રત્યે પોતાની અસીમ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પોતાની દરેક કૃતિના (રચનાના) અંતમાં પોતાના નામની પહેલાં, ‘ભવ વિરહ’ પછી ‘યાકિની મહત્તરાસૂનું' પદાવલીનો પણ પ્રયોગ કર્યો છે.
પોતાના દ્વારા રચિત લગભગ દોઢ હજાર (પંદર સો) શાસ્ત્રોની ટીકાઓ તથા ગ્રંથોમાં કાર્પાસિક નામના એક વણિક દ્વારા દેશના ખૂણેખૂણામાં પ્રચાર-પ્રસાર કરાવ્યો. શ્રેષ્ઠી કાર્પાસિક, આચાર્યદેવના કથનનું અક્ષરશઃ પરિપાલન કરવાથી વિપુલ ઋદ્ધિનો સ્વામી બની ગયો. તેણે હરિભદ્રસૂરિ દ્વારા રચિત તમામ ધર્મગ્રંથોને લિપિકારો પાસેથી લખાવીને, તેમને (ગ્રંથોને) દેશના ખૂણે-ખૂણામાં, શ્રમણ-શ્રમણીઓમાં વિતરિત કર્યા. તેણે અનેક જિનમંદિરોનું નિર્માણ પણ કરાવ્યું. આચાર્ય હરિભદ્રસૂરિએ કાર્પાસિક શ્રેષ્ઠીની જેમ જ અન્ય ભક્તોને પણ પ્રતિબોધિત કર્યા અને તેમના માધ્યમથી જિનશાસનની પ્રભાવનાના અનેક કાર્ય કરાવડાવ્યાં.
આચાર્ય હરિભદ્રસૂરિને એક અતિ પ્રાચીન, જીર્ણ-શીર્ણ, જગ્યાજગ્યાએથી ઊધઈ દ્વારા ખવાઈ ગયેલ ‘મહાનિશીથ' શાસ્ત્રની પ્રતિ મળી. તેમના સમયમાં તે પ્રતિ સિવાય મહાનિશીથની અન્ય કોઈ પ્રતિ, ક્યાંય પણ ઉપલબ્ધ ન હતી. આચાર્ય હરિભદ્રે અહર્નિશ અથાગ પરિશ્રમ, પોતાના પ્રકાંડ પાંડિત્ય અને પ્રબળ મતિ (બુદ્ધિ) વૈભવના બળથી તે મહાનિશીથ શાસ્ત્રનો ઉદ્ધાર કર્યો. ખાલી જગ્યાઓ, પંક્તિઓ, પત્રો (પૃષ્ઠ) વગેરેની પૂર્વાપર પ્રસંગ અનુસાર પુનર્રચના કરીને મહાનિશીથ સૂત્રનું થોડું-ઘણું પુનર્લેખન પણ કર્યું.
દેશના ગણમાન્ય જૈન વિદ્વાનોએ સમુચિત શોધ-ખોળ પશ્ચાત્ આચાર્ય હરિભદ્રસૂરિનો શાસનકાળ વી. નિ. સં. ૧૨૨૭ થી ૧૨૯૮ (વિ. સં. ૭૫૭ થી ૮૨૭)ની વચ્ચેનો નક્કી કરેલો છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૨૮
Page #138
--------------------------------------------------------------------------
________________
આચાર્ય અકલંક
આચાર્ય.અકલંક દિગંબર પરંપરામાં એક મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમનો સમય વિદ્વાનોએ ઈ. સ. ૭૨૦ થી ૭૮૦ (વિ. સં. ૭૭૭ થી ૮૩૭, વી. નિ. સં. ૧૨૪૭ થી ૧૩૦૭) સુધીનો નિર્ધારિત કર્યો છે. તેમણે અનેક ગ્રંથોની રચના કરી, તેમાંથી મુખ્ય આ મુજબ છે : (૧) તત્ત્વાર્થ વાર્દિક સભાષ્ય, (૨) અષ્ટશતી (સમંતભદ્રકૃત આપ્ત મીમાંસા દેવાગમસ્તોત્રની વૃત્તિ), (૩) લાઘવસ્તવ સવૃત્તિ, (૪) ન્યાય વિનિશ્ચય સવૃત્તિ, (૫) સિદ્ધિ વિનિશ્ચય, (૬) પ્રમાણ મીમાંસા, (૭) પ્રમેય મીમાંસા, (૮) નય મીમાંસા, (૯) નિક્ષેપ મીમાંસા, (૧૦) પ્રમાણ સંગ્રહ.
અકલંકના પિતાનું નામ પુરુષોત્તમ હતું, જે માન્યખેટના રાષ્ટ્રકૂટ વંશીય રાજા શુભતુંગના મંત્રી હતા. તેમના નાના ભાઈનું નામ નિકલંક હતું. બંને ભાઈઓ કુશાગ્ર બુદ્ધિવાળા હતા. બંને ભાઈઓએ પોતાના માતા-પિતાની સાથે આચાર્ય રવિગુપ્ત પાસે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું.
અકલંકની બુદ્ધિ એટલી બધી તીવ્ર હતી કે, અઘરામાં અઘરો પાઠ પણ તેઓને એકૉર સાંભળવા માત્રથી જ યાદ રહી જતો હતો. જ્યારે તે જ પાઠ નિકલંકને બે વાર સાંભળવાથી યાદ રહેતો હતો. કુશાગ્ર બુદ્ધિના હોવાના કારણે તે બંને ભાઈઓ ઓછા સમયમાં જ અનેક વિદ્યાઓ અને શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા.
તે દિવસોમાં બૌદ્ધ ન્યાયની ચારે દિશાઓમાં ધૂમ મચેલી હતી. બૌદ્ધોના ન્યાય ને તર્કશાસ્ત્ર પદ્ધતિનો અભ્યાસ કરવાની બંને ભાઈઓને તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ. તેઓ બૌદ્ધ ન્યાયનો અભ્યાસ કરવા માટે બૌદ્ધ મઠમાં ગયા. તેમણે પોતાનો ધર્મ છુપાવીને બૌદ્ધ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી લીધો, અને ત્યાં પૂર્ણ નિષ્ઠાથી બૌદ્ધશાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. તે બંને ભાઈઓએ ટૂંક સમયમાં જ બૌદ્ધશાસ્ત્રોમાં નિપુણતા મેળવી લીધી.
એક દિવસ તેમના આચાર્ય જ્યારે તેમને અનેકાન્તવાદના ખંડનનો પાઠ ભણાવી રહ્યા હતા, ત્યારે પૂર્વપક્ષના પાઠમાં અમુક ત્રુટિઓ રહી જવાના કારણે આચાર્યને પોતાને જ પાઠ સમજમાં આવતો ન હતો; જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) IIFC
૩ ૧૨૯
Page #139
--------------------------------------------------------------------------
________________
તેથી તેમણે તે દિવસે તે પાઠ ભણાવવાનું સ્થગિત કર્યું. બંને ભાઈઓએ બૌદ્ધાચાર્ય દિગ્ગાગના અનેકાન્ત-ખંડનના અશુદ્ધ પૂર્વપક્ષવાળા પાઠને રાતના સમયે શુદ્ધ કરી દીધો. સવારે અધ્યયન કક્ષમાં લખેલા પાઠ પર
જ્યારે આચાર્યની નજર પડી, ત્યારે તે શુદ્ધ પાઠ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને વિશ્વાસ થઈ ગયો કે તેમના વિદ્યાર્થીઓમાં ચોક્કસ કોઈ ને કોઈ જૈન શિક્ષાર્થી છૂપા વેશમાં તેમની વિદ્યાપીઠમાં પ્રવેશી ગયો છે. તેમણે જૈન વિદ્યાર્થીઓને શોધી કાઢવાનો નિશ્ચય કર્યો.
આચાર્ય હરિભદ્રસૂરિના હંસ અને પરમહંસ નામના બે શિષ્યોને જે ઉપાયોથી બૌદ્ધાચાર્યે શોધી કાઢ્યા હતા, તે જ પ્રમાણે બૌદ્ધાચાર્યે અકલંક અને નિકલંકને શોધી કાઢ્યા અને તેમને તરત જ પકડીને વિદ્યાપીઠના એક એકાંત કક્ષમાં બંદી બનાવી દીધા.
અકલંક અને નિકલંકનો બૌદ્ધ વિદ્યાપીઠમાં છૂપાવેશે પ્રવેશ; અભ્યાસ, તેમના જૈન હોવાનું રહસ્યોદ્દઘાટન, બંને ભાઈઓનું પલાયન, એક ભાઈની બૌદ્ધ સૈનિકો દ્વારા હત્યા, બીજા ભાઈ અકલંકનું જેમ તેમ કરી તે સંકટમાંથી બચી નીકળવું, અકલંકનો બોદ્ધાચાર્ય સાથે છ મહિના સુધી શાસ્ત્રાર્થ અને અંતમાં બૌદ્ધાચર્યનો પરાજય અને અકલંકની જીત - આમ આ આખું વિવરણ આચાર્ય હરિભદ્રસૂરિનાં હંસ અને પરમહંસ નામક શિષ્યોની કથાનકથી મળતું આવે છે.
અકલંક નામના બીજા પણ અનેક વિદ્વાન થઈ ગયા છે. તેમના નામ અનુમાનિત-કાળ પ્રમાણે આ મુજબ છે : (૧) અકલંક પંડિત - ઈ.સ. ૧૦૯૮, (૨) અકલંક ઐવિદ્ય - ઈ.સ. ૧૧૬૩માં સ્વર્ગસ્થ થયા, (૩) અકલંક ચંદ્ર - ઈ.સ. ૧૨૦૦, (૪) અકલંક દેવ - ઈ.સ. ૧૨૫૬માં સ્વર્ગસ્થ થયા. (૫) અકલંક મુનિ, નંદીસંઘ, બલાત્કારગણના જયકીર્તિના શિષ્ય, (૬) અકલંકદેવ મૂલ સંઘ - ઈ.સ. ૧૫૫૦ - ૧૫૭૫, (૭) ભટ્ટારક અકલંકદેવ કર્ણાટક શબ્દાનુશાસનના રચનાકાર ઈ.સ. ૧૫૮૬-૧૬ ૧૫. તેઓ છ ભાષામાં કવિતા રચવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હતા. તેમણે રાયબહાદુર નરસિંહાચાર્યના મતાનુસાર અનેક રાજસભાઓમાં શાસ્ત્રાર્થમાં વિજયી થઈને જિનશાસનની મહતી પ્રભાવના કરી. (૮) અકલંકમુનિ - દેશીગણ પુસ્તકગચ્છના કાર્કલ મઠના ભટ્ટારક ઈસ. ૧૮૧૩માં સ્વર્ગસ્થ થયા. ૧૩૦ 9િ696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #140
--------------------------------------------------------------------------
________________
(૯) અકલંક દેવ - અનુપલબ્ધ પ્રતિષ્ઠાકલ્પના રચયિતા, તેમનો સમય ઈસાની અઢારમી સદીના પૂર્વાર્ધનો અનુમાનિત કરવામાં આવે છે. (૧૦) અકલંક - પરમાગમસાર નામના કન્નડ ગ્રંથના રચનાકાર, સમય અજ્ઞાત, (૧૧) અકલંક - ચૈત્યવંદન, પ્રતિક્રમણ સૂત્ર, પદપર્યાય મંજરી આદિના કર્તા, સમય અનિર્ણાત.
( જિનદાસગણિ મહત્તર ) જૈનજગતના ચૂર્ણિકારોમાં જિનદાસગણિ મહારનું ઉચ્ચ સ્થાન છે. તેમણે નંદીચૂર્ણિ, નિશીથચૂર્ણિ અને આવશ્યક ચૂર્ણિ નામના ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી. તેમણે વિ. સં. ૭૩૩ તદનુસાર વી. નિ. સં. ૧૨૦૩માં નંદીચૂર્ણિ પૂર્ણ કરી.
મહત્તર જિનદાસગણિ દ્વારા રચિત ચૂર્ણિઓ, તમામ સાધકો તથા શ્રમણ-શ્રમણી વર્ગ માટે શાસ્ત્રીય જ્ઞાનની અભિવૃદ્ધિ કરવામાં સહાયક હોવાની સાથે-સાથે ઐતિહાસિક દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આવશ્યક ચૂર્ણિને જો જૈન-ઇતિહાસની અક્ષયનિધિ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નથી.
(આચાર્ય અપરાજિતસૂરિ (વિજયાચા)) વિક્રમની આઠમી શતાબ્દીમાં યાપનીય પરંપરાના એક ખૂબ વિદ્વાન આચાર્ય થયા, જેમનું નામ અપરાજિતસૂરિ છે.
જૈન-ઇતિહાસની દૃષ્ટિથી આચાર્ય અપરાજિતસૂરિનું સ્થાન ઊંચું અને ખૂબ મહત્ત્વપૂર્ણ છે. શક્ય છે કે તેમણે દશવૈકાલિક સૂત્ર જેવાં અનેક સૂત્ર પર ટીકાઓની રચનાઓ કરી હોય.
વર્તમાન સમયમાં તેમના દ્વારા લિખિત, માત્ર એક જ ટીકા-ગ્રંથ ઉપલબ્ધ થાય છે, તે છે આરાધનાની વિજયોદયા ટીકા. તે ટીકામાં જ દશવૈકાલિક સૂત્રની વિજયોદયા ટીકાના અનેક ઉદ્ધરણોની સાથે ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે.
અપરાજિતસૂરિનું અપરનામ વિજયાચાર્ય હતું. આથી તેમણે પોતાના અપરનામ પર જ પોતાની બે મહત્ત્વપૂર્ણ ટીકાઓનું નામકરણ કર્યું છે. | જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969 ૧૩૧ |
Page #141
--------------------------------------------------------------------------
________________
જૈન-ઇતિહાસમાં અપરાજિતસૂરિ અને તેમના દ્વારા રચિત બંને ટીકાઓનું એટલા માટે પણ ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ છે કે, યાપનીય પરંપરાના આ આચાર્યએ, ભગવાન મહાવીરના ધર્મસંઘની વિભાજિત થઈ ગયેલી બંને પરંપરાઓ શ્વેતાંબર તથા દિગંબરને પુનઃ એકસૂત્રમાં બાંધવાના દૃષ્ટિકોણથી પૂર્ણ પ્રયાસ કર્યો.
યાપનીય પરંપરાના આચાર્ય, એ બધાં આગમોને પ્રામાણિક માને છે, જેમને શ્વેતાંબર પરંપરા પ્રામાણિક માને છે. આ સર્વાધિક મહત્ત્વપૂર્ણ તથ્ય(મર્મ)નો બોધ અપરાજિતસૂરિ દ્વારા રચિત ટીકાઓથી થાય છે.
તેમના પૂર્વે વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દીમાં શિવાર્ય નામના એક મહાન આચાર્ય આ પરંપરામાં થઈ ગયા; જેમણે ‘આરાધના' નામક ૨૧૭૦ ગાથાઓના વિશાળ ગ્રંથની રચના કરી હતી. તેના પર ઉપર બતાવ્યા પ્રમાણે અપરાજિતસૂરિએ ટીકાની રચના કરી. તેમના પછી વિક્રમની નવમી શતાબ્દીમાં શાકટાયન નામના એક મહાન વૈયાકરણ અને ગ્રંથકાર આચાર્ય થયા. આ પ્રમાણે યાપનીય પરંપરાના ફક્ત ત્રણ ગ્રંથકારોના નામનો ઉલ્લેખ મળે છે અને તેમના ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે.
૧૩૨ ૭
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #142
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ ઉપર બીજું રાષ્ટ્રવ્યાપી સંકઢ
એ આગળ જણાવી દેવામાં આવ્યું છે કે - જૈન ધર્મ પર પ્રથમ સંકટ ઈસાની સાતમી શતાબ્દીના પૂર્વાર્ધમાં પલ્લવરાજ કાંચીપતિ મહેન્દ્રવર્મન પ્રથમ અને મદુરાના શાસક સુંદર પાંડ્યના શાસનકાળમાં આવ્યું. જૈનસંઘ પર આવેલ તે સંકટ માત્ર તમિલ પ્રાંત સુધી જ સીમિત રહ્યું.
જૈન ધર્મ પર બીજું સંકટ લગભગ ઈ.સન ૭૦૦થી શરૂ થયું. કુમારિલ્લ ભટ્ટ અને શંકરાચાર્ય જેવા દિગ્વિજયો દ્વારા આ સંકટ સુસંગઠિત, સુનિયોજિત અને દેશવ્યાપી હતું.
શંકરાચાર્યે ભારતવર્ષના પૂર્વથી પશ્ચિમ તથા દક્ષિણથી ઉત્તર સુધી દિગ્વિજયનું અભિયાન ચલાવીને ચારે દિશાઓમાં ચાર શંકરાચાર્યપીઠોની સ્થાપના કરી. આ ચારેય મઠ અથવા શંકર પીઠોના અધિકારી પોત-પોતાની પીઠોના નક્કી કરેલા પરિધિમાં (વિસ્તારમાં) નિરંતર ભ્રમણ કરતાં-કરતાં સુદીર્ઘકાળ સુધી અદ્વૈત અથવા બ્રહ્માદ્વૈત વૈદિક ધર્મનો પ્રચાર કરતા રહેતા. તેમનું એકમાત્ર ધ્યેય બીજી અન્ય માન્યતાઓ તથા સિદ્ધાંતોનો વિકાસ નહિ થવા દેવાનો હતો, પછી ભલે તે માન્યતાઓ બૌદ્ધ, જૈન વગેરે વેદેતર હોય અથવા ન્યાયિક, સાંખ્ય, મીમાંસક વગેરે જૈતાદ્વૈત સિદ્ધાંતોનો પ્રચાર કરવાવાળી વૈદિક પરંપરાના નામ ધરાવવાળી માન્યતાઓ કેમ ન હોય.
લગભગ ૧૨૫૦ વર્ષ પહેલાં શંકરાચાર્ય દ્વારા ભારતવર્ષની સારેય દિશઓમાં સ્થાપિત ચારેય મઠ આજે પણ વિદ્યમાન છે. આ મઠ શંકરાચાર્ય દ્વારા નિર્ધારિત લક્ષ્યપૂર્તિ માટે ગતિશીલ છે. વૈદિક ધર્મના પ્રચાર-પ્રસાર માટે વૈદિકેત્તર ધર્મો વિરુદ્ધનું અભિયાન, શંકરથી ઉમરમાં લગભગ એંશી (૮૦) વર્ષ મોટા કુમારિલ્લ ભટ્ટે શરૂ કર્યું. ઈસાની સાતમી શતાબ્દીના અંતિમ દશકમાં તેમજ આઠમી શતાબ્દીના પ્રથમ દશકમાં આ અભિયાન શરૂ કરવામાં આવેલું.
કુમારિલ્લના સમયમાં ભારતના વિભિન્ન પ્રાંતોમાં, ખાસ કરીને દક્ષિણમાં કર્ણાટક વગેરે પ્રાંતોમાં જૈન ધર્મનું વર્ચસ્વ હતું અને પ્રમાણમાં જૈનોની સંખ્યા વધારે હતી. ત્યાં જૈન ધર્મ રાજમાન્ય, બહુજનસંમત અને લોકપ્રિય ધર્મ હતો. પોતાના સિદ્ધાંતોના પ્રચાર-પ્રસારમાં જૈન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૭ ૩૭૭૭૭, ૧૩૩
Page #143
--------------------------------------------------------------------------
________________
ધર્મ તથા બૌદ્ધ ધર્મને મુખ્ય રૂપે અડચણરૂપ સમજી, પોતાના સમયના અપ્રતિમ મીમાંસકાચાર્ય કુમારિલ્લ ભટ્ટે જૈનો તથા બૌદ્ધોના વર્ચસ્વને ખતમ કરવાનો નિશ્ચય કર્યો. વૈદિક ધર્મના પુનરુત્થાન અને તેની પુનર્મુતિષ્ઠાના દઢ સંકલ્પની સાથે મીમાંસકાચાર્યે તમામ વૈદિકેતર વિદ્વાનો પર વિજય પ્રાપ્ત કરવાની ખેવના લઈ દિગ્વિજય માટે નીકળી પડ્યા. તેમણે સર્વ પ્રથમ ઉત્તર ભારતના વૈદિકેતર વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને વિપુલ કીર્તિ અર્જિત કરી.
ત્યાર બાદ તે દિગ્વિજયના ધ્યેય સાથે દક્ષિણ તરફ આગળ વધ્યા. “શંકર દિગ્વિજય’માં ઉલ્લેખ છે કે - “જગ્યા-જગ્યાએ વૈદિક ધર્મનો પ્રચાર-પ્રસાર કરતાં-કરતાં કુમારિલ્લ ભટ્ટ કર્ણાટક પ્રદેશના ઉજ્જૈની નામક નગરમાં પહોંચ્યા. તે સમયે કર્ણાટકમાં સુધન્વા નામના મહારાજા રાજ્ય કરતા હતા. સુધન્વા ખૂબ જ ન્યાયપ્રિય રાજા હતા. પહેલા તેઓ વેદોમાં આસ્થા રાખતા હતા, પરંતુ જૈનોના પ્રભાવથી તેઓ જૈન ધર્મમાં આસ્થા રાખવા લાગ્યા. જે સમયે કુમારિલ દિગ્વિજય કરતા-કરતા કર્ણાટકમાં આવ્યા, તે સમયે કર્ણાટકમાં જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મની ખૂબ જ બોલબાલા હતી. વેદો અને વેદ-રક્ષક બ્રાહ્મણોની ઉપેક્ષા થતી હતી.
કર્ણાટકના રાજા સુધન્વાની તો જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી, પરંતુ તેમની રાણી વૈદિક ધર્મમાં ગાઢ આસ્થા રાખવાવાળી હતી. વૈદિક ધર્મની પોતાના રાજ્યમાં આ પ્રકારની દુર્દશા જોઈને તે ખૂબ જ ખિન્ન અને ચિંતાતુર રહેતી હતી. કુમારિલ્લ ભટ્ટે તેમને આશ્વાસન (સાંત્વના) આપ્યું અને તેઓ રાજસભામાં ગયા.
બળદેવ ઉપાધ્યાયે પોતાના ગ્રંથ “શ્રીશંકરાચાર્ય'માં લખ્યું છે - “રાજા સુધન્વા પોતે તો ખૂબ જ આસ્તિક હતા, પરંતુ જે કર્ણાટક દેશના તેઓ રાજા હતા, ત્યાં ચિરકાળથી જૈન ધર્મની બોલબાલા હતી. તેમના રાજ- દરબારમાં પણ જૈનીઓનું પ્રભુત્વ હતું. કુમારિë આ વિષમ પરિસ્થિતિ જોઈ કે, રાજા પોતે તો વૈદિક ધર્મના વિરોધી નથી, પરંતુ રાજદરબાર વેદ-વિરોધીઓનો ગઢ બનેલો છે. આ બધું ધ્યાનમાં રાખી કુમારિલે કહ્યું : “હે રાજા ! ખરેખરમાં તમે તો કોયલ જેવા છો, પરંતુ જો તમારો સંસર્ગ આ મલિન, કાળા, નીચ, વેદો અને કાનને દૂષિત કરવાવાળાઓ સાથે ન હોત તો નિસંદેહ તમે પણ પ્રશંસાને પાત્ર હોત.” [ ૧૩૪ 99099696969696969ણે જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૩)
Page #144
--------------------------------------------------------------------------
________________
જેનોએ કુમારિલ્લ ભટ્ટનાં આ કડવા વચનોને પોતાના ઉપર કટાક્ષ તરીકે અનુભવ્યા અને તેઓ ખૂબ નારાજ થયા. રાજા સુધન્વા તો મનમાં ને મનમાં આવા અવસરની રાહ જોતા હતા કે જૈન વિદ્વાનો અને વૈદિક વિદ્વાનોની પરીક્ષા લેવાની તક મળે. તેમણે જૈનોને આશ્વાસન આપતા કહ્યું : “કાલે આ નવાગતુક વિદ્વાન અને આપ લોકોની પરીક્ષા લેવામાં આવશે; પરીક્ષા પછી જ આગળ વિચાર કરવામાં આવશે.”
બીજા દિવસે બંને પક્ષોની પરીક્ષા લેવામાં આવી, જેમાં કુમારિલ્લા ભટ્ટને વિજયી ઘોષિત કરવામાં આવ્યા. આથી જૈન લોકો નાસીપાસ (હતાશ) થઈ ગયા અને તેઓ કુમારિલ્લ ભટ્ટના સાથે શાસ્ત્રાર્થ કરવાનું સાહસ પણ ન ઝૂટાવી શક્યા. રાજાએ વેદબાહ્ય જૈન લોકોને રાજસભામાંથી બહાર કાઢી મૂક્યા અને પોતાના રાજવંશમાં વૈદિક ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી. આ ઘટના બાદ કોઈ પણ દર્શનના કોઈ પણ વિદ્વાને કુમારિલ્લ ભટ્ટ સાથે શાસ્ત્રાર્થ કરવાનું સાહસ ન કર્યું. આ રીતે કુમારિલ્લ ભટ્ટની વિજયપતાકા સર્વટા ફરકવા લાગી. કુમારિલ્લ ભટ્ટે રાજા સુધન્વાને જૈનથી વૈદિક પરંપરાનો અનુયાયી બનાવી દીધો.
સુધન્વાની રાજસભામાં ઘટિત આ ઘટનાથી જૈનસંઘને કોઈ મોટો આઘાત લાગ્યો હોય કે જૈન ધર્મના પ્રચાર-પ્રસાર પર કોઈ પ્રતિકૂળ અસર પડી હોય એવી વાત નથી. કેમકે કુમારિલ્લ ભટ્ટના સમકાલીન અને ઉત્તરવર્તી-કાળમાં કર્ણાટક પ્રદેશ જૈન ધર્મનો તથા જૈન ધર્મની તે સમયની સંપ્રદાયોનો સુદઢ ગઢ રહ્યો છે.
(કુમારિલ્લ ભટ્ટનો સંક્ષિપ્ત પરિચય) ઉત્તર ભારતના રહેવાસી કુમારિલ્લ ભટ્ટ મૈથિલ બ્રાહ્મણ હતા. તિબેટી વિદ્વાન તારાનાથ અનુસાર કુમારિલ ખૂબ જ સમૃદ્ધ અને સંપન્ન ગૃહસ્થ હતા. તેમની પાસે અનાજનાં ઘણાં ખેતર હતાં. તેમને ત્યાં પાંચમો દાસ તથા પાંચસો દાસીઓ હતી. તારાનાથે પ્રખ્યાત બોદ્ધચાર્ય ધર્મકીર્તિ સાથે કુમારિત્ન ભટ્ટના શાસ્ત્રાર્થનો અને શાસ્ત્રાર્થમાં ધર્મકીર્તિ સામે કુમારિલ્લ ભટ્ટની હારનો ઉલ્લેખ કર્યો છે. હારી જવાથી કુમારિલ્લ ભટ્ટે પોતાના પાંચસો શિષ્યો સાથે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો.
આનાથી વિપરીત કુમારિલ્લ ભટ્ટ શંકરાચાર્યની સમક્ષ સ્પષ્ટપણે જે કહ્યું હતું તે મુજબ બૌદ્ધદર્શનનાં ચીંથડાં ઉડાવવા માટે તેઓ નાલંદાના બૌદ્ધ વિશ્વવિદ્યાલયમાં તેમના સિદ્ધાંતોનો અભ્યાસ કરવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 96969696969696969696969). ૧૩૫
Page #145
--------------------------------------------------------------------------
________________
માટે ગુપ્તવેશમાં દાખલ થયા. નાલંદામાં તેમણે, સંભવતઃ ધર્મપાલ નામના બૌદ્ધાચાર્ય જે તે સમયે તે વિશ્વવિદ્યાલયના પ્રમુખ હતા, તેમની પાસે બૌદ્ધદર્શનનો અભ્યાસ કર્યો.
બૌદ્ધદર્શનમાં નિષ્ણાતતા મેળવી લીધા પછી કુમારિë બૌદ્ધાચાર્ય ધર્મપાલ સમક્ષ શરત મૂકીને શાસ્ત્રાર્થ કર્યો. આચાર્ય ધર્મપાલ કુમારિલ સામે પરાજિત થયા અને શરત મુજબ ધર્મપાલે પોતાની જાતને ભૂસાની આગમાં સળગાવી દીધી. કુમારિલે પોતાના ગુરુ બૌદ્ધાચાર્યને જે રીતે અપમાનિત કરીને આત્મદાહ કરવા માટે મજબૂર કર્યા હતા, તેના પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે પોતે પણ ભૂસાની આગમાં પોતાના અંત સમયે આત્મદાહ કરી લીધો.
(શંકરાચાર્ય) વૈદિક ધર્મના પુનરુદ્ધાર અને અદ્વૈત (બ્રહ્માદ્વૈત) સિદ્ધાંતની પુન- પ્રતિષ્ઠા માટે શંકરાચાર્યે પોતાના જીવનનાં ૩૨ વર્ષ જેટલા અલ્પ આયુષ્યમાં પુષ્કળ વૈદિક સાહિત્યનું નિર્માણ કર્યું. તેની સાથે-સાથે ભારતના દક્ષિણ સાગરથી ઉત્તરમાં તિબેટ અને નેપાળ સુધી તથા પૂર્વી સાગરથી પશ્ચિમી સાગર સુધી આશ્ચર્યજનક દ્રુતગતિ(પવનવેગી ગતિ)થી ફરી-ફરીને પોતાના બ્રહ્માદ્વૈત સિદ્ધાંતનો વિશાળ ભારતના ખૂણે-ખૂણે પ્રચાર કર્યો. તેમણે ન કેવળ બૌદ્ધ અને જૈન સિદ્ધાંતોનું જ પરંતુ બ્રહ્માદ્વૈત સિદ્ધાંતથી ભિન્ન મીમાંસક, સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક વગેરે વૈદિક મતોના સિદ્ધાંતોનું પણ ખંડન કર્યું. વસ્તુતઃ શંકરાચાર્ય પોતાના સમયના ધર્માચાર્યો અને વિદ્વાનોમાં અદ્ભુત મેધાશક્તિ, પ્રભાવોત્પાદક, અપ્રતિમ પ્રતિભા, અનુપમ કર્મઠતા અને અપરાજિત અથવા સર્વજયી વાગ્મિતાના ધણી હતા. શંકરાચાર્યે ૧૨ વર્ષની વયમાં વેદ-વેદાંગોનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની સાથે તેમાં દક્ષતા મેળવી અને ૧૬ વર્ષની વયમાં પ્રસ્થાનત્રયી' ઉપર મહાન ભાષ્યોનું નિર્માણ કરી તત્કાલીન વિદ્વાનોને આશ્ચર્યચકિત કરી દીધાં.
તેમના બ્રહ્માદ્વૈત સિદ્ધાંતનો મૂળ મંત્ર “તત્ ત્વમસિ” અને “જીવો બ્રશૈવ નાપરઃ” હતો. શંકરાચાર્યની એ હાર્દિક ઈચ્છા હતી કે - “વૈદિક સિદ્ધાંત બ્રહ્માદ્વૈતનો જ આર્યધરા પર એકછત્ર આધિપત્ય રહે.' પોતાની આ આંતરિક આકાંક્ષાને પૂર્ણ કરવા માટે તેમણે પ્રસ્થાનત્રયી' પર [ ૧૩૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #146
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મસૂત્ર ભાષ્ય, ગીતાભાષ્ય અને ઉપનિષદ ભાષ્ય - આ ત્રણ મહાભાષ્યો, ચાર અન્ય ભાષ્યો, અગિયાર સ્તોત્રો અને સર્વ સાધારણને બ્રહ્માદ્વૈત સિદ્ધાંતોનો બોધ કરાવવાવાળા ઓગણચાલીસ પ્રકરણ ગ્રંથોની રચના કરી. ભાષ્યોમાં તેમણે જૈન, બૌદ્ધ, મીમાંસક વગેરે પ્રાયઃ બધા ધર્મોના સિદ્ધાંતોનું ખંડન કરતા બ્રહ્માદ્વૈત સિદ્ધાંતની પુષ્ટિ કરી.
અદ્વૈતવાદની પુષ્ટિપૂર્વક, તેના સિવાયના બીજા બધા ધર્મોનાં સિદ્ધાંતો અને માન્યતાઓના ખંડન સાથે વૈદિક ધર્મની પ્રતિષ્ઠાપના અને તેના પ્રચાર-પ્રસાર માટે વિશાળ ભારતની દિગ્વિજય યાત્રા કરવાનો શંકરે નિશ્ચય કર્યો. આચાર્ય શંકરે પ્રથમ શાસ્ત્રાર્થ મંડનમિશ્રની સાથે કર્યું. અહીં એ, જણાવવું જરૂરી છે કે તેઓ સૌ પ્રથમ શાસ્ત્રાર્થ કરવા માટે મંડન મિશ્રની પાસે જ કેમ ગયા.
બ્રહ્મસૂત્ર ભાષ્યનું નિર્માણ કર્યા પછી શંકરાચાર્યે વિચાર્યું કે - જો કોઈ ઉચ્ચ કોટિના વિદ્વાન આ મહાભાષ્ય પર વાર્તિકની રચના કરી આપે તો ઉત્તમ રહેશે. તેમણે કુમારિલ્લ ભટ્ટની પ્રશંસા સાંભળી કે તેઓ વાર્તિક લખવાની કળામાં દક્ષ (પારંગત) છે. કુમારિલ્કે સાબર ભાષ્ય પર શ્લોકવાર્તિક અને તંત્રવાર્તિક - આ બે ભાષ્ય લખીને ભારતની સંપૂર્ણ વિદ્વત્તમંડળી પર પોતાની ધાક જમાવી લીધી હતી. શંકરાચાર્યના મનમાં કુમારિલ્લનો વાર્તિકકારના રૂપમાં ઉત્કૃષ્ટ અનુભવ અને તેમના પ્રકાંડ પાંડિત્યનો લાભ લઈ લેવાની ઉત્કટ ઉત્સુકતા જાગૃત થઈ. તેઓ પોતાના શિષ્યો સહિત ત્રિવેણીના તટ (કિનારે) પર પહોંચ્યા. જ્યારે તેમને જાણ થઈ કે કુમારિલ્લ ભટ્ટ તુષાનલ(ભૂસાની અગ્નિ)માં પોતાનું શરીર બાળી રહ્યા છે, તો તેમને ઘણું જ દુઃખ થયું. તેઓ તત્કાળ કુમારિલ્લ પાસે ગયા અને તેમણે જોયું કે ખરેખર તેમના શરીરનો નીચેનો ભાગ તુષાનલમાં બળી રહ્યો છે. શંકારાચાર્યે જોયું કે, તેમના મુખ-મંડળ પર અલૌકિક આભા અને નિસ્સીમ શાંતિનું સામ્રાજ્ય છવાયેલું છે. કુમારિલ્લ ભટ્ટે શંકારાચાર્યની દિગ્દિગંત વ્યાપી કીર્તિ વિશે પહેલેથી જ સાંભળી રાખ્યું હતું. અચાનક શંકરને પોતાની સન્મુખ જોઈને તેમની પ્રસન્નતાનો કોઈ પાર ના રહ્યો. પોતાના શિષ્યો વડે કુમારિલે, શંકરની પૂજા કરાવડાવી. શંકરે પોતાનું ભાષ્ય કુમારિલ્લને બતાવ્યું. ભાષ્યને જોઈને કુમારિપ્લે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી અને કહ્યું :
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૩૦
Page #147
--------------------------------------------------------------------------
________________
“મારે તુષાનલમાં બળી જવાની દીક્ષા ગ્રહણ કરી લીધેલી છે, અન્યથા આના ઉપર (ભાષ્ય ઉપર) વાર્તિકની રચના હું જરૂરથી કરત.”
શંકરાચાર્યે આ રીતે તુષાનલમાં બળવાનું કારણ પૂછ્યું તો કુમારિલે જણાવ્યું : “મેં બે મોટાં પાપ કર્યા છે. પહેલું તો મારા બૌદ્ધગુરુ ધર્મપાલનો તિરસ્કાર અથવા શાસ્ત્રાર્થમાં શરત અનુસાર તેમના બળી મરવાનું કારણ બન્યો, અને બીજું પાપ મેં એ કર્યું કે જેમિનીય મતની રક્ષા માટે મેં જગ્યા-જગ્યાએ ઈશ્વરનું ખંડન કર્યું. ઈશ્વરમાં મારી પૂર્ણ આસ્થા છે. વસ્તુતઃ મીમાંસાનો એકમાત્ર ઉદ્દેશ્ય (ધ્યેય) કર્મની પ્રમુખતા બતાવવાની છે. આવા ઉદ્દેશ્યથી જ મેં જગતના કર્તા અને કર્મફળના દાતાના રૂપવાળા ઈશ્વરનું ખંડન કર્યું. કંઈ પણ હોય, આ જ બે કારણોના પ્રાયશ્ચિત્ત માટે મેં આ આત્મદાહની પ્રતિજ્ઞા કરી છે. મારા ભાવ વસ્તુતઃ દોષરહિત હતા, પરંતુ લોકશિક્ષણ માટે મેં આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત સ્વેચ્છાએ ગ્રહણ કર્યું છે. આપ મારા પટ્ટશિષ્ય મંડન મિશ્રને વેદાંતના આપના અદ્વૈત મતમાં દીક્ષિત કરી લો. તે આપના અદ્વૈતની ધજા પતાકા) ભારતના ક્ષિતિજ ઉપર જરૂરથી ફરકાવશે, એવો મારો દઢ વિશ્વાસ છે.” ,
શંકરે તે જ સમયે કુમારિલ્સથી વિદાય થઈ મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવાનો નિર્ણય કર્યો. તેઓ મંડન મિશ્રના નિવાસસ્થાને પહોંચ્યા. મંડન મિશ્ર તત્કાલીન ભારતના વિદ્વાનોમાં ઉચ્ચ કોટિના વિદ્વાન અને અદ્વૈતથી ભિન્ન તમામ મતાવલંબીઓમાં અગ્રણી હતા. શંકરાચાર્યે અનુભવ્યું કે મંડન મિશ્રને હરાવવા એટલે સમસ્ત ભારતની વિદ્વાન મંડળીને હરાવવા તુલ્ય થશે. શાસ્ત્રાર્થના માધ્યમથી જો આ પ્રકારનો વિદ્વાન શિષ્ય પ્રાપ્ત થઈ જતો હોય તો અદ્વૈતના પ્રચારપ્રસારમાં ઘણી સહાયતા મળશે.” આવા વિચારોથી પ્રેરિત થઈને શંકરાચાર્યે મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થનો પ્રારંભ કર્યો.
શાસ્ત્રાર્થમાં હાર-જીતનો નિર્ણય આપવા માટે મિશ્રના વિદુષી પત્ની ભારતીને નિર્ણાયક બનાવવામાં આવ્યાં. શાસ્ત્રાર્થના પોતાનો પૂર્વપક્ષ રજૂ કરતાં પહેલા શંકરે પ્રતિજ્ઞા કરી કે - “જો હું શાસ્ત્રાર્થમાં મંડન મિશ્રથી હારી જઈશ તો મારાં આ કાષાય વસ્ત્રોને ઉતારી, ગૃહસ્થને ધારણ કરવા યોગ્ય શ્વેત વસ્ત્ર ધારણ કરી લઈશ.” * [ ૧૩૮ દ696969696969696969692 જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #148
--------------------------------------------------------------------------
________________
મંડન મિશ્રે પણ પ્રતિજ્ઞા કરી - “જો હું આ શાસ્ત્રાર્થમાં હારી જઈશ તો હું ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને સંન્યાસધર્મ ગ્રહણ કરી લઈશ.”
શાસ્ત્રાર્થમાં શંકરાચાર્યની યુક્તિઓ સાંભળી મંડન મિશ્ર નિરુત્તર થઈ ગયા. તેમના ગળાની માળા મલિન (ઝાંખી) પડી ગઈ. ભારતીએ શંકરને વિજયી અને પોતાના પતિ મંડન મિશ્રને પરાજિત ઘોષિત કર્યો.
તે સમયના ભારતના સૌથી ઉચ્ચ કોટિના વિદ્વાન મંડન મિશ્રને પરાજિત કરી દેવાથી ભારતભરના વિદ્વાનો ઉપર શંકરાચાર્યની અજેય પાંડિત્યની ધાક જાણે જામી ગઈ.
ભારતીએ શંકરને કહ્યું : વિદ્વાન ! તમે શાસ્ત્રાર્થમાં હજુ મારા પતિને જ જીત્યા છે. તમારી આ જીત પૂરી ત્યારે જ માનવામાં આવશે, જ્યારે તમે વાદમાં મને પણ હરાવી દો. હજુ આપનો આ વિજય અધૂરો જ છે, કેમકે નારી પોતાના નરની અર્ધાગિની હોય છે.” શંકરાચાર્યે ભારતીની સાથે શાસ્ત્રાર્થ પ્રારંભ કર્યો. એમાં પણ શંકરાચાર્યે ભારતીને નિરુત્તર કરી દીધી.
પોતાની પ્રતિજ્ઞા અનુસાર મંડન મિશ્ને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શંકરાચાર્યનું શિષ્યત્વ સ્વીકારી સંન્યાસ ગ્રહણ કર્યો. સંન્યાસ ગ્રહણ કર્યા પછી મંડન મિશ્રનું નામ શંકરાચાર્યે “સૂરેશ્વર” રાખ્યું. ત્યાર બાદ વિભિન્ન ધર્મોના સુદઢ ગઢ સમાન કેન્દ્ર ગણાતા ૪૩ નગરો અથવા સ્થળો પર શંકરાચાર્યે અન્ય દર્શનના આચાર્યો અને વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો. એ શાસ્ત્રાર્થોમાં તમામ ધર્મના વિદ્વાનોને પરાજિત કર્યા. એ પરાજિત વિદ્વાનોમાંથી મોટા ભાગનાઓને અદ્વૈતવાદી વૈદિક ધર્મના અનુયાયી બનાવ્યા.
(શંકરાચાર્યનો સમય) શંકરાચાર્યના સમય સંબંધમાં વિદ્વાનોમાં મોટા મતભેદ છે, પરંતુ અદ્યયુગીન વિદ્વાનોએ એક રીતે અંતિમ રૂપમાં શંકરાચાર્યનો સમય વિક્રમ સં. ૮૪૫ થી ૮૭૭ (ઈ.સ. ૭૮૮ થી ૮૨૦) સુધીનો માન્યો છે.
એક ઉલ્લેખનીય તથ્ય એ પણ છે કે - કુમારિલ્લ ભટ્ટ અને શંકરાચાર્ય દ્વારા બધાં દર્શનો વિરુદ્ધ જે ધાર્મિક અભિયાન ચલાવવામાં આવ્યું, તેનાથી બૌદ્ધ ધર્મ આ આર્યભૂમિ પરથી પૂર્ણરૂપે મૃતપ્રાયઃ થઈ ગયો, પરંતુ જૈન ધર્મના પાયા વિશ્વકલ્યાણકારી જેવા સિદ્ધાંતો પર આધારિત હોવાના કારણે, ભારતના જીવંત અને સન્માનિત ધર્મના રૂપે જૈન ધર્મનું અસ્તિત્વ કાયમ રહ્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 396969696969696969699 ૧૩૯ ]
Page #149
--------------------------------------------------------------------------
________________
| કેટલાક પ્રમુખ આયાર્ય શા ( આચાર્ય શીલગુણસૂરિ અને જૈન રાજા વનરાજ ચાવડા)
વી. નિ.ની તેરમી શતાબ્દીના પૂર્વાર્ધમાં ચૈત્યવાસી પરંપરામાં શીલગુણસૂરિ નામના એક મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે ગુજરાતમાં વિ. નિ. સં. ૧૨૭૫ની આસપાસ એક જૈન રાજવંશ(ચાવડા-રાજવંશ)ની સ્થાપના કરીને ચૈત્યવાસી પરંપરાના ઉત્કર્ષ માટે જે અથાગ પ્રયત્ન કર્યા, તે મધ્યયુગીન જૈન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ છે.
શીલગુણસૂરિ ચૈત્યવાસી પરંપરાના નાગેન્દ્રનગચ્છના આચાર્ય હતા. એક વખત શીલગુણસૂરિ પોતાના શિષ્યો સાથે વિહાર કરતા - કરતા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જંગલ આવ્યું. તેમણે જંગલમાં એક સ્થાને, જ્યાં હાલમાં વણદ નામનું ગામ વસેલું છે, એક ઝાડની ડાળીમાં લટકતી એક ઝોળી જોઈ. તેમાં એક બાળક સૂતેલું હતું. તેમણે બાળકને ખૂબ જ ધ્યાનથી જોયું. તે બાળકના મુખ, કપાળ અને અંગોપાંગનાં લક્ષણો જોઈને તેમના મુખેથી અનાયાસે જ ઉદ્ગાર નીકળ્યા: “અરે ! આ બાળક તો આગળ જઈને મહાપ્રતાપી પુરુષસિંહ થશે.”
ઝાડના છાંયડામાં પોતાના બાળકની પાસે મુનિવૃંદને ઊભેલા જોઈને બાળકની માતા તેમની પાસે આવી. તેણે શીલગુણસૂરિને પ્રણામ કર્યા અને તે એક બાજુ ઊભી રહી ગઈ. શીલગુણસૂરિના પૂછવાથી, તે બાળકની માતાએ પોતાના વીતેલા જીવનનો પરિચય આપવાનો આરંભ કર્યો : “યોગીશ્વર ! હું પંચાસરના રાજા જયશેખરની રાણી છું. મારું નામ રૂપસુંદરી છે. કલ્યાણી-પતિ ભુવડની સાથે યુદ્ધ કરતાંકરતાં રણાંગણમાં મારા પતિ વીરગતિને પામ્યા. મારા પતિદેવ મહારાજ જયશેખર જ્યારે સ્વર્ગસ્થ થયા, તે સમયે આ બાળક મારા ગર્ભમાં હતો. એ તો સર્વવિદિત છે કે રાજઘરાણીઓમાં રાજ્ય હડપ કરવાનો થોડોક મોકો મળતાં જ ષડ્યુંત્રોનો સૂત્રપાત (શરૂઆત) થઈ જાય છે.
રાજ્ય-લોભમાં કોઈ મારા ગર્ભસ્થ શિશુની હત્યા ના કરી દે, એના સંભવિત ભયથી હું શત્રુઓથી બચીને રાજમહેલથી એકલી નીકળી ગઈ ૧૪૦ 26969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #150
--------------------------------------------------------------------------
________________
અને આ ઘોર જંગલમાં આવીને એકાંકી જીવન વ્યતીત કરવા લાગી. આ વનમાં જ સમય જતાં વિ. સં. ૭પરની વૈશાખ શુક્લ પૂર્ણિમાના દિવસે, મેં આ બાળકને જન્મ આપ્યો છે. આ રીતે આ બાળકનો જન્મ રાજમહેલના સ્થાને વનમાં થવાથી મેં તેનું નામ વનરાજ રાખ્યું છે.
ચાપોત્કટ વંશનો કુળદીપક આ બાળક તેના જન્મકાળથી જ આ વિકટ વનમાં, વન્ય પશુઓની વચ્ચે પોતાનું શૈશવકાળ (બાળપણ) વ્યતીત કરી રહ્યો છે. તેના મામાનું નામ સુરપાલ છે. જયંત્રકારી લોકો ખૂબ જ સાવધ હોય છે. તેઓ આ બાળકના બધા જ નજીકનાં સગાંસંબંધીઓને ત્યાં તેની ભાળ મેળવવા માટે અવશ્ય પ્રયત્નશીલ હશે. ક્યાંક મારો આ નાનકડો લાલ (બાળક) તે પયંત્રકારીઓની જાળમાં ન ફસાઈ જાય, એ ભયથી જ હું મારા કોઈ આત્મીયને ત્યાં ન જઈને, આ એકાંત વનમાં તેના પ્રાણોની રક્ષા કરી રહી છું.”
પોતાના જીવનના ઉષાકાળથી જ રાજમહેલોમાં રહેવાવાળી એક ક્ષત્રિય-બાળા, હિંસક પ્રાણીઓથી ઘેરાયેલા નિર્જન વનમાં અદ્ભુત સાહસ અને આત્મવિશ્વાસ સાથે રહી રહેલ છે, આ બધું જોઈ સાંભળીને શીલગુણસૂરિ અવાક રહી ગયા. તેમણે રૂપસુંદરીને કહ્યું : હવે ડગલે-ને-પગલે, સંકટોની પરંપરાથી ભરપૂર તમારા વન્યજીવનના દિવસો પૂરા થયા. તમે મારી સાથે ચાલો. તમારા રહેવાકરવાની, અને આ હોનહાર બાળકના લાલન-પાલન, શિક્ષણ વગેરેની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવશે. અમારા સિવાય, તમારો અસલ પરિચય કોઈને પણ થઈ શકશે નહિ. તમે અમારા ધર્મપુત્રી છો. ગુર્જર ભૂમિનો સંપૂર્ણ જૈનસમાજ તમને અને તમારા બાળકને દેશની અણમોલ ધરોહર માનીને તમારા સ્વાભિમાન અને સન્માનની પૂર્ણરૂપે રક્ષા કરશે, તમે તમારા પુત્રને લઈને એકદમ નિશ્ચિત થઈ અમારી સાથે ચાલો.” રૂપસુંદરીએ તરત જ ઝોળી સહિત બાળકને પોતાની પીઠ પર લઈ લીધું અને સંતમંડળીનાં પદચિહ્નોનું અનુસરણ કરતી, તેમની સાથે-સાથે ચાલી નીકળી.
શીલગુણસૂરિ, બાળક વનરાજ અને તેની માતા પંચાસરના ઉપાશ્રયમાં આવ્યા. તેમણે પોતાની સેવામાં હાજર થયેલ જૈન શ્રીસંઘના પ્રમુખની સાથે ગુપ્ત મંત્રણા કરી અને રૂપસુંદરી તથા તેના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) હિ969696969696969696969] ૧૪૧
Page #151
--------------------------------------------------------------------------
________________
પુત્ર વનરાજના રહેવાસ માટે એક સુરક્ષિત ભવન, ભોજન આદિ જીવનજરૂરી સાધન-સામગ્રીઓની યોગ્ય વ્યવસ્થા કરી આપી.
બાળક વનરાજનું લાલન-પાલન ખૂબ જ લાડ-કોડથી થવા લાગ્યું. બાળક વનરાજ બીજના ચંદ્રની કળાની જેમ ઉત્તરોત્તર વધવા લાગ્યો. તે પોતાનો ઘણો ખરો (મોટા ભાગનો) સમય આચાર્ય શીલગુણસૂરિના આવાસ - ચૈત્યાલયમાં પસાર કરતો.
શીલગુણસૂરિના પટ્ટશિષ્ય દેવચંદ્રસૂરિએ બાળક વનરાજના શિક્ષણની જવાબદારી સ્વયં પોતાના હાથમાં લીધી. દેવચંદ્રસૂરિ ખૂબ મનોયોગપૂર્વક સ્નેહથી વિદ્યાધ્યયન કરાવતા અને સાથે-સાથે તેને જૈન ધર્મના પ્રમુખ સિદ્ધાંતોનું પ્રારંભિક શિક્ષણ પણ આપતા. તેમણે વનરાજના બાળસહજ નિષ્કપટ માનસમાં ક્ષત્રિયકુમારોચિત સત્ય, શીલ, શૌર્ય, પરોપકાર, નિર્ભિકતા વગેરે ઉચ્ચ નૈતિક ધરાતલના સંસ્કારોને ઢાળવાનો પ્રયાસ કર્યો.
દેવચંદ્રસૂરિની આશાને અનુરૂપ બાળક વનરાજ પણ આ બધા સુસંસ્કારોને હૃદયાંગમ કરવાની સાથે-સાથે તેમને પોતાના જીવનમાં ઉતારવા લાગ્યો. કુશાગ્ર બુદ્ધિ બાળક વનરાજ કિશોરવયમાં પ્રવેશ કરતાં-કરતાં વ્યાવહારિક જ્ઞાનની સાથે-સાથે અનેક વિદ્યાઓ, નીતિ અને ન્યાયશાસ્ત્રમાં પારંગત બની ગયો.
યોગ્ય શિક્ષણ પ્રદાન કરી દીધા પછી દૂરંદેશી અવસરજ્ઞ શીલગુણસૂરિએ વનરાજને તેના મામા સૂરપાલની પાસે ક્ષત્રિયોચિત શસ્ત્રાસ્ત્રોનું શિક્ષણ લેવા માટે મોકલી દીધો. પોતાના મામાની પાસે રહીને વનરાજે શસ્ત્રાસ્ત્ર-સંચાલન અને રણભૂમિમાં શત્રુઓ પર વિજય મેળવવાની યુદ્ધ-કૌશલ-કળાનું શિક્ષણ મેળવ્યું.
વનરાજ બાળપણથી જ ખૂબ મહત્ત્વાકાંક્ષી હતો. યુવાવસ્થામાં પ્રવેશતાં જ તેણે ગુર્જરભૂમિમાં એક શક્તિશાળી રાજ્યની સ્થાપના કરવાનો દૃઢ સંકલ્પ કરી લીધો.
શક્તિશાળી ગુર્જર રાજ્યની સ્થાપનાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લેવાથી, વનરાજને લક્ષ્યપૂર્તિ માટે લાંબા સમય સુધી સંઘર્ષરત રહેવું પડ્યું. લગભગ ૩૦ વરસ સુધી સંઘર્ષરત રહ્યા પછી તેને લક્ષિત ઊજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૪૨ ૭૭૯
Page #152
--------------------------------------------------------------------------
________________
ધ્યેયની પ્રાપ્તિ થઈ. આટલા લાંબા સંઘર્ષમય કાળમાં તેને આચાર્ય શીલગુણસૂરિ, તેમના શિષ્ય અને પટ્ટધર દેવચંદ્રસૂરિ અને ચૈત્યવાસી જૈનસંઘનો, લગાતાર કોઈ ને કોઈ રૂપે સક્રિય સહયોગ મળતો રહ્યો. સંઘર્ષની ઘડીઓમાં મોટીમાં મોટી મુશ્કેલી આવવા છતાં પણ તે કદી નિરાશ ન થયો. પોતાના સંઘર્ષપૂર્ણ જીવનકાળમાં અનેકો વાર આવેલી અભાવગ્રસ્ત વિભિન્ન અવસ્થાઓમાં પણ તે શક્તિશાળી ગુર્જર રાજ્યની સ્થાપનાનું સ્વપ્ન જોતો રહ્યો. તે પોતાની કલ્પનાના વિશાળ ભાવિ રાજ્ય માટે યોગ્ય પ્રધાનામાત્ય, મંત્રી, દંડનાયક, સેનાપતિ વગેરે પદોના ભારને વહન કરવામાં સક્ષમ હોય તેવી વ્યક્તિઓની પસંદગી કરવાનું પણ પહેલેથી જ વિચારતો રહેતો.
પોતાનાં સ્વપ્નોના સામ્રાજ્યનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે, વનરાજ દ્વારા કરાયેલી સુયોગ્ય વ્યક્તિઓની પસંદગીની ઘટનાઓ ખૂબ જ રોચક છે. એ દૃષ્ટિથી તેમાંથી બે-ત્રણ મુખ્ય ઘટનાઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે :
૧. સંઘર્ષના કપરા કાળમાં પોતાના સૈનિકોનાં ભરણ-પોષણ અને શત્રુઓની સાથે યુદ્ધ માટે જરૂરી શસ્ત્રાસ્ત્રોની પૂર્તિ માટે વનરાજને દસ્યુકર્મ (લૂંટ-ફાટ) પણ સ્વીકારવો પડ્યો. એક દિવસ જાંબ અથવા ચાંપા નામનો શ્રીમાળી જાતિનો જૈન વેપારી ઘી (ધૃત) વેચવા માટે નગર તરફ જઈ રહ્યો હતો. જ્યારે તે ઘી-પાત્રોથી ભરેલાં પોતાનાં ગાડાંઓ સાથે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે વનરાજને પરિસ્થિતિવશ દસ્યુકર્મ કરવા માટે મજબૂર થવું પડયું હતું. ગાડાંઓની સાથે વેપારીને જોતાં જ, પોતાના બે સાથીઓ સાથે આગળ વધીને વનરાજે તેમને રોક્યા. બુદ્ધિશાળી વાણિયાએ ભાંખી લીધું કે, આજે તેને લૂંટી લેવામાં આવશે. તે પોતે બાણાવાળી હતો. તેણે તરત જ પોતાના ભાથામાંથી બધાં જ તીર બહાર કાઢ્યાં. તેની પાસે કુલ પાંચ તીર હતાં. તે પાંચ તીરમાંથી બે તીર તેણે વનરાજની નજર સામે જ તોડી-મરોડીને એક બાજુ ફેંકી દીધાં; અને બાકીના ત્રણ તીરને હાથમાં લઈને ઊભો થઈ ગયો. વનરાજે આશ્ચર્ય સાથે તે વેપારીને પૂછ્યું : ‘‘હે વિણક ! આ પાંચ બાણમાંથી, બે તોડીને તે કેમ એક બાજુ ફેંકી દીધાં ?’’ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૭૩, ૧૪૩
Page #153
--------------------------------------------------------------------------
________________
* જાંબે તત્કાળ ખૂબ નિર્ભયતાથી જવાબ આપ્યો : “તમે લોકો ત્રણ
છો, માટે તમારા માટે આ ત્રણ બાણ પૂરતાં છે. બાકીના બે બાણનો બોજો હું નકામો કેમ ઉઠાવું; એટલા માટે મેં તેમને તોડીને એક બાજુ ફેંકી દીધાં.” હાસ્યસભર આશ્ચર્યભર્યા સ્વરમાં વનરાજે પૂછયું : “એમ ! એટલો બધો અતૂટ વિશ્વાસ છે તને પોતાની ધનુર્વિદ્યા પર ? જો એમ જ હોય તો પવનના સુસવાટાથી થનગનતા પેલા ઝાડની ડાળીની ડાબી બાજુ લટકતાં પેલા ફળનો લક્ષ્યવેધ કર.” જાંબે તત્કાળ પોતાના ધનુષ્યની પ્રત્યંચા પર નિશાન લગાવી બાણ ચલાવી દીધું. જેની તરફ વનરાજે સંકેત કરેલો, તે જ ફળ પૃથ્વી પર આવી પડ્યું. હર્ષવિભોર થઈ વનરાજે કહ્યું : “તમારા સાહસ અને અસાધ્ય લક્ષ્યવેધથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. ગુર્જર રાજ્યની સ્થાપનાની સાથે જ હું તમને મારા રાજ્યના મહામંત્રી બનાવીશ. સમજી લો કે, આજ - આ ઘડીથી જ તમે મારા વિશાળ ગુર્જર રાજ્યના પ્રધાનમંત્રી છો. તમારા બુદ્ધિકૌશલથી તમે કોઈ એવો ઉપાય વિચારો કે - “જેથી આપણને વિપુલ ધનની પ્રાપ્તિ થાય. તમારી બુદ્ધિ અને મારી શકિતના મિલનથી સફળતા આપણા ચરણ ચૂમશે. ભાવિ ગુર્જર રાજ્યના મહામાત્ય ! જાઓ અને વિપુલ ધનરાશિની પ્રાપ્તિ માટે ઉપાય શોધવાની શરૂઆત હમણાંથી જ કરી દો.” શ્રેષ્ઠી જાંબે પણ વનરાજની આજ્ઞાને એ જ રૂપમાં શિરોધાર્ય કરી, જે રીતે એક પ્રધાનમંત્રી પોતાના સમ્રાટની આજ્ઞાને શિરોધાર્ય કરે છે. વનરાજે શ્રેષ્ઠી જાંબનું નામ, ગામ વગેરે પોતાની
રોજનીશીમાં લખીને તેને સહર્ષ જવાની રજા આપી દીધી. ૨. સંઘર્ષના એ દિવસોમાં પોતાના સૈનિકોની આવશ્યકતાઓની
પૂર્તિ માટે વનરાજને એક વાર રાત્રિના સમયમાં કાકર નામના ગામના શ્રીમાળી જાતિના જૈન શ્રીમંતના ઘરમાં ધાડ પાડવા માટે મજબૂર થવું પડ્યું. તે ઘરના કોઈ એક ઓરડામાં ઘૂસીને તેણે એક ભંડારનું ઢાંકણું ખોલ્યું અને હાથ અંદર નાખ્યો. સંજોગવશ
અંધારામાં તેનો હાથ દહીંથી ભરેલા એક પહોળા મોઢાવાળા [ ૧૪૪ 33696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #154
--------------------------------------------------------------------------
________________
વાસણમાં પડ્યો. જ્યારે તેણે અનુભવ્યું કે તેનો હાથ દહીં પર લાગ્યો છે, તો તે કશું લીધા વિના જ તરત ત્યાંથી ખાલી હાથે પાછો ફરી ગયો. સવારે જ્યારે ઘરના લોકોને ખબર પડી કે - “ઘરમાં રાત્રે ખાતર (ધાડ) પડ્યું છે, તો ઘરમાં સારી પેઠે છાનબીન (શોધખોળ) કરવામાં આવી. ફકત દૂધ-દહીંના ભંડારાગારનું ઢાંકણું ખુલ્લું જોઈ અને દહીંમાં કોઈના હાથની રેખાના નિશાન જોઈ સૌ ઘરવાળાઓને પૂરો વિશ્વાસ થઈ ગયો કે - “ધાડ પડી છે જરૂર પણ ઘરમાંથી કોઈ વસ્તુ ગઈ નથી.” શ્રેષ્ઠીની બહેન શ્રીદેવીએ દહીંનું તે વાસણ બહાર કાઢીને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે તેના ભાઈ અને પરિવારજનોને કહ્યું : “જે વ્યક્તિ આપણા ઘરમાં ધાડ પાડવા માટે આવી હતી તે કોઈ સાધારણ વ્યક્તિ નહિ, પણ કોઈ મહાન ભાગ્યશાળી પ્રતાપી પુરુષ છે. તેના હાથની રેખાઓના જે નિશાન દહીંના ઉપરી તળ પર ઊપસી આવ્યાં છે, તે પૂર્ણ રૂપે સ્પષ્ટ નથી. પરંતુ જે એક-બે રેખાચિહ્ન સ્પષ્ટ દેખાય છે, તેનાથી ચોક્કસપણે એમ કહી શકાય કે, યા તો તે વર્તમાનમાં જ કોઈ મહાપ્રતાપી પુરુષ છે અથવા નજીક ભવિષ્યમાં જ તેનો સૂર્યની સમાન ભાગ્યોદય થવાનો છે. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે, આવા ભાગ્યશાળી પુરુષને ધાડ પાડવાની જરૂરત કેમ પડી?” શ્રી દેવીએ તે ઘટનાની વાસ્તવિકતાને ન સમજી શકવાને કારણે પોતાના મનમાં ઉત્પન્ન થયેલી મનોવેદનાને અભિવ્યક્ત કરતાં કહ્યું : “કેટલું સારું થાય જો તે પુરુષ ફરી એકવાર પોતાના ઘરમાં આવે, તો હું તેના હાથની રેખાઓ સારી રીતે જોઈને તેને બતાવું કે વાસ્તવમાં તે કોણ છે અને શું બનવાવાળો છે ?” કર્ણ-પરંપરાથી શ્રીદેવી દ્વારા પ્રગટ થયેલા ઉદ્ગાર વનરાજ સુધી પહોંચી ગયા. બીજા દિવસે ગુપ્ત વેશમાં તે કાકરના શ્રેષ્ઠીના
ઘરે પહોંચ્યો અને તેણે શ્રેષ્ઠીની સાથે તેની બહેન શ્રીદેવી સાથે | મુલાકાત કરી. શ્રીદેવીએ તેનાં લક્ષણો અને હાથની રેખાઓથી
ઓળખી લીધો કે આ એ જ પુરુષ છે, જેના હાથના નિશાન દહીંના જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969694 ૧૪૫]
Page #155
--------------------------------------------------------------------------
________________
વાસણમાં અંકિત થયેલા જોવાં મળ્યાં હતાં. શ્રીદેવીએ વનરાજને પોતાનો ભાઈ માનીને તેના હાથમાં અંકિત રેખાઓ જોઈને કહ્યું કે - “નજીક ભવિષ્યમાં જ તે એક મહાન સામ્રાજ્યનો સ્વામી બનવાવાળો છે.'' તેણે ખૂબ જ સ્નેહ-સન્માન સાથે વનરાજને પોતાને ઘરે ભોજન કરાવ્યું અને વાતો વાતોમાં ઉચ્ચ આદર્શો પર અડગરૂપથી તટસ્થ રહેવાનો પ્રેરણાપ્રદ બોધ આપ્યો.
તમે મારા ધર્મનાં બહેન છો' - એમ કહીને વનરાજે શ્રીદેવી દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓને પોતાના જીવનમાં ઉતારવાનું આશ્વાસન આપતા, પોતાનું હાર્દિક દૃઢ સંકલ્પ પ્રગટ કર્યો કે - જે સમયે પોતે રાજસિંહાસન પર બેસશે તે સમયે પોતાની ધર્મની બહેન શ્રીદેવીના હાથે જ રાજતિલક કરાવશે.’
૩. એ જ રીતે વનરાજે ચાવડા-રાજવંશના રાજસિંહાસન પર આરૂઢ થતાં પહેલાં જ પોતાના સંધિવૈગ્રહિક અથવા પરમ વિશ્વાસપાત્ર અથવા પોતાના રહસ્યપૂર્ણ કાર્યકલાપોમાં ગુપ્ત મંત્રણા કારક મંત્રીના રૂપમાં મોઢ જાતિના જૈન શ્રી આશકનું ચયન પણ કરી લીધું હતું.
જાંબ શ્રેષ્ઠી વનરાજને જંગલમાં મળ્યા પછી સમય-સમય પર મળતાં રહીને પોતાના બુદ્ધિબળથી ધનપ્રાપ્તિના ઉપાય બતાવતા રહીને તેમને ધનપ્રાપ્તિ કરાવતા રહ્યા. એક દિવસ શ્રેષ્ઠી જાંબે જોયું કે ભુવડ રાજાના રાજસ્વ અધિકારી રાજસ્વની ઉઘરાણી કરવા માટે ગુજરાતમાં આવેલા છે, તો તેમની સાથે સંપર્ક સાધીને જાંબે તેમને જમીન મહેસૂલની ઉઘરાણી કરવામાં ખૂબ મદદ કરી અને તે ભુવડના રાજસ્વ અધિકારીઓને ખૂબ પ્રીતિપાત્ર અને વિશ્વાસુ બની ગયો. જાંબે વસૂલાતમાં આવેલી ધનરાશિને સોનામહોરોમાં ફેરવાવી આપી.
મહેસૂલની પૂરી વસૂલાત થઈ ગયા પછી ભુવડના અધિકારીઓની કલ્યાણી પાછા ફરવાની તિથિ નક્કી થઈ. જાંબે ખૂબ જ ગુપ્તતાથી વનરાજનો સંપર્ક સાધી ભુવડના અધિકારીઓના પાછા ફરવાના માર્ગ તેમજ તિથિ વગેરેની બાતમીથી તેને અવગત કરી દીધો. ૧૪૬ |૭૭૭ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #156
--------------------------------------------------------------------------
________________
વનરાજે ભુવડના ખજાનાની રક્ષા કરવાવાળા સૈનિકોની સંખ્યાથી ચારગણી સંખ્યામાં પોતાના સૈનિકોને સાથે લઈ, ભુવડના રાજ્યાધિકારીઓના પાછા ફરવાના માર્ગમાં તેમના ઉપર આક્રમણ કરવા માટે યોગ્ય સ્થળો પર વૃક્ષોની આડાસમાં પોતાની છાવણીઓ નાખી દીધી.
