________________
ભગવાન મહાવીરના ધર્મસંઘના એક વર્ગની એવી માન્યતા હતી કે - સવસ્રને કોઈ હાલતમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે સ્રીઓ નિર્વસ્ત્ર નહિ રહી શકવાના કારણે મોક્ષ પ્રાપ્ત કરી શકે નહિ.' આનાથી વિપરીત બીજો વર્ગ એમ માન્યતા રજૂ કરે છે કે - ‘સવસ્ત્રી અને સ્ત્રીઓ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.'
પહેલો વર્ગ કહેવા લાગ્યો કે - દ્વાદશાંગીનો લોપ-જેમ થઈ ગયો છે, માટે દ્વાદશાંગીમાંથી એક પણ આગમ આજે અસ્તિત્વમાં રહ્યા નથી.' આનાથી વિપરીત બીજો વર્ગ પોતાની વાત કહેતો રહ્યો કે - દ્વાદશાંગીમાંથી અગિયાર (૧૧) અંગ આજે પણ વિદ્યમાન છે.’ કાળ-પ્રભાવથી ભલેને એમનો યત્કિંચિત્ હ્રાસ થયો હોય. આ વર્ગ આગમોત્તરવર્તીકાળ અર્થાત્ વી. નિ. સં. ૧૦૦૦ના પશ્ચાત્ આચાર્યો વડે નિર્મિત કરવામાં આવેલ ભાષ્યો, નિર્યુક્તિઓ, ચૂર્ણિઓ, અવચૂર્ણિઓ, પ્રકીર્ણકો વગેરેને યથાવત્ સમગ્ર રૂપથી માન્ય નથી કરતા. સિદ્ધાંતોથી સંબંધિત વિવાદાસ્પદ વિષયોમાં અંતિમ નિર્ણાયક તથા પ્રામાણિક અંગશાસ્ત્રોના ઉલ્લેખોને જ માને છે. ત્યાં જ શ્વેતાંબર પરંપરાનો એક વર્ગ આગમોને અને ભાષ્યો, ચૂર્ણિઓ, નિર્યુક્તિઓ, ટીકાઓ, વૃત્તિઓ વગે૨ે તમામને સમાન રૂપથી માન્ય કરવાની વાત કરે છે.
એક વર્ગ નગ્નમૂર્તિઓની પૂજા-પ્રતિષ્ઠામાં વિશ્વાસ કરે છે, તો બીજો સવસ્ત્ર અથવા અલંકારિક મૂર્તિઓની પૂજા-પ્રતિષ્ઠામાં, ત્રીજો વર્ગ મૂર્તિપૂજાનો મૂળથી જ વિરોધ કરે છે.
આ રીતે ભગવાન મહાવીરના ધર્મસંઘમાં વી. નિ.ની સાતમી શતાબ્દી પશ્ચાત્ આજ સુધી જેટલા સંઘ, ગણ, ગચ્છ, સંપ્રદાય, આમ્નાઓ (માન્યતાઓ) વગેરે ઉત્પન્ન થઈ, એમની જો કોઈ ગણના અને વિવેચના કરવાનું ઇચ્છે તો વર્ષો લાગી જાય. પાછું આ બધાના વેશમાં પણ અનેક પ્રકારના વિભેદ છે. જ્યાં સુધી દિગંબર પરંપરાના ગણો, ગચ્છો વગેરેનો સવાલ છે, તો એમાં રહેનારા સાધુ સૂતરનો એક તાંતણો પણ પોતાના શરીર પર ધારણ નથી કરતા. તો છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
७४