________________
માન્ય કરી રાખ્યા છે, એ જ વાસ્તવિક જૈન શ્રમણ-શ્રમણીનો વેશ છે.” હા, એક-બે પરંપરા એવી છે, જેમની એ માન્યતા છે કે - “શ્રમણવેશ તથા એમનાં વસ્ત્ર, પાત્ર વગેરેની સંખ્યામાં વી. નિ.ની છઠ્ઠી શતાબ્દીના અંતિમ ચરણથી સાતમી શતાબ્દીના પ્રથમ દશકની વચ્ચે, કોઈ સમયે આવશ્યકતા અનુસાર થોડું પરિવર્તન કરવામાં આવ્યું હતું.”
આવી સ્થિતિમાં વાસ્તવિક વેશ કેવો હોવો જોઈએ ? આના નિર્ણય માટે આપણે જૈન આગમોને તપાસવા પડશે. “જૈનાગમ આચારાંગ” અને “ભગવતી સૂત્ર'માં આના પર પર્યાપ્ત પ્રકાશ નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રશ્નવ્યાકરણ' વગેરે આગમોમાં પણ યત્ર-તત્ર આનો ઉલ્લેખ ઉપલબ્ધ છે. આગામિક ઉલ્લેખોથી એ સ્પષ્ટ થઈ જાય છે કે - “ભગવાન મહાવીરના સમયથી શ્રમણ-શ્રમણીઓના વેશમાં મુખવસ્ત્રિકા, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોપકરણોનું પ્રમુખ સ્થાન હતું.'
વજઋષભનારાચ સંહનન અને સમચતુસ્ત્ર સંસ્થાનના ધણી, તથા એ જ ભવમાં મોક્ષગામી મહામુનિ સ્કન્દકની દુષ્કર, અતિઘોર તપશ્ચર્યાનું વર્ણન કરતાં વસ્ત્ર-પાત્રનો ઉલ્લેખ પણ “ભગવતી-સૂત્ર'માં આવે છે. આનાથી પ્રગટ થાય છે કે - “ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં એમના શ્રમણ સંઘના મહાન તપસ્વી શ્રમણ શ્રેષ્ઠ સ્કંદક અણગાર જેવા તદ્ભવ મોક્ષગામી મહામુનિ પણ વસ્ત્ર ધારણ કરતાં હતાં.'
‘વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે અનુસાર જિનકલ્પી, પડિમાધારી અથવા અભિગ્રહધારી શ્રમણો માટે પણ, ઓછામાં ઓછું રજોહરણ અને મુખવસ્ત્રીકા રાખવી આવશ્યક છે. આ ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે કે – “ભગવાન મહાવીરના સમયમાં શ્રમણ-શ્રમણીઓના વેશ કેવા પ્રકારનો હતો.' - મધ્યકાળમાં જેમ-જેમ, નવા-નવા સંઘ અને પંથ વગેરે બનતા ગયા, તેમ-તેમ તેમની ભિન્નતાની ઓળખાણ માટે અથવા કોઈ અન્ય કારણોસર, થોડાં-ઘણાં વેશાદિમાં પરિવર્તન થતાં ગયાં. તો પણ એમ નિઃસંકોચપણે કહી શકાય છે કે થોડા અંશો સુધી ભ. મહાવીરના ધર્મસંઘની મૌલિકતાથી જોડાયેલા રહેવાનો બધાએ પ્રયત્ન કર્યો. જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૩૬૬૬૭૩૬૬૬૬૬૬૬ . ૦૩ |