ભુવડના રાજસ્વ અધિકારી પુષ્કળ ધનરાશિ અને સૈનિકો સાથે જેવા વનમાં પહોંચ્યા, વનરાજ પોતાના સૈનિકોની સાથે તેમના પર તૂટી પડ્યો. ભુવડના સૈનિક વનરાજના પ્રબળ આક્રમણ સામે ટકી શક્યા નહિ. થોડી જ વારમાં ભુવડના સૈનિક ક્ષતવિક્ષત થઈ ધરાશાયી થઈ ગયા. આ આક્રમણમાં વનરાજને ૨૪ લાખ સ્વર્ણમુદ્રા, ૪૦૦ ઘોડા, અનેક હાથી અને ગાડાં, શસ્ત્રાસ્ત્ર વગેરે અનેક પ્રકારની સામગ્રી પ્રાપ્ત થઈ.
આટલી વિપુલ ધનરાશિ એકઠી થઈ જવાથી વનરાજે એક શક્તિશાળી સેનાનું ગઠન કરીને પોતાના પૈતૃક રાજ્ય પર અધિકાર કરવાનું શરૂ કરી દીધું. ભુવડને પોતાના અનુચરો પાસેથી જાણકારી મળી ગઈ કે વનરાજે અજેય શક્તિ એકત્રિત કરી લીધી છે, આથી તેણે ગુજરાત તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું. છેવટે લાંબા સંઘર્ષ પછી ગુર્જરભૂમિનાં નાનાં-મોટાં અનેક ક્ષેત્રો પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરતાં-કરતાં વનરાજ ચાવડા ગુર્જરભૂમિના વિશાળ અને શક્તિશાળી રાજ્યનો સ્વામી બની ગયો.
પોતાના ગુરુ શીલગુણસૂરિના નિર્દેશ અનુસાર વનરાજે વિ. સં. ૮૦૨ વૈશાખ શુક્લ ત્રીજ(અક્ષય તૃતીયા)ના દિવસે શીલગુણસૂરિ દ્વારા બતાવવામાં આવેલી ભૂમિ ઉપર અણહિલ્લપુર-પાટણ નગરના પાયાનો શિલાન્યાસ કર્યો.
પૂર્વકૃત સંકલ્પ પ્રમાણે મહારાજા વનરાજે ચાપોત્કટ રાજવશંના રાજસિંહાસન પર આરૂઢ થતાં સમયે પોતાની ધર્મની બહેન શ્રીદેવીના હાથે જ રાજતિલક કરાવ્યું.
તેણે શ્રીમાળી જૈન જાંબ - અપરનામ ચાંપરાજને, જંગલમાં લીધેલી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે પોતાનો મંત્રી બનાવ્યો. જાંબના ઉત્તરાધિકારી વંશધર પેઢી દર પેઢી ગુર્જર રાજ્યનાં રાજકાર્યોમાં સક્રિય યોગદાન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૪૦
Page #157
--------------------------------------------------------------------------
________________
આપતાં રહ્યાં. જાંબનો વંશ ઘણા લાંબા સમય સુધી મંત્રી વંશના રૂપમાં ગુર્જરભૂમિમાં પ્રખ્યાત રહ્યો.
વનરાજે પાટણ વસાવતી વખતે ગાંડ્યૂનિવાસી નીના શ્રેષ્ઠીને પાટણ બોલાવી તેને સપરિવાર પાટણમાં વસાવ્યો. વનરાજે નીનાને મહામંત્રીપદ પ્રદાન કરીને તેને પાટણ નગરનો મહાદંડનાયક પણ બનાવ્યો. મહામંત્રી નીનાએ ગુર્જરભૂમિના રાજવંશોને, નીતિ-નિપુણ અને સ્વામીભક્ત જૈન અમાત્યવંશની ભેટ આપી. નીનાના વંશજ લહિર ચાપોત્કટ-રાજવંશના અંતિમ રાજાના શાસનકાળમાં અને મૂળરાજ સોલંકીના રાજ્યકાળમાં પણ દંડનાયક હતા. આ જ નાના મહામંત્રીના વંશજ વિર અને નેઢ પણ પાટણના દંડનાયક રહ્યા. દંડનાયક વીરનો પુત્ર વિમલ પણ ભીમદેવ સોલંકીના શાસનકાળમાં ગુજરાતનો મંત્રી અને દંડનાયક હતો. આ પ્રમાણે મંત્રી ધવલ, મહામંત્રી આનંદ વગેરે અનેક અમાત્ય આ અમાત્ય-વંશમાં થયા. ગુર્જરેશ જૈન મહારાજા કુમારપાળનાં મહામાત્ય પૃથ્વીપાલ પણ નીના મહામંત્રીના વંશજ જ હતા.
આ રીતે સુયોગ્ય વ્યક્તિઓની પસંદગીમાં વનરાજ ખૂબ જ કુશળ અને અદ્ભુત સૂઝબૂઝનો ધણી હતો. જ્યાં સુધી કૃતજ્ઞતા જ્ઞાપનનો સવાલ છે, તો ચાપોત્કટ-રાજવંશના મહારાજા વનરાજને દક્ષિણના ગંગવંશ અને હોસલ રાજવંશના રાજાઓની સમકક્ષ મૂકી શકાય, જેમણે પોતાના રાજવંશના સંસ્થાપક જૈનાચાર્યોના પ્રતિ અપ્રતિમ કૃતજ્ઞતા પ્રગટ કરતાં જૈન ધર્મના પ્રચાર-પ્રસાર અને તેના અભ્યદય તથા ઉત્કર્ષ માટે અનુપમ યોગદાન આપ્યું.
આચાર્ય શીલગુણસૂરિના કૃપાપ્રસાદથી વનરાજનું સમગ્ર રીતે ઉચિત પાલન-પોષણ થયું. તેમના પટ્ટધર આચાર્ય દેવચંદ્રસૂરિએ તેને સમુચિત શિક્ષણ પ્રદાન કરીને સુયોગ્ય બનાવ્યો. આ બંને ગુરુ-શિષ્ય તથા તેમના ઇશારામાત્રથી પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાવાળા જૈન શ્રીસંઘે સમય-સમય પર વનરાજને દરેક રીતે મદદ પૂરી પાડી. પોતાના અનન્ય ઉપકારી-શીલગુણસૂરિ, દેવચંદ્રસૂરિ અને જૈન શ્રીસંઘના પ્રત્યે પોતાની અગાધ કૃતજ્ઞતા પ્રગટ કરતાં વનરાજ ચાવડાએ ગુર્જર રાજ્યના રાજસિંહાસન પર આરૂઢ થતી વખતે શીલગુણસૂરિ અને દેવચંદ્રસૂરિના કરકમળથી વાસક્ષેપ સાથે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. ૧૪૮ 96369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #158
--------------------------------------------------------------------------
________________
વનરાજે પોતાના ગુરુશીલગુણસૂરિની ઈચ્છાનુસાર પાટણના વિશાળ રાજ્યમાં ચૈત્યવાસી પરંપરાનાં સાધુ-સાધ્વીઓને છોડીને, શેષ તમામ સાધુ-સાધ્વીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની સ્થાયી આજ્ઞા આપીને ગુર્જર પ્રદેશમાં ચૈત્યવાસી પરંપરાના પ્રચાર-પ્રસાર ને પલ્લવનમાં (હર્યોભર્યો રહેવામાં) અપૂર્વ યોગદાન આપ્યું હતું. આને કૃતજ્ઞતા પ્રકાશનમાં વનરાજ દ્વારા પોતાના ગુરુને આપવામાં આવેલી એક ખૂબ જ મોટી ઐતિહાસિક દક્ષિણાની સંજ્ઞા આપવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નહિ થાય. વનરાજ દ્વારા આ પ્રકારની પ્રસારિત કરાવવામાં આવેલી પ્રતિબંધાત્મક રાજાજ્ઞાનો, સૌથી મોટો લાભ ચૈત્યવાસી પરંપરાને એ થયો કે વી. નિ.ની અગિયારમી શતાબ્દીથી જ ગુર્જરભૂમિમાં પૂર્ણ વર્ચસ્વ સાથે રહેતા આવેલા ચૈત્યવાસી, વી. નિ.ની સોળમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી ગુર્જરભૂમિમાં પોતાની પરંપરાનું એકછત્ર પ્રભુત્વ જમાવેલું રાખી શક્યા. ગુર્જરભૂમિમાં રાજ્યાશ્રય પામેલી ચૈત્યવાસી પરંપરા, બીજી કોઈ હરીફ પરંપરાના અભાવમાં, વગર કોઈ નડતર, ઉત્તરોત્તર પલ્લવિત અને પુષ્પિત થતી રહી. તેને લગભગ પાંચ શતાબ્દીઓ સુધી વિરોધની હવા સુધ્ધાં ન લાગી.
વનરાજ ચાવડાએ જીવનભર શીલગુણસૂરિ અને દેવચંદ્રસૂરિને પોતાના ગુરુ માન્યા. તે જૈનાચાર્યો અને જૈન શ્રીસંઘ દ્વારા, પોતાના ઉપર કરવામાં આવેલા ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, ફક્ત વનરાજ જ નહિ, પરંતુ તેમના વંશજ પણ પોતાને ચૈત્યવાસી જૈન પરંપરાના ઉપાસક માનતા અને પ્રગટ કરતા રહ્યા.
વનરાજે પાટણ નગરનો વિ. સં. ૮૦૨માં શિલાન્યાસ કરતી વખતે ભગવાન પાર્શ્વનાથના મંદિરના પાયાનો શિલાન્યાસ પણ કર્યો. પાટણ નગને પોતાની રાજધાની બનાવ્યા પછી વનરાજે પાર્શ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા પોતાના ગુરુ ચૈત્યવાસી આચાર્ય શીલગુણસૂરિના હસ્તે નિષ્પન્ન કરાવડાવી. પાર્શ્વનાથ ભગવાનના તે મંદિરનું નામ “વનરાજ વિહાર પણ રાખવામાં આવ્યું હતું. વનરાજ વિહારના સંબંધમાં ઉલ્લેખ મળે છે કે - “વનરાજે આ વિહાર પોતાની માતાની સુવિધા માટે બનાવડાવ્યું, જેથી તેઓ નિત્ય પ્રભુ પાર્શ્વનાથની પૂજા-અર્ચના કરી શકે.” વનરાજની માતા પણ પરમ જિનોપાસિકા હતી.
જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2696969696969696969696) ૧૪૯]
Page #159
--------------------------------------------------------------------------
________________
વનરાજ ચાવડાનાં નૈતિક મૂલ્યો ખૂબ જ ઉચ્ચ કોટિનાં હતાં. તેના વિશે એક લોકકથા છે કે - “વનરાજના શાસનકાળમાં એક વખત ૧૦૦૦ ઘોડા અને ૫૦૦ હાથીથી લદાયેલા જહાજ સમુદ્રીતોફાનના પરિણામ સ્વરૂપ સોમનાથના સમુદ્રી કિનારે, પાટણ રાજ્યની હદમાં આવી પહોંચ્યાં. વનરાજના ત્રણે રાજકુમાર તે જહાજોને લૂંટી લેવા તૈયાર થયા ત્યારે વનરાજે પોતાના રાજકુમારોને આવું અનૈતિક કાર્ય કરતા રોક્યા, છતાં પણ તેમણે પોતાના સશસ્ત્ર સેવકોને મોકલીને જહાજોને લૂંટી લીધાં અને લૂંટમાં મળેલા ૫૦૦ હાથી તથા ૧૦૦૦ ઘોડા વનરાજની સમક્ષ ઉપસ્થિત કર્યા. પોતાના પુત્રો દ્વારા કરવામાં આવેલા આવા અવૈધ કામથી વનરાજને ખૂબ દુઃખ થયું.
ત્યાર બાદ ન્યાય તોળતા વનરાજે પોતાના પુત્રોને કહ્યું: “પુત્રો! તમે રાજઆજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, આ અપરાધનો દંડ કાંતો તમે સ્વયં ભોગવો અથવા તમારા સંરક્ષક હોવાના નાતે તમારા અપરાધનો દંડ મારે ભોગવવો જોઈએ.” આમ કહીને બૃહદ્ ગુજરાત રાજ્યના સંસ્થાપક વનરાજે આજીવન માટે અન્ન-જળનો ત્યાગ કરી પૂર્ણ અનશન ધારણ કરી લીધું. કેટલાક દિવસો સુધી અનશન સાથે આધ્યાત્મિક સાધનામાં લીન રહેતા વનરાજે ૧૦૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વિ. સં. ૮૬૦માં દેહલીલા સમાપ્ત કરી.
ન કેવળ ગુજરાત પ્રદેશમાં જ, પરંતુ ભારતવર્ષના ઇતિહાસમાં પણ બૃહદ્ ગુજરાત રાજ્યના આદ્ય સંસ્થાપક જૈન ધર્માનુયાયી રાજા વનરાજનું નામ સદા સન્માન સાથે લેવામાં આવશે.
(બપ્પભટ્ટી અને આમરાજ) તેત્રીસમા યુગપ્રધાનાચાર્ય સંભૂતિ અને ચોત્રીસમા યુગપ્રધાનાચાર્ય માઢર સંભૂતિના યુગપ્રધાનાચાર્ય-કાળના પ્રભાવક અને મહાવાદી આચાર્ય બપ્પભટ્ટસૂરિનો જન્મ પાંચાલ પ્રદેશના ડુબાઉઘી (વર્તમાન સમયમાં ડુવા) ગામના ક્ષત્રિય બપ્પની ધર્મપત્ની ભટ્ટીની કુક્ષિથી વિ. સં. ૮૦૦માં ભાદ્રપદ તૃતીયા રવિવારના દિવસે હસ્ત નક્ષત્રમાં થયો.
દીક્ષા : વિ. સં. ૮૦૭ આચાર્યપદ : વિ. સં. ૮૧૧
સ્વર્ગારોહણ : વિ. સં. ૮૯૫ | ૧૫૦ ૬૩૩૬૬૬૭૩૭૬૮ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #160
--------------------------------------------------------------------------
________________
બપ્પક્ષત્રિયએ પોતાના પુત્રનું નામ સૂરપાલ રાખ્યું. બાળક ખૂબ તેજસ્વી હતો. અનેક પ્રસંગો પર જ્યારે પોતાનાં માતા-પિતા અને ભાઈ-બંધુઓથી એમ સાંભળ્યું કે - “દુશ્મનોએ દુરભિસંધી કરીને તેમના પૈતૃક રાજ્યને હડપ કરી લીધું છે. તો તેણે મનમાં ને મનમાં ખોયેલુ પૈતૃક રાજ્ય પાછું મેળવવાનો નિશ્ચય કર્યો.
જે સમયે બાળક સૂરપાલ છ વરસનો થયો, તે સમયે તેણે પોતાના પિતાની સમક્ષ પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શત્રુઓનો સંહાર કરવાની અનુમતિ માંગી. “શત્રુઓને જો આ બાળકના સંકલ્પની વાત ખબર પડી જશે તો તેઓ તેના પ્રાણના ઘરાક બની જશે.” આવી આશંકાથી બપ્પક્ષત્રિયે બાળક સૂરપાલને ઠપકો આપતા ભવિષ્યમાં કદી પણ જબાન પર આવી વાતો નહિ લાવવાની કડક શબ્દોમાં ચેતવણી આપી. આનાથી સૂરપાલના સ્વાભિમાનને એટલો બધો ઊંડો આઘાત લાગ્યો કે તે મોકો જોઈ પોતાની માતાને પણ કાંઈ કહ્યા વગર ચુપચાપ ઘરેથી નીકળી ગયો.
તે દિવસોમાં ગુજરાતની રાજધાની પાટણમાં મહારાજા જિતશત્રુ ગુજરાત રાજ્યના સિંહાસન પર આસીન હતા. તે સમયે મોઢગચ્છના જૈનાચાર્ય સિદ્ધસેને પોતાના સદુપદેશોથી ભક્તોને સત્પથ બતાવતા સ્વ-પર કલ્યાણમાં નિરત હતા. એક દિવસ આચાર્ય સિદ્ધસેન પાટણથી વિહાર કરી અનેક સ્થાનો પર વિચરણ કરતા-કરતા મોઢેરા ગામે જઈ પહોંચ્યા. ત્યાં તેમણે રાત્રિના સમયે સુખ-પ્રસુપ્તાવસ્થામાં સ્વપ્ન જોયું સપનામાં તેમણે જોયું કે - “એક મહાન તેજસ્વી સિંહબાળક છલાંગ લગાવીને ચૈત્યના ઉચ્ચતમ શિખર પર જઈ બેઠો છે.” સવારમાં પોતાના શિષ્યવૃંદને પોતાના સ્વપ્નની વાત સંભળાવતા તેમણે કહ્યું : “રાંત્રિની અવસાન વેળામાં જોવામાં આવેલ સ્વપ્નફળ વિશે વિચાર કરતાં એવું પ્રતીત થાય છે કે - “નજીકના ભવિષ્યમાં આપણને એક એવા શિષ્યરત્નની પ્રાપ્તિ થવાની છે જે જિનશાસનની પ્રતિષ્ઠાને ઉન્નતિના ઉચ્ચતમ શિખર પર પહોંચાડી દેશે.” આમ કહીને આચાર્ય સિદ્ધસેન ભગવાન મહાવીરના મંદિરમાં ગયા.
સંજોગોવશાતુ કોઈ ધ્યેય વિના અહીં-તહીં ફરતાં ફરતાં બાળક સૂરપાલ પણ મોઢેરાના મંદિરમાં જઈ ચઢયો. આચાર્ય સિદ્ધસેનની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 19696969696969696969 ૧૫૧
Page #161
--------------------------------------------------------------------------
________________
સૂક્ષ્મદર્શી દૃષ્ટિ બાળક સૂરપાલ પર પડી. તેમણે બાળક પાસે જઈ તેનું નામ-ઠામ, માતા-પિતા-કુળ વગેરે વિશે પૂછ્યું. બાળક સૂરપાલે ખૂબ જ વિનમ્ર સ્વરમાં પોતાનાં માતા-પિતા-ગામ અને પોતાનો સંપૂર્ણ પરિચય આચાર્યશ્રીને આપ્યો. આચાર્યશ્રીએ પ્રશ્ન કર્યો : “શું તમે અમારી પાસે રહી જશો?” બાળકે સ્વીકૃતિ આપતા તેને પોતાની સાથે લઈને આચાર્યશ્રી પોતાના ઉપાશ્રયમાં પાછા ફર્યા. પ્રાથમિક શિક્ષણની સાથે-સાથે તેમણે બાળક સૂરપાલને ધાર્મિક શિક્ષણ આપવાનો પણ પ્રારંભ કર્યો. આચાર્યશ્રીના મુખારવિંદથી એક વાર સાંભળવા માત્રથી તેને પૂરો પાઠ તરત જ કંઠસ્થ થઈ જતો હતો. એક દિવસ સૂરપાલને આચાર્યશ્રીએ અનુષ્પ છંદના ૧૦૦૦ શ્લોકનો લાંબો પાઠ આપ્યો. સૂરપાલે તે જ દિવસે એક હજાર શ્લોકોને કંઠસ્થ કરી જ્યારે આચાર્યશ્રીને અર્થ સહિત સંભળાવ્યા, તો સમગ્ર મુનિમંડળ આચાર્યશ્રી સહિત આશ્ચર્યચકિત થઈ અવાફ રહી ગયા.
બીજા દિવસે જ આચાર્ય સિદ્ધસેન પોતાના કેટલાક શિષ્યો અને તે બાળકને સાથે લઈને સૂરપાલની જન્મભૂમિ ડુબાઉઘી ગામની તરફ જવા માટે પ્રસ્થાન કર્યું અને થોડા દિવસમાં, ત્યાં પહોંચી ગયા. મુનિદર્શન માટે ગામવાસીઓની સાથે ક્ષત્રિય બપ્પ અને ક્ષત્રાણી ભટ્ટી પણ આચાર્યશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ તેમને વંદન-નમન કર્યા.
આચાર્ય સિદ્ધસેને ક્ષત્રિય-દંપતીને કહ્યું : “તમે તમારો આ પુત્ર મને આપી દો. હું તેને અધ્યાત્મવિદ્યામાં પારંગત બનાવી દઈશ. તમારો આ બાળક ભવિષ્યમાં જિનશાસનનો મહાન ઉન્નાયક થશે અને તમારી કીતિને યુગ-યુગાન્તર સુધી ચિરસ્થાયી બનાવી દેશે.” - બપ્પ અને ભટ્ટીએ હાથ જોડીને અતિ વિનમ્ર સ્વરે નિવેદન કર્યું: “યોગેશ્વર ! આ અમારો એકમાત્ર પુત્ર જ અમારા કુળ તથા અમારી આશાઓનું કેન્દ્રબિંદુ અને અમારા જીવનનો આધાર છે. તેનો વિયોગ અમે કેવી રીતે સહન કરી શકીશું?” - આચાર્ય સિદ્ધસેને તે બંને જણાંને ધર્મનો ઉપદેશ આપીને માનવભવનું મહત્ત્વ સમજાવ્યું. સૂરપાલે પણ શ્રમણદીક્ષા ગ્રહણ કરવાનો પોતાનો દઢ નિશ્ચય જાહેર કર્યો. પોતાના પુત્રનો દઢ નિર્ણય સાંભળી ક્ષત્રિય-દંપતીએ કહ્યું: “ભગવન્! અમારો પુત્ર સૂરપાલ પણ શ્રમણદીક્ષા ૧૫ર 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #162
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ કરવા માટે કત-સંકલ્પ છે અને આપ પણ તેને પોતાના શિષ્યરૂપે પ્રાપ્ત કરવા માટે ઇચ્છા રાખો છો, તો આવી, સ્થિતિમાં અમારું નામ ચિરસ્થાયી રાખવા માટે અમારી આપને એક પ્રાર્થના છે કે - “આપ તેને આપના શિષ્યના રૂપમાં દીક્ષિત કરી લો.' પરંતુ દીક્ષિત કર્યા પછી તેનું નામ “બપ્પભટ્ટી' રાખવાની કૃપા કરજો.”
આચાર્ય સિદ્ધસેને તેમની પ્રાર્થનાનો (આગ્રહ) સ્વીકાર કર્યો. ત્યાર બાદ બંનેએ પોતાના પુત્રને સહર્ષ આચાર્ય સિદ્ધસેનને સમર્પિત કરી દીધો. બાળક સૂરપાલને સાથે લઈ આચાર્ય સિદ્ધસેન પોતાના શિષ્યસમૂહ સાથે મોઢેરા પાછા આવતા રહ્યા.
મોઢેરામાં વિ. સં. ૮૦૦ની વૈશાખ શુક્લા તૃતીયા (અખાત્રીજ) ગુરુવારના દિવસે તેમણે સૂરપાલને શ્રમણધર્મની દીક્ષા આપી. દીક્ષા આપતી વખતે આચાર્યશ્રીએ ઔપચારિક રૂપે સૂરપાલનું નામ ભદ્રકીર્તિ રાખ્યું. પરંતુ તેનાં માતા-પિતાને આપેલા વચનનું પરિપાલન કરતાં આચાર્યશ્રી નવંદીક્ષિત મુનિને “બપ્પભટ્ટી'ના નામથી જ સંબોધિત કરતા. આથી નવદીતિ ભદ્રકીર્તિ સર્વત્ર બપ્પભટ્ટીના નામથી જ પ્રખ્યાત થઈ ગયા.
નવદીક્ષિત મુનિની અલૌકિક પ્રતિભાથી મુગ્ધ થઈ મોઢેરાના શ્રીસંઘે આચાર્ય સિદ્ધસેનને શિષ્યવૃંદ સહિત મોઢેરામાં જ રહીને બપ્પભટ્ટી મુનિને અંગોપાંગાદિ શાસ્ત્રો અને સમસ્ત વિદ્યાઓનું અધ્યયન કરાવવાની પ્રાર્થના કરી. સંઘની પ્રાર્થનાનો સ્વીકાર કરી આચાર્ય સિદ્ધસેન પોતાના શિષ્યવૃંદ સહિત મોઢેરામાં રોકાયા અને નવદીક્ષિત મુનિને વિદ્યાભ્યાસ કરાવવા લાગ્યા. . . એક દિવસ મુનિ બપ્પભટ્ટી શૌચ-નિવૃત્તિ પશ્ચાતુ જંગલમાંથી પાછા આવી રહ્યા હતા, ત્યારે તે સમયે અચાનક વરસાદ પડવાથી રક્ષા-હેતુ તેઓ એક દેવમંદિરમાં પ્રવિષ્ટ થઈ ગયા. તે જ સમયે એક તેજસ્વી અને સુંદર ક્ષત્રિય રાજકુમાર પણ વરસાદથી બચવા માટે એ જ મંદિરમાં આવ્યો અને મુનિને વંદન કરી ત્યાં બેસી ગયો. તેની નજર એક શિલાપટ્ટ પર કોતરેલા અભિલેખ પર પડી. તેનો અર્થ સમજાવવા માટે રાજકુમારે મુનિ બપ્પભટ્ટીને પ્રાર્થના કરી. બપ્પભટ્ટીએ મધુર સ્વરમાં તે શ્લોકોના અર્થ સમજાવ્યા. રાજકુમાર બાળમુનિની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 2696969696969696969638] ૧૫૩ |
Page #163
--------------------------------------------------------------------------
________________
અભુત પ્રતિભાવતી ખૂબ પ્રભાવિત થયો. વરસાદ રોકાતા તે રાજકુમાર, મુનિની સાથે-સાથે વસ્તીમાં આવ્યો. મુનિ બપ્પભટ્ટીનું અનુકરણ કરી તેણે પણ આચાર્યશ્રીને વંદન-નમન કર્યા
આચાર્યશ્રીએ નવાગંતુક કિશોરને તેના ગામ, કુળ, માતા-પિતા વગેરે વિશે પૂછ્યું; કિશોરે અતિ વિનમ્ર સ્વરમાં પોતાનો પરિચય આપતાં કહ્યું: “યોગીશ્વર ! મહાયશસ્વી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની વંશ પરંપરામાં કાન્યકુબ્રેશ્વર મહારાજ યશોવર્માનો હું અકિંચન પુત્ર છું. મારી ખર્ચાળવૃત્તિથી વ્યથિત થઈને પિતૃદેવે મને બચતવૃત્તિની શીખ આપી. એ હિતકારી શીખથી મારું ગૌરવ જાગૃત થયું અને હું મારાં માતા-પિતાને જણાવ્યા વગર જ રાજમહેલથી એકલો નીકળી પડ્યો અને અનેક સ્થળોએ ફરતા-ફરતા અહીં આપશ્રીનાં ચરણ-શરણમાં ઉપસ્થિત થયો છું.”
આચાર્યશ્રી દ્વારા નામ પૂછવા પર તેણે ધરતી પર “આમ” લખી દીધું. આચાર્યશ્રીને એવો આભાસ થયો કે તેમણે આ કિશોરને કેટલાંક વર્ષો પહેલાં ક્યાંક જોયો છે. થોડીવાર પોતાના સ્મૃતિપટલ પર ભાર આપતાં અતીત (ભૂતકાળ)માં જોયેલા એક દૃશ્યની યાદ તાજી થઈ ગઈ. દસ-બાર વરસ પહેલાં રામસીણિના વિકટ જંગલોમાં વિચરણ કરતી વખતે પીલૂડાનાં વૃક્ષોના ઝૂંડના છાંયડા નીચે વસ્ત્રની ઝોળીમાં સૂતેલા એક છ માસની આયુવાળા બાળક પર તેમની દૃષ્ટિ પડી હતી. થોડીક ક્ષણ પછી જોઈને તેમને અત્યંત આશ્ચર્ય થયું કે બાળકની આજુબાજુ ચારે તરફ છાંયડાનું સ્થાન તડકો લઈ રહ્યો છે. પરંતુ બાળકના મુખમંડળ અને શરીર પર છાંયડો પહેલાંની જેમ જ અચલ અને સુસ્થિર છે. એ જ સમયે તેમને ખાતરી થઈ ગઈ કે આ કોઈ મહાન પુણ્યશાળી જીવ છે.
તે સમયે બાળકની માતા ત્યાં આવી. તેણે ખૂબ જ શાલીનતાથી ભક્તિપૂર્વક વંદન કર્યા. મારા પૂછવા પર મહિલાએ કહ્યું હતું : “મહાત્મા ! હું કાન્યકુંજેશ્વર મહારાજ યશોવર્માની રાજરાણી છું. જે સમયે આ બાળક મારા ગર્ભમાં હતો તે સમયે મારી સૌક્યા (સૌતન)રાણીના મનમાં મારા પ્રત્યે અત્યંત જલદ ઈર્ષાભાવ જાગૃત થયો. વિગત સમયમાં કોઈ કાર્યથી અત્યધિક પ્રસન્ન થઈને મહારાજાધિરાજે મારી સૌક્યારાણીને તેની ઇચ્છા મુજબ વરદાન માંગવાનો ૧૫૪ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #164
--------------------------------------------------------------------------
________________
આગ્રહ કર્યો. તેણે તે સમયે વરદાન ન માંગીને મહારાજ પાસે પોતાની અમાનત રૂપે તે વરદાન માંગવાનું બાકી રાખ્યું. મને ગર્ભવતી જોઈને મારી સૌક્યારાણી ઈર્ષાવશ મારા ગર્ભસ્થ શિશુનું જીવન ધૂળધાણી કરવા માટે કટિબદ્ધ થઈ ગઈ. તેણે મહારાજ પાસેથી પોતાને લેવાના વરદાનની માગણી કરી અને પરિણામ સ્વરૂપ મહારાજે મને કાન્યકુબ્ધ રાજ્યમાંથી દેશવટો આપી દીધો. મને બચપણથી આત્મસન્માન પ્રાણોથી પણ વધુ વહાલું રહ્યું છે. એટલે સાસરિયાથી હાંકી કાઢયા બાદ પિતૃગૃહે જવાને બદલે જંગલનું શરણું લેવાનું મેં વધુ યોગ્ય સમયેં. આ જ કારણ છે કે હું આત્મસન્માન સાથે સ્વાવલંબી જીવન જીવી રહી છું.”
મેં તેને સાંત્વના આપતા તે સમયે કહ્યું હતું કે – “વત્સ! નગરના અમારા ચૈત્યમાં આવીને ત્યાં રહો, ત્યાં ચૈત્યની સેવા અને આ પુણ્યશાળી મહાપ્રતાપી પુત્રનો ઉછેર કરતાં-કરતાં થોડા સમય માટે તમારા આવનારા સારા દિવસોની પ્રતીક્ષા કરો.”
મારી સલાહનો સ્વીકાર કરી પોતાના પુત્રને લઈને તે અમારી સાથે જ નગરમાં આવી ગઈ હતી અને ચૈત્યની સેવામાં લાગી ગઈ હતી. બીજા દિવસે અમે તે નગરથી અન્યત્ર વિહાર કરી ગયા. થોડા સમય પછી વિહારકાળ દરમિયાન અમને સાંભળવા મળ્યું કે - “રાજરાણીને નિર્વાસિત કરાવવાવાળી સૌક્યારાણીનું તેની સૌક્યારાણીઓ દ્વારા કરવામાં આવેલ જયંત્રના કારણે નિધન થઈ ગયું છે અને કોન્યકુન્ધરાજ યશોવર્માએ પોતાના ગુપ્તચરો દ્વારા શોધ કરાવીને મહારાણી અને રાજકુમારને આદરપૂર્વક અમારા ચૈત્યમાંથી પાછા બોલાવીને પોતાના રાજમહેલમાં ફરીથી રાખી લીધાં છે.
પોતાના સ્મૃતિપટલ પર ઊભરી આવેલી આ પૂર્વ ઘટનાના સંદર્ભમાં આચાર્યશ્રીને મનોમન વિશ્વાસ થઈ ગયો કે - “તેમણે જંગલવાસી રાજરાણીના જે નાના શિશુને પીલૂડાનાં વૃક્ષોના ઝૂંડની છાંયામાં એક ઝોળીમાં જોયું હતું, તે જ આ રાજકુમાર હોવો જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરીને આચાર્ય સિદ્ધસેને સુધાસિક્ત સ્વરમાં તે બાળકને સંબોધિત કરતાં કહ્યું : “વત્સ ! નિશ્ચિત થઈ તમારા મિત્ર મુનિની પાસે રહી, તેમની પાસે બધા પ્રકારની કળાઓ અને વિદ્યાઓનું લગનપૂર્વક યથાયોગ્ય અભ્યાસ કરો.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 6969696969696969696963 ૧૫૫ ]
Page #165
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રીના નિર્દેશાનુસાર રાજકુમાર આમ, મુનિ બપ્પભટ્ટી સાથે રહેવા લાગ્યો. તેણે ગાઢ નિષ્ઠા, શ્રદ્ધા, અધ્યવસાય તથા મહેનત સાથે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો અને યોગ્ય સમયમાં તમામ વિદ્યાઓ અને કળાઓમાં પ્રવીણતા મેળવી લીધી.
પોતાનો અભ્યાસ પૂર્ણ થઈ જતાં રાજકુમારે પોતાના પરમ ઉપકારી ગુરુ સિદ્ધસેનનાં ચરણોમાં મસ્તક ઝુકાવી આભાર વ્યકત કર્યો ને પોતાના મિત્ર બ્રહ્મચારી મુનિ બપ્પભટ્ટી પાસે જઈને કહ્યું : “જો મને ક્યારેક કાન્યકુબ્બનું વિશાળ રાજ્ય મળશે તો હું પ્રતિજ્ઞા કરું છું - “હું તમને ચોક્કસપણે રાજય આપીશ.”
કિશોર મુનિ બપ્પભટ્ટીએ સ્મિતપૂર્વક વાતને ટાળતા ફક્ત એટલું જ કહ્યું : “રાજકુમાર ! અમારા આ અખિલ વિશ્વના એકછત્ર અધ્યાત્મ સામ્રાજ્યથી વધીને સંસારમાં અન્ય બીજું કોઈ રાજ્ય નથી.”
રાજકુમારના કળાનિષ્ણાત થઈ જવાના થોડા જ દિવસો પછી કાન્યકુબ્રેશ્વર યશોવર્મા બીમાર થઈ ગયા. પોતાનો અંતિમ સમય નજીક જાણી તેમણે પોતાના ગુપ્તચરોને આદેશ આપ્યો કે - “તેઓ યથાશીઘ રાજકુમાર આમને શોધીને તેમની સમક્ષ હાજર કરે.” ગુપ્તચરોને
ઓછી મહેનતમાં જ રાજકુમારથી સાક્ષાત્કાર થઈ ગયો. આચાર્ય સિદ્ધસેનની આજ્ઞા મેળવી ગુપ્તચર પોતાના ભાવિ રાજેશ્વરને સાથે લઈ કાન્યકુબ્રેશ્વરની સેવામાં પહોંચ્યા.
યશોવર્માએ ખૂબ જ હર્ષોલ્લાસપૂર્ણ મહોત્સવની સાથે પોતાના પુત્ર આમનો કાન્યકુબ્બના સિંહાસન પર રાજ્યાભિષેક કર્યો. થોડા સમય પછી મહારાજ યશોવર્માનું દેહાંત થઈ ગયું. મહારાજ આમે પોતાના અમાત્ય આદિ પ્રમુખ પુરુષોને આચાર્ય સિદ્ધસેનની સેવામાં મોકલી વિદ્વાન મુનિ બપ્પભટ્ટીને તેમની સાથે કાન્યકુન્જ મોકલવા માટે પ્રાર્થના કરી. સંઘની ભાવનાને ધ્યાનમાં રાખતાં આચાર્ય સિદ્ધસેને કેટલાક ગીતાર્થ સાધુઓની સાથે પોતાના પરમપ્રિય શિષ્ય બપ્પભટ્ટીને કાન્યકુબ્ધ જવા માટે વિદાય કર્યા.
નગરથી પર્યાપ્ત દૂરી પર બપ્પભટ્ટીના આગમનના સમાચાર સાંભળી સ્વયં કાન્યકુબ્રેશ્વર તેમની સામે ગયો. વંદન-નમન, કુશળ૧૫૬ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #166
--------------------------------------------------------------------------
________________
ક્ષેમની પૂછપરછ બાદ આમરાજે બપ્પભટ્ટીને કાન્યકુબ્બે રાજ્યના પટ્ટહસ્તી (મુખ્યગજરાજ) પર બેસીને નગરપ્રવેશ કરવાની પ્રાર્થના કરી.
બપ્પભટ્ટીએ કહ્યું : “રાજનું! મેં બધાં જ પ્રકારનાં સાવદ્ય કાર્યોનો ત્યાગ કરીને પંચ મહાવ્રત ધારણ કરેલું છે. પટ્ટહસ્તી પર બેસવાથી મારા શ્રમણાચારમાં અતિચાર (દોષ) લાગશે.”
આથી આમરાજે કહ્યું : “ભગવન્! મેં આપની સમક્ષ પહેલાંથી જ પ્રતિજ્ઞા કરેલી છે કે - “મને રાજ્ય મળશે, તો તે રાજ્ય હું આપને આપી દઈશ. આ શ્રેષ્ઠ હાથી રાજ્યાભિષેકનું પ્રતીક છે. આના પર આપના બેસવાથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે, અન્યથા પ્રતિજ્ઞા પૂરી નહિ કરવાનું શૂળ (કાંટો) જીવનપર્યત મારા હૃદયમાં ખટકતું રહેશે.”
આમ કહેતાં આમરાજે બપ્પભટ્ટીને પોતાના વિશાળ બાહુપાશમાં ખૂબ જ પ્રેમથી જકડીને બળપૂર્વક, અભિષેક માટેના હાથીની પીઠ પર શણગારેલી અંબાડીમાં મૂકેલા સિંહાસન ઉપર બેસાડી દીધા. નગરના પ્રવેશદ્વારથી રાજમહેલ સુધીના મુખ્ય માર્ગોની બંને બાજુ ઊભેલાં તમામ આબાલ-વૃદ્ધ નાગરિકોએ વિદ્વાન મુનિપુંગવ બપ્પભટ્ટીનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. - આમરાજે સંપૂર્ણ રાજકીયસન્માન સાથે બપ્પભટ્ટીને પોતાને ત્યાં રાખ્યા અને પોતાનો મોટા ભાગનો સમય તેમની સેવામાં રહીને ધર્મચર્ચા તથા કાવ્ય-વિનોદમાં પસાર કરવા લાગ્યો.
થોડા દિવસો પછી મહારાજા આમે પોતાના અમાત્યો અને પ્રભાવશાળી નગરજનોની સાથે મુનિ ભટ્ટીને આચાર્ય સિદ્ધસેનની સેવામાં એ પ્રાર્થના સાથે મોકલ્યા કે - “મુનિ ભટ્ટીને આચાર્યપદ આપી તેમને પુનઃ કાન્યકુબ્ધ જલદી મોકલવાની કૃપા કરે.'
બપ્પભટ્ટીને આચાર્યપદ માટે સર્વથા યોગ્ય સમજીને આચાર્ય સિદ્ધસેને રાજા આમની પ્રાર્થના સ્વીકારી લીધી. વિ. સં. ૮૧૧ની ચેત્ર કૃષ્ણા અષ્ટમીના દિવસે મુનિ બપ્પભટ્ટીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું.
પોતાના મહાપ્રતિભાશાળી શિષ્યને પોતાનાથી દૂર નહિ રાખવાની આંતરિક ઇચ્છા હોવા છતાં પણ, ધર્મભાવના અને આમરાજની અનુરોધપૂર્ણ પ્રાર્થનાને ધ્યાનમાં રાખતા આચાર્ય સિદ્ધસેને આચાર્ય બપ્પભટ્ટીને કાન્યકુબ્સ માટે વિદાય કર્યા. જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696962 ૧૫૦
Page #167
--------------------------------------------------------------------------
________________
બપ્પભટ્ટીને કાન્યકુબ્ધ તરફ વિદાય કરતાં સમયે આચાર્ય સિદ્ધસેને જરૂરી બોધ આપતા તેમને કહ્યું : “વત્સ! તમે જિનશાસનના ઉદયમાન જ્યોતિર્મય નક્ષત્ર છો. તમે યૌવનના પ્રવેશદ્વારે ઊભેલા છો. આ સમયે તમે એક સુસમૃદ્ધ જનપદના સ્વામી મહારાજા આમના પૂજનીય બનીને તેમની રાજસભામાં જઈ રહ્યા છો. તમારા સંપૂર્ણ જીવનમાં તમે એ વાત ક્યારેય ન ભૂલતા કે તરુણાવસ્થા (યૌવન) અને રાજા દ્વારા પૂજનીય થવું - આ બંને પ્રકારની સ્થિતિઓ પ્રાયઃ અનર્થકારિણી હોય છે. માટે તમે પોતાના જીવનમાં સદા સજાગ રહીને અપ્રમત્ત રૂપે રત્નત્રયની સાધના કરતા રહેજો.” ),
પોતાના આરાધ્ય ગુરુદેવની શિક્ષા (સલાહ)ને શિરોધાર્ય કરતાં બપ્પભટ્ટીએ કહ્યું : “હું મારા ભક્તજનોના ઘરેથી ક્યારેય ભોજન ગ્રહણ નહિ કરું. આ સાથે જ હું એ પણ પ્રતિજ્ઞા કરું છું કે - “ભવિષ્યમાં જીવનપર્યત દૂધ, દહીં, ઘી, તેલ અને મીઠાઈ - આ પાંચેય વિગય અર્થાત્ વિકૃતિજન્ય પદાર્થોનું સેવન નહિ કરું.”
બપ્પભટ્ટીએ પોતાની આ બંને પ્રતિજ્ઞાઓનું જીવનપર્યત પૂર્ણરૂપેણ પરિપાલન કરવા માટે તત્કાળ પોતાના ગુરુ સિદ્ધસેન પાસેથી વિધિવત્ વ્રત-નિયમ ગ્રહણ કર્યા. ત્યાર બાદ ગુરુને પ્રણામ કરી આચાર્ય બપ્પભટ્ટી વિહાર ક્રમથી કેટલાક દિવસો બાદ કન્નોજ પહોંચ્યા. આમરાજે મોટા મહોત્સવ સાથે આચાર્ય બપ્પભટ્ટીનો નગરપ્રવેશ કરાવ્યો.
આ રીતે કાન્યકુબ્બમાં રહીને આચાર્ય બપ્પભટ્ટીએ પોતાના ઉપદેશામૃતથી રાજા અને પ્રજાને સન્માર્ગે અગ્રસર કરવા લાગ્યા. તેમના પ્રવચન સાંભળવા માટે દરરોજ દૂર-દૂરથી જનસમૂહ ઉત્સાહિત થઈને, સાગરની પ્રચંડ લહેરોની સમાન ઊમટી પડતો હતો. બપ્પભટ્ટીના ઉપદેશોથી આમરાજે અનેક જનકલ્યાણકારી કાર્યો કર્યા. પ્રજાજનોનાં માનસમાં ધર્મ-જાગૃતતાની અભિનવ લહેર ઉત્પન્ન થઈ અને લોકોમાં ધાર્મિક તથા લોકોપકારી કાર્યો કરવા માટેની હોડ (સ્પધ) લાગી ગઈ. બપ્પભટ્ટીના ઉપદેશથી આમરાજાએ બે મંદિરોનું નિર્માણ કરાવ્યું. રાજગુરુ રૂપે બપ્પભટ્ટીની ખ્યાતિ દિગ્દિગંતમાં ફેલાઈ ગઈ તથા આમરાજાના શાસનકાળમાં જૈન ધર્મને રાજ્યાશ્રય મળવાના પરિણામ સ્વરૂપ જિનશાસનની ઉલ્લેખનીય અભિવૃદ્ધિ થઈ. • [ ૧૫૮ 9999996369696969ણ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #168
--------------------------------------------------------------------------
________________
એક વાર આમરાજ બપ્પભટ્ટી પાસે બેસીને કાવ્ય-વિનોદનું રસાસ્વાદન કરી રહ્યો હતો. તેણે પોતાના અંતઃપુરના કોઈ રહસ્યમય દેશ્ય પર ગથાર્દનું નિર્માણ કર્યું અને પછી સમસ્યા નિવારણ હેતુ બપ્પભટ્ટી સમક્ષ રજૂઆત કરી. બપ્પભટ્ટીએ તરત જ યથાતથ્ય રૂપે સમસ્યાનું નિવારણ કરી દીધું. તે નિતાંત ગૂઢ ભેદનું રહસ્ય આ રીતે પ્રગટ થઈ જવાથી આમરાજ મર્માહત, સ્તબ્ધ અને શંકાગ્રસ્ત થઈ ગયો. આ જોઈ બપ્પભટ્ટી તત્કાળ ત્યાંથી ઊભા થઈ ગયા અને પોતાના વિશ્વામસ્થળે પાછા ફર્યા અને તેમણે પોતાના બધા સાધુઓને તાત્કાલિક ત્યાંથી વિહાર કરવાનો આદેશ આપ્યો. જતી વખતે દરવાજા ઉપર બપ્પભટ્ટીએ એક શ્લોક લખી દીધો. જેનો ભાવાર્થ આ મુજબ થાય છે. - ‘અમે તો જઈ રહ્યા છીએ. તમારું કલ્યાણ થાઓ. અમે ક્યાં રહીશું ? કેવી રીતે રહીશું, આવા વિચાર મનમાં લાવતા નહિ, શૃંગારરસિક બધા જ મુગટધારી રાજા-મહારાજા અમોને તરત જ પોતાના માથે બેસાડી લેશે.
આ પ્રમાણે સંઘ તેમજ આમરાજને કાંઈ પણ કહ્યા - સાંભળ્યા વિના જ આચાર્યે પોતાના મુનિવૃંદ સાથે કાન્યકુબ્જ(કન્નૌજ)થી વિહાર કરી દીધો. અવિરત વિહારક્રમથી અનેક સ્થળો પર વિચરણ કરતાકરતા તેઓ ગૌડ પ્રદેશની રાજધાની લક્ષણાવતી નગરીની બહાર ઉદ્યાન(વાટિકા-બગીચો)માં રોકાયા.
ગૌડરાજ મહારાજા ધર્મની રાજસભાના વિદ્વત્ શિરોમણિ, મુખ્યકવિ વાતિરાજને જ્યારે જાણ થઈ કે મહાકવિ બપ્પભટ્ટી નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે, તો તે ખૂબ જ પ્રસન્ન થયા. વાતિરાજે તત્કાળ મહારાજા ધર્મને આચાર્ય બપ્પભટ્ટીના આગમનની જાણ કરી. આ સાંભળતાં જ નૃપતિ (રાજા) ધર્મ પુલક્તિ થઈ ઊઠ્યા અને બોલ્યા : “કવિકુળ કુમુદચંદ્ર જૈનાચાર્ય બપ્પભટ્ટી જે દિવસે અમારે ત્યાં પધારી જશે, તે દિવસ ખરેખરમાં અમારા માટે પરમ સૌભાગ્યશાળી હશે. ફક્ત એક જ વાતનો વિચાર કરવો જરૂરી છે કે - આમરાજની સાથે અમારા સંબંધ શત્રુતાવાળા છે.' બપ્પભટ્ટી અમારે ત્યાં રહી જાય અને આમરાજ દ્વારા પાછા બોલાવવાથી પાછા તેમની પાસે જતા રહે, તો વસ્તુતઃ તે પરિસ્થિતિમાં લોકદૃષ્ટિથી અમારું ખૂબ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૭૭૭૭ ૧૫૯
Page #169
--------------------------------------------------------------------------
________________
મોટું અપમાન થશે.' આવું બધું હોવા છતાં પણ બપ્પભટ્ટી જેવા કવીશ્વર, મુનીશ્વરના કાવ્યામૃતનું પાન તેમજ તેમના સાંનિધ્યનો આ સ્વર્ણિમ અવસર અમે ખોવા નથી માંગતા. આવી સ્થિતિમાં બપ્પભટ્ટીને અહીં રહેવા માટેની પ્રાર્થનાની સાથોસાથ નિવેદન કરવું કે ‘આમરાજના સાધારણ આમંત્રણમાત્રથી તેઓ અમને છોડીને પાછા નહિ જાય. આમરાજ પોતે, આપને પોતાના ત્યાં લઈ જવા માટે ધર્મ નૃપની સામે અહીં રાજસભામાં ઉપસ્થિત થઈને કહે, તો જ આપ કાન્યકુબ્જ પાછા જશો, અન્યથા નહિ.’
મુખ્યકવિ વાતિરાજ બપ્પભટ્ટીની સેવામાં ઉપસ્થિત થઈ ગૌડરાજ રાજા ધર્મની તરફથી લક્ષણાવતી નગરીમાં પધારવા માટેની ગૌડરાજના જ શબ્દોમાં પ્રાર્થના કરી. આચાર્ય બપ્પભટ્ટીએ તે પ્રાર્થનાનો અક્ષરશઃ યથાવતરૂપે સ્વીકાર કર્યો. આ સાંભળી રાજા ધર્મના હર્ષનો પાર ન રહ્યો.
રાજા ધર્મ આચાર્યશ્રીનો લક્ષણાવતી નગરીમાં પ્રવેશ કરાવ્યો અને તેમને યોગ્ય સ્થળે ઉતારો આપ્યો. રાજસભાના સભ્યો તથા નગરજનોની સાથે મહારાજા ધર્મ બપ્પભટ્ટીના ઉપદેશામૃતનું પાન કરતાં-કરતાં સુખપૂર્વક રહેવા લાગ્યા. આચાર્યશ્રીના ધર્મોપદેશથી ગૌડ પ્રદેશમાં પણ જિનશાસનનો પર્યાપ્ત પ્રચાર-પ્રસાર થયો.
ત્યાં બીજા દિવસે સવારે બપ્પભટ્ટી સૂરિને ન જોઈ આમરાજે નગરમાં, નગર બહાર ઉદ્યાનોમાં શોધ કરવા માટે પોતાના અનુચરોને મોકલ્યા, પણ તેઓ ક્યાંય ન મળ્યા. બીજા દિવસે રાજા આમ પોતે એકલા જ પરોઢિયે સૂર્યોદયથી ખૂબ પહેલાં નગરની બહાર આવેલા ઉદ્યાનો તરફ તેમને શોધવા માટે નીકળી ગયા. એક-એક કરીને તેણે બધાં ઉદ્યાનોને છૂંદી નાખ્યા, પણ તેને બપ્પભટ્ટી ક્યાંય નજર ન આવ્યા. બપ્પભટ્ટીનો વિયોગ તેના હૃદયમાં કાંટાની જેમ ખટકવા લાગ્યો. તેણે સ્પષ્ટ અનુભવ કર્યો કે - ‘બપ્પભટ્ટી વગર તેની રાજસભા કે રાજપ્રાસાદ જ નહિ, પરંતુ તેનું જીવન પણ શૂન્ય છે.’
તેણે બપ્પભટ્ટીને શોધી કાઢવાનો દૃઢ સંકલ્પ કર્યો. વિચાર કરતાકરતા છેવટે તેણે એક ઉપાય શોધી કાઢવો. આમરાજે એક પટ્ટ પર એક સમસ્યા(કોયડો) શસ્ત્ર શાસ્ત્ર કૃષિર્વિધા, અન્યો યો યેન જીવતિ । ૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૬૦ ૩૩૩
Page #170
--------------------------------------------------------------------------
________________
ને અંકિત કરાવીને પોતાના રાજ્યમાં ઘોષણા કરાવી કે, જે કોઈ વ્યક્તિ આ અપૂર્ણ કોયડાને પૂર્ણ કરી દેશે તેને આમરાજ એક લાખ સુવર્ણમુદ્રા ઇનામ-રૂપે આપશે.
દરિદ્ર બનેલ અને દુઃખી વ્યક્તિએ, આ કોયડાને મબલખ ધનપ્રાપ્તિનું સાધન સમજીને તે કોયડાને એક કાગળમાં લખી લીધો. અને તે જગ્યાએ-જગ્યાએ બપ્પભટ્ટીને શોધતાં શોધતાં છેવટે એક દિવસ લક્ષણાવતી નગરીમાં બપ્પભટ્ટીની સેવામાં પહોંચી ગયો. બપ્પભટ્ટીએ તરત જ નિમ્ન લિખિત શ્લોકનો ઉચ્ચારણ કરતાં કોયડાને પૂર્ણ કરી દીધોઃ
શસ્ત્ર શાસ્ત્ર કૃષિ વિંધા, અન્યો યો યેન જીવતિ | સુગૃહીત હિ કવ્ય, કૃષ્ણસર્પ મુખ યથા || તે વ્યક્તિ લક્ષણાવતીથી કાન્યકુબ્ધ પાછો ફર્યો અને આમરાજની સેવામાં ઉપસ્થિત થઈ તેણે પૂરો શ્લોક કાન્યકુબ્બશ્વરની સામે પ્રસ્તુત કર્યો. આમરાજ કોયડાની પૂર્તિથી ખૂબ જ ખુશ થયો. તરત જ તે વ્યક્તિને એક લાખ સુવર્ણમુદ્રા આપતાં આમરાજે તેને પૂછવાથી તેણે જણાવ્યું કે - “આ કોયડાની પૂર્તિ આચાર્યશ્રી બપ્પભટ્ટીએ કરી આપી છે, અને હાલમાં તેઓ ગૌડાધિપતિ મહારાજ ધર્મની રાજસભાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે.”
બીજા જ દિવસે આમરાજે પોતાના ખાસ પ્રતિભાસંપન્ન અમાત્યની સાથે આચાર્ય બપ્પભટ્ટીની સેવામાં એક પત્ર મોકલ્યો, જેમાં ક્ષમાયાચના બાદ અંતરની તલસ્પર્શી ભાવવાહી ભાષામાં તેમને તત્કાળ કનૌજ પાછા ફરવાની વિનંતી કરવામાં આવી. - તે દૂતને બપ્પભટ્ટીએ, રાજા ધર્મને પોતે આપેલા વચનનું વર્ણન સંભળાવતા કહ્યું: “જ્યાં સુધી આમરાજ અદ્ભુત કૌશલ્યથી જાતે મહારાજા ધર્મની સમક્ષ હાજર થઈ મને પોતાને ત્યાં પાછા લઈ જવાની વાત ન કરે, ત્યાં સુધી લક્ષણાવતી નહિ છોડવા માટે હું વચનબદ્ધ છું. આથી જઈને આમરાજને કહેજો કે - “તેઓ જલદીથી અહીં આવે અને અમારી પ્રતિજ્ઞા પૂરી કરે.” જેથી હું શીઘ્રતાથી કનૌજ આવી શકું.”
બપ્પભટ્ટીએ ગૂઢ અર્થવાળા છંદોની રચના કરી, આ અનુસંધાને પોતાનો સંદેશો પણ અમાત્યની સાથે આમરાજ પાસે મોકલ્યો. પોતાના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2663696969696969696969, ૧૬૧ |
Page #171
--------------------------------------------------------------------------
________________
અમાત્ય પાસેથી આચાર્ય બપ્પભટ્ટીના મૌખિક ને લેખિત સંદેશ મેળવી મહારાજ આમ, બપ્પભટ્ટીની સેવામાં હાજર થવા માટે આતુર થઈ ગયા. ગૌડેશ સાથે કાન્યકુબ્રેશ્વરની ગાઢ શત્રુતા હતી, તેમ છતાંય પોતાના શ્રદ્ધેય બપ્પભટ્ટીને કનૌજ પાછા લાવવા માટે પોતાના પ્રાણોનો મોહ છોડીને આમરાજ ગુપ્તવેશમાં પહેલા બપ્પભટ્ટીની સેવામાં ને ત્યાર બાદ તેમની સાથે રાજા ધર્મની રાજસભામાં ધર્મરાજ સમક્ષ પણ ઉપસ્થિત થયા.
બપ્પભટ્ટીએ અનેક અર્થવાળા ગૂઢ અને અભુત શ્લેષપૂર્ણ શબ્દોમાં મહારાજા ધર્મને આમરાજનો પરિચય આપ્યો. આમરાજે પણ તેવી જ દ્વિઅર્થી, અતિગૂઢ શૈલીમાં ગુપ્તરૂપે પોતાનો વાસ્તવિક પરિચય આપતાઆપતા બપ્પભટ્ટીને કાન્યકુબ્ધ લઈ જવાની પોતાની સૂચના ખૂબ જ નાટ્યાત્મક ઢબથી મહારાજા ધર્મ સમક્ષ રજૂ કરી દીધી. - આ બધું એવા નાટ્યાત્મક ઢંગે અને અભુત રીતે કરવામાં આવ્યું હતું કે, રાજા આમ અને બપ્પભટ્ટી સિવાય બીજા કોઈને સહેજ પણ જાણ થવી તો દૂર, લેશમાત્ર આભાસ પણ ન થઈ શક્યો કે કનૌજનો મહારાજા આમ, ગૌડ રાજ્યાધીશ મહારાજા ધર્મની સમક્ષ સ્વયં પોતે ઉપસ્થિત થયો છે અને તેણે આચાર્ય બપ્પભટ્ટીને કાન્યકુન્જ લઈ જવાના સંદર્ભે મહારાજા ધર્મને પોતાની સૂચના રજૂ કરી દીધી છે.
બીજા દિવસે સવારમાં આચાર્ય બપ્પભટ્ટીએ ધર્મરાજ પાસે જઈને કહ્યું: “રાજન્ ! હવે હું કન્નૌજ જવા માટે સમુદ્યત (મુક્ત) છું.”
રાજા ધર્મે આશ્ચર્ય સાથે આચાર્યશ્રીની તરફ જોતા-જોતાં કહ્યું : “ભગવન્! શું આપ આપનું વચન પૂરું કર્યા વગર જ જઈ રહ્યા છો?”
આચાર્ય બબ્બે કહ્યું : “રાજન્ ! ગઈકાલે સ્વયં આમરાજ જાતે આપની રાજસભામાં આપની સમક્ષ ઉપસ્થિત થઈને, મને કન્નોજ લઈ જવાના સંબંધમાં આપને સૂચના આપી હતી. ગઈકાલે જે દૂત આપની સમક્ષ રાજસભામાં ઉપસ્થિત થયો, તે આમરાજ તો હતો. તેણે મને કાન્યકુબ્બે લઈ જવા માટે આપને નિવેદન પણ કર્યું હતું.”
ધર્મરાજે આમરાજને ન ઓળખી શકવા બદલ ખેદ (રજ) વ્યક્ત કર્યો. આચાર્ય બપ્પભટ્ટીએ મહારાજ ધર્મને સમજાવી-બુઝાવીને આશ્વસ્ત કરી લક્ષણાવતીથી વિહાર કર્યો. ગૌડ રાજ્યની હદની બહાર આમરાજે તેમનું સ્વાગત કર્યું અને કન્નૌજ પાછા ફરવા પર ખૂબ જ ૧૨ 969696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #172
--------------------------------------------------------------------------
________________
હર્ષોલ્લાસ અને અપૂર્વ મહોત્સવ સાથે આચાર્ય બપ્પભટ્ટીનો કન્નોજમાં નગરપ્રવેશ કરાવ્યો.
ત્યાર બાદ બપ્પભટ્ટી કાન્યકુબ્બમાં ભવ્યજીવોને ધર્મોપદેશ આપતાઆપતા જિનશાસનનો ચહુમુખી પ્રચાર-પ્રસાર અને વિકાસ કરતાકરતા સ્વ-પર કલ્યાણમાં વ્યસ્ત રહેવા લાગ્યા. એક દિવસ એક સંદેશવાહકે બપ્પભટ્ટીની સેવામાં ઉપસ્થિત થઈ તેમના ગુરુ સિદ્ધસેનની બીમારીનો સંદેશો આપ્યો. સંદેશામાં લખ્યું હતું - “જો તારા મનમાં મારું મુખ જોવાની ઇચ્છા હોય તો જલદીથી અહીં આવી જા.”
પોતાના ગુરુનો આ સંદેશો મળતાં જ બપ્પભટ્ટીએ તત્કાળ કન્નોજથી મોઢેરા તરફ વિહાર કર્યો. આમરાજ ખૂબ દૂર સુધી તેમને વળાવવા આવ્યો અને વિદાય કરતી વખતે પોતાના વિશ્વાસુ અધિકારીઓ અને સેવકોને પોતાના ગુરુની સાથે મોકલ્યા.
ઉગ્ર વિહાર ક્રમથી બપ્પભટ્ટી ખૂબ જલદી મોઢેરા ગામમાં પોતાના ગુરુની સેવામાં હાજર થઈ ગયા. પોતાના મહાન શિષ્યને જોઈને આચાર્ય સિદ્ધસેન ખૂબ જ પ્રસન્ન થયા. સંઘનો કાર્યભાર બપ્પભટ્ટીને સોંપીને તેમણે આલોચનાપૂર્વક ઉપવાસ કર્યા અને સમાધિપૂર્વક રત્નત્રયની આરાધના કરતા-કરતા પરલોક સિધાવ્યા.
પોતાના આરાધ્ય ગુરુદેવ આચાર્ય સિદ્ધસેનના સ્વર્ગવાસ દરમિયાન બપ્પભટ્ટીએ મોઢેરા ગામમાં રહીને સંઘની સુચારુ વ્યવસ્થા કરી અને થોડા સમય બાદ મોઢગચ્છ અને સંઘનો કાર્યભાર ગોવિંદસૂરિ અને નન્નસૂરિને સોંપીને તેમણે આમરાજના પ્રધાનો સાથે કાન્યકુબ્ધ તરફ પ્રસ્થાન કર્યું. કેટલાક દિવસો બાદ તેઓ ફરી કાન્યકુબ્દ પહોંચ્યા. કેટલાંય વર્ષો સુધી ધર્મોપદેશ આપતા-આપતા ત્યાંના પ્રજાજનોને 'ધર્મપથ પર સ્થિર કરી તેમના પર ઉપકાર કરતા રહ્યા. - તે દરમિયાન એક દિવસ ગૌડરાજ ધર્મે આમરાજ પાસે પોતાનો દૂત મોકલીને એક પ્રસ્તાવ મૂક્યો કે - “બૌદ્ધ મહાવાદી વર્ધન કુંજર તેમને ત્યાં લક્ષણાવતીમાં આવેલો છે, અને તે દેશ-વિદેશના બધા વાદી-પ્રતિવાદીઓને શાસ્ત્રાર્થ કરવા માટે પડકાર આપી રહ્યો છે. પરંતુ તેની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે કોઈ પણ વાદી સાહસ નથી કરી જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 3296969699339 ૧૬૩]
Page #173
--------------------------------------------------------------------------
________________
રહ્યા. આવી સ્થિતિમાં બપ્પભટ્ટી અને બૌદ્ધ મહાવાદી વર્ધન કુંજર વચ્ચે શાસ્ત્રાર્થ કરાવવામાં આવે.”
આમરાજે એ શરત સાથે શાસ્ત્રાર્થના પડકારનો સ્વીકાર કરી લીધો કે - “જેનો વાદી હારી જશે, તે રાજા પોતાનું સંપૂર્ણ રાજય વિજયી વાદીના પક્ષધર રાજાને સમર્પિત કરી દેશે.'
રાજા ધર્મ દ્વારા શરત સ્વીકારી લેવામાં આવતાં બંને રાજ્યોની સીમા પર બૌદ્ધ મહાવાદી વર્ધન કુંજરની સાથે આચાર્ય બપ્પભટ્ટીનો શાસ્ત્રાર્થનો પ્રારંભ થયો. જીત-હારના કોઈ પણ પ્રકારના નિર્ણય વિના તે બંને વિદ્વાનો વચ્ચે નિરંતર ૬ મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલતો રહ્યો.
અંતમાં બપ્પભટ્ટીને મહામહિમ મહાવાદી બતાવીને તેમની જીત સ્વીકારી લેવામાં આવી. પીઠાસીને નિર્ણાયકોએ શાસ્ત્રાર્થનો નિર્ણય સંભળાવતા જૈનાચાર્ય બપ્પભટ્ટીને વિજયી અને સૌગતવાદી વર્ધનકુંજરને પૂર્ણતઃ પરાજિત ઘોષિત કર્યા.
શાસ્ત્રાર્થના આ નિર્ણય બાદ મહારાજા ધર્મ, પૂર્વશરત અનુસાર પોતાનું સંપૂર્ણ ગૌડ રાજ્ય કુષેશ્વરને સમર્પિત કરવા માટે વિધિવત્ તૈયાર થઈ ગયો. પરંતુ બપ્પભટ્ટીના અનુરોધથી સજા ધર્મનું રાજ્ય યથાવત્ ધર્મરાજની પાસે જ રાખવાનું આમરાજે સ્વીકારી લીધું. પરિણામ સ્વરૂપ તે બંને રાજ્યો વચ્ચેની પરંપરાગત ચાલી આવતી શત્રુતા સમાપ્ત થઈ ગઈ. આમરાજ અને ધર્મરાજ, બંને પરસ્પર મૈત્રીભાવના સૂત્રમાં બંધાઈ ગયા.
આચાર્ય બપ્પભટ્ટીએ બૌદ્ધાચાર્ય વર્ધન કુંજરને ખૂબ જ પ્રેમથી ગળે લગાવ્યો અને તેને જૈન સિદ્ધાંતોનાં ગૂઢ રહસ્યોનો બોધ આપી તેને બાર વ્રતધારી શ્રાવક બનાવ્યો. સમ્યગુદૃષ્ટિ બાર વ્રતધારી શ્રાવક બન્યા પછી વર્ધન કુંજર ખૂબ શ્રદ્ધા-ભકિતથી બપ્પભટ્ટીને નમસ્કાર કરી પોતાના ઈચ્છિત સ્થાને જતો રહ્યો.
સમય જતાં આમરાજ અને ધર્મરાજ વચ્ચેની જૂની દુશ્મનાવટ ફરી સળવળી ઊઠી. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધમાં ધર્મરાજ માર્યો ગયો. ધર્મરાજના સામંત પ્રબંધકવિ વાપતિરાજને બંદી બનાવી લેવામાં આવ્યો. આમરાજનો યુદ્ધમાં વિજય થયો અને તેણે સંપૂર્ણ ગૌડ રાજ્ય પર પોતાનું આધિપત્ય સ્થાપ્તિ કરી લીધું. : [ ૧૬૪ 99cb2359:39૮૩૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રબંધકવિ વાક્પતિરાજે સૈનિક કારાવાસમાં રહેતા “ગૌડવો’ નામક એક શ્રેષ્ઠ કાવ્યની રચના કરી, જેનાથી આમરાજ તેમના પર ખૂબ પ્રસન્ન થયો અને તેમને કારાવાસમાંથી મુક્ત કરી પોતાની રાજસભાના સભ્ય બનાવી દીધા. રાજકવિના રૂપમાં રહીને વા૫તિરાજે આમરાજની યશોગાથાઓના અનેક ચમત્કારી શ્લોક બનાવ્યા અને “મહુમતવિજય' નામના એક ગ્રંથની પણ રચના કરી. આમરાજે પ્રસન્ન થઈને દર વર્ષે બે લાખ સુવર્ણમુદ્રાઓની આવકવાળી જાગીર વાકપતિરાજને આપી.
રાજા આમ ન્યાયનીતિપૂર્વક પ્રજાનું પાલન ને આચાર્ય બપ્પભટ્ટીનાં ઉપદેશાનુસાર અનેક પ્રભાવશાળી કાર્યોથી સદ્ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા લાગ્યો. આ બાજુ વાક્ષતિરાજને સંસારથી પૂર્ણપણે વિરક્તિ થઈ ગઈ હતી. તેઓ આમરાજની અનુમતિ લઈ મથુરા ચાલ્યા ગયા અને ત્યાં સંન્યાસ ગ્રહણ કરી પોતાના ઈષ્ટની ઉપાસના કરવા લાગ્યા. . સમય જતાં એક દિવસ ધર્મોપદેશ આપતી વખતે બપ્પભટ્ટીએ જુદા-જુદા ધર્મો સંબંધમાં તુલનાત્મક દૃષ્ટિથી વિવરણ પ્રસ્તુત કરતાં કહ્યું કે - “વિશ્વના બધા ધમોંમાં જૈન ધર્મ માખણ (નવનીત) સમાન સારભૂત અને ઉત્તમ છે.” તેમણે રાજા આમને સલાહ આપતા કહ્યું: “પરીક્ષાપૂર્વક તમે જૈન ધર્મને વિધિવત્ અંગીકાર કરી લો.”
