________________
સાથે-સાથે મંત્ર-જાપ અને વિદ્યા-સિદ્ધિને પણ જૈન ધર્માવલંબીઓનાં દૈનિક ધાર્મિક કર્તવ્યોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં. - આ પ્રકારે અનેક એકમોમાં વિભક્ત થયેલા જૈનસંઘને એકતાના સૂત્રમાં આબદ્ધ કરવાના મહાન ઉદ્દેશથી આચાર્ય હરિભદ્રસૂરિએ મહાનિશીથ'ના ઉદ્ધારના માધ્યમથી સમન્વય નીતિનું અનુસરણ કરતાં જૈનસંઘમાં ઘર કરી ગયેલી ચૈત્યવંદન, મંત્ર-જાપ, વિદ્યા-સિદ્ધિ, વાસક્ષેપ વગેરે પરિપાટીઓને જૈનોનાં દૈનિક ધાર્મિક કર્તવ્યોમાં સંમિલિત કરી લીધાં.
આચાર્ય હરિભદ્રસૂરિએ સમન્વયકારિણી નીતિના અવલંબનથી ભગવાન મહાવીરના ધર્મસંઘને એકતાના સૂત્રમાં સંગઠિત કરવાનો એક ઐતિહાસિક પ્રયાસ કર્યો. પરંતુ એમના આ પ્રયાસોમાં દૂરગામી દુષ્પરિણામો પણ ઊભાં થયાં. સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન મહાવીર વડે ઉપદિષ્ટ ધર્મ અને વિશુદ્ધ શ્રમણાચારમાં નિષ્ઠા રાખવાવાળા શ્રમણોએ આચાર્ય હરિભદ્ર અને એમના સમકાલીન આચાર્યો વડે જૈનસંઘની સમક્ષ પ્રસ્તુત કરેલી આ સમન્વયવાદી નીતિની સાથે કોઈ પ્રકારે સહમત થયા નહિ. આચાર્ય હરિભદ્રના એ સમન્વયવાદી પ્રયાસનું દુષ્પરિણામ એ આવ્યું કે ચૈત્યવાસી વગેરે દ્રવ્ય પરંપરાઓ વડે સ્થાપિત કાર્યકલાપો, વિધિ-વિધાનોને સુવિહિત પરંપરાએ તો અપનાવી લીધાં, પરંતુ દ્રવ્ય પરંપરાઓ એ સમન્વયની દૃષ્ટિથી “મહાનિશીથ'માં સ્વીકૃત ભાવ પરંપરા દ્વારા વિહિત શ્રમણાચારને ન અપનાવ્યો.
(જેન શ્રમણ-શ્રમણીના વેશ અને આચાર-વિચાર)
ભગવાન મહાવીરના ધર્મસંઘમાં જે પ્રકારે માન્યતાઓની દૃષ્ટિથી અનેકરૂપતા દેખાઈ આવે છે, એવી જ રીતે અનેકરૂપતા તેમનાં સાધુસાધ્વીઓના વેશાદિમાં (પરિધાનમાં) પણ દેખાય આવે છે. શ્વેતાંબર પરંપરામાં મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી વગેરે તથા દિગંબર પરંપરામાં તેરહપંથ, ભટ્ટારક, મયૂરપિચ્છ, ગૃધ્રપિચ્છ, નિષ્કિચ્છક વગેરેમાં વેશની દૃષ્ટિથી ન તો મધ્યકાળમાં એકરૂપતા હતી અને ન તો આજે છે. આ બધી પરંપરાઓ દાવો કરે છે કે - “જે વેશને એમણે | ૦૨ [96969696969696969696963 જૈન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)