________________
ARARAYAYAYAYAYAYAYAYA
બે શબ્દ
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ'ના એકથી ચાર ભાગના ગુજરાતી અનુવાદ પ્રકાશનનો આ પ્રસંગ જૈન સાહિત્યના ઇતિહાસનો અપૂર્વ અવસર છે. સમ્યજ્ઞાન પ્રચારક મંડળ - જયપુર દ્વારા હિન્દીમાંથી ગુજરાતી અનુવાદનો પ્રકલ્પ હાથ ધરાયો એ ગુજરાતી જૈનસમાજ માટે શાશ્વતમૂલ્ય ધરાવતો નિર્ણય હતો. વર્તમાન આચાર્ય પ. પૂ. ૧૦૦૮ શ્રી હીરાચંદ્રજી મહારાજસાહેબ આદિ સંતોની અવિરત અમીદૃષ્ટિનું જ આ પરિણામ છે કે પૂજ્ય આચાર્યશ્રી તથા સભ્યજ્ઞાન પ્રચારક મંડળના સંપાદક મંડળે આ મૂલ્યવાન ઇતિહાસ ગ્રંથોના ગુજરાતી સંક્ષિપ્ત સંસ્કરણની જવાબદારી અમને સોંપી. જૈનશાસનની સેવાના આ સાહિત્યયજ્ઞમાં જોડાવાનું અમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું એ અમારા જીવનનું નોંધપાત્ર પ્રકરણ છે. દેવ-ગુરુ-ધર્મની કૃપા વગર ચિરકાલીન મૂલ્ય ધરાવતાં કાર્યોમાં સહભાગી થવાનું શક્ય બનતું નથી.
પ્રસ્તુત ગુજરાતી ગ્રંથ પ્રાગટ્ય પર્વે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અનુવાદકાર્ય કે પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ કે દોષ રહી ગયો હોય તો તે અમારો છે. સહૃદય અભ્યાસુ ભાવકો, શ્રાવકો અમારી ક્ષતિ તરફ ધ્યાન દોરશે તો અમને ગમશે. વિરલ જ્ઞાનયાત્રાના સહયાત્રી બનવાનું સહુને ભાવપૂર્વક નિમંત્રણ છે.
આપના કરકમળમાં ભાગ-૩ નું સંક્ષિપ્ત સંસ્કરણ છે. વિશેષ અભ્યાસ કરવા ઇચ્છતા ભાવકે મૂળ ઇતિહાસ ગ્રંથો વાંચવા અમારો વિનમ્ર અનુરોધ છે.
પ્રાતઃ સ્મરણ, પ. પૂ. ૧૦૦૮ આચાર્યશ્રી હીરાચંદ્રજી મહારાજ સાહેબ આદિ સંતોની અભિવંદના સાથે સમ્યજ્ઞાન પ્રચારક મંડળના વરિષ્ઠોનો આભાર માની વિરમું છું.
આભાર
પાલડી, અમદાવાદ
તા. ૨૮-૧-૨૦૧૨,
મહા સુદ-૫ (વસંત પંચમી)
PERERERS AEREAYAYAIYAYAYAYAYAYAYAYA”
- પદમચંદ જવાહરલાલ કોઠારી
- ચેનરાજ જવાહરલાલ કોઠારી