આમરાજાએ કહ્યું: “મહાત્મન્ ! આમ તો હું બધી પરીક્ષા પછી જૈન ધર્મને જ માનું છું, પણ મારું મન શૈવ ધર્મમાં અનુરક્ત છે. આપ મને બીજા કોઈ પણ કામ માટે કહી દો, પરંતુ મારા પૈતૃક શૈવ ધર્મને. “છોડવાનું કૃપા કરીને ના કહેશો.” પછી આમરાજે આગળ કહ્યું: “ભગવન્! મથુરાના વરાહ મંદિરમાં વાક્યતિરાજ સંન્યાસી બનીને પુરાણ પુરુષોત્તમ પરબ્રહ્મની નાસાગ્ર દૃષ્ટિ કરી એકાગ્ર ચિત્તે આરાધના કરી રહ્યા છે તેમને આપ જૈન ધર્મ અંગીકાર કરાવી દો.”
રાજા આમની વાત સાંભળી બપ્પભટ્ટી તરત જ મથુરા જવા માટે તત્પર થઈ ગયા અને વિહાર કરીને એક દિવસ મથુરા પહોંચી ગયા. બપ્પભટ્ટીએ ત્યાં વાક્ષતિરાજને જૈન ધર્મના સારભૂત મૌલિક સિદ્ધાંતોનો બોધ આપ્યો. બપ્પભટ્ટીના મુખેથી સારભૂત તાત્ત્વિક વાત જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 96969696969696969696969 ૧૫]
Page #175
--------------------------------------------------------------------------
________________
સાંભળતાં જ વાક્ષિતરાજનો વ્યામોહ ભંગ થઈ ગયો. તેમણે બપ્પભટ્ટી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી.
બપ્પભટ્ટીના તમામ શંકાઓના નિવારણ તેમજ અંતરસ્તલસ્પર્શી ઉપદેશથી વાક્ષિતરાજના અંતઃકરણમાં વ્યાપેલ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ ગયો. તેમણે બપ્પભટ્ટીને કહ્યું : “ભગવન્ ! સૌપ્રથમ મને શ્રમણધર્મની દીક્ષા આપો.''
બપ્પભટ્ટીએ વાતિરાજને વિધિવત્ શ્રમણધર્મની દીક્ષા આપી. શ્રમણધર્મ અંગીકાર કર્યા પછી વા૫તિરાજ વિશુદ્ધધર્મના પરિપાલનની સાથે-સાથે પંચ પરમેષ્ઠીની આરાધના કરતા-કરતા કર્મવિકારને નષ્ટ કરવામાં તત્પર થઈ ગયા. મુનિ વાતિરાજે બધાં પાપોની આલોચના કરી અનશનવ્રત અંગીકાર કર્યું અને અઢાર દિવસો સુધી નિરંતર આત્મવિશુદ્ધિ કરતા-કરતા સ્વર્ગે સિધાવ્યા.
મુનિ વાતિરાજના સ્વર્ગસ્થ થયા બાદ આચાર્ય બપ્પભટ્ટી થોડા દિવસો સુધી ગોકુળમાં રોકાયા અને પછી કાન્યકુબ્જ પાછા ફર્યા. આમરાજે તેમની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરતાં કહ્યું : “આચાર્યદેવ ! આપની વાણીમાં અમોઘ શક્તિ છે. વાતિરાજ જેવા ઉચ્ચ કોટિના વિદ્વાનને પણ આપે જૈન બનાવીને શ્રમણધર્મમાં દીક્ષિત કરી લીધા.’
બપ્પભટ્ટીએ કહ્યું : “રાજન્ ! હું મારી વાણીની શક્તિને ત્યારે અમોધ સમજું, જ્યારે કે તમે પ્રબુદ્ધ થઈ જૈન ધર્મ સ્વીકાર કરો.”
આથી આમરાજે કહ્યું : “ભગવન્ ! વસ્તુતઃ હું જૈન ધર્મથી પૂર્ણપણે પ્રભાવિત થયો છું, પરંતુ મારા પૂર્વજન્મના સંસ્કારોના કારણે મને શૈવ ધર્મ ખૂબ પ્રિય છે, માટે હું તેનો પરિત્યાગ નથી કરી શકતો.’’
સભાસદોની આગ્રહભરી વિનંતીથી બપ્પભટ્ટી સૂરિએ જણાવ્યું કે - “પૂર્વજન્મમાં આમરાજ એક સંન્યાસી હતા. તે જન્મમાં અજ્ઞાનતપ કરતા-કરતા ઘોર કષ્ટ સહન કરવાના ફળ સ્વરૂપ તેમને આ રાજ્ય મળ્યું.”
સમય જતાં આમરાજે પોતાની વિશાળ ચતુરંગિણી સેના લઈને રાજગિરિ રાજ્ય પર આક્રમણ કર્યું. આમરાજની સેના સામે પોતાની સૈનિક શક્તિને અપૂરતી જાણીને દિવસભરના ભીષણ નરસંહારકારી ૧૬૬ |૩૭૭ ઊજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #176
--------------------------------------------------------------------------
________________
યુદ્ધ કર્યા પછી રાત્રે પોતાની સેના સાથે રાજગિરિના રાજાએ પોતાના સુવિશાળ મજબૂત કિલ્લાનું શરણું લીધું.
સવારે શત્રુસેનાને સામે ન જોઈને આમરાજે રાજગિરિના કિલ્લાને ચારેય બાજુથી ઘેરી લીધો. રાજા આમે શામ, દામ, દંડ, ભેદ આદિ તમામ નીતિઓનો આધાર લઈ તે કિલ્લાને તોડવા માટે શક્ય તેટલા તમામ ઉપાય કરી જોયા; પરંતુ કોઈ પણ ઉપાયથી કિલ્લાને તોડવામાં સફળતા મળી નહિ. અંતમાં તેણે બપ્પભટ્ટીને પ્રશ્ન કર્યો : “ભગવન્ ! આ મજબૂત દુર્ગમ કિલ્લાને, ક્યારે અને કેવી રીતે જીતી શકાશે ?’’
બપ્પભટ્ટીએ પ્રશ્નચૂડામણિ' શાસ્ત્રના આધારે કહ્યું : “રાજન્ ! તમારો ભોજ નામનો પૌત્ર આ કિલ્લા પર અધિકાર કરશે.’'
રાજગિરિના કિલ્લા પર અધિકાર મેળવ્યા વગર જ પાછા ફરવામાં આમરાજને પોતાનું અપમાન લાગ્યું. તે કિલ્લાની ચારે તરફ ઘેરાબંધી કરી ત્યાં ડટી રહ્યો. એ જ સ્થિતિમાં બાર વર્ષ વીતી જતાં યુવરાજ દુદુકની યુવરાણીએ એક પુત્રને જન્મ આપ્યો.
આમરાજના આદેશાનુસાર જન્મ લેતાં જ તે શિશુને પારણામાં સુવડાવીને પ્રધાનો દ્વારા રાજા આમ પાસે લાવવામાં આવ્યો. તે બાળકનું મુખ કિલ્લાની ટોચ તરફ કરી ટોચને તેના દૃષ્ટિપથમાં લાવવામાં આવી અને તે જ ક્ષણે કિલ્લા પર ગોળાઓનો મારો કરવામાં આવ્યો. આ બાજુ વીજળીના કડાકા સમાન ઘોર અવાજ કરતો કિલ્લાનો ઢાંચો ધરતી પર આવી પડ્યો.
રાજા સમુદ્રસેન સહકુટુંબ ગુપ્તમાર્ગેથી નીકળીને કોઈ અજ્ઞાત સ્થળ તરફ જતો રહ્યો. આમરાજે તે જ વખતે પોતાની સેના સાથે કિલ્લામાં પ્રવેશ કર્યો અને તેના પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું.
આમરાજને તે જ સમયે કોઈ અદશ્ય શક્તિથી જાણ થઈ ગઈ કે - છ મહિના પછી મગધ તીર્થયાત્રા-હેતુ ગંગા પાર કરતી વખતે મગટોડા નામના ગામ પાસે તેનું મૃત્યુ થઈ જશે.
"
રાજગિરિથી પ્રયાણ કરી રાજા આમ બપ્પભટ્ટી સાથે અનેક તીર્થોની યાત્રા કરતા-કરતા કાન્યકુબ્જ પહોંચ્યો. પોતાના પુત્ર દુંદુકને કાન્યકુબ્જના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭.
૭૭ ૧૬
Page #177
--------------------------------------------------------------------------
________________
રાજસિંહસન પર આરૂઢ કરી આમરાજા પોતાના ગુરુ બપ્પભટ્ટી સાથે મગધતીર્થની યાત્રા માટે રવાના થયો. જે સમયે રાજા આમ આચાર્ય બપ્પભટ્ટી સાથે હોડીમાં બેસીને ગંગા પાર કરી રહ્યા હતા, તે સમયે બપ્પભટ્ટી અને આમરાજે જોયું કે હોડીની પાસે પાણીમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. પાણીમાંથી નીકળતા ધુમાડાને જોઈને બપ્પભટ્ટીએ આમરાજને કહ્યું : “રાજન્ ! તમારો અંતિમ સમય ખૂબ જ નજીક આવી ગયો છે, આ જુઓ, મગટોડા આવી ગયું છે. હવે અંતિમ સમયમાં એ ભલે, તમો જૈન ધર્મ અંગીકાર કરી લો.”
રાજા આમે તે જ સમયે બપ્પભટ્ટી પાસે વિધિવત્ જૈન ધર્મ અંગીકાર કરી સર્વજ્ઞ, સર્વદર્શી વીતરાગ પ્રભુનું શરણું અંગીકાર કર્યું. આચાર્ય બપ્પભટ્ટીએ આમરાજાને કહ્યું : “હજુ મારું પાંચ વર્ષનું આયુષ્ય બાકી છે.”
રાજા આમે બપ્પભટ્ટીના મુખારવિંદથી પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં-કરતાં મગટોડા ગામ પાસે ગંગાના પાણીમાં વિ. સં. ૮૯૦ની ભાદ્રપદ શુક્લા પંચમી, શુક્રવારના દિવસે, દિવસના અંતિમ પ્રહરમાં પોતાની ઇહલીલા સમાપ્ત કરી. બપ્પભટ્ટી કાન્યકુબ્જ પાછા ફર્યા અને રાજા આમ દ્વારા તેમના માટે પહેલાથી નક્કી કરેલા ભવનમાં રહેવા લાગ્યા.
રાજસંસર્ગના પરિણામ
આચાર્ય બપ્પભટ્ટી જીવનભર રાજગુરુના રૂપમાં રાજા આમના નિકટ સંપર્કમાં રહ્યા. આના અનેક સુપરિણામ પણ મળ્યાં. પ્રથમ તો એ કે જૈન ધર્મને રાજ્યાશ્રય મળતો રહ્યો. રાજમાન્ય ધર્મ હોવાના કારણે, લોકપ્રવાહની બદલાયેલી પરિસ્થિતિઓમાં પણ જૈન ધર્મનું વર્ચસ્વ બનેલું રહ્યું. બપ્પભટ્ટીના ઉપદેશ અને સલાહ-સૂચનથી અનેક લોકકલ્યાણકારી કાર્યોની સાથે-સાથે, જૈન ધર્મની પ્રભાવના અને પ્રચારપ્રસારનાં કાર્યો પણ રાજા દ્વારા કરવામાં આવ્યાં. બપ્પભટ્ટીના રાજસંસર્ગથી જૈનસમાજની શક્તિ અને પ્રતિષ્ઠામાં ઉલ્લેખનીય અભિવૃદ્ધિ થઈ. બપ્પભટ્ટીના રાજસંસર્ગથી આ બધાં સુપરિણામ આવ્યાં. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૬૮
Page #178
--------------------------------------------------------------------------
________________
પરંતુ એક સર્વોરંભ પરિત્યાગી, બ્રહ્મચારી, પંચ મહાવ્રતધારી, નિસ્ટંગ, અલૌકિક મહાન પ્રતિભાશાળી શ્રમણ-શ્રેષ્ઠ હોવા છતાં પણ નિરંતર રાજ સંસંર્ગમાં રહેવા અથવા રાજાની ખૂબ નજીક રહેવાથી આગમાનુસારી વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કઈ હદ સુધી કરી શકે છે, એ તથ્ય પર જો નિષ્પક્ષ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો ઘણી નિરાશા થાય છે. છત્ર, ચામર, સિંહાસન, હાથી, પાલખી વગેરેનો ઉપયોગ, નિયત-નિવાસ (નક્કી રાખેલું નિવાસસ્થાન), આધાકર્મી આહાર વગેરે જે વસ્તુઓનો શાસ્ત્રોમાં શ્રમણ માટે સ્પષ્ટ નિષેધ છે, તેમનો ઉપયોગ કરતાં રહીને શ્રમણધર્મના અધ:પતનથી બચવું સંભવ નથી. અન્ય વિદ્વાન આચાર્યો દ્વારા કૃતિઓમાં તથા આચાર્ય પ્રભાચંદ્ર દ્વારા પ્રભાવક ચરિત્ર'માં બપ્પભટ્ટીના જીવનની ઘટનાઓનું જે વર્ણન ઉલ્લેખિત છે, તેના આધારે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે કે આચાર્ય બપ્પભટ્ટી સુદીર્ઘકાળ સુધી આમરાજની નજીક રહા, આ કારણે શ્રમણધર્મની મૂળ મર્યાદાઓનું પૂર્ણ અનુપાલન કરી શક્યા નહિ. જીવનભર રાજ-પરિવારની અત્યંત નજીક રહેવાના ફળસ્વરૂપ પોતાના જીવનના અંતિમ સમયમાં જે સમયે આચાર્ય બપ્પભટ્ટી ૯૦ વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા હતા, તે સમયે તેમને ખૂબ જ અંતરદ્વન્દ્ર અને માનસિક અશાંતિમાં ઉલઝવું પડ્યું.
રાજા દુંદુક ખૂબ જ નિષ્ક્રિય, દુરાચારી અને કૂર નીકળ્યો. દુરાચારમાં પડીને તે પોતાના મહાતેજસ્વી અને હોનહાર પુત્ર ભોજ સુધ્ધાંને અકાળે કાળનો કોળિયો બનાવવાનું પયંત્ર કરવા લાગ્યો.
રાજુકમાર ભોજને મોતને ઘાટ ઉતારી દેવાના આ પયંત્રની જાણ આચાર્ય બપ્પભટ્ટીને થઈ ગઈ હતી. આથી તેમણે રાજકુમાર ભોજને પડ્યુંત્રથી સાવધાન કરતાં તેને દુંદુકને મળ્યા વિના જ તાત્કાલિક પોતાની માતા સાથે પાટલીપુત્ર તેના મોસાળમાં જતા રહેવાની સલાહ આપી. આચાર્ય બપ્પભટ્ટીની દૂરદર્શિતાથી રાજકુમાર ભોજ મૃત્યુના મુખથી નીકળી પોતાના નાના, પાટલીપુત્રના મહારાજા પાસે ચાલ્યો ગયો.
જ્યારે દુંદુકને ખબર પડી કે - “રાજકુમાર ભોજ પાટલીપુત્ર ચાલ્યો ગયો છે. તો તેને ખૂબ દુઃખ થયું. તેણે સારી રીતે વિચાર કર્યા બાદ નિર્ણય કર્યો કે - “ફક્ત આચાર્ય બપ્પભટ્ટી જ કોઈ ને કોઈ ઉપાયથી જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 26969696969696969696969 ૧૬૯]
Page #179
--------------------------------------------------------------------------
________________
પાટલીપુત્રનરેશને ભલી-ભાંતિ સમજાવી-બુઝાવીને રાજકુમારને પાટલીપુત્રથી અહીં લાવી શકે છે. તેમના સિવાય આ કામ કરવાનું બીજા કોઈનું ગજું નથી.”
આ રીતે વિચાર કરી રાજા ઈંદુકે એક દિવસ આચાર્ય બપ્પભટ્ટીને નિવેદન કર્યું : “આચાર્ય મહારાજ ! મારા પ્રાણોથી અધિક પ્રિય પુત્ર ભોજ વિના મને આ બધો રાજવૈભવ સારો નથી લાગતો-ભોજની ગેરહાજરીમાં મને આ સમગ્ર સંસાર શૂન્ય જેવો લાગી રહ્યો છે. ફક્ત તમે જ તેને પાટલીપુત્રથી અહીં લાવવામાં સમર્થ છો. માટે મારા ઉપર કૃપા કરી આપ પાટલીપુત્ર જઈને મારા પરમપ્રિય પુત્ર ભોજને અહીં લઈ આવો. હું જીવનભર આપનો અહેસાનમંદ રહીશ.”
આચાર્યશ્રી દુંદુકના અંતર્મનના ગૂઢ રહસ્યને ભલી-ભાંતિ જાણતા હતા. આથી કેટલાક સમય સુધી તો એમ કહીને દુંદુકની વાતને ટાળતા રહ્યા કે - “હાલમાં તેઓ અમુક ધ્યાનની સાધનામાં વ્યસ્ત છે, તે પૂર્ણ થયા બાદ અતિ આવશ્યક યોગની સાધના કરશે અને ત્યાર બાદ પાટલીપુત્ર જઈને ભોજને લઈ આવશે. આ રીતે દુંદુકની વિનંતીને વારેઘડીએ કોઈ ને કોઈ કાલ્પનિક આવશ્યક કારણ બતાવી ટાળતા-ટાળતા, આમરાજના મૃત્યુ પછીના પોતાના જીવનનાં બાકી બચેલાં પાંચ વર્ષમાંથી ઘણો ખરો સમય વ્યતીત કરી દીધો.
છેલ્લે મહારાજા દુંદુકના હઠાગ્રહપૂર્વકના અંતિમ અનુરોધથી આચાર્ય બપ્પભટ્ટીને લાચાર થઈને પાટલીપુત્ર તરફ પ્રયાણ કરવું જ પડ્યું. તબક્કાવાર પાટલીપુત્ર તરફ આગળ વધતા જ્યારે તેઓ પાટલીપુત્રની નજીક પહોંચ્યા તો તેમણે વિચાર કર્યો - “જો હું રાજકુમાર ભોજને પાટલીપુત્રથી કાન્યકુબ્બે લઈ જઈશ તો એ નક્કી છે કે, તે દુષ્ટ રાજા દુંદુક રાજકુમાર ભોજની હત્યા કરાવી દેશે અને નહિ લઈ જઉં તો તે દૂર દુંદુક મારા અને મારા ધર્મસંઘથી રૂષ્ટ થઈને જિનશાસનને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડશે અને આ રીતે જિનશાસન પર ભયંકર વજપાત થશે. આવી દશામાં મારી આયુષ્યના શેષ બચેલા દિવસોને અહીં જ અનશનપૂર્વક વિતાવી દેવા તમામ દૃષ્ટિકોણથી ઉચિત રહેશે.' ૧૦૦ 999999999992 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #180
--------------------------------------------------------------------------
________________
આ રીતે વિચાર કરી બપ્પભટ્ટીએ આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરીને પાટલીપુત્રથી નજીકના એક સ્થળે અનશનપૂર્વક પાદોપગમન સંથારો અંગીકાર કરી લીધો અને પંચ પરમેષ્ઠીનું શરણ ગ્રહણ કરીને તેઓ આત્મ-ધ્યાનમાં લીન થઈ ગયા. આ રીતે સમભાવે ભૂખ, તરસ આદિ તમામ પીડાઓને સહન કરતા-કરતા ૨૧ દિવસ-રાત સુધી એકાગ્ર મનથી આત્મચિંતન કરતાં કરતાં ૯૫ વરસની ઉંમરે વિ. સં. ૮૯૫ (વી. નિ. સં. ૧૩૬૫)ના શ્રાવણ શુક્લા આઠમના દિવસે મહાન પ્રભાવક આચાર્ય બપ્પભટ્ટીએ સ્વર્ગારોહણ કર્યું.
આચાર્ય બપ્પભટ્ટીના કૃપાપ્રસાદના કારણે રાજકુમાર ભોજનું પ્રાણસંકટ ટળી ગયું હતું, આથી તે જીવનભર પોતાના ઉપકારી મહાન આચાર્ય બપ્પભટ્ટીના ઉત્તરાધિકારીઓ અને ધર્મસંઘનો પરમ ભકત બની રહ્યો. બપ્પભટ્ટીના સ્વર્ગારોહણ પછી થોડા સમય બાદ રાજુકમાર ભોજ પોતાના મામાઓ સાથે કાન્યકુબ્ધ પહોંચ્યો. પિતા દુંદુકના દુરાચારનો કાયમ માટે અંત કરીને કાન્યકુબ્બના રાજસિંહાસન પર આરૂઢ થઈ પોતાનો પરંપરાગત અધિકાર પ્રાપ્ત કર્યો. તેણે બપ્પભટ્ટીના પટ્ટધર બે આચાર્યોમાંથી નગ્નસૂરિને મોઢેરામાં જ રાખ્યા અને ગોવિંદસૂરિને પોતાની રાજસભામાં રાજગુરુ બનાવીને રાખ્યા. બપ્પભટ્ટીના ઉપકારોથી ઋણમુક્ત થવાની પ્રબળ ભાવના સાથે રાજાભોજે જિનશાસનની ખૂબ સેવા કરી.
બપ્પભટ્ટસૂરિએ જીવનભર જિનશાસનની પ્રભાવનાનાં અનેક આશ્ચર્યકારી અને મહાન કાર્યો કરવાની સાથો સાથ પર (બાવન) પ્રબંધોની રચના કરી જૈન વામયની શ્રીવૃધ્ધિ અને વાગુદેવની મહાન સેવા કરી. સાંખ્યદર્શનના પોતાના સમયના ઉચ્ચ કોટિના વિદ્વાન, પરમ વૈષ્ણવ અને પ્રમુખ પ્રબંધ કવિ વાક્યપતિરાજ જેવા પરબ્રહ્મોપાસક સંન્યાસીને ન કેવળ જૈનશ્રમણોપાસક બનાવીને, પરંતુ જૈન શ્રમણધર્મની દીક્ષા આપી બપ્પભટ્ટીએ સંસારની સામે પોતાની અલૌકિક - અસાધારણ પ્રતિભાનું ઉદાહરણ આપ્યું.
આચાર્ય બપ્પભટ્ટસૂરિ મહાન પ્રભાવશાળી આચાર્ય, અસાધારણ પ્રતિભાના ધણી તથા જિનશાસનરૂપી ક્ષીરસાગરના કૌસ્તુભમણિ તુલ્ય અણમોલ રત્ન હતા. જૈન ઇતિહાસમાં તેમનું નામ અમર રહેશે. જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૩) 99999999999 ૧૦૧]
Page #181
--------------------------------------------------------------------------
________________
(કનોજના મહારાજા યશોવમાં) વી. નિ.ની તેરમી સદીના પ્રથમ ચતુર્થ ચરણની આસપાસ કનૌજના રાજસિંહાસન પર યશોવર્મન (યશોવર્મ, યશોવમ) નામના એક શક્તિશાળી રાજા બેઠો. વાક્ષતિરાજ દ્વારા રચિત ગૌડવો' અને કાશ્મીરના મહારાજા લલિતાદિત્યના રાજકવિ કલ્હણ દ્વારા રચિત “રાજતરંગિણી' દ્વારા એ તથ્ય પ્રકાશમાં આવે છે કે, કનોજ રાજ્યના આ શક્તિશાળી શાસકે દૂર-દૂર સુધી દિગ્વિજય કરવાની સાથે-સાથે કાશ્મીરના મહારાજા લલિતાદિત્ય સાથે મળીને ભારતની ઉત્તરી સીમાથી ભારત પર કરવામાં આવતા આરબોના આક્રમણને અસફળ કરવા માટે ખૂબ તત્પરતા અને વીરતાથી કામ કર્યું.
ઇતિહાસકારો અનુસાર પુષ્પભૂતિ-રાજવંશના અંતિમ મહારાજા હર્ષવર્ધનના મૃત્યુ પછી લગભગ અડધી શતાબ્દી સુધી રાજનૈતિક દૃષ્ટિએ ખૂબ અસ્થિરતા રહી. ઈ.સ. ૭૦૦ની આસપાસ યશોવર્મન કનૌજના રાજસિંહાસન પર બેઠો. તે ચાલુક્ય-વંશનો રાજા હતો. - યશોવર્મન જે રીતે એક મહાન યોદ્ધો અને રણનીતિ-વિશારદ હતો, તે જ રીતે તે વિદ્યાપ્રેમી અને વિદ્વાનોનું સન્માન કરવાવાળો હતો. મહાકવિ ભવભૂતિ અને વાકપતિરાજ તેની રાજસભાના વિદ્રત્ન અને રાજકવિ હતા. વાપતિરાજે પ્રાકૃત ભાષામાં ૧૨૦૯ ગાથાઓના ગૌડવો” નામક કાવ્યગ્રંથની રચના કરીને કનૌજના અધીશ્વર યશોવર્માની પ્રશંસા કરી છે.
યશોવર્મનના સમયમાં આરબ દેશના ખલીફાઓની ગીધ દૃષ્ટિ આર્યધરા ભારત પર લાગેલી હતી. તેઓ ઇરાક, ઈરાન વગેરે દેશોની જેમ જ વિશાળ ભારતને પણ ઈસ્લામિક દેશ બનાવવા માટે કટિબદ્ધ હતા. સિંધ પ્રદેશ પર આરબોની સેનાએ કબજો પણ કરી લીધો હતો. દૂરંદેશી યશોવર્મને આરબ સેનાઓથી ભારતની રક્ષા કરવાનો દઢ સંકલ્પ કરી લીધો.
એવું જણાય છે કે, જે રીતે હર્ષવર્ધન સંપૂર્ણ ભારતને સદાને માટે એક શક્તિશાળી અજેય રાષ્ટ્ર બનાવવાની આકાંક્ષાથી એક સાર્વભૌમ ૧૦૨ BC2C31313303031330 જન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #182
--------------------------------------------------------------------------
________________
સત્તા-સંપન્ન કેન્દ્રીય સત્તાની સ્થાપના કરવા માંગતો હતો, બિલકુલ તેવી જ રીતે યશોવર્મન પણ ભારતની ઉત્તરીય સીમાની પેલે પારથી આરબોના ભારત પર વધતાં દબાણને જોઈને, વિદેશીઓથી પોતાની જન્મભૂમિ ભારતની કાયમી સુરક્ષા માટે એક શક્તિશાળી કેન્દ્રીય સત્તાની સ્થાપના કરવા માંગતો હતો. - ચીનના રાજકીય અભિલેખોમાં ઉલ્લેખ છે કે - “ભારતના મધ્યદેશના રાજા થી-શા-કૂમોએ ઈ.સ. ૭૩૧માં પોતાનું એક પ્રતિનિધિ મંડળ ચીનના સમ્રાટ પાસે એ વિનંતી સાથે મોકલ્યું કે - ‘ઉત્તરથી આરબો અને તિબેટવાસીઓનું ભારત પર નિરંતર દબાણ વધી રહ્યું છે. ભારતની રક્ષા માટે ચીનના સમ્રાટ તરફથી તમામ રીતે યોગ્ય મદદ આપવામાં આવે.” “રાજતરંગિણી'ના અનુવાદમાં
સ્ટેન” દ્વારા કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર કાશ્મીરના રાજા લલિતાદિત્યે પણ ઈ.સ. ૭૩૬માં ચીનના સમ્રાટ પાસે પોતાના પ્રતિનિધિ મોકલીને વિનંતી કરી કે - “કાશ્મીર પર આરબવાસી અને તિબેટવાસીઓનાં વધતાં જતાં દબાણને રોકવા માટે તેમને સૈનિક સહાય આપવામાં આવે.' લલિતાદિત્યે ચીનના સમ્રાટને એ પણ વિનંતી કરી કે - “આરબો અને તિબેટવાસીઓના ભારત તરફ વધતા પગલાને રોકવા માટે તે પોતે અને યશોવર્મન સંયુક્ત રીતે પ્રયાસ કરી રહ્યા છે.”
ઐતિહાસિક ઘટનાક્રમ એ વાતનો સાક્ષી છે કે ઈ.સ. ૭૩૪૭૩૫માં આરબોએ સિંધથી જોડાયેલી ગુજરાત સીમાઓથી ઘૂસણખોરી કરીને કનૌજ, ઉજ્જૈન વગેરે તરફ આગળ વધવાની ઇચ્છાથી સૈનિક કાર્યવાહી કરવાની શરૂઆત કરી. જે મને ચાલુક્યરાજ વિક્રમાદિત્ય દ્વિતીયના ગુજરાત પ્રદેશના પ્રશાસક પુલકેશિન અને રાષ્ટ્રકૂટવંશી રાજા દંતિદુગે યુદ્ધમાં હરાવીને પાછા સિંધ તરફ ભાગી જવા માટે મજબૂર કરી દીધા. તે સમયે રાજા યશોવર્મન અને લલિતાદિત્યની વચ્ચેનો મનમુટાવ(મનદુઃખ-મતભેદ) સંઘર્ષનો રૂપ ધારણ કરી ગયો. ડૉ. પી. સી. બાગચી અનુસાર યશોવર્મને ચીનના જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 2696969696969696969693 ૧૦૩]
Page #183
--------------------------------------------------------------------------
________________
સમ્રાટને એ વિનંતી પર કરાવડાવી હતી કે - “તેઓ લલિતાદિત્ય અને તેના (યશોવર્મનના)વચ્ચેના વિવાદને શાંત કરવામાં પણ મધ્યસ્થતા કરે.'
કાશ્મીરરાજ લલિતાદિત્યના રાજકવિ કલ્હણે પોતાના ઐતિહાસિક મહત્ત્વના ગ્રંથ “રાજતરંગિણી'માં આ બંને રાજાઓ (લલિતાદિત્ય અને યશોવર્મન)ના વચ્ચે થયેલા વિવાદનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે - “કાશ્મીરના મહારાજા લલિતાદિત્ય અને કનોજરાજ યશવર્મનની વચ્ચે ઘણા સમયથી પરસ્પર મનદુઃખ ચાલી રહ્યું હતું. જેણે આખરે સંઘર્ષનું રૂપ લઈ લીધું. સંઘર્ષને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જોઈને બંને જણે સંધિ (સુલેહ) કરવાનો વિચાર કર્યો. સંધિપત્રનો મુસદ્દો પણ તૈયારી કરી લેવામાં આવ્યો. પરંતુ તે સંધિપત્રના શીર્ષક “યશોવર્મન અને લલિતાદિત્યની વચ્ચે શાંતિ-સંધિને જોઈને લલિતાદિત્યના સંધિવિગ્રહિક મંત્રીએ પોતાના સ્વામી કાશ્મીરના મહારાજા લલિતાદિત્યના સંધિવિગ્રહિક મંત્રીએ પોતાના સ્વામી કાશ્મીરના મહારાજા લલિતાદિત્યના નામ પહેલા યશોવર્મનનું નામ લખવા સામે વિરોધ દર્શાવ્યો. બંને પક્ષોમાંથી કોઈ પણ પક્ષ પોતાના સ્વામીનું નામ બીજા સ્થાને રાખવા માટે સહમત ન થયા. તેનું ભયંકર પરિણામ એ આવ્યું કે યશોવર્મન અને લલિતાદિત્યની વચ્ચે સંધિ (સુલેહ) થતા થતા રહી લઈ. જોકે લલિતાદિત્યના સેનાપતિ લાંબા યુદ્ધથી કંટાળી ગયા હતા, તો પણ બંને પક્ષની સેનાઓએ યુદ્ધભૂમિમાં પોત-પોતાનો મોરચો સંભાળ્યો અને ભારતને શક્તિશાળી બનાવવાના સમઉદેશ્ય ધરાવનારા તે બંને રાજાઓની વચ્ચે ફરીથી ખૂબ જ ઘમાસાણ યુદ્ધ થયું. યુદ્ધમાં લલિતાદિત્યે યશોવર્મનને પરાજિત કર્યો અને તેને જડમૂળથી નષ્ટ કરી દીધો.”
આ રીતે ભારતને અજેય શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન અકાળે જ તૂટી ગયું. આ ભારત માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી કે, બે રાજાઓના થોથા (બોદા) અહમ્ અને તે રાજાઓના મંત્રીઓની દૂરંદેશી (દૂરદર્શિતા)ના અભાવમાં, ભારતની જે સેનાઓ ભવિષ્યમાં આવવાના ખરાબ દિવસોમાં દેશની રક્ષા કરવામાં કામમાં આવતી, તેના બદલે આપસમાં જ લડી કરીને નષ્ટ અથવા અશક્ત (કમજોર) થઈ ગઈ. ૧૦૪ 969696969696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #184
--------------------------------------------------------------------------
________________
(બાદામીનો ચાલુક્ય-રાજવંશ ઈ.સ. ૩૩માં ચાલુકયરાજ વિક્રમાદિત્ય પછી તેનો પુત્ર વિક્રમાદિત્ય (દ્વિતીય) બાદામીના રાજસિંહાસન પર બેઠો. તેનું શાસન ઈ.સ. ૭૪૪ સુધી રહ્યું.
સિંધ પ્રદેશમાં શાસન કરી રહેલા આરબોએ દક્ષિણ તરફ આગળ વધવાના હેતુથી સિંધને અડીને આવેલા ગુર્જર પ્રદેશનાં ક્ષેત્રો પર ઈ.સ. ૭૩૪-૭૩૫માં કબજો કરવાની શરૂઆત કરી. ગુજરાતમાં ચાલુક્યરાજના પ્રતિનિધિ પુલકેશિને તે આરબો પર આક્રમણ કર્યું અને તેમને હરાવીને પાછા સિંધમાં ભાગવા માટે મજબૂર કરી દીધા. પુલકેશિન, ચાલુક્યરાજ વિક્રમાદિત્ય(પ્રથમ)ના ભ્રાતા જયસિંહનો પુત્ર હતો; જેણે પ્રથમ વિક્રમાદિત્યના બાદામી રાજ્યની પુનઃસ્થાપનામાં સહયોગ આપ્યો હતો ને જેને વિક્રમાદિત્ય દ્વારા દક્ષિણ ગુજરાતનો પ્રતિનિધિ શાસક (સામંત) નિયુક્ત કરવામાં આવ્યો હતો.
વિક્રમાદિત્ય (દ્વિતીય), દક્ષિણ ગુજરાતના શાસક પુલકેશિનની આ શૌર્યપૂર્ણ સેવાઓથી ખૂબ જ પ્રસન્ન થયો. તેણે પુલકેશિનને રાજસી સન્માન આપી તેને “અવનિ-જનાશ્રય” (પૃથ્વી પર વસનારા માનવમાત્રનો આશ્રય) અલંકરણથી સન્માનિત કર્યો. આરબોને ફરીથી સિંધ તરફ ખદેડવામાં રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગે (ઈ.સ. ૭૩૦-૭૫૩) પણ ઉલ્લેખનીય કાર્ય કર્યું. દંતિદુર્ગ વિક્રમાદિત્ય(દ્વિતીય)ના શાસનકાળમાં ચાલુક્યોનો સામંત હતો.
ચાલુક્ય સમ્રાટ વિક્રમાદિત્ય (દ્વિતીય) પછી ઈ.સ. ૭૪૪માં તેનો પુત્ર કીર્તિવર્મન બાદામીના રાજસિંહાસન પર બેઠો. તેના કુલ મળીને સાત-આઠ વર્ષના શાસનકાળમાં બાદામીનું પ્રતાપી રાજ્ય નિરંતર ક્ષીણ અને નિર્બળ થતું ગયું. વસ્તુતઃ તે બાદામીના ચાલુક્ય-વંશનો અંતિમ રાજા સાબિત થયો.
(રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગ) - વી. નિ. સં. ૧૨૫૭ થી ૧૨૮૦ સુધી માન્યખેટના રાષ્ટ્રકૂટવંશીય સિંહાસન પર આ રાજવંશના છઠ્ઠા શાસક દંતિદુર્ગ (અપનામ - (૧) દંતિવર્મા (૨) ખગાવલોક (૩) પૃથ્વીવલ્લભ (૪) વૈરમેઘ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૩) 96969696969696969696963 ૧૦૫
Page #185
--------------------------------------------------------------------------
________________
(૫) સાહસતુંગ)નો અધિકાર રહ્યો. તે ખૂબ પ્રતાપી રાજા હતો. બધા જ ઇતિહાસકારો તેને રાષ્ટ્રકૂટ-રાજવંશને એક શકિતશાળી રાજ્યનું સ્વરૂપ આપવાવાળો માને છે. તેણે ઈ.સ. ૭૪૨માં ઇલોરા, પર કબજો કર્યો. દંતિદુર્ગ માલવ, ગુર્જર, કૌશલ, કલિંગ અને શ્રીશૈલમ પ્રદેશના તેલુગુ-ચોલ રાજાઓને એક-એક કરીને યુદ્ધમાં હરાવીને પોતાના આજ્ઞાવર્તી બનાવ્યા. ત્યાર પછી તે કાંચીની તરફ આગળ વધ્યો અને કાંચીપતિ નંદીવર્મન પલ્લવમલની સાથે પોતાની પુત્રી રેખાનું લગ્ન કર્યું.
તેણે ચાલુક્યરાજ કીર્તિવર્મન પર પોતાના મૃત્યુથી લગભગ એક વર્ષ પહેલાં આક્રમણ કરીને તેને અંતિમરૂપે પરાજિત કર્યો. તેના પછી દંતિદુર્ગે પોતાને દક્ષિણ ક્ષેત્રનો સાર્વભૌમસત્તા-સંપન્ન રાજા ઘોષિત કર્યો.
દંતિદુર્ગ જિનશાસનના અભ્યદય તેમજ પ્રચાર-પ્રસારનાં કાર્યોમાં ખૂબ જ રસ લેતો હતો. તે પરમ જિનભક્ત હતો. પુત્રી રેખા સિવાય તેને કોઈ સંતાન ન હતું. તે જ કારણે તેના મૃત્યુ બાદ તેના કાકા કૃષ્ણ (પ્રથમ) માન્યખેટના રાજસિંહાસન પર બેઠા.
(રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ (પ્રથમ)) વી. નિ. સં. ૧૨૮૦ થી ૧૩૦૫ સુધી રાષ્ટ્રકૂટવંશના રાજા કૃષ્ણ(પ્રથમ)નું વિશાળ રાષ્ટ્રકૂટ રાજ્ય પર શાસન રહ્યું. તે રાજા દંતિદુર્ગના કાકા હતા.
કૃષ્ણ કોંકણ પર કબજો કરી ત્યાં શિલાહારવંશીય રાજકુમારને સામંતના રૂપમાં નિયુક્ત કર્યો. તેણે ગંગ રાજ્ય પર આક્રમણ કરીને ગંગરાજ શ્રીપુરુષને રણમેદાનમાં હરાવીને તેને પોતાના તાબા હેઠળનો રાજા બનાવ્યો. કૃષ્ણ પોતાના પુત્ર ગોવિંદને એક મોટી સેના સાથે વેંગીને ચાલુક્ય રાજાને પોતાને તાબે કરવા માટે મોકલ્યો. વેંગીના રાજા વિજયાદિત્ય(પ્રથમ)એ રાજકુમાર ગોવિંદની સમક્ષ હાજર થઈને કોઈ પણ સંઘર્ષ વિના જ રાષ્ટ્રકૂટ રાજ્યની આધીનતા
સ્વીકારી લીધી. કૃષ્ણના ગોવિંદ અને ધ્રુવ નામના બે પુત્ર હતા. રાજા કૃષ્ણ એલપુર (ઇલોરા)માં એક અતિ ભવ્ય શિવમંદિરનું નિર્માણ કરાવ્યું. ઈ.સ. ૭૭રમાં કૃષ્ણનો દેહાંત થઈ ગયો. [૧૦૬ [9636236263696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #186
--------------------------------------------------------------------------
________________
(સમ્રાટ લલિતાદિત્ય )
વિ. નિ.ની તેરમી સદીમાં કાશ્મીરના રાજસિંહાસન પર કારકોટ અથવા નાગવંશના રાજા લલિતાદિત્ય (મુક્તાપીડ) બેઠા. તે કનૌજના મહારાજા યશોવર્મનના સમકાલીન મહારાજા હતા. યશોવર્મન ઈ.સ. ૭00ના લગભગ કનોજના રાજસિંહાસન પર બેઠા. એવું જણાય છે કે, યશોવર્મન જ્યારે પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં ભારતની અંતિમ હદ સુધી દિગ્વિજય કરીને એક વિશાળ અને શક્તિશાળી કનૌજ રાજ્યને સુગઠિત કરી ચૂક્યા હતા, તે સમયે લલિતાદિત્ય કાશ્મીર રાજ્યના રાજસિંહાસન પર બેઠા. જે સમયે યશોવર્મન ઉત્તર દિશામાં દિગ્વિજય કરતા-કરતા આગળ વધ્યો, તે સમયે આરબો ને તિબેટીઓએ ભારતની ઉત્તરીય સીમાઓ પર પોતાની આક્રમક ગતિવિધિઓ સંભવતઃ થોડી વધારી હતી. આરબો અને તિબેટીઓનું દબાણ સંભવતઃ ઈ. સ. ૭૩૦-૭૩૧ની આસપાસ ભારતની સીમાઓ પર વધવા લાગ્યું. યશોવર્મન ભારત પર આવવાવાળા વિદેશી આક્રમણના સંકટથી ચિંતિત થયો અને તેણે ચીનના સમ્રાટ પાસે પોતાના એક પ્રતિનિધિમંડળના માધ્યમથી ઈ.સ. ૭૩૧માં વિનંતી કરી કે - “તેઓ ભારત પર સંભવિત વિદેશી આક્રમણથી ભારતની રક્ષામાં મદદરૂપ થાય.” અનુમાન લગાવવામાં આવે છે કે ભારત પર આવવાવાળા આ ભાવિ સંકટના સંદર્ભે ભારતની ઉત્તરીય સીમા પર આવેલ કાશ્મીરના મહારાજા લલિતાદિત્ય સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી. વિદેશી આક્રમણોથી ભારતની રક્ષાના પવિત્ર કાર્યને સંગઠિત રૂપે કરવામાં આવે, એ વિચારથી યશોવર્મને, લલિતાદિત્ય સાથે મિત્રતા કરી. થોડા સમય સુધી તે બંને રાજાઓએ ભેગા મળીને આ કાર્ય કર્યું પણ હતું. તે દરમિયાન કોઈ ક્ષેત્ર વિશેષ પર પોત પોતાનો અધિકાર સ્થાપવાના પ્રયત્નમાં લલિતાદિત્ય અને યશોવર્મનની વચ્ચે મનદુઃખ થઈ ગયું અને તે મનમુટાવ ધીરેધીરે સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. - બંને રાજાઓ વચ્ચે આ પ્રકારની સંઘર્ષમય પરિસ્થિતિ લગભગ - ઈ.સ. ૭૩૬ પછી જ કોઈ સમયે ઉત્પન્ન થઈ હશે. કેમકે ઈ.સ. ૭૩૬માં લલિતાદિત્યે પણ પોતાનું પ્રતિનિધિ મંડળ ચીનના સમ્રાટ પાસે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969, ૧૦૦
Page #187
--------------------------------------------------------------------------
________________
મોકલીને આરબો અને તિબેટીઓની ભારતની સીમા પરની હલચલને રોકવા માટે વિનંતી કરી હતી. તે વિનંતી વખતે તેણે જણાવ્યું હતું કે - યશોવર્મન તેનો મિત્ર રાજા છે.”
લલિતાદિત્ય અને યશોવર્મનની વચ્ચે પેદા થયેલ સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક સંધિ-પત્ર પણ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ અભિમાની મંત્રીઓની “અમે મોટા-તમે નાના' જેવી અદૂરદર્શિતાના પરિણામ સ્વરૂપ તે સંધિ-પત્ર પર બંને રાજાઓના સંધિવિગ્રહિકોના હસ્તાક્ષર ન થઈ શક્યા ને તે સંધિનો પ્રયત્ન ભયંકર યુદ્ધમાં પરિણમ્યો. તે યુદ્ધમાં યશોવર્મનની હાર થઈ અને લલિતાદિત્ય વિજયી થયો.
યશોવર્મનના પરાજય બાદ લલિતાદિત્યનો વિજયરથ નિરંતર એક પછી બીજા પ્રદેશમાં વધતો રહ્યો. પ્રતિરોધ કરવાવાળી કોઈ શક્તિ હતી જ નહિ. આ કારણે યશોવર્મન દ્વારા લગભગ ૪૦ વર્ષોના પોતાના વિજય અભિયાનથી જીતેલા રાજ્ય, લલિતાદિત્યને સરળતાથી મળી ગયા.
આ પ્રમાણે ગુપ્ત સામ્રાજ્યના લગભગ ૨૫૦ વર્ષો બાદ લલિતાદિત્ય એક શક્તિશાળી સામ્રાજ્યની સ્થાપના કરવામાં સફળ થયો. ગુપ્તો પછી ભારતનો તે જ એકમાત્ર અંતિમ સમ્રાટ થયો.
વિશાળ ભારતના પોતાના સુવિશાળ સામ્રાજ્યની આવકનો ઘણો મોટો હિસ્સો લલિતાદિત્યે કાશ્મીરની રાજધાનીને સુંદરતમ બનાવવામાં ખર્ચ કર્યો. લલિતાદિત્ય દ્વારા કાશ્મીરની રાજધાનીમાં નિર્માણ પામેલ માર્તડમંદિર તે સમયની શ્રેષ્ઠ કલાકૃતિનું પ્રતીક છે.
રાજકવિ કલ્હણે “રાજતરંગિણી'માં જયાં લલિતાદિત્યના શૌર્ય તેમજ તેના દ્વારા કરેલ દિગ્વિજયોની પ્રશંસા કરી છે, તે સાથે જ લલિતાદિત્યના બે અવગુણોનું જે તે રૂપે દર્શન કરાવવામાં ઇતિહાસલેખકનાં કર્તવ્યોનું પણ સારી રીતે પાલન કર્યું છે. કલ્હણે લખ્યું છે કે - “લલિતાદિત્યના યશસ્વી જીવન પર બે કાળા ડાઘ છે. પહેલું તો એ કે, એક વખત મદિરાપાન કરીને મદથી ઉન્મત્ત થઈને લલિતાદિત્યે પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે - “તેઓ તત્કાળ કાશ્મીરના સુંદર ૧૦૮ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #188
--------------------------------------------------------------------------
________________
નગર પ્રવરપુરને આગમાં સળગાવીને રાખ કરી નાખે.” મંત્રીઓ એ જાણતા હોવા છતાં પણ કે લલિતાદિત્યની આજ્ઞાનું ઉલ્લંઘન મૃત્યુને આમંત્રણ આપવા બરાબર છે, તેની આજ્ઞાને તેની સામે માથે ચઢાવી લીધા પછી પણ તે નગરને ન સળગાવ્યું, દારૂનો નશો ઊતરતાં લલિતાદિત્યને પોતાની મૂર્ખતા પર ખૂબ પસ્તાવો થયો. જ્યારે તેને તે જણાવવામાં આવ્યું કે - “ખરેખર નગરને સળગાવવામાં આવ્યું નથી.” તો તે ખૂબ પ્રસન્ન થયો.
લલિતાદિત્યના જીવન પર લાગેલ એક મોટા કલંકના સંદર્ભે કલ્હણે લખ્યું છે કે – “લલિતાદિત્યે વિષ્ણુ પરિહાસ કેશવની મૂર્તિની સાક્ષીમાં ગૌડરાજને વિશ્વાસ અપાવ્યો હતો કે - “તેની સાથે બધી રીતે સુંદર વ્યવહાર કરવામાં આવશે. આ વિશ્વાસ સાથે તેણે ગૌડરાજને કાશ્મીર બોલાવ્યો. પણ કાશ્મીર આવ્યા પછી તેની સાથે દગો કરી તેની હત્યા કરાવી દીધી. કલ્હણે લખ્યું છે કે – “આ તેના જીવન પર બહુ મોટું કલંક હતું. વિશ્વાસઘાતની આ ખબર મળતાં જ ગૌડરાજના કેટલાક સ્વામીભકત બંગાળી યુવાનોએ બંગાળથી કાશ્મીર સુધીની યાત્રા કરી અને ત્યાં રાજમંદિરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરીને ત્યાં રાખેલી વિષ્ણુરામાસ્વામિન્ની મૂર્તિને વિષ્ણુ પરિહાસ કેશવની મૂર્તિ સમજી તેના ટુકડે-ટુકડે કરી નાખ્યા. તે જ સમયે કાશ્મીરના સૈનિક મંદિરમાં આવી પહોંચ્યા અને તેમણે બધાં બંગાળી યુવાનોને તલવારોના પ્રહારથી કાપીને મોતને ઘાટ ઉતારી, દીધાં. તે બંગાળી યુવાનોના સાહસ અને સ્વામીભક્તિની પણ કલ્હણે રાજતરંગિણી'માં ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. - લલિતાદિત્યે ભારતને એક સાર્વભૌમ સત્તાસંપન્ન કેન્દ્રીય શાસન આપી થોડા સમય માટે ભારતને એક સશક્ત રાષ્ટ્રનું રૂપ આપ્યું, પરંતુ તેના પછી ન તો તેના ઉત્તરાધિકારીઓમાં અને ન ભારતનાં બીજા રાજ્યોમાં એવો કોઈ પ્રતાપી રાજા થયો, જે ભારતને એકતાના સૂત્રમાં બાંધીને રાખી શકે. લલિતાદિત્યના મૃત્યુ પછી ભારતના છેલ્લા સમ્રાટ લલિતાદિત્યનું સામ્રાજ્ય તૂટીને ફરીથી નાનાં-નાનાં રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 99999999990 ૧૦૯ ]
Page #189
--------------------------------------------------------------------------
________________
ઓગણાયાલીસમાંથી બેંતાલીસમા 'યધર અ તેમનો કાળ
થાય
જન્મ
ઓગણચાલીસમા ચાલીસમાં - આચાર્ય આચાર્ય
કિશનઋષિ
: વી. નિ. સં. ૧૨૦૮ વી. નિ. સં. ૧૨૪૨ દીક્ષા
: વી. નિ. સં. ૧૨૩ર વિ. નિ. સં. ૧૨૬૧ આચાર્યપદ : વી. નિ. સં. ૧૨૬૩ વી. નિ. સં. ૧૨૮૪ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૨૮૪ વી. નિ. સં. ૧૨૯૯ ગૃહવાસપર્યાય : ૨૪ વર્ષ ૧૯ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૩૧ વર્ષ ૨૩ વર્ષ આચાર્યપર્યાય : ૨૧ વર્ષ '૧૫ વર્ષ પૂર્ણ સાધુપર્યાય : પર વર્ષ ૩૮ વર્ષ પૂર્ણ આયુષ્ય ઃ ૭૬ વર્ષ પ૭ વર્ષ
(યુગપ્રધાનાચાર્ય શ્રી સંભૂતિ) આર્ય પુષ્યમિત્ર બાદ તેત્રીસમા યુગપ્રધાનાચાર્ય આર્ય સંભૂતિ થયા. તેમના જીવનની મુખ્ય ઘટનાઓ આ પ્રકારે છે : જન્મ
: વી. નિ. સં. ૧૨૨૧ દીક્ષા
: વી. નિ. સં. ૧૨૩૧ સામાન્ય મુનિપર્યાય : વિ. નિ. સં. ૧૨૩૧-૧૨૫૦ યુગપ્રધાનાચાર્યકાળ : વી. નિ. સં. ૧૨૫૦-૧૩૦૦ સ્વર્ગવાસ
: વી. નિ. સં. ૧૩૦૦ [ ૧૮૦ 3696969696969696969690 જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #190
--------------------------------------------------------------------------
________________
એકતાલીસમા આચાર્ય બેતાલીસમા આચાર્ય
દેવસેન સ્વામી | શંકરસેન જન્મ
: વી. નિ. સં. ૧૨૧૭ | વી. નિ. સં. ૧૨૩૯ દીક્ષા
: વી. નિ. સં. ૧ર૭પ | વી. નિ. સં. ૧૨૮૪ | આચાર્યપદ : વિ. નિ. સં. ૧૨૯૯) વી. નિ. સં. ૧૩૨૪)
સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૩ર૪ | વી. નિ. સં. ૧૩૫૪ ગૃહવાસપર્યાય : ૫૮ વર્ષ ૪૫ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૨૪ વર્ષ ૪૦ વર્ષ આચાર્યપર્યાય : ૨૫ વર્ષ | ૩૦ વર્ષ પૂર્ણ સાધુપર્યાય - ૪૯ વર્ષ
૭૦ વર્ષ પૂર્ણ આયુ : ૧૦૦ વર્ષ ૧૧૫ વર્ષ
વી. નિ. સં. પ્રભુ મહાવીરના ૧૨૯૯માં વરપ્રભુના
એકતાલીસમા આચાર્ય ચાલીસમા પટ્ટધર
દિવસેન સ્વામીના આચાર્ય રાજઋષિના
વી. નિ. સં. -
૧૩૨૪માં દિવંગત દિવંગત થવાથી દુર
થવાથી જ્ઞાનવૃદ્ધ વર્ષની ઉંમરના
વયોવૃદ્ધ મુનિ વયોવૃદ્ધ અને
શંકરસેનને બેંતાલીસમા જ્ઞાનવૃદ્ધ મુનિશ્રી આચાર્યપદ પર દેવસેન સ્વામીને પ્રતિષ્ઠિત કર્યા. એકતાલીસમા પટ્ટ- તેમણે જિનશાસનની ધરના રૂપે આચાર્ય- ખૂબ સેવા કરી. પદ પર અધિષ્ઠિત કરવામાં આવ્યા.
જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩) 99999999999 ૧૮૧]
Page #191
--------------------------------------------------------------------------
________________
યુગમયાતાયા થી માર સંભૂતિ
જન્મ
: વી. નિ. સં. ૧૨૬૦ દીક્ષા
: વી. નિ. સં. ૧૨૭૦ સામાન્ય મુનિપર્યાય : વી. નિ. સં. ૧૨૭૦ - ૧૩૦૦ યુગપ્રધાનાચાર્યકાળ : વી. નિ. સં. ૧૩૦૦ - ૧૩૬૦ સર્જાયું
: ૧૦૦ વર્ષ, ૫ મહિના અને પદિવસ દુસમાં સમણ સંઘ થયું અને તેની અવચૂરીનાં દ્વિતીયોદય યુગપ્રધાન મંત્રમુ’ના ઉલ્લેખાનુસાર આચાર્ય સંભૂતિને તેત્રીસમા અને માઢર સંભૂતિને ચોત્રીસમા યુગપ્રધાન આચાર્ય માનવામાં આવ્યા છે. પરંતુ “તિત્વોગાલી પન્નયના ઉલ્લેખાનુસાર માઢર સંભૂતિ તેત્રીસમા અને સંભૂતિ ચોત્રીસમા યુગપ્રધાન આચાર્ય હતા. શ્રમણ શ્રેષ્ઠ સંભૂતિના વિ. નિ. સં. ૧૩૫૦ અથવા ૧૩૬૦માં સ્વર્ગસ્થ થતાં જ “સ્થાનાંગ સૂત્ર'ના બૃહદાકારનો નાશ, સંકોચન અથવા વ્યવચ્છેદ થઈ ગયો.
(આચાર્ય વીરભદ્ર) , વી. નિ.ની તેરમી સદીના પૂર્વાર્ધમાં વીરભદ્ર નામના એક આચાર્ય થઈ ગયા. કુવલયમાલાના ઉલ્લેખથી તેમના સંબંધમાં એટલો જ પરિચય મળે છે કે તેઓ પોતાના સમયના સિદ્ધાંતોના મર્મજ્ઞ વિદ્વાન આચાર્ય હતા, અને ઉદ્યોતનસૂરિએ જાલોરમાં રહીને તેમની પાસે સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. તેમના સંબંધમાં એ પણ પ્રચલિત છે કે - “જાબાલિપુર(જાલોર)માં ભગવાન ઋષભદેવનું વિશાળ અને ભવ્ય મંદિર તેમના ઉપદેશથી બનાવવામાં આવ્યું. - આચાર્ય વિરભદ્રસૂરિએ કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિને શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. આથી એ પ્રમાણિત થાય છે કે - યાકિની મહત્તરા સૂનુ આચાર્ય હરિભદ્રસૂરિના સમકાલીન અને કદાચ પૂર્ણ રૂપેણ વયોવૃદ્ધ આચાર્ય હતા.” એવું અનુમાન કરવામાં આવે છે કે, આચાર્ય હરિભદ્રસૂરિએ જે સમયે મહાનિશીથનો પુનરુદ્ધાર કર્યો, તે સમયે આગમોના તલસ્પર્શી જ્ઞાતા આચાર્ય વીરભદ્રસૂરિ સ્વર્ગસ્થ થઈ ગયા હોય.
આ પ્રમાણેની પરિસ્થિતિમાં આચાર્ય વિરભદ્રસૂરિના સમયના સંબંધમાં કુવલયમાલાના ઉલ્લેખ તથા ધારણાના આધારે ફક્ત એટલું [ ૧૮૨ 9999999999) જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #192
--------------------------------------------------------------------------
________________
જ કહી શકાય કે, તેઓ વિ. નિ.ની બારમી શતાબ્દીના છેલ્લા દશકથી લઈ તેરમી શતાબ્દીના ઉત્તરાર્ધના મધ્યવર્તી સમયમાં આચાર્યપદ પર આરૂઢ રહ્યા.
(આચાર્ય ઉધોતનસૂરિ) ગદ્ય-પદ્ય મિશ્રિત પરમ રોચક પ્રસાદપૂર્ણ શૈલીમાં કુવલયમાલા” નામના પ્રાકૃત કથા સાહિત્યના અનુપમ ગ્રંથની રચના કરીને ચંદ્રકુલ હારિલગચ્છના આચાર્ય ઉદ્યોતનસૂરિ(દાક્ષિણ્ય ચિહ્ન)એ અક્ષયકીર્તિ પ્રાપ્ત કરી.
ઉદ્યોતનસૂરિનો જન્મ ક્ષત્રિય-રાજવંશમાં વી. નિ.ની તેરમી સદીના અંતિમ ચતુર્થ ચરણમાં થયો હતો. રાજવંશના રાજકુમાર હોવાને લીધે તેમને રાજર્ષિ કહેવામાં આવ્યા. રાજકુમાર ઉદ્યોતનના શરીરના દક્ષિણ ભાગમાં સ્વસ્તિકનું એક ઉત્તમ ચિત જન્મસમયથી જ હતું. આ જ કારણે તેમની રાજ પરિવાર, રાજ્ય અને સમય જતાં લોકોમાં પણ ઉદ્યોતનસૂરિ સાથે “દાક્ષિણ્ય ચિહ્ન'ના નામથી પણ ખ્યાતિ થઈ.
રાજકુમાર ઉદ્યોતનને શરૂઆતથી જ અભ્યાસમાં ઊંડો રસ હતો. કુશાગ્ર બુદ્ધિ કિશોર ઉદ્યોતને ક્રમશઃ અભ્યાસ કરતા-કરતા વિવિધ વિષયોની વિદ્યાઓમાં કુશળતા મેળવી. સંજોગોવશાત્ યુગપ્રધાનાચાર્ય હારિલસૂરિના નામ પર સ્થાપિત “હારિલગચ્છના છઠ્ઠા પટ્ટધર તત્ત્વાચાર્યના દર્શન-પ્રવચન-શ્રવણ અને સંસર્ગનો રાજકુમાર ઉદ્યોતનને સુઅવસર મળ્યો. તત્ત્વાચાર્યના ઉપદેશોથી રાજકુમાર ઉદ્યોતનને શાશ્વત સત્યનો બોધ થયો કે - “આ નિસ્સાર ક્ષણભંગુર જગતમાં આધ્યાત્મિક સાધના જ સારભૂત છે.'
આ રીતે બોધિલાભ થતાં જ રાજકુમાર ઉદ્યોતનને સંસારથી વૈરાગ્ય થઈ ગયો. તેમણે અથાગ પ્રયત્ન કરીને માતા-પિતા પાસેથી શ્રમણધર્મમાં દીક્ષિત થવાની પરવાનગી મેળવી. રાજકુમાર ઉદ્યોતને રાજકીય એશ્વર્ય, ભોગ-ઉપભોગ, કૌટુંબિક મોહમાયા વગેરેનો ત્યાગ કરીને તત્ત્વાચાર્ય પાસેથી શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી. | શ્રમણધર્મમાં દીક્ષિત થયા બાદ મુનિ ઉદ્યોતને પોતાના ગુરુ તત્ત્વાચાર્યની સેવામાં રહીને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પોતાના મેધાવી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 99696969696969696969 ૧૮૩]
Page #193
--------------------------------------------------------------------------
________________
હરિ
અપ્રતિમા હરિભદ્રસૂરિનના ઉભટ વિલાયશાસોનો
શિષ્ય ઉદ્યોતન મુનિની કુશાગ્ર બુદ્ધિ અને ઉત્કટ જ્ઞાનપિપાસાથી પ્રભાવિત થઈને તત્ત્વાચાર્યે તેમને પોતાના સમય(વિક્રમની આઠમીનવમી શતાબ્દી)ને જેન સિદ્ધાંતોના ઉચ્ચ કોટિના યશસ્વી વિદ્વાન પાસે અભ્યાસ માટે મોકલવાનો નિર્ણય કર્યો. નિર્ણય મુજબ તત્ત્વાચાર્યો તેમને જેનાગમોના મહાન જ્ઞાતા વીરભદ્રસૂરિ પાસે મોકલ્યા. વીરભદ્રસૂરિની સેવામાં રહીને મુનિ ઉદ્યોતને જૈન સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ તત્ત્વાચાર્યે ઉદ્યોતન મુનિને ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે દર્શન અને ન્યાયશાસ્ત્રના ઉભટ વિદ્વાન યાકિની મહત્તરા સૂનુ આચાર્ય હરિભદ્રસૂરિની સેવામાં મોકલ્યા. પોતાના સમયના અપ્રતિમ ન્યાયશાસ્ત્રી, બહુમુખી જ્ઞાનના ધણી આચાર્ય હરિભદ્રના સાંનિધ્યમાં રહીને મુનિ ઉદ્યોતને યુક્તિ શાસ્ત્રો (ન્યાયશાસ્ત્રો)ના અભ્યાસની સાથોસાથ બીજા અનેક વિષયોનો ખૂબ લગન અને નિષ્ઠા સાથે અભ્યાસ કર્યો. પોતાનો અભ્યાસ સમાપ્ત કર્યા પછી જયારે ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા' ગ્રંથની રચના કરી તો તેની પ્રશસ્તિમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે - “તેમણે હરિભદ્રસૂરિના સાંનિધ્યમાં રહીને ન્યાયશાસ્ત્રો અને સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો.' - ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા'ની રચના જાલોર નગરમાં આવેલ ભગવાન ઋષભદેવના મંદિરમાં, શાલિવાહન શક સંવત્સરની સમાપ્તિ થવામાં જ્યારે ફક્ત એક દિવસ બાકી હતો, ત્યારે ચૈત્ર વદ ચૌદશના દિવસે તૃતીય પહોરમાં પૂરી કરી. ગ્રંથરચના વખતે જાલોરમાં શ્રીવત્સ રાજાનું રાજ્ય હતું.
કુવલયમાલા' પ્રાકૃત કથા સાહિત્યનો ઉત્તમ ગ્રંથ છે. આમાં ભાષાનો પ્રવાહ ખળ-ખળ અવાજ કરતાં નૈસર્ગિક ઝરણાની જેમ સહજ અને પ્રસાદ ગુણયુક્ત છે. આનાં રચનાકાર ઉદ્યોતનસૂરિ પર પોતાના શિક્ષાગુરુ હરિભદ્રની અમરકૃતિ “સમરાઈઐકહા'નો પ્રભાવ સ્પષ્ટતઃ જોવા મળે છે. કુવલયમાલાની ભાષા, વર્ણશૈલી એ વાતની સાબિતી છે કે, દાક્ષિણ્ય ચિહ્ન આચાર્યનો અભ્યાસ ખૂબ ઊંડો હતો.
તેમના બે શિષ્યો - શ્રીવત્સ અને બલદેવને સંઘ દ્વારા જ્યેષ્ઠાર્યા બિરુદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. આનાથી અનુમાન લગાવવામાં આવે છે કે ઉદ્યોતનસૂરિના શિષ્ય પણ ખૂબ પ્રભાવશાળી હતા. ( ૧૮૪ 36369696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #194
--------------------------------------------------------------------------
________________
આચાર્ય વીરસેન
વિક્રમની નવમી શતાબ્દીમાં સેનગણ - પંચસ્તૂપાન્વયી સંઘના એક મહાન ટીકાકાર અને ગ્રંથકાર વીરસેને પોતાની મહાન કૃતિઓ - ‘ધવલા’ અને ‘જયધવલા’ની રચના દ્વારા જિનશાસનની પ્રભાવનાની સાથોસાથ જૈન વાડ્મયની મહાન સેવા કરીને અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી. પંચરૂપાન્વયી પરંપરાથી અલગ પરંપરાના આચાર્યો અને અગ્રગણ્ય ગ્રંથકારોએ પણ તેમની કવિત્વશક્તિ તથા પ્રકાંડ પાંડિત્યની મુક્તકંઠે પ્રશંસા કરી છે. પુન્નાટસંઘીય આચાર્ય જિનસેને હરિવંશપુરાણમાં વીરસેન આચાર્યને કવિઓમાં સાર્વભૌમ સમ્રાટ ચક્રવર્તીની ઉપમા આપી છે.
સેનગણ ખૂબ પ્રાચીન ગણ છે. પંચસ્તૂપોથી આવેલા મુનિઓમાંથી સેનમુનિના નામ પર તે ગણ પ્રચલિત થયો. આ જ કારણે તેનું બીજું નામ પંચરૂપાન્વયી પણ લોક-પ્રસિદ્ધ રહ્યું.
આચાર્ય વીરસેને બપ્પગુરુદેવની પખંડાગમ પર જે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામની ટીકા હતી, તેના આધારે પટખંડાગમની ધવલા નામની વિશાળ ટીકાનું નિર્માણ કર્યું. વીરસેન દ્વારા કરવામાં આવેલ ઉલ્લેખ અનુસાર તેમણે વિ. સં. ૭૩૮માં જગતંગદેવના રાજ્યકાળ પછી (સંભવતઃ અમોઘવર્ષ પ્રથમના શાસનકાળમાં) વાટગ્રામમાં કાર્તિક શુક્લાત્રયોદશી(તેરશ)ના દિવસે ધવલા ટીકાની રચના સંપન્ન કરી. આ ટીકાના નિર્માણમાં આચાર્ય વીરસેને ચૂર્ણિકારોની શૈલી અપનાવીને સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં વિસ્તૃત વિવેચન પ્રસ્તુત કર્યું છે. ધવલા ટીકા ૭૨૦૦૦ શ્ર્લોક-પ્રમાણનો વિશાળકાય ગ્રંથ છે. ધવલા ટીકાનો ત્રણ ચતુર્થાંશ ભાગ પ્રાકૃતમાં અને બાકીનો ભાગ સંસ્કૃત ભાષામાં છે. ટીકાની પ્રાકૃત ભાષા મુખ્ય રીતે શૌરસેની છે. ધવલાનું નિર્માણ ૬ ખંડોમાં કરવામાં આવ્યું છે.
