________________
શાંતિપૂરિના આચાર્યકાળમાં અવંતિ પ્રદેશમાં ધનપાલ નામના એક વિખ્યાત કવિ રહેતા હતા. અને તે જ પ્રદેશમાં આચાર્ય મહેન્દ્રસૂરિ વિચરણ કરી રહ્યા હતા. મહેન્દ્રાચાર્યના આદેશ અનુસાર તેમના શિષ્યોએ ધનપાલને એક પ્રસંગે એ પ્રત્યક્ષ બતાવ્યું કે દહીંમાં બે દિવસ પછી જીવ ઉત્પન્ન થઈ જાય છે. આ ઘટના પછી કવિ ધનપાલ મહેન્દ્રાચાર્યની સેવામાં ઉપસ્થિત થયા ને તેમના ઉપદેશથી પ્રતિબોધિત થઈને તે દેઢ સમ્યકત્વ બન્યા. સમ્યકત્વ ગ્રહણ કર્યા પછી ધનપાલે “તિલકમંજરી' નામના ગ્રંથની રચના કરી. રચના સંપન્ન થઈ ગયા પછી ધનપાલે શાંતિસૂરિ પાસે તે ગ્રંથનું શોધન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
ધનપાલે અણહિલપુર જઈને શાંતિસૂરિને ઉજ્જયિની પધારવા માટેની પ્રાર્થના કરી. ધનપાલની પ્રાર્થના સ્વીકારીને શાંતિસૂરિ માલવ પ્રદેશ પધાર્યા. માલવ પ્રદેશમાં તેમણે ૮૪ પ્રતિવાદીઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. ધારાધીશે આચાર્ય શાંતિસૂરિની અપ્રતિમ વાદ-પ્રતિભા, વાગુમિતા અને પ્રકાંડ પાંડિત્યથી પ્રભાવિત થઈને પોતાની રાજસભામાં તેમને “વાદીતાલ'ની ઉપાધિથી અલંકૃત કર્યા અને ગુજરાત પ્રદેશમાં અનેક સ્થળોએ ચૈત્યોના નિર્માણ માટે અઢળક ધનરાશિની વ્યવસ્થા કરી. કવિ ધનપાલ દ્વારા રચિત “તિલકમંજરી'નું સંશોધન કરવા માટે ધારાપતિએ શાંતિસૂરિને વિનંતી કરી. આથી આચાર્ય શાંતિસૂરિએ તિલકમંજરીનું શોધન અને પરિમાર્જન કર્યું. શાંતિસૂરિ દ્વારા સંશોધિત તિલકમંજરીને જોઈને રાજા ભોજ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે ચૈત્યોના નિર્માણ માટે ૧૨ લાખ મુદ્રાઓ આપી.
માલવ પ્રદેશમાં જિનશાસનની કીર્તિ પતાકા ફરકાવ્યા બાદ વાદીવૈતાલ બિરુદધારી શાંતિસૂરિ ગુજરાત પ્રાંતમાં પાછા ફર્યા અને પાટણ નગરમાં પધાર્યા. પાટણ પહોંચ્યા બાદ શાંતિસૂરિએ પોતાના શિષ્યો પાસેથી સાંભળ્યું કે - “શ્રેષ્ઠી જિનદેવના પુત્ર પદ્મને સાપે દંશ દીધો છે અને તેને જમીનમાં દાટી પણ દીધો છે' આ વૃત્તાંત સાંભળીને શાંતિસૂરિ જિનદેવના ઘરે ગયા અને કહ્યું કે - “એક વાર સાપે ડસેલા પદ્મને તેમને બતાવવામાં આવે.” તે બધા સ્મશાનભૂમિએ ગયા. ત્યાં ખાડામાંથી કાઢીને પદ્મનું શરીર તેમણે શાંતિસૂરિને બતાવ્યું. શાતસૂરિએ અમૃતતત્ત્વનું સ્મરણ કરીને પદ્મના શરીરને સ્પર્શ કર્યો. શાંતિસૂરિના સ્પર્શમાત્રથી સાપનું ઝેર નષ્ટ થઈ ગયું ને તરત પા ઊઠીને બેઠો થઈ ગયો. જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 966969696969696969696ી ૨૫૯ |