વીરસેને ધવલામાં નાગહસ્તિ(શ્વેતાંબરાચાર્ય)ના ઉપદેશોને ‘પવાઇજ્જત’ અર્થાત્ આચાર્ય - પરંપરાગત બતાવ્યા છે. અને બીજીબાજુ આર્ય મંશુ(શ્વેતાંબરાચાર્ય આર્યમંગુ)ના ઉપદેશોને ‘અપવાઇજ્જત’ અર્થાત્ પ્રચલનમાં કોઈ મહત્ત્વપૂર્ણ સ્થાન ન રાખવાવાળા બતાવ્યા છે. વીરસેનના આ રીતના ઉલ્લેખોથી આ એક નવી વાત પ્રગટ થાય છે કે - ‘આર્ય મંક્ષુ અને આચાર્ય નાગહસ્તિ, આ ગુરુ-શિષ્ય આચાર્યોમાં કેટલીક માન્યતામાં અલગતા પણ હતી.’
આચાર્ય વીરસેને ખંડાગમ'ના ૬ ખંડોમાંથી, પહેલા પ ખંડો પર જ ધવલા ટીકાની રચના કરી છે. છઠ્ઠા ખંડનું નામ મહાબંધ છે, જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૐ
૭૭૭૭૭, ૧૮૫
Page #195
--------------------------------------------------------------------------
________________
એને મહાધવલાના નામથી પણ ઓળખવામાં આવે છે. પખંડાગમના આ છઠ્ઠા ખંડની રચના ભૂતબલિએ કરી છે. મહાબંધ નામના આ છઠ્ઠા ખંડનો સરવાળો ૩૦૦૦૦ શ્લોક પ્રમાણ છે.
પખંડાગમ' પર ધવલા નામની ટીકાની રચના પૂરી થયા બાદ આચાર્ય વીરસેને કષાયપાહુડ પર જયધવલા નામની ટીકાની રચનાનો પ્રારંભ કર્યો. તેઓ જયધવલા ટીકાના ૨૦૦૦૦ શ્લોક-પ્રમાણની જ રચના કરી શક્યા હતા, ત્યાં જ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેની પૂર્ણાહુતિ વીરસેનના પટ્ટધર શિષ્ય જિનસેને વિ. સં. ૮૯૪માં કરી.
આ સંયોગની વાત છે કે, સેનગણમાં લગાતાર ત્રણ-ચાર પેઢીઓ સુધી વિદ્વાન ગ્રંથકાર થતા રહ્યા અને પોતાના ગુરુ દ્વારા આરંભેલું, પણ દેવવશાત્ અધૂરાં કાર્યો પૂરાં કરતા રહ્યાં. વીરસેને જયધવલાની રચના શરૂ કરી દીધી હતી, પરંતુ ૨૦૦૦૦ શ્લોક-પ્રમાણ જ આ ટીકાની રચના કરી શક્યા હતા; ને ત્યાં જ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમના શિષ્ય જિનસેને ૪0000 શ્લોક પ્રમાણ તેનાથી આગળની ટીકાઓની રચના કરીને પોતાના ગુરુ વીરસેન દ્વારા શરૂ કરાયેલ કાર્યને પૂરું કર્યું.
એ જ પ્રમાણે આચાર્ય જિનસેને પાશ્ચમ્યુદય, જયધવલા વગેરેની રચના પછી મહાપુરાણની રચનાનો પ્રારંભ કર્યો. મહાપુરાણનો પૂર્વાર્ધ આદિપુરાણ', સંપૂર્ણ કરતાં પહેલા જ તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. જિનસેને “આદિપુરાણ'ના ૪૭ પર્વ અને ૧૨000 શ્લોકોમાંથી ૪૨ પર્વ પૂરા અને ૪૩મા સર્ગના ફક્ત ૩ શ્લોક જ લખ્યા હતા; બાકી ૪પર્વના ૧૬૨૦ શ્લોકો તેમના વિદ્વાન શિષ્ય ગુણભદ્ર લખીને “આદિપુરાણ'ને પૂર્ણ કર્યું અને મહાપુરાણના ઉત્તરાર્ધ ઉત્તરપુરાણની રચના કરી. આ રીતે ગુણભદ્ર પોતાના ગુરુ જિનસેનનાં અધૂરાં રહી ગયેલાં કામ પૂરાં કર્યા.
એ જ પ્રમાણે કદાચ ગુણભદ્ર પણ ઉત્તરપુરાણનો છેલ્લો ભાગ અને તેની પ્રશસ્તિ પૂર્ણ નહોતા કરી શક્યા ને તેમનો સ્વર્ગવાસ થઈ ગયો અને તેમના શિષ્ય લોકસેને તેમનાં અધૂરાં રહેલાં કાર્યોને પૂર્ણ કર્યા.
(આચાર્ય જિનસેન) દિગંબર ભટ્ટારક પરંપરાના પંચસ્તૂપાન્વય - સેનગણના ધવલાકાર આચાર્ય વિરસેનના શિષ્ય જિનસેન વી. નિ.ની ચૌદમી શતાબ્દીના યશસ્વી ગ્રંથકાર હતા. જયધવલા પ્રશસ્તિના શ્લોક સં. ૨૨ અનુસાર | ૧૮૬ 9696969696969696969696 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #196
--------------------------------------------------------------------------
________________
જિનસેન, જે બાળવયમાં કર્ણવેધ સંસ્કાર પણ નથી થતો, તે બાળવયમાં જ પંચરૂપાન્વયી સેનગણના આચાર્ય વીરસેન પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા હતા. પુશાટસંઘીય જિનસેનાચાર્યે હરિવંશપુરાણની રચના કરી. હરિવંશની શરૂઆતમાં જ પોતાનાથી પૂર્વવર્તી અને સમકાલીન કવિઓના સ્મરણ-ગુણકીર્તનની સાથો-સાથ ‘પાર્થાન્યુદય’ના રચના કાર પંચરૂપાન્વયી જિનસેન અને તેમના આ કાવ્યની પણ પ્રશંસા કરવામાં આવી છે. શક સંવત ૭૦૫માં પૂરા કરવામાં આવેલ વિશાળ હરિવંશપુરાણની રચનામાં પણ પાંચસાત વર્ષનો સમય તો જરૂર લાગ્યો હશે. એનાથી એ સાબિત થાય છે કે જિનસેને શક સં. ૬૯૫ થી ૭૦૦ વચ્ચેના સમયગાળામાં ‘પાર્થાત્યુદય’ કાવ્યની રચના પૂરી કરી દીધી હતી.
‘પાર્થાત્યુદય’ કાવ્ય સમસ્યાપૂર્વાત્મક અને સંપૂર્ણ મેઘદૂતને પોતાના અંકમાં સમાવી લેનાર એક એવું અનુપમ ખંડકાવ્ય છે, જેની સરખામણીમાં બીજા કાવ્ય ટકી નથી શકતા. મેઘદૂતની કથાવસ્તુ છે વિયોગી યક્ષનો પોતાની પ્રેમિકા પ્રત્યેનો વિષય-વાસનાઓના વાટણિયાથી વાંટેલો સંદેશ, તેનાથી વિપરીત ‘પાર્થાન્યુદય’ની કથાવસ્તુ ત્યાગ-વિરાગથી ઓતપ્રોત પાર્શ્વનાથ-ચરિત્ર છે. બંને કથાવસ્તુ વચ્ચે અમાવસની અંધકારમય કાળરાત્રિ અને શરદપૂનમની ચાંદની રાત જેવો અંતર (તફાવત) છે. આ પ્રકારની વિપરીતતા હોવા છતાં પણ જિનસેને પોતાના ખંડકાવ્ય ‘પાર્થાત્યુદય’માં મેઘદૂતનો સમાવેશ કરીને પોતાની કૃતિથી વિદ્વાનોને મુગ્ધ અને આશ્ચર્યચકિત કરી દીધા. આચાર્ય જિનસેને જૈન સાહિત્યની રચનાનાં જે કાર્ય કર્યા, તેનો ઉલ્લેખ આચાર્ય વીરસેનના પરિચયમાં કરી દેવામાં આવ્યો છે.
આચાર્ય જિનસેન શૈશવાવસ્થા પાર કરી બાળવયમાં જ વીરસેનની પાસે દીક્ષિત થઈ ગયા હતા, માટે વીરસેન જ તેમના શિક્ષાગુરુ (કેળવણી આપનારા ગુરુ) રહ્યા અને દીક્ષાગુરુ પણ. આચાર્ય જિનસેન ખરેખરમાં પોતાના ગુરુની જેમ જ કર્મઠ વિદ્વાન હતા. તેઓ લગભગ પોણી સદી સુધી જૈન વાડ્મય અને જિનશાસનની સેવામાં રત રહ્યા. ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં રાખીને વિચાર કરવાથી અનુમાન લગાવવામાં આવે છે કે લગભગ ૮૮ અથવા ૯૦ વર્ષની આયુ પૂર્ણ કરી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 333
૭૨ ૧૮૦
Page #197
--------------------------------------------------------------------------
________________
આચાર્ય જિનસેન શક સં. ૭૬૫ની આસપાસ સ્વર્ગવાસી થયા હશે. આ રીતે તેમનો જીવનકાળ શકે સં. ૬૭૫ થી ૭૬૫ એટલે કે વિ. સં. ૮૧૦ થી ૯૦૦ની વચ્ચેનો અનુમાનિત કરી શકાય છે. આચાર્ય જિનસેન (પુન્નાટસંઘ)
વિક્રમની નવમી સદીમાં દિગંબર પરંપરામાં અનેક પ્રભાવક અને મહાન ગ્રંથકાર આચાર્ય થયા છે, જેમણે અનેક અમર કૃતિઓની રચના કરીને જૈન-સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તે મહાન ગ્રંથકાર આચાર્યોમાં પુશાટસંઘના આચાર્ય જિનસેનનું નામ અગ્રગણ્ય છે. પુન્નાટસંઘીયઆચાર્ય જિનસેનનો ‘હરિવંશપુરાણ”નામનો એક જ ગ્રંથ ઉપલબ્ધ થાય છે. પરંતુ આ એક જ એટલો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે કે તેના રચનાકાળથી જ દિગંબર પરંપરામાં તેને આગમતુલ્ય માનવામાં આવ્યો છે. આચાર્ય જિનસેને આ ગ્રંથની પ્રશસ્તિમાં તેનો રચનાકાળ શક સં. ૭૦૫ (વિક્રમ સં. ૮૪૦) બતાવ્યો છે.
‘હરિવંશપુરાણ’માં આચાર્ય જિનસેને મુખ્ય રૂપથી હરિવંશની યાદવ શાખાના વર્ણનની સાથે-સાથે ખાસ કરીને યાદવકુળ તિલક બાવીસમા તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિ (નેમિનાથ) અને નવમાં વાસુદેવ શ્રીકૃષ્ણના ચરિત્રનું વર્ણન કર્યું છે. જિનસેને મહાભારતના અતિ વિશાળ કથાનકને પણ આમાં જ સમાવી લીધું છે.
‘હરિવંશપુરાણ’ની સૌથી ખાસ વિશેષતા એ છે કે તેમાં શ્રમણ ભગવાન મહાવીરથી લઈને પોતાના (પુન્નાટસંઘીય જિનસેન) સુધીની અવિચ્છિન્ન ગુરુ પરંપરા આપવામાં આવી છે. આ ગુરુ પરંપરામાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કરવામાં આવી છે કે આચાર્ય શિવગુપ્તે પોતાના ગુણોના પ્રભાવથી ‘અર્હદ્ગલિ’ પદ પ્રાપ્ત કર્યું. આનાથી સંઘ-વિભાજન કરવાવાળા દિગંબરાચાર્ય અહલિના સંબંધમાં આગળ ઉપરની શોધખોળ કરવામાં મદદ મળી શકે છે. ખરેખરમાં આચાર્ય જિનસેનનું હરિવંશપુરાણ જૈન ધર્મ અને પ્રાચીન ઇતિહાસમાં અભિરુચિ રાખવાવાળા જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા સંતોષવા માટે ખૂબ જ સહાયક ગ્રંથરત્ન છે.
પુશાટસંઘ દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશનો ધર્મસંઘ હતો. શ્રવણબેલગોલ સ્થિત પાર્શ્વનાથ વસતિના, લગભગ શકે સં. ૫૨૨ના ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૮૮ ૩૩૩
Page #198
--------------------------------------------------------------------------
________________
સૌથી પ્રાચીન શિલાલેખ સં. એક (૧) અનુસાર દ્વિતીય ભદ્રબાહુ પોતાના શિષ્યસંઘ સાથે દક્ષિણના કર્ણાટકમાં કટવપ્ર નામના સ્થાન પર ગયા હતા. તે સમયે પુન્નાટ પ્રદેશની રાજધાની કિટૂરમાં હતી. આ જ કારણથી પુશાટ પ્રદેશને કિનૂર-કટવપ્રના નામથી ઓળખવામાં આવે છે. પુત્રાટના આચાર્ય જિનસેન અપ્રતિહત વિહાર કરતા-કરતા, કદાચ ગિરનારની યાત્રાએ આવ્યા હોય. તે સમયે તેમણે હરિવંશપુરાણની રચના કરી. તેઓ જયધવલા અને આદિપુરાણના રચનાકાર જિનસેનાચાર્યના સમકાલીન હતા.
(કૃષ્ણર્ષિ-ગચ્છ) કૃષ્ણર્ષિ-ગચ્છ થારપદ્ર (બટેશ્વર)-ગચ્છની જ શાખાના રૂપમાં ઉદિત (ઉદય) થયો. વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં કોઈ સમયે હારિલગચ્છના મહાતપસ્વી કૃષ્ણર્ષિએ પોતાના નામ પર કૃષ્ણર્ષિ-ગચ્છની સ્થાપના કરી. આ ગચ્છના સંસ્થાપક કૃષ્ણર્ષિ, કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિના ગુરુભ્રાતા (ગુરુભાઈ) અને હારિલગચ્છના છઠ્ઠા આચાર્ય તત્ત્વના શિષ્ય યક્ષમહત્તરના શિષ્ય હતા.
આચાર્ય કૃષ્ણર્ષિ ખૂબ જ ઉગ્ર તપસ્વી હતા. તેમના સંબંધમાં કહેવામાં આવે છે કે - “તેમની તપસ્યાનો ક્રમ નિરંતર ચાલતો જ રહેતો હતો. એક વર્ષમાં ફક્ત ૩૪ દિવસ જ ભોજન ગ્રહણ કરતા હતા. વર્ષના શેષ (બાકી) દશ મહિના અને છવ્વીસ દિવસ ઘોર નિરાહાર તપસ્યામાં જ પસાર થતા હતા. આ પ્રકારના ઘોર તપશ્ચરણના કારણે કૃષ્ણર્ષિને અનેક પ્રકારની સિદ્ધિઓ આપમેળે જ મળી ગઈ હતી.
કુળગુરુઓની વહીઓના (પોથી-પુસ્તકોના) ઉલ્લેખ અનુસાર કૃષ્ણષિએ વિ. સં. ૮૫૪ (શક સં. ૭૧૯)માં નાગૌરના શ્રેષ્ઠી નારાયણને જૈન-ધર્માવલંબી બનાવીને ઓસવાળોના બરડિયા-ગોત્રની સ્થાપના કરી. શ્રેષ્ઠી નારાયણે કૃષ્ણર્ષિની પ્રેરણાથી નાગૌરમાં એક જિનમંદિર . બનાવડાવીને તેમાં ભગવાન મહાવીરની મૂર્તિની પ્રતિષ્ઠાપન કરાવડાવી. કૃષ્ણષિએ મંદિરની સુવ્યવસ્થા અને સુરક્ષા માટે ૭૨ ગણમાન્ય શ્રાવકોની એક વ્યવસ્થા સમિતિનું ગઠન કરાવ્યું. - કૃષ્ણર્ષિએ અનેક અજૈનોને જૈન અને શ્રદ્ધાળુ શ્રાવક બનાવ્યાં. તેમણે તીર્થકરોની કલ્યાણક ભૂમિઓની યાત્રાઓ કરી, અનેક સંઘ યાત્રાઓનું આયોજન કરાવ્યું અને તેમની પ્રેરણાથી અનેક મંદિર બન્યાં. જેન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9639696969696969696969, ૧૮૯
Page #199
--------------------------------------------------------------------------
________________
'તેંતાલીસમા અoળે ગુમાલીસમાં 'વધર તથા તેમનો કાળ તેંતાલીસમા આચાર્ય ચુંમાલીસમા આચાર્ય
લક્ષ્મીવલ્લભ રામઋષિ સ્વામી જન્મ
: વી. નિ. સં. ૧૨૯૨ વી. નિ. સં. ૧૩૦૪ દીક્ષા : વી. નિ. સં. ૧૩૨૧ વી. નિ. સં. ૧૩૩૮ આચાર્યપદ : વી. નિ. સં. ૧૩૫૪ વી. નિ. સં. ૧૩૭૧ સ્વર્ગારોહણ : વિ. નિ. સં. ૧૩૭૧ વી. નિ. સ. ૧૪૦૨ ગૃહવાસપર્યાય : ર૯ વર્ષ ૩૪ વર્ષ સામાન્ય સાધુપર્યાયઃ ૩૩ વર્ષ આચાર્યપર્યાય : ૧૭ વર્ષ ૩૧ વર્ષ પૂર્ણ સાધુપર્યાય : ૫૦ વર્ષ ૬૪ વર્ષ પૂર્ણ આયુષ્ય : ૭૯ વર્ષ : ૯૮ વર્ષ
૩૩ વર્ષ
(યુગપ્રધાનાચાર્ય શ્રી ધર્મબહષિ) જન્મ
: વ. નિ. સં. ૧૩૨૫ દીક્ષા
: વી. નિ. સં. ૧૩૪૦ સામાન્ય સાધુપર્યાય : વિ. નિ. સં. ૧૩૪૦-૧૩૬૦ યુગપ્રધાનાચાર્યકાળ : વિ. નિ. સં. ૧૩૬૦-૧૪૦૦ સ્વર્ગવાસ : વી. નિ. સં. ૧૪00 આયુષ્ય .: ૭૫ વર્ષ, ૪ મહિના, ૪ દિવસ.
માઢર સંભૂતિ પછી ધર્મઋષિ પાંત્રીસમાં યુગપ્રધાનાચાર્ય થયા. ૪૦ વર્ષ સુધી યુગપ્રધાનાચાર્ય પદના કાર્યભારને ખૂબ જ યોગ્યતા અને કુશળતાપૂર્વક નિભાવતા તેમણે ભગવાન મહાવીરના શાસનની મહાન સેવા કરી. ૧૯૦ દ863963696969696969696ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #200
--------------------------------------------------------------------------
________________
( વત્સરાજ-ગુર્જર-માલવરાજ ) વીર નિર્વાણની તેરમી સદીના અંતિમ ચતુર્થ ચરણથી લઈને ચૌદમી સદીના મધ્ય સુધી જાલોરના રાજસિંહાસન પર વત્સરાજ નામનો રાજા થયો. વત્સરાજે સુવિશાળ અવંતિ (માલવા) રાજ્ય પર પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરી લીધું હતું. કુવલયમાલાકાર ઉદ્યોતનસૂરિ અને હરિવંશપુરાણકાર જિનસેન મુજબ વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં વત્સરાજની ગણના ભારતના શકિતશાળી રાજાઓમાં કરવામાં આવતી હતી. રાષ્ટ્રકૂટવંશીય રાજા કૃષ્ણ (પ્રથમ)ના બંને પુત્ર ગોવિંદ દ્વિતીય (વલ્લભ) અને ધ્રુવ, મહારાજા વત્સરાજના સમકાલીન હતા. - વત્સરાજનો સમય રાષ્ટ્રકૂટવંશીય રાજાઓનો ઉત્કર્ષકાળ હતો. ઈ.સ. ૭૩૦-૭૩૫ની વચ્ચે રાષ્ટ્રકૂટવંશના શકિતશાળી રાજા દિતિદુર્ગે (ઈ.સ.૭૩૦-૭૫૩) ચાલુક્ય રાજા કીર્તિવર્માને હરાવીને લગભગ સંપૂર્ણ ચાલુક્ય રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવીને માન્યખેટને પોતાના સમયનું સૌથી શકિતશાળી રાજ્ય બનાવી દીધું હતુ. દંતિદુર્ગ પછી રાષ્ટ્રકૂટવંશના સાતમાં રાજા કૃષ્ણ (પ્રથમ) અને તેના બંને પુત્રો - ગોવિંદ (દ્વિતીય) અને ધ્રુવ - એ આઠમા અને નવમા રાજાઓએ પણ રાષ્ટ્રકૂટ રાજ્યની સીમાઓ અને શકિતમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ જ કરી.
રાષ્ટ્રકૂટવંશની આ શક્તિવૃદ્ધિનો દુષ્યભાવ વત્સરાજ પર પડ્યો. અંદાજ મુજબ ઈ.સ. ૭૮૭ની આસપાસ રાષ્ટ્રકૂટવંશીય રાજા ધ્રુવે માલવરાજ વત્સરાજ પર એક મોટી શકિતશાળી સેના સાથે ચઢાઈ કરી. વત્સરાજ તે યુદ્ધમાં હારી ગયો. વત્સરાજને માલવ રાજ્યથી હાથ ધોવાની સાથે-સાથે માલવા છોડીને મરૂપ્રદેશ તરફ પલાયન કરી જવા માટે મજબૂર થવું પડ્યું. ધ્રુવની પ્રચંડ સૈન્યશક્તિને જોઈને વત્સરાજને વિશ્વાસ થઈ ગયો કે, માલવા પર ફરીથી આધિપત્ય સ્થાપિત કરવું તો દૂર, માલવામાં રહેવું પણ તેના માટે સર્વનાશનું કારણ બની શકે છે. - આથી તે પોતાની બાકી સેના સાથે પોતાની રાજધાની જાબાલિપુર (જાલોર) પાછો ફર્યો અને ત્યાં જ રહીને જાલોરનું શાસન કરવા લાગ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969. ૧૯૧|
Page #201
--------------------------------------------------------------------------
________________
કર્ણાટકના મન્ન નામના ગામથી શાનભોગ નરહરિયપ્પ નામના એક વ્યકિતની પાસે ઉપલબ્ધ શક સં. ૭૨૪ના તામ્રપત્રમાં પણ વત્સરાજનો ધ્રુવથી પરાજય અને માલવા છોડીને મરુધર પ્રદેશ તરફ જતાં રહેવાનો ઉલ્લેખ છે. માલવામાં પોતાના પરાજય બાદ વત્સરાજ પોતાના જીવનના અંતિમ સમય સુધી જાલોરમાં જ રહ્યો. જૈનસંઘ સાથે વત્સરાજના ખૂબ મધુર સંબંધ હતા.
(શાકટાયન (પાલ્યકીર્તિ)) યાપનીય પરંપરાના મહાન ગ્રંથકાર આચાર્ય શાકટાયન(અપરનામ પાલ્યકીર્તિ)ની ભારતના આઠ શાબ્દિકો અર્થાતુ વૈયાકરણોમાં પાંચમાં અને પાણિનિ તથા અમરસિંહ કરતાં પણ અગ્રસ્થાને (પૂર્વસ્થાને) ગણના કરવામાં આવી છે. શાકટાયન દ્વારા રચિત નિમ્નલિખિત ગ્રંથ ઉપલબ્ધ થાય છે :
(૧) શબ્દાનુશાસન, (૨) શબ્દાનુશાસનની સ્વોપજ્ઞ અમોઘવૃતિ, (૩) સ્ત્રીમુક્તિ પ્રકરણ અને (૪) કેવલી ભક્તિ પ્રકરણ.
આચાર્ય શાકટાયનનું “શબ્દાનુશાસન' પૂર્વકાળમાં અનેક સદીઓ સુધી સંપૂર્ણ ભારતમાં લોકપ્રિય વ્યાકરણ રહ્યું છે.
પાલ્યકીર્તિના “શબ્દાનુશાસન” પર “સ્વોપજ્ઞ અમોઘવૃતિ' (રચનાકાળ શક સં. ૭૭૨)ના અતિરિક્ત ૬ અન્ય ટીકાઓ મળે છે - (૧) શાકટાયન ન્યાસ, (૨) ચિંતામણિ લધીયસી ટીકા, (૩) મણિ પ્રકાશિકા, (૪) પ્રક્રિયા સંગ્રહ (૫) શાકટાયન ટીકા અને (૬) રુપસિદ્ધિ (તમિલના દસમી સદીના જૈન વૈયાકરણ અમિતસાગરના શિષ્ય દયાપાલ મુનિ દ્વારા રચિત.)
પોતાના પ્રખરજ્ઞાનના કારણે પાલ્યકીર્તિની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ હતી. ભારતના સુદૂરસ્થ પ્રદેશોમાં, ખાસ કરીને સંપૂર્ણ દક્ષિણમાં પાલ્યકીર્તિની “સકલ જ્ઞાન સામ્રાજ્ય સમ્રાટ'ના રૂપે અને સંપૂર્ણ ભારતમાં મહાન વૈયાકરણના રૂપે પ્રસિદ્ધિ થઈ ગઈ હતી.
(જેન ગ્રંથકાર મહારાજા અમોઘવર્ષ (નૃપતંગ)) રાષ્ટ્રકૂટવંશીય મહારાજાધિરાજ અમોઘવર્ષ પ્રથમે (અપરનામ નૃપતંગ) વી. નિ. સં. ૧૩૭૫ની આસપાસ “કવિરાજ માર્થાલંકાર'ની અને ૧૪૦૦ની આસપાસ “રત્નમાલિકા'ની રચના કરી. ૧૯૨ [96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #202
--------------------------------------------------------------------------
________________
આ રચનાના પ્રશસ્તિ શ્લોકથી અનુમાન કરવામાં આવે છે કે અમોઘ વર્ષે ઈ.સ. ૮૭પ(વી. નિ. સં. ૧૪૦૨)માં રાજ્યનો ત્યાગ કરીને જૈનમુનિઓના સત્સંગમાં રહીને આત્મસાધના કરતાં રહીને “રત્નમાલિકા' ગ્રંથની રચના કરી.
મહારાજા અમોઘવર્ષ પોતાના સમયનો મહાન યોદ્ધો હોવાની સાથોસાથ જૈન ધર્મમાં પ્રગાઢ શ્રદ્ધા રાખવાવાળો વિદ્વાન ગ્રંથનિર્માતા પણ હતો. અમોઘવર્ષે અનેક યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો. તેણે રાજસિહાસનનો સ્વેચ્છાપૂર્વક પરિત્યાગ કરીને પોતાનો અંતિમ સમય જૈનાચાર્યની પાસે આત્મ-સાધનામાં વિતાવીને જે કમે સૂરા તે ધમે સૂરા' આ પંક્તિને અક્ષરશઃ સિદ્ધ કરી બતાવી.
(શીલાંકાચાર્ય (શીલાચાર્ય તથા વિમલમતિ) ) વી. નિ.ની ચૌદમી સદીમાં પ્રાકૃત ભાષાના અણમોલ ગ્રંથ ચવિત્ર મહાપુરિસ ચરિય' ના રચનાકાર આચાર્ય શીલાંક (અપરનામ વિમલમતિ તથા શીલાચાય) પ્રાકૃત ભાષાના પ્રખર વિદ્વાન અને મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય થયા.
શીલાંકાચાર્ય નામના ત્રણ વિદ્વાન આચાર્ય જુદા-જુદા સમયમાં થયા છે. તેમનામાંથી એક શીલંકાચાર્યનો ઉલ્લેખ કોશકાર(ખજાનચી)ના રૂપમાં જૈન વામયમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ તે કોશ વર્તમાનમાં ક્યાંય ઉપલબ્ધ નથી. બીજા શીલંકાચાર્ય એ છે, જેમણે વી. નિ. સં. ૧૪૦૩માં આચારાંગ - ટીકાની રચના કરી. તે જ શીલંકાચાર્યું સૂત્રકૃતાંગ - ટીકા અને જીવસમાસવૃત્તિની રચના પણ કરી. આ જ નામના ત્રીજા વિદ્વાન આચાર્ય છે - શીલાંક, શીલાચાર્ય અથવા આચાર્ય વિમલમતિ. તેમણે વિ. સં. ૯૨૫(વી. નિ. સં. ૧૩૫)માં “ચઉવન્ન મહાપુરિસ ચરિચં' નામના ઉચ્ચ કોટિના ચરિત્ર ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી. - પ્રભાવક ચરિત્ર'માં શીલાંકાચાર્યનો જીવન પરિચય આપવામાં આવ્યો છે. તે અનુસાર શ્રી સર્વદેવસૂરિએ કોરંટક નગરના ચૈત્યવાસી ઉપાધ્યાય દેવચંદ્રને પ્રતિબોધ આપીને વનવાસી પરંપરામાં દીક્ષિત કર્યા. દીક્ષિત થયા બાદ દેવચંદ્ર ઘોર તપસ્યાની સાથોસાથ આગમોનું જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 96969696969696969696962 ૧૯૩
Page #203
--------------------------------------------------------------------------
________________
તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના જ્ઞાનથી પ્રભાવિત થઈને શ્રી સર્વદેવસૂરિએ વારાણસીમાં મુનિ દેવચંદ્રને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કર્યા. જે સમયે દેવસૂરિને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કર્યા તે સમયે તેઓ ઘણા વૃદ્ધ થઈ ચૂક્યા હતા, તેથી તેઓ વૃદ્ધ દેવસૂરિના નામથી પ્રસિદ્ધ થયા.
વૃદ્ધદેવસૂરિ બાદ તેમના પટ્ટધર પ્રદ્યોતનસૂરિ થયા. પ્રદ્યોતનસૂરિના ઉપદેશોથી પ્રભાવિત અને જાગૃત થઈને માનદેવે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. પ્રદ્યોતનસૂરિ પાસે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને કુશાગ્ર બુદ્ધિ માનદેવે અનેક વિદ્યાઓમાં પ્રકાંડ પાંડિત્ય અને જૈન સિદ્ધાંતોમાં નિષ્ણાતતા મેળવી. અંતમાં બધી રીતે સુયોગ્ય જાણીને પોતાના શિષ્ય માનદેવને પ્રદ્યોતનસૂરિએ આચાર્યપદ પ્રદાન કર્યું.
આચાર્ય બન્યા બાદ ઘોર તપશ્ચર્યા કરતા-કરતા શ્રી માનદેવસૂરિએ જિનશાસનની ઘણી પ્રભાવના કરી. તેમની તપસ્યાના પ્રભાવથી અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓ આપમેળે જ તેમને આધીન થઈ ગઈ. જયા અને વિજયા નામની બે દેવીઓ સદા તેમની સેવામાં હાજર રહેતી હતી. માનદેવસૂરિ દ્વારા લિખિત “શાનિતસ્તવ'ના સામૂહિક જાપથી તક્ષશિલામાં ફેલાયેલા ભયંકર મહામારીનો પ્રકોપ તરત જ શાંત થઈ ગયો.
વિમલમતિ આચાર્ય શીલાંક (શીલાચાર્ય) તે જ મહાન પ્રભાવક આચાર્ય માનદેવસૂરિના શિષ્ય હતા. “ચઉવશ્વ મહાપુરિસ ચરિય' ગ્રંથની રચના કરીને તેઓ અમર થઈ ગયા.
(શીલાંકાચાર્ય (અપરનામ તત્વાચાર્ય) ) વી. નિ.ની ચૌદમી સદીના ઉત્તરાર્ધ અને પંદરમી સદીના પૂર્વાર્ધ વચ્ચેના સમયગાળાના આચાર્ય શીલાંકનું નામ દેવર્ષિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી-કાળના આગમમર્મજ્ઞ આચાર્યોમાં ટોચના સ્થાને આવે છે. તેઓ તત્ત્વાચાર્ય નામથી પણ પ્રખ્યાત હતા. “પ્રભાવક ચરિત્ર'માં તેમનું એક અન્ય નામ કોટ્યાચાર્ય પણ આપવામાં આવ્યું છે. તેઓ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓના ઉચ્ચ કોટિના વિશિષ્ટ વિદ્વાન હતા. પોતાના સમયમાં શીલંકાચાર્ય આગમોના અધિકારી પ્રામાણિક વિદ્વાન માનવામાં આવતા હતા. પ્રભાચંદ્રસૂરિના મત મુજબ ગૂઢાર્થો ૧૯૪ દિ69696969696969696963 જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #204
--------------------------------------------------------------------------
________________
અને અનેક અર્થોથી ભરેલા કઠિન આગમોને સાધક અને જિજ્ઞાસુ સરળતાથી સમજીને હૃદયંગમ કરી શકે, તેવી ઉપકારની ભાવનાથી આચાર્ય શીલાંૐ આચારાંગ આદિ અગિયાર અંગો પર ટીકાઓની રચના કરી. શીલાંકાચાર્ય દ્વારા રચિત તે અગિયાર અંગશાસ્ત્રોની ટીકાઓમાંથી વર્તમાનમાં ફક્ત આચારાંગ અને સૂત્રકૃતાંગ, આ બે ટીકાઓ જ ઉપલબ્ધ છે. બાકીના નવ આગમો પર નિર્મિત ટીકાઓ હાલમાં ઉપલબ્ધ નથી, એ વાતનો પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે. અભયદેવસૂરિએ ‘વ્યાખ્યા પ્રશપ્તિસૂત્ર'ની પોતે લખેલી ટીકામાં પોતાનાથી પૂર્વના ટીકાકારનો જગ્યા-જગ્યાએ ઉલ્લેખ કર્યો છે. તેનાથી પણ એ સાબિત થાય છે કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની ટીકાની રચના કરતી વખતે અભયદેવસૂરિની સામે શીલાંકાચાર્ય દ્વારા રચિત વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની ટીકા હતી. અભયદેવસૂરિ સિવાય અન્ય કોઈએ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ પર તેમનાથી પહેલા ટીકાની રચના કરી હોય, તે પ્રકારનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. એથી પણ એ વાતની પુષ્ટિ (સાબિતી) થાય છે કે આચાર્ય શીલાંકે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરે બધાં અંગો પર ટીકાઓ લખી હતી. -
બ્રહ્મદીપિકા શાખાના આદ્ય આચાર્ય સિંહના મધુમિત્ર અને આર્ય સ્કંદિલાચાર્ય નામના બે શિષ્ય હતા. આચાર્ય મધુમિત્રના શિષ્ય આર્ય ગંધહસ્તિ મહાન પ્રભાવક અને વિદ્વાન હતા. તેમણે આચાર્ય ઉમાસ્વાતિ દ્વારા રચિત તત્ત્વાર્થ સૂત્ર પર ૮૦૦૦૦ શ્લોક - પ્રમાણ મહાભાષ્યની રચના કરી. કંદિલાચાર્યની વિનંતી પર આર્ય ગંધહસ્તિએ અગિયાર અંગો પર વિવરણોની રચના કરી.
આચારાંગ અને સૂત્રકૃતાંગ, આ બંને શાસ્ત્રો પર શીલાંકાચાર્યે જે ટીકાઓ લખી છે, તેમાં ટીકાકારે ફક્ત શબ્દોના અર્થ સુધી જ સીમિત ન રહીને મૂળસૂત્ર, નિર્યુક્તિ અને શસ્ત્રપરિજ્ઞા અભ્યાસ પર ગંધહસ્તિ દ્વારા લખવામાં આવેલ વિવરણ (વર્ણન), આ બધાને વિસ્તૃત વ્યાખ્યાના પરિધિમાં લઈને પ્રત્યેક વિષય પર તલસ્પર્શી વિવેચન કર્યું છે. શીલાંકની વર્ણનશૈલી ખૂબ જ સુંદર હોવાથી તે સહજ સુબોધ્ય (સમજી શકાય તેવું) છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૭ ૧૯૫
Page #205
--------------------------------------------------------------------------
________________
તથ્થોના આધારે વિ. સં. ૯૩૩ને આચારાંગ ટીકાનો રચનાકાળ માનવામાં આવે છે. જેનાથી શીલાંકાચાર્ય અને અભયદેવસૂરિની રચનાઓના કાળમાં ૧૮૭ વર્ષનો ગાળો યુક્તિસંગત લાગે છે. આ પ્રમાણે શીલાંકાચાર્યનો સમય વિક્રમની નવમી સદીના ઉત્તરાર્ધથી લઈને દશમી સદીના પૂર્વાર્ધ સુધીનો પ્રમાણિત થાય છે.
શીલાંકાચાર્ય દ્વારા ગંભૂતા નગરીમાં રહીને આચારાંગ ટીકાનું નિર્માણ કરવામાં આવ્યું. તેઓ નિવૃત્તિકુળના આચાર્ય હતા અને તેમણે વાહરિ સાધુની મદદથી આચારાંગ ટીકા અને સૂત્રકૃતાંગ ટીકાની રચના કરી. આ બે આગામોની સારગર્ભિત, સુબોધ્ય, સુવિસ્તૃત અને અતિ સુંદર ટીકાઓની રચના કરીને શીલાંકાચાર્યે જૈન-જગત પર અને તત્ત્વ જિજ્ઞાસુઓ પર મહાન ઉપકાર કર્યો છે. આ બે અણમોલ કૃતિઓએ શીલાંકાચાર્યની કીર્તિ અને તેમના નામને અમર કરી દીધાં છે.
(સાંડેરગચ્છ ) સાંડેરગચ્છ ચૈત્યવાસી પરંપરાનો એક પ્રાચીન ગચ્છ રહ્યો છે. આ ગચ્છની ઉત્પત્તિ મારવાડના સાંડેરાવ નામક નગરથી થઈ હોય તેવું લાગે છે, તેથી જ તેને સાંડેરાવગચ્છના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નગર શૈવોના તીર્થસ્થાન “નિબા રા નાથ'ની પાસે જ વસેલું છે. સાંડેરગચ્છનું એક અપરનામ સાંડેસરાગચ્છ પણ ઉપલબ્ધ થાય છે. આ ગચ્છની ઉત્પત્તિ સંબંધે પ્રમાણોના અભાવના કારણે ચોક્કસપણે કાંઈ પણ કહી શકાય તેમ નથી. વિક્રમની દશમી સદીના પ્રથમ ચરણમાં આ ગચ્છ પોતાના પ્રભાવક આચાર્યોના કારણે પ્રસિદ્ધિમાં આવ્યો.
સાંડરગચ્છમાં ઈશ્વરસૂરિના શિષ્ય યશોભદ્ર નામના એક મહાન પ્રભાવક આચાર્ય વિક્રમની દશમી સદીના ઉત્તરાર્ધમાં થયા. ઇતિહાસકારો મુજબ તેઓ પોતાના સમયના ખૂબ મોટા મંત્રવાદી હતા. તેમણે પોતાના વિદ્યાબળ અને મંત્રબળના પ્રભાવથી અનેક જૈનેતરને જૈન ધર્માવલંબી બનાવ્યા.
| ત્રિપુટી મુનિ દર્શનવિજય વગેરેએ પોતાના ગ્રંથ “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧'માં યશોભદ્રસૂરિનો આચાર્યકાળ અંદાજે વિ. સં. ૯૬૮ થી વિ. સં. ૧૦૨૯ અથવા ૧૦૩૯ સુધીનો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ૧૯૬ 9696969696969૬૩૬૩છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) )
Page #206
--------------------------------------------------------------------------
________________
પરંતુ યશોભદ્રસૂરિના મુખ્ય શિષ્ય બલિભદ્રસૂરિના જીવનવૃત્તની ઘટનાઓ પર નજર નાખતા એ સાબિત થાય છે કે, ચિતૌડના મહારાજા અલ્લટ અને બલિભદ્રસૂરિ સમકાલીન હતા. મહારાજા અલ્લટ જે સમયે આહડમાં નિવાસ કરતા હતા, તે સમયે બલિભદ્રસૂરિએ અલ્લટની રાઠૌડી મહારાણીને વિ. સં. ૯૭૩ની આસપાસ અસાધ્ય બીમારી(રોગ)થી મુક્ત કરાવી હતી. અલ્લટનો સત્તાકાળ વિ. સં. ૯૨૨ થી ૧૦૧૦ ઇતિહાસ-સિદ્ધ છે. આ પ્રમાણેની સ્થિતિમાં યશોભદ્રસૂરિનો આચાર્યકાળ વિક્રમની દશમી શતાબ્દીના તૃતીય ચરણ સુધીનો જ સુસંગત લાગે છે.
આચાર્ય યશોભદ્રસૂરિ પછી પણ સાંડરગચ્છમાં શાલિસૂરિ, સુમતિસૂરિ વગેરે સોળ (૧૬) જિનશાસન પ્રભાવક અને યશસ્વી આચાર્ય થયા. આ ગચ્છના નવમા આચાર્ય શાંતિસૂરિ(દ્વિતીય)એ વિ. સં. ૧૨૨૯માં (કુળ ગુરુઓના ઉલ્લેખાનુસાર) કેટલાય ક્ષત્રિય પરિવારોને જેન-ધર્માવલંબી બનાવીને ઓસવાલવંશની સિસોદિયા શાખાની સ્થાપના કરી. ગુગલિયા, ભંડારી, ચતુર, દૂધોડિયા વગેરે ઓસવાલોની બાર જાતિઓ સાંડેરગચ્છની અનુયાયી ઉપાસક જાતિઓ હતી.
યશોભદ્રસૂરિના બે પ્રમુખ શિષ્ય હતા. તેમના નામ બલિભદ્ર અને શાલિભદ્ર હતા. બલિભદ્ર ગુરુ આજ્ઞા વિના જ અનેક વિદ્યાઓ અને મંત્રોની સાધના કરી લીધી અને તેમણે પોતાની ચમત્કારી વિદ્યાઓનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું. આથી નારાજ થઈને યશોભદ્રસૂરિએ તેમને પોતાના સંઘમાંથી બહાર કરવા પડ્યા. પોતાના જ્યેષ્ઠ (મોટા) શિષ્ય બલિભદ્રને પોતાનાથી જુદા કર્યા પછી યશોભદ્રસૂરિએ પોતાના બીજા મુખ્ય શિષ્ય શાલિભદ્રને પોતાના ઉત્તરાધિકારી રૂપે આચાર્યપદ પ્રદાન કર્યું. શાલિભદ્રસૂરિ ચૌહાણવંશીય ક્ષત્રિય હતા.
મુનિ બલિભદ્રને આચાર્યપદ ન આપવાથી તેઓ પર્વતમાળાઓ અને ગિરિગુફાઓમાં તપશ્ચરણ કરવા લાગ્યા. ઘોર તપશ્ચર્યાના ફળસ્વરૂપ તેમને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ.
બલિભદ્ર મહારાજા અલ્લટની મહારાણીને જ્યારે રોગમુક્ત કરી, તે સમયે મહારાજાએ પ્રસન્ન થઈને તેમને કોઈ મોટી જાગીર આપવાનો પ્રસ્તાવ કર્યો. બલિભદ્ર મુનિએ એમ કહેતાં જાગીર લેવાનો અસ્વીકાર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) છ9996369696969696969 ૧૯૦.
Page #207
--------------------------------------------------------------------------
________________
કરી દીધો કે - ‘અમે નિષ્પરિગ્રહી જૈનસાધુ પરિગ્રહના નામે રાજ્ય અથવા જાગીરની વાત તો દૂર એક કોડી સુધ્ધાં નથી રાખતા. અમે લોકો તો અહર્નિશ (હંમેશાં) સ્વ-પર કલ્યાણમાં લાગેલા રહીએ છીએ. અધ્યાત્મપથના પથિકોને ચલ અથવા અચલ કોઈ પણ પ્રકારની સંપત્તિથી શું લેવા-દેવા છે ?’
આ ઉપરાંત પણ જ્યારે મહારાજા અલ્લટે કોઈ ને કોઈ સેવાકાર્ય બતાવવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો તો બલિભદ્ર મુનિએ કહ્યું : “રાજન્ ! જો તમે કંઈ કરવા જ ઇચ્છો છો, તો મારું એક કામ કરી આપો. મારા ગુરુદેવે અમારા સાંડેરગચ્છનું આચાર્યપદ મને ન આપીને મારા નાના ગુરુભ્રાતા શાલિસૂરિને આપી દીધું છે. આપ શાલિસૂરિને કહીને આચાર્યપદનો અડધો ભાંગ મને અપાવી દો.’
‘આ તપસ્વી મુનિના ઉપકારના ભારથી થોડો તો ઋણમુક્ત થઈશ.’ એવું વિચારીને મહારાજા અલ્લટ ખૂબ પ્રસન્ન થયા. તેણે ખૂબ સન્માન સાથે શાલિસૂરિને આહડમાં બોલાવીને રાજકીય ઠાઠ-માઠથી તેમનો નગરપ્રવેશ સમારોહ કર્યો. એક દિવસ યોગ્ય અવસર જોઈ મહારાજા અલ્લટે શાલિસૂરિને નિવેદન કર્યું : “બલિભદ્ર મુનિ ખૂબ ત્યાગી, તપસ્વી અને આપના મોટા ગુરુભ્રાતા છે. આપ આપનો અડધો આચાર્યપદનો અધિકાર તેમને આપી દો. તેના બદલામાં આપ જે પણ કહેશો, તે કરવા માટે હું તૈયાર છું.”
શાલિસૂરિએ મધુર-મુસ્કાનભર્યા સ્વરમાં કહ્યું : “રાજન્ ! જે રીતની રાજનીતિ રાજન્ય વર્ગમાં પ્રચલિત છે; તે જ રીતે ધર્મનીતિ અમારા શ્રમણસમાજમાં પરંપરાગત રૂપથી પ્રચલિત છે. રાજન્ય વર્ગ પોતાના રાજ્યનો અડધો ભાગ અથવા બેથી વધારે ભાઈ હોય તો તે સરેરાશથી રાજ્યનો ભાગ પોતાના ભાઈઓને નથી આપતા. રાજસિંહાસન પર ફક્ત ઉત્તરાધિકારીનો જ પૂર્ણ અધિકાર રહે છે. આ રાજનીતિ પરંપરાથી ચાલી આવી રહી છે. બરાબર તે જ પ્રમાણે શ્રમણ વર્ગમાં પણ આચાર્યપદનો અધિકારી એક જ શિષ્ય હોય છે. ગુરુ જે શિષ્યને આચાર્યપદ પ્રદાન કરી દે છે, તે જ આચાર્યપદનો અધિકારી રહે છે. આચાર્યપદના અધિકારને વિભાજિત કરી ગુરુ-ભાઈઓમાં વહેંચી નથી શકાતું.'
૧૯૮ [૩
૭૭૭૭૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #208
--------------------------------------------------------------------------
________________
શાલિસૂરિના જવાબથી મહારાજા અલ્લટને પૂરો સંતોષ થયો. તેમણે બલિભદ્ર મુનિના ઉપકારથી ઋણમુક્ત થવા માટે અનેક ગૃહસ્થોને બલિભદ્ર મુનિના શ્રાવક બનાવીને તેમને મહોત્સવ સાથે આચાર્યપદ પર સ્થાપિત કરાવ્યા. આચાર્ય બન્યા પછી બલિભદ્રસૂરિને વાસુદેવસૂરિના નામથી પણ ઓળખવામાં આવતા હતા.
હભૂંડીગચ્છની સ્થાપના
આચાર્યપદ પર આસીન થયા પછી બલિભદ્રસૂરિ વિહાર ક્રમથી હભૂંડી પહોંચ્યા. હથૂડીના રાઠોડવંશીય રાજા વિદગ્ધરાજને તેમણે ઉપદેશ આપી, તેને જૈન-ધર્માનુયાયી બનાવ્યો. વિદગ્ધરાજે હથંડીમાં આદિનાથ ભગવાનનું એક મંદિર બનાવીને તેમાં આચાર્ય બલિભદ્રસૂરિના હાથે વિ. સં. ૯૭૩માં ભગવાન ઋષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. મંદિરની વ્યવસ્થા માટે વિદગ્ધરાજના પુત્ર રાજા મમ્મટે વિ. સં. ૯૯૬માં આચાર્ય બલિભદ્રસૂરિને એક નવું દાનશાસન પ્રદાન કર્યું. સમય જતાં વિદગ્ધરાજના પૌત્ર ધવલરાજે પણ આચાર્ય શાંતિભદ્રના ઉપદેશથી વિ. સં. ૧૦૫૩માં આ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો અને તેનીં વ્યવસ્થા માટે એક કૂવાવાળી જમીન દાનમાં આપી.
આ રીતે હશૂંડીના શાસકોના રાજ્યાશ્રયથી બલિભદ્રસૂરિનો આ નવો સંઘ હશૂંડીમાં ફૂલ્યો-ફાલ્યો અને દૂર-દૂર સુધી તેની ખ્યાતિ થઈ. તેથી જ આ ગચ્છ ‘હભૂંડીગચ્છ’ના નામથી જગતમાં જાણીતો થયો. આ ગચ્છને ‘હસ્તિકુંડીગચ્છ'ના નામથી પણ ઓળખવામાં આવે છે, જે હથંડીનું જ સંસ્કૃત રૂપ છે.
સાંડેરગચ્છ ચૈત્યવાસી પરંપરાનો પ્રાચીન ગચ્છ હતો. જ્યાં સુધી ચૈત્યવાસી પરંપરાનું જોર રહ્યું, તે પરંપરાના કુળગુરુ પણ પોતપોતાના ગચ્છના અનુયાયીઓને, ભલે તેઓ દેશના કોઈ પણ ભાગમાં કેમ ન રહી રહ્યાં હોય, બરાબર સંભાળતા રહ્યા અને પોત-પોતાના ગચ્છના ગૃહસ્થોનાં નવાં નામ, સ્થળ વગેરેની પોતાની પોથીઓમાં નોંધ કરતા રહ્યા. પરંતુ જ્યારે ચૈત્યવાસી પરંપરા ઉત્તરોત્તર હ્રાસોન્મુખી (સમાપ્તિ) થતી રહી, તેમ-તેમ તપાગચ્છ પરંપરાના કુળગુરુઓને ચૈત્યવાસી પરંપરાના કુળગુરુ પોતાની પોથીઓ સંભળાવતા (સોંપતા) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) Z3ZGGGZZZA ૧૯૯
Page #209
--------------------------------------------------------------------------
________________
ગયા. આ રીતે ચૈત્યવાસી પરંપરાના લુપ્ત થતાં જ સાંડેરગચ્છના મોટા ભાગના શ્રાવક તપાગચ્છના શ્રાવક બની ગયા.
સાંડરગચ્છની પટ્ટાવલી’ને જોતાં એ ધારણા કરવામાં આવે છે કે - “વિક્રમની સત્તરમી સદીના અંતિમ ઉત્તરાર્ધ સુધી ચૈત્યવાસી પરંપરાનું ચૂનાધિક (અલ્પમાત્રામાં) રૂપથી અસ્તિત્વ રહ્યું હતું.'
હટૂડિયાગચ્છ પણ એક રીતે સાંડેરગચ્છની જ શાખા હતી. આથી. આ શાખાના શ્રાવક પણ અંતમાં ચૈત્યવાસી પરંપરાના લુપ્ત થઈ જવાથી તપાગચ્છના ઉપાસક બની ગયા.
' મંત્ર-તંત્ર અને ચમત્કાર પ્રદર્શનના યુગમાં સાંડરગચ્છના આચાર્ય યશોભદ્રસૂરિ અને બલિભદ્રસૂરિએ જિનશાસનની ઉલ્લેખનીય પ્રભાવના કરી.
(આચાર્ય યશોભદ્રસૂરિ ) મરુધર પ્રદેશમાં વિક્રમની દશમી સદીમાં થયેલા આચાર્યોમાં ચૈત્યવાસી પરંપરાના યશોભદ્ર નામના એક પ્રભાવક આચાર્ય થયા. તેમનો યુગ ચમત્કારો અને મંત્રશક્તિઓની પ્રતિસ્પર્ધાનો યુગ હતો. મરુધરાના નારલાઈની આસપાસના ક્ષેત્રમાં પ્રચલિત દંતકથા મુજબ નારલાઈના ગોસાંઈઓ અને યતિઓ (ચૈત્યવાસી સાંડેરગચ્છના આચાર્ય) વચ્ચે મંત્રશકિતના પ્રદર્શનની સ્પર્ધા યોજાઈ. બંને પક્ષ મંત્રશકિતના ચમત્કાર-પ્રદર્શનમાં, આપસમાં એકબીજાથી શ્રેષ્ઠ હોવાનો દાવો કરવા લાગ્યા. બંને પક્ષોએ આના નિર્ણય માટે પરીક્ષાના રૂપમાં એક શરત રાખી કે - “લૂણી નદીના કાંઠે વસેલા પૈરથલ ગામમાં એક તો આદિનાથ ભગવાન ઋષભદેવનું મંદિર છે, અને બીજું શિવમંદિર છે. યતિ અને ગોસાંઈ તે બંને પક્ષોમાંથી જે પક્ષ પોતાના આરાધ્ય પ્રભુના મંદિરને પોતાની મંત્રશક્તિના જોરે ખેરથલથી ઉપાડીને સૂર્યોદય પહેલાં નારલાઈમાં લઈ આવશે, તે જ પક્ષને મંત્રશક્તિમાં શ્રેષ્ઠ અને મોટો માનવામાં આવશે, અને તે જ પક્ષને એ અધિકાર હશે કે, તેઓ પોતાના તે મંદિરને નારલાઈના પર્વત પર પ્રતિષ્ઠાપિત કરી શકે. જે પક્ષ આરાધ્યદેવના મંદિરને પોતાના પ્રતિપક્ષીના પછી મોડેથી લાવશે, તે પક્ષ પોતાના મંદિરને પર્વત પર ન ૨૦૦ છ69696969696969696969જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #210
--------------------------------------------------------------------------
________________
રાખીને તેનાથી નીચેના કોઈ સમતલ સ્થળે જ સ્થાપિત કરી શકશે. બંને પક્ષોમાંથી જે પક્ષ પોતાના આરાધ્યના મંદિરને સૂર્યોદયથી પછી પણ ખેરથલથી નારલાઈમાં નહિ લાવી શકે, તે પક્ષ પૂર્ણ પરાજિત જાહેર કરી દેવામાં આવશે.'
બંને પક્ષોએ આ શરતને સહર્ષ સ્વીકારીને પોત-પોતાની મંત્રશક્તિનો પ્રયોગ શરૂ કરી દીધો. જાણીતી લોકવાયકા મુજબ બંને પક્ષોએ પોત-પોતાના મંત્રશક્તિના ચમત્કારથી આ અસંભવ લાગતા કામને સંભવ કરી બતાવ્યું. ગોસાંઈ બૈરથલમાં આવેલ શિવમંદિરને વતિઓ કરતાં કેટલીક ક્ષણ પહેલાં નારલાઈના આકાશમાં લાવ્યા, જેથી શિવમંદિર નારલાઈના પર્વત પર અને આદિનાથ મંદિર નીચેના ભાગ પર સ્થાપિત કરવામાં આવ્યું.
હાલમાં નારલાઈના પર્વત પર ભગવાન શિવનું મંદિર અને નીચેના ભાગે આદિનાથ ભગવાન ઋષભદેવનું મંદિર, આ બંને મંદિર નારલાઈમાં વિદ્યમાન છે. નારલાઈના આદિનાથ મંદિરના શિલાલેખમાં એ રીતનો અભિલેખ અંકિત છે કે, આ મંદિર યશોભદ્રસૂરિ પોતાની મંત્રશક્તિ દ્વારા અહીં લાવ્યા.
ખરેખરમાં અફવાઓ માટે અને ખાસ કરીને અસંભવ લાગવાવાળાં કાર્યોના નિષ્પાદનથી સંબંધિત અફવાઓ માટે ઈતિહાસમાં કોઈ સ્થાન નથી. છતાં પણ સદીઓથી ચાલી આવતી અફવા(લોકવાયકા)ના આધારે જનમાનસમાં ઘર કરી ગયેલી ચમત્કારિક ઘટનાઓનો ઇતિહાસ સાથે એ કારણથી ઊંડો સંબંધ છે કે, મંત્ર-તંત્ર અને ચમત્કારોની શક્તિ પ્રદર્શનનો યુગ એક સુદીઘવધિ (લાંબા સમય સુધી) સુધી આ આર્યધરા પર રહ્યો છે.
| ( ખિમષિ (ક્ષમાનષિ) ) સાંડરગચ્છ (ચૈત્યવાસી પરંપરા)ના આચાર્ય યશોભદ્રસૂરિના બલિભદ્ર અને શાલિસૂરિ સિવાય પણ અનેક શિષ્ય હતા. તેમનામાંથી ખિમઋષિ નામના મુનિ ઘોર તપસ્વી અને ક્ષમામૂર્તિ હતા. તેમનું જીવન પ્રેરણાસ્પદ હોવાથી અહીં આપવામાં આવી રહ્યું છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 99696969696969696969 ૨૦૧
Page #211
--------------------------------------------------------------------------
________________
ચિત્તોડની નજીક બડગાંવ નામના ગામમાં બોધા નામનો એક અત્યંત નિર્ધન વણિક રહેતો હતો. પોતાના જીવનનિર્વાહ માટે તે ક્યારેક ઘી તો ક્યારેક તેલનો વેપાર કરતો હતો. યેન-કેન રીતે બે-ત્રણ શેર ભારની એક કુલડી ક્યારેક ઘીથી ભરીને તો ક્યારેક તેલથી ભરીને નજીકના નગરમાં લઈ જતો અને તેનાથી જે મામૂલી આવક થતી તેનાથી પોતાનું જીવનનિર્વાહ કરતો હતો.
ણિક બોધાને પોતાના દુર્ભાગ્ય પર વિચાર કરતા-કરતા સંસારથી વિરક્તિ (વૈરાગ્ય) થઈ ગઈ. સંજોગોવશાતુ સાંડેરગચ્છના આચાર્ય યશોભદ્રસૂરિના ઉપદેશ-શ્રવણનો તેને મોકો મળ્યો અને તે આચાર્યશ્રી પાસે દીક્ષિત થઈ ગયો.
ત્રણ વરસ સુધી પોતાના ગુરુદેવની સેવામાં રહીને તપશ્ચર્યા કરીને બોધામુનિએ જ્ઞાનઉપાર્જન કર્યું. ત્યાર બાદ ગુરુની આજ્ઞા લઈને બોધામુનિ સ્મશાનો, જંગલો અને ગિરિ-ગુફાઓમાં જઈને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. દરેક પ્રકારના સંકટ, ઉપસર્ગ અને કષ્ટોને સમભાવથી સહન કરીને આત્મચિંતનમાં લીન રહેવા લાગ્યા. લોકો તેમને બોધાઋષિ કહેવા લાગ્યા.
જે દિવસોમાં બોધાઋષિ અવંતિ નગરીની પાસે ધામનોદ ગામના તળાવની પાળની પાસે વનમાં ધ્યાનમાં લીન હતા, તે દિવસોમાં તે ગામના ઉદ્ધૃત્ત (તોફાની - ઉદંડ) બ્રાહ્મણ છોકરાઓ તેમની પાસે આવતા અને તેમને ધુત્કારી માર-કૂટ, ધાક-ધમકી જેવા અનેક પ્રકારનાં દારુણ દુ:ખ આપતાં. બોધાઋષિ ન તો તેમના પર ગુસ્સે થતાં ન પોતાના ધ્યાનથી વિચલિત થતા. તેમની આ પ્રકારની સહનશક્તિ, તપશ્ચર્યા, ક્ષમા અને શાંતિના પ્રતાપે અનેક પ્રકારની સિદ્ધિઓ તેમને આપોઆપ જ પ્રાપ્ત થઈ ગઈ. એક દિવસ તેઓ તળાવની પાળ પાસેના સ્મશાનની નજીક એક વિશાળ વૃક્ષની નીચે ધ્યાનસ્થ ઊભા હતા, તે સમયે ગામના ધનાઢ્ય બ્રાહ્મણોના છોકરાઓ રોજની જેમ ત્યાં ભેગા થયા અને બોધાઋષિનું ધ્યાન ભંગ કરવા માટે તેમના પર કાંકરા, પથ્થર અને લાકડીઓથી પ્રહાર કરવા લાગ્યા. તેમને (બોધાઋષિને) ભયંકર વેદના થવા લાગી, પરંતુ તેઓ અડગ, નિષ્કપ ને ધ્યાનમગ્ન ઊભા રહ્યા. આટલી માર-ફૂટ પછી પણ તેમને અડગ % જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : ભાગ-૩)
૨૦૨
Page #212
--------------------------------------------------------------------------
________________
ઊભા રહેલા જોઈને છોકરાઓ તેમના પર વધુ તીવ્રતાથી પથ્થર અને ઇંડાનો વરસાદ કરવા લાગ્યા. તેમના અંગે-અંગમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. પરંતુ બોધાઋષિ એમ સમજીને કે - “મારા કર્મબંધન આ અબોધ બાળકો દ્વારા કપાઈ રહ્યાં છે, શુભ ધ્યાનમાં લીન રહ્યા. તેમના મનમાં રજમાત્ર પણ આવેશ ઉત્પન્ન થયો નહિ. નિરપરાધ (નિદૉષ), ક્ષમાસાગર બોધાઋષિ ઉપર તે ઉદંડ છોકરાઓ દ્વારા કરવામાં આવી રહેલા નિર્દયતાપૂર્ણ પ્રહારોને ન જોઈ શકવાથી તે સ્મશાનમાં હયાત (હાજર) કોઈ દિવ્ય શક્તિ ક્રોધિત થઈ ગઈ. તે જ ક્ષણે તે ઉદંડ છોકરાઓના મો-નાકમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. ક્ષણવારમાં જ તે કુમાર્ગગામી છોકરાઓ પોત-પોતાનાં ઘર તરફ એવા ભાગ્યા, જાણે એક ધડાકાના અવાજથી ચકલીઓનું ઝૂંડ ઊડયું હોય. તે પોતાના છોકરાઓના મો-નાકમાંથી વહેતી લોહીની ધારાઓ જોઈને તેમનાં મા-બાપ, સગાં-સંબંધી અને આડોશ-પાડોશના આબાલવૃદ્ધ તે છોકરાઓની ચારે બાજુ ભેગા થઈ ગયાં. લોહીના પ્રવાહને રોકવાના ઘણા ઉપાય કર્યા, પણ બધા વ્યર્થ થયા. એક વૃદ્ધ વૈદ્ય કહ્યું : બધાને એકીસાથે સરખી રીતે લોહી વહી રહ્યું છે, માટે આ કોઈ વ્યાધિ (બીમારી-રોગ) નથી, પરંતુ કોઈ દેવીપ્રકોપ લાગે છે.”
તે છોકરાઓને સાંત્વનાભર્યા શબ્દોમાં પૂછવાથી એક છોકરાએ બધી હકીકત બતાવી. તે છોકરાની વાત સાંભળીને ગામના આબાલવૃદ્ધ સ્મશાનની પાળ તરફ ઊમટી પડ્યા. તેમણે જોયું કે બોધાઋષિના અંગે-અંગ ઈજાઓથી ઘાયલ થયેલું છે. ઘોર તપશ્ચર્યાના કારણે તેમના શરીરનું લોહી તો સુકાઈ ગયું છે, છતાં પણ ઘામાં લોહીના કણ ચમકી રહ્યા છે. બધા ગામવાસીઓ તે ઉદંડ અને નિર્દયી બ્રાહ્મણ પુત્રો તરફ તિરસ્કાર અને ક્રોધપૂર્ણ દૃષ્ટિથી જોવા લાગ્યા.
લોહી ઓકતા છોકરાઓનાં મા-બાપ, બૌધાઋષિનાં ચરણો સામે પોતાનું માથું પૃથ્વી પર રગડી-રગડીને પોતાનાં બાળકોને માફ કરી દેવાની ભીખ માંગવા લાગ્યાં. બોધાઋષિ ધ્યાનમુદ્રામાં નિશ્ચલ ઊભા હતા. તેમના મુખમંડલ પર પ્રશાંત મહાસાગર જેવી શાંતિનું અખંડ સામ્રાજ્ય બિરાજમાન હતું. | જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696963 ૨૦૩ |
Page #213
--------------------------------------------------------------------------
________________
એક વૃદ્ધ ગ્રામીણની સલાહથી બોધાઋષિનાં ચરણોદકની બુંદોનો તે છોકરાઓનાં મોં-માથા પર છંટકાવ કરવામાં આવ્યો. તેમ કરતાં જ તે બધાનો રક્તપ્રવાહ રોકાઈ ગયો. બધા ગામવાસીઓએ તે મહર્ષિનાં ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી તેમની ચરણરજ પોતાના કપાળે લગાવી. તે દિવસથી તે ગામના વાસીઓ બોધાઋષિને ખિમઋષિ અર્થાત્ ક્ષમાઋષિના સન્માનપૂર્ણ સંબોધનથી ઓળખવા લાગ્યા. દૂર-દૂર સુધી તેમની ખ્યાતિ ખિમ ઋષિના નામથી ફેલાઈ ગઈ. 1 ખિમઋષિની સાધનાથી પ્રભાવિત થઈને બ્રાહ્મણોએ તે જ દિવસે વિપુલ ધન-રાશિ એકત્રિત (ભેગી) કરીને તેમની સામે મૂકી દીધી. પરંતુ કંચન-કામિનીના ત્યાગી તે મહામુનિએ, તે ધનની સામે આંખ ઉઠાવીને પણ ન જોયું. આખરે તે ધન-રાશિ સમાજ માટે કલ્યાણકારી કાર્યોમાં ખર્ચ કરવામાં આવી.
ખિમઋષિની તપશ્ચર્યા ઉત્તરોત્તર ઉગ્ર થતી ગઈ. પ્રત્યેક તપશ્ચર્યાના પારણા માટે તેઓ કઠોર અને વિચિત્ર અભિગ્રહ કરતા. તેમણે પારણા માટે, ૮૪ પ્રકારના એવા વિચિત્ર અભિગ્રહ કર્યા, જેમની પૂર્તિ અસંભવને સંભવ અને અસાધ્યને સાધ્ય બનાવવાળી આત્મશક્તિના સિવાય બીજી અન્ય કોઈ શક્તિથી કદાપિ સંભવ નથી. તે ૮૪ અભિગ્રહોમાંથી ઉદાહરણ માટે એકનો અહીં ઉલ્લેખ કરવામાં આવે છે.
એક દિવસ તપસ્યાના પ્રત્યાખ્યાન કરતી વખતે ખિમઋષિએ મનોમન પ્રતિજ્ઞા કરી કે - “ધારાધિપતિ મુંજના નાના ભાઈ સિંઘુલના ખાસ મિત્ર રાવકૃષ્ણ સ્નાન કરેલા, વિખરાયેલા વાળ અને ઉદ્વિગ્ન મનોસ્થિતિમાં, ૨૧ અપૂ૫ (પૂળા) ભિક્ષામાં આપે તો ખિમઋષિ પોતાની તપશ્ચર્યાનું પારણું કરે, અન્યથા જીવનભર નિરાહાર (ભૂખ્યા) જ રહે. ત્રણ મહિના આઠ દિવસ સુધી નિરાહાર રહ્યા પછી આ પ્રકારનો અભિગ્રહ પૂરો થયો અને તપશ્ચર્યાનું પારણું થયું.
રાવકૃષ્ણના રાજભવનમાં ખિમઋષિના પારણાના સમાચાર વિદ્યુતવેગે ધારાનગરીમાં ફેલાઈ ગયા. ધારાનિવાસી તપસ્વીરાજ ખિમઋષિના દર્શન માટે ઊમટી પડ્યા. રાજકુમાર સિંઘુલની સાથે રાવકૃષ્ણ પણ ખિમઋષિના વિશ્રામ સ્થળે ગયા. જ્યારે રાવકૃષ્ણને જાણ થઈ કે હવે તેમના આયુષ્યના ફક્ત ૬ મહિના જ બાકી રહ્યા છે, તો તેમણે પોતાનું | ૨૦૪ 236236969696969696960 ન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #214
--------------------------------------------------------------------------
________________
શેષજીવન સમગ્રરૂપે અધ્યાત્મ સાધનામાં વ્યતીત કરવાનો દઢ નિશ્ચય કરી આત્મીયજનોથી રજા લઈને શ્રમણધર્મ અંગીકાર કરી લીધો.
(કૃષ્ણર્ષિ) સંયમ ગ્રહણ કરતાં જ રાવકૃષ્ણથી કૃષ્ણર્ષિ બની ગુરુનાં પદચિહ્નો પર ચાલીને ઘોર તપશ્ચરણપૂર્વક તેઓ અહર્નિશ જ્ઞાન-ધ્યાન અને આત્મરમણમાં લીન રહેવા લાગ્યા.
આ પ્રમાણે ૬ મહિના સુધી વિશુદ્ધ સંયમની પાલન કરી કૃષ્ણષિ પોતાના માનવજીવનને અંતિમ સમયમાં સફળ કરીને સ્વર્ગસ્થ થયા. સમય જતાં ખિમઋષિ પણ ૬૦ વર્ષની સંયમ સાધના પછી નેવું વર્ષની આયુ પૂરી કરી સ્વર્ગવાસી થયા.
તે મહર્ષિઓની જીવનકથાથી અંતરમનમાં વિશ્વાસ થાય છે કે, ચૈત્યવાસી વગેરે વિભિન્ન પરંપરાઓમાં પણ સ્વ - પર કલ્યાણકારી અનેક સંત મહાપુરુષ સમય-સમય પર થતા રહ્યા છે.
(કવિ મહાસેન) વિ. નિ.ની બારમી સદીની આજુબાજુ મહાસેન નામના એક મહાન કવિ થઈ ગયા. તેઓ કયા સમયે થયા, કઈ પરંપરાના હતા; કયા આચાર્યના શિષ્ય હતા વગેરેના સંબંધમાં જૈન વામયમાં કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ થતો નથી. તેમની એકમાત્ર કૃતિ “સુલોચના કથા'નો ઉલ્લેખ મળે છે, પરંતુ વર્તમાનમાં તે પણ ઉપલબ્ધ નથી.
સમર્થ કવિ આચાર્ય ઉદ્યોતનસૂરિએ પોતાની લોકપ્રિય કૃતિ કુવલયમાલા'માં કવિ મહાસેનની કૃતિ “સુલોચના કથા'ની ખૂબ-ખૂબ પ્રશંસા કરી છે. પુન્નાસંઘીય આચાર્ય જિનસેને પોતાની વી. નિ. સં. ૧૩૧૦ની મહાન કૃતિ “હરિવંશપુરાણ'માં મહાસેનની આ કૃતિને શીલાલંકાર ધારિણી સુનયની સુંદરી'ની ઉપમા આપી છે.
આ બંને ગ્રંથકાર આચાર્યોથી પહેલાં કોઈ ગ્રંથકારની કૃતિમાં મહાસેન અને તેમની કૃતિ “સુલોચના કથા' સંબંધમાં કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ થતો નથી. આથી અનુમાન લગાવવામાં આવે છે કે - “મહાસેન વી. નિ.ની બારમી સદીમાં કોઈ સમયે થયા હોવા જોઈએ.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 396969696969696969, ૨૦૫
Page #215
--------------------------------------------------------------------------
________________
કવિ પરમેષ્ઠી
વી. નિ.ની બારમી સદીના ઉપાન્ય ચરણમાં પરમેષ્ઠી નામના એક મહાન ગ્રંથકાર વિદ્વાન થઈ ગયા. તેઓ ક્યાં થયા, કઈ પરંપરાના હતા વગેરે કોઈ તથ્ય વર્તમાનમાં ઉપલબ્ધ નથી. કવિ પરમેષ્ઠીએ ‘વાગર્થસંગ્રહ’ નામના એક વિશિષ્ટ ગ્રંથની રચના કરી હતી, જેને અનેક વિદ્વાનોએ આદર્શ ગ્રંથ સમજીને પોતપોતાના ગ્રંથ પ્રણયનના સમયે તેની શૈલીથી, તેમાં સમાવેલાં તથ્યોથી માર્ગદર્શન મેળવ્યું. આજે કવિ પરમેષ્ઠીનો તે ગ્રંથ ઉપલબ્ધ નથી, પરંતુ તેની પ્રશંસામાં કરવામાં આવેલા આદરપૂર્વક ઉલ્લેખ વિક્રમની નવમી સદીના મહાન ગ્રંથકાર આચાર્ય જિનસેને ‘આદિપુરાણ’માં, તેમના શિષ્ય ગુણભદ્રે ‘ઉત્તરપુરાણ'માં અને શ્રમણબેલગોલામાં ગોમ્મટેશ્વર(બાહુબલી)ની ગગનચુંબી મૂર્તિના પ્રતિષ્ઠાપક ચામુંડરાયે પોતાના ગ્રંથ ‘ચામુંડપુરાણ' (ઈ.સ.૧૦૩૦ની આસપાસ)માં કરેલ છે જે આજે પણ વિદ્યમાન છે.
ભટ્ટારક જિનસેનથી પહેલાં કોઈ પણ ગ્રંથકાર દ્વારા કવિ પરમેષ્ઠી સંબંધમાં કરેલો ઉલ્લેખ અત્યાર સુધી ક્યાંય જોવા મળ્યો નથી. આથી એમ ધારણા કરવામાં આવે છે કે કવિ પરમેષ્ઠી પણ ‘સુલોચના કથા’ના રચનાકાર કવિ મહાસેનના સંભવિત સમકાલીન, વી. નિ.ની બારમી સદીમાં કોઈ સમયે થયા હોવા જોઈએ.
મહારાજ અમોઘવર્ષ
ભગવાન મહાવીરના તેંતાલીસમા પટ્ટધર આચાર્ય લક્ષ્મીવલ્લભ અને ચુંમાલીસમા પટ્ટધર આચાર્ય રામઋષિ સ્વામીના આચાર્યકાળમાં રાષ્ટ્રકૂટવંશીય રાજા અમોઘવર્ષનું શાસન રહ્યું. અમોઘવર્ષની ગણના વી. નિ.ની ચૌદમી સદીના સર્વાધિક શક્તિશાળી રાજાઓમાં કરવામાં આવે છે. જિનશાસન પ્રત્યે તેમની શ્રદ્ધા અને નિષ્ઠા અતૂટ અને પ્રગાઢ હતી. શક્તિશાળી રાજા હોવા છતાં યુદ્ધોના બદલે ધર્મ અને સાહિત્ય પ્રત્યે વધારે પ્રેમ રાખતા હતા.
રાષ્ટ્રકૂટવંશના પ્રતાપી સમ્રાટ ગોવિંદ તૃતીય અમોઘવર્ષના પિતા હતા. નર્મદા કિનારે સ્થિત શ્રીભવન નામના સ્થળે તેમની સૈનિક છાવણીમાં જ વી. નિ. સં. ૧૩૨૯(ઈ.સ. ૮૦૨)માં અમોઘવર્ષનો ૩% જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૦૬ ૩૩
Page #216
--------------------------------------------------------------------------
________________
જન્મ થયો. અમોઘવર્ષના જન્મ પછી ગોવિંદ તૃતીયને અનેક મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ.
ગોવિંદ તૃતીયએ પોતાના વિસ વર્ષના શાસનકાળ (વી. નિ. સં. ૧૩૨૧-૧૩૪૧)માં મલખેડના રાષ્ટ્રકૂટ રાજ્યને એક શકિતશાળી સામ્રાજ્યનું સ્વરૂપ પ્રદાન કર્યું. વી. નિ. સં. ૧૩૪૧માં તેમનું મૃત્યુ થઈ ગયા પછી તેમનો પુત્ર અમોઘવર્ષ રાષ્ટ્રકૂટના વિશાળ સામ્રાજયના રાજસિંહાસન પર આરૂઢ થયો.
જે સમયે અમોઘવર્ષ રાષ્ટ્રકૂટવંશીય વિશાળ સામ્રાજ્યના રાજસિંહાસન પર બેઠા તે સમયે તેમની વય ફકત બાર વર્ષની હતી. સુવિશાળ સામ્રાજ્ય સ્વામીની બાળવય જોઈને એ સ્વાભાવિક હતું કે તે સામ્રાજ્યના સત્તાભૂખ્યા સામંત, શત્રુરાજા અને પડોશી રાજાઓ માથું ઊંચકે, અમોઘવર્ષે બાળવય હોવા છતાં ખૂબ ધીરજ અને સૂઝબૂઝથી કામ લીધું. પોતાના કાકાના દીકરાભાઈ, લાટ પ્રદેશના શાસક કર્ક અને પોતાના સેનાપતિ બકૈયાની મદદથી તેણે એક પછી એક કરીને બધા વિદ્રોહીઓને કચડી નાખ્યા. આ રીતે અમોઘવર્ષને લગભગ છેતાલીસ વર્ષ સુધી સંઘર્ષમય રહેવું પડ્યું. તેના શાસનકાળના અંતિમ અઢાર વર્ષ શાંતિથી વીત્યાં.
( મહારાજા અલ્લટ )
| ચિતૌડ(મેવાડ)ના સિસોદિયાવંશીય રાજા અલ્લટ જૈન ધર્મ અને જૈનાચાર્યો પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા-ભક્તિ રાખતા હતા. મેવાડના મહારાજા ભર્તૃભટ્ટ (દ્વિતીય)ની મહારાણી રાઠૌડવંશની રાજકુમારી મહાલક્ષ્મીની કૂખે અલ્લટનો જન્મ થયો. મહારાજા ભર્તૃભટ્ટ પછી વિ. સં. ૯૨૨ની આસપાસ અલ્લટ ચિતૌડના રાજસિંહાસન પર બેઠો. મેવાડના સિંહાસન પર વિ. સં. ૯૨૨થી વી. સં. ૧૦૧૦ સુધી આસીન રહીને મેવાડ પર શાસન કરતો રહ્યો, એવું તેના રાજ્યકાળના ઉપલબ્ધ શિલાલેખથી અનુમાન કરવામાં આવે છે.
એક વખત જૈનાચાર્ય બલિભદ્રસૂરિનું હથુંડીમાં પદાર્પણ થયું. તે સમયે મહારાજા અલ્લટની મહારાણી મહાલક્ષ્મી હથંડીમાં હતી અને તે અસાધ્ય રોગથી પીડાતી હતી. આચાર્ય બલિભદ્રસૂરિનાં દર્શન અને જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 3339૬ દીદી 2013 ૨૦૦.
Page #217
--------------------------------------------------------------------------
________________
તેમના દ્વારા બતાવેલા વ્રત-નિયમ, પ્રત્યાખ્યાન અને પથ્થોનું પાલન કરવાથી મેવાડની મહારાણી મહાલક્ષ્મીનો અસાધ્યરોગ પહેલા દિવસથી જ ક્રમશઃ શાંત થવા લાગ્યો અને થોડા જ દિવસોમાં તે અસાધ્ય રોગથી મુક્ત થઈ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ. મહારાણીના રોગમુક્તિના સમાચાર સાંભળી મહારાજ અલ્લટ આચાર્ય બલિભદ્રસૂરિના દર્શનાર્થ હાજર થયા. આચાર્યશ્રીએ રાજા અલ્લટને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના સારરૂપ બોધ આપીને સમ્યકત્વનું મહત્ત્વ સમજાવ્યું. અલ્લટ પર આચાર્યશ્રીના ઉપદેશનો એવો અમિટ પ્રભાવ પડ્યો કે તેઓ જીવનભર જૈન મુનિઓને સત્સંગનો લાભ લેવાની સાથોસાથ યથાશક્ય જૈનસંઘની પ્રભાવનાનાં કાર્યોમાં પણ સહયોગ આપતા રહ્યા. બલિભદ્રસૂરિ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતાં અલ્લટે અનેક પ્રતિષ્ઠિત નાગરિકોને બલિભદ્રસૂરિના શ્રદ્ધાળુ શ્રાવક અને ભક્ત બનાવ્યા. તેણે હથંડીને રાજા વિદગ્ધરાજને પણ હંમેશાં આચાર્યશ્રીની સેવામાં તત્પર રહેવાની સલાહ આપી.
અલ્લટના રાજ્યકાળના અનેક શિલાલેખ મળે છે, તેનાથી એ સાબિત થાય છે કે - “મહારાજ અલ્લટે, પોતાના દીર્ઘકાલીન શાસનમાં જૈન ધર્મ પ્રત્યે ઉલ્લેખનીય અભિરુચિ લીધી.”
( હથંડીનો રાઠૌડ-રાજવંશ અને જૈન ધર્મ ) મેવાડના મહારાજ અલ્લટની મહારાણી મહાલક્ષ્મી હકૂંડીરાજવંશની રાજકુમારી હતી. વિક્રમની દશમી સદીના શિલાલેખોથી એ પ્રમાણિત થાય છે કે હથંડી રાજ્યના કેટલાક રાઠૌડવંશી રાજા જૈન ધર્મ પ્રત્યે ઘણી શ્રદ્ધા-ભકિત ધરાવતા હતા અને તેમનામાંથી કેટલાક જૈન-ધર્માવલંબી પણ હતા. આચાર્ય બલિભદ્રસૂરિના ઉપદેશોના પ્રભાવથી હÉડીના રાઠૌડવંશીય રાજા વિદગ્ધરાજને પણ જૈન ધર્મ પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ અને તે જૈન-ધર્માવલંબી બની ગયો હતો.
વિ. સં. ૯૭૩ના તેના એક દાનશાસનથી આ તથ્ય પ્રકાશમાં આવ્યું છે કે - “રાજા વિદગ્ધરાજે હથંડીમાં ભગવાન આદિનાથનું એક વિશાળ મંદિર બનાવીને તેની દરરોજની જરૂરિયાતોની પૂર્તિ અને સુદીર્ઘકાળ સુધી સમુચિત વ્યવસ્થા માટે દરેક પ્રકારની વ્યાવસાયિક ૨૦૧૮ 396369696969696963 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #218
--------------------------------------------------------------------------
________________
લેવડ-દેવડ અને ખેત-પેદાશ પર એક ધર્માદા કર નક્કી કર્યો. વિદગ્ધરાજ દ્વારા પોતાના વજન બરાબર સોનાનું તુલાદાન આપવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. વિદગ્ધરાજનો શાસનકાળ વિક્રમની દશમી સદીનો ઉત્તરાર્ધ ધારવામાં આવે છે.
વિદગ્ધરાજ પછી તેનો પુત્ર મમ્મટરાજ હશૂંડીનો રાજા થયો. તેણે એક દાનશાસન લખીને પોતાના પિતા વિદગ્ધરાજના દાનશાસનનું અનુમોદન કરીને ખેત-ઉત્પાદનની આપ-લેના વેપાર ઉપર પણ ધર્માદા કર લગાવીને તેનાથી આદિનાથ મંદિરનાં બધાં ધાર્મિક કાર્યોને વધુ સારી રીતે ચલાવતા રાખવા માટેની વ્યવસ્થા કરી.
સામાજિક દૃષ્ટિથી હચૂંડીનું ખૂબ મોટું મહત્ત્વ છે, કેમકે ઓસવાલ જાતિના ઝામડ - ગોત્રની ઉત્પત્તિ હથંડીથી જ થઈ. આચાર્ય સર્વદેવસૂરિના ઉપદેશોથી પ્રભાવિત થઈ વિ. સં. ૯૮૮માં રાવ જગમાલે પોતાનાં કુટુંબીજનો સાથે અહિંસામૂલક જૈન ધર્મ અંગીકાર કર્યો. તે બધાનો સમાવેશ ઓસવાલ જાતિમાં કરીને ઝામડ-ગોત્ર રાખવામાં આવ્યું.
મમ્મટ પછી તેનો પુત્ર ધવલરાજ હથૂડીના સિંહાસન પર બેઠો. ધવલરાજ ખૂબ જ, શક્તિશાળી અને શરણાગત-પ્રતિપાલ રાજા હતો. તેના શાસનકાળમાં માલવરાજે આહડ પર આક્રમણ કરીને તેને નષ્ટ કરી દીધું. તે સમયે ધવલરાજે મેવાડના મહારાજા શાલિવાહન, સંભવતઃ ખુમાણ ચતુર્થને પોતાના રાજ્યમાં શરણ આપી. તેણે ચૌહાણ મહેન્દ્રની ખૂબ મદદ કરી અને ગુજરાતના શક્તિશાળી રાજા મૂળરાજના આતંકથી આતંકિત વઢવાણના રાજા ધરણીવરાહને પણ શરણ આપી. તેણે પોતાના દાદા વિદગ્ધરાજ દ્વારા નિર્માપિત ભગવાન આદિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને વિ. સં. ૧૦૫૩ની માઘ શુક્લા - તેરસના દિવસે ભગવાન આદિનાથની નવી ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા શાંતિસૂરિ પાસેથી કરાવી.
卐
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭
૩૭ ૨૦૯
Page #219
--------------------------------------------------------------------------
________________
૭૦ વર્ષ ૯૧ વર્ષ.
'પિસ્તાલીસમાથી સુડતાલીસમાં યથર છ તેમનો કાળ
પિસ્તાલીસમા આચાર્ય છેતાલીસમા આચાર્ય.
પદ્મનાભ સ્વામી હરિશર્મ સ્વામી જન્મ
ઃ વી. નિ. સં. ૧૩૩૯ વિ. નિ. સં. ૧૩૭૦ દીક્ષા
? વિ. નિ. સં. ૧૩૬૯ વિ. નિ. સં. ૧૩૯૧ આચાર્યપદ : વી. નિ. સં. ૧૪૦૨ વિ. નિ. સં. ૧૪૩૪ સ્વર્ગારોહણ : વી. નિ. સં. ૧૪૩૪ વિ. નિ. સં. ૧૮૬૧ ગૃહવાસપર્યાય : ૩૦ વર્ષ ૨૧ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૩૩ વર્ષ ૪૩ વર્ષ આચાર્યપર્યાય - ૩૨ વર્ષ ૨૭ વર્ષ પૂર્ણ સાધુપર્યાય : ૬૫ વર્ષ પૂર્ણ આયુ
: ૯૫ વર્ષ સતાલીમમાં પથર અર્ણ છર્ણિમા સુગપ્રધાનાચાર્ય
સુડતાલીસમા પટ્ટધર ૩૬મા યુગપ્રધાનાચાર્ય
આચાર્ય કલશપ્રભ સ્વામી જ્યેષ્ઠાંગગણિ જન્મ
: વી. નિ સં. ૧૩૬૯ વી. નિ સં ૧૩૭૦ દીક્ષા
: વી. નિ સં ૧૪૩૫ વી. નિ સં ૧૩૮૨ આચાર્યપદ : વી. નિ સં ૧૪૬ ૧ વી. નિ સં ૧૪૦૦ સ્વર્ગારોહણ : વી. નિ સં ૧૪૭૪ વી. નિ સં ૧૪૭૧ ગૃહવાસપર્યાય : ૬૬ વર્ષ ૧૨ વર્ષ સામાન્ય સાધુપર્યાય : ૨૬ વર્ષ આચાર્યપર્યાય : ૧૩ વર્ષ ૭૧ વર્ષ પૂર્ણ સાધુપર્યાય : ૩૯ વર્ષ ૨૯ વર્ષ પૂર્ણ આયુ : ૧૦૫ વર્ષ
૧૦૧ વર્ષ ૩ મહિના,
૩ દિવસ. ૨૧૦ દદ}6969696969696969696જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)
૧૮ વર્ષ
Page #220
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસમા યુગપ્રધાનાચાર્ય ધર્મઋષિના સ્વર્ગસ્થ થઈ ગયા બાદ વી. નિ. સં. ૧૪00માં જયેષ્ઠાંગગણિને ચતુર્વિધ સંઘે યુગપ્રધાનાચાર્ય પદ પર અધિષ્ઠિત કર્યા. આ પ્રમાણે જ્યેષ્ઠાંગગણિ છત્રીસમાં યુગપ્રધાનાચાર્ય થયા.
કયા યુગપ્રધાનાચાર્ય ક્યારે સ્વર્ગસ્થ થયા અને તેમના સ્વર્ગસ્થ થવાથી કયાં-કયાં સૂત્રોનો વિચ્છેદ થયો હશે તેનું વર્ણન. | ‘ તિત્વોગાલી પઇય' અનુસાર યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલી અનુસાર ગાથા સં. ૮૧૨ થી ૮૧૪ અનુસાર બત્રીસમાયુગપ્રધાનાચાર્ય પુષ્યમિત્રનો વી. નિ. સં. ૧૨૫૦માં ગણિ પુષ્ય- આ જ સમય આપવામાં આવ્યો છે. મિત્રના સ્વર્ગસ્થ થઈ ગયા પછી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિનો અન્ય છ અંગોની સાથે ક્ષય (હાસ) થઈ ગયો. . ગાથા સં. ૮૧૫માં માઢર સંભૂતિ- | માઢર સંભૂતિને ચોત્રીસમા યુગગણિના વી. નિ. સં. ૧૩૦૦માં પ્રધાનાચાર્ય બતાવતાં વી. નિ. સં. સ્વર્ગસ્થ થઈ જવાની સમવાયાંગનો ૧૩૬૦માં તેમના સ્વર્ગસ્થ થવાનો ક્ષય (હાસ) થવાનો ઉલ્લેખ છે. ઉલ્લેખ છે. માઢર સંભૂતિના પહેલાં
સંભૂતિને તેત્રીસમા યુગપ્રધાન બતાવીને વી.નિ સં. ૧૩૦૦માં તેમના
સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ છે. ગાથા સં.૮૧૬માં આર્જવ નામના માઢર સંભૂતિના વી. નિ. સં. ૧૩૬૦યતિના વી. નિ. સં. ૧૩૫૦માં | માં સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ છે. સ્વર્ગસ્થ થઈ જવાથી “સ્થાનાંગસૂત્રનો ક્ષય (હાસ) થવાનો ઉલ્લેખ છે. ગાથા સં. ૮૧૭માં વી. નિ સં. વી. નિ સં. ૧૪૦૦માં પાંત્રીસમા ૧૪૦૦માં કાશ્યપ-ગોત્રીય | યુગપ્રધાનાચાર્ય ધર્મઋષિનો સ્વર્ગસ્થ જ્યેષ્ઠભૂતિ શ્રમણના સ્વર્ગસ્થ | થવાનો ઉલ્લેખ છે. થવાથી “કલ્પવ્યહાર સૂત્ર'નો ક્ષય (હાસ) થવાનો ઉલ્લેખ છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969636969694 ૨૧૧]
Page #221
--------------------------------------------------------------------------
________________
“તિત્વોગાલી પત્રય” અનુસાર | યુગપ્રધાનાચાર્ય પટ્ટાવલી અનુસાર ગાથા સં. ૮૧૮માં ઉલ્લેખ છે સાડત્રીસમા યુગપ્રધાનાચાર્ય કે વી. નિ સં. ૧૫૦૦માં ફલ્યુમિત્રના વી. નિ. સં.૧૫૨૦માં ગૌતમ-ગોત્રીય મહાસત્ત્વશાળી |(લિપિકની ત્રુટિને સુધારવામાં આવે શ્રમણ ફલ્યુમિત્રના સ્વર્ગસ્થ | તો વી. નિ. સં. ૧૫૦૦માં) થવાથી “દશાશ્રુત સ્કંદ'નો ક્ષય સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ છે. (હાસ) થઈ જશે. ગાથા સં. ૮૧૯માં ભારદ્વાજ- બેતાલીસમા યુગપ્રધાનાચાર્ય સુમિણગોત્રીય મહાસુમિણ નામના મિત્રના વી. નિ. સં. ૧૯૧૮માં મુનિના વી. નિ. સં. ૧૯૦૦માં સ્વર્ગસ્થ થવાનો ઉલ્લેખ છે. સ્વર્ગસ્થ થવાથી “સૂત્રકૃતાંગ'નો ક્ષય (હાસ) થઈ જવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પુષ્યમિત્ર પછી માઢર સંભૂતિ, પુષ્યમિત્ર પછી સંભૂતિને તેત્રીસમા આર્જવયતિ, જ્યેષ્ઠભૂતિ, ફલ્યુમિત્ર યુગપ્રધાન, માઢર સંભૂતિને ૩૪માં, અને મહાસુમિણ મુનિઓનો ક્રમશઃ ધર્મઋષિને ૩૫મા, જયેષ્ઠાંગગણિને ઉલ્લેખ કરીને એ જણાવવામાં ૩૬મા, ફેલ્યુમિત્રને ૩૭મા અને આવ્યું છે કે એમના સ્વર્ગસ્થ થવાથી સુમિણમિત્રને ૪રમા યુગપ્રધાનાકયાં-કયાં સૂત્રોનો ક્ષય (હાસ) થયો. ચાર્ય બતાવવામાં આવ્યા છે. તિત્વોગાલી પઈશ્ય'નો રચનાકાળ દુસ્સમાં સમણસંઘ થયું (યુગપ્રધાનાઅનેક તથ્થોના આધારે વી.નિ.ની ચાર્યપટ્ટાવલી)ના રચનાકાર ધર્મઘોષત્રીજી સદીના આસપાસનો ધારવામાં સૂરિનો સમય વિક્રમની ચૌદમી સદી આવે છે.
અર્થાત્ વિ. સં. ૧૩૨૭ થી ૧૩પ૭ (વી. નિ. સં. ૧૭૯૭ થી ૧૮૨૭) સુધીનો છે.
આ પ્રકારની સ્થિતિમાં તિત્વોગાલી પઈશ્વયંનાં ઉલ્લેખો પર વિચાર કરવો ખૂબ જરૂરી થઈ જાય છે. [ ૨૧૨ 96969696969696969690 જૈન ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #222
--------------------------------------------------------------------------
________________
રાજગચ્છ
રાજગચ્છ શ્વેતાંબર પરંપરામાં ખૂબ યશસ્વી ગચ્છ રહ્યો છે. આ ગચ્છમાં અનેક પ્રભાવક અને ગ્રંથકાર આચાર્ય થયા છે. તેમનાથી જિનશાસનના પ્રચાર-પ્રસારમાં ઉલ્લેખનીય ફાળો મળ્યો. આ ગચ્છની ઉત્પત્તિ વિશે જૈન વાડ્મયમાં જે ઉલ્લેખ મળે છે, તેમનો સારાંશ આ પ્રકારે છેઃ
તલવાડા(તહનગઢ કરૌલી, વસ્યા પહેલાં તેની આજુબાજુનું એક રાજધાની નગર)ના રાજા, જે આગળ જઈને નન્નસૂરિ થયા, પોતાના ગૃહસ્થજીવનમાં એક દિવસ શિકાર માટે નીકળ્યા. જંગલમાં ભાગતા હરણાના એક ટોળાને નિશાન બનાવીને તેમણે તીર ચલાવ્યું. તેમણે જઈને જોયું કે જે શિકારને તેમનું તીર વાગ્યું છે, તે હરણી છે અને તે પણ ગર્ભવતી હરણી છે. હરણી અને તેનાં બહાર પડેલાં ગર્ભના બચ્ચાને તડપતા જોઈને રાજાનું હૃદય પસ્તાવાની આગમાં બળવા લાગ્યું. રાજાને પોતાના ઉપર ખૂબ તિરસ્કાર થયો. પસ્તાવો કરતા-કરતા તેને સંસારથી વિરક્તિ (વૈરાગ્ય) થઈ ગઈ. રાજ્ય, ઘર અને પરિવારનો તણખલાની જેમ ત્યાગ કરીને તેઓ તલવાડાથી નીકળી પડચા. પુણ્યયોગથી તેમને વનવાસીગચ્છના એક આચાર્યનાં દર્શન થયાં. રાજાએ તેમની પાસેથી ધર્મનો મર્મ (અર્થ) સાંભળ્યો. સત્યધર્મનો બોધ થતાં જ તે રાજાએ પેલા જૈનાચાર્યની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી. દીક્ષા આપતી વખતે નવદીક્ષિતનું નામ નન્નમુનિ રાખવામાં આવ્યું. નક્ષમુનિએ પોતાના આચાર્યદેવ પાસેથી નિષ્ઠા ને વિનયપૂર્વક અનેક વિદ્યાઓ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. આચાર્યશ્રીએ પોતાના મૃત્યુકાળને નજીક સમજી, અને નન્નમુનિને તમામ રીતે સુયોગ્ય પાત્ર સમજીને આચાર્યપદ પ્રદાન કર્યું.
પોતાના ગુરુના સ્વર્ગારોહણ પછી નન્નસૂરિ પોતાના શિષ્ય પરિવારની સાથે ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં વિહાર કરતાં જૈન ધર્મનો પ્રચારપ્રસાર કરવા લાગ્યા. નન્નસૂરિ ખૂબ વિદ્વાન, પ્રતિભાશાળી અને કુશળ વ્યાખ્યાતા હતા. આથી તેમનો ગચ્છ ઉત્તરોત્તર વિકસિત થવા લાગ્યો. નન્નસૂરિનો જન્મ રાજવંશમાં થયો હતો, આથી લોકો તેમને રાજર્ષિ અને તેમના ગચ્છને રાજગચ્છ કહેવા લાગ્યા. આ પ્રમાણે રાજગચ્છ વી. નિ.ની ચૌદમી સદીના મધ્યાહ્નમાં મધ્ય-ગગનના સૂર્યની જેમ ચમકવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૦૦૦ ૨૧૩ ૐ
Page #223
--------------------------------------------------------------------------
________________
લાગ્યો. રાજગચ્છના આચાર્ય પોતાની જાતને મૂળ રીતે ચંદ્રગચ્છના જ આચાર્ય માને છે અને કહે છે કે – “રાજગચ્છ, ચંદ્રગચ્છની જ શાખા છે.
તે જ નન્નસૂરિના શિષ્ય અજિત યશોવાદીસૂરિ, પ્રશિષ્ય સહદેવસૂરિ અને પ્રપ્રશિષ્ય પ્રધુમ્નસૂરિ થયા. આચાર્ય પ્રધુમ્નસૂરિએ નાનપણમાં જ વેદ-વેદાંગોનું તલસ્પર્શી જ્ઞાન મેળવી લીધું હતું. તેમણે બધાં દર્શનોનો અભ્યાસ કરતી વખતે જૈનદર્શનનો પણ અભ્યાસ કર્યો. તુલનાત્મક દૃષ્ટિથી બધાં દર્શનોનું વિવેચન કરવાથી તેમને એ વિશ્વાસ થઈ ગયો કે જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ સમ્યગુજ્ઞાન, સમ્મચારિત્ર અને સમતપની આરાધનાથી જ જન્મ, જરા (ઘડપણ), વ્યાધિ (રોગ) વગેરે સંસારનાં ઘોરાતિઘોર દારુણ દુઃખોથી સદા-સર્વદાને માટે મુક્તિ મેળવી શકાય છે. અંતરમનમાં આવો દઢ વિશ્વાસ થતાં જ તેમણે રાજગચ્છના આચાર્ય સહદેવસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. પોતાના ગુરુના ચરણ-શરણમાં રહીને તેમણે આગમો અને અનેક વિદ્યાઓનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ન્યાયશાસ્ત્રમાં નિષ્ણાતતા પ્રાપ્ત કરીને તેઓ મહાન વાદી બન્યા. તેમણે સવાલક, ગ્વાલિયર, ત્રિભુવનગિરિ, ચિતૌડ વગેરે અનેક રાજ્યોની રાજસભામાં અન્ય દર્શનના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યા. જૈન વાડમયમાં એ પ્રકારના ઉલ્લેખ મળે છે. કે - “પ્રદ્યુમ્નસૂરિએ પોતાના જીવનમાં ૮૪ વાદોમાં વિજય મેળવ્યો. સિસોદિયા મહારાજા અલ્લટ (વિ. સં. ૯૨૨થી ૧૦૧૦)ની રાજસભામાં તેમણે એક દિગંબર આચાર્યને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને પોતાના શિષ્ય બનાવ્યા.” - પ્રદ્યુમ્નસૂરિ પછી અભયદેવસૂરિ રાજગચ્છના પાંચમા આચાર્ય થયા. જેઓ “તર્ક પંચાનન અભયદેવસૂરિ'ના નામથી વિખ્યાત થયા. તેઓ પણ ખૂબ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. અભયદેવસૂરિએ આચાર્ય સિદ્ધસેનસૂરિના સંમતિ તર્ક નામના ગ્રંથ પર, ૨૫૦૦૦ શ્લોક - પ્રમાણ ટીકા ગ્રંથની રચના કરી, જે વાદ મહાર્ણવના નામથી પ્રસિદ્ધ છે. આ વિશાળ ગ્રંથમાં જૈન અને જૈનેતર દર્શનોની સેંકડો પ્રકારની વિચારધારાઓ ઉપલબ્ધ થાય છે.
સંજોગની વાત છે કે અભયદેવસૂરિ (તર્ક પંચાનન) પણ પોતાના ગૃહસ્થજીવનમાં રાજકુમાર હતા. આથી તેમણે પણ લોકો રાજર્ષિના સન્માનપૂર્ણ સંબોધનથી ઓળખતા હતા.
આચાર્ય અભયદેવસૂરિના પટ્ટધર શિષ્યનું નામ ધનેશ્વરસૂરિ હતું. ધનેશ્વરસૂરિ ત્રિભુવનગિરિ નામના રાજ્યના કર્દમ નામના રાજા હતા. [ ૨૧૪ 363963696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #224
--------------------------------------------------------------------------
________________
કર્દમરાજના આખા શરીર પર ઝેરી ફોલ્લા થઈ ગયા. અનેક કુશળ વૈદો વગેરેથી અનેક રીતના ઉપચાર કરાવવામાં આવ્યા. પરંતુ તેમનો તે ભીષણ રોગ શાંત ન થયો. એક દિવસ ત્રિભુવનગિરિમાં રાજર્ષિ અભયદેવસૂરિનું આગમન થયું. તેમની તપશ્ચર્યા, ત્યાગ અને જ્ઞાનનો મહિમા કર્દમરાજે પણ સાંભળ્યો. તે ગમે-તેમ કરીને તર્ક પંચાનન અભયદેવસૂરિનાં દર્શન કરવા માટે તેમના વિશ્રામસ્થળે ગયો. તે એમના પ્રભાવશાળી સૌમ્ય વ્યક્તિત્વને જોઈને ખૂબ પ્રભાવિત થયો. તેને અનુભવ થયો કે તેમની પીડા ને બળતરામાં થોડી કમી થઈ છે. કર્દમરાજે વિચાર કર્યો કે - જે મહાપુરુષના દર્શનમાત્રથી ભીષણ બળતરા મંદ થઈ ગઈ હોય તો અહર્નિશ એમના સંસર્ગમાં રહેવા અથવા એમના ચરણોદકને પોતાના શરીર પર છાંટવાથી ચોક્કસપણે આ વ્યાધિ પૂર્ણરૂપથી નિર્મૂળ થઈ શકે છે.' કર્દમરાજે તે જ ઘડીએ અચિત પાણી મંગાવીને અભયદેવસૂરિનાં ચરણોનું પ્રક્ષાલન કર્યું અને તે ચરણ ધોયેલાં પાણીનું ફોલ્લાઓ પર, પોતાના મુખ અને શરીરનાં અન્ય અંગો પર છંટકાવ કર્યો. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો કે તેના ફોલ્લાઓની બળતરા એકદમ પૂરેપૂરી શાંત થઈ ગઈ અને તે પોતાને પૂર્ણપણે સ્વસ્થ અનુભવ કરવા લાગ્યા.
ત્યાર બાદ કર્દમરાજે અભયદેવસૂરિ પાસેથી ધર્મોપદેશ સાંભળ્યો. ઉપદેશથી તેમને બોધિલાભ થયો; જેનાથી તેનું અંતરમન પ્રગાઢ વૈરાગ્યના રંગમાં રંગાઈ ગયું. તેણે પોતાના પુત્રને રાજસિંહાસન પર અભિષિક્ત કરીને તર્ક પંચાનન અભયદેવસૂરિની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી. દીક્ષા લેવાથી આચાર્ય અભયદેવસૂરિએ પોતાના નવદીક્ષિત શિષ્યનું નામ ધનેશ્વર રાખ્યું.
મુનિ ધનેશ્વરે ગુરુની સેવામાં રહીને વિવિધ વિદ્યાઓ અને આગમોનું ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓ અનેક વિદ્યાઓ અને આગમોના વિશિષ્ટ વિદ્વાન બની ગયા. પોતાના અંતિમ સમયમાં અભયદેવસૂરિએ ધનેશ્વરમુનિને સર્વથા યોગ્ય સમજીને રાજગચ્છનું આચાર્યપદ પ્રદાન કર્યું. આચાર્ય ધનેશ્વરસૂરિ ઉચ્ચ કોટિના વિદ્વાન હોવાની સાથોસાથ ખૂબ પ્રભાવશાળી વ્યાખ્યાતા પણ હતા. તેમની વાણીમાં ઓજસતા અને મીઠાશ હતી. તેમણે અનેક શાસ્ત્રાર્થોમાં જીત મેળવી. તેમના સમયમાં રાજગચ્છ એક વિશાળ અને પ્રભાવશાળી ગચ્છના રૂપે પ્રસિદ્ધ થયો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭
૭૦ ૨૧૫
Page #225
--------------------------------------------------------------------------
________________
ધનેશ્વરસૂરિએ અનેક રાજાઓને પ્રબુદ્ધ કરીને જેન-ધર્માનુયાયી બનાવ્યા. ચિતોડ નગરમાં તેમણે અઢાર હજાર બ્રાહ્મણોને ઉપદેશ આપીને જૈન-ધર્માનુયાયી બનાવ્યા. તેમના વિશાળ શિષ્ય પરિવારમાં અઢાર શિષ્ય ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. ગચ્છની વિશાળતાને ધ્યાનમાં રાખીને ધનેશ્વરસૂરિએ પોતાના એ અઢાર વિદ્વાન શિષ્યોને આચાર્યપદ આપ્યું અને તેમનાથી રાજગચ્છની અઢાર શાખાઓ પ્રચલિત થઈ. ધનેશ્વરસૂરિના રાજગચ્છની તે અઢાર શાખાઓમાંથી જે શાખાનું મુખ્ય ક્ષેત્ર ચિતૌડ રહ્યું, તે ચૈત્રવાલગચ્છના નામથી પ્રસિદ્ધ થઈ. - ધનેશ્વરસૂરિ પછી રાજગચ્છના પટ્ટધર આચાર્ય અજિતસિંહસૂરિ થયા અને અજિતસિંહસૂરિ પછી આચાર્ય વર્ધમાનસૂરિ થયા. વર્ધમાનસૂરિએ વિક્રમ સં. ૯૮૦ થી ૯૯૧ વચ્ચેની અવધિમાં વનવાસીગચ્છના આચાર્ય વિમલચંદ્રસૂરિના શિષ્ય વિરમુનિને આચાર્યપદ પર અધિષ્ઠિત કર્યા. આ પ્રમાણે રાજગચ્છમાં અનેક વિદ્વાન અને ધર્મપ્રભાવક આચાર્ય થયા.
(દિગંબર પરંપરામાં માથુરસંઘની ઉત્પત્તિ) દિગંબર પરંપરામાં વિ. સં. ૯૫૩ (વી. નિ. સં. ૧૪૨૩)માં આચાર્ય રામસેને મથુરામાં માથુરસંઘની સ્થાપના કરી. તેમણે દિગંબર પરંપરામાં તે સમયે પ્રચલિત અનેક મુખ્ય માન્યતાઓથી પૂર્ણતઃ ભિન્ન માન્યતાઓનું પ્રચલન કર્યું. આચાર્ય રામસેન દ્વારા પ્રચલિત કરવામાં આવેલ નવી માન્યતાઓમાંથી મુખ્ય બે માન્યતાઓ નીચે મુજબ છે :
પ્રથમ માન્યતા : સાધુઓ માટે મોરપીંછ, બલા,પીંછ અથવા પીંછાં વગેરે કોઈ પણ પ્રકારનાં પીંછાં રાખવાની કોઈ જરૂર નથી. તેમણે પોતાના સાધુઓને કોઈ પણ પ્રકારનાં પીંછાં રાખવા પર નિષેધ કર્યો આ જ કારણથી તેમનો માથુરસંઘ નિષ્કિચ્છક-ગચ્છના નામથી ઓળખાવા લાગ્યો.
આગમિક ઉલ્લેખોથી એ નિર્વિવાદપણે સાબિત થાય છે કે - “શ્રમણનાં પંચ મહાવ્રતોમાંથી પ્રથમ અહિંસા મહાવ્રતનું યોગ્ય રીતે પાલન કરવા માટે રજોહરણ અને મુખવસિકા, આ બે ધર્મોપકરણ પ્રત્યેક સાધુ-સાધ્વી માટે પરમાવશ્યક ઉપકરણ બતાવવામાં આવ્યાં છે. દિગંબર પરંપરાના આગમતુલ્ય માન્ય ગ્રંથોમાં પણ પીંછાં અને કમંડળ, આ બે ધર્મોપકરણોને રાખવાં, તીર્થકરો સિવાય બધાં પંચ મહાવ્રતધારકો માટે અનિવાર્ય છે. ૨૧૬ ૬૬૩૬96969696969696969ી જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #226
--------------------------------------------------------------------------
________________
બીજી માન્યતા : આચાર્ય દેવસેને પોતાની કૃતિ દર્શનસાર'માં લખ્યું છે કે “માથુરસંઘના સંસ્થાપક આચાર્ય રામસેને કોઈ પણ જિનપ્રતિમામાં જિનેશ્વર ભગવાનની કલ્પના કરવાની અને તે પ્રકારની કલ્પના સાથે પ્રતિમાને (મૂર્તિને) વંદન કરવાની, તેની પૂજા-અર્ચના કરવાની વગેરે ક્રિયા-કલાપોને સમ્યકત્વ પ્રકૃતિ મિથ્યાત્વની સંજ્ઞા આપી છે.
આ રીતે આડંબરભર્યા સાકાર ઉપાસના તરફ ઊમટી પડેલા જન-માનસને રામસેને નિરાકાર આધ્યાત્મિક ઉપાસનાની દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો.
આચાર્ય દેવસેન મુજબ માથુરસંઘના અનુયાયીઓમાં એ પ્રકારની વૃત્તિ પણ ઉત્પન્ન કરવામાં આવી કે - “તેઓ ફક્ત પોતાના આચાર્ય અથવા સંઘ દ્વારા બનાવેલ વસતિઓ, ધર્મસ્થાનોમાં જ નિવાસ કરે, અન્ય કોઈ સંઘ અથવા આચાર્ય દ્વારા બનાવેલ વસતિઓમાં ન રોકાય.” આચાર્ય દેવસેને માથુરસંઘના અનુયાયીઓના માનસમાં ઘર કરી ગયેલી એ મનોવૃત્તિનો પણ ઉલ્લેખ કર્યો છે કે - “તેઓ પોતાના ગુરુને જ સર્વશ્રેષ્ઠ માને, અન્ય કોઈને નહિ. માથુરસંઘ સિવાયના બીજા અન્ય બધા સંઘોની ઉપેક્ષા અને ફક્ત માથુરસંઘનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને ધર્મસ્થળોને પોતાના સમજવાનો મમત્વભાવ આચાર્ય રામસેને પોતાના અનુયાયીઓમાં ઉત્પન્ન કર્યો, આ પ્રકારનો ઉલ્લેખ પણ આચાર્ય દેવસેને દર્શનસાર'માં કર્યો છે. નીતિસાર'માં અન્ય કેટલાક બીજા સંઘોની સાથે માથુરસંઘને પણ જૈનાભાસ સંઘ બતાવવામાં આવ્યો છે.
. (આચાર્ય સિદ્ધર્ષિ) કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોઢું સોનું બની જાય છે, પરંતુ પ્રત્યક્ષમાં ન તો કોઈએ પારસને જોયો છે અને ન સોનામાં પરિવર્તિત થતાં લોઢાને. પરંતુ સંત-સમાગમથી, સત્સંગના પ્રતાપથી સામાન્યમાં સામાન્ય માણસ પણ જનથી જિન, માનવથી મહાત્મા, આત્માથી પરમાત્મા અને નરથી નારાયણ બની જાય છે. આ બાબતના ન કેવળ એક, પરંતુ અનેકાનેક સત્ય ઉદાહરણ આપણને ધર્મગ્રંથોના માધ્યમથી અને પ્રત્યક્ષ રીતે ઉપલબ્ધ થઈ જાય છે. " અધ્યાત્મવિદ્યાના ઉચ્ચ કોટિના મહાકવિ ને મહાન આચાર્ય સિદ્ધર્ષિનું જીવનચરિત્ર સત્સંગના અદ્ભુત ચમત્કાર અને અચિંત્ય પ્રતાપનું એક જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ર૧૦ |
Page #227
--------------------------------------------------------------------------
________________
આગવું ઉદાહરણ છે કે - “એક જુગારી, સંત-સમાગમના સુ-પ્રભાવથી કેવી રીતે અધ્યાત્મ-સંપદાના અક્ષય-અણમોલ નિધિનો સ્વામી બની ગયો.
સિદ્ધર્ષિનો જન્મ વિક્રમની આઠમી સદીના પ્રારંભિક કાળની આસપાસ ગુજરાતની તત્કાલીન રાજધાની શ્રીમાલ (હાલમાં ભીનમાલ) નામના ઐતિહાસિક નગરમાં એક નીતિનિપુણ અને ધર્મનિષ્ઠ અમાત્યકુળમાં થયો. તેમના પિતામહ સુપ્રભ (સુરપ્રભ) વિશાળ ગુજરાત રાજ્યના પ્રધાનામાત્ય (મુખ્ય અમાત્ય) હતા. મહામંત્રી સુરપ્રભના દત્ત અને શુભંકર નામના બે પુત્ર હતા. તે બંને ભાઈઓની તત્કાલીન ગુજરાત રાજ્યના વિપુલ વૈભવસંપન્ન શ્રીમંતોની સાથે-સાથે મહાદાનીઓમાં ગણના થતી હતી. દત્તના પુત્રનું નામ માઘ અને શુભંકરના પુત્રનું નામ સિદ્ધ હતું. મહાકવિ માઘ અને સરસ્વતીના પરમ ઉપાસક ધારાપતિ ભોજ વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. માઘે “શિશુપાલવધ' નામના ઉચ્ચ કોટિના મહાકાવ્યની રચના કરીને મહાકવિઓમાં મૂર્ધન્ય(મહત્ત્વનું) સ્થાન પ્રાપ્ત કર્યું.
પોતાના જ્યેષ્ઠ ભ્રાતા (મોટા કાકાના પુત્ર) માધની જેમ જ સિદ્ધર્ષિ પણ અપ્રતિમ કાવ્યપ્રતિભાના ધણી હતા. જ્યાં તેમના જયેષ્ઠબંધુ મહાકવિ માઘે શિશુપાલવધ'ની રચના કરીને ફક્ત સાહિત્ય-જગતમાં જ વિપુલ કીર્તિ મેળવી, ત્યાં સિદ્ધર્ષિએ મુમુક્ષુ સાધકો માટે દીવાદાંડી સમાન પથપ્રદર્શક “ઉપમિતિ ભવ પ્રપંચ કથા' નામના મહાકાવ્યની રચના કરીને આધ્યાત્મિક-જગત અને સાહિત્યિક-જગત, એમ બંને ક્ષેત્રોમાં સમાન રૂપથી અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી. તેઓ અધ્યાત્મકળા સિવાયની સંસારની તમામ કળાઓને નિરર્થક (ફાલતું) સમજતા હતા.
સિદ્ધર્ષિનો જન્મ ગુજરાતનરેશ વર્મલાતના મહામાત્ય સુરપ્રભના સૌથી નાના (કનિષ્ઠ) પુત્ર શુભંકરની ધર્મનિષ્ઠા પત્ની લક્ષ્મીની કૂખે થયો. શુભંકર શ્રેષ્ઠી વિપુલવૈભવનો સ્વામી અને મહાદાની હતો. આથી તમામ પ્રકારની સુખ-સુવિધાઓથી સંપન્ન ને ઐશ્વર્યપૂર્ણ વાતાવરણમાં બાળક સિદ્ધનું પાલન-પોષણ ખૂબ લાડ-કોડથી કરવામાં આવ્યું. શિક્ષણ આપવાને લાયક ઉંમર થઈ જતાં પિતાએ પોતાના પુત્રના શિક્ષણની તમામ વ્યવસ્થા કરી. કુશાગ્ર બુદ્ધિ બાળક સિદ્ધ યુવાવસ્થામાં પ્રવેશ કરતા-કરતા અનેક વિદ્યાઓમાં નિષ્ણાત થઈ ગયો.
સિદ્ધકુમાર વિપુલ સંપદાના માલિક, માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. કેટલાક મનમોજી વ્યસનપ્રિય મિત્રોના સાથસંગાથના પરિણામ [ ૨૧૮ દઈ દ ઈ ૬૬૩૬૩૬૩ જૈન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #228
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ સિદ્ધકુમારને જુગાર રમવાનું વ્યસન લાગી ગયું. ધૂતક્રીડા(જુગારની રમત)ના દુર્વ્યસનમાં તે ધીરે-ધીરે એટલો ઊંડો ઊતરી ગયો કે, રાત્રે ઘરે પણ ખૂબ મોડેથી આવવા લાગ્યો. તેની પત્ની તેની રાહ જોઈને રાત-રાતભર જાગતી રહેતી. આ પ્રમાણે હરહંમેશ (દરરોજ) રાત્રિ-જાગરણ અને ચિંતાના લીધે સિદ્ધની પત્ની ઉત્તરોત્તર દૂબળી થતી ગઈ અને બીમાર રહેવા લાગી.
પોતાની પુત્રવધૂની આવી સ્થિતિ જોઈને એક દિવસ ગૃહસ્વામિની લક્ષ્મીએ ચિંતા પ્રગટ કરી. આગ્રહપૂર્વક પૂછતાં પુત્રવધૂએ બધી હકીકત જણાવી દીધી. સાસુએ કહ્યું : “હવે હું બધી વ્યવસ્થા કરી દઈશ. તું નિશ્ચિત થઈ જા.”
તે રાતે તે પુત્રના આવવાની રાહ જોવા લાગી. રાત્રિના ચોથા પહોરમાં પુત્ર સિદ્ધ ઘરે આવ્યો. તેણે ઘરનો દરવાજો ખોલવા માટે વિનંતી કરી, તો પુત્રને શિખામણ આપવા માટે તેણે થોડા કઠોર સ્વરમાં કહહ્યું : “આ પણ કોઈ સમય છે, આટલી રાત વીત્યે ઘરે આવવાનો? ગૃહસ્થોના ઘરના દરવાજા રાતભર ખુલ્લા નથી રહી શકતા.”
પુત્રે પોતાનો ગુનો સ્વીકારતા સ્વરમાં માતાને પ્રશ્ન કર્યો : “તો આ સમયે હું બીજે ક્યાં જઉં મા?”
આજે જો દરવાજો નહિ ખોલું તો મારો પુત્ર ભવિષ્યમાં હંમેશાં સમયસર આવશે,' એમ વિચારીને માતાએ જવાબ આપ્યો : “ચાલ્યો જા ત્યાં જ, જ્યાં રાતે દરવાજા ખુલ્લા રહેતા હોય.”
આને માતાનો આદેશ માનીને આગળ કંઈ પણ બોલ્યા વગર સિદ્ધ પોતાના ઘરના દરવાજેથી વળીને શ્રીમાલનગરના મુખ્ય માર્ગ પર બંને બાજુનાં ઘરો તરફ નજર કરતાં-કરતાં આગળ વધવા લાગ્યો. તેણે જોયું કે બધાં ઘરોના દરવાજા બંધ છે. એક પણ ઘરનો દરવાજો ખુલ્લો નથી. ખુલ્લા દરવાજાવાળા ઘરની શોધમાં જુદા-જુદા રસ્તાઓ અને વસ્તીઓમાં ફરતા-ફરતા સિદ્ધની નજર એક એવા ઘર પર પડી જેને દરવાજા એકદમ ખુલ્લા હતા. સિદ્ધ તે ઘરમાં પ્રવેશ કર્યો. તે એક જૈન ઉપાશ્રય હતો. ત્યાં તેણે જોયું કે તેમાં એક જૈનાચાર્ય પોતાના શિષ્યો સાથે બિરાજમાન છે. બધા મુનિ જાગૃત અને વિવિધ આધ્યાત્મિક સાધનાઓમાં મગ્ન હતા. | જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૩) ઝ369696969696969696963 ૨૧૯ |
Page #229
--------------------------------------------------------------------------
________________
તે શાંત-દાન્ત મુનિઓનાં દર્શનમાત્રથી જ સિદ્ધકુમારના અંતરમનમાં અવર્ણનીય શાંતિનું ઝરણું ફૂટી પડ્યું. તેને અનુભવ થયો - કેટલો ફરક છે આ મુનિઓના અને તેના જીવનમાં ! ધિક્કાર છે મને, કે હું દુર્વ્યસનોના ઘોર દળદળ (કીચડ-કાદવ)માં ફસાઈને પોતાના આ ભવમાં (ઈહલોકમાં) અપયશ અને પરભવ(પરલોકમાં)માં અસહ્ય દારુણ દુઃખોનું કારણ બનવાનું કામ કરી રહ્યો છું. આ મારા પૂર્વમાં કરેલાં કોઈ મહાન પુણ્યોદયનું જ ફળ છે કે આજે મને આ તરણતારણ, સ્વ-પર કલ્યાણમાં મગ્ન મહાપુરુષોનાં દર્શનનું સૌભાગ્ય સાંપડ્યું છે.'
આ પ્રમાણે ચિંતન કરતાં કરતાં સિદ્ધકુમાર પટ્ટ (પાટ) પર વિરાજમાન આચાર્યની સામે પહોંચ્યા અને તેણે તેમને ગાઢ શ્રદ્ધા-ભક્તિ સાથે વંદન-નમન કર્યા. આચાર્ય આશિષ મુદ્રામાં હથેળી ઉઠાવીને તેને પ્રશ્ન કર્યો : “સૌમ્ય ! તું ક્યાંનો રહેવાસી છે, આ વેળામાં તારુ અહીંયા આગમન કેવી રીતે થયું?”
પ્રત્યુત્તરમાં સિદ્ધકુમારે અથ થી ઇતિ સુધીનું બધું જ સાચે સાચું આચાર્યશ્રીને બતાવી દીધું અને કહ્યું કે - “અહીં આપનાં દર્શન કરીને હું ધન્ય-ધન્ય થઈ ગયો. હવે આજથી લઈને જીવનપર્યત આપનાં ચરણોની શરણમાં રહેવાનો મેં દઢ નિશ્ચય કરી લીધો છે. સંસારસાગરથી પાર લગાવવાળા મહાન જહાજ સમાન આપને પામીને હવે હું અન્યત્ર ક્યાંય જવા નથી માંગતો.”
સિદ્ધના વિનય, વ્યક્તિત્વ અને વાગ્મિતા (વાત કરવાની ઢબ)ને જોઈને આચાર્યએ જ્યારે જ્ઞાનોપયોગ લગાવ્યો, તો તેઓ મનોમન ખૂબ પ્રસન્ન થયા. તેમને નવાગંતુક યુવક સિદ્ધમાં જિનશાસનના ભાવિ મહાન પ્રભાવકનાં તમામ લક્ષણ દૃષ્ટિગોચર થયાં.
આચાર્યશ્રીએ સિદ્ધને મધુર સંબોધનથી સંબોધિત કરતા કહ્યું : “સૌમ્ય ! અમારી પાસે તો એ જ રહી શકે છે, જે અમારા જેવો વેશ ધારણ કરી લે. શ્રમણધર્મ અંગીકાર કર્યા વગર કોઈપણ અમારી પાસે નથી રહી શકતું. અને તારા જેવા સ્વેચ્છાચારીને માટે શ્રમણધર્મ અંગીકાર કરવો બહુ જ મુશ્કેલ કામ છે.” આમ કહીને આચાર્યશ્રીએ સાધુજીવનની મુશ્કેલીઓ બતાવીને કહ્યું કે -
સાધુજીવન તલવારની ધાર પર ચાલવા જેવું અઘરું અને દુસ્સાધ્ય છે.” | ૨૨૦ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #230
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રીની વાત ધ્યાનથી સાંભળ્યા બાદ સિદ્ધ સંયત, સુદૃઢ અને વિનમ્ર સ્વરમાં નિવેદન કર્યું: “દુર્વ્યસનીઓની લાચાર દયનીય અવદશાની સરખામણીમાં શું આપ દ્વારા બતાવવામાં આવેલ શ્રમણધર્મની પરિપાલનામાં આવવાવાળી તકલીફો વધુ દુસ્સા અને દારુણ છે ? સંયમ તો વિશ્વવંદનીય છે. ભગવન્! મારું માનવું છે કે, દુર્વ્યસનીઓનાં દુઃખોની તુલનામાં તો સંયમજીવનમાં થવાવાળી તકલીફો નગણ્ય અને નહિની બરાબર છે. ભગવન્! હું હવે તમામ HARI EMAMTERMINAR . HERE પ્રકારનાં દુઃખોનો સદાયને માટે અંત લાવવાનો દઢ સંકલ્પ કરી ચૂક્યો છું. માટે આ ગરીબ પર કૃપા કરીને શ્રમણધર્મની દીક્ષા આપી આપના ચરણકમળમાં શરણ આપો. આ સેવકના માથે આપના વરદહસ્ત મૂકીને કૃતકૃતાર્થ કરો.”
આ સાંભળી આચાર્યશ્રી મનોમન ખૂબ પુલકિત થયા ને સુયોગ્ય શિષ્ય મળવાની આશામાં તેમને આંતરિક આફ્લાદનો અનુભવ થયો. તેમણે સિદ્ધને કહ્યું: “વત્સ ! અમે, કોઈ પણ આપ્યા સિવાયની વસ્તુ ગ્રહણ નથી કરતા. અમારી પાસે સંયમ લેવા માટે તારાં માતા-પિતાપત્નીની સ્વીકૃતિ જરૂરી છે, ત્યાં સુધી ધીરજ રાખ.” આચાર્યદેવના આદેશને શિરોધાર્ય કરી સિદ્ધકુમાર ઉપાશ્રયમાં રોકાઈ ગયો.
આ બાજુ સવાર થતાં રાતની આખી ઘટનાનો હાલ પોતાની પત્ની પાસેથી સાંભળીને શુભંકર તરત જ પોતાના ઘરેથી નીકળીને પોતાના પુત્રને શોધતો-શોધતો તે જ ઉપાશ્રયમાં આવ્યો. તો પોતાના પુત્રને શાંત-દાન્ત મુદ્રામાં ત્યાં બેઠેલો જોઈને તેને ઘરે પાછા ચાલવા માટે કહ્યું. પરંતુ સિદ્ધકુમારે જીવનભર આચાર્યશ્રી પાસે રહેવાનો પોતાનો નિર્ણય સંભળાવ્યો. પિતાએ તેને સમજાવ્યો કે - “હમણાં તું અતુલ વૈભવનો, સાંસારિક સુખોનો ઉપભોગ કર. જો તું જન્મ-મરણના ચક્રથી છુટકારો મેળવવા માંગતો હો તો આપણી વંશ-પરંપરા ચલાવવાળી સંતતિ (સંતાન)ના પેદા થયા પછી દીક્ષિત થઈ જજે.” પરંતુ સિદ્ધ'ને જ પોતાના જીવનનું એકમાત્ર લક્ષ્ય બનાવી લેનાર સિદ્ધને મોહ, મમતા, પ્રલોભન (લાલચ) વગેરે સાંસારિક પ્રપંચ લેશમાત્ર પણ વિચલિત ન કરી શક્યાં. સિદ્ધકુમારે પોતાના પિતાને ફરી-ફરીને દીક્ષાની અનુમતિ (રજા) આપવા માટે વિનંતી કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 3696969696969696969૬૨૨૧
Page #231
--------------------------------------------------------------------------
________________
સિદ્ધના અટલ નિશ્ચયને જોઈ શુભંકરને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેના પુત્રના મનમાં કોઈ પણ પ્રકારનો આક્રોશ કે વિદ્રોહ નથી. તેનું અંતરમન સાચા વૈરાગ્યના અમિટ રંગમાં રંગાઈ ગયું છે. સંસારની કોઈ શક્તિ તેને હવે યોગમાર્ગેથી વાળીને ભોગમાર્ગમાં પ્રવૃત્ત કરી શકે તેમ નથી. અન્ય કોઈ ઉપાય ન જોઈને શુભંકરે આચાર્યદેવનાં ચરણોમાં સવિનય પ્રાર્થના કરી : “વિશ્વબંધુ આચાર્યદેવ ! કૃપા કરી આપ મારા આ મુમુક્ષુ પુત્ર સિદ્ધને શ્રમણધર્મમાં દીક્ષિત કરી સદાને માટે આપની ચરણ-શરણમાં લઈ લો.'
શુભંકરની પ્રાર્થના સ્વીકારીને આચાર્યશ્રીએ થોડા દિવસો બાદ શુભ મુહૂર્તમાં સિદ્ધને શ્રમણધર્મની દીક્ષા આપી. દીક્ષા પછી સિદ્ધ મુનિ પોતાના ગુરુ આચાર્ય ગર્ગર્ષિની આજ્ઞાનુસાર શુદ્ધ શ્રમણાચાર ને ઉગ્ર તપશ્ચર્યાની સાથોસાથ નિષ્ઠાપૂર્વક આગમોનો અભ્યાસ કરવાનો આરંભ કર્યો. કુશાગ્ર બુદ્ધિના ધણી સિદ્ધમુનિએ અપેક્ષિત સમયથી પહેલા જ ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, ગણિત, નીતિ વગેરે તમામ વિદ્યાઓમાં નિષ્ણાતતા પ્રાપ્ત કરી લીધી. અને તેઓ અંગશાસ્ત્રોના વિશિષ્ટ મર્મજ્ઞ - વિદ્વાન બની ગયા. વિભિન્ન દર્શનોના તર્કગ્રંથોનું અધ્યયન કરીને ન્યાયશાસ્ત્રમાં વિશિષ્ટ પાંડિત્ય પ્રાપ્ત કરી લીધા પછી સિદ્ધર્ષિના મનમાં બૌદ્ધન્યાયનું અધ્યયન કરવાની પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ. એક દિવસ તેમણે પોતાના ગુરુની સેવામાં ઉપસ્થિત થઈને તેમની સમક્ષ પોતાની બૌદ્ધન્યાય ભણવાની ઇચ્છા પ્રગટ કરીને સુદૂરસ્થ (દૂર હોય તેવી જગ્યા) બૌદ્ધ વિદ્યાપીઠમાં અધ્યયનાર્થે (ભણતર માટે) જેવા દેવા માટેની રજા આપવાની પ્રાર્થના કરી.
પોતાના નિમિત્તજ્ઞાનનો ઉપયોગ કરીને ગર્ષિએ પોતાના શિષ્ય સિદ્ધર્ષિને કહ્યું : “વત્સ ! વિધાધ્યયનના વિષયમાં સંતોષ નહિ કરવો તે શુભ લક્ષણ છે. પરંતુ તારા આ પ્રસ્તાવના સંદર્ભમાં મને સ્પષ્ટ રીતે એ આભાસ થઈ રહ્યો છે કે - ‘બૌદ્ધોના કુતર્કોથી તારી મતિ(બુદ્ધિ) ભ્રમિત થઈ જશે. તેનું પરિણામ એ આવશે કે, પોતાના ધર્મ પ્રત્યે તારી આસ્થા લુપ્ત થઈ જશે અને બૌદ્ધધર્મ પ્રત્યે તું આસ્થાવાન થઈ જઈશ. આથી આજ સુધી તેં પંચ મહાવ્રતોનું પાલન કરીને જે પુણ્ય અર્જિત કર્યું છે, તારું તે પુણ્ય નષ્ટ થઈ જશે. તારી આજ સુધીની કરેલી અધ્યાત્મ-સાધના નકામી થઈ જશે. આવી સ્થિતિમાં હું તારા હિતમાં એ જ યોગ્ય સમજું
૨૨૨ ૩
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #232
--------------------------------------------------------------------------
________________
છું કે તારે બૌદ્ધોના શિક્ષણ સંસ્થાનમાં જઈને બૌદ્ધ ન્યાયના અધ્યયન (અભ્યાસ)નો વિચાર તારા મનમાંથી કાઢી દેવો જોઈએ. જો ત્યાં જવાનો વિચાર તારા મનમાંથી કોઈ પણ રીતે ન જ નીકળતો હોય તો, તું મારી સામે પ્રતિજ્ઞા કર કે - “બૌદ્ધોના કૃતકથી ચિત્તભ્રમ થઈ જવા છતાં પણ તું તેમના સંઘનો સદસ્ય બનતા પહેલાં એકવાર મારી પાસે જરૂરથી આવીશ અને આપણા પ્રથમ મહાવ્રત અહિંસાનું જે મુખ્ય ઉપકરણ તથા અનિવાર્ય ચિહ્ન આ રજોહરણ છે, તેને તું જાતે લાવીને સુપરત કરીશ.” ને પોતાના ગુરુના મુખેથી આવી વાત સાંભળતાં જ સિદ્ધર્ષિએ કહ્યું : “ભગવન્! કોઈ પણ કુલીન વ્યક્તિ પોતાના ગુરુને ક્યારે ય છોડી શક્તો નથી. જો ત્યાં જવાથી મને કદાચ મતિભ્રમ થઈ ગયો, તો પણ હું આપના આદેશનું પાલન કરીને આપની સેવામાં અવશ્ય હાજર થઈ જઈશ. આ મારી અટલ પ્રતિજ્ઞા છે.”
આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પોતાના ગુરુની આજ્ઞા લઈ સિદ્ધર્ષિ ત્યાંથી રવાના થઈ ખૂબ લાંબી વિહારયાત્રા પૂરી કરીને એક દિવસ મહાબોધિ નામના એક પ્રખ્યાત બોદ્ધ શિક્ષણ કેન્દ્રમાં પહોંચ્યા. વિદ્યાર્થી રૂપમાં તેમણે બૌદ્ધ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવીને બૌદ્ધદર્શનના અભ્યાસનો પ્રારંભ કર્યો. ટૂંક સમયમાં જ સિદ્ધર્ષિએ બૌદ્ધ વાત્મયનો તલસ્પર્શી અભ્યાસ કરીને તેમાં પ્રવીણતા મેળવી લીધી. સિદ્ધર્ષિની ગણના બૌદ્ધદર્શનના મહાન વિદ્વાનોમાં થવા લાગી.
સિદ્ધર્ષિની તીક્ષ્ણ મેધાશક્તિનો મહિમા વિભિન્ન બોદ્ધ વિદ્યાપીઠોમાં ફેલતા-ફેલતા સમગ્ર બૌદ્ધસંઘમાં પ્રસરી ગયો. બૌદ્ધસંઘના ટોચના વિદ્વાનો, સંચાલકો અને આચાર્યોએ મળીને એકાંતમાં ગૂઢ મંત્રણા કરી કે - “આ સિદ્ધ ચિંતામણિ તુલ્ય અભુત પ્રતિભાશાળી નરરત્ન છે. જો આ વિદ્વાન કોઈ પણ રીતે બૌદ્ધસંઘમાં દીક્ષિત થઈ જાય તો બૌદ્ધસંઘની સર્વતોન્મુખી (તમામ પ્રકારની) ઉન્નતિ થઈ શકે છે; માટે ગમે તેમ કરીને સત્કાર-સન્માન, પ્રોત્સાહન; મૃદુ-મંજુલ વાર્તાલાપ, વાજાળ, અભિવર્ધન વગેરે તમામ પ્રકારના ઉપાયોથી તેને બૌદ્ધ સંઘમાં દીક્ષિત થવા માટે આકર્ષિત કરવામાં આવે.
આ રીતે ગુપ્ત મંત્રણા કરીને બૌદ્ધાચાર્યો, ભિક્ષુઓ અને વિદ્વાનો વગેરેએ સિદ્ધષિને પોતાની જાળમાં ફસાવવા માટે ચતુરાઈપૂર્વક પ્રયત્નો શરૂ કર્યા. છેવટે સિદ્ધના મસ્તિષ્કમાં મતિ ભ્રમ પેદા થઈ ગયો અને તેમણે બૌદ્ધ ધર્મની દીક્ષા સ્વીકારી લીધી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) દદદદદદ કે દીક૬૬૩ ૨૨૩ |
Page #233
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ તે વિદ્યાપીઠનું તે સર્વશ્રેષ્ઠ સન્માન મેળવ્યું, જે સિદ્ધથી પહેલાં કોઈ વિદ્વાન નહોતું મેળવી શક્યું. પછી બૌદ્ધસંઘે સર્વસંમતિથી સિદ્ધની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે - “સંઘ તેને આચાર્યપદ પર આરૂઢ કરવા માટે ખૂબ વ્યાકુળ છે, માટે તે આચાર્યપદ - પ્રદાન મહોત્સવ માટે સ્વીકૃતિ આપે.'
તે જ સમયે સિદ્ધને પોતાના ગુરુની સમક્ષ કરેલી પ્રતિજ્ઞાની યાદ આવી ગઈ. તેમણે બૌદ્ધસંઘને વિનંતી કરી : “અહીં અભ્યાસાર્થે આવતી વખતે મેં મારા જૈન ગુરુની સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે - અભ્યાસ પૂરો થતાં જ હું એક વાર આપની સેવામાં જરૂરથી હાજર થઈશ.” તમામ દર્શનોમાં પ્રતિજ્ઞાભંગને મહાપાપ માનવામાં આવ્યું છે, માટે એક વાર મને મારા ગુરુની પાસે જવા દેવાની રજા આપવામાં આવે, એવી મારી મહાસંઘને વિનંતી છે.”
સંઘે સિદ્ધને પોતાના ગુરુ પાસે જવાની અને તેમને મળીને પાછા આવવાની રજા આપી દીધી. પોતાના ગુરુ પાસે પહોંચીને સિદ્ધ ન તો તેમને વંદન-નમન કર્યા અને ન તેમના ચરણસ્પર્શ કર્યા. ગુરુની સામે થાંભલાની જેમ સીધા ઊભા રહીને સિદ્ધ ઈર્ષાળુ સ્મિતની મુદ્રામાં પ્રશ્ન કર્યો : “ઊર્ધ્વસ્થાન પર બેઠેલા આપ ઠીક તો છો ને?” - પોતાના શિષ્ય સિદ્ધના આ પ્રકારના રંગ-ઢંગ જોઈને ગર્ગષિ વિચારવા લાગ્યા - “આ પરમ વિનીત ને મહાવિદ્વાન સુશિષ્યની મતિને બૌદ્ધશાસ્ત્રોના કુતક તથા વિતંડાવાદે ભ્રમિત કરી દીધી છે. હવે તો કોઈ અમોઘ ઉપાયથી જ તેને પાછો સાચા માર્ગે લાવવામાં આવે, તેમાં જ સંઘનું હિત છે, નહિ તો આ વિધાનના બૌદ્ધસંઘમાં ચાલ્યા જવાથી જિનશાસનની એક ન પૂરી શકાય તેવી હાનિ થશે.”
આ પ્રમાણે વિચાર કરતા-કરતા ગર્ગષિ પોતાના આસનેથી ઊભા થયા અને પોતાના શિષ્ય સિદ્ધષિની સામે ગયા. તેને ખૂબ સ્નેહથી હાથ પકડીને આસન પર બેસાડ્યો. ત્યાર બાદ હરિભદ્રસૂરિ દ્વારા રચિત “લલિત વિસ્તરાવૃત્તિ' સિદ્ધના હાથમાં મૂકતા ગુરુએ કહ્યું : “સૌમ્ય ! હું ચૈત્યવંદન કરીને હમણાં થોડીવારમાં પાછો આવું છું, ત્યાં સુધી તું આ ગ્રંથને વાંચ.”
- સિદ્ધર્ષિએ લલિત વિસ્તરાને શરૂઆતથી વાંચવાનો પ્રારંભ કર્યો. સિદ્ધર્ષિ જેમ-જેમ લલિત વિસ્તરાનાં પૃષ્ઠ પછી પૃષ્ઠ વાંચતાં ગયાં, ૨૨૪ EBદ૬૩૩૩૬૬૩૬૩૬૩૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)|
Page #234
--------------------------------------------------------------------------
________________
તેમ-તેમ તેમના મન-મસ્તિષ્ક પર છવાયેલા બૌદ્ધશાસ્ત્રોના કુતર્કોનું ધુમ્મસ (કોહરો), ખુલ્લી હવામાં મૂકી રાખવામાં આવેલ કપૂરની જેમ ઊડતું ગયું. સિદ્ધર્ષિ લલિત વિસ્તરાનો ચોથો ભાગ પણ નહોતા વાંચી શક્યા કે તેમના મસ્તિષ્કમાં બોદ્ધસંઘ દ્વારા પેદા કરવામાં આવેલી તમામ પ્રકારની ભ્રમણાઓ (ભ્રાંતિઓ) નષ્ટ થઈ ગઈ. ગુરુ પ્રત્યે કરવામાં આવેલા કુશિષ્ય યોગ્ય પોતાના વર્તનના લીધે, તેમને પોતાના મનમાં પોતાના માટે ધૃણા (તિરસ્કાર) થઈ ગઈ. સિદ્ધર્ષિ મનમાં ને મનમાં પોતાને ધિક્કારીને વિચારવા લાગ્યા - “આહા! સમજયા-વિચાર્યા વગર કેવો અનર્થ કરવા જઈ રહ્યો હતો ! હું ચિંતામણિ રત્નના બદલે કાચના ટુકડા લેવા જેવી ભયંકર મૂર્ખતા કરી રહ્યો હતો. હું મારા આ ભયંકર અપરાધ (ગુનો) માટે ગુરુદેવ પાસેથી પ્રાયશ્ચિત્ત મેળવીશ અને જીવનપર્યત ગુરુદેવનાં ચરણોની શરણમાં જ રહીશ. આ લલિત વિસ્તરા ગ્રંથે મારા મતિભ્રમ, વ્યામોહ અને ચિત્તની ભ્રમણાને નિર્મૂળ કરી દીધાં છે.”
લલિત વિસ્તરાની વૃત્તિ વાંચતી વખતે સિદ્ધર્ષિ જ્યારે આ રીતે વિચારી રહ્યા હતા તે જ સમયે ગર્ગષિ ઉપાશ્રયમાં પાછા ફર્યા. સિદ્ધર્ષિને અપલક દૃષ્ટિથી લલિત વિસ્તરા વૃત્તિને વાંચવામાં મગ્ન જોઈને તેમના અંતરમનમાં અસીમ આનંદની અનુભૂતિ થઈ. ગુરુના મુખેથી કનૈષેધિકી' શબ્દ સાંભળતાં જ સિદ્ધર્ષિ એકદમ ઊભા થયા અને ગુરુ ચરણો પર પોતાનું મસ્તક મૂકીને ફરી-ફરીવાર તેમની પાસેથી પોતાના અપરાધની ક્ષમાયાચના કરવા લાગ્યા.
ગર્ગષિએ પ્રાયશ્ચિત્તની આગમાં બળતાં પોતાના શિષ્ય સિદ્ધષિને પ્રોત્સાહનપૂર્ણ મધુર વચનોથી આશ્વસ્ત કર્યા. સિદ્ધર્ષિના આગ્રહપૂર્ણ અનુરોધથી ગર્ગષિએ તેમને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપ્યું. પ્રાયશ્ચિત્તથી આત્મશુદ્ધિ કરી લીધા બાદ, સિદ્ધર્ષિએ સદૈવ ગુરુચરણોના સાંનિધ્યમાં રહીને વિશુદ્ધ-નિરતિચાર સંયમપાલનની સાથો-સાથ ગુરુમુખેથી આગમોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. સિદ્ધર્ષિ અલ્પ સમયમાં જ જનજનના પ્રીતિપાત્ર બની ગયા. - આચાર્ય ગર્ગષિએ પોતાના સુયોગ્ય વિદ્વાન શિષ્ય સિદ્ધર્ષિને ચતુર્વિધસંઘની સમક્ષ પોતાના ઉત્તરાધિકારી જાહેર કરીને આચાર્યપદ પ્રદાન કર્યું અને ગચ્છના સંચાલનનું કાર્ય તેમના મજબૂત ખભા પર મૂકી દીધું. સિદ્ધર્ષિને આચાર્યપદ પર આસીન કરીને ગર્ગષિ જંગલમાં જઈને ત્યાં જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 633696969696969696969 ૨૨૫ |
Page #235
--------------------------------------------------------------------------
________________
માસોપવાસ વગેરે ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યા. નિરંતર કઠોર તપશ્ચર્યા ને આત્મસાધનામાં લીન રહીને ગર્ગર્ષિએ અંતમાં આલોચનાપૂર્વક પાદપોગમન સંથારો કર્યો અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગસ્થ થયા.
અહીં આચાર્યપદ પર આસીન થયા બાદ સિદ્ધર્ષિ જૈનસંઘનો સર્વતોમુખી વિકાસ કરવામાં વ્યસ્ત થઈ ગયા. સિદ્ધર્ષિનો યુગ શાસ્ત્રાર્થોનો યુગ હતો. અવારનવાર અનેક દર્શનોના વાદીઓની તરફથી તેમને શાસ્ત્રાર્થ માટે પડકાર આવવા લાગ્યા. સિદ્ધર્ષિએ આ પ્રકારના પડકારોનો સહર્ષ સ્વીકાર કરીને મોટા-મોટા વાદઇચ્છુક વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો. તેમણે જગ્યાએ જગ્યાએ બીજાં દર્શનોના મોટા મોટા દિગ્ગજ વિદ્વાન વાદીઓ, મહાવાદીઓ અને પ્રતિવાદીઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી આર્યધરા પર જિનશાસનની વિજય પતાકા ફરકાવી તેમણે ધર્મની પ્રભાવનાનાં ઘણાં કામો કરાવ્યાં.
આચાર્ય હરિભદ્રને ઉદ્યોતનસૂરિએ પોતાના ‘સિદ્ધતેણ ગુરુ’ અને સિદ્ધર્ષિએ ‘બોધકરો ગુરુ' જણાવ્યા છે. આ જ ભ્રમણાથી પ્રભાવક ચરિત્રકારે ઉદ્યોતનસૂરિથી ૧૨૮ વર્ષ પછી થયેલા સિદ્ધર્ષિને તેમના ગુરુભાઈ માનીને લખ્યું છે કે - સિદ્ધર્ષિ એ સૌ પ્રથમ ધર્મદાસગણિની લોકપ્રિય આધ્યાત્મિક કૃતિ ‘ઉપદેશમાલા’ પર વૃત્તિની રચના કરી. યુવા સિદ્ધર્ષિએ કુવલયમાલાકાર પોતાના ગુરુભ્રાતા ઉદ્યોતનસૂરિને પોતાની કૃતિ ‘ઉપદેશમાલાવૃત્તિ’ બતાવી.
આચાર્ય ઉદ્યોતનસૂરિએ પોતાના ગુરુભ્રાતા સિદ્ધર્ષિને કોઈ અનુપમ આધ્યાત્મિક કૃતિની રચનાની પ્રેરણા આપવાના અભિપ્રાયથી ‘ઉપદેશમાલાવૃત્તિ'ને ઉપેક્ષાભાવથી જોતાં કહ્યું : “સિદ્ધ ! અન્ય વિદ્વાનોની કૃતિઓ પર રચના કરવાથી કોઈ ખાસ લાભ નથી. ‘સમરાઇચ્ચ કહા’ જેવા કોઈ ઉત્કૃષ્ટ કોટિના સ્વતંત્ર આધ્યાત્મિક ગ્રંથની રચનાની સાથો-સાથ રચનાકારનું નામ પણ અમર થઈ શકે છે.''
આ પ્રેરણાથી આખરે સિદ્ધર્ષિએ ‘ઉપમિતિ ભવ પ્રપંચ કથા’નામના એક ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ગ્રંથની રચના કરી. આ ગ્રંથ સાધકોને માટે તેમના ચરમ-પરમ લક્ષ્યની પ્રાપ્તિમાં પ્રશસ્ત પથદર્શક દીપકની સમાન સાચો સહાયક અને અંત સુધી સાથ નિભાવનાર સહૃદય સખા (મિત્ર) જેવો છે.
૨૨૬ ૩
ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રેરણાનો આ પ્રસંગ પ્રત્યક્ષમાં થવો સંભવ નથી, તેમ છતાં ઉપમિતિ ભવ પ્રપંચ કથા' નામના આ ગ્રંથની રચનાથી આધ્યાત્મિક ક્ષિતિજમાં આચાર્ય સિદ્ધર્ષિની કીર્તિ પરાકાષ્ઠાને પણ પાર કરી ગઈ. તેમનું નામ આધ્યાત્મિક જગતમાં અમર થઈ ગયું. વર્તમાનમાં આચાર્ય સિદ્ધર્ષિની નીચે જણાવેલ ચાર કૃતિઓ ઉપલબ્ધ થાય છે :
(૧) ઉપમિતિ ભવ પ્રપંચ કથા (૨) ચંદ્રકેવલી ચરિત્ર (૩) ઉપદેશમાલા વિવરણ (૪) સિદ્ધસેન ન્યાયાવતારની ટીકા સિદ્ધર્ષિની આ ચાર રચનાઓમાંથી “ઉપમિતિ ભવ પ્રપંચ કથા' સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક કૃતિ છે. તેઓ ન કેવળ જૈન સિદ્ધાંતોના જ, પરંતુ મીમાંસક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ વગેરે તમામ ભારતીય દર્શનોના પારદ્રષ્ટા વિદ્વાન હતા.
(આચાર્ય ગુણભદ્ર) ભટ્ટારક પરંપરાના પંચસ્તૂપાન્વયી સેનગણના આચાર્ય ગુણભદ્રની ગણના પણ તેમના સમયના અગ્રગણ્ય ગ્રંથકારોમાં કરવામાં આવે છે. પોતાના પ્રગુરુ વિરસેન અને શિક્ષાગુરુ જિનસેનના આદર્શોનું જીવનભર અનુકરણ કરીને આચાર્ય ગુણભદ્ર જૈન વામય અને જિનશાસનની ઉલ્લેખનીય સેવા કરી. આચાર્ય જિનસેનના સ્વર્ગગમન થવાથી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ “મહાપુરાણ'ના બાકીના લેખનકાર્યને ગુણભદ્ર પૂરું કર્યું.
ગુણભદ્રના ગુરુનું નામ દશરથસેન હતું. દશરથસેન આચાર્ય જિનસેન (જયધવલાકાર)ના ગુરુભાઈ હતા. ઉત્તરપુરાણ પ્રશસ્તિ મુજબ લોકસેને પોતાના ગુરુ ગુણભદ્રને જિનસેન અને દશરથસેન, આ બંને વિદ્વાનોમાં શિષ્ય બતાવ્યા છે. એનાથી એ પ્રગટ થાય છે કે - આચાર્ય ગુણભદ્ર, મુનિ દશરથના હસ્તે દીક્ષિત શિષ્ય હતા અને તેમણે શાસ્ત્રો અને વિદ્યાઓનું જ્ઞાન પોતાના દીક્ષાગુરુના ભ્રાતા આચાર્ય જિનસેન પાસેથી મેળવ્યું હતું.' જૈન ધર્મનો મલિક ઇતિહાસઃ (ભાગ-૩) દફદફદફદદદદ ૨૨૦]
Page #237
--------------------------------------------------------------------------
________________
જિનસેનના સ્વર્ગારોહણ બાદ આચાર્ય ગુણભદ્ર બધા મળીને ૧૬૨૦ શ્લોકોમાં “આદિપુરાણ'ના ૪૩માથી છેલ્લા ૪૭મા પર્વ સુધી, આ પાંચ પર્વોની રચના કરી “મહાપુરાણ'ના પૂર્વાર્ધ આદિપુરાણ'ને પૂરું કર્યું. ત્યાર બાદ ગુણભદ્ર ‘ઉત્તરપુરાણ'ની રચનાનો પ્રારંભ કર્યો. ૮૦૦૦ શ્લોક - પ્રમાણ “ઉત્તરપુરાણ'ની રચના ગુણભદ્ર પૂરી કરી દીધી. પરંતુ એવું લાગે છે કે, એની પ્રશસ્તિના ૨૭ શ્લોક જ તેઓ લખી શક્યા અને એમનો સ્વર્ગવાસ થઈ ગયો. આથી ‘ઉત્તરપુરાણ'ની પ્રશસ્તિના ૨૮મા શ્લોકથી અંતિમ ૩૭મા શ્લોક સુધીની રચના તેમના શિષ્ય લોકસેને કરીને આ પ્રશસ્તિને પૂર્ણ કરી. આ પ્રશસ્તિ અનુસાર બંકાપુરમાં વિ. સં. ૯૫૫ (શક સં. ૮૨૦)માં “ઉત્તરપુરાણ'ની રચના પૂર્ણ થઈ.
આચાર્ય જિનસેન “મહાપુરાણ'ને મહાભારતની સમકક્ષ એક એવા પુરાણનું સ્વરૂપ આપવા માંગતા હતા, જેમાં ચોવીસેય તીર્થકરોના કાળના પ્રમુખ પુરાતન ઇતિહાસનો વિસ્તારપૂર્વક સમાવેશ થઈ જાય. મહાપુરાણનો પૂર્વાર્ધ આદિપુરાણ તો મોટા ભાગે જિનસેનની અભિલાષાને અનુરૂપ બની ગયો, પરંતુ મહાપુરાણનો ઉત્તરાર્ધ તેમની ઈચ્છાને અનુરૂપ ના બની શક્યો, આ વાતનો ગુણભદ્ર જાતે સ્વીકાર કર્યો છે. ગુણભદ્ર જિનસેનના આદિપુરાણ'ને અનુરૂપ “ઉત્તરપુરાણ'ને વિશાળ સ્વરૂપ ન આપી શકવાનાં કારણો પર પ્રકાશ પાડતા કહ્યું છે : “સતત (નિરંતર) ઝડપી ગતિથી હીનતા અથવા હૃાસ(પતન)ની તરફ આગળ વધતા કાળના કુપ્રભાવના પરિણામે અને વિસ્તાર-ભયથી પોતાનું આયુષ્ય, શરીરબળ, બુદ્ધિબળ વગેરેને ધ્યાનમાં રાખતાં ગુણભદ્રસૂરિએ થોડી ઉતાવળમાં સંક્ષિપ્તમાં જ આ પુરાણને નિબદ્ધ કર્યો છે.”
ઉત્તરપુરાણ પ્રશસ્તિમાં આચાર્ય ગુણભદ્ર સ્વીકાર્યું છે કે ઉત્તરપુરાણની રચના કરતી વખતે તેમણે, કવિ પરમેષ્ઠી દ્વારા રચિત “વાગર્થ સંગ્રહ પુરાણ'થી ખૂબ સહાયતા મેળવી.” ગુણભદ્રના સમય સુધી “વાગર્થ સંગ્રહ પુરાણ” ઉપલબ્ધ હતું એવું પણ આ ઉલ્લેખથી સિદ્ધ થાય છે.
આચાર્ય ગુણભદ્ર “આત્માનુશાસન'અને જિનદત્ત ચરિત્ર'ની રચના પણ કરી. ર૬૬ શ્લોકાત્મક “આત્માનુશાસન' મુમુક્ષુઓ માટે ખૂબ જ ઉપયોગી છે. “જિનદત્ત ચરિત્ર' સંસ્કૃત ભાષાનું ચરિત્રાત્મક કાવ્ય છે. ૨૨૮ 0693696969696969696963ન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #238
--------------------------------------------------------------------------
________________
બડગચ્છ ) બડગચ્છ પટ્ટાવલી' મુજબ ભગવાન મહાવીરના પાંત્રીસમા પટ્ટધર આચાર્ય ઉદ્યોતનસૂરિથી બડગચ્છની ઉત્પત્તિ થઈ. છત્રીસમા પટ્ટધર આચાર્ય સર્વદેવસૂરિ થયા. તેમના પછી આઠમા આચાર્ય અને આ પટ્ટાવલીના ઉલ્લેખાનુસાર ભગવાન મહાવીરના ચુંમાલીસમા પટ્ટધર જગશ્ચંદ્રસૂરિના સમય સુધી આ ગચ્છ બડગચ્છ'ના નામથી ઓળખવામાં આવતો હતો. આચાર્ય જગશ્ચંદ્રસૂરિએ જીવનપર્યત આચામ્ય વ્રત (આયંબિલ વ્રત) કરતા રહેવાની પ્રતિજ્ઞા કરેલી. આચામ્બ વ્રત સિવાય તેઓ ઉપવાસ, બેલા (છઠ્ઠ), તેલા (અટ્ટમ) વગેરે ઘોર તપશ્ચર્યા પણ કરતા રહેતા હતા. ૧૨ વર્ષ સુધી આ રીતે ઘોર તપશ્ચરણની સાથે અપ્રતિહત વિહારના માધ્યમથી વિભિન્ન ક્ષેત્રોના લોકોને ધર્મમાર્ગ પર સ્થિર કરતા-કરતા જગશ્ચંદ્રસૂરિ આહડ (આઘાડ અથવા આઘાટક) નગરમાં પધાર્યા. આહડ તે દિવસોમાં (વિક્રમની તેરમી સદીમાં) મેવાડ રાજ્યની રાજધાની (પટ્ટનગર-પાટનગર) હતી. મેવાડના મહારાજાએ તેમના ઘોર તપશ્ચરણની યશોગાથાઓ સાંભળીને તેમના તપ અને ત્યાગની મુક્ત કંઠે પ્રશંસા કરીને તેમને “તપા'ના બિરુદથી વિભૂષિત કર્યા. આ બિરુદથી પહેલા આ ગચ્છનાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બડગચ્છીયા' નામથી ઓળખાતા હતા, પણ તપા” બિરુદથી વિભૂષિત કરવામાં આવતા તેમની “તપા' નામથી લોકોમાં ખ્યાતિ થઈ અને બડગચ્છ વિ. સં. ૧૨૮પમાં “તપાગચ્છ'ના નામથી લોકોમાં વિખ્યાત થયો.
બડગચ્છની ઉત્પત્તિના સંબંધમાં જૈન વાડુમયમાં જે ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે, તે આ પ્રમાણે છે કે - “એક વખત અર્બુદાચલની તીર્થયાત્રા પછી ઉદ્યોતનસૂરિ આબુ પહાડથી નીચે ઊતરીને ટેલી નામના ગામ પાસે એક વિશાળ વટવૃક્ષ (વડલાનું ઝાડ)ના છાંયડામાં વિશ્રામ કરવા માટે બેઠા. તે સમયે ચિંતન કરતા-કરતા તેમના ધ્યાનમાં એ વાત આવી કે, જો તેઓ પોતાના કોઈ શિષ્યને તે સમયે આચાર્યપદ પ્રદાન કરી દે તો તેના પટ્ટની વંશ પરંપરાની સુદીર્ઘકાળ સુધી સ્થાયી વૃદ્ધિ થવાની સાથોસાથ જિનશાસન પ્રભાવનામાં પણ અદ્ભુત અભિવૃદ્ધિ થઈ શકે છે. તે સમયે ચાલી રહેલું મુહૂર્ત (ચોઘડિયું) તેમને અત્યંત શ્રેષ્ઠ લાગ્યું. અને તેમણે તરત તે સુવિશાળ વટવૃક્ષના છાંયડામાં જ સર્વદેવસૂરિ વગેરે પોતાના આઠ પ્રમુખ અને વિદ્વાન શિષ્યોને આચાર્યપદ પ્રદાન કરી દીધું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 262633969696969696969 ૨૨૯ |
Page #239
--------------------------------------------------------------------------
________________
કેટલાક વિદ્વાનોનો મત છે કે - “ઉદ્યોતનસૂરિએ તે સમયે તેમના એક જ શિષ્ય શ્રી સર્વદેવસૂરિને આચાર્યપદ પ્રદાન કર્યું, બાકી સાત શિષ્યોને નહિ.” એવું લાગે છે કે સર્વદેવસૂરિના પ્રશિષ્ય સર્વદેવસૂરિ (દ્વિતીય)એ પોતાના આઠ શિષ્યોને આચાર્યપદ પ્રદાન કર્યું હતું. જેમનામાંથી એક ધનેશ્વરસૂરિ હતા. આમ નામોની સામ્યતાને લીધે કદાચ ઉદ્યોતનસૂરિ દ્વારા સર્વદેવસૂરિની સાથે સાત શિષ્યોને આચાર્યપદ આપવાની વાત કહેવામાં આવતી હોય.”
બૃહદ્ગચ્છ ગુર્નાવલી' (બડગચ્છ ગુર્નાવલી) અનુસાર ઉદ્યોતનસૂરિએ વિ. સં. ૯૯૪માં સર્વદેવસૂરિ વગેરેને ટેલી ગામની પાસેના લોકડિયા વટવૃક્ષની નીચે આચાર્યપદ પ્રદાન કર્યું. તે સમયે તેમણે પોતાના ઘણા શિષ્યોને આચાર્યપદ પ્રદાન કર્યું અને પ્રત્યેક આચાર્યને ૩00-300 સાધુઓનો સમૂહ આપ્યો. શરૂઆતમાં લોકો આ ગચ્છને વટગચ્છના નામથી સંબોધતા હતા, પરંતુ જ્યારે બડગચ્છ શાખા-પ્રશાખાઓમાં ફેલાયેલા વટવૃક્ષની જેમ એક શક્તિશાળી અને વિશાળ ગચ્છનું રૂપ ધારણ કરવા લાગ્યો તથા તેમાં ગુણિયલ સાધુઓની ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા લાગી, તો બધા ગચ્છ તેનાથી પ્રભાવિત થઈ તેને બૃહદ્ગચ્છના સન્માનાસ્પદ નામથી સંબોધિત કરવા લાગ્યા.
ક્યાંક બડગચ્છની ઉત્પત્તિ ઉદ્યોતનસૂરિથી બતાવવામાં આવી છે તો ક્યાંક સર્વદેવસૂરિથી, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. ખરેખરમાં ઉદ્યોતનસૂરિ બડગચ્છના સંસ્થાપક હતા અને તેમના શિષ્ય સર્વદેવસૂરિ તેમના પ્રથમ આચાર્ય, બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઉદ્યોતનસૂરિએ બડગચ્છની સ્થાપના કરી અને સર્વદેવસૂરિથી બડગચ્છની પરંપરા પ્રચલિત થઈ.
આચાર્ય સર્વદેવસૂરિ પછી સાડત્રીસમા પટ્ટધર આચાર્ય દેવસૂરિ થયા. દેવસૂરિ પછી આડત્રીસમા પટ્ટધર સર્વદેવસૂરિ (દ્વિતીય) થયા. દ્વિતીય સર્વદેવસૂરિએ પોતાના આચાર્યકાળમાં આઠ સુયોગ્ય શિષ્યોને પૃથફ સાધુસમૂહ આપીને આચાર્યપદ પ્રદાન કર્યું. આ પ્રમાણે સર્વદેવસૂરિ (દ્વિતીય)ના આચાર્યકાળમાં બડગચ્છના આઠ આચાર્ય થઈ ગયા, તે એક ખૂબ મોટો ગચ્છ બની ગયો અને બૃહદ્ગચ્છના નામથી લોકોમાં પ્રસિદ્ધ થયો. આચાર્ય સર્વદેવસૂરિ(દ્વિતીય)એ પોતાના જે આક પ્રમુખ શિષ્યોને આચાર્યપદ પર અધિષ્ઠિત કર્યા. તેમનામાંથી એક શિષ્યનું નામ ધનેશ્વર હતું. ૨૩૦ ઉ625363336333333 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #240
--------------------------------------------------------------------------
________________
ધનેશ્વરસૂરિ : ધનેશ્વરસૂરિ મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. બૃહદ્ પૌષધશાલિક પટ્ટાવલી' અનુસાર તેમણે ૭૦૧ દિગંબર સાધુઓને પોતાની પરંપરામાં દીક્ષિત કરીને પોતાના શિષ્ય બનાવ્યા. ચૈત્રપુર નગરમાં ધનેશ્વરસૂરિએ વીર જિનની પ્રતિષ્ઠા કરી. આ કારણે ધનેશ્વરસૂરિનો વિશાળ શિષ્યસમૂહ અને તેમનો ઉપાસકવર્ગ “ચત્રગચ્છ'ના નામથી પ્રખ્યાત થયો. આ ચૈત્રગચ્છ બડગચ્છ” અથવા “બૃહદ્ પૌષધશાલિક ગચ્છની જ શાખા હતી. ચત્રગચ્છનું અપરનામ ચિત્રવાલગચ્છ પણ પ્રસિદ્ધ છે. ચિત્રવાલગચ્છના આચાર્ય દેવભદ્રમણિની મદદથી બડગચ્છના આચાર્ય તપા બિરુદધારી જગશ્ચંદ્રસૂરિએ તે સમયના સાધુઓમાં વ્યાપ્ત શિથિલાચારને, કઠોર નિયમોનું પાલન અને ક્રિયોદ્ધાર કરીને દૂર કર્યા. જગચંદ્રસૂરિએ દેવભદ્રગણિની પાસે ઉપસંપદા ગ્રહણ કરી એ પ્રકારના ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે.
ગર્ષિ ઃ વિક્રમની દશમી સદીમાં ગર્મર્ષિ નામના એક વિદ્વાન આચાર્ય થઈ ગયા. નિવૃત્તિકુળના આચાર્ય ગર્ગર્ષિ (ગર્ગાચાર્ય) વિ. સં. ૯૧રમાં સ્વર્ગસ્થ થયા. તેમના ગુરુભ્રાતા દુર્ગાસ્વામીનો વિ. સં. ૯૦૨માં સ્વર્ગવાસ થયો. - કવિ ચતુર્મુખ વિક્રમની આઠમી સદીમાં ચતુર્મુખ નામના એક સમર્થ કવિ થયા. તેમણે અપભ્રંશ ભાષામાં “રિટ્ટનેમિ ચરિઉં” (હરિવંશપુરાણ), “પઉમ પરિઉ' (પદ્મપુરાણ) અને “પંચમી ચરિઉની રચનાઓ કરી. પરંતુ અપભ્રંશ ભાષાના આ કવિ દ્વારા રચિત આ રચનાઓ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. અનુમાન છે કે મહાકવિ સ્વયંભૂ તેમના જ સુપુત્ર હતા. - કવિ સ્વયંભૂ અને ત્રિભુવન સ્વયંભૂ ? નવમી સદીના આ બંને પિતા-પુત્ર કવિઓએ “પઉંમ ચરિલ', રિટ્ટનેમિ ચરિઉ અને
સ્વયંભૂ-છંદ આ ત્રણ ગ્રંથોની રચના કરી. બંને કવિઓની ત્રણે રચનાઓ ઉચ્ચ કોટિની રચનાઓ હોવાને કારણે જૈનસાહિત્યના અણમોલ ગ્રંથ સમજવામાં આવે છે. કવિ સ્વયંભૂનો સ્વયંભૂ-છંદ ઉત્કૃષ્ટ કોટિનો છંદોગ્રંથ છે. - વિજયસિંહસૂરિ નાગેન્દ્રનગચ્છના આચાર્ય સમુદ્રસૂરિના શિષ્ય વિજય સિંહસૂરિએ વી. નિ.ની પંદરમી સદી(વિ.સં. ૯૭૫)માં ૮૯૧૧ ગાથાઓના પ્રાકૃત ભાષાના “ભુવન સુંદરી’ નામના એક કથા ગ્રંથની રચના કરી. ' આચાર્ય હરિપેણ : વિ. નિ.ની પંદરમી સદીમાં દિગંબર પરંપરાના આચાર્ય હરિષણ એક વિદ્વાન ગ્રંથકાર થઈ ગયા. તેમણે વર્ધમાનપુરમાં જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) DC3969696969696969692 ૨૩૧]
Page #241
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૯૮૮ (શક સં. ૮૫૩)માં ‘આરાધના કથાકોષ' ૧૨૫૦૦ શ્લોક-પ્રમાણ એક કથાગ્રંથની રચના કરી. જૈનકથા સાહિત્યનો આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. આમાં કુલ મળીને ૧૫૭ કથાઓ સંસ્કૃત પદ્યોમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. હરિષણ, પુન્નાટ સંઘના આચાર્ય મૌનિ ભટ્ટારકના પ્રપ્રશિષ્ય હતા. તેમના ગુરુનું નામ ભરતસેન હતું.
ઇન્દ્રનંદી : વિક્રમની દશમી સદીમાં દિગંબર પરંપરાના ઇન્દ્રની નામના એક મહાન મંત્રવાદી આચાર્ય જ્વાલામાલિની’ નામના એક મંત્રશાસ્ત્રની રચના કરી. તેમના ગુરુનું નામ બપ્પનંદી અને પ્રગુરુનું નામ વાસવનંદી હતું. રાષ્ટ્રકૂટવંશીય રાજાઓની રાજધાની માન્યખેટ(મલખેડ)ના કટકમાં ઇન્દ્રનંદીએ રાષ્ટ્રકૂટ રાજા શ્રીકૃષ્ણના શાસનકાળમાં શક સં. ૮૬૧માં આ ગ્રંથની રચના સંપન્ન કરી.
‘જ્વાલામાલિની’ ગ્રંથમાં કુલ ૧૦ અધિકાર છે. આ ૧૦ અધિકારોમાં મંત્રશાસ્ત્રનાં તમામ પ્રમુખ અંગો પર પ્રકાશ પાડતા ઇન્દ્રનંદીએ તે મંત્રોની સાધના-વિધિનું પણ નિરૂપણ કર્યુ છે. રાજ્યાશ્રય મેળવીને જૈન ધર્મના અભ્યુત્થાન માટે અને જનમતને અધિકાધિક સંખ્યામાં જિનશાસનની તરફેણમાં આકર્ષિત કરવા માટે આ મંત્રશાસ્ત્રનો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો. આ દિશામાં અનેક આચાર્યોને અપેક્ષિત સફળતા મળી. પિસ્તાલીસથી સુડતાલીસમા પટ્ટધર સમયની રાજનૈતિક સ્થિતિ
વી. નિ. સં. ૧૪૦૦ થી ૧૪૭૧ સુધી ભગવાન મહાવીરના, ૪૫માંથી ૪૭મા પટ્ટધર આચાર્ય અને છત્રીસમા યુગપ્રધાનાચાર્યનો સમય રહ્યો. આ સમયગાળાના પ્રારંભિક કાળમાં મહાન શક્તિશાળી રાષ્ટ્રકૂટવંશીય રાજા અમોઘવર્ષના શાસનકાળનું ૫૯મું વર્ષ હતું. વી. નિ. સં. ૧૪૦૨માં અમોઘવર્ષે પોતાના વિશાળ સામ્રાજ્યનો સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરીને કૃષ્ણ(દ્વિતીય)નો રાજ્યાભિષેક કર્યો અને પોતાનું શેષજીવન જૈનશ્રમણોની સેવામાં રહીને આત્મસાધનામાં ગુજાર્યું. અમોઘવર્ષનો શાસનકાળ ઈ. સ. ૮૧૪ થી ૮૮૦ના પૂર્વ સુધીનો માનવામાં આવે છે.
અમોઘવર્ષ બાદ કૃષ્ણ દ્વિતીયનું રાષ્ટ્રકૂટ રાજ્ય પર ઈ. સ. ૮૭૫ના પછીથી ઈ. સ. ૯૧૨ સુધીનું શાસન રહ્યું. તેનો પહેલાના ચાલુક્યો સાથે અનેક વર્ષો સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. આ રાજા ખૂબ જ ઉદાર અને જિનશાસન પ્રભાવક હતો. બંદલિની વસ્તીના પ્રવેશદ્વારના પથ્થર ઉપર કોતરેલા શિલાલેખમાં તેની ઉદારતાનું જ્વલંત ઉદાહરણ આજે પણ વિધમાન છે. તે આલેખમાં ઉલ્લેખ છે કે ‘નાગરખંડ સત્તરના
કચ્છી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૩૨
-
Page #242
--------------------------------------------------------------------------
________________
પોતાના સામંત નાલગંડ સત્તરસ નાગાર્જુનનું મૃત્યુ થઈ જવાથી (કદાચ તેને કોઈ ઓલાદ-સંતાન ન હોવાથી) પોતાના દિવંગત સામંતની પત્ની જક્કિમબેને આવુતવ્ર અને નાગરખંડ સત્તરનું રાજય આપ્યું.' - કૃષ્ણ દ્વિતીય પછી ઈ.સ. ૯૧૨ થી ૯૪૫ના સમયગાળા વચ્ચે ગોવિંદ ચતુર્થ, ઇન્દ્ર, ગોવિંદ સુવર્ણ-વર્ષ, વલ્લભ, અમોઘવર્ષ અને ખોડ્રિગ આ છ રાષ્ટ્રકૂટવંશીય રાજાઓનું રાજ્ય રહ્યું. આ બધા રાજાઓનું ખૂબ અલ્પકાળ માટે જ રાજ્ય (શાસન) રહ્યું.
ઈસાની નવમી સદીના ઉત્તરાર્ધ દક્ષિણમાં પલ્લવો અને પાંડ્યોની વચ્ચે સંઘર્ષનો યુગ રહ્યો. ઈ.સ. ૮૮૦માં શ્રીમાડ શ્રીવલ્લભના ઉત્તરાધિકારી પાંડ્ય રાજા વરગુણવર્મન (દ્વિતીય) અને પલ્લવરાજ નૃપતુંગવર્મનના પુત્ર અપરાજિતની વચ્ચે કુંભકોણમની પાસે પુડમ-વિયમમાં ભયંકર યુદ્ધ થયું. ચોલરાજ આદિત્ય પ્રથમ, ગંગરાજા પૃથ્વીપતિ પ્રથમ પણ આ યુદ્ધમાં પોતાની સેનાઓની સાથે પલ્લવરાજ અપરાજિતના પક્ષધર બનીને સામેલ થયા. આ યુદ્ધમાં જોકે ગંગરાજા પૃથ્વીપતિ પ્રથમ રણભૂમિમાં લડતા-લડતા મૃત્યુને પામ્યો, પરંતુ પાંડ્યરાજ વરગુણવર્મન ભૂંડી રીતે હાર્યો. આખરે ચોલરાજ આદિત્ય પ્રથમે પલ્લવ રાજ્ય પર પણ આક્રમણ કરી દીધું અને તોડમંડમના યુદ્ધમાં પલ્લવરાજ અપરાજિતને પરાજિત કરી દીધો, અને આદિત્યએ એક જ જોરદાર પ્રહારથી તેને પ્રાણાંત કરી દીધો. આ યુદ્ધવિજયથી લગભગ પૂરેપૂરું પલ્લવરાજ્ય, ચોલ રાજ્યના આધિપત્ય તાબામાં આવી ગયું. આદિત્યએ કોંગૂ દેશ ઉપર પણ પોતાનું આધિપત્ય જમાવી લીધું અને આ રીતે ફરીથી એક શક્તિશાળી ચોલરાજ્યની રચના કરવામાં આદિત્ય સફળ થયો.
ઈ.સં. ૯૦૭માં આદિત્ય પછી તેનો પુત્ર પરાંતક ચોલરાજ્યના સિંહાસન પર બેઠો. આદિત્યના એક પુત્રનું નામ કન્નરદેવ હતું, જે રાષ્ટ્રકૂટવંશીય રાજા કૃષ્ણ (દ્વિતીય)નો દોહિત્ર હતો. પોતાના દોહિત્રને ચોલ સિંહાસનથી વંછિત રાખવાથી ક્રોધિત થઈ કૃષ્ણ બાંણો અને વૈદુંબ શાસકોની મદદથી ચોલ રાજ્ય પર આક્રમણ કરી દીધું. તે યુદ્ધમાં પરાંતકની જીત થઈ. પરંતુ આખરે આ ત્રણ રાજશકિતઓ સાથે પરાંતકની શત્રુતા, પરાંતક માટે જ ઘાતક સાબિત થઈ. શત્રુતાના ફળસ્વરૂપ રાષ્ટ્રકૂટોએ ચોલરાજ્ય પર આક્રમણ કર્યું અને તે યુદ્ધમાં ગંગરાજ બતુગે પરાંતકના મોટા પુત્ર રાજાદિત્યને મારી નાંખ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 3696969696969696962 ૨૩૩]
Page #243
--------------------------------------------------------------------------
________________
'અડતાલીસમા અo ગણાયયાસમા ? * . . યરનો કાળ
(આચાર્ય મહેન્દ્રસૂરિ અને કવિ ધનપાલ) અવંતિ પ્રદેશની રાજધાની ધારાનગરીમાં જે સમયે રાજા ભોજનું રાજ્ય હતું, તે સમયે આચાર્ય મહેન્દ્રસૂરિ ત્યાં પધાર્યા. તેમનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળવા માટે ધારાનગરીના બધા જ વર્ગના લોકો ઊમટી પડ્યા. લોકોએ પોતાની શંકાઓનું સમાધાન પણ આચાર્યશ્રી પાસેથી પ્રાપ્ત કર્યું.
એક દિવસ સર્વદેવ નામનો બ્રાહ્મણ આચાર્ય મહેન્દ્રસૂરિના ઉપાશ્રયમાં આવ્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી ઉપાશ્રયમાં તે આચાર્યશ્રીના આસનની સન્મુખ બેસી રહ્યો. ચોથા દિવસે મહેન્દ્રસૂરિએ તે બ્રાહ્મણને પૂછ્યું : “હે દ્વિજોત્તમ! શું તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે? જો તમારા મનમાં ધર્મના વિષયમાં કોઈ પણ પ્રકારની શંકા હોય તો અમારી સમક્ષ રજૂ કરો.” આ સર્વદેવે કહ્યું : “મહાત્મન્ ! ફક્ત મહાત્માઓનાં દર્શનથી જ મહાન પુણ્યનું ઉપાર્જન થઈ જાય છે; છતાં પણ એક કામથી હું આપની સેવામાં ઉપસ્થિત થયો છું. કેમકે અમે ગૃહસ્થ લોકો તો અભ્યર્થી છીએ, અર્થાતુ પોતાના લૌકિક અભ્યદયના ઈચ્છુક હોઈએ છીએ અથવા ભૌતિક આકાંક્ષાઓથી લિપ્ત હોઈએ છીએ. માટે હું એકાંતમાં આપને કંઈક વિનંતી કરવા માંગુ છું.”
મહેન્દ્રસૂરિ તેની સાથે એક બાજુ એકાંત સ્થાન પર ગયા, ત્યારે બ્રાહ્મણ સર્વદેવે કહ્યું : “હે જ્ઞાનસિંધુ ! મારા પિતાનું નામ દેવર્ષિ હતું. તેઓ માલવપતિના બહુમાન્ય વિદ્વાન હતા. માલવરાજ તેમને કેટલાક દિવસો સુધી એક લાખ સ્વર્ણમુદ્રાઓ આપતા રહ્યા. મને વિશ્વાસ છે કે મારા પિતા દ્વારા તે ધન અમારા જ ઘરમાં ક્યાંક દાટી દેવામાં આવ્યું છે. આપ દિવ્યદૃષ્ટિસંપન્ન છો. મારા ઘરે પધારીને જો આપ અમારું સંતાડેલું ધન બતાવી દેશો, તો આ બ્રાહ્મણ અને તેના પરિવારનું જીવન ખૂબ જ આનંદની સાથે દાન-પુણ્ય કરતાં-કરતાં વ્યતીત થઈ જશે. અમે સૌ આપના સદા-સર્વદા માટે ઋણી રહીશું.” ૨૩૪ E3%E3%8333632636: જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) |
Page #244
--------------------------------------------------------------------------
________________
નિમિત્તજ્ઞ મહેન્દ્રસૂરિએ જોયું કે તે બ્રાહ્મણના માધ્યમથી તેમને એક મહાન પ્રભાવક શિષ્ય અને શ્રાવકનો લાભ થવાનો છે, આથી તેમણે પ્રશ્ન કર્યો : “દ્વિજવર ! જો તમને સંતાડેલું ધન મળી ગયું, તો તમે અમને શું આપશો ?”
બ્રાહ્મણે કહ્યું : “તેમાંથી અડધું હું આપને આપી દઈશ.”
મહેન્દ્રસૂરિએ કહ્યું : “ના, તમારી પાસે જે કંઈ પણ સારું હશે તેમાંથી અડધું હું લઈશ.”
બ્રાહ્મણ સર્વદેવે સાક્ષીપૂર્વક (શપથપૂર્વક) આ શરતનો સ્વીકાર કરી લીધો. સર્વદેવ મહેન્દ્રસૂરિને પોતાના ઘરે લઈ આવ્યો. તેણે પોતાના મોટા પુત્ર ધનપાલ અને નાના પુત્ર શોભનને મહેન્દ્રસૂરિની સાથે થયેલી વાતનું આખું વર્ણન સંભળાવ્યું. એક દિવસ શુભ મુહૂર્તમાં બ્રાહ્મણ, મહેન્દ્રસૂરિને ફરીથી પોતાના ઘરે લઈ આવ્યો. સૂરિએ ત્યાં પોતાના જ્ઞાનબળથી જોઈને સર્વદેવને તે સ્થળ બતાવી દીધું, જ્યાં ધન દાટેલું પડ્યું હતું. બ્રાહ્મણે તે સ્થળે ખોદાણ કર્યું તો ત્યાંથી ૪૦ લાખ સુવર્ણમુદ્રાઓ નીકળી. આચાર્ય મહેન્દ્રસૂરિ તો બિલકુલ નિઃસ્પૃહ હતા, માટે તરત જ કશું જ લીધા વગર ત્યાંથી પાછા ફરી ગયા. એક વર્ષ સુધી સર્વદેવ દરરોજ મહેન્દ્રસૂરિની સેવામાં હાજર થઈને અડધું ધન ગ્રહણ કરી લેવા માટે તેમને પ્રાર્થના કરતો રહ્યો. મહેન્દ્રસૂરિ રોજ તેને ટાળતા રહ્યા. એક દિવસ સર્વદેવે આચાર્ય મહેન્દ્રસૂરિની સેવામાં ઉપસ્થિત થઈને નિવેદન કર્યું: મહર્ષિનું ! આજે તો હું તમને તમારું દેણું આપ્યા વગર મારા ઘરે નહિ જઉં.”
મહેન્દ્રસૂરિએ કહ્યું: “દ્વિજોત્તમ! તમને સારી રીતે યાદ હશે કે મેં શું કહ્યું હતું? મેં એમ જ કહ્યું હતું કે - “મને જે સારું લાગશે તેમાંથી અડધો ભાગ લઈશ.”
બ્રાહ્મણે જવાબ આપ્યો : “હા મહારાજ, તે લઈ લો ને?”
મહેન્દ્રસૂરિએ કહ્યું : “તમારા ઘરમાં તમારી પાસે પુત્ર-યુગલ (બે પુત્રી છે. જો તમે તમારી પ્રતિજ્ઞાને પૂરી કરવા માંગતા હો તો તમારા ધનપાલ અને શોભન આ બે પુત્રોમાંથી એક પુત્ર મને આપી - દો. અન્યથા આનંદ સાથે ઘરે જાઓ.” " આ સાંભળતાં જ સર્વદેવ કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયો. ખૂબ જ કષ્ટ સાથે તેના મોઢામાંથી શબ્દ નીકળ્યા - “આપીશ મહારાજ.” જૈન ધર્મનો મલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969 ૨૩૫
Page #245
--------------------------------------------------------------------------
________________
- ત્યાર બાદ ચિંતામગ્ન તે બ્રાહ્મણ પોતાના ઘરે પાછો ફર્યો અને મોટા પુત્ર ધનપાલ દ્વારા તેની ચિંતાનું કારણ પૂછવામાં આવતાં સર્વદેવે કહ્યું કે - “મહેન્દ્રસૂરિને આપણી, છૂપેલી પૈતૃક સંપત્તિને બતાવવાના સંબંધે મેં પ્રતિજ્ઞા કરી હતી કે - “તેના બદલામાં, જે સારું હશે તેનો અડધો ભાગ હું તેમને આપીશ.” હવે તેઓ મારા પુત્ર-યુગલમાંથી એકને માંગે છે. તો મારી પ્રતિજ્ઞાની પૂર્તિને માટે તું તેમનું શિષ્યત્વ સ્વીકાર કરી લે.”
આ સાંભળતાં જ ધનપાલ ખૂબ ક્રોધિત થયો અને તેણે પિતાજીને સાફ-સાફ કહી દીધું કે - “આ કામથી મારે કોઈ મતલબ નથી. હવે તમને જેમ સારું લાગે તેમ કરો.” આમ કહીને તે ક્યાંક ચાલ્યો ગયો.
સર્વદેવ નિરાશ થઈ ગયો. હવે આ ઘોર ધર્મસંકટથી કેવી રીતે બચાય? પિતાજીને ચિંતામગ્ન જોઈને નાના પુત્ર શોભનના પૂછવાથી સર્વદેવે તેને આખી વાત જણાવી, તો આ સાંભળતાં જ શોભનની ખુશીનો પાર ન રહ્યો. તેણે પિતાજીને કહ્યું કે - “પિતાની આજ્ઞાના પાલનથી વધુ પુત્ર માટે બીજો કોઈ ધર્મ નથી.” ' પોતાના નાના પુત્ર શોભનની આ વાત સાંભળતાં જ દેવોત્તમ (દેણદાર-દેવાદાર) સર્વદેવની બંને આંખો હર્ષાશ્ર(આનંદ-ખુશીના આંસુ)થી ભરાઈને છલકી ઊઠી. ત્યાર બાદ તે પોતાના પુત્ર શોભનની સાથે મહેન્દ્રસૂરિની સેવામાં ઉપસ્થિત થઈને તેમના ખોળામાં પોતાના પ્રાણપ્રિય પુત્રને બેસાડી દીધો અને હાથ જોડીને વિનંતી કરી : “પરમ પૂજ્ય આચાર્યદેવ ! હવે આપ આને જેવો બનાવવા માંગતા હો તેવો બનાવજો. એ પૂર્ણરૂપે આપનો છે.”
મહેન્દ્રસૂરિએ શુભ મુહૂર્તમાં શોભનદેવને પંચમહાવ્રતોની ભાગવતી દીક્ષા પ્રદાન કરી અને બીજા દિવસે વહેલી સવારમાં ધારાનગરીથી વિહાર કરી દીધો. વિહારક્રમથી થોડા સમય બાદ તેઓ અણહિલપુર-પાટણ પહોંચ્યા.
આ બાજુ ધનપાલે લોકોમાં પોતાના પિતાની નિંદા કરવાનું શરૂ કરી દીધું. કહેવા લાગ્યો કે - “તેમણે પોતાના પુત્રને ધનના બદલામાં વેચી નાખ્યો છે.” તેણે ક્રોધને વશ થઈ રાજા ભોજને નિવેદન કર્યું કે - “આ પાખંડી સાધુઓને આપણા દેશમાંથી નિર્વાસિત કરી દેવા જોઈએ.” [ ૨૩૬ [96369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #246
--------------------------------------------------------------------------
________________
રાજા ભોજે તેની વાત સાંભળીને માલવ-પ્રદેશમાં જૈન શ્રમણશ્રમણીઓના વિહાર-વિચરણ પર રાજાજ્ઞા દ્વારા પ્રતિબંધ ફરમાવી દીધો. આ પ્રમાણે ભોજની આજ્ઞાથી માલવપ્રદેશમાં બાર વર્ષો સુધી જૈન-શ્રમણોના દર્શન પણ દુર્લભ થઈ ગયા.
ધારાનગરીના જૈનસંઘે મહેન્દ્રસૂરિની સેવામાં જેનશ્રમણોના માલવામાં વિચરણ સંબંધી રાજા ભોજની નિષેધાજ્ઞા(મનાઈહુકમ)નું પૂરું વર્ણન રજૂ કરી દીધું.
શોભનદેવે શ્રમણધર્મમાં દીક્ષિત થયા પછી, ખૂબ નિષ્ઠા, લગન અને પરિશ્રમની સાથે અભ્યાસ કરતાં આગમોના તલસ્પર્શી જ્ઞાનની સાથોસાથ તમામ વિદ્યાઓમાં નિષ્ણાતતા (નિપુણતા) મેળવી લીધી. આચાર્ય મહેન્દ્રસૂરિએ શોભનદેવના પ્રકાંડ પાંડિત્ય, વામિતા, વિનય વગેરે ગુણોથી પ્રસન્ન થઈને તેમને વાચનાચાર્ય (ઉપાધ્યાય) પદ પર સ્થાપિત કર્યા. એ
અવંતિના સંઘે મહેન્દ્રસૂરિની સેવામાં વિનંતીપત્ર રજૂ કર્યો કે - તેઓ પોતાનાં ચરણોથી અવંતિને પવિત્ર કરે. શોભનદેવે પોતાના ગુરુને વિનંતી કરી - “પૂજ્યપાદ ! હું ધારાનગરીમાં જઈશ અને મારા ભાઈને જલદી જ પ્રતિબોધ આપીશ. આ બધો મન-મુટાવ (મનદુઃખ) મારા નિમિત્તથી જ ઉત્પન્ન થયો છે. હું જ તૂટી ગયેલા આ સંબંધને પાછો જોડવાનો પ્રયાસ કરીશ. આથી મારી આપને નમ્ર પ્રાર્થના છે કે મને ધારાનગરી જવા માટેની આજ્ઞા (આદેશ) આપવામાં આવે.” - મહેન્દ્રસૂરિએ પોતાના શિષ્યની બહુમુખી પ્રતિભાથી પ્રભાવિત થઈને તેને ધારાનગરી જવાની રજા આપી દીધી. કેટલાક ગીતાર્થ અને સેવાપરાયણ મુનિઓની સાથે ઉપાધ્યાય શોભને અણહિલપુર-પાટણથી, ધારાનગરી તરફ વિહાર કર્યો. થોડા દિવસો પછી તેઓ ધારાનગરી પહોંચ્યા અને ત્યાં એક ઉપાસના ભવન(ઉપાશ્રય)માં રોકાયા. મધુકરી(ગોચરી)નો સમય થવાથી શોભન ગુરુએ બે મુનિઓને ગોચરી માટે પોતાના માટે પોતાના મોટા ભાઈ ધનપાલને ત્યાં મોકલ્યા. - ધનપાલની પત્નીએ કેટલાક પકવાન તે મુનિઓને વહોરાવ્યા. અને તેમને દહીં આપવા માટે દહીંપાત્ર હાથમાં લીધું. મુનિઓએ પ્રશ્ન કર્યો કે – “આ દહીં કેટલા દિવસનું છે ?” જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 36969696969696969694 ૨૩૦ |
Page #247
--------------------------------------------------------------------------
________________
આવો સવાલ સાંભળતાં જ ધનપાલ આવેશપૂર્ણ સ્વરમાં બોલ્યો : “આ દહીં ત્રણ દિવસનું છે. બોલો, શું આમાં પણ જીવ ઉત્પન્ન થઈ ગયા છે ? એવું લાગે છે કે તમે લોકો નવા-નવા જ દયાવ્રતધારી બન્યા છો. લેવું હોય તો લો, નહિ તો જલદી જ અહીંથી બીજે ક્યાંક જાઓ.”
એક સાધુએ ખૂબ જ શાંત અને મૃદુ સ્વરમાં કહ્યું : “વિન્દ્વન્ ! જૈનશ્રમણોને માટે મધુકરી સંબંધમાં જે આચાર-સંહિતા બનેલી છે. તેની અનુપાલનામાં આ પ્રકારની જાણકારી કરી લેવી, અમારું અનિવાર્ય કર્તવ્ય છે. બે દિવસ પછી દહીં વગેરે ગોરસ(દૂધની વસ્તુ)માં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે.' આ જ્ઞાનીઓનું કથન છે.”
મહાકવિ ધનપાલે આશ્ચર્યપૂર્ણ મુદ્રામાં કહ્યું : “આ નવી વાત તો મેં મારા જીવનમાં પહેલી વાર આપના મોઢેથી સાંભળી છે. તો આપ આ દહીંમાં તે જીવોને બતાવો. જેથી અમને પણ આપની વાતની ખરાઈ (સત્યતા) પર વિશ્વાસ થઈ જાય.''
તે બંને સાધુઓએ કહ્યું : “મહાકવે ! આ દહીંમાં થોડોક અલતાનો રંગ નાખી દો.” ધનપાલે જેવો દહીંમાં થોડોક રંગ નાખ્યો, તરત જ દહીંના રંગના જ અનેક જીવ, જે હમણાં સુધી અદૃષ્ટ હતા, દૃષ્ટિગોચર થઈ દહીંના પાત્રમાં અહીં-તહીં ચાલવા લાગ્યા.
દહીંપાત્રમાં આ પ્રમાણે અગણિત જીવોને આમ - તેમ ચાલતા અને ખદબદતા જોઈને, જૈન ધર્મના વિષયમાં કવિ ધનપાલના અંતરમનમાં જે ભ્રમણાઓ હતી, તે તત્કાળ નષ્ટ થઈ ગઈ. તેના મન-મસ્તિષ્ક પર છવાયેલું મિથ્યાત્વનું ધુમ્મસ તરત જ દૂર થઈ ગયું.
મહાકવિ ધનપાલે વિનયપૂર્વક હાથ જોડી, આદરપૂર્વક શીશ ઝુકાવતા વિનમ્ર સ્વરે બંને સાધુઓને તેમના વિષયમાં પૃચ્છા (પૂછતાછ) કરી. આથી એક સાધુએ જણાવ્યું : “મહાકવિ ! અમે અહીંયાં ગુર્જરભૂમિથી આવ્યા છીએ. મહેન્દ્રસૂરિના શિષ્ય શોભનાચાર્ય અમારા ગુરુ છે. આ નગરીમાં આદિનાથ ભગવાનના મંદિર પાસેના એક ઉપાશ્રયમાં અમે બધા રોકાયા છીએ.” ત્યાર બાદ બંને સાધુ જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ફરી ગયા.
૨૩૮ ૩૦
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #248
--------------------------------------------------------------------------
________________
વિચારમગ્ન ધનપાલ તત્કાળ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી વગર ભોજન કર્યો શોભનમુનિનાં દર્શનાર્થ ઉપાશ્રયની તરફ રવાના થયો. જેવો જ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો, શોભનાચાર્ય પોતાના મોટા ભાઈ પ્રત્યે આદર પ્રગટ કરતાં, તેમની સામે ગયા. ધનપાલે ઝડપથી આગળ વધીને પોતાના નાના ભાઈને બાહુપાશમાં લઈને પોતાની છાતીસરસા ચાંપ્યા.
શોભનાચાર્યે પોતાના મોટા ભાઈના સન્માનની દૃષ્ટિથી, પોતાના પાસે જ અડધા આસન પર બેસવા માટે વિનંતી કરી, પરંતુ ધનપાલ તેમની સામે ધરતી પર જ બેસી ગયો અને બોલ્યો : “બંધુ ! આપે સંસારના મહાન દર્શન, જૈનદર્શનની શરણ લઈને શ્રમણધર્મ અંગીકાર કરેલો છે. આપ મારા જ નહિ, બધાના પૂજ્ય છો. મેં અજ્ઞાન અને ઈર્ષાને વશ થઈ રાજા ભોજને વિનંતી કરીને આ મહાન ધર્મના ગુરુઓના માલવ રાજ્યમાં વિચરણ પર પ્રતિબંધ લગાવડાવીને ઘોર પાપનું ઉપાર્જન કર્યું છે, એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. હવે હું મારા પાપની પૂરેપૂરી શુદ્ધિ કરવાની ઇચ્છા ધરાવું છું.”
ત્યાર બાદ પોતાના નાના ભાઈ શોભનાચાર્યના મુખેથી સારગર્ભિત ઉપદેશોનું શ્રવણ કરીને મહાકવિ ધનપાલના અંતરમનમાં બોધિબીજ અંકુરિત થઈ ગયા. દઢ સંકલ્પથી ઓત-પ્રોત, સુદઢ સ્વરમાં ધનપાલે હાથ જોડીને શોભનાચાર્યને કહ્યું : “જ્ઞાનસિંધુ ! હું સદ્ગતિદાયક જૈન ધર્મને અંતરમનથી અંગીકાર કરું છું.”
સૌ પ્રથમ ધનપાલે પોતાના તે ઘોર પાપની વિશુદ્ધિનો દઢ સંકલ્પ કર્યો, જે તેણે રાજા ભોજના માધ્યમથી માલવ રાજ્યમાં જૈનશ્રમણોના વિચરણ પર પ્રતિબંધ લગાવવાના રૂપે કર્યો હતો. ધનપાલે રાજા ભોજને વિનંતી કરી પ્રતિબંધ નાબૂદ કરાવડાવી દીધો. પ્રતિબંધ હટાવી લેવાયા બાદ ધારાનગરીના જૈપસંઘે મહેન્દ્રસૂરિની સેવામાં ઉપસ્થિત થઈને, તેમને ધારાનગરી પધારવાની અને પોતાના ઉપદેશામૃતથી ત્યાં જૈન ધર્મની શ્રીવૃદ્ધિ કરવાની પ્રાર્થના કરી. સંઘની વિનંતીને સ્વીકારીને મહેન્દ્રસૂરિ ધારાનગરી પધાર્યા. આચાર્ય મહેન્દ્રસૂરિના ઉપદેશોથી ધનપાલની આસ્થા દઢથી દઢત્તર અને દઢત્તરથી દેઢત્તમ જિન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) DEC 2333333333: ૨૩૯ ]
Page #249
--------------------------------------------------------------------------
________________
થતી ગઈ. તે હંમેશાં એ વાતથી સજાગ રહેતો હતો કે અજ્ઞાનતાથી પણ તેના સમ્યક્ત્વમાં ક્યાંક કોઈ દોષ ન લાગી જાય.
યજ્ઞોમાં કરવામાં આવતી હિંસાનો ધનપાલે સજ્જડ વિરોધ કર્યો. ધનપાલે ધારાનગરીમાં ભગવાન ઋષભદેવનું એક વિશાળ મંદિર બનાવડાવ્યું અને તેની પ્રતિષ્ઠા તેણે આચાર્ય મહેન્દ્રસૂરિથી કરાવડાવી. તે સમયે ધનપાલે ભગવાન આદિનાથની મૂર્તિની સન્મુખ બેસીને - ‘જય જંતુ કપ્પ' આ ચરણથી શરૂ કરીને ૫૦૦ ગાથાઓવાળી ઋષભજિનની સ્તુતિનું નિર્માણ કર્યું.
રાજા ભોજના અનુરોધથી મહાકવિ ધનપાલે ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ ‘તિલકમંજરી' નામના એક ગ્રંથરત્નની રચના કરી. ગ્રંથની સમાપ્તિ પર તે ગ્રંથના શોધનકાર્ય માટે મહેન્દ્રસૂરિની સલાહ અનુસાર ગુર્જરનરેશ ભીમની રાજસભાના વિદ્વાન વાદીવૈતાલ શ્રી શાન્ત્યાચાર્યને ધારાનગરીમાં બોલાવવામાં આવ્યા. શાંતિસૂરિએ કેટલાક દિવસો સુધી ધારાનગરીમાં નિવાસ કરીને ગ્રંથનું શોધન કર્યું.
‘તિલકમંજરી' ગ્રંથ રાજા ભોજને અત્યંત રસપ્રદ અને ખૂબ જ સુંદર લાગ્યો. તેમણે ધનપાલને ‘તિલકમંજરી’માં નિમ્નલિખિત ફેરફાર (પરિવર્તન) કરવા માટે આગ્રહ કર્યો :
૧. આ ગ્રંથની શરૂઆતમાં સુસ્પષ્ટરૂપે શિવની સ્તુતિ કરવામાં આવે. ૨. અયોધ્યાનો આ ગ્રંથમાં જ્યાં-જ્યાં ઉલ્લેખ છે, ત્યાં ધારાનગરીના નામનો ઉલ્લેખ કરવામાં આવે.
૩. શક્રાવતારના સ્થાને મહાકાળના અવતરનો ઉલ્લેખ કરવામાં આવે. ૪. વૃષભના સ્થાને શંકરના નામનો ઉલ્લેખ કરવામાં આવે. ૫. મેઘવાહનના આખ્યાનપૂર્ણ આગ્રહમાં મારું (ધારાધિપતિ ભોજનું) નામ લખવામાં આવે.
રાજા ભોજે ખૂબ આગ્રહપૂર્વક ધનપાલને કહ્યું : “કવીશ્વર ! મારા કહેવાથી જો તમે આ ગ્રંથમાં આ પ્રકારના પરિવર્તન કરી નાખશો તો તમારો આ ગ્રંથ જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે, ત્યાં સુધી આ ધરતી પર અમર રહેશે.”
૨૪૦
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #250
--------------------------------------------------------------------------
________________
ધનપાલ ભોજનો બાળપણનો મિત્ર હતો. તેને નાનપણથી જ રાજા ભુજનો, ભોજની જેમ જ પ્રેમભર્યો દુલાર (લાડ-પ્યાર) મળ્યો હતો. ધનપાલની સમ્યકત્વમાં પણ અતૂટ શ્રદ્ધા હતી. આથી તેણે નિર્ભીક સ્વરમાં કહ્યું : “રાજન્ ! આ પ્રકારનાં પરિવર્તનોથી આ ગ્રંથની એ જ હાલત થશે જેવી તરત સ્નાન કરેલા કર્મકાંડી બ્રાહ્મણના હાથ પર રાખેલા દૂધના પાત્રમાં એક ટીપું દારૂનું નાખવાથી થાય છે. એવી સ્થિતિમાં એ પ્રકારનાં પરિવર્તન આ ગ્રંથમાં કરી શકાય તેમ નથી. નરેશ્વર ! આ પ્રમાણેના પરિવર્તનથી કરવામાં આવેલ અપવિત્રીકરણનું દુષ્પરિણામ એ આવશે કે મારા કુળ, આપના રાજ્ય અને દેશને મોટી હાનિ (ક્ષતિ) થશે.”
પોતાની વિનંતીને આ રીતે હુકરાવી દેવાથી રાજા ભોજનો ક્રોધાગ્નિ ખૂબ જ ઉગ્ર રૂપે ભડકી ઊઠ્યો. તેણે તત્કાળ તિલકમંજરી'ગ્રંથને પોતાની પાસે જ મૂકી રાખેલી સગડીની સળગતી જ્વાળાઓમાં નાખી દીધો. બધાની નજર સામે જ તે ગ્રંથ બળીને ભસ્મીભૂત થઈ ગયો.
આ ઘટનાથી ધનપાલના હૃદયને ઊંડો આઘાત લાગ્યો. તેના મુખમાંથી આક્રોશ મિશ્રિત નિરાશાજનક ફક્ત આ જ શબ્દો નીકળ્યા - “ઓ રાજા ભોજ ! તું ખરેખર પાકો માલવીય છે. કાવ્યકૃતિ પ્રત્યેની આવી નિષ્ફરતા અને સ્વજનોની વંચના, આ બે અવગુણ તારી અંદર ક્યાંથી આવી ગયાં ?”
રાજાની સામે પોતાનો આક્રોશ દર્શાવીને ધનપાલ રાજ્યસભાની બહાર નીકળી ગયો અને પોતાના ઘરે આવીને શોકાતુર મુદ્રામાં પથારી (શધ્યા)માં સૂઈ ગયો અને ચિંતાસાગરમાં ડૂબી ગયો. ધનપાલની આ પ્રકારની જોઈ ન શકાય તેવી મનોસ્થિતિ જોઈને તેના પરિવારના બધા સભ્યો અવાક થઈ અનેક પ્રકારથી ઊહાપોહ કરવા લાગ્યા. આખરે ધનપાલની નવ વર્ષની નાની પુત્રી તેની પાસે આવી ને પોતાના પિતાને ખૂબ જ પ્રેમભર્યા સ્વરમાં ચિંતાનું કારણ પૂછવા લાગી.
ચિંતાના કારણની જાણ થતાં જ બાલિકાએ પોતાના પિતાને આશ્વાસન આપતા ઉત્સાહપૂર્ણ સ્વરમાં કહ્યું : “પિતાજી ! આપ એ વાતની લેશમાત્ર પણ ચિંતા ના કરો. પુસ્તકને બાળી દીધું તો શું થયું, તેના એક-એક અક્ષર, એક-એક શબ્દ, એક-એક પંક્તિ બધું મને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 3969696969696969696969 ૨૪૧ |
Page #251
--------------------------------------------------------------------------
________________
કંઠસ્થ છે.” આમ કહીને બાળાએ સરળતાથી કંઠસ્થ થયેલ “તિલકમંજરી'નો પાઠ શરૂઆતથી જ પોતાના પિતાને સંભળાવવાનો શરૂ કર્યો પોતાની પુત્રીના મુખેથી શુદ્ધ પાઠ સાંભળીને ધનપાલને અનહદ આનંદ થયો. ધનપાલે નિશ્ચિત થઈને સ્નાન-ધ્યાન વગેરે કરીને ભોજન કર્યું. પછી પોતાની પુત્રીના મુખેથી સાંભળી-સાંભળીને “તિલકમંજરી'ને લખવાની શરૂઆત કરી દીધી. કેટલાક દિવસોના અથાગ પ્રયત્નોથી ધનપાલે પોતાની પુત્રીની મદદથી પૂરી તિલકમંજરી'ના ૨૭000 શ્લોકપ્રમાણ પાઠમાંથી, ૨૪000 શ્લોક - પ્રમાણ કંઠસ્થ પાઠને લિપિબદ્ધ કરી લીધા. બાળા કદાચ કોઈ-કોઈ શ્લોકોને બરાબર સાંભળી શકી નહોતી. તે શ્લોકના સ્થાન ખાલી રહી ગયા. આ પ્રમાણે “તિલકમંજરી'ને બાળી નાખવાના કારણે તેનો ૩૦૦૦ શ્લોક - પ્રમાણ અંશ વિસ્કૃતિના વમળમાં વિલીન થઈ ગયો. તિલકમંજરી'ના પુનરાલેખનનું કાર્ય સંપન્ન થતાં જ ધનપાલે પોતાના પરિવારની સાથે ધારાનગરીથી પશ્ચિમની તરફ પ્રયાણ કરી દીધું અને મરુધરાના સત્યપુર (વર્તમાન જાલોર) નામના નગરમાં પહોંચ્યો. ધનપાલ સત્યપુરમાં સુખપૂર્વક રહીને પોતાનો વધુ સમય જિનારાધનામાં પસાર કરવા લાગ્યો. તેણે ભગવાન મહાવીરના ચૈત્યમાં ‘દેવ નિમ્નલ” નામની મહાવીર સ્તુતિની રચના કરી.
આ બાજુ થોડા દિવસો પછી રાજા ભોજે પોતાના વિશ્વાસપાત્ર સેવકને મહાકવિ ધનપાલના ઘરે તેને બોલાવવા માટે મોકલ્યો. જ્યારે સેવક મારફત ભોજને આ જાણવા મળ્યું કે - “ધનપાલ પોતાના પરિવાર સાથે ધારાનગરી છોડીને બીજે ક્યાંય જતો રહ્યો. છે,' તો તેના હૃદયને ઊંડો આઘાત લાગ્યો.
તે જ દિવસોમાં ધર્મ નામનો એક વિદ્વાન રાજા ભોજની રાજસભામાં ઉપસ્થિત થયો. તેણે અનેક ગોંક્તિઓની સાથે મનપસંદ વિષય પર શાસ્ત્રાર્થ કરવા માટે ત્યાં ઉપસ્થિત તમામ વિદ્વાનોને લલકાર્યા. રાજસભામાં કોઈ પણ વિદ્વાને તે વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ કરવાનું સાહસ પ્રગટ ન કર્યું.
આ પ્રકારની દયનીય હાલત જોઈને ભોજને ખૂબ જ નિરાશા થઈ. તેણે ધનપાલની શોધમાં ચારે તરફ પોતાના વિશ્વાસુ ચર(દૂત)ને મોકલ્યા. તેમનામાંથી એક દૂત ધનપાલની શોધમાં સત્યપુર પહોંચ્યા. તેણે પોતાના ૨૪૨ દ633333333336. જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૩) |
Page #252
--------------------------------------------------------------------------
________________
સ્વામીની તરફથી કવિ ધનપાલની સેવામાં વિનંતી કરી કે - “તેઓ જલદીથી ધારાનગરી જવા માટે પ્રસ્થાન કરે. પરંતુ ધનપાલે ધારાનગરીમાં રહેવાની પોતાની પૂરી અનિચ્છા દર્શાવી.
પોતાના દૂતના મુખેથી ધનપાલના કુશળ-મંગળના સમાચાર સાંભળીને રાજા ભોજને આનંદ થયો, પણ તેની ધારાનગરી પાછા ફરવાની અનિચ્છાની વાત સાંભળીને તેને ખૂબ દુ:ખ થયું. પોતાના ચરોના માધ્યમથી તેણે ધનપાલને ધારાનગરી પાછા ફરવાનો આગ્રહ કરતાં કહેવડાવ્યું : “સખે (મિત્ર) ! તમે સદેવ રાજા ભુજના પરમ પ્રીતિપાત્ર રહ્યા છો. તેમણે તેમને પોતાનો પુત્ર માનીને હંમેશાં પુત્રની જેમ જ તમારુ લાલન-પાલન, શિક્ષણ-દીક્ષણ કર્યું છે. મેં પણ તમને હંમેશાં પોતાના મોટા ભાઈ તુલ્ય જ માન્યા છે. તમારે એ કદી ન ભૂલવું જોઈએ કે ધારાનગરી તમારી સ્વર્ગથી પણ વધુ મહિમામયી માતૃભૂમિ છે. આજે સુદૂરસ્થ (દૂરથી) પ્રાંતથી આવેલ એક અભિમાની પંડિત સરસ્વતીની લીલાળી ધારાનગરીની આબરૂને ધૂળમાં મેળવવા માટે કટિબદ્ધ થઈ રહ્યો છે. માટે પોતાની જન્મભૂમિની ગૌરવ-મર્યાદાની રક્ષા માટે જલદીથી ધારાનગરીમાં પાછા ફરો. તમને તમારી માતૃભૂમિ પોકારી રહી છે.” * - દૂતના મુખથી રાજા ભોજનો આ સંદેશ સાંભળીને ધનપાલના માનસમાં માતૃભૂમિ પ્રત્યે અનુરાગનો સાગર હિલોળે ચડ્યો. તેણે તરત જ ધારાનગરી તરફ પ્રયાણ કરી દીધું અને ઝડપી ગતિથી ત્યાં પહોંચ્યો. રાજા ભોજ તેના સ્વાગતમાં તેની સામે ગયા ને તેને પોતાની છાતીસરસો ચાંપી દીધો અને પશ્ચાતાપભર્યા સ્વરમાં કહેવા લાગ્યા : “બંધો ! મને મારા અવિનયપૂર્ણ અપરાધ બદલ માફ કરી દો.” હર્ષાશ્રુઓએ બંને અનન્ય બાળમિત્રોના મનના મેલને તત્કાળ હંમેશાં હંમેશાં માટે ધોઈ નાખ્યો.
એક દિવસ રાજા ભોજની રાજસભામાં વિદ્વાન ધર્મકૌલ અને મહાકવિ ધનપાલની વચ્ચે શાસ્ત્રાર્થ થયો. વિતંડાવાદમાં નિષ્ણાત ધર્મકીલે
જ્યારે ભલી-ભ્રાંતિ સમજી લીધું કે, ધનપાલ ખરેખર ઉચ્ચ કોટિના વિદ્વાન અને સિદ્ધ સારસ્વત કવિ છે, તો તેણે પોતાની હાર સ્વીકારી લીધી. તેણે ભરી સભામાં કહ્યું : “ધનપાલ મહાન વિદ્વાન ને અપ્રતિમ જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9696969696969696969૬) ૨૪૩ |
Page #253
--------------------------------------------------------------------------
________________
કવિત્વશક્તિના ધણી મહાન કવિ છે. હું તેમની સામે મારો પરાજય સ્વીકાર કરું છું.”
હારી જવા જતાં પણ ધનપાલના ઈશારે રાજાભોજે વિદ્વાન ધર્મકૌલને એક લાખ સુવર્ણ મુદ્રાઓ પ્રીતિદાનના સ્વરૂપે આપવાનો પોતાના કોષાધ્યક્ષને હુકમ કર્યો, પરંતુ તેણે વિનયપૂર્વક આ રાશિ લેવાનો અસ્વીકાર કરી દીધો. તે તત્કાળ ધારાનગરીથી વિદાય થઈને સત્યપુર તરફ જવા માટે રવાના થયો. સત્યપુર પહોંચીને ધર્મકૌલે શાંતિસૂરિની સાથે પણ શાસ્ત્રાર્થ કર્યો. શાંતિસૂરિની વિદ્વત્તાથી તે ખૂબ જ પ્રભાવિત થયો અને અંતમાં શાંતિસૂરિ સમક્ષ પોતાની હાર સ્વીકારીને તેમની વિદ્વત્તાની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરી.
ધનપાલના નાના ભાઈ શોભાનાચાર્યે પણ જિનેન્દ્ર પ્રભુની ભાવપૂર્ણ સ્તુતિઓની રચના કરી. શોભનાચાર્ય જિનેશ્વરોની સ્તુતિઓની રચના કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તેઓ સૂતા-જાગતા, ચાલતાફરતા, હર-પળ, હર-ઘડી ભકિતરસમાં જ મગ્ન રહેતા. શોભનાચાર્યના ગુરુ, પોતાના શિષ્યની અદ્ભુત કવિત્વશક્તિથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે શોભનાચાર્યની કવિત્વશકિતની મુકતકંઠે પ્રશંસા કરી. થોડા સમય પછી શોભનાચાર્ય તીવ્ર જ્વર(ભારે તાવ)ની ઉપાધિથી પીડિત થઈને પોતાની દેહલીલા સંકેલીને સ્વર્ગે સિધાવ્યા. મહાકવિ ધનપાલે શોભનાચાર્ય દ્વારા રચિત “શોભન સ્તુતિ' નામના ગ્રંથ પર ટીકાની રચના કરી.
પોતાના આયુષ્યનો અવસાનકાળ (અંતિમ સમય) નજીક જાણીને કવિ ધનપાલ, મહારાજા ભોજની રજા મેળવીને ધર્મ-સાધનાના હેતુથી અણહિલપુર-પાટણ ગયા. ત્યાં રાત-દિવસ આચાર્ય મહેન્દ્રસૂરિની સેવામાં રહીને તેમણે ધર્મસાધના શરૂ કરી. ગૃહસ્થવેશમાં રહેવા છતાં પણ તેમણે પોતાના ગુરુની સામે તમામ દુષ્કૃત્યોની યોગ્યરૂપે આલોચના કરી. તપશ્ચર્યાની સાથે અધ્યાત્મ-સાધનામાં ઓતપ્રોત રહીને ધનપાલે જીવનપર્યત ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને અનશનપૂર્વક સંલેખના સંથારો કર્યો. શાસ્ત્રોના પારગામી સ્થવિર મુનિઓએ તેના પંડિતમરણની અંતિમ સાધનાના સમયે નિર્યાપના કરી. અંતે ધનપાલ [ ૨૪૪ 29626969696969696969, જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #254
--------------------------------------------------------------------------
________________
સમાધિપૂર્વક આયુષ્ય પૂરું કરીને સૌધર્મ નામના પ્રથમ સ્વર્ગમાં દેવ રૂપે
ઉત્પન્ન થયો.
મહાકવિ ધનપાલ વિક્રમની દશમીથી અગિયારમી સદીના એક અગ્રગણ્ય જિનશાસન પ્રભાવક જૈન મહાકવિ હતા. વિ. સં. ૧૦૨૯માં માલવાના રાજાએ જે સમયે રાષ્ટ્રકૂટ રાજાઓની રાજધાની માન્યખેટને લૂંટીને ત્યાં રાષ્ટ્રકૂટ રાજ્યને ખતમ કર્યું, તે સમયે માર્ગમાં આવેલ ધારાનગરીમાં રહીને ધનપાલે પોતાની નાની બહેન સુંદરી માટે દેશી ભાષાની ‘પાઇય લચ્છી નામમાલા' કૃતિની રચના કરી.
આ કૃતિમાં આપવામાં આવેલ પ્રશસ્તિનું ઐતિહાસિક મહત્ત્વ છે. આનાથી રાષ્ટ્રકૂટ રાજ્યના પતનકાળની સાથો-સાથ ધનપાલના સમકાલીન અનેક વિદ્વાનોના સમયનો પ્રામાણિક નિર્ણય કરી શકાય છે.
સૂરાચાર્ય
ગુર્જર પ્રદેશમાં અણહિલપુર પાટણ નામના પટ્ટનગર(પાટનગર)માં મહાન શક્તિશાળી ભીમ નામનો રાજા રાજ્ય કરતો હતો. ભીમ જિનશાસન પ્રત્યે પ્રગાઢ આસ્થાવાળો લોકપ્રિય રાજા હતો. તે ન્યાય અને નીતિપૂર્વક પ્રજાનું પરિપાલન, સંવર્ધન અને સંરક્ષણ કરતો હતો. દ્રોણસૂરિ નામના જૈનાચાર્ય રાજાના ધર્મગુરુ હતા, જેઓ નિયમિતરૂપે રાજા અને મંત્રી વર્ગને ધર્મશાસ્ત્રોનું શિક્ષણ આપતા રહેતા. દ્રોણસૂરિ રાજા ભીમના મામા હતા. દ્રોણનો એક નાનો ભાઈ પણ હતો, તેનું નામ સંગ્રામસિંહ હતું. તેને મહિપાલ નામનો એક ખાસ પ્રજ્ઞાસંપન્ન અને પ્રતિભાશાળી પુત્ર હતો.
સંગ્રામસિંહના અકાળ મૃત્યુ બાદ મહિપાલની માતા પોતાના નાના બાળકને લઈને અણહિલપુર-પાટણ પહોંચી ગઈ. તેણે દ્રોણાચાર્યની સામે પોતાના પુત્રને તેમનાં ચરણોમાં મૂકતા વિનંતી કરી : “આચાર્ય દેવ ! આપ આપના આ ભત્રીજાને આપની સેવામાં રાખો અને તેને તમામ પ્રકારની શિક્ષા-દીક્ષા આપો.”
ગુરુ દ્રોણે બાળક મહિપાલનાં સુંદર શારીરિક સુલક્ષણો અને નિમિત્તના બળથી એ જાણી લીધું કે - તે બાળક આગળ જઈને જિન-શાસનનો મહાન પ્રભાવશાળી આચાર્ય બનશે.' તેમણે તે બાળકને
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૬
૨૪૫
Page #255
--------------------------------------------------------------------------
________________
દ્વારા
વગેરે જ
પોતાની પાસે રાખી લીધો અને તેની માતાને સાંત્વના આપીને આશ્વસ્ત કરી.
દ્રોણાચાર્યે બાળક મહિપાલને શબ્દશાસ્ત્ર પ્રમાણ, નય, સાહિત્ય, આગમ, સંહિતા વગેરે વિવિધ વિદ્યાઓનો ક્રમબદ્ધ પાઠ શરૂ કરાવ્યો. તે બધી વિદ્યાઓ મહિપાલના કંઠમાં આવીને વિરાજમાન થવા લાગી.
દ્રોણાચાર્ય પ્રત્યે મહિપાલના મનમાં અગાઢ પ્રેમ અને આસ્થા ઉત્પન્ન થઈ ગઈ. તે ક્ષણભર માટે પણ ગુરુચરણોથી દૂર રહેવામાં પીડાનો અનુભવ કરતો હતો. આથી તેણે દ્રોણાચાર્ય પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી. તમામ વિદ્યાઓ અને શાસ્ત્રોનું તલસ્પર્શી પાંડિત્ય પ્રાપ્ત કર્યા બાદ આચાર્ય દ્રોણે તેને આચાર્યપદ માટે બધી રીતે સુયોગ્ય જાણીને આચાર્યપદ આપ્યું. આ પ્રમાણે મુનિ મહિપાલ આચાર્યપદ પર બેઠા પછી સૂરાચાર્યના નામથી લોક-વિકૃત (લોકમાં જાણીતા) થયા.
એક દિવસ રાજા ભોજના પ્રધાનપુરુષ રાજા ભીમની રાજસભામાં ઉપસ્થિત થયા અને તેમણે સભામાં એક ગાથાનું ઉચ્ચારણ કર્યું. જેનો અર્થ હતો - “જેણે ઘનઘોર ગર્જના સાથે છલાંગ મારીને ફક્ત એક જ પંજાના પ્રહારથી મદોન્મત્ત ગજરાજના લમણાને (ગંડસ્થળને) ચીરીને પોતાનો અપ્રતિમ પ્રભાવ ચારેબાજુ પ્રકાશિત કરી દીધો છે, તે સિંહને કોઈ એક હરણ સાથે ન તો વિગ્રહ થઈ શકે, ન જ સંધિ.'
રાજા ભીમે અત્યંત તિરસ્કાર ભાવથી ભરેલી ગાથાને સાંભળીને પૂરા સંયમ સાથે કામ લીધું. લલાટ ઉપર લેશમાત્ર પણ સળ અથવા આંખોમાં લાલાશ ન આવવા દીધાં. રાજા ભોજના પ્રધાનોનો રાજા ભીમે યથાયોગ્ય સ્વાગત-સત્કાર કર્યો અને તેમના ખાન-પાન-આવાસ આદિની યોગ્ય વ્યવસ્થા કરવાનો આદેશ આપી તે લોકોને વિશ્રામ કરવાની સલાહ આપી.
રાજા ભોજના અમાત્યોના ગયા પછી ભીમે પોતાના પ્રધાનમંત્રી વગેરે અમાત્યોને આદેશ આપ્યો કે - “આ ગાથાનો બધી રીતે ઉચિત જવાબ આપવામાં સક્ષમ હોય તેવા અદ્દભુત પ્રતિભાસંપન્ન વિદ્વાનની શોધ કરવામાં આવે.'
રાજા ભીમની સભામાં બેઠેલા અનેક કવિઓએ પોતાની બુદ્ધિ અનુસાર તે ગાથાનો બધી રીતે યોગ્ય જવાબ આપવાની ઇચ્છાથી અનેક | ૨૪૬ દ86969696969696969696965 જેન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #256
--------------------------------------------------------------------------
________________
ગાથાની રચના કરી. પરંતુ રાજાને તેમાંથી એક પણ ગાથા પ્રભાવશાળી ન લાગી. આ પ્રમાણે કોઈ અપ્રતિમ પ્રતિભાશાળી વિદ્વાનની શોધ માટે મહામાત્ય, અમાત્યો અને અન્ય રાજપુરુષોએ તમામ ધર્મનાં આશ્રમો, મઠો, મંદિરો, ધર્મસ્થળો વગેરેમાં, ચાર રસ્તાઓ ઉપર, ચૈત્યોના ઝરૂખાઓમાં જવા-આવવાનું શરૂ કરી દીધું.
એક દિવસ રાજા ભીમના પ્રધાનપુરુષ ગોવિંદસૂરિના ચૈત્યમાં જઈ પહોંચ્યા. તે દિવસે સંજોગોવશાત્ તે ચેત્યમાં કોઈ મોટા ઉત્સવની ઉજવણી માટે નૃત્યકળામાં નિષ્ણાત નર્તકીઓના મૃત્યસંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂરાચાર્ય ત્યાં જ ઉપસ્થિત હતા. નૃત્યની મહેનતથી પૂરી રીતે થાકી ગયેલી એક નર્તકીએ પોતાનો પરસેવો સૂકવવા માટે પવનની શોધમાં આરસના પથ્થરથી બનેલા એક થાંભલાને પોતાના બાહુપાશમાં ઝકડી લીધો અને તે ત્યાં અચલ મુદ્રામાં આરામ કરવા લાગી.
ગોવિંદસૂરિએ સૂરાચાર્યની તરફ જોઈને તેમને આ અદ્ભુત દેશ્યનું વર્ણન કરવા માટે વિનંતી કરી. આશુકવિ સૂરાચાર્યે પોતાના અદ્ભુત કાવ્યકૌશલથી બધાને ચમત્કૃત કરી નાખતાં એક શ્લોક સંભળાવ્યો. તે સાંભળીને બધા આશ્ચર્યચકિત રહી ગયા. - રાજા ભીમના અમાત્ય પણ ત્યાં ઉપસ્થિત હતા. તે અમાત્યોને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે તત્કાળ જઈને રાજાને નિવેદન કર્યું કે - “ગોવિંદાચાર્યની પાસે એક અદ્ભુત પ્રતિભાશાળી એવા મહાકવિ છે, જે રાજા ભોજની ગાથાનો બધી રીતે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં સર્વથા સમર્થ છે.”
રાજાએ કહ્યું : “અરે ! ગોવિંદાચાર્ય તો આપણી સાથે સૌહાર્દુ (સારા-સારી) રાખવાવાળા સૂરિ (આચાર્ય) છે. તે કવિનું સન્માન કરીને તેમને અને તેમના ગુરુને અહીં લઈ આવો.”
ગોવિંદસૂરિની સાથે સૂરાચાર્યને જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયો અને બોલ્યો : “અરે ! આ તો મારા મામાના પુત્ર છે. માટે મારા લઘુભ્રાતા (નાના ભાઈ) જ છે. તે અસંભવને પણ સંભવ કરવામાં બધી રીતે સક્ષમ છે.”
રાજસભાના વિદ્વાનોએ રાજા ભોજ દ્વારા તેમના પ્રધાનો સાથે મોકલેલી ગાથા સૂરાચાર્યને સંભળાવી. તે ગાથાને સાંભળતાં સૂરાચાર્યે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 26969696969696969696962 ૨૪o |
Page #257
--------------------------------------------------------------------------
________________
એક ગાથાનું ગંભીર સ્વરમાં ઉચ્ચારણ કર્યું. જેનો અર્થ હતો - “આંધળા ધૃતરાષ્ટ્રના સો પુત્રો માટે કાળ સમાન ભીમનું નિર્માણ વિધિએ આ ધરતી પર કરી દીધું છે. જેણે ધૃતરાષ્ટ્રના સો પુત્રોનો પણ અપમાન, અનાદર કરીને તેમનો પ્રાણાંત કરી દીધો. તે ભીમની સામે તારા એકલાની શું વિસાત છે.”
રાજા ભોજના ગર્વને પળભરમાં ધૂળ ચાટતું કરી દેવાવાળા આ અતિ સુંદર જવાબને સાંભળતાં જ બધા સભ્ય હર્ષવિભોર થઈ ગયા. મહારાજા ભીમે તરત જ પોતાના રાજપુરુષોને મોકલીને માલવરાજ ભોજના પ્રધાન-પુરુષોને પોતાની રાજસભામાં બોલાવ્યા અને સૂરાચાર્ય દ્વારા રચિત ગાથા તેમના હાથમાં મૂકીને કહ્યું : “સરસ્વતીના ઉપાસક માલવરાજને મારા તરફથી આ સમર્પિત કરી દેજો.” આમ કહીને રાજા ભીમે તેમને સન્માન સાથે વિદાય કર્યા.
રાજા ભોજના ખાસ રાજપુરુષોએ ધારા પહોંચીને ભીમનો તે પત્ર પોતાના સ્વામીની સેવામાં સમર્પિત કરી દીધો. તે ગાથાને વાંચતાં જ રાજા ભોજ અવાક અને સ્તબ્ધ થઈ ગયો. •
ત્યાં રાજા ભીમે કૃતજ્ઞતાભર્યા શબ્દોમાં સૂરાચાર્યને ખૂબ સન્માન સાથે વિદાય કરતાં કહ્યું : “આપ જેવા પ્રત્યુત્પન્નમતિ ઉચ્ચ કવિન અહીં રહેતા, વિદ્વાનોના વિશાળ સમૂહથી ઘેરાયેલો ભોજ મારું શું કરી શકે છે?”
એક દિવસ ગુરુ દ્રોણે સૂરાચાર્યને કહ્યું : “અનેક વિદ્યાઓમાં પ્રકાંડ પાંડિત્ય મેળવીને પણ શું તું રાજા ભોજની સભાને જીતીને અહીં આવ્યો છું?”
સૂરાચાર્યે કહ્યું : “ભગવન્! આપની આ આજ્ઞા શિરોધાર્ય છે. આપના આ આદેશને જ્યાં સુધી હું પુરો નહિ કરી લઉં, ત્યાં સુધી હું કોઈ પણ જાતના વિગય (દૂધ, દહીં, ઘી, તેલ વગેરે) ગ્રહણ નહિ કરું.”
બીજા દિવસથી તેમણે કોઈ પણ વિગય અર્થાત્ ઘી વગેરે કંઈ પણ ગ્રહણ ન કર્યું. દ્રોણાચાર્ય, અન્ય વયોવૃદ્ધ ગીતાર્થ સાધુઓએ અને આખરે ચતુર્વિધ સંઘે તેમને થોડું ઘણું વિગય ગ્રહણ કરતા રહેવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરી, પરંતુ સૂરાચાર્ય પોતાની પ્રતિજ્ઞા પર અડગ રહ્યા. ૨૪૮ 926236969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #258
--------------------------------------------------------------------------
________________
એક દિવસ દ્રોણાચાર્યે કેટલાક ગીતાર્થ યુવા સાધુઓ સાથે સૂરાચાર્યને ધારાનગરી જવાની રજા આપી. ગુરુ દ્રોણે પોતાના પ્રિય શિષ્ય સૂરને છાંતીસરસા ચાંપીને દૂર પ્રદેશની યાત્રા માટે વિદાય આપતી વખતે જે શિખામણ આપવામાં આવે છે તેવી શિખામણ આપી. તેમણે કહ્યું - “વત્સ ! હંમેશાં દૂર દૂરનાં સ્થળોના વિહારમાં સજાગ રહેજો. તારામાં મહાપુરુષના યોગ્ય તમામ ગુણ છે. તે ઇન્દ્રિયોને પણ વશમાં કરેલી છે. પરંતુ હંમેશાં એ વાતનું ધ્યાન રાખજે કે યુવા અવસ્થા બધાના માટે હંમેશાં અવિશ્વસનીય હોય છે.”
ગુરુના ઉપદેશોને શિરોધાર્ય કરીને તેમની આજ્ઞા મેળવીને સૂરાચાર્ય ભીમ રાજાની રાજસભામાં તેમની વિદાય લેવા માટે ગયા. રાજાએ સૂરાચાર્યનું સન્માન કર્યું. સંજોગ એવો થયો કે તે જ સમયે માલવરાજ ભોજના પ્રધાનપુરુષ, રાજા ભીમની સભામાં ઉપસ્થિત થયા અને નિવેદન કર્યું : “મહારાજા ભોજ આપને ત્યાંના વિદ્વાનોની અપ્રતિમ પ્રતિભાથી ખૂબ પ્રસન્ન થયા છે. તેઓ આપને ત્યાંના વિદ્વાનોને જોવા માટે ખૂબ ઉત્સુક છે. આથી કૃપા કરી આપ, આપને ત્યાંના વિદ્વાનોને રાજા ભોજની સભામાં અમારી સાથે ધારાનગરી મોકલો.’
“રાજા ભોજના તરફથી આપને ત્યાંના વિદ્વાનોનું પૂરું અને પુષ્કળ સન્માન કરવામાં આવશે.” ભોજના પ્રધાનપુરુષો દ્વારા આવું આશ્વાસન આપવાથી રાજા ભીમે પોતાની તરફથી સૂરાચાર્યને માલવદેશ જવાની સ્વીકૃતિ આપી.
સૂરાચાર્યે વિચાર કર્યો - ‘મારા ગુરુવરની કૃપાથી આજ આ શુભ સંજોગ અનાયાસ જ મળ્યો છે કે, અહીં હું જવા માટે ઉતાવળો હતો અને ત્યાં રાજા ભોજનું નિમંત્રણ પણ મળી ગયું.'
રાજા ભીમે એક હાથી, પાંચસો ઘોડેસવાર સૈનિક અને એક હજાર પાયદળના સૈનિકો સાથે સૂરાચાર્યને વિદાય આપી.
ભોજના પ્રધાનપુરુષોએ જ્યારે પોતાના સ્વામી રાજા ભોજને સૂરાચાર્યના આગમનની સૂચના આપી તો રાજા ભોજ પોતાના પ્રધાનામાત્યો અને દળબળ સાથે જાતે સૂરાચાર્યના સ્વાગત માટે માલવસીમા પર હાજર થયા.
શ્રમણાચાર અનુસાર કોઈ પણ સાધુનું હાથી પર બેસવું નિષેધ છે. તો પણ રાજામાત્યો(રાજાના અમાત્યો)ના આગ્રહથી પ્રાયશ્ચિત્ત કરી લેવાના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૦૪૭૭૭૭૭, ૨૪૯
Page #259
--------------------------------------------------------------------------
________________
સંકલ્પની સાથે સૂરાચાર્ય હાથી પર બેસીને માલવરાજાની સીમા તરફ આગળ વધ્યા. એક-બીજાના સન્મુખ (સામ-સામે) થવાની સાથે હાથી પર સવાર રાજા ભોજે સૂરાચાર્યને અને સૂરાચાર્યે રાજા ભોજને જોયા અને તે બંને હાથી પરથી નીચે ઊતરી ગયા. બંને પરસ્પર ભાઈભાઈની જેમ ગળે મળ્યા (ભેટ્યા). રાજાએ પૂરા સન્માન અને આદર સાથે સૂરાચાર્યનો નગરપ્રવેશ કરાવ્યો. - ધારાનગરીના મધ્યભાગમાં એક વિશાળ સુંદર જૈનવિહાર હતું. સૂરાચાર્ય તે વિહારમાં ગયા અને રાજા ભોજ પોતાના રાજમહેલમાં ગયા. - જૈનવિહારમાં આવેલ મંદિરમાં પ્રતિમાનાં દર્શન કર્યા બાદ સૂરાચાર્ય ત્યાંના અધિષ્ઠાતા આચાર્ય બૂટસરસ્વતીના વિદ્યાલય-કક્ષમાં ગયા. ત્યાં ચારે બાજુ જ્ઞાનનો પ્રકાશ ફેલાયેલો હતો. પૂરું વાતાવરણ વિદ્યાર્થીઓના સ્વાધ્યાય ઘોષથી ગુંજી રહ્યું હતું.
સૂરાચાર્યને જોતાં જ બૂટસરસ્વતીએ સામે જઈને પ્રણામ કરીને તેમનો સ્વાગત-સત્કાર કર્યો. ત્યાર બાદ શુદ્ધ એષણીય (વાપરવાલાયક) આહાર-પાણી આપીને તેમને ભક્તિપૂર્વક ભોજન કરાવ્યું.
તે દિવસોમાં રાજા ભોજના મનમાં બધા ધમોંમાં સમન્વય સ્થાપિત કરવાની અદમ્ય ઈચ્છા ઉત્પન્ન થયેલી હતી. તેણે પોતાના નગરના છએ છ દર્શનોના બધા પ્રમુખોને બોલાવીને કહ્યું : “તમે લોકો જ બધા લોકોને ભ્રમણામાં નાખો છો. તમારા એક-બીજાથી ભિન્ન આચાર-વિચાર એ વાતની સાબિતી છે; માટે તમે છએ દર્શનના લોકો એકસાથે બેસીને વિચાર-વિનિમય કરો અને બધાં દર્શનોને ભેગાં કરીને એક સર્વસંમત દર્શનનું સ્વરૂપ અમારી સમક્ષ પ્રસ્તુત કરો; જેનાથી અમને લોકોને સહેજ માત્રા પણ શંકા ન થાય કે આ સાચું છે કે તે, અથવા તે ખોટું છે કે આ.” - મંત્રીઓએ રાજાને નિવેદન કર્યું કે - “બધાં દર્શનોનો સમન્વય કરવો સંભવ નથી.” પણ રાજા તેમની વાતથી સહમત ન થયા, અને તે લોકોને નિરુત્તર જોઈને રાજાએ પોતાના સેવકો દ્વારા નગરના હજારો પ્રમુખ સ્ત્રી-પુરુષોને ભેગાં કરીને એક વિશાળ ભવનમાં બંધ (કેટ) કરાવી દીધા અને એમ કહ્યું કે - “જ્યાં સુધી તમારા બધા ૨૫૦ દ6969696969696969696963 જૈન ધર્મનો મલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #260
--------------------------------------------------------------------------
________________
લોકોમાં સર્વસંમત એક દર્શન માટે એકમત ના થઈ જાય ત્યાં સુધી તમને લોકોને કંઈ પણ ખાવાનું આપવામાં નહિ આવે.'
બધા લોકો ભૂખ્યા મરવા લાગ્યા ને એ વાત પર એકમત થઈ ગયા કે ગમે તેમ કરીને પોતાના પ્રાણોની રક્ષા કરવામાં આવે. જૈનદર્શનના આચાર્ય હોવાના કારણે સૂરાચાર્ય પણ ત્યાં હાજર હતા. બધાં દર્શનોના પ્રમુખોએ સૂરાચાર્યને રાજાની આજ્ઞાની જાણકારી આપી અને રાજાને આ પ્રમાણેનો હઠાગ્રહ છોડી દેવા માટે રાજી કરવાની વિનંતી કરી.
:
એક મંત્રીના માધ્યમથી સૂરાચાર્યે રાજા ભોજને કહેવડાવ્યું “રાજન્ ! બધાં દર્શનોના હજારો લોકોની દયા(અનુકંપા)ને કારણે હું આપને કંઈક વિનંતી કરવા માંગુ છું. જો આપ સાંભળવા ઇચ્છો તો અવસર આપો.’’
રાજાની પરવાનગી મળી જવાથી સૂરાચાર્ય, મંત્રીઓની સાથે રાજ-ભવનમાં પહોંચ્યા. જતાં જ તેમણે રાજાને કહ્યું - “રાજન્ ! હું મારા કોઈ કામ માટે આપની પાસે નથી આવ્યો. આપે બધા દર્શનવાળાઓને અહીં એક રીતે બંદી (કેદી) બનાવી રાખ્યા છે. આ મારા હૃદયમાં ખટકે છે. માટે હું હવે મારી જન્મભૂમિ પાછો ફરી રહ્યો છું. હું આપને ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે - ‘ગુર્જરભૂમિ પાછા ગયા પછી ત્યાંના લોકો ધારાનગરી વિશે અનેક પ્રકારના સવાલો પૂછશે, તો હું તેમને શું બતાવીશ ? (જવાબ આપીશ ?)'''
રાજા ભોજે જવાબ આપ્યો : “આપ અતિથિઓની સામે હું કંઈ પણ નથી કહેતો. હું તો આ દર્શનવાળાઓને પૂછું છું કે તમારી આપસમાં ભિન્નતાનું કારણ શું છે ? ધારાનગરીના સ્વરૂપનો (ઢાંચાનો) જ્યાં સુધી સંબંધ છે, તે સ્વરૂપ હું આપની સમક્ષ રજૂ કરું છું, તેને આપ ધ્યાનથી સાંભળો. જ્યાં ચોર્યાશી ગગનચુંબી વિશાળ પ્રાસાદ (ઇમારત - મહેલ) કતારો (પંક્તિઓ-હાર) છે. દરેક પ્રાસાદ પંક્તિમાં ચોર્યાશી-ચોર્યાશી ચાર રસ્તા (ચતુષ્પથ-ચૌરાહા) છે. એ જ પ્રમાણે ચોર્યાશી હાટ(બજાર)નું નિર્માણ આ ધારાનગરીમાં કરવામાં આવ્યું છે. આ છે ધારાનગરીનું સ્વરૂપ.’
જવાબમાં સૂરાચાર્યે પૂછ્યું : “રાજન્ ! આ ચોર્યાશી બજારોનું એક જ બજાર બનાવી દો. આ ઘણાં બધાં બજારોનું શું કામ છે ? ચોર્યાશી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૭
૩૭૭૭૭૭૭ ૨૫૧
Page #261
--------------------------------------------------------------------------
________________
બજારોના સ્થાને એક જ બજાર બનાવી દેવાથી લોકોને આમ-તેમ જુદાં-જુદાં બજારોમાં ભટકવું નહિ પડે અને એક જ બજારમાં તેમને જોઈતી બધી જ વસ્તુઓ મળી જશે.”
રાજાએ કહ્યું : “જુદી-જુદી વસ્તુઓના ગ્રાહકોના એક જ સ્થળે ભેગા થઈ જવાથી ખૂબ જ અડચણ અને અવ્યવસ્થા થઈ જશે. આ વિચારથી મેં આ ચોર્યાશી બજારોનું પૃથક્-પૃથક્ (અલગ-અલગ) નિર્માણ કરાવ્યું છે.”
આ સાંભળતાં જ સૂરાચાર્યે વિનોદપૂર્ણ મુદ્રામાં કહ્યું : “મહારાજ ! આપ આટલા મોટા વિદ્વાન છો, તો આપ એ વાત પર કેમ વિચાર નથી કરતા કે જ્યારે પોતાના બનાવેલા આ હાટ-બજારોને તોડાવીને એક બનાવી દેવામાં આપ અસમર્થ છો, તો અનાદિકાળથી ચાલ્યા આવતાં આ ષદર્શનોને નષ્ટ કરીને એક કરવા માટે આપ કેમ ઉતાવળા થઈ રહ્યા છો ? જેમ જુદાં-જુદાં બજારોમાં પોતાની જરૂરતની વસ્તુ લેવા માટે લોકો જાય છે, ઠીક તે જ રીતે ગમે તે પ્રમાણે (મેન-કેન-પ્રકારેણ) સંસારનાં સુખોનો ઉપભોગ કરવાનો ઇચ્છુક ચાર્વાકદર્શનની પાસે, વ્યાવહારિક (વહેવારિક) પ્રતિષ્ઠા-સુખસ્વર્ગાદિનો ઇચ્છુક વૈદિકદર્શનની પાસે અને મુક્તિનો ઇચ્છુક, નિરંજન-નિરાકારની ઉપાસના કરવાવાળા તથા જીવદયા પર સર્વાધિક જોર દેવાવાળા જૈનદર્શનની પાસે અને તે જ રીતે ભિન્ન-ભિન્ન ઉદ્દેશ્યોની પૂર્તિ માટે લોકો ભિન્ન-ભિન્ન દર્શનોની પાસે જશે. ચિરકાળથી રૂઢ થયેલી અને ચિત્તમાં ઘર કરી ગયેલી માન્યતાઓમાં બધા લોકો બંધાયેલા છે. આવી સ્થિતિમાં હે રાજન ! આપ જ વિચાર કરો કે બધાં દર્શન એક કેવી રીતે થઈ શકે છે ?'’
રાજાને આ તર્ક ખૂબ યુક્તિસંગત લાગ્યો. તેમણે પોતાના હઠાગ્રહનો ત્યાગ કરીને બધાં દર્શનોના પ્રમુખોને સન્માન સાથે ભોજન કરાવીને પોત-પોતાના સ્થાને જવાની રજા આપી દીધી.
બધાં દર્શનોના અનુયાયીઓએ સૂરાચાર્ય પ્રત્યે પોતાની આંતરિક કૃતજ્ઞતા દર્શાવી. આ પ્રમાણે સૂરાચાર્ય ખૂબ જ ઓછા સમયમાં આખી ધારાનગરીમાં પ્રખ્યાત થઈ ગયા.
૨૫૨ ૩
છેલ્લે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #262
--------------------------------------------------------------------------
________________
રાજા ભોજે એક દિવસ બૂટસરસ્વતીની સાથે સૂરાચાર્યને રાજસભામાં આમંત્રિત કર્યા. તે બંને રાજા ભોજની સભામાં ઉપસ્થિત થયા. રાજાએ રાજસભાના પાર્શ્વનાથ પ્રાંગણમાં એક શિલા (પથ્થરની છાંટ) મુકાવી દીધી. સૂરાચાર્યને પોતાનું અદ્ભુત પૌરુષ બતાવવાની ઈચ્છાથી તે શિલામાં એક કાણું કરાવી, તે કાણાને શિલાના જેવા જ પદાર્થથી બંધ કરાવી દીધું. રાજાએ સૂરાચાર્યને જેવા જ રાજસભામાં આવતા જોયા, તેવું જ ધનુષ પર બાણ ચઢાવીને પણછને કાન સુધી ખેંચતા, તે શિલા પર તીર છોડ્યું. કાણાને વીંધીને બાણ દૂર નીકળી ગયું, અને બધાને સાફ-સાફ દેખાવા લાગ્યું કે રાજાએ બાણથી શિલાને વીંધી દીધી છે.
સૂરાચાર્યની તીક્ષ્ણ દૃષ્ટિથી (બાજ નજરથી)એ છળ (કપટ) છૂપું ન રહી શક્યું અને તેમણે તરત જ ગૂઢાર્થ ભરેલા એક શ્લોકનું ઉચ્ચારણ કર્યું, જેનો ભાવાર્થ - હે શ્રીમાન ! આપે આ શિલાનો વેધ કરી દીધો છે, પરંતુ હવે આગળ જતાં આ પ્રમાણેની શરસંધાન-ક્રીડા (બાણથી લક્ષ્યવેધ કરવાની રમત)થી દૂર જ રહીને, પથ્થરને ફોડવાવાળા વ્યસનમાં કૃપા કરી અભિરુચિ છોડી દેજો. જો વેધમાં (વીંધવામાં) જ આપને કુતૂહલનો અનુભવ થતો હોત તો, પરમાર કુળના અર્બુદગિરિને તમારા બાણનું લક્ષ્ય બનાવજો, જેનાથી હે નૃપશિરોમણિ ! ધારાનગરી સહિત સંપૂર્ણ ધરતી પાતાળમાં જતી રહે.”
સૂરાચાર્યના આ પ્રમાણેના અદ્ભુત વર્ણન સામર્થ્યથી ભોજ રાજા સંતુષ્ટ થયા. ત્યાં જ સભામાં ઉપસ્થિત ભોજની રાજસભાના રત્ન મહાનકવિ ધનપાલને પણ એ જાણ થઈ ગઈ કે ખરેખરમાં સૂરાચાર્ય અપ્રતિહત પ્રજ્ઞાના (જ્ઞાનના) ધણી છે. રાજા ભોજના ચહેરા પર ઉપસેલી રેખાઓથી લાગતું હતું કે તેઓ વિચારી રહ્યા છે કે ગૂઢોકિતમાં નિષ્ણાત આ જૈનાચાર્યને કઈ રીતે હરાવી શકાય. - રાજાએ સૂરાચાર્યને ખૂબ સન્માન સાથે વિદાય કર્યા. વિદાય કર્યા પછી પોતાના મંત્રણાકક્ષમાં બધા વિદ્વાનોને ભેગા કરીને કહ્યું: આ ગુર્જરદેશવાસી જૈન આચાર્ય અહીં આવ્યો છે. શું તેની સાથે શાસ્ત્રાર્થ કરવામાં તમારામાંથી કોઈ વિદ્વાન સક્ષમ છે?”
ત્યાં ઉપસ્થિત પાંચસો પંડિતોમાંથી દરેકની ગરદન ઝૂકી ગઈ. રાજાને ખૂબ દુઃખ થયું. એક વિદ્વાને રાજાને કહ્યું: “આના માટે સોળ જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 96969696969696969696969 ૨૫૩]
Page #263
--------------------------------------------------------------------------
________________
(૧૬) વર્ષની વય (આયુ) સુધીના કોઈ કુશાગ્ર બુદ્ધિવાળા છાત્રને બોલાવવામાં આવે અને તેને કોઈ પ્રકાંડ પંડિતના માધ્યમથી પ્રમાણશાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવે.” - રાજા આ સુઝાવ સાથે સહમત થયા. એક સૌમ્ય મેધાવી, વાપટુ, તીવ્રબુદ્ધિ નાની ઉંમરના બાળકને શોધીને લાવવામાં આવ્યો અને તેને તર્કશાસ્ત્રનું અધ્યયન (શિક્ષણ) કરાવવામાં આવ્યું. તેણે થોડા જ સમયમાં તર્કશાસ્ત્રમાં ખૂબ નિપુણતા મેળવી લીધી. રાજાએ શાસ્ત્રાર્થ માટે શુભ મુહૂર્ત નિકળાવ્યું અને વાદ કરવામાં શૂર સુરાચાર્યને તે નૂતલ (અનોખા) બાળ પંડિત સાથે શાસ્ત્રાર્થ કરવા માટે નિમંત્રણ આપ્યું.
તે અલ્પવયસ્ક (લઘુવયનું) છાત્ર પંડિતની તરફ જોતાં સૂરાચાર્યે કહ્યું : “રાજનું ! શાસ્ત્રાર્થના નિયમ અનુસાર વાદ માટે પ્રતિસ્પર્ધીઓમાં વય, વિદ્યા વગેરેની સમાનતા હોવી જરૂરી છે. યુવાવાદીઓ માટે બધી રીતે અપરિપક્વ આ બાળ પ્રતિવાદીની સાથે શાસ્ત્રાર્થ કરવો કોઈ રીતે યોગ્ય નથી, આ વાતને આપ ધ્યાનમાં લો.” | રાજા ભોજે કહ્યું: “મહર્ષિનું ! ફક્ત વય અને વપુ (ઉંમર અને શરીર) જોઈને જ આપ એમ ન સમજી લેશો કે આ શિશુ (બાળક) છે. આપ વિશ્વાસ રાખો કે આ શિશુના રૂપમાં સાક્ષાત્ વાવાદિની દેવી સરસ્વતી જ આ રાજ્યસભામાં આપની સમક્ષ શાસ્ત્રાર્થ કરવા માટે હાજરાહજૂર છે. મારો એવો દઢ મત છે કે આ સરસ્વતી સ્વરૂપ પ્રતિવાદીને આપના દ્વારા જીતી લેવાથી હું માની લઈ શકે કે તમો મારી રાજસભાને જીતી લીધી છે.” - સૂરાચાર્યે રાજાનો નિર્ણય માન્ય રાખ્યો અને પરંપરાગત નિયમ અનુસાર પ્રતિવાદીને પોતાનો પૂર્વપક્ષ પહેલાં રજૂ કરવા કહ્યું. પ્રતિવાદી બાળકે પોતાના રટેલા પાઠને ધારા-પ્રવાહની જેમ બોલીને પોતાનો પૂર્વપક્ષ મૂક્યો.
પ્રતિવાદીના મુખમાંથી આ પ્રકારના ઉચ્ચારણને સાંભળીને સૂરાચાર્ય તરત જ સમજી ગયા કે, રટેલા પાઠોનો અર્થ સમજ્યા વગર જ બાળપંડિત બોલી રહ્યો છે. આથી વચ્ચે ટોકતા સૂરાચાર્યે તેને કહ્યું: “મહાનુભવ! તમે જે અંતિમ વાક્યનું ઉચ્ચારણ કર્યું છે, તે ખરેખર અશુદ્ધ છે. કૃપા કરીને તેને ફરીથી બોલો.” [ ૨૫૪ 9696969696969696969696ણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #264
--------------------------------------------------------------------------
________________
બાળકે સરળ મનથી સચ્ચાઈ પ્રગટ કરતાં તરત જ જવાબ આપ્યો: “દઢ વિશ્વાસ સાથે કહું છું કે, પાટી પર મને એવું લખીને આપવામાં આવ્યું હતું, તે જ હું બોલી રહ્યો છું.”
પ્રતિવાદીનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થઈ જવાથી કે વાદ માટે જેવું એને રટણ કરાવવામાં આવ્યું હતું, તે જ તે અક્ષરશઃ બોલી રહ્યો છે, બધા સભ્ય સ્તબ્ધ રહી ગયા.
સૂરાચાર્યે રહસ્યમય પ્રશ્ન કર્યો : “માલવેશ ! આપના માલવ પ્રદેશમાં શું આ જ પ્રકારનો શાસ્ત્રાર્થ થાય છે ?”
આ પ્રમાણે રાજા ભોજની રાજસભાને શાસ્ત્રાર્થમાં પરાજિત અને નિરત્તર કરીને સૂરાચાર્ય તરત જ પોતાના આવાસની તરફ રવાના થયા. રહસ્યના પ્રગટ થઈ જવાની ગ્લાનિ અને વાદમાં પરાજયના શોકથી પીડિત રાજા ભોજે તરત જ સભાને વિસર્જિત કરી દીધી અને પોતે મંત્રણાકક્ષમાં જતો રહ્યો.
આચાર્ય બૂટસરસ્વતીએ પોતાના અતિથિ (મહેમાન) સૂરાચાર્યને કહ્યું : “વિવંદ શિરોમણિ ! આપની વામિતા અને વિદ્વત્તાથી - જિનશાસનની પ્રભાવના થઈ છે, તેનું સન્માન વધ્યું છે, એ વાતની તો મને ખૂબ સુખાનુભૂતિ થઈ રહી છે, પરંતુ હવે આપનું જીવન સંકટમાં છે. આપની નજીક દેખાતા મૃત્યુની આશંકાથી મને ખૂબ દુ:ખ થાય છે. કેમકે રાજા ભોજ ખરેખરમાં પોતાની સભાને જીતી લેનાર વિદ્વાનને પોતાના સ્વભાવ અનુસાર ગમે તે રીતે (યેન-કેન-પ્રકારેણ) મરાવડાવી જ દે છે.”
સૂરાચાર્યે બૂટસરસ્વતીને આશ્વાસન આપતાં કહ્યું : “આપ કોઈ પણ વાતની ચિંતા કરશો નહિ. હું આ અચાનક આવી પડેલા જીવન સંકટથી આત્મરક્ષા કરી લઈશ.”
તે જ સમયે મહાકવિ ધનપાલ દ્વારા મોકલવામાં આવેલ તેમનો એક ભરોસાપાત્ર પુરુષ મઠમાં આવ્યો અને તેણે સૂરાચાર્યને પોતાના સ્વામીનો સંદેશો સંભળાવતા કહ્યું : “પૂજ્યવર ! આપ પૂર્ણતઃ ગુપ્તરૂપમાં જલદીથી મારા ઘરે આવી જાઓ. આ રાજાનો કોઈ ભરોસો નથી. મારે ત્યાં આવી ગયા પછી આપે કંઈ કરવાનું રહેશે નહિ. જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) દB૬૩ ૬૩૬9696969696969 ૨૫૫
Page #265
--------------------------------------------------------------------------
________________
હું પોતે જ સંપૂર્ણ યોગ્ય વ્યવસ્થા કરી દઈશ અને આપને સકુશળ અને સુખપૂર્ણક ગુર્જરભૂમિમાં પહોંચાડી દઈશ.” પોતાના સ્વામીનો આ સંદેશ સંભળાવીને ધનપાલનો તે વિશ્વાસપાત્ર માણસ તરત જ પોતાના સ્વામી પાસે પાછો ફરી ગયો.
વહેલી સવારે સૂર્યોદયથી પહેલાં જ માલવસેનાના ઘોડેસવારોએ સૂરાચાર્યનું નિવાસસ્થાન બનેલા તે સમગ્ર મઠને ચારે બાજુથી ઘેરી લીધો. તેનો નાયક બૂટસરસ્વતીની પાસે આવીને કહેવા લાગ્યો : “આપ લોકોને માલવેશ્વર મહારાજ ભોજ ખુશ થઈને જયપત્ર પ્રદાન કરવાના છે, માટે પ્રતિવાદીને પરાજિત કરી દેનારા અમારા અતિથિ સૂરાચાર્યને રાજસભામાં મોકલો.” બૂટસરસ્વતીએ પોતાની ચિંતાને અંતરમનમાં છુપાવતા કહ્યું : “જરૂર ! એમ જ કરીશ.'
બપોરના સૂરાચાર્યે એક વયોવૃદ્ધ સાધુની મેલી, ફાટેલી ચાદર ઓઢીને વેશ પરિવર્તન કર્યો અને ઘોડેસવારોને ચકમો (થાપ) આપીને મઠની બહાર નીકળી ગયા અને સીધા ધનપાલ કવીશ્વરના ઘરે પહોંચ્યા. તેમને જોતાં જ કવિ ધનપાલની ખુશીનો પાર ન રહ્યો.
કવિ ધનપાલે ગુર્જરભૂમિ તરફ રવાના થનાર, સમુદ્દત તાંબૂલપત્રના કેટલાક મોટા વેપારીઓને પોતાને ત્યાં આમંત્રિત કર્યા. તેમને ભોજન-પાન વગેરેથી સન્માનિત કરી કવિ ધનપાલે તેમને કહ્યું : “આપ લોકો હમણાં તાંબૂલપત્રથી ભરેલાં આપનાં ગાડાંઓના સમૂહની સાથે ગુર્જરભૂમિની તરફ પ્રયાણ કરી રહ્યા છે. મારા એક ભાઈને પણ મહેરબાની કરીને આપની સાથે લેતા જાઓ અને તેમને સકુશળ અણહિલપુર-પાટણ પહોંચાડી દેજો.”
તાંબૂલપત્રના વેપારીઓએ કવિ ધનપાલનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. મહાકવિ ધનપાલે તે વેપારીઓને ૧૦૦ સોનામહોરો ભેટમાં આપી. વેપારીઓએ પાનની પેટીઓની વચ્ચે એક ગાડામાં સૂરાચાર્યને બેસાડી દીધા. વેપારીઓનાં ગાડાંઓનો સમૂહ ગુર્જરભૂમિ તરફ તે જ સમયે રવાના થઈ ગયો. ગાડાંઓને ખેંચવાવાળા પુષ્ટ (શક્તિશાળી) આખલા દ્રુતગતિથી ગુર્જરભૂમિ તરફ વધવા લાગ્યા.
સૂરાચાર્ય સકુશળ અણહિલપુર-પાટણ પહોંચી ગયા. આચાર્ય દ્રોણ અને રાજા ભીમ બંને ખૂબ જ ખુશ થયા. ગુર્જરાધીશ ભીમ, સૂરાચાર્ય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૫૬ ૩૦
Page #266
--------------------------------------------------------------------------
________________
પાસેથી માલવામાં થયેલ ઘટનાનું વર્ણન સાંભળીને હર્ષાતિરેકથી બોલી ઊડ્યા : “મારા ભાઈએ ભોજને જીતી લીધો છે; હવે મારે તેને જીતવાની કોઈ જરૂરત રહેતી નથી.”
સૂરાચાર્યે ભગવાન ઋષભદેવ અને નેમિનાથ પર દિસંધાન કાવ્ય અને નેમિચરિત મહાકાવ્યની રચના કરી. તેમણે પોતાના ગુરુની સામે તે બધા દોષોની આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું, જે દોષ તેમને માલવ રાજ્યની યાત્રાના સમયે લાગ્યા હતા.
દ્રોણાચાર્યે અંતમાં સમસ્ત પાપોની આલોચના કરીને સંલેખનાપૂર્વક સ્વર્ગગમન કર્યું. આચાર્ય દ્રોણસૂરિ પછી અનેક વર્ષો સુધી સૂરાચાર્ય જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા ને પોતાના જીવનના અંતિમ સમયમાં તેમણે તમામ પ્રકારના આહાર-પાણી વગેરેનો ત્યાગ કરી આજીવન અનશન (સંથારો) અંગીકાર કર્યા. તે સંથારો ૩૫ દિવસ સુધી ચાલ્યો ને અંતમાં આત્મચિંતન કરતા-કરતા તેઓ સ્વર્ગસ્થ થયા. | વિક્રમની અગિયારમી સદીના જૈનજગતના ગણ્યમાન્ય (અગ્રગણ્ય) ઉચ્ચ કોટિના વિદ્વાનો, કવિઓ અને પ્રભાવક શ્રમણવરોમાં સૂરાચાર્યનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
(વાદી વેતાલ શાંતિસર ) વિક્રમની અગિયારમી સદીમાં થારપ્રદ-ગચ્છમાં શાંતિસૂરિ નામના એક પ્રભાવક આચાર્ય થઈ ગયા. જાલોર જિલ્લામાં આવેલ રાયસણ ગામના એક જિનમંદિરમાં ઉપલબ્ધ વિ. સં. ૧૦૮૪ના શિલાલેખથી અનુમાન કરવામાં આવેલ છે કે તેમનું બીજું નામ કદાચ શાંતિભદ્રસૂરિ હતું.
તેમની “જીવ-વિચાર પ્રકરણ” અને “ઉત્તરાધ્યયન ટીકા' - આ બે રચનાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ બંને રચનાઓના અભ્યાસથી એ સ્પષ્ટરૂપે પ્રગટ થાય છે કે શ્રી શાંતિસૂરિ પ્રાકૃત તથા સંસ્કૃત બંને ભાષાઓના પ્રકાંડ પંડિત હતા અને તેમનું સૈદ્ધાંતિક જ્ઞાન ઊંડું અને તલસ્પર્શી હતું.
. પ્રભાવક ચરિત્ર અનુસાર ઉન્નતાયુ નામના ગામના શ્રીમાલવંશીય શ્રેષ્ઠી ધનદેવની ધર્મપત્ની ધનશ્રીની કૂખેથી શાંતિસૂરિનો જન્મ થયો. ઉન્નતાયુ ગામ ગુજરાત પ્રાંતની તે સમયની રાજધાની અણહિલપુરજિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 293969696969696969). ૨૫૦
Page #267
--------------------------------------------------------------------------
________________
પાટણની પશ્ચિમમાં વસેલું હતું. જે સમયે શાંતિસૂરિનો જન્મ થયો, તે સમયે ગુજરાતના મહાપ્રતાપી રાજા ભીમ અણહિલપુર-પાટણમાં ગુજરાતના રાજસિંહાસન પર વિરાજમાન હતા. તે સમયે થારપ્રદગચ્છના આચાર્ય વિજયસૂરિની કીર્તિ દિગ્દિગંતમાં ફેલાઈ રહી હતી.
શ્રેષ્ઠીવર ધનદેવે પોતાના પુત્રનું નામ ભીમ રાખ્યું. એક વખત વિજયસિંહસૂરિ ગ્રામાનુગ્રામ વિચરણ કરતા-કરતા ઉન્નતાયુ ગામમાં આવ્યા. તેમણે ત્યાં અનેક શુભ લક્ષણોથી સંપન્ન આજાનુભુજ બાળક ભીમને જોયો. બાળક ભીમનાં અસાધારણ શુભ લક્ષણોને જોઈને વિજયસિંહ આચાર્યે અનુભવ્યું કે - “આ બાળક સમય આવ્યે ધર્મસંઘના સંચાલનના મહત્તમ ભારને વહન કરવામાં (ઊંચકવામાં) સક્ષમ અને જિનશાસનનો ઉન્નાયક થશે.”
આચાર્ય વિજયસિંહ શ્રેષ્ઠી ધનદેવના ઘરે ગયા અને તેમને ધનદેવ પાસે તેના પુત્ર ભીમની માગણી કરી. ધનદેવે આને પોતાનું સૌભાગ્ય માનીને હર્ષાવિત થઈને (હરખઘેલા થઈને) પોતાના પુત્ર ભીમને આચાર્યશ્રીનાં શ્રીચરણોમાં સમર્પિત કરી દીધો.
વિજયસિંહાચાર્યે પ્રતિભાશાળી બાળક ભીમને બધી રીતનું યોગ્ય શિક્ષણ આપ્યું. સુયોગ્ય થવાથી ભીમને શ્રમણધર્મમાં દીક્ષિત કર્યો અને તેનું નામ શાંતિમુનિ રાખ્યું. શાંતિમુનિએ નિષ્ઠાની સાથે શાસ્ત્રોનું અધ્યયન કરવાનો પ્રારંભ કર્યો અને ક્રમશઃ તેમણે બધી કળાઓ, વિદ્યાઓ અને આગમોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેમનામાં નિષ્ણાતતા પ્રાપ્ત કરી.
આચાર્ય વિજયસિંહે પોતાના સુયોગ્ય શિષ્ય શાંતિમુનિને બધી વિદ્યાઓમાં પારંગત અને સંઘભારને વહન કરવામાં પૂર્ણતઃ સક્ષમ સમજીને તેમને શુભ મુહૂર્તમાં આચાર્યપદ પ્રદાન કર્યું. પોતાના સુયોગ્ય ઉત્તરાધિકારીને પોતાના ગચ્છનો ભાર સંભળાવીને વિજયસિંહસૂરિએ સંલેખના અને અનશનપૂર્વક આયુષ્ય પૂરું કરીને સ્વર્ગારોહણ કર્યું. - આચાર્ય શાંતિસૂરિએ અનેક પ્રતિવાદીઓને પરાજિત કરીને પોતાના ગચ્છની પ્રતિષ્ઠામાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ કરી. તેમની કીર્તિ દિગ્દિગંતમાં પ્રસરવા લાગી. અણહિલપુર-પાટણમાં મહારાજા ભીમની રાજસભામાં તેમને કવીન્દ્રનું પદ આપવામાં આવ્યું. તે સમયના ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં તેમની ગણના થવા લાગી. ૨૫૮ 2696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #268
--------------------------------------------------------------------------
________________
શાંતિપૂરિના આચાર્યકાળમાં અવંતિ પ્રદેશમાં ધનપાલ નામના એક વિખ્યાત કવિ રહેતા હતા. અને તે જ પ્રદેશમાં આચાર્ય મહેન્દ્રસૂરિ વિચરણ કરી રહ્યા હતા. મહેન્દ્રાચાર્યના આદેશ અનુસાર તેમના શિષ્યોએ ધનપાલને એક પ્રસંગે એ પ્રત્યક્ષ બતાવ્યું કે દહીંમાં બે દિવસ પછી જીવ ઉત્પન્ન થઈ જાય છે. આ ઘટના પછી કવિ ધનપાલ મહેન્દ્રાચાર્યની સેવામાં ઉપસ્થિત થયા ને તેમના ઉપદેશથી પ્રતિબોધિત થઈને તે દેઢ સમ્યકત્વ બન્યા. સમ્યકત્વ ગ્રહણ કર્યા પછી ધનપાલે “તિલકમંજરી' નામના ગ્રંથની રચના કરી. રચના સંપન્ન થઈ ગયા પછી ધનપાલે શાંતિસૂરિ પાસે તે ગ્રંથનું શોધન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
ધનપાલે અણહિલપુર જઈને શાંતિસૂરિને ઉજ્જયિની પધારવા માટેની પ્રાર્થના કરી. ધનપાલની પ્રાર્થના સ્વીકારીને શાંતિસૂરિ માલવ પ્રદેશ પધાર્યા. માલવ પ્રદેશમાં તેમણે ૮૪ પ્રતિવાદીઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. ધારાધીશે આચાર્ય શાંતિસૂરિની અપ્રતિમ વાદ-પ્રતિભા, વાગુમિતા અને પ્રકાંડ પાંડિત્યથી પ્રભાવિત થઈને પોતાની રાજસભામાં તેમને “વાદીતાલ'ની ઉપાધિથી અલંકૃત કર્યા અને ગુજરાત પ્રદેશમાં અનેક સ્થળોએ ચૈત્યોના નિર્માણ માટે અઢળક ધનરાશિની વ્યવસ્થા કરી. કવિ ધનપાલ દ્વારા રચિત “તિલકમંજરી'નું સંશોધન કરવા માટે ધારાપતિએ શાંતિસૂરિને વિનંતી કરી. આથી આચાર્ય શાંતિસૂરિએ તિલકમંજરીનું શોધન અને પરિમાર્જન કર્યું. શાંતિસૂરિ દ્વારા સંશોધિત તિલકમંજરીને જોઈને રાજા ભોજ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે ચૈત્યોના નિર્માણ માટે ૧૨ લાખ મુદ્રાઓ આપી.
માલવ પ્રદેશમાં જિનશાસનની કીર્તિ પતાકા ફરકાવ્યા બાદ વાદીવૈતાલ બિરુદધારી શાંતિસૂરિ ગુજરાત પ્રાંતમાં પાછા ફર્યા અને પાટણ નગરમાં પધાર્યા. પાટણ પહોંચ્યા બાદ શાંતિસૂરિએ પોતાના શિષ્યો પાસેથી સાંભળ્યું કે - “શ્રેષ્ઠી જિનદેવના પુત્ર પદ્મને સાપે દંશ દીધો છે અને તેને જમીનમાં દાટી પણ દીધો છે' આ વૃત્તાંત સાંભળીને શાંતિસૂરિ જિનદેવના ઘરે ગયા અને કહ્યું કે - “એક વાર સાપે ડસેલા પદ્મને તેમને બતાવવામાં આવે.” તે બધા સ્મશાનભૂમિએ ગયા. ત્યાં ખાડામાંથી કાઢીને પદ્મનું શરીર તેમણે શાંતિસૂરિને બતાવ્યું. શાતસૂરિએ અમૃતતત્ત્વનું સ્મરણ કરીને પદ્મના શરીરને સ્પર્શ કર્યો. શાંતિસૂરિના સ્પર્શમાત્રથી સાપનું ઝેર નષ્ટ થઈ ગયું ને તરત પા ઊઠીને બેઠો થઈ ગયો. જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 966969696969696969696ી ૨૫૯ |
Page #269
--------------------------------------------------------------------------
________________
જિનદેવના હરખનો પાર ન રહ્યો. આ ઘટનાથી સમસ્ત ગુજરાત પ્રાંત અને દિદિગંતમાં ધર્મની ખૂબ પ્રભાવના થઈ.
આ પ્રમાણે ઘણાં વર્ષો સુધી જિનશાસનની ચમુખી અભિવૃદ્ધિ કર્યા પછી પોતાના આયુષ્યનું અવસાન નજીક જોઈને શાંતિસૂરિએ, વીરસૂરિ, શીલભદ્રસૂરિ અને સર્વદેવસૂરિ આ ત્રણ વિદ્વાન મુનિઓને પોતાના ઉત્તરાધિકારીના રૂપે આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યાર બાદ તેમણે સાઢ નામના શ્રાવક સાથે ઉજ્જયંત પર્વતની તરફ પ્રયાણ કર્યું. ઉજ્જયંત ગિરિ પર પહોંચીને તેમણે સંલેખનાપૂર્વક અનશન કર્યું. ૨૫ દિવસના અનશન પછી તેમણે વિક્રમ સં. ૧૦૯૬માં કાર્તિક શુકલા નવમી (કારતક સુદ નોમ)ના દિવસે સ્વર્ગારોહણ કર્યું.
‘તપાગચ્છ પટ્ટાવલી’માં ‘પ્રભાવક ચરિત્ર’ના ઉપર વર્ણિત ઉલ્લેખથી થોડા ભિન્ન પ્રકારનો ઉલ્લેખ થયેલો છે. તપાગચ્છ પટ્ટાવલીમાં બતાવવામાં આવ્યું છે કે - ‘વિ. સં. ૧૦૯૭માં થયેલ ધૂલકોટના . પતન સંબંધમાં શાંતિસૂરિએ થોડા દિવસો પહેલાં જ ભવિષ્યવાણી કરીને ૭૦૦ શ્રીમાળી પરિવારોને મોતના મુખેથી બચાવી લીધા. ત્યાર બાદ વિક્રમ સં. ૧૧૧૧માં કાનોડમાં તેમનું સ્વર્ગગમન થયું.’
આચાર્ય અજ્જણંદિ (આર્યનંદી)
વિક્રમની આઠમી-નવમી સદીમાં અજ્જણદિ નામના એક મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય થઈ ગયા છે. જેમણે તમિલભાષી પ્રદેશમાં લુપ્તપ્રાય થયેલ જિનશાસનને પુનર્જીવિત કર્યું. ઈસાની સાતમી સદીમાં તિરુજ્ઞાનસંબંધર, તિરુઅપ્પર વગેરે શૈવસંતો દ્વારા દક્ષિણમાં જૈનધર્માવલંબીઓ પર જે રૂંવાડાં ઊભાં કરી દે તેવા અત્યાચાર કરાવવામાં આવ્યા, તેના પરિણામે જૈન ધર્મ અનેક તમિલભાષી ક્ષેત્રોમાં લુપ્તપ્રાપ થઈ ગયો હતો.
જ્ઞાનસંબંધર વગેરે અનેક શૈવસંતો દ્વારા ચારેય બાજુ જૈનો અને બૌદ્ધોના વિરુદ્ધમાં જોરદાર પ્રચાર કરવામાં આવ્યો. સામૂહિક પ્રયાસો દ્વારા જૈનશ્રમણો અને જૈનધર્માવલંબીઓ પ્રત્યે ઘર-ઘર અને નગર-નગરમાં ઘૃણાનો પ્રચાર કરવામાં આવ્યો. પરિણામે લગભગ અડધી સદી સુધી કેટલાક કટ્ટરપંથી ક્ષેત્રોમાં જૈન શ્રમણોનું વિચરણ ન થઈ શક્યું. આ પ્રકારની સંકટની ઘડીઓમાં આચાર્ય અજ્જણંદિએ ખૂબ સાહસની સાથે તે ક્ષેત્રોમાં જૈન ધર્મની પ્રતિષ્ઠાને પુનર્સ્થાપિત કરવાનું બીડું ઉઠાવ્યું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૬૦ ૦૦
Page #270
--------------------------------------------------------------------------
________________
અજ્જણંદિએ તમિલનાડુના તે પ્રદેશોમાં ફરી-ફરીને જૈન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાની શરૂઆત કરી. જૈન-ધર્માવલંબીઓમાં જે ઘોર નિરાશા વર્ષોથી વ્યાપેલી હતી, તેને અજ્જણંદિએ પોતાના ઉપદેશોથી દૂર કરી નવી આશાનો સંચાર કર્યો. તેમણે તમિલનાડુના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી સમુદ્રીય તટ સહિત બધાં ક્ષેત્રોમાં ફરી ફરીને જૈન ધર્મનો પ્રચાર કર્યો.
અજ્જણદિએ અનેક પર્વતોની શિલાઓ ઉપર તીર્થંકરો અને તેમના યક્ષોની મૂર્તિઓ કોતરાવી. ધર્મપ્રચારના આ કાર્યમાં તેમણે અનેક પ્રકારનાં કષ્ટ અને વિઘ્ન-બાધાઓને સમભાવથી સહન કર્યા. એકદમ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આચાર્ય અજ્જણંદિએ તમિલનાડુના નિરાશ જૈનોમાં આશાનો સંચાર કરી જે સાહસ સાથે ત્યાં જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો, તેમની આ અમૂલ્ય જિનશાસન સેવા માટે ઇતિહાસમાં તેમનું નામ સદા-સર્વદા ગાઢ શ્રદ્ધાની સાથે યાદ કરવામાં આવશે. આચાર્ય વિધાનંદી
વી. નિ.ની ચૌદમી સદીમાં ગંગવંશીય મહારાજા શિવભાર (ઈ.સ. ૮૦૪ થી ૮૧૫) અને તેમના ભત્રીજા રાછમલ્લ-સત્યવાક્ય(ઈ.સ. ૮૬૯-૮૯૩)ના શાર્સનકાળમાં કોઈ સમયે આચાર્ય વિદ્યાનંદી નામના એક મહાન ગ્રંથકાર થયા. તેમણે નિમ્નલિખિત ગ્રંથોની રચના કરી જૈન સાહિત્યની સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરી ઃ
૧. ‘તત્ત્વાર્થશ્લોકવાર્તિક’(તત્ત્વાર્થ સૂત્ર પર વિશાળ ટીકા) ૨. અષ્ટસહસ્રી
૩. યુક્તયનુશાસનાલંકાર ૪. આપ્તપરીક્ષા
૫. પ્રમાણ પરીક્ષા
૬. પત્ર પરીક્ષા
૭. સત્યશાસન પરીક્ષા
૮. શ્રીપુર પાર્શ્વનાથ સ્તોત્ર
૯. વિદ્યાનંદ મહોદય (અનુપલબ્ધ)
તેઓ મહાન દાર્શનિક, જૈનદર્શનની સાથે-સાથે અન્ય દર્શનોના પણ પારંગત વિદ્વાન, મહાન કવિ, વ્યાખ્યાતા અને ભક્તિરસથી ઓતપ્રોત તથા તરંગિત માનસના ધણી મહાન સ્તુતિકાર પણ હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૭૭૭
૩૩ ૨૦૧
Page #271
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં સોલંકીની રાજ્યશક્તિનો ઉદય
વિક્રમની દશમી સદીના અંતિમ ભાગમાં લગભગ વિક્રમ સં. ૯૯૮ (ઈ.સ. ૯૪૧-૯૪૨, વી. નિ. સં. ૧૪૬૮)માં એક નવા સોલંકી (ચાલુક્ય) રાજશક્તિનો ઉદય થયો, જેણે લગભગ ૩૦૦ વર્ષો સુધી ગુજરાત પર અને સમયે-સમયે અનેકવાર ગુજરાતના સીમાવર્તી ભૂ-ભાગ પર શાસન કર્યું. આ રાજવંશનાં ૩૦૦ વર્ષોના શાસનકાળમાં ગુજરાત પ્રદેશની આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક બધી જ દૃષ્ટિઓથી સર્વતોન્મુખી ઉલ્લેખનીય પ્રગતિ થઈ. સોલંકી રાજવંશનો આદિ પુરુષ અને સોલંકી રાજ્યશક્તિનો સંસ્થાપક મૂળરાજ સોલંકી હતો.
ઈસાની દશમી સદીનાં ચાર ચરણોમાંથી પ્રથમ ચરણમાં જે સમયે ચાપોત્કટ-રાજવંશના સંસ્થાપક વનરાજ ચાવડાના નૃપવંશનો અંતિમ રાજા સામંતસિંહ અણહિલપુર-પાટણના રાજસિંહાસન પર આસીન હતો, તે સમયે રાજી, બીજ અને દંડક નામના ત્રણ ક્ષત્રિય કિશોર પોતાના ઘરેથી સોમનાથની યાત્રા માટે રવાના થયા. સોમનાથની યાત્રા પછી પોતાના ઘરે પાછા ફરતી વખતે તેઓ અણહિલપુર-પાટણમાં રોકાયા. જ્યારે તેમણે સાંભળ્યું કે - ‘તહેવારના ઉપલક્ષ્યમાં રાજકીય ઠાઠ-બાટની સાથે ઘોડેબાજીની કલાનું પ્રદર્શન થઈ રહ્યું છે,' તો તે ત્રણે ભાઈઓ ગુજરાતની અશ્વારોહણ કળા જોવા માટે મેળામાં પહોંચી ગયા. ત્યાં મહારાજ સામંતસિંહના કહેવાથી રાજીએ ઘોડેસવારીની કળાનું પ્રદર્શન કરી બતાવ્યું. અપૂર્વ અદ્ભુત અશ્વારોહણ, અશ્વ દ્વારા પોતાના સવારના મનને લોભાવી દેનારી કમનીય કળાઓને જોઈને રાજા, રાજપરિવાર અને પ્રજા તમામ દર્શકવર્ગ ઝૂમી ઊઠ્યો અને રાજીને અભિનંદન આપવા લાગ્યા. સમારોહની સમાપ્તિ પર સામંતસિંહ ત્રણે ક્ષત્રિયકુમારોને પોતાની સાથે રાજમહેલમાં લઈ ગયો અને પોતાની પાસે જ રાખવા લાગ્યો.
રાજીના ક્ષત્રિયોચિત ગુણોથી રાજા, રાજ પરિવાર અને રાજમંત્રીઓ વગેરેને વિશ્વાસ થઈ ગયો કે, આ ઉચ્ચકુલીન ભુયડરાજવંશીય મુંજાલદેવના રાજકુમાર છે. આ વિશ્વાસથી સામંતસિંહની બહેન રાજકુમારી લીલાદેવીની સાથે તેનું લગ્ન કરી દેવામાં આવ્યું. રાજ જમાઈ રાજી સુખપૂર્વક અણહિલપુર-પાટણના રાજમહેલોમાં રહેવા લાગ્યો. સમય જતાં લીલાદેવી ગર્ભવતી થઈ. પ્રસૂતિકાળ આવવાથી પ્રસૂતિ પહેલાં
૨૦૨૭૭ ૬૭૩૭૬૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #272
--------------------------------------------------------------------------
________________
જ લીલાદેવીનું અચાનક મૃત્યુ થઈ ગયું. નિપ્રાણ ગર્ભવતી લીલાદેવીના પેટને ચીરીને તરત જ ગર્ભસ્થ બાળકને જીવતો બહાર કાઢી લેવામાં આવ્યો. ઊગેલા સૂર્ય સમાન બાળકને જોઈને શોકસાગરમાં ડૂબેલા રાજપરિવારને આશાનું એક કિરણ મળ્યું.
બાળકનો જન્મ મૂળા નક્ષત્રમાં થયો હતો; આથી તેનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું. ચાપોત્કટ રાજા સામંતસિંહે પોતાના ભાણેજ મૂળરાજનું ખૂબ લાડ-દુલારથી પુત્રની જેમ લાલન-પાલન કર્યું. શિક્ષાયોગ્ય વયમાં તેને રાજકુમારોચિત બધી વિદ્યાઓની સુયોગ્ય વિદ્યા વિશારદો દ્વારા શિક્ષા અપાવડાવી. કિશોરવયમાં પ્રવેશ કરતાં જ સાહસપુંજ મૂળરાજ પોતાના મામા સામંતસિંહને રાજકાર્યોમાં મદદ કરવા લાગ્યો. યુવાવયમાં પ્રવેશ કરતા-કરતા તો મૂળરાજે અનેક સાહસિક કામ કરીને અણહિલપુરપાટણ રાજ્યની સીમાઓનો વિસ્તાર કરવાનો પ્રારંભ કરી દીધો અને તેનાં અદ્ભુત પરાક્રમોની ખ્યાતિ ચારે તરફ ફેલાઈ ગઈ.
સામંતસિંહ સુરાપાન(દારૂ પીવો)ના વ્યસનમાં ગળાડૂબ ડૂબેલો હતો. પોતાના ભાણેજ મૂળરાજ દ્વારા તેની નાની વયમાં જ કરવામાં આવી રહેલી પોતાના રાજ્યની અભિવૃદ્ધિનાં શૌર્યપૂર્ણ સાહસિક કાર્યોથી સામંતસિંહ ફૂલ્યો નહોતો સમાતો. દારૂના નશામાં તે મૂળરાજને પોતાના રાજસિંહાસન પર બેસાડતો અને કહેતો : “વત્સ ! આજથી આ રાજ્યનો તું જ સ્વામી છે. મેં આ આખું રાજ્ય તને આપી દીધું છે.”
જ્યારે દારૂનો નશો ઊતરવા લાગતો ત્યારે સામંતસિંહ પોતાના ભાણેજ મૂળરાજનો હાથ પકડીને રાજસિંહાસન પરથી ઉતારી દેતો અને પોતાના અનુચરો વગેરે સામે તેનો તિરસ્કાર કરતા કહેતો : “આઘો થા અહીંથી, આયો છે મોટો રાજા બનવાવાળો. મારી કૃપાથી ઉછરેલો છોકરો રાજસિંહાસન પર બેઠો છે.” - આ સામંતસિંહનું લગભગ રોજનું કામ હતું. નશો ચઢતાં જ મૂળરાજને સિંહાસન પર બેસાડી દેતો. તેને હાથ જોડીને “રાજધિરાજ'ના સંબોધનથી સંબોધિત કરતા પૂરું સન્માન દર્શાવતો. પોતાના પરિજનો, રાજ્યાધિકારીઓ અને મંત્રીઓ સુધ્ધાં બધાને કહેતો : “આ નરશાર્દૂલ મારો ભાણેજ તમારો, મારો અને આપણા સૌનો રાજરાજેશ્વર છે, તેની દરેક આજ્ઞાનું પાલન કરો.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 36369696969696969696963 ૨૬૩]
Page #273
--------------------------------------------------------------------------
________________
દારૂના નશાનો પ્રભાવ ઓછો થતાં જ સામંતસિંહ બધાની સામે તેનો તિરસ્કાર કરતો. સામંતસિંહની આ પ્રમાણેની માન ને અપમાનવાળી વાત દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ. આ પ્રકારના અપમાનજનક પ્રસંગોથી બચીને રહેવાનો સ્વાભિમાની મૂળરાજ અનેકવાર પ્રયત્ન કરતો, પરંતુ મદ્યપાનથી ઉન્મત્ત સામંતસિંહ તેના પગે પડી જતો, સ્નેહ પ્રદર્શિત કરતો અને સોગંદ સુધ્ધાં ખાતો કે - “હવે એક વાર રાજસિંહાસન પર તેને આસીન કરીને સદા તેને પોતાનો રાજા જ માનતો રહેશે, ભવિષ્યમાં ક્યારેય તેનો તિરસ્કાર નહિ કરે. પરંતુ બધા સોગંદ, બધી પ્રતિજ્ઞાઓ ક્ષણવારમાં જ કપૂરની જેમ ઊડી જતી. - રોજ રાત્રે પોતાના મામા દ્વારા કરવામાં આવતા આ પ્રકારના હાસ્યાસ્પદ અને અપમાનજનક વ્યવહારથી મૂળરાજ મનમાં ને મનમાં દુઃખી હતો. આ બાજુ મંત્રીગણ, સેનાનાયક, સૈનિક અને પ્રજાજન બધાં મૂળરાજના શૌર્યશાળી સાહસિક વિજય-અભિયાનોથી પૂરી રીતે પ્રભાવિત હતા. એ જ કારણ હતું કે મૂળરાજ અલ્પ સમયમાં જ ખૂબ લોકપ્રિય થઈ ગયો. તેના પ્રત્યે જનમાનસમાં ઊંડો સદ્ભાવ હતો. પ્રજાજનોના પ્રિય અને શ્રદ્ધાપાત્ર મૂળરાજ પ્રત્યે સામંતસિંહના આ પ્રકારના અશોભનીય વ્યવહારથી બધા લોકો અપ્રસન્ન હતા. પ્રજાજનોમાં સામંતસિંહ દ્વારા દરરોજ મૂળરાજ પ્રત્યે કરવામાં આવતા આ પ્રકારના માનપમાનનો ખૂબ ઉપહાસ કરવામાં આવતો હતો.
આખરે મૂળરાજના શુભચિંતકોએ અને મૂળરાજે આ પ્રકારની હાસ્યાસ્પદ અને અપમાનજનક સ્થિતિનો હંમેશાંને માટે અંત લાવવાનો અતિ દઢ નિશ્ચય કર્યો. - હંમેશાની જેમ દારૂના નશામાં ઉન્મત્ત થયેલા અણહિલપુર પટ્ટણાધિપતિ સામંતસિંહે અષાઢ સુદ પૂનમની શુભ રાત્રિમાં મૂળરાજને પોતાના સિંહાસન પર એક મોટા સમારોહ સાથે અભિષિક્ત કર્યો. તેણે પોતે
અણહિલપુર પટ્ટણાધિપતિ મૂલરાજની જય હોના જયઘોષ કર્યા. થોડા સમય સુધી તે બંને હાથ જોડીને મૂળરાજની સામે એક આજ્ઞાકારી સામંતની જેમ ઊભો રહ્યો. આ પ્રમાણે છકેલી હાલતમાં સામંતસિંહે પોતાની “રાજદાન'ની પહેલી ધૂન તો પૂરી કરી લીધી, પરંતુ અડધી રાતે હંમેશાંની જેમ મૂળરાજનો ઉપહાસ કરવાની ધૂન તેના માથા પર સવાર ૨૬૪ 96969696969696969696969] જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
Page #274
--------------------------------------------------------------------------
________________
થઈ. મૂળરાજને ધક્કો મારીને રાજસિંહાસન પરથી ઉતારી દેવા માટે જેવો તે આગળ વધ્યો કે મૂળરાજ પ્રત્યે સ્વામીભક્તિના શપથ લીધેલા સેનાની અને સેવકોએ સામંતસિંહને બંદી બનાવી લીધો. પૂર્વ નિયોજિત કાર્યક્રમાનુસાર મંત્રીઓ, સેનાનીઓ અને ગણગામ્ય નાગરિકોએ મૂળરાજનો રાત્રિના દ્વિતીય પ્રહરની સમાપ્તિની વેળામાં અણહિલપુર-પાટણના રાજસિંહાસન પર વિધિવત્ અભિષેક કર્યો. આ પ્રમાણે વનરાજ ચાવડા દ્વારા વિ. સં. ૮૦૨માં સંસ્થાપિત ચાપોત્કટ રાજવંશના અણહિલપુર-પાટણના રાજ્ય પર વિ. સં. ૯૯૮માં સોલંકી મૂળરાજનો અધિકાર થઈ ગયો. આ મૂળરાજ, સોલંકી (ચાલુક્ય) રાજવંશનો સંસ્થાપક બન્યો.
ઐતિહાસિક તથ્યોની પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી એ સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે કે મૂળરાજને ચાપોત્કટ રાજાએ સ્વેચ્છાથી અથવા શાંતિપૂર્વક પોતાનું રાજ્ય નહોતું આપ્યું, પરંતુ મૂળરાજે પોતાના બાહુબળ અથવા બુદ્ધિના બળે તેના પર જબરદસ્તીથી અધિકાર કર્યો હતો.
‘પ્રબંધ-ચિંતામણિ’ અનુસાર મૂળરાજે રાજસિંહાસન પર બેસતા પહેલાં જ અને અન્ય અનેક પુષ્ટ પ્રમાણો મુજબ રાજસિંહાસન પર બિરાજમાન થતાંની સાથે પાટણ રાજ્યનો વિસ્તાર કરવાની શરૂઆત કરી દીધી.
મૂળરાજના સિંહાસન પર આરૂઢ થતાં જ શાકંભરી સપાદલક્ષના રાજા વિગ્રહરાજે એક મોટી સેના લઈને મૂળરાજ પર આક્રમણ કર્યું. તે જ સમયે લાટ રાજ્યના શક્તિશાળી પશ્ચિમી ચાલુક્યવંશી રાજા બરપા(ગોગિરાજના પિતા)એ પણ પાટણ રાજ્ય પર આક્રમણ કરી દીધું. ‘પૃથ્વીરાજ રાસો'ના ઉલ્લેખાનુસાર મૂળરાજે પોતાના મંત્રીઓની સલાહથી કન્યાદુર્ગમાં આશ્રય લીધો. ‘મેરુત્તુંગ' મુજબ મંત્રીઓએ મૂળરાજને કહ્યું કે - “શાકંભરીનરેશ આસો માસની નવરાત્રિના પ્રસંગે પોતાની આરાધ્ય દેવીની ઉપાસના કરવા માટે શાકંભરી પાછો ફરી જશે. તેના જવાથી કિલ્લામાંથી બહાર નીકળીને લાટરાજ બરપા પર આક્રમણ કરવામાં આવે.’’
શાકંભરીરાજ વિગ્રહરાજને કોઈક રીતે આ વાતની ખબર મળી ગઈ. તેણે પોતાની આરાધ્ય દેવીની મૂર્તિને શાકંભરીથી મંગાવીને પોતાના સૈનિક શિબિરમાં જ શાકંભરીની રચના કરી, ત્યાં પોતાની આરાધ્યદેવીની ઉપાસના કરવાનો નિર્ણય કરી લીધો.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૐ
૨૬૫
Page #275
--------------------------------------------------------------------------
________________
મૂળરાજને જાણ થઈ કે - “વિગ્રહરાજ શાકંભરી પાછો નહિ ફરે તો તેણે, ૪000 સૈનિકોને આદેશ આપ્યો કે - “તેઓ રાત્રિના સમયમાં ગુપ્તરૂપે વિગ્રહરાજની સૈન્ય છાવણીની ચારે બાજુ થોડા અંતરે સતર્ક રહે.” પોતાના ચુનંદા સૈનિકોને આ પ્રમાણે આદેશ આપીને મૂળરાજ, એક સો કોસ પલ્લાની અર્થાત્ વગર વિશ્રામ કર્યો દોડતા-દોડતા સો કોસની દૂરી પાર કરીને પોતાના લક્ષ્યવાળા સ્થળે પહોંચી જવાની અદ્ભુત ક્ષમતા ધરાવતી સાંઢણી (ઊંટડી) પર સવાર થઈને તે પોતે એકલો જ શત્રુની સૈનિક છાવણીમાં દાખલ થઈને વિગ્રહરાજની પાસે જઈ ચડ્યો. તેણે વિગ્રહરાજને કહ્યું: “હું મૂળરાજ છું, તમને એ કહેવા આવ્યો છું કે જ્યાં સુધી હું લાટના રાજાને હરાવી ન દઉં, ત્યાં સુધી તો મારા રાજ્યની રાજધાની તરફ આંખ પણ ન ઉઠાવતા. આ વાત તમને સ્વીકાર હોય તો ઠીક છે, નહિ તો મારી સેના તમારી છાવણીને ચારે બાજુથી ઘેરો નાખીને મારા ઇશારાની રાહ જોઈને ઊભી છે.”
વિગ્રહરાજે આશ્ચર્યભર્યા સ્વરમાં કહ્યું: “તમે મૂળરાજ છો? હું તમારા અદ્ભુત સાહસ અને અલૌકિક શૌર્ય પર મુગ્ધ છું. તમે એક રાજ્યના માલિક થઈને પણ એક સામાન્ય સૈનિકની જેમ શત્રની સૈનિક છાવણીમાં પ્રવિષ્ટ થઈ ગયા છો. તમારી આ શૂરવીરતાએ મને એવો પ્રભાવિત કર્યો છે કે – “હું જીવનભર તમારા જેવા શૂરવીરની સાથે મિત્રતા રાખવાનો ઇચ્છુક થઈ ગયો છું. આવો ! આપણે બંને સાથે બેસીને ભોજન કરીએ.”
મૂળરાજે ભોજનના નિમંત્રણનો અસ્વીકાર કરતાં કહ્યું - “મારે આ જ સમયે લાટની સેનાઓ ઉપર આક્રમણ કરવાનું છે.” તે તરત જ પોતાની સાંઢણી પર સવાર થઈ ગયો. પોતાની સેના સાથે લાટરાજ બરપાની સૈનિક છાવણી તરફ પવનવેગે આગળ વધતાં મૂળરાજે તેની ઉપર ભયંકર આક્રમણ કરી દીધું. શત્રુસેનાનો સંહાર કરતા-કરતા મૂળરાજ બરપાની તરફ આગળ વધ્યો અને ભાલાના એક જોરદાર પ્રહારથી બરપાનો પ્રાણાંત કરી તેને ધરાશાયી કરી દીધો, લાટ રાજયની સેનાને હરાવીને તેના દશ હજાર ઘોડા અને ગજસેનાને લઈને મૂળરાજ પાટણની તરફ રવાના થયો.
મૂળરાજના આ વિજયના સમાચાર સાંભળતાં જ વિગ્રહરાજ પોતાની સેના સાથે પોતાના શાકંભરી રાજ્ય તરફ પાછો ફરી ગયો. ૨૬૬ 3026333333333) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #276
--------------------------------------------------------------------------
________________
પોતાના સૈન્યબળને સુદૃઢ કર્યા બાદ મૂળરાજે એક વિશાળ અને શક્તિશાળી સેનાની સાથે સૌરાષ્ટ્રના રાજા ગ્રાહઋપુ (ગ્રાહારિ) પર આક્રમણ કરવા માટે વિજયા દશમીના દિવસે અણહિલપુર-પાટણથી પ્રસ્થાન કર્યું. જયા૨ે તે જંબુમાલી વનમાં પહોંચ્યો, તે સમયે ગ્રાહઋપુએ મૂળરાજ પાસે પોતાનો દૂત મોકલીને નિવેદન કર્યું કે - તેમના બંનેની વચ્ચે કોઈ પ્રકારની દુશ્મની નથી. માટે મૂળરાજ પોતાની સેના સાથે પોતાની રાજધાનીએ પાછો ફરી જાય.' મૂળરાજે ગ્રાહઋપુને તેના દૂતની સાથે એમ સંદેશો મોકલાવ્યો કે - ‘ગ્રાહઋપુ ખૂબ જ દુરાચારી, દુષ્ટ અને પરસ્ત્રીગામી છે. તે તીર્થયાત્રીઓને લૂંટે છે અને પવિત્ર ઉજ્જયંત પર્વત પર ચમરી ગાય વગેરે નિર્દોષ પશુઓને મારે છે. તેણે પ્રભાસ જેવા પવિત્ર તીર્થસ્થાનને નષ્ટ-ભ્રષ્ટ કર્યું છે. આ પ્રમાણેના તેનાં ખોટાં કામોના કારણે તેને ક્યારેય માફ કરી શકાય નહિ.''
પોતાના સંધિ-પ્રસ્તાવને મૂળરાજ દ્વારા ઠુકરાવી દેવાથી ગ્રાહઋપુએ યુદ્ધ માટે તૈયારીઓ શરૂ કરી દીધી. મૂળરાજે તેના પર આક્રમણ કર્યું. બંને પક્ષે અનેક રાજાઓએ યુદ્ધમાં ભાગ લીધો. અતિ ભયંકર અને લાંબા યુદ્ધમાં ગ્રાહઋપુ અને તેના પક્ષધરોની સેનાઓનો ભારે સંહાર થયો. બચેલી સેના છિન્ન-ભિન્ન થઈ રણભૂમિથી પલાયન કરવા લાગી. મૂળરાજે ગ્રાહઋપુને ઘાયલ કરીને બંદી બનાવી દીધો. મૂળરાજનો આખરે વિજય થયો. અને તેણે સમગ્ર સૌરાષ્ટ્ર મંડળ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું.
કચ્છ પ્રદેશના રાજા લક્ષે, જે પોતાના સમયનો ખૂબ શક્તિશાળી રાજા અને ગ્રાહ્યઋપુનો ખાસ મિત્ર હતો, મૂળરાજને કહ્યું કે - “તે ગ્રાહઋપુને પોતાના કેદખાનામાંથી મુક્ત કરી દે.’’ પરંતુ મૂળરાજે એમ કહીને તેનો પ્રસ્તાવ ફગાવી દીધો કે - ‘ગ્રાહઋપુ દુરાચારી, દુષ્ટ અને અત્યાચારી હોવાથી સાથે-સાથે ગૌમાંસભક્ષક છે, માટે તેને કોઈ પણ હાલતમાં માફ કરી શકાય નહિ.’
મૂળરાજ દ્વારા પોતાનો પ્રસ્તાવ ફગાવી દેવાતા કચ્છનરેશ લશે, મૂળરાજ સાથે યુદ્ધની ઘોષણા કરી દીધી. બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આખરે મૂળરાજે કુસ્તીના એક જોરદાર પ્રહારથી લક્ષને નિષ્પ્રાણ કરી ભોંયભેગો કરી દીધો. આથી લક્ષની માતાએ મૂળરાજને શ્રાપ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૬૩૬
૩૩ ૨૬૦
Page #277
--------------------------------------------------------------------------
________________
આપ્યો કે - તેને અને તેના ઉત્તરાધિકારીઓને અંત સમયમાં કુષ્ઠ રોગ (રકતપિત્ત) થશે.” આ પ્રમાણે મૂળરાજે સૌરાષ્ટ્ર અને કચ્છ આ બંને રાજ્યો પર અધિકાર કરીને પાટણ રાજ્યના પુરાતન પ્રભુત્વની પુનઃ સંસ્થાપના કરી.
મૂળરાજના શાસનકાળમાં ગુજરાતની સર્વતોભુખી પ્રગતિ થઈ. તેણે ખેતીથી સંબંધિત વેરાઓમાં ઉલ્લેખનીય કમી કરીને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો. મૂળરાજ નિષ્ઠાવાન શિવોપાસક (શિવનો ઉપાસકો હતો તથા બધા ધર્માવલંબીઓ પ્રત્યે સમભાવ અને સમાન આદર રાખતો હતો. તેણે અણહિલપુર-પાટણમાં મૂળસજવસહિ(ધરમશાળા)નું નિર્માણ કરાવીને જૈન ધર્માવલંબીઓ પ્રત્યે મધુર વ્યવહાર પ્રદર્શિત કર્યો. મૂળરાજની રાજસભામાં સોમેશ્વર જેવા પોતાના સમયના અપ્રતિમ કવિ હતા. આનાથી સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે તેના પ્રગાઢ પ્રેમનો પરિચય પ્રાપ્ત થાય છે.
મૂળરાજે પોતાના શાસનકાળમાં સોલંકી રાજ્યને એક સુદૃઢ શક્તિશાળી રાજ્યનું સ્વરૂપ પ્રદાન કર્યું. જેનાથી પેઢીઓ સુધી તેના ઉત્તરાધિકારીઓને કોઈ પણ પ્રકારની મોટી મુશ્કેલીનો અનુભવ ન થયો. તેઓ સમય-સમય પર વિદેશી આક્રમણખોરોથી આર્યધરા, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવામાં સક્ષમ રહ્યા. મૂળરાજ દ્વારા સંસ્થાપિત સોલંકી (ચાલુક્ય) રાજવંશના ભીમ, દુર્લભરાજ, કુમારપાળ વગેરે રાજાઓએ જૈન ધર્મની અમ્યુન્નતિ, અભિવૃદ્ધિમાં જે ઉલ્લેખનીય યોગદાન આપ્યું, તે જૈન ઇતિહાસમાં સદા સર્વદા માટે સન્માન સાથે સ્મરણીય રહેશે.
મૂળરાજે પોતાના પુત્ર ચામુંડરાજને યુવરાજપદ પ્રદાન કર્યું અને પોતાના માર્ગદર્શનમાં પ્રશાસનિક કાર્યોમાં કુશળ બનાવ્યો. આખરે મૂળરાજ, ચામુંડરાજનો રાજ્યાભિષેક કરીને પોતે રાજકાર્યોથી પૂર્ણ રૂપે નિવૃત્ત થઈ ગયો.
અંતમાં પોતાના પગના અંગૂઠામાં કુષ્ઠરોગના લક્ષણ જોઈને મૂળરાજને સંસારથી વિરક્તિ થઈ ગઈ. તેણે ભાવ-સંન્યાસ ગ્રહણ કરીને અન્નજળનો ત્યાગ કરી ઇંગતમરણનું વરણ કર્યું. આ પ્રમાણે વિશાળ અણહિલપુર-પાટણ સામ્રાજ્યની સંસ્થાપક મહારાજાધિરાજ મૂળરાજ સોલંકી પ૫ વર્ષના પોતાના સુદીર્ઘકાલીન શાસનમાં ગુજરાતને બધી રીતે સમૃદ્ધ અને શક્તિશાળી બનાવ્યા બાદ વિ. સં. ૧૦૫૩માં પરલોકવાસી થયો. ૨૬૮ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #278
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર પ્રભાવક ચરિત્ર'ના રચનાકાર આચાર્ય પ્રભાચંદ્ર (વિ. સં. ૧૩૩૪)થી લઈને વર્તમાન સમય સુધીના લગભગ બધા જૈન ઇતિહાસના વિદ્વાન લેખકોએ આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી જૈનઇતિહાસને અંધકારપૂર્ણ બતાવ્યો છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ” નામના પ્રસ્તુત ગ્રંથમાળાના દ્વિતીય ભાગમાં આર્ય સુધર્મા સ્વામીથી લઈને આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગારોહણ કાળ સુધીના ૧૦૦૦ વર્ષના જૈન-ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. તેના પછી આગળના ઇતિહાસના આલેખન માટે સામગ્રી એકત્ર કરવાના શરૂઆતના પ્રયત્નોમાં ક્રમબદ્ધ આવશ્યક ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ ન થઈ શકવાના કારણે અમારું પણ અનુમાન હતું કે આ ગ્રંથમાળાના ત્રીજા ભાગમાં વી. નિ. સં. ૨૦૦૦ સુધીના જૈન-ઇતિહાસનું આલેખન પૂરું કરી શકાશે, પરંતુ દક્ષિણના અનેક ગ્રંથાગારો, ખાસ કરીને મદ્રાસ (હવે નામ ચેન્નેઈ), ધારવાડ, મૂડબિદ્રી ને મૈસૂરના સુવિશાળ ગ્રંથાગારોમાં શોધકાર્ય આરંભ કરવાના પરિણામ સ્વરૂપ અમને જૈન-ઇતિહાસની એટલી બધી વિપુલ સામગ્રી ઉપલબ્ધ થઈ ગઈ છે કે જૈન ઇતિહાસના તૃતીય ભાગમાં અમે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણથી ઉત્તરવર્તી કાળનાં પૂરાં ૫૦૦ વર્ષનો ઇતિહાસ પણ નહોતા આપી શક્યા, છતાં આ ગ્રંથે ખૂબ મોટો આકાર લઈ લીધો. આ કારણે લોકાશાહ સુધીનો જૈન-ઇતિહાસ ત્રીજા ભાગમાં સમાવી લેવાનો અમારો પૂર્વ સંકલ્પ હોવા છતાં પણ અમને ત્રીજા ભાગના આલેખનને અહીં સમાપ્ત કરવું પડ્યું. એનાથી આગળનો વી. નિ. સં. ૧૪૭૫ થી ૨૦૦૦ સુધીનો જૈન ઇતિહાસ આ ગ્રંથમાળાના ચતુર્થ ભાગમાં સમાવવામાં આવ્યો છે.
આ ઇતિહાસના આલેખનનો મુખ્ય હેતુ જૈન ધર્મના મૂળ આગમાનુસારી આધ્યાત્મિક રૂપને ઉજાગર કરવાનો રહ્યો છે. આને ઉજાગર કરતી વેળાએ ઇતિહાસ ગ્રંથમાળાના બધા ભાગોમાં અમે એ ધ્યાન બરાબર રાખ્યું છે કે - “કોઈ પણ જૈન બંધુ, જૈનાચાર્ય અથવા કોઈ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 369696969696969696969694 ૨૬૯ ]
Page #279
--------------------------------------------------------------------------
________________
સંપ્રદાય વિશેષ માટે આક્ષેપરૂપી કે કોઈના હૃદયને દુભાવવાવાળા શબ્દો અથવા ભાષાનો પ્રયોગ ક્યાંય પણ કરવામાં ન આવે.
છતાં પણ સત્યના ઉદ્ઘાટન અને પ્રતિપાદન કરતી વખતે ક્યાંક કોઈ અપ્રિય અથવા કડવી વાત લખવામાં આવી ગઈ હોય અને તેનાથી કોઈનું મન દુભાયું હોય તો અમે અમારા અંતઃકરણથી તેના માટે દુઃખ પ્રગટ કરીને જિનેશ્વર દેવની સાક્ષીથી ક્ષમાયાચના કરીએ છીએ.
આશા છે કે તત્ત્વજિજ્ઞાસુ અને ઇતિહાસરસિક પાઠકવૃંદ ગુણગ્રાહી, થઈને શબ્દોના કલેવરને (ઢાંચાને) ન પકડતા, ભાવોની તરફ પોતાનું ધ્યાન રાખશે અને આલોચના કરતી વખતે સત્યાન્વેષી તટસ્થ દૃષ્ટિથી તે બધી વિષયવસ્તુને જોશે, શિષ્ટાચાર અને ભદ્ર - વ્યવહારને ભૂલશે નહિ. હા, શોધપૂર્ણ ઇતિહાસલેખનના આ શ્રમસાધ્ય કામમાં અલના સંભવ છે. આવી સ્થિતિમાં જો ક્યાંક કોઈ ત્રુટિ (ભૂલ) હોય તો તેનાથી અવગત કરાવવાની પાઠકંગણ તસ્દી લે, જેથી આગળ તેના પર વિચાર કરી શકાય.
ક
( ૨૦૦ 369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)
Page #280
--------------------------------------------------------------------------
________________
આદર્શ ગુરુભક્ત, આદર્શ પિતા અને આદર્શ શ્રાવકો
. શ્રી પારસમલજી સુરાણા સુશ્રાવક શ્રી પારસમલજી સુરાણા પોતાના ગુરુ પ્રાતઃ સ્મરણીય આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા. પ્રતિ પ્રગાઢ શ્રદ્ધા ભકિત ધરાવતા હતા. એમના જીવનની પ્રમુખ ત્રણ વિશેષતાઓ અહીં જણાવવામાં આવી છે : અનુપમ ગુરુભકિત :
પારસમલજીનો એકમાત્ર પુત્ર શિખરમલ જ્યારે બે વર્ષનો બાળક હતો, ત્યારે એક ઘટના ઘટી. “નમો પરિવરગાંથસ્થ' મા જતનરાજ મહેતા દ્વારા લિખિત પૃષ્ઠ ૬૦૦ પર “નવા-જૂની ન કરશો શીર્ષકથી આ ઘટના પ્રકાશિત છે, જે અહીં ઉઠ્ઠી ઉતારી છે :
શ્રી પારસમલજી સુરાણા નાગૌરવાળા ગુરુદેવના દર્શનાર્થે જોધપુર પધાર્યા હતા. અચાનક ઘરેથી તાર આવ્યો કે - “મા બીમાર છે, જલદી આવો.' તાર વાંચીને સુરાણાજી બેચેન થયા અને આચાર્યશ્રીની સેવામાં માંગલિક લેવા ઉપસ્થિત થયા અને સમગ્ર વૃત્તાંત ગુરુદેવને જણાવ્યું. ગુરુદેવે આખી વાત સાંભળીને માંગલિક ફરમાવી અને જતા જતા કહ્યું કે - “કોઈ નવા-જૂની ન કરશો.”
રસ્તામાં પારસમલજી એ જ મૂંઝવણમાં રહ્યા કે - “કોઈ નવા-જૂની ન કરશો'નું તાત્પર્ય શું હોઈ શકે? કાંઈ સમજાયું નહિ, ઘરે આવીને જોયું તો મા સ્વસ્થ હતાં, પણ પત્ની અસ્વસ્થ હતી. યાદ રહે કે જૂના જમાનામાં પત્ની બીમાર થાય અને બેટાને બોલાવવાનો થાય તો પત્નીની બીમારી નહિ લખીને, માની બીમારી લખવામાં આવતી હતી.
પારસમલજીએ પત્નીની સાર-સંભાળ રાખી અને બે-ચાર દિવસ બાદ જ પત્નીનું દેહાવસાન થયું. શોક-બેઠકનું આયોજન થયું. આઠમાનવમા દિવસે જ બીકાનેરથી કોઈ સજ્જન પોતાની દીકરીનું માંગુ લઈને આવ્યા, ત્યારે એમને આચાર્યશ્રી દ્વારા કહેલી વાતનો ગૂઢાર્થ સમજમાં આવ્યો. એમણે મનોમન આજીવન બ્રહ્મચર્યવ્રત પાલન કરવાનો નિર્ણય લઈ લીધો. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 269696969696969696963 ૨૦૧]
Page #281
--------------------------------------------------------------------------
________________
એ સમયે પારસમલજી ૩૦ વર્ષના હતા. ઘણા સંબંધ આવ્યા તથા પરિવારજનોનું ઘણું દબાણ રહ્યું, પણ તેઓ ટસ ના મસ ન થયા. પોતાના ગુરુના વચનને પથ્થરની લકીર સમજીને પરિવારજનોનો આગ્રહ હોવા છતાં પુનર્વિવાહ ન કર્યો.
ગુરુના એક વાક્યને શિરોધાર્ય કરીને પારસમલજીએ પોતાના જીવનમાં કોઈ નવું સાંસારિક કાર્ય પણ ન કર્યું. વેપાર ન કર્યો, જમીનજાયદાદ, સોનું, ચાંદી, ઘરેણાં આદિ ખરીદ્યાં નહિ. જીવનના શેષ ૫૪ વર્ષ ગુરુસેવા તથા સંયુકત પરિવારમાં રહેતાં ધર્મ-ધ્યાનમાં વિતાવ્યાં. ચાતુર્માસ સિવાય પણ મહિનાઓ સુધી તેઓ ગરુસેવામાં રહેતા અને એમની વિહારયાત્રાઓમાં પણ સાથે ચાલતા હતા. સત્સંગ, બ્રહ્મચર્ય, ધર્મ-ધ્યાન આદિથી સભર જીવન જીવતા હતા. નીરોગી અને સ્વસ્થ જીવનનું રહસ્ય ધર્મમય જીવન હતું. ગુરુના એક વચન પર એમણે પોતાના જીવનની સમસ્ત સાંસારિક ઇચ્છાઓને સમાપ્ત કરી દીધી અને એ દિશામાં કદી વિચાર્યું નહિ. આદર્શ પિતા :
એ સમયે નાગૌરમાં આજની જેમ વિદ્યાલય ન હતા. કિશનલાલ ગુરાંસાની પાઠશાળામાં બાળકોને ભણવા માટે મોકલવામાં આવતા હતા. વાલી એક નારિયેળ લઈને આવતા અને પોતાના બાળકને પાઠશાળામાં દાખલ કરતા. પારસમલજી પોતે ભણેલા ન હતા, પણ દીકરાને ભણાવવાની એમને તમન્ના હતી. એમણે શિખરમલને જ્યારે પાઠશાળામાં પ્રવેશ અપાવ્યો, એ વખતે શ્રીફળની સાથે ગુરુજીને સવા પાંચ રૂપિયા પણ ભેટ આપ્યા. એ વખતે સવા પાંચ રૂપિયાની ખૂબ કિંમત હતી. દર મહિને પુત્રના અભ્યાસ બાબત ગુરુજીને તેઓ પૂછતા. આ રીતે શિખરમલ પ્રત્યે ગુરુજીને વ્યક્તિગત રુચિ થઈ ગઈ. એમણે ઓછી ઉંમર હોવા છતાં બે વર્ષ પછી અન્ય બે વર્ષનો સીધો લાભ આપી શિખરમલને સીધા પાંચમા ધોરણમાં લઈ લીધા.
આ બાજુ પારસમલજીને ખબર પડી કે મદ્રાસમાં સારો અભ્યાસ થાય છે તો એમણે પુત્રને મદ્રાસ મોકલવા વિશે સંકલ્પ કર્યો. એ દિવસોમાં એમના અનુજ સરદારમલજીના સાળાજી સૂરજમલજી બોહરાનો કારોબાર મદ્રાસમાં હતો. પારસમલજીએ એમની સાથે વાત ૨૦૨ કે દદ}636969696969696963 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)
Page #282
--------------------------------------------------------------------------
________________
કરી અને પોતાના પુત્ર શિખરમલને મદ્રાસ મોકલી દીધા. થોડા સમય પછી તેઓ પણ મદ્રાસ પહોંચી ગયા. મદ્રાસમાં એ વખતે એ. જી. જૈન હાઈસ્કૂલ હતી. પારસમલજી શિખરમલને એ શાળામાં છઠ્ઠા ધોરણમાં દાખલ કરવા ઈચ્છતા હતા, પણ શિખરમલને “અયોગ્ય” ઠેરવતા પ્રિન્સિપાલે સ્કૂલમાં દાખલ કરવાની ના પાડી. પારસમલજી ઇચ્છતા હતા કે પુત્રનું એક પણ વર્ષ વ્યર્થ ન જાય, અને તેને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળે. એમણે પુત્રને ટ્યૂશન કરાવ્યાં. સવારે ચાર વાગ્યે શિખરમલને ઉઠાડી દેતા અને ભણવાનું કહેતા. દિવસમાં વારાફરતી શિક્ષકો ટ્યૂશન ભણાવવા આવતા. પિતાનો સંકલ્પ અને શ્રમનું ફળ મળ્યું. દીકરો પ્રિ-ટેસ્ટમાં પાસ થઈ ગયો અને એને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળ્યો. આ રીતે અગિયાર ધોરણ સુધી શિખરમલ ત્યાં જ ભણ્યો.
સ્કૂલ બાદ એ. એમ. જેને કૉલેજ મદ્રાસમાં બી.કૉમ માટે પ્રવેશ મેળવ્યો. બી.કૉમનો અભ્યાસ કરતાં કરતાં શિખરમલને ભણતરનું મહત્ત્વ સમજાયું અને તેઓ જાતે નિષ્ઠાપૂર્વક ખૂબ ભણવા લાગ્યા. એમની મહેનત રંગ લાવી અને સારા ગુણથી એમણે સ્નાતકની પરીક્ષા પસાર કરી. ત્યાર બાદ ૧૯૭૧માં મદ્રાસ લો કોલેજથી સારા ગુણાંક પ્રાપ્ત કરી એલએલ.બી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી, વકીલાત શરૂ કરી. આજે લગભગ ૪૦ વર્ષથી વકીલાત કરતા ચેન્નઈસ્થિત એમની લો-ફર્મ' સુરાણા એન્ડ સુરાણા ઇન્ટરનેશનલ એટર્નીઝની ભારતની દસ સર્વશ્રેષ્ઠ લાં-ફર્મમાં ગણના થાય છે.
૧૯૭૧માં મદ્રાસના રાજસ્થાની સમુદાયમાં ભણેલા-ગણેલા છોકરા ઓછા હતા. મોટા ભાગના છોકરા વ્યવસાયમાં લાગી જતા હતા; પણ પારસમલજીએ પોતાના પુત્રને જ્ઞાનાર્જન કરાવી ધનાર્જન માટે યોગ્ય બનાવ્યો.પુત્ર માટે જીવનસંગિની પસંદગી માટે પારસમલજીને સારું ખાનદાન અને સંસ્કારી કન્યાની અપેક્ષા હતી. ૧૯૭૩માં શિખરમલજીનાં લગ્ન ખાનદાન કુટુંબની ભણેલી કન્યા લીલાવતી સાથે થયાં. પિતાની દૂરદૃષ્ટિ, શ્રમ અને ગુરુકૃપાના ફળ સ્વરૂપે શિખરમલજી આજે સફળતાના શિખરે છે.
પુત્રના જીવનનિર્માણ માટે પારસમલજીએ એક તરફ ગૃહસ્થજીવનના સઘળાં સુખોનો ત્યાગ કર્યો એમ મુનિજીવન પણ અપનાવ્યું નહિ. અગણિત મુશ્કેલીઓ છતાં પારસમલજીએ એક આદર્શ પિતાની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ? (ભાગ-૩) 96969696969696969696969 ૨૦૩ |
Page #283
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી. ત્યાં સુધી કે પૌત્ર ડૉ. વિનોદ સુરાણાનાં વ્યક્તિત્વ ઘડતરમાં આદર્શ દાદાની શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી. ડૉ. વિનોદ સુરાણાનાં ધર્મપત્ની અ.સૌ. રશ્મિ, પુત્ર બેલડી ચિ. કીર્તિ અને ચિ. દેવકાર્તિકનું જીવન પણ ધાર્મિક સંસ્કારોથી ઓતપ્રોત છે. યાદગાર સંથારો :
પારસમલજીના જીવનનો અધિકાંશ સમય ગુરુ હસ્તીના પાવન આધ્યાત્મિક આભામંડળમાં વ્યતીત થયો. તેઓ એક રીતે સંસારી સાધુ હતા. ૮૪ વર્ષની ઉંમરમાં પૂરા હોંશમાં પ્રબળ ભાવના તથા આચાર્ય હસ્તીના પટ્ટધર આચાર્ય હીરાચંદ્રજીની સ્વીકૃતિ પછી ચતુર્વિધસંઘની સાક્ષીએ વિધિપૂર્વક સંથારો ગ્રહણ કર્યો. પાંચ દિવસીય સંથારાની સાથે ૧૩ જુલાઈ, ૨૦૦૧ના રોજ એમનું સમાધિમરણ થયું. ચેન્નઈ નિવાસી કહે છે કે - “ઘણાં વર્ષોથી ચેન્નઈમાં આવો સજાગતા પૂર્વ સંથારો થયાનું સ્મરણમાં નથી.'
પારસમલજી દિવાળીના દિવસે કદી ઘરે રહેતા નહિ, યા તો ગુરુદેવની સેવામાં અથવા તો પૌષધના ઉપવાસમાં સ્થાનકમાં રહેતા. તેઓ દિવંગત થયા પછી વર્ષ ૨૦૦૧ની દિવાળીના શિખરમલજી પણ સદ્દગત પિતાજીની પરંપરાનું નિર્વહણ કરતાં પરિવાર સહિત મુંબઈમાં બિરાજમાન આચાર્ય શ્રી હીરાચંદ્રજીના દર્શનાર્થે પહોંચ્યા. આચાર્યશ્રીએ એમને એમના પિતાજી પારસમલજીના ધર્મમય અંતિમ દિવસો અને સમાધિપૂર્વક સંથારાના મહાન સંકલ્પમાં ધર્મ-ધ્યાનસહયોગની વાતોથી અવગત કર્યા. .
આવા પરમ ગુરુભક્ત શ્રાવક શ્રી પારસમલજી સુરાણાની પુનિત સ્મૃતિમાં એમના સુપુત્ર શ્રી પી. શિખરમલજી સુરાણાને “જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ'ના ચારેય ભાગનું સંક્ષિપ્તિકરણ અને અંગ્રેજી અનુવાદ કરાવવાનું તથા પ્રકાશન કરવાનું સંપૂર્ણ શ્રેય જાય છે. સંપર્ક : ડો. વિનોદ સુરાણા, સુરાણા એન્ડ સુરાણા ઇન્ટરનેશનલ એટની, ૬૧-૬૩ ડો. રાધાકૃષ્ણન રોડ મેલાપુર, ચેન્નઈ - ૬૦૦ ૦૪ (ભારત) દૂરભાષ : ૦૪૪ - ૨૮૧૨૦૦૦૦, ૨૮૧૨૦૦૦૨,૨૮૧૨૦૦૦૩
(સમાપ્ત) | ૨૦૪ 12302631333:23: જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)
Page #284
--------------------------------------------------------------------------
________________
0
0
'સંદર્ભ સૂત્ર ગ્રંથાદિ , a અજિત તીર્થંકર પુરાણતિલકમ્ - મહાકવિ રત્ન (ઈ. ૯૯૩) a અભિધાન રાજેન્દ્રકોષ ભાગ - ૧ થી ૭
. આગમ અષ્ટોતરી, અભયદેવસૂરિ 'n આચારંગ સૂત્ર, આત્મારામજી મ.સા. a આદિપુરાણ, અજિતસેનજી 0 આવશ્યક ચૂર્ણિ, જિનદાસગણિ ક્ષમાશ્રમણ a આવશ્યક નિર્યુક્તિ, ભદ્રબાહુ દ્વિતીય (ઈસાની પાંચમી-છઠ્ઠી સદી) @ ઇન્ડિયન એન્ટીક્વેરી 0 ઈમ્પોર્ટન્ટ ઇન્સક્રિપ્શન્સ ફૉર ધી બડૌદા સ્ટેટ વૉલ્યુમ-૧ 3 ઉત્તરપુરાણ - ભટ્ટારક ગુણભદ્ર 3 ઉત્તરાધ્યયન સૂત્ર 3 ઉત્તરાધ્યયન નિર્યુક્તિ 0 ઉત્તરાધ્યયન ટીકા 0 ઉપદેશમાલા - ધર્મદાસગણિ મહત્તર 3 ઉપમિતિ ભવ પ્રપંચ કથા - સિદ્ધર્ષિ 3 ઉવાસગ દસાઓ - અભયદેવિયા વૃત્તિ . ઋષિ મંડલ સ્તોત્ર - ધર્મઘોષ (વિ. સં. ૧૧૬૨) a એન્યુલ રીપોર્ટ ઓન સાઉથ ઇન્ડિયન એપિગ્રાફી - ૧૯૧૬ 0 એપિગ્રાફિકા ઇન્ડિકા - તમામ વૉલ્યુમ 0 એપ્રિગ્રાફિકા કર્ણાટકા - તમામ વોલ્યુમ 0 એપિગ્રાફિકા જૈનિકા 2 એપિગ્રાફિકા રીપોર્ટસ, મદ્રાસ, વૉલ્યુમ ૧-૫ 0 એન્સાઇક્લોપીડિયા ઓફ રીલીજન ઍન્ડ એથિક્સ - હેસ્ટિંગ્સ.
એહોલ કા અભિલેખ 1 કઠોપનિષદ a કથાકોષ આ. હરિપેણ (વિ. સં. ૯૮૮) જેન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) 8639636969696969696969 ૨૦૫]
Page #285
--------------------------------------------------------------------------
________________
2. કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન ખારવેલ કા હાથીગુફા શિલાલેખ
(વી. નિ. સં. ૩૫૯). 3. કુંદકુંદ પ્રાભૃત સંગ્રહ - ડૉ. એ. એન. ઉપાધે 0 કુવલય માલા - ઉદ્યોતનસૂરિ 0 કેવલિ ભુક્તિ - શાકટાયન 0 ખરતરગચ્છ બૃહદ્ગુર્નાવલી - જિન વિજયમુનિ સિંધી જૈનશાસ્ત્ર
શિક્ષાપીઠ, મુંબઈ. 0 ગૌડવહોપ્રબંધ - વાકતિરાજ 2. ગચ્છાચાર પઇર્ણય - દોઘટ્ટીવૃતિ 3 ગદ્યચિંતામણિ
ચાલુક્યરાજ ઓફ ગુજરાત - અશોકકુમાર મજમુદાર ભારતીય
વિદ્યાભવન - મુંબઈ a જયધવલા (કષાય પાહુડની ટીકા) 0 જનરલ ઑફ ધી બોમ્બ બ્રાંચ ઑફ ધી રોયલ એશિયાટિક સોસાયટી
(અનેક વૉલ્યુમ) જે. બી. આર. એ. એસ. વોલ્યુમ - ૧૦
જૈન ઇતિહાસ, જૈન ધર્મ, વિદ્યાપ્રસાદ કેન્દ્ર, પાલિતાણા a જૈન ગ્રંથ ઔર ગ્રંથકાર, ફતેહચંદ બેલાની (૧૯૫૦) બનારસ. 0 જૈન ધર્મ કા પ્રાચીન ઇતિહાસ ભાગ-૨, પરમાનંદ શાસ્ત્રી, દિલ્હી
(વી. નિ. સં. ૨૫૦૦)
જૈન ધર્મ કા મૌલિક ઈતિહાસ ભાગ - ૧, ૨ આ. હસ્તીમલજી મ.સા. 0 જૈન સંહાર ચરિતમ્, ઓરિયંટલ ઓલ્ડ મેન્યુસ્કીટ લાઇબ્રેરી - મદ્રાસ
યુનિવર્સિટી.
જૈનાચાર્ય - દિગંબર જૈન પુસ્તકાલય, સુરત. 3 જૈનાચાર્ય પરંપરા મહિમા - આ. ચારકીર્તિ (હસ્તલિખિત) 0 ઓરિયંટલ મેન્યુસ્કિસ લાઈબ્રેરી, મદ્રાસ યુનિવર્સિટી - મેકેજે
કલેકશન્સ. 0 જૈનાચાર્ય - ન્યાય વિજયમુનિ, પાલિતાણા. [ ૨૦૬ [3633969696969696969જેન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)
D
Page #286
--------------------------------------------------------------------------
________________
D
D
0 જૈનિજમ ઇન અર્લી મીડિએવલ કર્ણાટિકા, રામભૂષણ, પ્રસાદસિંહ,
મોતીલાલ, બનારસીલદાસ, દિલ્હી. a જૈનિજમ ઇનસાઉથ ઇન્ડિયા, એન્ડ સમ જૈન એપિગ્રાફ્સ, પી.વી.
દેસાઈ, સોલાપુર (૧૯૫૭) 0 જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧ અને ૨, દર્શન, જ્ઞાન, ન્યાય વિજય
ત્રિપુટી મહારાજ, અમદાવાદ. 3 જૈન શિલાલેખ સંગ્રહ ભાગ - ૧-૨ માણિકચંદ્ર, દિગંબર જૈન
ગ્રંથમાલા સમિતિ, હીરાબાગ મુંબઈ-૪.
જૈન સાહિત્ય ઓર ઇતિહાસ - નાથુરામપ્રેમી a જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ, ભાગ-૩ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ
સંસ્થાન, વારાણસી - ૫ a જૈનેન્દ્ર સિદ્ધાંત કોષ, ભાગ ૧-૩ જિનેન્દ્રવર્ણિ.
જ્ઞાતાધર્મ-કથાંગ સૂત્ર, વૃતિ, શીલાંકાચાર્ય. -2 જ્વાલામાલિનિકલ્પ - ઇન્દ્રનંદી. 0 તત્ત્વાર્થવાર્તિક સભાષ્ય - આ. અકલંક 0 તિત્વોગાલી પન્નય - પં.કલ્યાણ વિજયજી, ગજસિંહ રાઠૌડ,
શાસ્ત્રસમિતિ, જાલોર (૧૯૭૫) 0 તિલકમંજરી - ધનપાલ 3 તેવારમ્ a દક્ષિણ ભારત કા ઇતિહાસ ડૉ. કે. એ. નીલકંઠ શાસ્ત્રી, હિંદી ગ્રંથ
અકાદમી, પટના-૩, બિહાર. 2 દર્શનસાર - આ. દેવસેન 0 દશવૈકાલિક સૂત્ર.
ધી ક્લાસિકલ એજ, ભારતીય વિદ્યાભવન, બૉમ્બે 3. ધી જૈન પાથ ઓફ પૂરિફિકેશન, શ્રી પદ્મનાભ એસ. જેની
ધી ફરગોટન હિસ્ટ્રી ઓફ ધી લેન્ડસ એન્ડ એસ. પદ્મનાભન. a દુસ્સમાસમણસંઘ - થયું સાવચૂરિ - શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા,
વિરમગામથી પ્રકાશિત પટ્ટાવલી સમુચ્ચય - પ્રથમ ભાગમાં નિહિત. 0 ધવલા - પખંડાગમ ટીકા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 9696969696969696969694 ૨૭૭
Page #287
--------------------------------------------------------------------------
________________
n નંદીસૂત્ર નિશીથ
D નિશીથ ચૂર્ણિ
નિશીથ ભાષ્ય પઉમચરિયું - વિમલસૂરિ
પટ્ટાવલી પરાગસંગ્રહ પં. કલ્યાણ વિજયજી, જાલોર.
D પટ્ટાવલી સમુચ્ચય પ્રથમો ભાગ, મુનિદર્શન વિજય, શ્રીચારિત્ર સ્મારક ગ્રંથમાલા, વીરમગાંવ (૧૯૮૯)
n પાઇય લચ્છીનામમાલા, ધનપાલ.
D પાઇય સદ્-મહણવો પાર્શ્વનાથ ચરિત્ર
D પાર્શ્વભ્યુદય કાવ્ય - જિનસૈન (પંચસ્તૂપાન્વયી)
પેંગિય રહસ્ય
॥ પેરિયપુરાણ
D પ્રબંધકોષ, સિંધી જૈન જ્ઞાનપીઠ, વિશ્વભરજી શાંતિનિકેતન, D પ્રબંધ ચિંતામણિ
પ્રબંધ ચિંતામણિ - મેરુતુંગાચાર્ય બૉમ્બે (વિ. સં. ૧૯૮૮) પ્રભાવક ચરિત્ર - આ. પ્રભાચંદ્રસૂરિ, અમદાવાદ, કોલકાતા વિ. સં. ૧૯૯૭
n પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
પ્રાકૃત સાહિત્ય કા ઇતિહાસ, ડૉ. જગદીશચંદ્ર જૈન, વારાણસી-૧. ॥ લીકોરપસ ઇન્સ્ક્રિપ્શનમ્ જુડિકેરમ્
D બુદ્ધિજમ - સર વિલિયમ મોન્યોર
D ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર)
॥ ભટ્ટારક સંપ્રદાય. વી. પી. જોહરાપુરકર, સોલાપુર (૧૯૫૮) ભાન્ડારકર કી સૂચિ સંખ્યા - ૨૧૦૫
ભદ્રબાહુ ચરિત્ર - આ. રત્નનંદી (વિ. સં. ૧૬૨૫)
Dભાવસંગ્રહ - આ. દેવસેન (વિમલસેનના શિષ્ય)
॥ મંજુશ્રી મૂલકલ્પ ૨૦૮ ૭૪
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)|
Page #288
--------------------------------------------------------------------------
________________
મહાનિસીહ સુd (રોમન લિપિમાં) ૧૯૬૩
મહાપુરાણ (અપભ્રંશ), પુષ્પદંત 0 મીડિએવલ જૈનિજમ. વી.એ. સેલેટોર, કર્ણાટક પબ્લિશિંગ હાઉસ,
બોમ્બે-૨. 0 મૂલારાધના અપર નામ ભગવતી આરાધના, શિવાર્ય (યાપનીય) 0 મૂલારાધના - વિજયોદયા ટીકા - અપરાજિત (યાપનીય) 2 મેન્યુલ ઓફ પુદુ કોટ્ટાઈ સ્ટેટ વોલ્યુમ - ૨ 0 મૈસૂર આર્કિયોલોજિકલ રિપોર્ટ ફૉર ૧૯૨૩, ૧૯૩૨ a મૈસૂર ગવર્મેન્ટ રીપોર્ટ ઈ.સ. ૧૯૨૦
રત્નમાલા - આ. શિવકોટી
રાઇસ મૈસૂર એન્ડ કુર્ગ, બી. એલ. રાઈસ. a રાજતરંગિણી - કલ્પણ a રાજપૂતાના કા ઇતિહાસ જિદ - ૧ 2 લલિત વિસ્તરા - આ. હરિભદ્રસૂરિ 2 લોકપ્રકાશ, ઉપાધ્યાય વિનય વિજય (વિ. સં. ૧૭૦૮) a લોક વિભાગ (સંસ્કૃત) - સિહ સૂરર્ષિ 0 વડઢારાહણે (કન્નડ) - આ. શિવકોટી 2વસુદેવ હિંડી - સંઘદાસગણિ (જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પૂર્વવર્તી) 2 વિચારશ્રેણી - આ મેરૂતુંગ. 2 વિશેષાવશ્યક ભાષ્ય - જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વી. નિ. સં.
૧૦૫૫-૧૧૧૫) 2 વિશેષાવશ્યક ભાષ્ય - સ્વપજ્ઞવૃત્તિ 2 વીરવંશ પટ્ટાવલી - વિધિપક્ષ પટ્ટાવલી, ભાવસાગરસૂરિ (વિ.સં. ૧૫૧૬) 3 બૃહકથા કોષ - ભટ્ટારક હરિપેણ (વિ.સં. ૯૮૯) 3 બૃહત્ પૌષધશાલિકે પટ્ટાવલી 2 શંકર દિગ્વિજય - નવકાલિદાસ - માધવ 3 શબ્દાનુશાસન - સ્વોપજ્ઞ અમોધૃવૃતિ - શકટાયન (ઈ.સ. ૮૧૪-૮૭૫) 3 શ્રીમન મહાવીર પટ્ટધર પરંપરા - શ્રી દેવવિમલગણિ. જૈન ધર્મનો મોતિક ઇતિહાસઃ (ભાગ-૩) 2302633333300 ૨૯ ]
Page #289
--------------------------------------------------------------------------
________________
॥ શ્રી શંકર, બલદેવ ઉપાધ્યાય, ઇલહાબાદ (૧૯૫૦) m શ્રી શંકરાચાર્ય બલદેવ ઉપાધ્યાય, ઇલહાબાદ (૧૯૫૯)
પટખંડાગમ
ષટદર્શન સમુચ્ચય - રાજશેખર. ષટપ્રાકૃત (ધૃતસાગર સૂરિયા ટીકા)
— સંઘ પટ્ટક (સટિક) શ્રી જિનવલ્લભસૂરિ
સંબોધ પ્રકરણ
સકસેસર ઑફ સાતવાહનાજ, દિ. ચ. સરકાર.
D સન્દેહ દોલાવલી, જિનદત્તસૂરિ
સમ કન્ટ્રીબ્યુશન્સ ઑફ સાઉથ ઇન્ડિયા ટુ ઇન્ડિયન કલ્ચર, કૃષ્ણસ્વામી અયંગર
સમય પ્રામૃત સન-૧૯૧૪, માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાલા
D સ્ટડીજ ઇન સાઉથ ઇન્ડિયન જૈનિજમ, એમ. એસ. રામાસ્વામી અયંગર ઍન્ડ બી. શેષિગિર રાવ
D સ્રીમુક્તિ - શાકટાયન
D સ્યાદ્વાદમંજરી - હેમચંદ્રાચાર્ય
D સાઇનો ઇન્ડિયન સ્ટડીજ, ડૉ. પી. સી. બાંગચી
2 સાઉથ ઇન્ડિયન ઇન્સ્ક્રિપ્શન્સ, વૉલ્યૂમ-૫ સૂત્ર કૃતાંગ
॥ સૂત્રકૃતાંગ ટીકા - શીલાંકાચાર્ય
સોરબ કા શિલાલેખ વિ. સં. ૧૨૬
હરિવંશપુરાણ આ. જિનસેન (પુન્નાટ સંઘ. વિ. સં. ૮૪૦) હર્ષચરિત્ર- બાણભટ્ટ
D હિમવંત સ્થવિરાવલી
D હિસ્ટ્રી ઍન્ડ કલ્ચર ઑફ ધી ઇન્ડિયન પીપલ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ
n હિસ્ટોરિકલ ઇન્સ્ક્રિપશન્સ ઑફ સધર્ન ઇન્ડિયા - રોબર્ટ સેવલ
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૨૦૦
©
Page #290
--------------------------------------------------------------------------
________________ કેટલાક નવા તથ્ય : કેટલીક વિશેષતાઓ * વીર નિર્વાણ સંવત 1001 થી 1475 સુધીની પ્રમુખ (મુખ્ય) ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક ઘટનાઓનું તથ્યપરક વિવેચન. * જૈનધર્મની ધર્માચાર્ય પરંપરાઓ, મુખ્ય સંપ્રદાયો અને પ્રભાવક આચાર્યોનું ક્રમબદ્ધ તથા પ્રામાણિક પરિચય. શુદ્ધ શ્રમણાચારની ક્રમિક હૂાસની શોધપૂર્ણ વિશદ્ મીમાંસા. સમકાલિન જૈન રાજાઓ અને જૈન રાજવંશોના ઈતિવૃતનું ક્રમબદ્ધ અને વસ્તુપરક પ્રસ્તુતિકરણ. * જૈન ધર્મ ઉપર ભિન્ન-ભિન્ન સમયે આવેલા ભીષણ સંકટોનું પ્રામાણિક વિવરણ. * જૈન ઈતિહાસની જટિલ ગુત્યિયોનું પ્રમાણપુરસ્સર હલ, બદ્ધમૂળ ભ્રાંતિઓનું નિરાકરણ અને સમગ્ર ભારતીય ઈતિહાસ વિષયક કેટલાક અંધકારપૂર્ણ પ્રકરણો પર નૂતનપ્રકાશ. જૈન પરંપરામાં મહિલા વર્ગ દ્વારા સંઘપ્રમુખા, શ્રમણી અને શ્રાવિકાના રૂપમાં આપવામાં આવેલ યોગદાનનું વિવરણ. ઈતિહાસ જેવા નીરસ વિષયનું સરળ અને લોકગમ્ય ભાષાશૈલીમાં આલેખન. s sllo પ્રકાશક અદલ જ સંખ્યાના પ્રચારક મંડલા બાપૂ બજાર, જયપુર યપર